રાસાયણિક તત્વજ્ઞાન-૪, Status-૩(Hard Truths About Human Nature)

 રાસાયણિક તત્વજ્ઞાન-૪, Status-૩(Hard Truths About Human Nature)

૧૧. પ્રસિદ્ધિ કે ખ્યાતિ

દરેક માનવ સમૂહમાં બહુ થોડા માણસો લોકોનું ધ્યાન ખેંચવા માટે કારણભૂત બનતા હોય છે. એમની વિશિષ્ટ પ્રતિભા એમને પ્રસિદ્ધ બનાવતી હોય છે. અને આમ તેઓ એમનો મોભો સમાજમાં બનાવી લેતા હોય છે. Attention is the ultimate scarce resource. હ્યુમન માઇન્ડ ફેમિલિઅર ફેસ પ્રત્યે જલદી રિસ્પૉન્ડ કરતું  હોય છે. જ્યારે કોઈ ફેમસ વ્યક્તિને જોઈએ છીએ ત્યારે આપણું મન એમાં પરિચિત ચહેરો શોધતું હોય છે. પણ તમે જ્યારે કોઈ ફેમસ વ્યક્તિ પ્રત્યે ધ્યાન આપો ત્યારે એવું સમજશો નહિ તેમને પણ તમારી ફિકર છે. તેઓ વળી બીજા ફેમસ  વ્યક્તિ તરફ ખેંચાતા હોય છે, તમારી તરફ એમનું ધ્યાન કે ફિકર હોતી નથી. દરેક કલ્ચરમાં સેલિબ્રિટિ લોકોનું આગવું સ્થાન હોય છે.

૧૨. ધન, દોલત..

અબજોપતિને બીજા અબજપતિથી ઊંચા રહેવાની સતત ફિકર હોય છે. ભલે આપણે કહીએ કે પૈસો કોઈ સુખ આપતો નથી, પણ આવું કહેનારા હંમેશા પૈસાની ફિરાકમાં રહેતા હોય છે. જોકે અહી તુલના સરખાં જોડે થતી હોય છે. લખપતિ એના જેવા બીજા લખપતિ સાથે તુલના કરતો હોય અબજોપતિ સાથે નહિ.

આજે ધનદોલત વડે તમામ રિસોઅર્સિસ મેળવી શકાય છે. અને સ્ટૅટ્સ પણ વધી જતું હોય છે. તમારા માતાપિતા, ભાઈ બહેન, મિત્રો, પાડોશી કરતા જો તમે ઓછા પૈસા ધરાવતા હશો તો તમે ચોક્કસ દુખી રહેવાના. અરે તમારા પતિ કે પત્ની કરતા પણ ઓછું બૅંક બૅલન્સ ધરાવતા હશો તો મનોમન દુખી રહેવાના. પહેલા ધનની વ્યાખ્યા જુદી હશે, જેમકે જેની પાસે વધુ ગાયો હોય તે ધનવાન ગણાતો હોય. હવે જેની પાસે વધુ પૈસા કે બૅંક બૅલન્સ હોય તે વધુ ધનવાન ગણાય. પણ ધનદોલત ઓછું હોય તો મૅમલ બ્રેન સ્ટેટ્સ માટે જોખમ સમજતું હોય છે.

ધનની પોતાની આગવી હાઇઆરાર્કી હોય છે. અને ધન વડે વળી કોઈ પણ જાતની સ્ટૅટ્સ હાઇઆરાર્કી ઊભી કરી શકાય છે. પૈસા વડે બધું ખરીદી શકાય છે, દેખાવ સુધારી શકાય, ડિગ્રી ખરીદી શકાય, રાજકારણ ખેલી શકાય, ભલે બેટ પકડ્યું નાં હોય જિંદગીમાં પણ બી.સી.સી.આઈ. કે આઈ.સી.સી નાં ચેર મેન બની શકાય છે. Money can buy symbols of status in the hierarchy of your choice.

આપણે ધન ઇચ્છીએ છીએ કે કોઈના શરણમાંથી દૂર નીકળી શકાય. મૅમલ બ્રેન નાછૂટકે કોઈનું શરણું સ્વીકારે છે. પૈસા વડે સ્વતંત્રતા મેળવી શકાય છે. પણ પૈસા મેળવવા માટે ઘણા લોકોને શરણમાં કરવા પડે છે. ઘણા બધા લોકો ઉપર હક જમાવવો પડતો હોય છે. અને એમાં જ હૅપી કેમિકલનો સ્ત્રાવ વધીને સુખ મેળવાતું હોય છે. પણ પછી આપણાં કરતા કોઈને કોઈ તો વધારે ધનવાન હોય જ છે, એટલે આ સુખની પ્રાપ્તિ માટે ઓર મહેનત કરવી પડતી હોય છે. એટલે ધન વડે સંતોષ મળતો નથી.

આજે મુકેશ અંબાણી ત્રીસ માળનું મકાન બનાવશે તો વિજય માલ્યા વળી ચાલીસ માળનું બનાવશે. ત્રીસ માળમાં તે વાપરવાનો તો છે એક જ બેડરૂમ અને એક જ સોફા. એને સુવા માટે તો એક ગરીબ જેટલી જ જગ્યાની જરૂર પડશે. આમ એક રીતે જોઈએ તો કેટલા પણ પૈસા કમાવ ઍલ્ફા સ્ટૅટ્સ માટે કોઈ ગૅરન્ટી હોતી નથી. અને આ વધુને  વધુ ધન કમાવાનું ચક્ર ચાલતું જ રહે છે. અન્લિમિટેડ સ્ટૅટ્સ ગોલ આપણને કાયમ ગરીબ રાખતો હોય છે, ભલે આપણી પાસે ગમે તેટલા રૂપિયા હોય. The only escape from this trap is to feel comfortable when you’re in the subordinate position.

 

૧૩. ક્રાઇમ ( ગુનાખોરી )

ક્રાઈમની દુનિયાના બેતાજ બાદશાહોને કોણ નહિ ઓળખતું  હોય?  ઘણા લોકો મોભો જમાવવા હિંસાનો આશરો લેતા હોય છે. માનવ સમૂહ આક્રમક ડૉમિનન્સ નિવારવા કાયદા કાનૂન બનાવે છે. માનવ એની સર્વોપરી બનવાની ઇચ્છા સંતોષવા માટે કોઈને મારી શકે છે, ખૂન કરી શકે છે, ચોરી કરે છે, બળાત્કાર કરી શકે છે. લૉ-બ્રેકર્સ એમનું પોતાનું સામૂહિક ગ્રૂપ બનાવી લેતા હોય છે.

આપણે ઘણીવાર ગુનેગારોનો બચાવ કરતા હોઈએ છીએ કે એમને એમના ફેમિલીની જીવતા રાખવા મજબૂરીથી કાયદો તોડ્યો હશે. પણ ઘણા લોકો કાયદા કાનૂન તોડી જરૂર કરતા વધુ ભેગું કરતા હોય છે. આક્રમકતા ખરેખર તો ખોરાકની તત્કાલીન જરૂરિયાત હતી. કોઈપણ મૅમલને આક્રમક બન્યા વગર ખોરાક મળે નહિ. આમ આક્રમકતા માનવને ડૉમિનન્ટ ફીલ કરાવે છે, જે મૅમલ બ્રેનને ગમતું હોય છે.

મૅમલ સમૂહમાં રહેવા ઉત્ક્રાંતિ પામેલા છે. એટલે જે વ્યક્તિ સમાજના સામૂહિક સર્વાઇવલ માટે ખતરારૂપ હોય તેને આપણે સમૂહમાંથી હાંકી કાઢીએ છીએ અને એકલો પાડી દઈએ છીએ તે વ્યવસ્થા છે જેલ. ક્રાઇમની વ્યાખ્યા પણ સમયાંતરે બદલાતી હોય છે. મહાભારત કાળમાં સ્ત્રીઓનું અપહરણ કોઈ ક્રાઇમ ગણાતું નહોતું. પુરુષ પ્રધાન સમાજમાં ફીમેલ પુખ્ત થાય એટલે ઇન બ્રીડિંગ રોકવા પોતાના ગ્રૂપ બહાર કરી દેવાતી. બીજા ગ્રૂપના મર્દો આવી પુખ્ત થવા આવેલી સ્ત્રીઓને ઉઠાવી જતા.

ક્રિમિનલ્સ પણ એક રીતે સેલિબ્રિટિ હોય તેમ વર્તન કરતા હોય છે. અને લોકો પણ એવી પ્રતિક્રિયા આપતા હોય છે. સમાજ પ્રત્યે નાનામોટા મનદુઃખ દરેકને હોય છે. ગ્રૂપમાં રહેવાનો આ એક મોટો ડ્રૉબેક છે. અને જ્યારે કોઈ સમૂહ સામે અવાજ ઉઠાવે છે અને ક્રિમિનલ બની જાય છે ત્યારે આવા મનદુઃખ પામેલા લોકોમાં તે હીરો બની જતો હોય છે. સોરઠી બહારવટિયા પોતના અંગત કૌટુંબિક સર્વાઇવલ માટે જે તે રાજ સામે બહારવટે ચડતા અને એનો ભોગ બનતા ગરીબ કિસાનો અને પૈસાદાર વર્ગ. આ એક રીતે જોઇએ તો ક્રાઇમ જ કહેવાય. આ દંભી ભગતડા એક હાથમાં બંદુક રાખતા અને એક હાથમાં માળા કે તસબી.

હા! તો મિત્રો આમાં મેં  નવું શું કહ્યું ? બધા આ બધું જાણે છે. પણ એક ફરક છે. ફરક છે મેં મૅમલ બ્રેનને લક્ષ્યમાં લઈને એક નવા વૈજ્ઞાનિક અભિગમ દ્વારા જણાવ્યું છે. કે આટ આટલાં ધર્મોના શિક્ષણ, એથિક્સ, સદાચારની વાતો છતાં આપણે તે એવાને એવા જ છીએ. કશું બદલાતું હોય તેમ જણાતું નથી, કારણ છે લાખો કરોડો વર્ષથી અનેક રીતે સર્વાઇવલ પામેલું મૅમલ બ્રેન. હવે દસ હજાર વર્ષથી ખેતી શરુ કરીને કે બે પાંચ હજાર વર્ષથી લગ્ન વ્યવસ્થા શોધી કાઢીને લાખો કરોડો વર્ષથી મૅમલ બ્રેનને મળેલી સર્વાઇવલની ડિઝાઇનને કઈ રીતે અતિક્રમી શકશો?

7 thoughts on “રાસાયણિક તત્વજ્ઞાન-૪, Status-૩(Hard Truths About Human Nature)”

 1. નામાંકિત બનવુ અને નામચીન બનવુ આ બન્નેમા નામ તો છેજ , પ્રખ્યાતિતો મળેજ છે.પાછળનો અનુગ જે લગાડોતે અંકિત લગાડો તો યે ને ચીન લગાડો તો યે નામ તો રહેવાનુજ છે. ભલે સેક્સ્પિયરે કહ્યુ “A rose is rose, what’s there in name”?-પણ નામ રહંતા ઠાકરો નાણા નવ રહંત એહિસાબે નામ માટે ધનના ઢગલા ખુવાર કરતાય ધનિકો અચકાતા નથીઅને એજ પ્રમાણે બાકી સર્વ લોકોનુ માનસ આદિકાળથી ટેવાયેલુ છે. આમ નામ કમાવાની વ્રુત્તિ પણ જીંસમા મળતી હોય એમ મનેતો લાગે છે.માટેજ મેમલ બ્રેઇન ને મળેલી સર્વાઇવલની ડીઝાઇનને કોઇ પણ રીતે અતિક્રમી શકાય એવી શક્યતા લાગતી નથી.

  Like

 2. વાહ રાઓલજી સરસ લખ્યું છે :- ” ત્રીસ માળમાં તે વાપરવાનો તો છે એક જ બેડરૂમ અને એકજ સોફા” લોકો ને બધું વધારે ને વધારે જોઈ પછી ભલે ને કોઈ વાપરવા નું ના હોઈ!! પણ પૈસા ની જરૂરત ખરી થોડોક પૈસો હોઈ તો તમારી કઈ postion હોઈ સકે. બાકી નાણા વગર નો નાથાલાલ એટલે નાથિયો !! આ ભૌતિક જગત માં લોકો માણસો ના ગુણ-વિચારો થી નહિ પણ બેંક બેલેન્સ થી ઓળખાય છે . એનું કારણ એજ છે કે જો કોઈ એવો ગુણ-વિચાર વાળો માનસ કઈ સાચું કહે તો તરત એમની ગરીબાઈ ની કોમેન્ટ સંભાળવા તૈયાર રેહવું પડે !!

  Like

 3. જેની પાસે વધુ ગાયો હોય તે ધનવાન ગણાતો હોય એમાં તથ્ય છે. ભુખ લાગે ત્યારે ગાયને દોહી દુધ પી લેવું. એ હીસાબે વધુ બેન્ક બેલેન્સ ધરાવતા ધનવાનો છેવટે તો કાંઈક દોહીને જ ધન જમા કરતા હશે ને?

  Like

 4. બદનામ હુઆ તો ક્યા હુઆ નામ તો હુઆ-હિન્દી મુવી વાળા ભણાવી ગયા છે સાહેબ.

  Like

 5. ઉત્કૃષ્ટ લેખ.

  રાજા ભરથરી કહી ગયા છે “सर्वे गुणा: काञ्चनमाश्रयन्ते ॥”। મહાભારતમાં પણ કહેવાયું છે કે “अर्थस्य पुरुषो दास: ॥” પૈસાનું વર્ચસ્વ તો પરાપૂર્વથી ચાલ્યું આવ્યું છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s