Beta mammal વ્યથા, મનોવ્યથા.(Hard Truths About Human Nature).

Beta mammal વ્યથા, મનોવ્યથા.(Hard Truths About Human Nature).
       એક માર્ગદર્શક આપણને સીડી ચડવા માટે મદદ કરે ત્યાં સુધી તો સારું છે, પણ તે ફક્ત સમર્થક કે અનુયાયી જ ઇચ્છતો હોય અને તમારું કોઈ વજૂદ રહેવા દેવું ના હોય તો?
    દરેક વાનર અને એપ્સ સમૂહનો એક ઍલ્ફા નેતા હોય છે અને તેના સમર્થક તરીકે એક અથવા બે beta નર હોય છે. આમ beta ટ્રૂપનો બીજા નંબરનો ઍલ્ફા પણ કહી શકાય. મૅમલ સમૂહમાં જીવવા ઉત્ક્રાંતિ પામેલા છે, અને સમૂહનો એક નેતા હોય. ઍલ્ફાને પણ આખા સમૂહને કંટ્રોલ કરવા એક બે બીજા નરની જરૂર પડતી હોય છે. પ્રાણીઓમાં ઍલ્ફા બનવું શક્તિ પ્રદર્શન અને આક્રમક વલણ દાખવ્યા વગર શક્ય નથી હોતું. પણ માનવ પાસે સરસ વિચારવંત બ્રેન હોય છે જેથી તે ઍલ્ફા બનવા ખાલી શક્તિ પ્રદર્શનને બદલે જુદી જુદી રીતે પણ અપનાવે છે. વાનર અને ચિમ્પૅન્ઝી સમૂહના beta નર હાઈએસ્ટ સ્ટ્રેસ લેવલ વેઠતાં હોય છે તેવું વૈજ્ઞાનિકોનું  સંશોધન કહે છે. આ બીજા નંબરનો નેતા સૌથી વધુ તણાવ અનુભવતો ટોચનો એકલવાયો હોય છે અને સમૂહના બીજા સભ્યો ઉપર કઠોર વર્તન દાખવતો હોય છે. કેમ?
   Beta વાનર કે ચિમ્પૅન્ઝી માટે સૌથી વધુ મેળવવાનું હોય છે અને સૌથી વધુ ગુમાવવાનું પણ હોય છે. ઍલ્ફાનું પદ હાથવેંતમાં હોય છે. અને તે ના મળતા સૌથી વધુ તણાવયુક્ત પણ હોય છે. આપણે બહુ ઊંચા પદ માટે ઠેકડા ના મારીએ તો બહુ ગુમાવવાનું પણ બહુ હોતું નથી.  beta વાનર ઍલ્ફાની નજદીક રહેવા ખૂબ મહેનત કરતા હોય છે, અને ઘણીવાર કોઈ મોટો રિવૉર્ડ મેળવ્યા વગર બધું જ ગુમાવી પણ બેસતા હોય છે. ઍલ્ફા તમારો ઉપયોગ કરવા માંગતો હોય છે, એના સમર્થક ના રહો તો તે તમારું સર્વસ્વ છીનવી લેતો હોય છે. જેના માટે અને જેના વિકાસ માટે તથા તેના ટોચ પર બની રહે તે માટે સખત મહેનત કરી હોય તે તમારું સામાજિક જીવન બરબાદ કરી શકે છે. ઍલ્ફાને હંમેશા ડર લાગતો હોય છે કે નંબર ટુ એનું સ્થાન પડાવી લેશે.
    માનવ પહેલા નાનો સમૂહ બનાવીને રહેતો હશે. એનો એક નેતા રહેતો હશે. પછી કોઈ બળવાન સમૂહ નેતા બીજા સમૂહ પર આક્રમણ કરીને બીજા સમૂહ કાબૂ કરી લેતો હશે. આમ મોનાર્કી અસ્તિત્વમાં આવી. આમ રાજાશાહીમાં રાજા ઍલ્ફા નેતા બન્યો, અને એને મદદકર્તા મંત્રી કે સેનાપતિ કે નાનોભાઈ કે બીજા સમર્થક બીજા નંબરના નેતા બન્યા. રાજાને સતત ચિંતા રહેતી હશે કે બે નંબર એનું સ્થાન પડાવી ના લે. દરેક ઍલ્ફા માટે એના જિન્સ સર્વાઇવ થાય તે મહત્વનું હોય છે. એના સંતાનને કોઈ તકલીફ વગર ઍલ્ફાનું સ્થાન મળી જાય તો કેવું સારું?
    આમ રાજાશાહી પવિત્ર, રાજવંશ પવિત્ર, રાજા ભગવાન એવું ઠસાવી દેવાયું. આમ પેઢી દર પેઢી વારસો રાજા બને જાય. પ્રૉબ્લેમ એ થાય કે રાજાને એક સંતાન તો હોય નહિ અને રાજા તો એક જ બને. પહેલા અને સૌથી મોટા સંતાનને રાજા બનાવવાનું રિવાજથી નક્કી કરાયું. આમ ઘણીવાર બીજા સંતાનો ક્યારેક મંત્રી, ક્યારેક સેનાપતિ બનતા. અથવા નાની નાની જાગીરી  વારસામાં મળી હોય તેને બાહુબળે વધારી વળી અલગથી રાજા બની શકાય. અથવા તો બીજા વારસદારોને મારી ને રાજા બની જવાય, અને કોઈ વાર ખુદ રાજા જે પિતા પણ હોય છે તેની પણ હત્યા કરવામાં આવતી. આપણે મુઘલ બાદશાહોનો ઇતિહાસ જાણીએ છીએ. રાજાને વળી  અનેક રાણીઓ હોય. આમ રાણીઓ પણ પોતપોતાના સંતાન રાજા બને તેવી યોજનાઓ આગોતરી કરવા લાગતી. સૌથી મોટા બાળ કુંવર માટે જીવનું હંમેશા જાનનું ખૂબ મોટું જોખમ રહેતું.
    ઇતિહાસ ગવાહ છે કે કેટલાય સેનાપતિ ખુદ રાજા બની ગયા હતા. મંત્રી પણ રાજા બની જતા. શાહજીનું સ્થાન બીજા નંબરનું રહેતું જે શિવાજીની પસંદગીનું નહોતું. શિવાજીની ઍલ્ફા બનવાની તીવ્ર ઈચ્છાએ પિતાની અસહમતીની પરવા કર્યા વગર સ્વબળે રાજા બનીને જ રહ્યા. અને એમના રાજવંશના બ્રાહ્મણ મંત્રીઓ પેશ્વા, છેવટે રાજા બની ગયા. beta હંમેશા નંબર વન ઉપર દ્ગષ્ટિ રાખતો હોય છે, ઍલ્ફા નબળો પડે તેની રાહ જોવાતી હોય છે. સતત ઍલ્ફાની નજીક રહેવામાં ભવિષ્યમાં લાભ હોય છે. જેથી ઍલ્ફા કોઈ કારણવસ  ખસી જાય તો ઍલ્ફા બનવાનો મોકો beta પ્રાપ્ત કરી શકે. આમ ઍલ્ફાની સતત નજીક રહેવા માટે ત્રીજા ચોથા નંબર ઉપર ક્રૂરતા રાખવી પડતી હોય છે, એમને સતત દબાવવા પડતા હોય છે. આમ નંબર બે એની નીચેની વ્યક્તિઓ તરફ રુક્ષ હોય છે, એમની સતત અવહેલના કરતો હોય છે. નંબર બે એના પછીની હરોળમાંથી કોઈ પ્રતિભાશાળી હોય તો એને વહેલો નાશ કરી દેવા જાતજાતના નુસખા અપનાવે છે. આ સ્ટ્રેટેજી કાયમ રહેતી હોય છે.
  ભારતીય રાજકારણ જુઓ. ભારતની આઝાદીની લડતનાં સર્વોચ્ચ ઍલ્ફાનું પદ ગાંધીજી નિભાવતા હતા. એમના ખાસ બે સહાયક જવાહર અને સરદાર હતા. ગાંધીજી વૃદ્ધ બની ચૂક્યા હતા અને એમને રાજ કરવામાં કોઈ ખાસ રસ નહોતો, એમનું ધ્યેય ફક્ત ભારતની આઝાદી હતું. જિન્નાહ ગાંધીજી પહેલા કોંગ્રેસમાં સ્થાન જમાવી ચૂક્યા હતા. જિન્નાહ પાક મુસલમાન નહોતા, સિગરેટ પીતા, શરાબ પીતા મુલ્લાઓના વિરોધી હતા. અમુક સમયે ગાંધીજી કરતા વધુ સેક્યુલર લાગતા, ખાસ તો ખિલાફતની ચળવળ વખતે. પણ ગાંધીજીના પ્રભાવ અને સંત જેવા આચારવિચારને કારણે પ્રજામાં માન વધતા  એમનું મહત્વ ઘટ્યું. મૅમલ બ્રેન બળવો પોકારી ઊઠ્યું. સામે પક્ષે જવાહર પણ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન, સર્વોચ્ચ ઍલ્ફા બનવાનું ટાળી શકે તેમ નહોતા. આમ એમના આદિમ મૅમલ બ્રેને અલગ પાકિસ્તાનની માગણી કરી. ગાંધીજીને જિન્નાહ વડાપ્રધાન બને તેમાં કોઈ વાંધો નહોતો. પણ જવાહરનું આદિમ મૅમલ બ્રેન માનવા તૈયાર નહોતું.
  બે મૅમલ બ્રેનની માનસિક લડાઈ અને એક મહાન ભારતના બે ભાગલા અને લટકામાં દસ લાખ માણસોની હત્યા. હવે જવાહરની આડે આવે એવો એક માણસ બચ્યો સરદાર વલ્લભભાઈ પટેલ. જવાહર નાના બાળકની જેમ રિસાઈ ગયા. સરદાર ખસીને નંબર બે નું સ્થાન મેળવીને સંતોષ પામ્યા. સરદારની સતત અવહેલના થતી રહી. રજવાડા ભેગાં કરવાનું એમના સિવાય કોઈ કરી શકે તેમ નહોતું. બંને વચ્ચે ખાસ સંબંધ રહ્યો નહોતો. સરદારને પણ નંબર વન બનવાની કોઈ મહેચ્છા હતી નહિ, વૃદ્ધ અને બીમાર હતા. એમની સલાહ અવગણીને કાશ્મીરનો પ્રશ્ન યુનોમાં ખેંચી ગયા એના પરિણામ આજે પણ ભારત ભોગવી રહ્યું છે.
   શાસ્ત્રીજી અવસાન પામ્યા ત્યારે કામરાજ એન્ડ કંપની કિંગ મેકર હતી. મોરારજી કોઈને ગાંઠે તેમ નહોતા. કામરાજ એન્ડ કંપનીએ નરમ દેખાતી છોકરી ઈન્દિરાજીને વડાપ્રધાન બનાવી મૂક્યા. પણ બાઈ ભારે સ્ટ્રોંગ ડોમિનન્ટ મૅમલ બ્રેન ધરાવતી હતી તે આ ખંધા વૃદ્ધોને ખબર નહોતી. સત્તા મળ્યા પછી ઈન્દિરાજીએ બધાને હડસેલી મૂક્યા. જેમ તેમ કરીને જનતા પાર્ટીએ સત્તા હાંસલ કરી અને મોરારજી વડપ્રધાન બન્યા, પણ બીજી  હરોળના તમામ નેતાઓને    નંબર વન બનવું હતું. સત્તા મળી ગઈ હતી હવે કોંગ્રેસનો ડર નહોતો એટલે મોરારજીના પગ ખેંચાયા. પહેલા સત્તા ઉપર હોય તેની સામે એક સંપ થઈને લડો અને સત્તા મળી જતા અંદર અંદર લડો. જિન્નાહ ખૂબ સારા વકીલ હતા, બૅરિસ્ટર હતા. જવાહર પોતે પણ કેટલા બુદ્ધિશાળી હતા, ડીસ્કવરી ઑફ ઇન્ડિયા નામનું એક ઐતિહાસિક પુસ્તક પણ લખેલું. પણ મૅમલ બ્રેઈન આગળ કોઈ ફિલૉસફી ચાલતી નથી.
   ભાજપા જુઓ, બાજપાઈની પ્રચંડ પ્રતિભા આગળ અડવાણી ફક્ત બે નંબર બનીને રહી ગયા હતા. આટલાં વર્ષે સાવ વૃદ્ધ બની ચૂક્યા છે પણ વડાપ્રધાનના દાવેદાર છે. નંબર બે ઉપર ટકી રહેવા માટે નીચલી હરોળના નેતાઓને કદ પ્રમાણે કાયમ વેતરતા રહ્યા છે. ક્યારેક તો ચાન્સ મળશે. ઘણીવાર કોઈ તકલીફકર્તા ના પણ હોય છતાં મૅમલ બ્રેન સ્થાન ટકાવી રાખવા સતત પ્રયત્નો કર્યા કરતું હોય છે. ભાજપના જેટલા પ્રભાવશાળી નેતાઓ હતા તે એક પછી એક અડવાણી દ્વારા વેતરાતા રહ્યા. એમાં સ્થાનિક નેતાઓનું  મૅમલ બ્રેન પણ સહયોગ કરતું હોય છે. આખા ભારતમાંથી ભાજપની  સંસદમાં ફક્ત અને ફક્ત બે સીટો જ આવેલી, એમાંની એક મહેસાણાની ડૉ. એ.કે.પટેલ જીતી લાવેલા.
આવા ભાજપના કપરાં સંજોગોમાં કેશુભાઈ અને શંકરસિંહ ભાજપના ઉત્થાન માટે તન તોડીને મહેનત કરતાં હતા. રોજ સવારની ચા સાથે બેસીને પીતા. ગુજરાતનું એક ગામ આ લોકોએ ફરવામાં જોવામાં બાકી નહિ રાખ્યું હોય. બંને જણાની મહેનતે ગુજરાતમાં ભાજપા જીતી ગયું, ૪૦ વર્ષ ભાજપ માટે કામ કરનારા શંકરસિંહે સ્વેચ્છાએ નંબર બે બનવાનું સ્વીકાર્યું. સત્તા મળ્યા પછી એમની અવહેલના શરુ થઈ. છેવટે એટલાં બધા ઇગ્નોર કરવામાં આવ્યા કે એમણે બળવો પોકાર્યો. આપણે દગો કહીએ છીએ પણ દગો બંને અરસપરસ કરતા હોય છે. છેવટની વાત બધા જાણે છે.
શંકરસિંહને દગાખોર કહેનારા કેશુભાઈ અને નલીન ભટ્ટ આજે ખૂદ દગો અનુભવી રહ્યા છે.  ઇતિહાસ સર્જનારા ડૉ. એ. કે. પટેલ આજે ક્યા છે?  યુપીમાં કલ્યાણસિંહને હટાવવામાં આવ્યા. દિલ્હીમાં મદનલાલ ખુરાના ગયા. ઉમાભારતી પણ ગયા અને પાછા આવ્યા. જશવંતસિંહ જેવા કાબેલ નેતાને પણ જવું પડેલું. કેશુભાઈ પણ ગયા. મોદી એકલાં હાથે ચૂંટણી લડ્યા, બાકી અડવાણીના પ્રીતિપાત્ર હવે રહ્યા નથી. વર્ષો સુધી ભાજપ માટે રાજસ્થાનને સાચવનારા ભૈરોસિંહ શેખાવતને પણ સહન કરવું પડ્યું. ભાજપની થીંક ટેંક ગણાતા ગોવિન્દાચાર્ય પણ ગયા. આવા તો કેટલા ગયા હશે? શું બધા ખરાબ હતા? બધા શિસ્ત વગરના હતા? બધા પક્ષની વિરુદ્ધ હતા? કડવાણીનું Beta મૅમલ બ્રેન ભાજપમાં કોઈ સારો નેતા રહેવા દેતું નથી. પ્રજા પાસે કોઈ સારો વિકલ્પ તો હોવો જોઈએ ને? સાવ સડેલા સફરજનના ટોપલામાંથી ઓછામાં ઓછું સડેલું સફરજન એણે શોધવાનું છે.
   કોંગ્રેસમાં આજે ભલે વડાપ્રધાન મનમોહન સિંહ હોય પણ ઍલ્ફાનું સ્થાન સોનિયા ગાંધી સંભાળે છે. અહી તો વળી જૂની રાજાશાહી જેવું છે, વારસદાર નાનો હોય ત્યાં સુધી મજબૂરી છે. રાહુલ ગાંધી વારસદાર તરીકે બેસી જવાના. હું કોઈની તરફેણ કરતો નથી ફક્ત મૅમલ બ્રેન વિષે ચર્ચા કરું છું. ધર્મો અને સંપ્રદાયોમાં પણ આજ પૅટર્ન કામ કરતી હોય છે. ઍલ્ફા ગુરુ બનવાની લ્હાયમાં રોજ નવા સંપ્રદાયો, પેટા સંપ્રદાયો રોજ ફૂટી નીકળે છે. એક જ વૈષ્ણવ સંપ્રદાયના કેટલા બધા ફાંટાં છે? એક જ સ્વામીનારાયણ સંપ્રદાયના કેટલા બધા ફાંટાં પડી ચૂક્યા છે. હરિપ્રસાદ અને પ્રમુખસ્વામી એક જ ગુરુના ચેલા, પણ બે નંબરે રહીને જીવવાનું ફાવ્યું નહિ અને હરિપ્રસાદે પોતાનો અલગ પંથ બનાવી નાખ્યો.
રાજાશાહી હોય કે લોકશાહી હોય, સરમુખત્યારશાહી હોય કે મીલીટરી શાસન ઍલ્ફા નેતાના સહાયક, સમર્થક એવા beta નેતાને કાયમ સખત તણાવમાં જીવવું પડતું હોય છે, ક્યારે ઍલ્ફા રિટાયર થાય તેની રાહ જોવી પડતી હોય છે, નીચેના નેતાઓ એની સમકક્ષ બની ના જાય તેમ વ્યવસ્થા કરવી પડતી હોય છે. અને આટલી બધી મહેનત પછી પણ ઘણીવાર કોઈ રિવૉર્ડ મેળવ્યા વગર ઍલ્ફા બન્યા વગર, સર્વોચ્ચ સ્થાને પહોચ્યા વગર દુનિયા છોડી દેવી પડતી હોય છે.
અડવાણીનું પણ એમજ થવાનુ છે. વડાપ્રધાન બન્યા વગર “હમ તો ચલે પરદેશ પરદેશી હો ગયે….”
 thCAE1MK8P

25 thoughts on “Beta mammal વ્યથા, મનોવ્યથા.(Hard Truths About Human Nature).”

 1. શ્રી રાઓલ સાહેબ,

  ( Hard Truths About Human Nature ) ધર્મ/રાજકારણના ઉદાહરણૉ દ્વારા સમજવામાં વધારે સહેલું પડે છે.

  આભાર !!!!!!!!!!!!!

  Like

 2. Alfaનું વિશ્લેષણ તો તરત સમજાઈ જાય એવું છે, પણ betaનું વિશ્લેષણ બહુ મહત્વનું છે. કારણ કે alfa તો એક જ હોય, beta બનવા મળે તે માટે વધારે હરીફાઈ હોય છે. ભારતના રાજકારણ પર લાગુ કરીને તમે આ વિજ્ઞાનને વ્યવહારમાં સમજવાની તક આપી છે.

  Like

  1. ભાઈ એવું નથી લાગતું કે ગાંધીજી, જવાહર વગેરે નેતાઓ ગીતાને બદલે મેમલ બ્રેઈન વિષે જાણતા હોત તો ભારતના ભાગલા પડ્યા ના હોત અને આટલી બધી હત્યાઓ ના થઇ હોત.

   Like

   1. રાઓલજી ને બસ 50 એક વર્ષનું છેટું રહી ગયું….

    નહિતો આજે સમગ્ર “અખંડ ભારત” ના રાષ્ટ્રપિતા તરીકે એમના પૂતળા છેક પેશાવર થી પેરામ્બદ્દુર સુધી એકે એક શહેરના ચોક શોભાવતા હોત….

    પણ એક ખુશીની વાત તો ખરી જ ને, કે આજે રાઓલજી “સાક્ષાત” આપણી વચ્ચે છે ! 🙂

    Like

 3. શ્રી.ભુપેન્દ્રસિંહજી, યોગ્ય ઉદાહરણ સહિત, સરસ સમજણ આપી છે.

  Beta માટે ગુજરાતીમાં ’બીટા’ ઉચ્ચાર વા્પરી શકાય. (UK અંગ્રેજીમાં)

  આભાર.

  Like

  1. બીટૅ… ઘણીવાર અંગ્રેજી શબ્દો જાણીજોઈને લખું છું, કે વર્ડપ્રેસમાં નવી પોસ્ટ મૂકતા ઓટોમેટિક લીંક આવી જાય છે. આમ લીંક શોધવાની અને મુકવાની કડાકૂટ બચી જાય, પણ ઘણીવાર લીંક આવતી નથી. જેતે વૈજ્ઞાનિકોના નામ કે એમના રીસર્ચ વિષે અંગ્રેજીમાં શબ્દો લખીએ તો લીંક આવી જાય બાકી ગુજરાતીમાં લખીએ તો આવે નહિ. આ સગવડ સારી છે પણ કોઈવાર ઉપલબ્ધ થતી નથી. આમ જોઈતા ફોટા પણ આવી જતા હોય છે, પણ કોઈવાર તે પણ ઉપલબ્ધ થતા નથી.

   Like

 4. ખૂબ સ રસ રજૂઆત.
  હવે તો દરેક રહસ્ય સમજવા જનીનથી શરુઆત થાય. આલ્ફા શૃંખલાના ઉત્પાદન માટે સોળમા રંગસૂત્ર પર બે જનીન સંકેત હોય છે. જયારે બીટા શૃંખલાના ઉતત્પાદન માટે અગ્યારમા રંગસૂત્ર પર માત્ર એક જ જનીન સંકેત હોય છે. દરેક રંગસૂત્ર જોડીમાં હોય છે. આમ, કુલ ચાર આલ્ફા અને બે બીટા પ્રોટિન-શૃંખલા બનાવતા જનીન દરેક તંદુરસ્ત વ્યક્તિના કોષોમાં હાજર હોય છે. આ જનીનમાંથી અડધા જનીન માતા તરફથી અને અડધા જનીન પિતા તરફથી વ્યક્તિને વારસામાં મળે છે. પુખ્તવયે લોહીની અંદરનું મોટાભાગનું હિમોગ્લોબિન બે આલ્ફા અને બે બીટા પ્રોટિન-શૃંખલા ધરાવતું હોય છે.
  થોડું મગજના તરંગ બાબત
  થીટા વેવ ૩થી ૭ હર્ટ્ઝ,આલ્ફા વેવ: ૭થી ૧૨ હર્ટ્ઝ ,બીટા વેવ: ૧૫થી ૨૦ હર્ટ્ઝ અને એસએમઆર: આ ૧૨થી ૧૫ હર્ટ્ઝ હોય. આમા બીટા તરંગ શરીર-મગજ માટે નુકશાન કારક ગણાય છે.ડીન ઓરનીશ જેવા તબિબોએ આપણી યોગ-ધ્યાન વિ પ્રક્રિયા દ્વારા બીટા તરંગમાંથી દર્દીઓ આલ્ફા તરંગમા લાવી હ્રુદયના રોગોને રીવર્સિબલ કર્યા !મેડિટેશન મીટર તમારાં મગજનાં આલ્ફા વેવ્સ એક્ટીવીટી સાથે સંકળાયેલ છે. તમે ધ્યાન કરો તે ‘સેસન’ દરમ્યાન તમે ખરેખર કેટલાં સમય માટે ધ્યાનસ્થ થયાં અને કેટલાં પ્રમાણમાં ‘ધ્યાન’ લાગ્યું તેનો જવાબ મેડિટેશન મીટર આપી શકશે અને ખાસ વાત નવી ટેકનોલોજીવાળા ‘બ્રેઈન વેવ્સ’ ડિટેક્ટર તમારાં મગજનાં તરંગોને માત્ર સાંભળે જ છે કોઈ પણ પ્રકારનાં ઈલેક્ટ્રોમેગ્નેટીક વેવ્સ પ્રસારીત કરતાં નથી કે સીગ્નલ મોકલતા નથી . ‘બ્રેઈન વેવ્સ ડિટેક્ટર’ ટેકનોલોજી મોબાઈલ ફોન હવે આવી જ ગયો છે.
  હવે આના થી બીટા સ્થાનમાંથી આલ્ફા સ્થાનમા લાવવામાં મદદ ન કરે પણ બીટા સ્થાનનું ટેન્સન અને તેનાંથી થતા રોગ ઓછા કરવામાં જરુર મદદરુપ થશે.
  પ્રતિભાવ પાટા પરથી ઉતરેલી ગાડી જેવો લાગે તો મૉડરેટ કરશો.

  Like

 5. BAPU, WELL DONE ,YOU RECALLED HISTORY, NOT OLD BUT PRESENT DAY, AND UNIVERSAL.
  YOU ARE ABSOLUTELY TRUE.
  THE COMMENT OF SHRI DEEPAKBHAI DHOLAKIA, ,HIS QUESTION ABOUT ALFA TRUE AND SAME WAY BETA ,THERE ARE POSSIBILITY OF MORE THAN ONE, SO HE HAS TO TAKE CARE OF UP AND DOWN LEVELS
  THANK YUOU FOR NICE TALKING, GIVE ME T.NO, IF NO PROBLEM OR TAKE TIME ANY TIME BUT NOT AFTER 7=OOP.M.IN WINTER,
  I LOVE TO KNOW FROM YOU YOUNG BAPU, I RESPECT YOUR WAY OF PUTTING IN A NICE WAY ,I LOVE. CONGRATULATIONS FOR BEST ARTICLE.
  I HATE =DAMBHI DUNIA,= POLITICLE, RELEGIOUS OR FAMILY LEADERS, THEY ARE MISCHIEF MONGERS. FOR TO BE ALFA OR BETA, NICE WORDS YOU SELECTED I WAS NOT KNOWING. THANKS
  WITH RESPECT

  PRAFUL SHAH..631-471-7799

  Like

  1. પ્રફુલ્લભાઈ પ્રોત્સાહક અભિપ્રાય બદલ ખૂબ ખૂબ આભાર. હું સમયે સમયે ફોન કરતો રહીશ.

   Like

 6. Bhupendra bhai,

  Tamari Alfa ne Beta mammal ni vat mane pahela lambi chali em lagyu; pan dhire dhire tame Indian politics na main point per avya tyare bahu saral thai gayu..

  Em lagyu ke pruthvi ni pradkshina kari ne aavya..bija na man ni pareshani smajavva mate aape ghani pareshani uthavi. Hu have jem jem history samjti jav chhu tem mane Javahar lal Nehru nu man occhu thatu jay chhe.

  He might have acknowedge his wrong decission but did not have chance to admit it/ correct it.

  Like

  1. હાજી જેમ જિન્નાહ અને જવાહરની મેમલ બ્રેઇનની આલ્ફા બનવાની હોડ હતી તે જ મેમલ બ્રેઈન અલગ અલગ રાજ્યો માંગી રહ્યું છે.

   Like

 7. રાઓલજી,
  કમાલની ચર્ચા. તમારો અભ્યાસ રંગ લાવી રહ્યો છે.
  આમ જુઓ તો આ લડાઈ સતત જોવાં મળી શકે! જ્ઞાતિની સભા હોય કે પછી વિદ્વાનોની સભા હોય!

  Like

 8. darek jagyae apani vastvik jindagima ,sansarma aa vastu yatha yogya rite lagu pade chhe.maru english mate mafi chhahu chhu.

  Like

 9. અતિ સુંદર વિશ્લેષણ ઉદાહરણ સાથે આપે આપ્યું. ગેમા જો સીધો આલ્ફા પાસે ગયો તો બીટા એની ખેર કાઢી નાખે અને કહે કે તારે આલ્ફા ને કહી કેવું હોય તો બીટા દ્વારા જવાનું. આલ્ફા પાછો થોડા ગેમા ની શોધ માં રેહતો હોય કે જેથી બીટા ની કોયી આલ્ફા ને હટાવવાની તરકીબ હોય તો જાણવા માટે….. આલ્ફા અને બીટા વચ્ચે અંદરખાને વિશ્વાસ ની બહુ પતલી રેખા હોય છે. બાપ કે માં જો આલ્ફા હોય તો સીધા આલ્ફા બનવાનું બહુ સહેલું હોય છે કારણકે બહુ ગેમા સભ્યો નો સાથ હોય છે અને આમેય બીટા થી કંટાળેલા હોય છે. ગેમા ને બીટા બનવા માટે આલ્ફા નો સાથ જરૂરી છે અને તરત પાછો આલ્ફા બનવાની કોશિશ ચાલુ…..

  Like

 10. “અડવાણીનું પણ એમજ થવાનુ છે….” વાક્ય સાવ સાચું પડ્યું !! આખો લેખ વાંચી ગયો. બધાં ક્ષેત્રોમાં એક જ ઢબ ચાલે છે !
  બાપુ તેમ સરસ તો લખો છો જ; સચોટ પણ !! ધન્યવાદ.

  Like

 11. સાહેબ,આપની વાત સત્ય છે! ખોટી સરખામણી કરીને પોતાનો ગુનો છાવરી લેવાની પ્રવુતિ સમાજ અને વિશ્વમાં ચાલુ જ છે! એક આતંકી અને તેના નાના સમૂહને મારવા અફઘાનિસ્તાન અને ઈરાક ખલાસ થયા!
  હિટલરનો ગુનો મોટો બતાવીને પોતાનો જાપાન પરનો મોટો ગુનો છુપાવી દીધો! હિટલરનો જુલમ બતાવવા માટે હોલીવુડની મુવીઓ ઉતારી,હઝારો પુસ્તકો લખી નાખ્યા,અને હિટલરનો હત્યાકાંડ આજે પણ મુઝીયમમાં
  સંગ્રહી રખાયો છે !
  મને આજે પણ હિટલર મોટો કે અમેરિકાનો એટમ બોબ મોટો તેની ખબર પડતી નથી!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s