અમર પિયાલો.

અમર પિયાલો.

          અમર પિયાલો મારા ગુરુજીએ પાયો. હવે આ ગુરુજી અમર પ્યાલો જુદી જુદી રીતે પીતા હોય છે અને શિષ્યોને પિવડાવતા હોય છે. જેવા ગુરુ અને જેવા શિષ્યો. સૌથી મોટો ભય હોય thતો તે મૃત્યુનો છે. અમર બની જઈએ તો આ ભય રહે નહિ. આમતો સાયન્સની ભાષામાં કહીએ તો પદાર્થનો નાશ થતો નથી, મૅટરનું એનર્જીમાં અને એનર્જીનું મૅટરમાં રૂપાંતર થતું હોય છે. એક ફ્રેંચ વૈજ્ઞાનિકે પાણી ઉપર પ્રયોગ કરેલો. પાણીમાં રહેલા હાઇડ્રોજન અને ઑક્સિજનને છુટા પાડી વજન કરેલું. બંનેના વજનનો સરવાળો બરોબર પેલાં પાણીના વજન બરોબર જ થયેલો. જો કે આ વૈજ્ઞાનિક પાછો ફ્રેંચ રાજાનો ટૅક્સ કલેક્ટર હતો અને ફ્રેંચ રૅવલ્યૂશન શરુ થયું એમાં આ ભાઈને પણ લોકોએ ગિલટીન ઉપર સુવડાવી મસ્તક બાકીના દેહથી નોખું પાડી દીધેલું.

    આપણાં પૂર્વજ આદિમ માનવો કરતા આપણી પાસે ત્રણ ઘણું મોટું બ્રેન છે. આપણી પાસે કૉર્ટેક્સ બીજા પ્રાણીઓ કરતા બહુ મોટું છે, પણ એમાં એક નુકશાન એ છે કે આપણે ખૂબ વિચારીએ છીએ. ખાસ તો ભવિષ્યનું ખૂબ વિચારીએ છીએ. ભવિષ્યનું વિચારીને આપણાં સર્વાઇવલ માટેની યોજના વિચારી શકીએ તે ઘણું સારું છે, પણ ઘણીવાર નાહકનું વિચારીને ભયભીત થઈને આખી જીંદગી ચિંતાતુર રહેતા હોઈએ છીએ. ભવિષ્યના ગર્ભમાં શું છુપાયેલું છે તે આપણે જાણતા નથી.

      અમરત્વ એક તો પદાર્થનો નાશ થતો નથી, ખાલી રૂપાંતર થાય છે તે રીતે શક્ય છે. બીજી રીત છે તમારા જેનિસ, તમારા DNA આગળ વધતા રહે, ફેલાતા રહે, એક પેઢીમાંથી બીજી પેઢીમાં ટ્રાન્સ્ફર થતા રહે તે રીતે શક્ય બને, બાકી વ્યક્તિગત શારીરિક અમરત્વ કોઈ પણ હિસાબે શક્ય નથી. કુદરત ઇચ્છતી હોય છે કે જીવન ચક્ર આગળ ધપતું રહે. એટલે કોઈ પણ પ્રાણી કે સજીવ પુખ્ત થાય એટલે એની પહેલી ઇચ્છા એનો વંશ આગળ વધે, એની ઝેરૉક્સ કોપી પાછળ મૂકતું જાય તે હોય છે. અને બીજી ઇચ્છા એનું પોતાનું જીવન શક્ય તેટલો સમય ચાલુ રહે. આ બંને ઇચ્છાઓ એકબીજાની પૂરક છે. જીવન ચાલુ રહે તો DNA ફેલાવી શકાય.

આમ દરેક પ્રાણી માટે રીપ્રડક્ટિવ સફળતા અતિ મહત્વની છે. એના માટે સ્વાભાવિક છે કે પુરુષને એના જીન ટ્રાન્સ્ફર કરવા માટે સ્ત્રીની અને તેવી રીતે સ્ત્રીને પુરુષની જરૂર પડે. સ્ત્રી એના શરીરમાં એગ્સનો લિમિટેડ જથ્થો લઈને જન્મતી હોય છે, માટે એના પાર્ટનર પુરુષના જીનની મજબૂત ક્વૉલિટિ એના માટે મહત્વની છે. અને તે જીન ઉછેરવા માટે પુષ્કળ રિસોઅર્સિસ હોય તે મહત્વનું છે. જ્યારે પુરુષ પાસે અબજો સ્પર્મનો  અનલિમિટેડ અમર્યાદ જથ્થો હોય છે. આમ  એના માટે જેટલા જેનિસ ફેલાય દૂર દૂર સુધી તે મહત્વનું હોય છે. આ ફન્ડમેન્ટલ બાબત દરેક માનવમાં સ્વાભાવિક હોય છે.

  હવે જુઓ આ DNA ફેલાવવાની શક્યતા માટે માનવ પ્રાણી  કશું પણ કરવાની હદ સુધી પહોચી જશે. એની પાસે કોઈ પણ પ્રાણી કરતા બહુ મોટું બ્રેન છે. વળી  સ્ત્રીને માટે જીન ટ્રાન્સ્ફર કરવા પૂરતું નથી, એને ઉછેરવાની મોટા કરવાની મહત્તમ જવાબદારી પણ નિભાવતી હોય છે. એનું કારણ છે એની પાસે રહેલો લિમિટેડ એગ્સનો જથ્થો. પુરુષને એની ખાસ પડી હોતી નથી. કારણ એની પાસે અનલિમિટેડ સ્પર્મનો જથ્થો હોય છે. આમ સ્ત્રી હાઈ સ્ટૅટ્સ અને પુષ્કળ રિસોઅર્સિસ ધરાવતા પુરુષને પહેલો પસંદ કરે તે સહજ છે. આ બાબત પુરુષને પણ ખબર હોય છે, જેથી હાઈ સ્ટૅટ્સ કમાવા માટે તે કઈ પણ કરતો હોય છે.

   જુઓ એક વાર હાઈ સ્ટૅટ્સ અને પૂરતું ધન કમાઈ લીધા પછી પુરુષના ચક્કર સ્ત્રી પાછળ ચાલુ થઈ જતા હોય છે. આમ તો લગ્ન વ્યવસ્થાને લઈને લગભગ દરેક પુરુષને સ્ત્રી તો મળી જતી હોય છે, પણ પેલી જેટલા ફેલાય તેટલા DNA ફેલાવવાની અંતઃપ્રેરણા, અને મળેલું મોટું બ્રેન જાતજાતના નુસખા શોધી કાઢે છે. સચેતન રૂપે નહિ ,પણ અચેતન રૂપે વિવિધ ઉપાય અજમાવાતા હોય છે. કોઈ ધર્મ કે ધર્મનું જ્ઞાન, ફિલૉસફી, નૈતિકતા પાઠ, એથિક્સ, મરૅલિટી બધું આ urge પાસે પાણી ભરે છે. આ અંતઃપ્રેરણા પાસે કોઈનું કશું ચાલતું નથી. ૮૦ વરસના નારાયણ દત્ત તિવારી હોય કે ૩૦ વર્ષના ધર્મગુરુ નિત્યાનંદ હોય, યુવાન દીકરો અને  દીકરી ધરાવતા વૃદ્ધ મહાગુરુ ઍશોઆરામ બાપુ હોય બધા આ અંતઃપ્રેરણા પાછળ પાગલ થઈને એની પૂર્તિ કરવા ઝઝૂમતા હોય છે.

  લિબીયાના ગદ્દાફી સિમ્પલ મૅમલ બ્રેન, ફાંસીવાદી પરિબળોને હટાવવા મેદાનમાં આવીને પોતે જ ફાંસીવાદી બની ગયો. લિબીયાનો ઍલ્ફા નર બનીને ૪૦ સુંદર, મજબૂત સ્ત્રી અંગરક્ષકો ધરાવતો સરમુખત્યાર બની બેઠો. મન ફાવે ત્યારે આ સ્ત્રી બૉડી ગાર્ડનો ઉપયોગ કરી શકાય. સ્ત્રી અંગરક્ષક રાખવાનો ઇતિહાસ નવો નથી. સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય ૩૦૦ ધનુર્ધારી  સ્ત્રી અંગરક્ષકો વડે કાયમ ઘેરાયેલો રહેતો હતો.

ચીનના રાજાઓ અસંખ્ય સ્ત્રીઓ એમના હરમમાં રાખતા. અરે ચીનના રાજા પહેલીવાર લગ્ન કરે ત્યારે એક સાથે બે સ્ત્રીઓ સાથે લગ્ન કરવા ફરજિયાત રિવાજ હતો. ઘણા ગામ ધણીઓ ગામમાં કોઈ પણ પુરુષ પરણીને આવે તેની સ્ત્રી સાથે પહેલી રાત ભોગવતા. ઘણા વૈષ્ણવ આચાર્યો બ્રેન વૉશ કરી ભક્તોની સ્ત્રીઓમાં અમરત્વના ઝંડા ગાડી દેતા હોય છે. જેટલા જીન દૂર દૂર ફેલાય તેટલી રીપ્રડક્ટિવ સકસેસ વધારે. આશરે ૧૬ મિલ્યન લોકોમાં ચંગીઝખાનના જીન હાલ મોજૂદ છે.

શ્રી રામ કરતા કૃષ્ણ વધારે અમર હોય તે શક્યતા વધારે છે. એવા ધાર્મિક તાંત્રિક પંથો પણ અસ્તિત્વ ધરાવે છે જે ઉપરથી સામાન્ય ભક્તિ સંપ્રદાય હોય તેવું લાગે, અંદરથી અમર પિયાલો સાધવાની કોશિશ જિનેટિકલી કરતા હોય છે. એમના સામાન્ય વપરાશના શબ્દો ઊંચી ફિલૉસફી દર્શાવતા હોય પણ અસલી સંકેત જુદા હોય છે. એમના કાચાં ચેલા બધું જાણતાં ના હોય તેવા, પાકા ચેલા એમના વિશ્વાસુ ઇનર સર્કલમાં હોય તેવા જે એમના ગૂઢ કાર્યોમાં સામેલ હોય. કાચાંનું પૂરું બ્રેન વૉશ થઈ જાય પછી પાકો બની જાય. આવા તાંત્રિક પંથો જાહેરમાં આવે નહિ. વિવેકાનંદને પણ સૌરાષ્ટ્રમાં તાંત્રિક પંથનો અનુભવ થયેલો. એક ગુરુના ચેલા બધા ગુરુભાઈ એટલે એમની પત્નીઓ પણ સામૂહિક. અલખ ધણી એવો શબ્દ પણ વાપરી શકાય, જેથી અર્થ થાય કે ઉપરવાળો ધણી. પણ એક અર્થ એવો પણ થાય કે કોઈ એક ધણી નહિ, બધા ગુરુ ભાઈ સંસર્ગ કરી શકે.

    સ્ત્રી પણ હાઈ સ્ટૅટ્સ ધરાવતાની બીજી ત્રીજી કે ચોથી પત્ની બનવા તૈયાર થશે પણ સ્ટૅટ્સ વગરના અને ગરીબની પહેલી પત્ની બનવા જિનેટિકલી તૈયાર નહિ થાય. આજે ભલે મનૉગમી નૉર્મલ લાગે પણ હતી નહિ. મનૉગમી શરુ થઈ ગ્રીક લોકોના સમયમાં. પહેલા ગૃપ નાના હતા. બહુ મોટા ગૃપના, સમૂહના નેતા બનવું હોય તો મોટી સંખ્યામાં બીજા પુરુષોનો સાથ જોઈએ. એના માટે દરેકને સ્ત્રી ઉપલબ્ધ થાય તો સહકાર વધે, ટૅક્સની આવક વધે. એટલે પૉલીગમસ લોકોએ સંખ્યાબળ વધારવા મનૉગમસ બનવાનું સ્વીકાર્યું, અને સ્વાભાવિક છે મનૉગમસ સમાજ બહુ ઝડપથી વિકાસ પામે, બહુ સંખ્યક ઝડપથી બની જાય.

મેસોપોટેમીયા અને એલેક્ઝાડ્રીયાનાં સૈન્યો સમગ્ર યુરોપને ધમરોળવા લાગ્યા, સિકંદર છેક ભારત સુધી આવી ગયેલો. આમ લશ્કરી જરૂરિયાતે ધીમે ધીમે યુરોપને મનૉગમસ સમાજમાં પરિવર્તિત કરી નાખ્યું. એમાં ક્રિસ્ચન ધર્મની મહોર રોમન સમયે લાગી ગઈ. દુનિયાની વસ્તી વધતી ચાલી. આમ દરેકને સ્ત્રી મળવા લાગી, બાકી કુદરતના રાજમાં ગરીબ કે ભિખારી પાસે સ્ત્રી હોય નહિ, આમ સ્ત્રીઓની પણ સંખ્યા વધતી ચાલી તો તેમની પાસે પણ ચૉઇસ રહી નહિ. એની શારીરિક ઇચ્છાઓ માટે ક્વૉલિટી જોવાનું બંધ થયું. જેને તેને વરવા લાગી કે મજબૂરી સમજો.

ભિખારીને વરીને સ્ત્રી ભિખારણ બની ગઈ અને બાળકો ઉછેરવાની શક્તિ હોય નહિ તો પણ બાળકો પેદા કરવા લાગી. એક દુષ્ચક્ર ચાલુ થયું, જેનો કોઈ અંત ના હોય. “કૌન બનેગા કરોડપતિ” જોતા જોતા મને હસવું આવતું. ‘એકજ આશા બચી હતી, અમારા બાળક માટે એક આશા હતી જે આજે પૂરી થઈ, બાળકને સારું એડ્યુકેશન આપવાનું હતું તે ઇચ્છા આજે પૂરી થઈ.’  આવા સંવાદો સાંભળી મને થતું કે શું આ ‘કૌન બનેગા કરોડપતિ’ પ્રોગ્રામ માટે બાળકો પેદા કર્યા હતા ? આ પ્રોગ્રામ રજુ થવાનો છે તેની ખબર હતી ? આ પ્રોગ્રામની રાહ જોતા હતા ? પોતાના ખાવાના ફાકા હોય તો બાળકો પેદા શું કામ કરવા પડે ?

મોટું બ્રેન ભવિષ્યની ખૂબ ચિંતા કરે, સદીઓ સુધી પેઢી દર પેઢી જીન ટ્રાન્સ્ફર થશે તેની ખાતરી શું? અમરત્વનું શું ? અલ્કેમી, રસાયણ, કોઈ ચ્યવનપ્રાશ શોધો. નહીતો પછી કોઈ સાધના, કોઈ તંત્ર, યંત્ર, બાળકોના બલિદાન, કોઈ થીઅરી, કોઈ સિદ્ધાંત શોધી કાઢો. નહીતો પછી મન મનાવો કે આત્મા અમર છે કે એનો નાશ થતો નથી. નહીતો પછી વારંવાર જન્મ લેશું, પરલોકમાં કે સ્વર્ગમાં વસીને કે ગોલોક કે અક્ષરધામમાં જઈને પણ અમરત્વ તો મેળવીશું જ. અમરત્વ એટલે  પદાર્થનો નાશ થતો નથી કે પછી જ્યાં સુધી હોમો-સેપિન માનવનો એક પણ અંશ જીવતો  છે ત્યાં સુધી આપણે અમર જ છીએ ??

11 thoughts on “અમર પિયાલો.”

 1. આપનો લેખ વાંચ્યોકૌન બનેગા કરોડપતિઅ6ગેની આપની ટિપ્પ્ણી માં મજા આવી. ઇંતેરનેટ એક્ષ્પ્લોરર માં આપની સાઇટ ખુલી શકતી હતી, તેથી આપના નવાવિચારોયુક્ત લેખો વાંચી શકાતા ન હતા. હવે ગુગલ ક્રોમ દ્વારા આપની સાઇટ ખુલવાથી લાભ મળી શક્યો. હવેથી આપના વિચારો વાંચવાની તક અવશ્ય લઈશ.

  Like

  1. Pradipkumar Sir,
   Am I correct to interpret you are implying to indicate Hinduism has an edge over Islam and Christianity?
   I am basing my understanding on the 3 characters portrayal in the movie Amar, Akabar, Anthony.
   Though in the movie I did not sense the direction and/or in the story implication or distinctiveness among 3 belief ideologies. However being brought up in Hindu traditions and now after 60+ years of life experiences-reading-listening-understanding and finally comparing, I will not hesitate to give an edge!

   Like

   1. Dear sir,

    The human quest for immortality is ancient. While i do not believe in Hinduism, or for that matter any other sec. or isms, it certainly has edge over other religions because of its universal appeal and the concept universal brotherhood. It is like a vast ocean sheltering different kinds of creatures. however such quest for immortality does have validity, inspite of its elusiveness. But common man who is not quite gifted must not go after it or think about it, he will be doing more harm to the universe rather than good. From the above article it can be proved beyond doubt that right from the birth we and other organisms are slave of the NATURE. because we are part of a nature, made of nature. Our expiry dates are more or less predetermined.
    So under the circumstances let us enjoy the “nature” and not worry about how it works.

    Like

 2. મોનોગમી અકુદરતી તો નથી જ. કેટલાક પક્ષીઓ મોનોગમસ હોય છે. વળી ચેપી રોગોનો ફેલાવો અટકાવવાની દૃષ્ટિથી પણ એકસ્પાઉઝત્વ જરૂરી ખરું.

  શ્રવણના માબાપ જન્મથી આંધળા હોવા છતાં લગ્ન કર્યા અને પુત્ર પેદા કર્યો. (હું ભૂલતો ના હોઉં તો મનુસ્મૃતિ અનુસાર આવા લગ્નો નિષિદ્ધ છે.) ઉપરાંત યાત્રા પ્રવાસ ઇચ્છ્યો. આમાં જીનેટીક્સ ક્યાં આવ્યું? લોકો કામેચ્છા સંતોષવા જતાં માબાપ થઇ બેસે છે પછી ગમે તેટલા ગરીબ કે અપંગ હોય.

  Like

  1. કામેચ્છા સંતોષવા માબાપ બની બેસે ત્યાં મનોગમી નકામી પડે છે. પક્ષીઓ મનોગમસ હોય છે. મેમલ નહિ. પક્ષીઓમાં પણ માદા એના નરને છેહ દઈને એના કાયમી પાર્ટનર ને દગો દઈને બીજા મજબૂત નરના જિન્સ પાલવે છે. ૪૦% પક્ષીઓના બાપ પારકા જિન્સ સાચવે છે તે હકીકત છે.મનોગમી સામાજિક વ્યવસ્થા છે. મનોગમીના લીધે આજે દુનિયામાં વસ્તી ખૂબ વધી ગઈ છે.

   Like

 3. રાઓલ બાપુ !! શું લખ્યું છે આપે!! પુરા ૩ દી થી વાંચ્યું !! પણ ખરેખર સોલીડ છે !! DNA આગળ તો વધે છે પણ રેર કેસ માં એ mutate થઇ ત્યારે ઘણી વખત ના ગમતી સ્થીથી ઉભી કરે છે!!
  સ્ટેટ્સ અને પુષ્કળ રીસોર્સીસ એ તો જરૂરિયાત છે !! તમારી આગળ કઈ position ના હોઈ તો કઈ વાડી નો મૂળો છો એમ કરી ને કાઢી મુકવા માં આવે!! ને કૈક પોસ્ટ હોઈ તો ઓહો આવો આવો ને ના ઈચ્છા હોઈ તોહ પણ પરને બોલાવે એવું છે !!
  “મેટરનું એનર્જીમાં અને એનર્જીનું મૅટરમાં રૂપાંતર થતું હોય છે” બિચારો એનું મસ્તક જ નોખું પડી દીધું !!!

  આપે અહિયાં એટલું બધું સમાવી લીધું છે કે હજી પણ વંચાશે એમ નવા નવા અર્થ નીકળશે!!!
  અભાર ને સલામ !!!

  Like

 4. શ્રી.ભુપેન્દ્રસિંહજી,
  “અમર પિયાલો…” આધારે ખરે જ બહુવિધ માહિતીઓ વાચવા મળી. જો કે પ્રથમ તો પુરકમાહિતીરુપે માત્ર આ ભજનની વાત લઈએ તો, આ ભજન ૧૮મી સદીમાં થયેલા ભક્તકવિ ‘રવિરામ’નું છે (જેઓ રવિસાહેબ તરીકે ઓળખાતા અને ભાણસાહેબનાં શિષ્ય હતા). તેઓએ ગુજરાતી ભાષાને પોતાની અસંખ્ય રચનાઓ દ્વારા સમૃદ્ધ બનાવી છે. એક તરફ માતૃભાષાની સેવા કરવા નીકળેલા આપણે આ આદ્યજનો, જેમના ખભે ચઢીને તો આપણે આટલા ઊંચા દેખાઈએ છીએ, ની રચનાઓના ખરા અર્થ ન થાય તો કંઈ નહીં પરંતુ અનર્થ ન કરવા જોઈએ એટલી સૌને પ્રાર્થના છે. આ ભજન ખરેખર તો ’અમર પિયાલો મારા ગુરુજી એ પાયો’ એ પ્રમાણે છે. જેનો અર્થ શરીરના અમરત્વ સાથે સંકળાયેલો નથી. જો કે ભક્તિરચનાની કેટલીક ખાસિયત હોય છે તે પ્રમાણે આ ભજનમાં પણ ’અમર પિયાલો’નો અર્થ ’જ્ઞાનનો’ કે ’સમજણનો’ એમ ધ્યાને ચઢશે. (આ માટે આખી રચના અહીં વાંચી શકાશે: http://goo.gl/pAcP6 ) ’ગુજરાતી પ્રતિભા પરિચય’ – સુરેશભાઈનાં બ્લોગે આ ભક્તકવિ વિશે જાણકારી છે, જુઓ:
  ( http://sureshbjani.wordpress.com/2006/12/17/ravisaheb/ )

  એક કડીમાં કહ્યું છે કે:
  “અમરાપુરની રે આશા કરો તો ,
  છોડી દીયો તમે અભિમાના રામ” અને આ કડી પણ જુઓ:

  “ભેદ વિનાના હો ઘરોઘર ભટકે
  મુરખા લજાવે ઉજળા બાના રે
  આપ ન સૂઝે ઈ તો પથરાને પૂજે
  ઓર ધરાવે કૂડા કૂડા ધ્યાના રે”

  અખાની વાણીની છાંટ આમાં પણ મળતી લાગે છે. જો કે તેઓ કબિર પરંપરામાં હતા અને કબિરે એ સમયે પણ કુરિવાજો અને અંધશ્રદ્ધાઓ સામે યથામતિ જંગ કરેલો જ આથી આ વિચારની કંઈ નવાઈ તો નથી જ. આપણે કદાચ એમ વિચારી હરખાતા હશું કે આ પથરા પૂજવાની વાતનો વિરોધ તો હવે ભણીગણીને સુધરેલા ગણાતા આપણે જ પ્રથમ વખત કરીએ છીએ ! આ અભણ ભક્તકવિઓ સેંકડો વર્ષો પહેલાં એ વાત બહુ સામાન્યપણે અને કશા જ્ઞાનનાં અભિમાન વિના કહી ચૂક્યા છે !! પછી વાતનો મર્મ સમજવો કે અર્થ કાઢવો એ તો આપણી સમજણ પર છે. (આપણે સમજીએ છીએ એટલા ભોટ આ “ભોટ” લોકો ન હતા કે ન થી !!!)

  પરંતુ એ બહાને અન્ય વિજ્ઞાનસિદ્ધ જાણકારીઓ તો આપની પાસેથી મળતી રહે છે એ કંઈ ઓછા મહત્વની વાત છે ?! આજે ગુજરાતીમાં આટલી તકનિકી જાણકારીઓ બહુ ઓછા લોકો આપી શકે છે. (અહીં પણ આધ્યાત્મ જગતમાં પ્રસિદ્ધ ગણાતી વાત જેવું છે; જેઓ જાણે છે તે કોઈને સમજાવતા નથી અને સમજાવે છે તે કંઈ જાણતા નથી !! 🙂 )

  આ તો જરા એક ઉત્તમ રચના અને પ્રાચિન સર્જકો, જેણે આ ’ગુજરાતી’ની સેવા કરી છે તેને પણ અન્યાય ન થાય માટે આટલી પૂરકમાહિતી આપવા નમ્ર પ્રયાસ કર્યો છે. લેખમાં એક સાથે અનેક વિષય વણી લેવાયા છે જેમાં ઘણું જાણવા મળે છે. જો કે કેટલીક વિવાદી વાતો પણ ગણાશે, જેમ કે;
  * ’સ્ત્રી હાઈ સ્ટેટ્સ અને પુષ્કળ રીસોર્સીસ ધરાવતા પુરુષને પહેલો પસંદ કરે તે સહજ છે.’
  * ’સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય ૩૦૦ ધનુર્ધારી સ્ત્રી અંગરક્ષકો વડે કાયમ ઘેરાયેલો રહેતો હતો.’
  * ’ઘણા ગામ ધણીઓ ગામમાં કોઈ પણ પુરુષ પરણીને આવે તેની સ્ત્રી સાથે પહેલી રાત ભોગવતા.’
  * ’એક ગુરુના ચેલા બધા ગુરુભાઈ એટલે એમની પત્નીઓ પણ સામૂહિક.’
  * ’અલખ ધણી નો અર્થ’
  * ’કુદરતના રાજમાં ગરીબ કે ભિખારી પાસે સ્ત્રી હોય નહિ,’
  * ’સ્ત્રીઓની પણ સંખ્યા વધતી ચાલી તો તેમની પાસે પણ ચોઈસ રહી નહિ. એની શારીરિક ઇચ્છાઓ માટે ક્વોલીટી જોવાનું બંધ થયું. જેને તેને વરવા લાગી કે મજબૂરી સમજો.’

  આ એવા મુદ્દાઓ છે જેની પર પ્રશ્નો ઉઠી શકે. પરંતુ લેખના અંતિમપ્રશ્ન ’આપણે અમર જ છીએ??’ નો કોઈપણ શાસ્ત્ર (વળી અહીં ’શાસ્ત્ર’નો લોકોના મનમાં એક જ અર્થ આવશે, ધર્મપુસ્તકો !! પરંતુ જીવ,ભૌતિક અને રસાયણ પણ શાસ્ત્ર જ કહેવાય છે !) આધારીત જવાબ એક જ છે. “હા” !! ઘણા સમયે કંઈક ઊજમ ચઢે તેવો લેખ આપ્યો 🙂 આભાર.

  Like

  1. શ્રીઅશોક્ભાઈ
   એક તો આ કોમેન્ટ સ્પામમાં જતી રહેલી તો ખેંચીને અહીં લઇ આવ્યો. મેં ભજનના શબ્દો વાપર્યા છે તેટલું જ બાકી તે ભજન વિષે લખવાનો કોઈ હેતુ નહોતો. એટલે જે ભજન છે તે તેની જગ્યાંએ બરોબર છે. પણ સારું થયું આપે ભજન વિષે જણાવ્યું. આવા તો અનેક ભજનો છે જેના ફિલોસોફીકલ અર્થ ઘણા ઉમદા થતા હોય છે. અમર પિયાલો અને અલખ ધણીના ઊંચા અર્થ થાય જ. પણ એવા તાંત્રિક સંપ્રદાયો અસ્તિત્વમાં છે જેઓ દેખાય છે સામાન્ય ભક્તિ સંપ્રદાય, પણ હોતા નથી. આ લોકોમાં ગૃપ સેક્સ પણ ચાલતું હોય છે અને બિનસત્તાવાર માહિતી મુજબ સ્ત્રી પુરુષના જેનેટલ ફ્લુઇડ ભેગા કરીને અમર પિયાલો બનાવતા હોય છે, અને પ્રસાદ તરીકે લેવાતું હોય છે. આ બધું એટલું ગુપ્ત ચાલતું હોય છે કે તમે એમાં જોડાઈ જાવ તો જ ખબર પડે બાકી તેરી બી ચુપ મેરી બી ચુપ. બાકી આપના વિવાદી લેખેલા મુદ્દા પ્રમાણે સમ્રાટ ચંદ્રગુપ્ત અને લિબિયાના ગદાફીમાં આભ જમીનનો ભેદ છે. એક જ સમાનતા કે બંને મહિલા અંગરક્ષકો રાખતા. આપણે ઇતિહાસ લખ્યા નથી, બાકી સમ્રાટ ચંદ્રગુપ્તની તોલે આવે એવો કોઈ રાજા નહિ હોય. ગામ ધણીઓ બાબતે મેં બધા નથી લખ્યું ઘણા મતલબ અમુક બધા તો એવા હોય નહિ. અને હું જાણું છું એકાદ ગામ માટે લખેલું.અને સાંભળેલું પણ છે અને એક જુનું ગુજરાતી મુવી પણ જોએલું એમાં આવી બાબત હતી. આભાર.

   Like

 5. I APPRECIATE YOUR VIEWS AND COMPLIMENT AND CONGRETULATE, IT IS HARD TO WRITE IN GUJARATI AND ENGLISH NOT MY MOTHER LANGAUGE SO ENJOY READING,
  TRY COMMENTS BUT NOT GOOD EXPRESSION AS MYSELF IS NO GOOD WRITER NOR AGE PERMIT NOW,SO ENJOY AND ALWAYS APPRECIATE VIEWS..WELL DONE AND DOING KEEP UP BAPU..
  .I NOW PASS ALL MY TIME READING ,AND COMPUTER,TRY TO PHONE ME, I WILL BE GRATEFUL ANY DAY AT YOUR TIME 631-471-7799,HOPE TO TALK WITH RESPECT

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s