બ્લોગ-જગતમાં બે વર્ષ.

ગુજરાતી: સમગ્ર જીવન દરમ્યાન શક્ય એટલી મા ગુર્જ...
Image via Wikipedia

પ્યારા મિત્રો.

પાંચ ડિસેમ્બરે ગુજરાતી બ્લોગ જગતમાં બે વર્ષ પુરા થયા. યાત્રા સુખદ રહી.વાચકોની સંખ્યા ગયા વર્ષ કરતા જેટ સ્પીડે વધી અને પ્રતિભાવોની સંખ્યા બરોબર રહી. ખાસ તો ફેસબુકનો એમાં મહત્વનો ફાળો રહ્યો. ફેસબુક મિત્રો ત્યાં જ પ્રતિભાવ આપી દેતા હોય છે. આ વર્ષે નવા વિષય ઈવોલ્યુશનરી સાયકોલોજી વિષે વધુ લખ્યું. માનવ સ્વભાવના જટિલ સત્યો વિષે જાણવાનું, વાંચવાનું, એનો અભ્યાસ કરવાનું, મનન કરવાનું, ભારતીય સંસ્કૃતિ સાથે ભારતીય સમાજ વ્યવસ્થા સાથે એનો તાલ મીલાવવાનો અને પછી લખવાનું તે પણ સરળ શબ્દોમાં ખૂબ અઘરું પડતું હતું. ઘણીવાર તો એક જ વિષય ઉપર જુદા જુદા મનોવૈજ્ઞાનિક લેખકોના પંદર વીસ કે પચીસ લેખો વાંચીને એકાદ લેખ મૂક્યો હશે.

“દિવસે નિંદ્રા રાત્રે કામ,

ક્યારે ભજવા બ્લોગ રામ.”

આજની સાથે ૨૭૦ પોસ્ટ અને લાખ કરતા વધુ હીટ(મુલાકાતી) મેળવીને સેરેટોનીન અને ડોપામાઈન જેવા હેપી કેમિકલ્સનો સારો એવો ડોઝ મળી ચૂક્યો છે, સાથે બ્લોગર મિત્રો, ફેસબુક મિત્રો તથા જાણ્યા અજાણ્યા અનેક વાચક મિત્રોનો  સહકાર અને મારામાં મુકેલા વિશ્વાસે ઓકસીટોસીન જેવા હેપી રસાયણનો ખૂબ મોટો ડોઝ પણ મેળવી ચૂક્યો છું.

જાણે અજાણ્યે કોઈની લાગણી દુભવી હોય તો ક્ષમા આપશો.  સર્વે વાચક મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું.

61 thoughts on “બ્લોગ-જગતમાં બે વર્ષ.”

  1. આવા હજુ કેટલાયે બે (૨) – બે (૨) વરસો ભેગા કરીને વધુમાં વધુ બગડા ભેગા થાય એવી આ બગડેલા (૪૪ વર્ષીય) બાળકની શુભેચ્છા સ્વીકારશો

    Like

  2. બ્લોગ જગતમા બે વર્ષ પુરા હરી ત્રીજા વર્ષ પ્રવેશ અવસરે અભિનંદન
    અને આવતા વર્ષોમા પ્રકાશ ગતિએ પ્રગતિ કરતા રહો તેવી શુભેચ્છાઓ.
    તમારા પ્રેરણાદાયી લેખો અને તેની ખૂબ સુંદર,સ રસ હળવી શૈલી આગળ આપના લાખ કરતા વધુ હીટ સામાન્ય લાગે છે.કેટલાક વિચારો સાથે સંમ્મત નથી થવાતું પણ ઘણા લેખો ના વિચારો વલોણું કરે છે. HT 5- સેરેટોનીન અંગે ઘણાને પૂછીએ કે તે વધુમા વધુ ક્યાં હોય છે ?તો કેટલાકને જ ખબર હોય છે મગજમા નહીં પણ મૉટા આંતરડામા ! પછીની વાત મૂળાધાર ચક્ર તથા ત્યાં ગણપતિના સ્થાન અંગે આવે તેમાં કદાચ તમે સંમત ન થાવ…જરુરી પણ નથી પણ આ અંગે ઍડ્રીનલીન,કૉર્ટીઝોન વધારશો નહી અને હવે પછીના લેખોમા આપને ગમે તો ચિંતન મનન કરી જરુર સુંદર સામગ્રી પીરસજોa varsh

    Like

  3. અભિનંદન. તમારી આંગળી ઝાલીને અમે પણ અવનવાં રહ્સ્યો ખેડ્યાં છે અને આશ્ચર્યચકિત થતા રહ્યા છીએ. તમારા લેખોએ તમારા વાચકો અને ચાહકો માટે નવી દિશા ખોલી આપી છે. માત્ર બે વર્ષમાં આ સિદ્ધિ નાની નથી. લગે રહો….

    Like

    1. દીપકભાઈ ખૂબ ખૂબ આભાર, આપની કોમેન્ટ્સ હમેશા પ્રેરણાદાયી રહી છે. આપ જેવા મિત્રોના મોરલ સપોર્ટથી આગળ વધતા જ જઈશું.

      Like

        1. મુનશી આ વાઘ ચિકન ખાતો હોત તો ચિકનગુનિયા ના થાત. વાઘ બિસ્કુટ ખાતો થઇ ગયો છે. પછી શું થાય?

          Like

  4. Congretulations Uncle:)

    Can’t agree with all your points always in all articles, but enjoyed many articles/thoughts here.

    You are sharing really valuable information especially in human psycology.

    Keep up doing gr8 Job.

    Like

  5. YES ! Shri. Bhupenbhai,

    U have done a nice job, we not only enjoyed reading your blog, but are proud of your high values in selecting the offerings. God always be with you.

    Jai Shri Krishna

    kaushikbhai

    Like

  6. શ્રી ભુપેંદ્રસિંહજી,
    બ્લોગ જગતમાં બે વર્ષ પૂરા કરી ત્રીજા વર્ષમાં પ્રવેશવા માટે ખૂબ ખૂબ અભિનંદન ! આવનારા વર્ષોમાં ચિંતન અને મનન સાથે નવા નવા વિષયો ઉપર આપના લેખો વાંચવા મળશે તેવી અમારી અપેક્ષા છે અને જે પૂર્ણ કરવા પરમ કૃપાળુ પરમાત્મા આપને સામર્થ્ય આપે તેવી હાર્દિક શુભેચછઓ !
    સ-સ્નેહ
    અરવિંદ

    Like

  7. Blog is like a own shop.customers may come and go but in the end how much profit/satisfaction you you derived from this that’s what it counts.

    How about these two years if you would have spent in writing a book?

    congratulation to you!

    Like

  8. ઓરકુટ, ફેસબુક, બ્લોગ જગત, નેટ, સ્કેન, ઈન્ટર નેટના કારણે આપણે બધા નજીક આવી ગયા. ઉપર મીત્રોએ કોમેન્ટ લખી એમાં હું મારો સુર પુરાવું છું.

    Like

  9. આદરણીય શ્રી ભુપેન્દ્રસિંહજી ,

    દ્વિતીય વર્ષ પૂર્ણ કરી તૃતીય વર્ષના પ્રવેશે વ્હાલના વધામણાં

    સાથે ખોબલા ભરીને આભિનંદન.

    લેખો વધતા રહે..મુલાકાતીઓ મઝા માણતા રહે ને પ્રતિભાવોનું સરોવર

    છલકાતું રહે એ જ અભ્યર્થના.

    Like

  10. તમે જે કાર્ય હાથ ધર્યું છે તેનું મૂલ્યાંકન કોઈ એકાદ–બે દૃષ્ટિકોણથી ન થાય. બે વરસમાં ફક્ત ગતિના સંદર્ભે જ નહીં, ઊંડાણ ને ઊંચાઈના સંદર્ભે પણ તથા વ્યાપની રીતે પણ તમારો બ્લોગ ઘણું કહી જાય છે.

    ખાસ બાબત એ છે કે તમારો આક્રોશ જે ઘણી વાર પ્રગટ થાય છે તેમાં કોઈ વ્યક્તિ નજર સામે હોતી નથી પણ વસ્તુને નજર સામે રાખીને તમે જનોઈવઢ દ્યો છો. ભારતીય સમાજની સિદ્ધ થઈ ચૂકેલી નબળાઈઓ ઉપર તમારી તલવાર વીંઝાતી રહી છે. બ્લોગ પર વ્યક્તિગતપણું ઘણી વાર જોર કરી જાય છે જ્યારે તમારો ઘા નબળાઈઓ પર હોય છે. “હણો ના પાપીને….પણ લડો પાપો સામે અડગ દિલના (ગુપ્ત નહીં પણ) પ્રગટ બળથી ! તમારો ગાંધીજી પરનો લેખ ઓપિનિયનમાં પણ છપાયો છે જે લેખમાં તમે ગુપ્તતાનો દોષ રહેવા દીધો નથી. બલ્કે ગાંધીજી માટેનો આદર પણ ભારોભાર વંચાયો છે.

    બ્લોગજગતમાં એક બાજુ ગોવીંદભાઈ મારુ એકનિષ્ઠ બનીને આવા જ પ્રકારનું લખે છે. તાટસ્થ્ય સાથેની વીંઝાતી તલવાર સમાજનું બહુ મોટું કામ કરે છે. ડૉક્ટરો નિર્મમ બની ન શકે તો ઘાને રુઝવી ન શકે. મલમની પહેલાં કાપકૂપ કરવાની હોય છે.

    વાંચે–લખે ગુજરાત કરતાંય તમારું સૂત્ર ‘વિચારે ગુજરાત’ ધ્યાન ખેંચનારું છે.

    બે વરસ એ તો સાપેક્ષ બાબત છે. મૂલ્ય સમયનું કે જથ્થાનું નથી. તમને ધન્યવાદ, અભિનંદન અને ખાસ તો આભાર સાથે જ પોંખવાના હોય. શુભાસ્તે પંથાનઃ સન્તુ.

    Like

    1. જુગલભાઈ ખૂબ ખૂબ આભાર. ગાંધીજી પાસેથી એટલું તો શીખું ને? ગોવિંદભાઈનો બ્લોગ સ્પર્ધામાં પહેલા દસ નંબરમાં આવ્યો નહિ તેનો વસવસો ખૂબ થયો.

      Like

      1. ભુપેન્દ્રભાઈ, આ બ્લોગ ઉપર હજી કવીતા અને ગીતનો વર્ચસ્વ એટલે કે ભક્તોનું વર્ચસ્વ છે. એ હીસાબે ગોવીંદભાઈ અને તમે, ઘણાં પછાત કે પાછડ હશો….

        Like

        1. વોરા સાબ સાચી વાત છે. આપની ૮૦ ટકા કવિતાઓ રાધાકૃષ્ણના કાલ્પનિક પ્રેમ ઉપર રચાઈ છે.

          Like

  11. અભિનંદન… અભિનંદન.. અભિનંદન…

    આપની સાથેની અત્યાર સુધીની સફર ઘણી રોચક અને સુંદર રહી છે. કેટલાક વિચારોમાં તો મંતવ્ય આપવા જેટલું ભાથુ પણ હોતુ નથી એટલે માત્ર માથુ હલાવીને હોકારો ભણવા જેવું થાય છે. (હા, એ વાત અલગ છે કે મારું હોકારો ભણતુ માથુ આપ દેખી શકો એવી સુવિધા હાલમાં તો ઉપલબ્ધ નથી… 🙂 )

    બ્લોગમાં અને આપના મગજમાં ક્રાંતિકારી વિચારોની હરિયાળી ફેલાતી રહે અને તેનો લાભ મુજ જેવા સામાન્ય-જણને આપ દ્વારા મળતો રહે એવી આશા…

    આગળ વધતા રહો અને નીરંતર વિકસતા રહો એવી શુભેચ્છાઓ સહ…. આવજો..

    Like

  12. ભુપેન્દ્રસાહેબ તમે રાજપુતાના અદા થી બ્લોગ જગત પર એ રીતે છવાયા કે જેમ ગીર નો સાવજ ત્યાં ત્રાડ નાખે ને તેની ગુંજ ગીર ની તળેટીઓ માં પણ સંભળાય તેમ તમે અમેરિકા માં બેઠા બેઠા ગુજરાતી સાહિત્ય ને જે રીતે ખુંપી ખુંપી ને વળગી રહ્યા છો તેનો ખણખણતો રણકાર અહી ગરવી ગુજરાત માં સંભળાય છે. તે બદલ આપનો ખુબ ખુબ આભાર. અભિનંદન.

    Like

    1. વેદાંગ ભાઈ ખૂબ ખૂબ આભાર. અમસ્તું લોકો કહેતા હોય છે કે સિંહોના ટોળા ના હોય? ગીરમાં સાવજની વસ્તી જળવાઈ રહે તે જરૂરનું છે, આ અણમોલ પ્રાણી કેવું ભવ્ય હોય છે?

      Like

  13. શ્રી.ભુપેન્દ્રસિંહજી.
    || લખ લખ વધાઈયું ||

    કુરુક્ષેત્રને બે વર્ષ પૂર્ણ કરી ત્રીજા વર્ષમાં મંગલપ્રવેશ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ.
    કુરુક્ષેત્રના વાચક લેખે ’વિચારે ગુજરાત’ના ઉત્સાહથી ભર્યાભર્યા અમે પણ આ બે વર્ષના “વિચારયુદ્ધ”માં કોઈ અવિવેક કરી બેઠા હોઈએ તો ક્ષમા માંગીએ છીએ (અને ત્રીજા વર્ષમાં વળી ’બાણ’ ચઢાવવા તૈયાર રહીએ એવા આશિર્વાદ પણ માંગીએ છીએ !)

    Like

    1. સર વાઘજી,
      અવિવેક આપના લોહીમાં નથી. આપશ્રીને ચડાવેલા બાણ અમને પણ સચેત બનાવે છે. ખૂબ ખૂબ આભાર.

      Like

  14. આપ્ને ખૂબ ખૂબ અભિનન્દન બ્લોગ જગત્મા બે વર્ષ પૂરાકરવા બદલ…….વધુતો બિન અનુભવી તરીકે શુ કહુ પણ બીજા સો વર્ષો નિર્વિઘ્ને ઉત્તરોત્તર પ્રગતિના પંથે પ્રયાણ કરતા કરતા, ફૂલી ફાલીને વટવ્રુક્ષ બને એવી અપેક્ષા.

    Like

  15. Abhinandan aapne blog jagat ni be varsh ni safar maate.

    Tamari lekhan shaili ekdam saral, supachya ane lokbhogya 6e.
    Sauthi moti vaat aapni pardarshkta ane nikhalasta ni ..je hu birdavu 6u ane aasha 6e ke e jalvi rakhsho. Tamara vicharo sathe ghani vaar shamat naa hova 6ata tme ene swikaro 6o ane aadar pan aapo 6o e maate tmne dhanyawaad. 🙂

    Keep it up and keep writing on different interesting aspects of life except religion. 😦 :p))) and again Congratulations. 🙂

    Like

  16. અમારે તો…
    “રાત્રે નિંદ્રા દિવસે કામ,
    ક્યારે ભજવા બ્લોગ રામ.”

    મે પણ કોઇ એક સમયે ખાસ ઉદેશ્ય સાથે બ્લોગલેખન શરું કર્યું હતુ પણ મારો ધંધો મને સમય આપતો જ નથી. 😦 આ બાબતે તમે ઘણાં નસીબદાર કહેવાઓ. બે વર્ષ લગાતાર સફળ અને વિચારશીલ લેખ મુકવા એ નાનુસુનુ કામ તો નથી જ…..

    ઉપરના પ્રતિભાવોમાં લગભગ ઘણું-બધુ આવી ગયું છે એટલે વધુ લખીને આપનો સમય નથી બગાડતો. “કુરુક્ષેત્ર”થી બે વર્ષમાં ફેલાયેલા વિચારોની યાત્રા આવનારા બસ્સો-ચારસો વર્ષ સુધી ફેલાયેલી રહે અને આવનારા વર્ષોમાં નવા વિચારો ઉમેરતી રહે એવી અપેક્ષાઓ…

    Like

  17. બ્લોગ જગત માં ત્રીજા વર્ષ ના મંગલ પ્રવેશ નિમિતે હાર્દિક શુભકામના.

    Like

  18. ત્રીજા નવા વરસમાં હાર્દિક સ્વાગત છે.અને પહેલાં બે માટે અભિનંદન.

    Like

  19. ગુજરાતી ભાષામાં જેટલું કામ સાહિત્ય્ના પક્ષે થ ઈ રહ્યું છે તેટલું જ અને તે જ ગુણવત્તાવાળું કામ બિન-સાહિત્યક્ષેત્રે થાય તો ભાષાની સમૃધ્ધિ – શૈલિ અને સામગ્રી ઉપરાંત શબદભંડોળની દ્ર્ષ્ટિએ- વિશ્વની અન્ય વ્યાપક ભાષાઓને સ્તરે પહોંચી શકે.
    બબ્બે વર્ષથી પ્રકારના બ્લૉગથી આપ આ દિશામાં મહત્વનું પ્રદાન કરીરહ્યા છો.
    ખુબ ખુબ અભિનદન

    Like

  20. બે વર્ષ પૂર્ણ કરી ત્રીજા વર્ષમાં મંગલપ્રવેશ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ.

    Like

  21. ગુરૂજી” ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ “દિલ સે”,bhavishyama pan avaj saras lekho lakhi amane vichharata rakhasho, farihi apane abhinandan

    Like

Leave a comment