રાસાયણિક તત્વજ્ઞાન-૫ Good and Evil. ( Hard Truths About human Nature).

A section of DNA; the sequence of the plate-li...
Image via Wikipedia

રાસાયણિક તત્વજ્ઞાન-૫ ( Hard Truths About human Nature).

સાચું ખોટું, સારું નરસું, યોગ્ય અને અયોગ્ય. Good and Evil .

આપણું શરીર રસાયણોનું એક બહુ મોટું કોમ્બિનેશન છે. મૅમલ બ્રેન રસાયણની ભાષા જાણે છે. શબ્દો પછી આવ્યા. બ્રેનની ભાષા છે ન્યુરોકેમિકલ્સ. માટે આ લેખમાળાને મેં બ્લૉગમાં રાસાયણિક તત્વજ્ઞાન નામ અર્પ્યું છે. જ્યારે કોઈ માણસ આપણા સ્ટૅટ્સને મદદકર્તા થાય કે એને આગળ વધારવા કઈ પણ કરે તો આપણે એને સારું કહીશું. કે ભાઈ સારો માણસ છે. આપણાં મોભાને હેલ્પ મળે તો આપણું વલણ તે બનાવ કે માણસ સારો છે તેવું રહેવાનું. પણ કોઈ આપણા સ્ટૅટસને પડકારે કે જોખમરૂપ થાય તો આપણું વલણ બદલાઈ જશે કે આ તો  ખરાબ છે.

બ્રેન કોઈ તટસ્થ, સ્થૂળ, વસ્તુલક્ષી મશીન નથી. તે પોતાનું ભલું જોવા ઉત્ક્રાંતિ પામેલું છે. આ બાયસ દરેકમાં હોવાનો. આ પક્ષપાત આપણને પોતાનામાં  દેખાતો નથી. મૅમલ બ્રેનને પોતાના ભલામાં રસ હોય છે. ક્યારેક આ રસ અતિ સાંકડો સ્વકેન્દ્રી બની જતો હોય છે. આપણો મેમલિઅન bias રિઅલ હોય છે. એટલે વ્યક્તિગત રસ આપણને વધારે પક્ષપાતી બનાવે છે. આપણા મોભાને રંગ અર્પે તે આપણો ન્યાય હોય છે. એથિક્સ અને મૉરલ્સ ખાલી શબ્દો જ બની રહેતા હોય છે, જો મૅમલ બ્રેન એને ક્રિયામાં નાં ઢાળે તો. આમ સાચા અને ખોટા વચ્ચે ભેદ જરૂર હોય છે પણ કોઈ વ્યક્તિગત ન્યાય કરી શકે નહિ.

આપણાં સ્ટૅટસને આપણાં રસ, કે ફાયદાને પડકારનાર કોઈ પણ વસ્તુ ખરાબ કે ખોટી બની શકે છે, ભલે તે બીજાની દ્રષ્ટીએ સારી હોય. આપણે જોઈ શકતા નથી કે કઈ રીતે ન્યુરોકેમિકલ્સ આપણાં નૈતિકતાનાં ધોરણોને ભીંજવી દેતા હોય છે. દરેક બ્રેન દુનિયાને પોતાના રસ અને ફાયદાની દ્રષ્ટીએ જોતું હોય છે. એટલે આપણને બીજાનો પક્ષપાત દેખાય છે પોતાનો નહિ. એટલે એથિક્સ અને મૉરલ્સની ચર્ચાઓ બીજા ઉપર કેન્દ્રિત હોય છે. બીજા એ શું કરવું તે ઉપર એનો આધાર છે. બીજા લોકોએ આપણી સામાજિક સર્વોપરિતા કઈ રીતે તૃપ્ત કરવી તે આપણું નીતિશાસ્ત્ર હોય છે.

મૅમલ બ્રેન સમૂહમાં જીવવા ઉત્ક્રાંતિ પામેલું છે. સમૂહ સાથે મજબૂત સંબંધો હંમેશા હૅપી કેમિકલ્સનાં સ્ત્રાવને વધારે છે. આ સમૂહ સાથેના સંબંધોમાં તણાવ પેદા થાય કે તરત અનહૅપી કેમિકલ્સ આપણને ચેતવતા હોય છે. દરેક મૅમલ સમૂહ જાણતું હોય છે કે કયું વર્તન સહન કરવા જેવું છે અને કયું નહિ. પશુઓ શબ્દો વગર નિર્ણય લેતા હોય છે, કોની સામે જવું અને કોનાથી ભાગવું. આ નિર્ણય એમના પાછલાં અનુભવોની શ્રુંખલા યાદ કરીને લેવાતા હોય છે. માનવપ્રાણી પણ અમૂર્ત વિચારણા હેઠળ આમ જ કરતું હોય છે.

ઘણી મોટી જાહેર સંસ્થા હોય કે નાનું મિત્રોનું ગૃપ હોય માનવ સમૂહ અમુક વર્તનને સરાહે છે અને અમુકને વખોડે છે. સમૂહના પ્રતિભાવ વડે દરેક માણસ વ્યક્તિગત સર્વાઇવલ સ્ટ્રેટેજી નક્કી કરી લેતો હોય છે. આપણાં જીવના અનુભવો આધારિત ન્યુઅરલ રસ્તો આપણે બનાવ્યો હોય તે રીતે ન્યુરોકેમિકલ્સ આપણને દોરતા હોય છે. આમ દરેક મૅમલ પ્રાણી સતત સહકાર અને સ્પર્ધા વચ્ચે ઝોલા ખાયા કરતું હોય છે. એટલે કયા સંજોગમાં કઈ શ્રેષ્ઠ યોજના વડે  આપણી મહત્તમ જરૂરિયાત પૂરી થાય તે મૅમલ બ્રેન સ્પષ્ટ પણે જોઈ શકતું હોય છે.

આમ સર્વાઇવલ માટે ફાયદાકારક હોય તે રીતે ક્યારે ધાક જમાવવી અને ક્યારે શરણે થઈ જવું તે મૅમલ બ્રેન નક્કી કરી લેતું હોય છે. આમ સર્વોપરી બનવાની અંતઃપ્રેરણા માટે બધું ખરાબ નથી અને બધું સારું પણ નથી હોતું. એનો સારા અને ખોટા માટે ઉપયોગ કરી શકો તે વાત જુદી છે. આ પ્રેરણા વડે તમે દુનિયાને દોરી શકો છો, દુનિયા માટે કોઈ ફાયદાકારક મહાન ભાગ ભજવી શકો છો, તમારા બાળકોનું રક્ષણ કરી શકો છો અને સાથે સાથે તમે ખતરનાક રાક્ષસ પણ બની શકો છો.

આપણા આસપાસના વાતાવરણની પ્રતિક્રિયા મુજબ આપણે સારા ખોટાંની સમજ કેળવતા હોઈએ છીએ. જે વર્તન આપણને લાડુ  ખવડાવે તે સારું અને નાં ખવડાવે તે ખોટું. આમ દરેક વખતે સ્વાર્થ વડે લાડવા ખવાતા નથી. ક્યારેક કોઈનો વિશ્વાસ જીતીને કોઈનું કામ કરીને લાડવા મેળવાય છે. અનુભવ શીખવે છે ક્યારે ટ્રસ્ટ કરવો અને ક્યારે નહિ. લાડવા એટલે રિવૉર્ડ સમજવો, આમ મળેલા રિવૉર્ડ આધારે દરેક બ્રેન પાછલાં અનુભવો દ્વારા શીખતું હોય છે.

આમ આપણાં સર્વાઇવલ માટે આપણે જે નક્કી કર્યું હોય તેમ બીજાએ પણ કરેલું હોય. આપણે જે ધ્યેય નક્કી કર્યું હોય તેમ બીજાએ પણ કરેલું હોય. આપણે દુકાન કરવાનું વિચાર્યું હોય તેમ બીજાએ પણ કર્યું હોય. વળી આપણી બાજુમાં જ આવીને બેસી જાય ત્યારે તકલીફ થતી હોય છે. એકબીજાની વિકનેસ અને સ્ટ્રેન્થ જોવાનું શરુ થઈ જતું હોય છે.

ડૉમિનેટ થવાની urge મૅમલને રિસ્ક લેવા પ્રેરતી હોય છે. નબળા લોકોનું રક્ષણ કરવા જેવા સારા કામ પણ થતા હોય છે, આમાં કોઈવાર જીવ પણ જતો રહેતો હોય છે. તમે ભલે તમારા વારસદારની ફિકર ના કરો અને જોખમ ખેડો પણ મૅમલ બ્રેન સતત તોલમાપ કરતું હોય છે કે ક્યારે જોખમ લેવું અને ક્યારે નાં લેવું. શબ્દો વગર મૅમલ બ્રેન પાછળ વારસો મૂક્યા વગર મરી જઈએ તેવું રિસ્ક લેવાનું અવૉઇડ કરતું હોય છે. પણ તમારા પાછલાં અનુભવો કહેતા હોય કે વારસો  માટે લાભદાયી છે રિસ્ક લેવાનું તો મૅમલ બ્રેન જોખમ ખેડતું પણ હોય છે.

મેમલીઅન ડૉમિનંસ હાઇઆરાર્કી આપણને જીવનમાં ઘણીવાર નિરાશ કરી નાખતી હોય છે. કારણ આ ચડતા ઊતરતા દરજ્જાની વ્યવસ્થા જીન પાસ કરવાની શક્યતા ઓછી કરી નાખતી હતી. એટલે અનહૅપી કેમિકલ્સ ઉત્તેજિત થતા હોય છે. અને હવે આનો વિરોધ કરવો પડશે તેવું જરૂરી લાગે. પણ ડૉમિનન્ટનો વિરોધ કરવાથી હેપીનેસ મળશે તે નક્કી હોતું નથી. હા વિરોધ કરવાથી એક નાનો ડૉસ હૅપી કેમિકલનો જરૂર મળી જાય. પણ તરત પાછાં પછડાવાનું થાય, આમ નિરાશા ફરી વધારે જોરથી આવે. હવે ફરી પેલાં હૅપી કેમિકલ્સનાં  નાના ડૉસ માટે ફરી વિરોધ કરવાનો. છેવટે મોટા પ્રયત્નો પણ નિષ્ફળ જતા હોય છે.

સ્ટૅટ્સ ફ્રસ્ટ્રેશન માંથી મૂક્ત થવાનો  સાચો રસ્તો છે બ્રેનને સમજવાનો. સ્ટૅટ્સ ડિસપૉઇન્ટમન્ટ મૅમલ બ્રેન માટે જીવ જોખમમાં છે તેવું છે. પ્રાણીઓની દુનિયામાં તેવું જ છે. DNA કાયમ માટે નાશ પામી જતા. હાયર રૅન્ક હોય તે સાથી મેળવી શકતો અને DNA પાસ કરી શકતો, અને આ રીપ્રડક્શન ગેમના માહેર અને સફળ ખેલાડીઓ એવા આપણાં પૂર્વજોના આપણે વારસો છીએ, તો એ અનુભવ આપણાં જીનમાં હોય કે નહિ?

આપણું મૅમલ બ્રેન આપણું ભલું જોતું હોય તેમ બીજાનું તેનું જોતું હોય. દરેકના બ્રેનનો જોવાનો અંદાજ અલગ હોય છે. કારણ દરેક બ્રેન તેના યુનિક અનુભવો વડે ઘડાયેલું હોય છે. હા કેટલાક અનુભવો સરખાં હોઈ શકે. આપણે નિર્બળ બાળક તરીકે જન્મ્યા હોઈએ છીએ. આપણી નિર્બળતા પુખ્ત થઈએ ત્યારે પણ જાણતા હોઈએ છીએ. આપણે જે ઇચ્છીએ તે મળતું હોતું નથી, આપણને જે મળવું જોઈએ તે બીજા મેળવી જતા હોય છે. પરિણામ સ્વરૂપ મળે છે નિષ્ફળતા અને વિચારીએ છીએ કે આ દુનિયાને શું થયું છે? દુનિયા બડી બૂરી ચીજ છે.

Each bull’s legacy is threatened by the other bulls. કોઈ આખલો આમ સચેતન વિચારતો નથી, પણ હરીફ આવીને ઊભો રહે એટલે ન્યુરોકેમીકલ્સનું મોજું  ઊછળવાનું.

જીન ફેલાવીને આપણે સફળતા કદી માપતા નથી. પણ રીપ્રૉડક્ટિવ સફળતા બાબતે  જ્યારે પ્રાણીઓનો અભ્યાસ કરવામાં આવે છે ત્યારે આપણી અને તેમની વચ્ચે કેટલું બધું સામ્ય છે તે જણાઈ આવે છે. પ્રાણીઓ સતત એકબીજાના ફર્ટિલિટિ ઇન્ડિકેટર ચેક કર્યા કરતા હોય છે, જે માનવોથી ખાસ જુદું હોતું નથી, (દા.ત. કોઈ મોટા ગુરુજીનો અધિકૃત ચેલો ગુરુજીની કોઈ ભક્ત હોય એવી સુંદર સ્ત્રીને કહેતો હોય આજે સ્વામીજીએ તને સેવા માટે પસંદ કરી છે). પ્રાણીઓ એમના સંતાનોને આગળ રાખતાં હોય છે, જેમ આપણે રાખતાં હોઈએ છીએ. પ્રાણીઓ એમનું સ્ટૅટ્સ વધારીને સંસર્ગની શક્યતા વધારતા હોય છે તેમ માનવો પણ. જે બાબતો રીપ્રૉડક્ટિવ સફળતા માટે કામ લાગે તેવી હોય તે તરફ આપણું મૅમલ બ્રેન તરત દોરવાતું હોય છે ભલે બ્રહ્મચર્યના વ્રત લઈને મઠમાં બેઠાં હોય કે ઘણા બધા પુત્ર પૌત્રાદી જ કેમ નાં હોય.

રીપ્રૉક્ટિસફળતા માટે કામ લાગે તેવા ફૅક્ટર, સારી તંદુરસ્તી, દેખાવ, હાઈસ્ટૅટ્સ, સલામતી, બાળકોની સલામતી વગેરે તરફ મૅમલ બ્રેન પહેલું ફોકસ કરવાનું. કારણ ભલે તમે સચેતન ધ્યાન આપો નહિ પણ મૅમલ બ્રેન તમારી ઇમોશનલ કેમિસ્ટ્રી ઉપર કાબુ ધરાવે છે. એનો મતલબ એ નથી કે પુષ્કળ બાળકો પેદા કરો તો જ સુખ મળે, કારણ આપણું કૉર્ટેક્સ ઘણી બધી વધારાની માહિતી ભેગી કરીને બેઠું હોય છે. પણ જો તમે ખાલી કૉર્ટેક્સને મહત્વ આપશો અને મૅમલ બ્રેનને ઇગ્નોર કરશો તો વાત બનશે નહિ, ભલે જીવનમાં ગમે તેટલા સફળ હશો. હું મૅમલ બ્રેનને  અનુસરવાને ઓછું સમજવાનું વધુ કહું છું. 

કુદરતના રાજમાં નર અને માદા બંનેની રીપ્રૉડક્ટિવ સફળતાની સ્ટ્રેટેજી અલગ અલગ હોય છે. નરની ક્વૉન્ટિટી આધારિત અને માદાની ક્વૉલિટી આધારિત હોય છે. માદાને બાળક પાછળ પુષ્કળ સમય વિતાવવો પડતો હોય છે, અને એક જિંદગીમાં મર્યાદિત બાળકો પેદા કરી શકે. એની સફળતા બાળક મોટું થઈ જાય તેમાં હોય છે. એના માટે ઉત્તમ ન્યુટ્રિશન, ઉત્તમ સંરક્ષણ અને ઉત્તમ પૈતૃક જીન જરૂરી છે. હાઈ-સ્ટૅટ્સ આમાં મદદરૂપ થાય.

નર માટે વધારેમાં વધારે  સંસર્ગ તક મળે તો વધુ સફળતા. એમાં અડચણ હોય બીજા નર. તો મજબૂત બનીને ડરાવીને ભગાડી મૂકો. અથવા શક્ય તેટલી માદાનો વિશ્વાસ જીતીને સફળતા મેળવો. બીજા નર સાથે સામાજિક સહકાર સંસર્ગની તક વધારો. The mammal brain never stops seeking reproductive success.

જેવી સામાન્ય જરૂરિયાતો પૂરી થઈ જાય કે તરત સ્ટૅટ્સ વધારવાનું શરુ થઈ જાય. મૅમલ બ્રેન માટે સર્વાઇવલ અને સ્ટૅટ્સ બંને એક જ છે. સફળતાના માપદંડ માટે હવે કોઈ વસ્તી વધારવાની જરૂર છે નહિ. જરૂર છે મૅમલ બ્રેનને સમજવાની. હવે આપણે ફરી છીએ બાળકો પેદા કર્યા વગર સેક્સ માણી શકીએ છીએ. આપણે અનેક જાતનો ભવ્ય વારસો પેદા કરી શકીએ છીએ.

 

6 thoughts on “રાસાયણિક તત્વજ્ઞાન-૫ Good and Evil. ( Hard Truths About human Nature).”

 1. રાસાયણિક તત્વજ્ઞાનની લેખમાળા સ્ટેન્ડર્ડ શ્રેણી છે. અભિનમ્દન. મેં મારા ‘સત્યઃ વ્યવહારમાં(૨) લેકહ્ની શરૂઆતમં આ શ્રેણીનો ઉલ્લેખ કર્યો છે. તમારૂં ધ્યાન ગયું કે નહીં તે ખબર નથી. બન્ને પૃથક્કરણો પરસ્પર પૂરક છે. http://wallsofignorance.wordpress.com/2011/11/28/truth-in-practice-2/#comment-406

  Like

 2. મા.ભુપેન્દ્રભાઈ,

  લેખ રસપ્રદ છે. પણ જયારે મનુષ્ય મગજ ની વાત થાય ત્યારે બે પક્ષ થઇ શકે…૧. આપણું મગજ આપણી ક્રિયાઓ…કાર્યો નક્કી કરે છે ૨. આપણે આપણા મગજ ને – ધારી દિશામાં ….ચેનલાઇઝ કરી શકીએ અને મગજ પાસે અકલ્પનીય કાર્યો પણ કરાવી શકીએ…….

  શક્ય છે કે મારી માહિતી કે જ્ઞાન અધૂરું હોય…પણ કદાચ તમે સ્વામી રામ નું નામ સાંભળ્યું હશે. એમણે , અમેરિકન વૈજ્ઞાનિકો, પત્રકારો સમક્ષ યોગ ના પ્રયોગ દ્વારા – અકલ્પનીય, અશક્ય કર્યો ને સિદ્ધ કરી બતાવ્યા. વધુ માહિતી માટે નીચે ની લીંક પર જાઓ……

  Click to access swami-rama-beyond-biofeedback.pdf

  દુનિયા કે મનુષ્ય કે જીવ સૃષ્ટિ , જેવી દેખાય છે , એટલી સરળ નથી. કંઇક તો છે……..

  Like

  1. રાજભાઈ,
   તમે લખ્યું છેઃ “આપણે આપણા મગજ ને – ધારી દિશામાં ….ચેનલાઇઝ કરી શકીએ અને મગજ પાસે અકલ્પનીય કાર્યો પણ કરાવી શકીએ…….
   આ કામ પણ માણસના મગજની પૃથક્કરણ શક્તિ દ્વારા થતું હોય છે ને!!

   Like

 3. આ તત્ત્વજ્ઞાનમાં લાડું ખાવામાં રસ છે.

  …… અનુભવ શીખવે છે ક્યારે ટ્રસ્ટ કરવો અને ક્યારે નહિ. લાડવા એટલે રીવોર્ડ સમજવો, આમ મળેલા રીવોર્ડ આધારે દરેક બ્રેઈન પાછલાં અનુભવો દ્વારા શીખતું હોય છે…..

  Like

 4. So far as I remember, I had read one interesting definition of life in one of Alvin Toffler’s book which is “Life is the inherent property of certain kind of molecules or combination of molecules.” Though we may not be comfortable in accepting ourselves as simply a bio-chemical entity and nothing more than that – i.e. nothing eternal, divine, divya etc. – that seems to be the truth.

  I also recall the “Chemical Locha” in Lage Raho Munnabhai. That perhaps seems the most likely reason for all the claims of “Saxatkar”, “Atimanas” or “Sixth Sense” and all those kind of claims.

  There is also one ad of BASF appearing now-a-days on CNBC-TV18 which starts by asserting that “We believe that love is a chemical reaction.”

  It seems facts are indeed stranger than fictions!!!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s