એલિવેટર બિહેવિયર.(Hard Truths About Human Nature)

English: Rhesus Macaques (Macaca mulatta) in A...
Image via Wikipedia

એલિવેટર બિહેવિયર.

ફિલ્મોમાં એવું બતાવવામાં આવતું હોય છે કે કોઈ બંધ જગ્યાએ મર્ડર થતું હોય તેમાં એલિવેટર સૌથી વધુ માર્ક્સ લઈ જાય છે. મતલબ એલીવેટરમાં વધુ મર્ડર થતા હોય તેમ બતાવવામાં આવતું હોય છે, પણ વાસ્તવિકતા જુદી છે. કાતિલાના હુમલાની શક્યતા વર્ચ્યુઅલિ ઝીરો હોય છે. છતાં તે પણ હકીકત છે કે લિફ્ટમાં થોડાક ક્ષણોની મુસાફરી પણ લોકો સલામતીના ધોરણે ગંભીર વર્તણૂક સાથે પૂરી કરતા હોય છે. જો લિફ્ટમાં એકલાં જવાનું આવે તો બિહેવિયર નૉર્મલ હોય છે, પણ બીજા સાથે હોય તો વાત જુદી બની જાય છે. જો એલિવેટરમાં ખૂબ ભીડ હોય તો લોકો ચુપચાપ ઉભા હશે, ઉપરની છત તાકતા હશે, નીચે ફ્લોર પર દ્ગષ્ટિ કરીને ઉભા હશે, કેટલાક લોકો એમની ઘડિયાળ વારંવાર જોતા હશે, અને કેટલાક લોકો સામે બટન પૅનલ જોઈ રહ્યા હશે જાણે જિંદગીમાં પહેલીવાર  જોઈ હોય. બે અજાણ્યા લિફ્ટમાં ભેગાં થઈ જશે તો જેટલા દૂર ઉભા રહેવાય તેટલા ઉભા રહેવાના, સીધું એકબીજા સામે જોવાનું ટાળશે, આંખોમાં આંખો મેળવવાનું પણ ટાળવાના, ઓચિંતી હલચલન અને ઓચિંતો અવાજ કરવાનું પણ ટાળશે.
     આપણે વિચારશું કે લિફ્ટમાં ઑક્વર્ડ પરિસ્થિતિમાં લોકો નમ્ર બનવાનો પ્રયત્ન કરતા હશે. આપણી એલિવેટર બિહેવિયર કોઈ રેશનલ થીંકીંગનું પરિણામ હોતી નથી. સત્ય જુદું છે આવી બિહેવિયર સ્વયમચલિત હોય છે. અચેતન રૂપે કરવામાં આવતી વર્તણૂક છે. આને સ્થિતિને અનુરૂપ જન્મજાત વૃત્તિ કે સહજવૃત્તિ કહી શકાય. મૂળ તો આવી વર્તણૂક આક્રમકતા ઓછી કરવાના પરિણામ સ્વરૂપ હોય છે. અકારણ વિખવાદ ટાળવાની વૃત્તિ છે, સલામતીના ધોરણે કરવામાં આવતી વર્તણૂક છે. એલિવેટર તો હમણાં શોધાયા, પણ માનવ ઇતિહાસમાં આવી સ્થિતિ કાયમ આવતી હશે. ચાલો,
      કલ્પના કરો કે બે  Paleolithic cavemen કોઈ મોટા શિકારની પાછળ પડ્યા છે. અને આમ કરતા કરતા કોઈ નાની અંધારી ગુફામાં પહોચી ગયા છે. હવે અહી શિકાર હાથ નથી આવતો પણ એમના જેવો બીજો કોઈ ભૂખ્યો કેવમેન હાથમાં દંડા સાથે ભટકાઈ જાય છે, તો પહેલી હિલચાલ તો છટકવાની રહેવાની.  Paleolithic યુગમાં હત્યા કરવી socially awkward situations બહાર નીકળવા માટે સહજ હતું, જેટલું  આજે આપણે સાંજે કોઈ પ્રસંગમાં  કે પાર્ટીમાં હાજરી આપવી ના હોય તો ડૉક્ટરની એપોઇન્ટમેંટ છે તેવું બહાનું કાઢીએ છીએ. ગુફામાં ગુફાવાસીનો એક દંડો માથામાં પડે તો પાર્ટી ઇજ ઓવર. પણ કોઈ વાર કેવમેનને કોઈ કેવવુમન ભટકાઈ જવાના ચાન્સ પણ પ્રાપ્ત થઈ જાય તો રીપ્રોડક્શન માટે તક ઊભી થઈ જાય. પણ મેલ કેવમેન સાથે મેલ કેવમેનનો સામનો થઈ જાય તો ખરાબ ન્યૂઝ. આજ પ્રકારે યુગાન્ડામાં એક ચિમ્પાન્ઝીનો ભેટો બીજા સમૂહના ચિમ્પાન્ઝી સાથે થઈ જાય તો તે પેલાં ચિમ્પાન્ઝીના ગળા ઉપર વાર કરશે અને એના વૃષણ તોડી નાખશે જેથી સર્વાઇવ થઈ જવાય તો ભવિષ્યમાં રીપ્રોડક્શન માટે ચાન્સ વધી જાય.
     એપ્સ માઈન્ડ વિકસતું વિકસતું એપ્સ જેવા માનવી સુધી પહોચ્યું, અને પછી કેવમેન અને આજે આપણે માનવો સુધી પહોચ્યું છે. ભયજનક સામાજિક સ્થિતિમાં કે શરીરને ઈજા થાય ત્યારે આપણું મન જે રિસ્પૉન્સ આપતું હોય છે તેમાં કરોડો વર્ષથી કોઈ ફેરફાર થયો નથી. Primate minds જેવી રીતે સામાજિક જોખમો સામે જે રીતે પ્રતિક્રિયા કરતા તેમાં કોઈ ખાસ ફરક આજે પણ થયો નથી. ઊલટાનું ઉત્ક્રાંતિ અને વિકાસનો ક્રમ અમુક બાબતોમાં એટલો બધો ચુસ્ત હોય છે કે માનવ, ચિમ્પાન્ઝી અને macaque monkey દરેકની વર્તણૂક અમુક વખતે સાવ સરખી લગતી હોય છે, એમાં કોઈ ફેરફાર ૨૫ મિલિયન વર્ષથી થયો હોય તેવું લાગતું નથી.
     એલિવેટર બિહેવિયર વૈજ્ઞાનિક રિસર્ચ માટે કોઈ પ્રખ્યાત કે જાણીતું મહત્વનું ટૉપિક નથી. ૧૯૬૦મા આના વિષે વિચારવિમર્શ શરુ થયો હતો. એન્થ્રોપોલોજીસ્ટ Edward T . Hall નામના લેખકે ૧૯૬૬મા Hidden Dimension નામની એક બુક લખેલી. આ લેખકનો દાવો હતો કે તમે કોઈના પર્સનલ સ્પેસમાં દાખલ થાવ એટલે બધી ગરબડો ઊભી થતી હોય છે. એમના કહેવા પ્રમાણે પર્સનલ સ્પેસ એટલે એક અદ્રશ્ય ફુગ્ગો જે લોકો પોતાની સાથે લઈને ફરતા હોય છે. આ અદ્રશ્ય ફુગ્ગાની ત્રિજ્યા નાની મોટી હોઈ શકે, એનો આધાર પોતના વિચારો, માન્યતાઓ, જે સંસ્કૃતિમાં રહેતા હોય તેના સંસ્કાર, અને સમાજ જેમાં તે લોકો રહેતા હોય તેના ઉપર આધાર રાખે  છે. Human personal space એટલે પ્રાણીઓની ટેરીટરી સમજી લો. પોતાના એરિયાને સાચવવા માટેનું  આક્રમક વલણ ક્યારેક ગંભીર પરિણામો લાવી શકે.
      પ્રાણીઓની ટેરીટરી અને માનવ પર્સનલ સ્પેસ સાવ એક સરખાં હોતા નથી. પ્રાણીઓને એમના વિસ્તાર બહાર લઈ જાઓ તો લગભગ સર્વાઈવ થતા નથી. અને પોતાના એરિયાનું રક્ષણ કરવા જીવ પણ આપી દેતા હોય છે. માનવોમાં એવું આક્રમક સખત વલણ એરિયા બાબત હોતું નથી. અને માનવો એમના એરિયાનું રક્ષણ પ્રાણીઓ એમના એરિયાનું રક્ષણ કરતા હોય તે રીતે આક્રમકતાથી  કરતા પણ નથી હોતા. બહુ દૂરનાં માનવ સમૂહ માટે આક્રમક રક્ષણ પદ્ધતિ અપનાવતા હોય છે, બાકી નહિ. એટલે તો આવડા મોટા દેશમાં બધા સાથે રહેતા હોય છે. પણ પછી સરહદો ઉપર કોઈ ઘૂસ મારે તો લડાઈ કરવી પડતી હોય છે. માનવ એની આસપાસ રચેલા એના અદ્રશ્ય ફુગ્ગાનું રક્ષણ પણ પ્રાણીઓની જેમ કરતો નથી. છતાં કોઈ અજાણ્યો પાસે આવે એટલે અગ્રેશન શક્યતા વધી જવાની. પોતાની ટેરીટરીનાં રક્ષણ માટે બહુ લડતા ના હોય તેવા Baboon અને macaque વાનરોની બિહેવિયરનો અભ્યાસ સમજવા માટે ખૂબ કામ લાગેલો છે.
     બે Rhesus macaques એક પિંજરમાં ભેગાં કરવામાં આવતા તે લોકો શક્ય તેટલો ના ઝગડવાનો પ્રયાસ કરશે. લડવાનું એવોઈડ કરશે. જુદી રીતે વર્તન કરશે. હુમલા માટે ઉત્તેજિત થવાય તેવી તમામ વર્તણૂક દબાવશે. એક બીજાથી દૂર બેસશે. એક આ ખૂણામાં બીજું પેલાં ખૂણામાં જેનાથી સામાન્ય સ્પર્શ પણ ટાળી શકાય, કારણ સામાન્ય સ્પર્શ પણ લડાઈમાં પરિણમે તેવી શકયતા વધુ હોય. આંખોથી આંખો મિલાવવાનું એવોઈડ કરશે, કારણ વાનરોની ભાષામાં એકબીજા સામે આંખો મિલાવીને જોવું એટલે ધમકી ગણાય. આ વાનરો  ઉપર જોશે હવામાં, નીચે જમીન પર જોશે અને પીંજરા બહાર કોઈ કાલ્પનિક પોઇન્ટ તરફ જોશે. જેમ જેમ સમય પસાર થતો જશે તેમ ટૅન્શન વધતું જશે, વહેલા કે મોડા એકાદ વાનર એનું ટેમ્પરેચર ગુમાવી બેસે તે ઘડી નજીક આવશે. એટલે ત્વરિત હુમલો નિવારવા અને સ્ટ્રેસ ઓછો કરવા અને બીજા વાનરને જણાવવા કે હુમલો અનિવાર્ય નથી, અને ઇચ્છા પણ હુમલો કરવાની નથી વાનર એવું વર્તન શરુ કરશે, મૌનનો બરફ ભાગવો પડશે. એક બીજા સામે દાંતિયા શરુ કરશે. દાંત બતાવવાને તમે હ્યુમન સ્માઈલ સાથે સરખાવી શકો છો. કોમ્યુનીકેશન જરૂરી છે.  સમય વધુ વીતતા નજીક આવીને એક મંકી બીજાના વાળ ફેન્દવાનું શરુ કરશે, એમાંથી જે નાના જીવજંતુ મળે તે ખાવાનું શરુ. આમ બંને જણાં રીલેક્સ થઈ જવાના. જો તમે macaque હોવ અને બીજા macaque સાથે કોઈ પાંજરામાં ટ્રેપ થઈ જાવ તો શું કરવાનું? bare your teeth and start grooming. અને જો તમે માનવ હોવ અને  એલિવેટરમાં  કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે જતા હોવ તો I recommend you do the same: smile and make polite conversation.
   હ્યુમન નેચરની સુંદરતા એ છે કે એની સામાન્ય વર્તણૂક વિષે વૈજ્ઞાનિક રીતે અનુમાન લગાવી શકાય છે. છતાં એવી કેટલીય બાબતો હોય છે કે એમાં વિવિધતા આવતી જણાય છે. હવે એલિવેટરમાં એક સ્ત્રી સાથે એક પુરુષ ભેગાં થઈ જાય તો બિહેવિયર બદલાઈ જતી હોય છે. વીસ પચ્ચીસ માળ સાથે ઊતરવાનાં હોય તો છેલ્લા પેલો પુરુષ પેલી સ્ત્રીનો ફોન નંબર લઈને પણ બહાર નીકળી શકે છે. People’s responses to potential mating opportunities are just as predictable as their responses to potentially dangerous situations.
 

8 thoughts on “એલિવેટર બિહેવિયર.(Hard Truths About Human Nature)”

  1. Ekdum sachi vaat che!! India ma toh badhu thasi thasi ne badhay raheta hoi che etle vandho na ve pan western country!! are bus ma ke train ma apdi baju ni seat khali hoi to pan na game!! ema kai privacy ni vaat nahi pan bas manav mann ni ja…til prikriya!! america vishe evu sambhadyu che ke tay rang bhed nu haji pan thodu ghanu chalan che ke shyam atle ke african nahi pan gulf des na sahej goro vaan hoi eva loko sathe besta pan local people ne na fave!! e jara judi vaat pan ahiya to baju ma bese to vandho nahi pan kaan ma heaphone na pumda nakhi dye!! socialization nahi bus pan amare mix nathi thavu evu behaviour!! personal space e to bhare kari!!

    Like

    1. રંગભેદ મનમાં તો રહેવાનો જ. અહીં ગોરા સિવાય બધા કાળાં જ ગણાય, અહીં ઘઉં વર્ણ કે બ્રાઉન જેવો કોઈ રંગ નથી. બ્રાઝીલમાં ગોરા, ઘઉંવર્ણ અને બ્લેક એવા ભેદ છે. બીજું એકદમ અજાણ્યા માણસો કે બહુ દૂર દેશના લોકો નજીક વસવાટ કરવા આવે તો જલ્દી કોઈને ગમતું નથી. અહીં પણ બહુ દૂરથી ઇમિગ્રન્ટ લોકો આવે તે માનસિક રીતે ગમતું નથી એનું કારણ એ હોય છે કે અજાણ્યા લોકો ચેપી રોગો લઇ આવે તો સ્થાનિક જાતિઓ એનાથી ઈમ્યુન થયેલી ના હોય તો નાશ પામતી હોય છે. આ ભય સાચો છે. ધોળિયા અહીં આવ્યા અને તે લોકો લાવેલા ચેપી નવા રોગોના કારણે સ્થાનિક રેડ ઇન્ડિયન્સની કેટલીય જાતો ખલાસ થઇ ગઈ.એટલે નવા માણસોથી દૂર રહેવાની મનોવૃત્તિ ખોટી પણ નથી. ઈવોલ્યુશનનો પ્રોસેસ જ છે .

      Like

  2. ખૂબ સુંદર મનોવિજ્ઞાન સમજાવ્યું છે.
    કોમ્પુટરના થોડા અભ્યાસમા માઉસ ની વાત માઉસ પ્રાણી સાથે થાય તેમ માનવ મનોવિજ્ઞાન સમજવા માટે એપ્સ ના વિષયો અમારા માનીતા છે.
    હંમણા જ ‘ધ રાઇસ ઓફ ધ પ્લેનેટ ઓફ એપ્સ ‘ માણ્યું. તેમા વિલ્સની એપ સિઝર સાથેની રિલેશનશિપ અને અલઝાઇમરની બિમારીથી પિડાતા તેના પિતાથી ભરેલો છે. એપ્સના પાત્રને અટલી કલાત્મક રીતે જીવંત કર્યું છે કે માનવપાત્રો પર તે હાવી થઇ ગયા છે. દરેક શોટને ગણતરીપુર્વક લેવામાં આવ્યો છે, પછી તે પાંજરામાં પુરાયેલા એપ્સવાળો સીન હોય કે પછી ગોલડન ગેટ પર દોડી જતા એપ્સવાળો સીન હોય ! આ પહેલા જ અમે કેલીફોર્નિયાના સૌથી મોટા વૃક્ષો સિક્વોયાના જંગલ માણવા ગયા હતા આ ચલચિત્ર પણ ત્યાં જ ઉતર્યું હતું ! તેથી આપણી વૃતિ સાથે એપ્સની સરખામણી થઇ હતી . આપના લેખ વાંચ્યા પછી કેટલીક ગુંચ ઊકલી ગઇ!
    એપ્સ કોઇ મોટી દુર્ઘટના સજેઁ અને માનવો પર હાવી થઇ જાય તે માનવ જાતે જ તેના દ્વારા કરવામાં આવેલા પ્રયોગો અને તેના દ્વારા ઉદ્ભવતી મુશ્કેલીઓ માટે જવાબદાર છે! અમારા સ્નેહી ડોકટરનૂં લીફ્ટમા મર્ડર થયું હતું ત્યાર બાદ આપે વર્ણવ્યો તેવો ભય સી એન ટાવરની લીફ્ટમા અનુભવ્યો હતો ! તે યાદ આવી ગયું.
    ગંમ્મતની વાત … સાંપ્રત સમયમા વેબ ઍપ્પ્સ વિશે જાણકારી ઉપલબ્ધ કરાવશે. જેના થકી તમે ઓનલાઇન વેબ ઍપ્લીકેસન કેટલા ઉપયોગી છે તે તમે જાણી શકશો!
    છેલ્લે એક એલીવૅટરની વાત યાદ આવે છે…………
    ભૂતકાળ અને ભવિષ્યના કોઇ વિચાર ના સતાવે ત્યારે મન નિર્વિચાર સ્થિતિ પ્રાપ્ત કરે છે.આ ધ્યાન ની શરુઆત છે. યોગસુત્ર મુજબ સાતમું પગથિયું ધ્યાન અને આઠમું પગથિયું એ સમાધી અવસ્થા છે. સામાન્ય મનુષ્યને ધ્યાન કરવું મુશ્કેલ લાગે છે.પરંતુ કેટલાક ગુરુ સાધકને એલીવૅટ કરીને સીધા સાતમાં પગથીયે લઇ જાય છે.
    સહજતાથી લખ્યું છે આપને કોઈ વાત મૉડરેટ કરવા જેવી લાગે તો અવશ્ય કરશો

    Like

    1. અહીના ચલચિત્રોની ખાસ ખૂબી હોય છે કે અહીં કામ વગરના સીન હોય નહિ. માટે મને અહીના મુવી જોવા ગમતા હોય છે. બીજું મૂળ વાત એ છે કે આપણે યોગીઓની ફસલ પકવવી બંધ કરીને ભક્તોની ફસલ કે જુગલભાઈના શબ્દોમાં ભગતડાની ફસલ પકવવાની શરુ કરી ત્યારથી ભારતની પડતી શરુ થઇ છે. ભલે યોગા ભારતનો હોય અહીં ભગતડા જ પેદા કરે રાખ્યા છે જે લોજીક બ્લાઈન્ડ હોય છે, અને આ લોકોના વાદે આખો દેશ લોજીક બ્લાઈન્ડ બન્યો અને વિજ્ઞાનની શરૂઆત કરનાર ભારત વિજ્ઞાનમાં પાછળ પડ્યું. આપની કોઈ કોમેન્ટ્સ મોડરેટ કરવાની હોય નહિ. ધન્યવાદ.

      Like

  3. માનવીની સહજવ્રુત્તિઓનુ ગજબની બારીકાઇ પર્વકનુ નીરિક્ષણ. જ્યા ન પહોચે રવિ ત્યા પહોચે રાઓલજી..

    Like

  4. સૈધ્ધાંતિકરીતે વિચારીએ તો કોઇ પણ પુલની નીચેથી પસાર થતા હોઇએ છીએ ત્યારે જો તમને કહેવામાં આવે કે આ પુલની તૂટી પડવાની શક્યાતા લાખોમાં એક છે, તો આપણે બેધડક એ પુલની નીચે [કે ઉપર] પસાર થઇશું.

    પરંતુ જો આપણને સાથે સાથે એમ કહેવામાં આવ્યું હોય કે તમે તે લાખમા વ્યક્તિ છો, તો?

    જ્યાં સુધી આપ્ણે એમ માનીએ છે કે જે ભયની વાત થ ઇ રહી છે તે ‘મને’ નથી લાગુ પડતું ત્યાં સુધી આપણને કોઇ ભય નથી લાગતો. એટલે જ વહેલી સવારે ચાર રસ્તાપર વાહન ચલાવતી વખતે આપણે બેપરવાહ થઇને એ ચાર રસ્તા પાર કરીએ છીએ, આપણાં અજાગ મનમાં આ જ રીતે થયેલા અકસ્માતોની યાદ સંઘરીને બેઠા હોઇએ છીએ તો પણ.

    Like

Leave a comment