આપત્તિ ત્રાટકે ત્યારે ? Hard Truths About Human Nature.

 આપત્તિ ત્રાટકે ત્યારે??

જ્યારે પણ કોઈ આપત્તિ આવે છે, કોઈ મહા હોનારત થાય, કોઈ વિનાશ સર્જાય, ભલે તે માનવ સર્જિત હોય વર્લ્ડ ટ્રેડ સેન્ટર હોનારત, કે કુદરત સર્જિત હોય જાપાન સુનામી કે હૈતી ભૂકંપ હોય, તેના સમાચાર જોવા લોકો આખો દિવસ ટીવી પર ન્યૂઝ ચેનલ્સ પર ગુંદરની ચીટકી જતા હોય છે. શું આને sadistic voyeurism કહી શકાય ? આપણે આખો દિવસ હોનારતની ચર્ચા કર્યા કરતા હોઈએ છીએ. બ્રેન રિસર્ચ કહે છે કે જ્યારે આપણે બીજા લોકોને આવી હોનારત, મુશ્કેલીઓમાં ફસાયેલા જોઈએ છીએ ત્યારે આવા બનાવો આપણાં બ્રેનમાં જે કરુણા ઉપજાવે તેવા ભાગ છે તેને ઉત્તેજિત કરે છે.

જો આપણે પોતે આવા ભૂકંપ કે બીજી કોઈ પણ જાતની હોનારત કે ઇમર્જન્સીમાં ફસાઈ જઈએ તો  આપણાં બ્રેનનો જે પ્રાથમિક ભાગ છે લિમ્બિક સિસ્ટમ તેની અંદર રહેલા નાનો વિભાગ amygdala સક્રિય થઈ જાય છે. જ્યારે ધરતી કંપ થાય અને ધારા ધ્રુજવા લાગે તો  amygdala  તરત વિચારવાનું અને ત્વરિત નિર્ણય લેવાનું શરુ કરી છે. કે ઇમર્જન્સીમાં બચવા માટે શું કરવું? ભાગવું કે સામનો કરવો કે બીજું જે કઈ આપણાં અનુભવ આધારિત અને જીનમાં વસેલી માહિતી મુજબ આપણે કરતા હોઈએ છીએ.

હવે આવી હોનારત આપણે જ્યારે પડદા ઉપર જોઈએ છીએ, જે સમાચાર રૂપે પણ હોઈ શકે કે કોઈ ફિલ્મ બનાવેલી હોય જેવી કે ટાઈટેનિક, ત્યારે આપણે આપણને ઇમર્જન્સી વખતે કરવાના ઉપાયોની જે ક્ષમતા વારસાગત મળેલી છે તે મેકનિઝમની કૉપિ મનોમન કરીને રસ મેળવતાં હોઈએ છીએ. ભલે સોફા પર બેઠાં બેઠાં ટીવી પર જોતા હોઈએ, પણ આપણે એકજાતની માનસિક કસરત કરતા હોઈએ છે તે પણ અચેતનરૂપે. અને આવી ટાઈટેનિક  જેવી  ફિલ્મો  બૉક્સ ઑફિસ પર ધૂમ મચાવતી હોય છે. ટાઈટેનિક ફિલ્મ કરુણ હતી. મોટાભાગના મુસાફરો મૃત્યુ પામ્યા હતા. છતાં વારંવાર લોકોએ જોઈ હતી. અમે પણ થીઅટરમાં ચાર વાર જોઈ હતી, અને જ્યારે પણ ટીવી પર આવતી ત્યારે જોતા હતા. આવી તો ઘણી બધી ફિલ્મો આવતી હોય છે. પણ ટાઈટેનિકની સફળતાનું રાજ હતું તેના મુખ્ય અભિનેતાએ કરેલું સાહસ, ધૈર્યપૂર્વક કરેલી બચવા માટેની લડત, અને દિલોજાનથી કરેલો પ્રેમ.

આવા ડિઝાસ્ટર મૂવિ જોઇને શીખવાનો હેતુ એ હોય છે કે આપણે પોતે આવા ડિઝાસ્ટરમાં સપડાઈ જઈશું તો શું કરી શકીશું ? શું મૂવિનો હીરો સાચા પગલા લે છે બચવાના ? કે સાચા નિર્ણય લે છે, કે બચવામાં સફળ થાય છે કે અસફળ ? તે આપણું પોતાનું પ્રતિનિધિત્વ કરતો હોય છે. અને બચવાનું અશક્ય લાગતું હોય છતાં બચવામાં સફળ થાય તો આપણો પોતાનો આત્મવિશ્વાસ વધી જતો હોય છે અંદરખાનેથી, કે આવી મુશ્કેલી આવશે તો આપણી ક્ષમતા કામ લાગશે.

ફિલ્મ તો ઠીક પણ આવી સત્ય હોનારત જ્યારે આપણે ટીવી ઉપર લાઇવ જોઈએ છે તે પણ આપણને શીખવે છે કે આવી હોનારત વખતે શું કરવું? જો આપણે હરિકેન આવે ત્યારના સમાચાર જોયા હોય, લોકોને ભાગતા અને અગાઉથી આવી જ રીતે બીજા બનાવો જોઇને માનસિક રીતે શીખેલા લોકો એમાંથી બચી નીકળતા જોઇને, ફરી જ્યારે આપણાં ભાગે આવું આવે તો આપણે એમાંથી જલદી ત્વરાથી છટકવા માટે સફળ થતા હોઈએ છીએ. કારણ આપણે અગાઉ જોયું હોય છે કે લોકો વિચાર કરવા રહેતા નથી અને ભાગતા હોય તે સફળ થતા હોય છે, તો આપણે પણ એવું જ કરતા હોઈએ છીએ.

આપણને આવા બનાવોમાં ફસાયેલા, પીડિત વ્યક્તિઓ જોઇને સહાનૂભુતિ પેદા થાય છે, ઉદાસ થઈ જતા હોઈએ છીએ, દુઃખી થતા હોઈએ છીએ. રિસર્ચ એવું કહે છે કે બીજા પીડિત લોકોને જોઇને બ્રેન એવું જ રિએક્ટ કરતું હોય છે જાણે આપણે પોતે પીડિત છીએ. બ્રેનના amygdala સાથે કૉર્ટેક્સમાં બીજા લોકોની વર્તણૂકનું અનૅલિસિસ થતું હોય છે( theory of mind ). આવા દુઃખદ બનાવો આપણાં પોતાના દુઃખદ અનુભવોને ઉજાગર કરતા હોય છે,  ”autobiographical memory .”  આપણે આવી કોઈ ભયજનક સ્થિતિમાં ભૂતકાળમાં સપડાયા હોય તેની યાદ આવી જાય છે, જેનાથી જે પીડિત લોકોને આપણે જોઈ રહ્યા હોઈએ છીએ તેઓ ઉપર શું વીતતી હશે તેવું વિચારતા હોઈએ છીએ. આ બધું કૉન્શ્યસ્લી ના થતું હોય. પણ આપણે દુઃખી લોકોના દુઃખમાં સહભાગી બની જતા હોઈએ છીએ. અને વારંવાર ગુંદરની જેમ ચોટેલા રહીને આવા ન્યૂઝ જોતા રહેતા હોઈએ છીએ.

આવા ડિઝાસ્ટર પછી થોડા દિવસ સુધી ન્યૂઝ ચેનલ્સ, મીડિયા પીડિતો વિષે બતાવ્યા કરતા હોય છે, પણ પછી એમનું ધ્યાન રોજીંદી ઘટનાઓ અને રાજકારણ તરફ વળી જતું હોય છે, જે સ્વાભાવિક છે. અને આપણે જોનારા પણ સહાનુભૂતિની ન્યુઅરલ circuitry કાયમ જાળવી શકતા નથી. એટલે જે પણ મદદ કરવી હોય તે તરત કરી દેવી સારી પછી મદદ કરવાનો ઉત્સાહ મોળો પડી જતો હોય છે. ટ્વીટર અને ફેસબુક જેવા  સોશિઅલ મીડિયા સપૉર્ટ માટે સારું કામ આપતા હોય છે.

ઘણીવાર કોઈ વ્યક્તિ ક્રાઇમનો ભોગ બને કે એવા કોઈ અકસ્માતનો ભોગ બને ત્યારે જો બહુ મોટું ટોળું ભેગું થઈ જાય તો લગભગ બધા તમાશો જોનારા પણ બની જતા હોય છે. જલદી કોઈ મદદ કરવા આગળ આવે નહિ. જેમ ટોળું મોટું તેમ મદદની શક્યતા ઓછી.  એવું વિચારવામાં આવતું હોય છે કે હું શા માટે મદદ કરવા આગળ આવું કોઈ બીજો કરશે. મદદ કરવાની જવાબદારી ફેલાઈ જતી હોય છે. બીજો કરશે ત્રીજો કરશે. કોઈ એકલ દોકલ જોનારાઓ હશે તો ભોગ બનનારને મદદ કરવા તરત દોટ મૂકશે. જવાબદારી તેલના પડ જેવી હોય છે. ઑઇલ જેટલું વધારે જગ્યામાં ફેલાય તેમ તેનું પડ પાતળું થતું જાય તેમ જવાબદારી પણ જેમ મોટા સમૂહના માથે આવે તેમ તેને પૂર્ણ કરવાની ભાવના ઓછી થતી જતી હોય છે, પ્રયત્ન ઓછો થતો જતો હોય છે. આને ‘bystander’ ઇફેક્ટ કહેવામાં આવે છે. ગુજરાતીમાં તમાશો જોનારા કહી શકાય. છતાં પારકાના દુઃખે દુઃખી થવાનું પ્રોગ્રામિંગ આપણાં બ્રેનમાં થયેલું હોય છે તે પણ હકીકત છે.

બર્મામાં સાઇક્લોન આવ્યું ત્યારે ૧૦૦,૦૦૦ લોકો એનો ભોગ બનેલા, ૨૦૦૪માં ઈન્ડોનેશિયાના ભૂકંપ અને સુનામીમાં ૨૦૦,૦૦૦ લોકોને અસર થયેલી, આવી હોનારતમાંથી મૃત્યુને છેતરીને બચી ગયેલા લોકો પાછળથી acute stress disorder અને posttraumatic stress disorder થી પીડાતા હોય છે. ૨૬ જાન્યુઆરીએ આવેલા કચ્છના ભૂકંપે મહિનાઓ સુધી આપણને કળ વળી નહોતી. એ તબાહીના સમાચાર જોઈ જોઇને મારા શ્રીમતીજીને દિવસો સુધી હાઈ બ્લડપ્રેશરની ફરિયાદ રહેલી, અને આખો દિવસ તણાવ અને ઉદાસીમાં જીવવા લાગેલા. મને લાગ્યું કે હવે આ ભૂકંપની તબાહીના સમાચાર અને વિડિઓ ક્લિપ આને જોવા દેવાય નહિ.

આવી તબાહી માનવ સર્જિત પણ હોય અને કુદરત સર્જિત પણ હોઈ શકે. હિરોશીમા અને વર્લ્ડ ટ્રેડ સેન્ટર તબાહી માનવ સર્જિત હતી. સુનામી, ભૂકંપ, સાઇક્લોન, હરિકેન, ટૉર્નેડો વગેરે દ્વારા થતી તબાહી કુદરતી હોય છે. આમ કુદરત પણ શેતાન બનીને ત્રાટકતી હોય છે તેમ માનવમાં પણ શેતાન પ્રવેશી જતો હોય છે. આવ શેતાની તત્વો શું કામ અસ્તિત્વ ધરાવે છે ? જો ભગવાન હોય તો તે આવા દુઃખના પહાડ શું કામ મોકલતો હશે ? મને શું કામ ભોગ બનાવ્યો કે મને શું કામ ભોગ નાં બનાવ્યો ? એવા પ્રશ્નો મનોવૈજ્ઞાનિકો, મેન્ટલ હેલ્થ વર્કર અને રેડ ક્રોસ કાઉન્સેલરને પીડિત  દ્વારા પુછાતા હોય છે.

મોટાભાગે લોકો શેતાનનું અસ્તિત્વ સ્વીકારવા તૈયાર હોતા નથી. આવી શેતાનિક તબાહીઓની  વાસ્તવિકતા સ્વીકારવી અઘરી હોય છે. માટે હિંદુ અને બૌદ્ધ ધર્મમાં  માયાનું સ્વરૂપ કહીને આંખો મીંચી લેવામાં આવે છે. માયા ગણો તો પણ આ માયા દુખદાઈ હોય છે તે હકીકત છે. પીડિત વ્યક્તિઓ પોતાને અસહાય, શક્તિ વિહોણા અનુભવ કરતા હોય છે. પોતાના અસ્તિત્વ વિષે શંકા પેદા થઈ જતી હોય છે. જીવનનો અર્થ શું છે ? ફક્ત એક શ્વાસ દુર મોત રાહ જોઈ રહ્યું છે તે હકીકત માનવા મન પ્રેરાય છે. આવા બનાવો depression, rage, nihilism, panic, chaos, psychosis જેવી ખતરનાક માનસિક બીમારીઓ મૂકતા જતા હોય છે.

ઘણીવાર એવા આક્ષેપો પણ કરાતા હોય છે કે પાપ વધી ગયું છે એટલે ભગવાન સજા કરે છે. કચ્છમાં એક સાંકડી શેરીમાં નાના ભુલકાઓની પરેડ નીકળી હતી તે તમામ પ્રભુને પ્યારાં થઈ ગયા હતા. શું પાપ આ બાળકોએ કર્યા હશે તે તો ભગવાન જ જાણે. પીડિતોને બ્લેમ કરવા તે બીમાર માનસિકતા છે.

આ પૃથ્વી ઉપર અવારનવાર ભૂકંપ, સુનામી, પ્લેગ જેવી મહામારી, જ્વાળામુખી, ટૉર્નેડો, હરિકેન, કોઈ meteor મીટિઅરનું ત્રાટકવું  સામાન્ય છે. આપણાં પૂર્વજો સિંહ, વાઘ, વરુ જેવા શિકારી પ્રાણીઓના જડબા વચ્ચે ચવાઈ જતા હશે, અથવા હરીફ આદિવાસી ગેંગ સાથે લડાઈમાં માર્યા જતા હશે. આજે પણ ધાર્મિક અને રાજકીય ઝનૂની લોકો એરપ્લેન હાઇજૅક કરતા હોય છે. ક્યાંક અણુ રિઍક્ટર એનું જીવલેણ રેડિએશન ફેલાવતું હોય છે. કોઈ કાર, બસ કે ટ્રેન  ઍક્સિડન્ટમાં માર્યા જતા હોય છે. કોઈ ફૅસિસ્ટ સરકાર એના નાગરિકોને મોતના હવાલે કરતી હોય છે. આ બધી માનવજીવનની  કડવી વાસ્તવિકતા છે. છતાં લોકો હિંમતથી જીવતા હોય છે.

હિંમત શબ્દ બહાદુરી સાથે જોડાયેલો છે. Courage શબ્દનું મૂળ ફ્રેંચ ભાષામાં cour  અથવા coeur  છે. એનો અર્થ હૃદય થાય છે. એટલે હિંમત હ્રદયથી થવી જોઈએ, હૃદય કે જે આખા શરીરને લોહી પહોચાડે છે, અને એના લીધે જીવન ટકી રહ્યું છે. હિંમત એક લાગણી છે, એક ભાવના છે. લાગણીઓ એટલે પ્રેમ, ગુસ્સો, રૉમૅન્સ, અને ક્યારેક પ્રચંડ ગુસ્સો. પ્રેમ અને જાતીય આવેગ જાત જાતના હિંમતભર્યા પગલા લેવડાવે છે. માતાનો બાળક પ્રત્યેનો પ્રેમ એનો ખુદનો જીવ જોખમમાં મૂકે છે એના બાળકને બચાવવા માટે.

પ્રેમની દિવ્યતા અને કરુણા મધર થેરેસાને નિઃસ્વાર્થ સેવાનાં કાર્યમાં જોડાઈ જવાની હિંમત અર્પે છે. પ્રેમની જેમ ગુસ્સો અને પ્રચંડ ગુસ્સો પણ હિંમત માટે બળતણ બની જાય છે. ઘોડા ઉપર સવાર મહારાણા પ્રતાપનો પ્રચંડ ક્રોધ રાજા માનસિંહની હાથી ઉપર રહેલી અંબાડીને ભાલાથી વીંધી નાખે છે. માનસિંહ નીચા નમીને બચી ગયા બાકી ઇતિહાસ બની ગયા હોત.

માનવ જીવનની બેસિક પ્રવૃત્તિમાં કાયમ શૌર્યની જરૂર પડતી જ હોય છે. લગ્ન કરીને પારકે ઘેર જવું સ્ત્રીઓ માટે ધૈર્ય અને હિંમતનું કામ છે. માતાપિતાથી દુર થઈને સ્વતંત્ર જીવન શરુ કરવું તે પણ કરિજ (courage) માંગી લે છે. Abusive, traumatic or neglected બચપણ વિતાવી પ્રગતિ કરનાર બાળકો પાસે tremendous courage હોય છે. એટલે હિંમત, શૌર્ય, ધૈર્ય માનવને કુદરતી અને માનવ સર્જિત હોનારતમાંથી બહાર આવવાનું બળ આપે છે. ભગવાન દયાળુ છે, મુશ્કેલીઓમાંથી બચાવે છે તેવી ધારણા આવી હોનારત થાય ત્યારે મુશ્કેલીમાં આવી પડે છે. Religious beliefs are deeply irrational.    

Piedmont, Alabama સ્થિત એક ચર્ચમાં લોકો દયાળુ પ્રભુને પ્રાર્થના કરી રહ્યા હતા અને ટૉર્નેડો ત્રાટક્યો અને લગભગ તમામ માર્યા ગયા હતા. ભારતમાં તો તરત કર્મનો નિયમ આગળ ધરી દેવાય તેવી સરસ સવલત છે. હૈતિયન લોકો હજુ નરકમાં છે. હજુ કળ વળી નથી. એક ધાર્મિક વક્તા  Pat Robertson કહે છે કે હૈતીના લોકોને ભૂકંપગ્રસ્ત બનાવી  ભગવાને સજા કરી છે. કારણ કે હૈતીના  લોકો મૂળ આફ્રિકન છે, આમ તો બધા ક્રિસ્ચન છે પણ હજુ મૂળ વેસ્ટ આફ્રિકન Voodoo ધર્મનાં રીતી રિવાજોનું પરમ્પરાગત પાલન કરતા હોય છે. એટલે હવે એની સજા ભોગવો.

એક માન્યતા એવી પણ છે કે હૈતી ફ્રેંચ કૉલનિ હતું. ફ્રેંચ લોકો હૈતી છોડીને જતા રહે માટે હૈતીના લોકોએ શેતાન સાથે સાઠગાંઠ કરેલી. એટલે શેતાને કહેલું કે ફ્રેંચ લોકો જતા રહે તેવું કરીશ ખરો પણ પછી ભૂકંપ પણ આપીશ. હવે voodoo પ્રેકટીશ વેસ્ટ ઇન્ડીઝ, બ્રાઝીલ, હૈતી, અને યુનાઈટેડ સ્ટેટ્સનાં ઘણા બધા ભાગોમાં થાય છે. ક્રિસ્ચન હોલી સ્પિરિટમાં માનતા હોય તેવા જ કોઈ સ્પિરિટમાં આ લોકો પણ માનતા હોય છે.

છેવટે માણસની અંદર રહેલું સારાપણું બહાર આવી જતું હોય છે. દયા, ધીરજ, હિંમત, કરુણા, નમ્રતા, મોભો બધું એક સાથે કામ કરતું હોય છે અને આવી હોનારતમાં દુનિયાભરના લોકો મદદ માટે આગળ આવતા હોય છે.

 

 

 

18 thoughts on “આપત્તિ ત્રાટકે ત્યારે ? Hard Truths About Human Nature.”

  1. આપે આપત્તી, સમાચારમાં છેવટે લખ્યું છે કે …”… દુનિયાભરના લોકો મદદ માટે આગળ આવતા હોય છે..”

    બાકી આ આપત્તી આવે ત્યારે ખબર પડે. કચ્છમાં ધરતીકંપ તો માંડ સેકન્ડોમાં ચાલેલ પણ એના પછી પગમાં ધ્રુજારી કલાક સુધી ચાલેલ. કચ્છ માંડવીમાં મોટી ઉમરના મારા માબાપ સલામત જગ્યાએ હતા. પણ ઘરમાંથી બહાર નીકળવા પગ માંડ માંડ ચાલ્યા અને એ જ દીવસે બન્ને જણાં બહેન પાસે સહારો લેવા પહોંચી ગયા.

    મુંબઈમાં પાણી ભરાયું. સાંજના ૬-૮ વાગ્યા સુધી મુંબઈની જીવાદોરી ટ્રેન સેવા જેમ તેમ ચાલી અને જેટલા ઘરે પહોંચ્યા એટલા ઠીક બાકીનાની હાલત જોવા જેવી હતી. ઘણીં જગ્યાએ ફોન મોબાઈલ સેવા પણ બંધ થઈ ગયેલ.

    હું જંગલમાં એક નાડા પાસે હતો અને ધોધમાર વરસાદ અને નાડાનું પાણી ૪૦-૫૦ ફુટ ઉપરથી જોઇ સમય પસાર કરતો હતો. મધ્ય રાત્રીએ ફોન અને મોબાઈલ રણકવા લાગ્યા. પછી તો નોટ બનાવી જે મીત્રો રેલ્વે પ્લેટફોર્મ ઉપર હતા (પ્લેટ ફોર્મ ઉપર ઉભવાની જગ્યા ન હતી) એમના ઘરના ફોન નમ્બર લઈ આખી રાત સમાચાર આપવાનું કામ કરેલ.

    મથાડું બરોબર છે ” આપત્તિ ત્રાટકે ત્યારે?? “

    Like

  2. “જવાબદારી તેલના પડ જેવી હોય છે. ઓઇલ જેટલું વધારે જગ્યામાં ફેલાય તેમ તેનું પડ પાતળું થતું જાય તેમ જવાબદારી પણ જેમ મોટા સમૂહના માથે આવે તેમ તેને પૂર્ણ કરવાની ભાવના ઓછી થતી જતી હોય છે, પ્રયત્ન ઓછો થતો જતો હોય છે.”
    “પીડિતોને બ્લેમ કરવા તે બીમાર માનસિકતા છે.”
    “ભારતમાં તો તરત કર્મનો નિયમ આગળ ધરી દેવાય તેવી સરસ સવલત છે. ”
    These are real gems in an excellent article.

    Like

  3. સંસ્ક્રુત નાટક વિષે હુ એક વખત ચર્ચા કરતી હતી તેમા “એકો રસો કરુણો બભૂવ:”ની ચર્ચાકરતા મે કહ્યુકે આપણે થિયેટરમાથી કોઇ ટ્રેજેડી નાટક જોઇને બહાર નીકળીએ અને કોઇ પૂછેકે નાટક કેવુ હતુ તો ?ભલે એ નાટકે આપણને રડાવ્યા હોય્તોયે આપણો જવાબ –નાટક સરસ હતુ એમજ હોય અને કોમેડી,પ્રહસન કે ફારસ જોયાપછી–મઝા આવી પણ ઠીક હતુ કે સારુ હતુ એવો મોળો
    પ્રતિભાવ હોયછે- આનુ કારણ આપે કહ્યુ તેમ આપણા હ્રુદયને શુ સ્પર્શેછે તે છે–માનવીને સદગુણનુ જ્ઞાન હોયછે છતા કોઇકારણે એ એનુ પાલન કરવામા ચૂકી જાય છે
    રહી વાત આપત્તીના સમયે મદદ કરવાનીતે તો લોકો દેશ અને પરદેશમાથી થૈ શકે એટલી બધા કરેજ છે અને જેને કરવી જોઇએ એવા આવા સમયે પોતાના ઘર ભરવામાથી ઉચા નથી આવતા.આપણા અબજો રુપિયા ભેગા કરેલા નેતાઓ 26 જન્યુ.ના ભુકમ્પ વખતે અમેરિકાએ જેમના ઘર પડીગયા તેમના માટે મોકલેલા ટેંટ પણ પોતાની સભાઓ ભરવા માટે ઘરભેગા કરીદીધા.સ્વાર્થી લોકોએ શબો પરથી ઘરેણાઓ પણ ઉઅતારી લિધા-આવા મગરની ચામડી જેવા લોકોને માટે શુ કહેવાનુ હોય? મનેતો એમના માટે કોઇ શબ્દ નથી જડતો. સામાન્ય માનવી માટેતો લાચારી અને કરુણા વ્યક્ત કરવા સિવાય બિજો કોઇ રસ્તો નથી હોતો.

    Like

    1. શબ ઉપરથી દાગીના ઉતરી લેનારા પણ હોય છે. સારા નરસા બંને પ્રકારના મનુષ્યો હોય જ છે, શું કરવાનું?

      Like

  4. છતાં પારકાના દુખે દુખી થવાનું પ્રોગ્રામિંગ આપણાં બ્રેઈનમાં થયેલું હોય છે તે પણ હકીકત છે.

    હકીકત છે

    Like

  5. ” આપણને આવા બનાવોમાં ફસાયેલા, પીડિત વ્યક્તિઓ જોઇને સહાનૂભુતિ પેદા થાય છે, ઉદાસ થઈ જતા હોઈએ છીએ, દુખી થતા હોઈએ છીએ. રિસર્ચ એવું કહે છે કે બીજા પીડિત લોકોને જોઇને બ્રેઈન એવું જ રીએક્ટ કરતું હોય છે જાણે આપણે પોતે પીડિત છીએ. બ્રેઈનના amygdala સાથે કોર્ટેક્ષમાં બીજા લોકોની વર્તણૂકનું એનાલીસીસ થતું હોય છે( theory of mind ). આવા દુઃખદ બનાવો આપણાં પોતાના દુઃખદ અનુભવોને ઉજાગર કરતા હોય છે, ”autobiographical memory .”
    Dear brother,
    Above i have taken one para from the article. However, according to my personal observations and people’s reactions i have many times felt that people watch all these horrific incidents of natural calamities without an iota of sympathetic feelings or concern. Most of the times they are just curious. Also the unaffected people always take consolation that “thank God it is not me” and brag about their good fortune and smartness. Such people also feel seriously that their turn turn will never come. What i am trying to say is that in present times people have become feeling less for the victims.
    Thank you for this good article.

    Like

    1. ભાઈ એવા લોકો પણ હોય છે એને બાય સ્ટેન્ડર કહેવાય,તમાશો જોનારા અને આપણે બચી ગયા તેવી વૃત્તિ વાલા. મેં તેનો ઉલ્લેખ આ લેખમાં કરેલો જ છે. રૂબરૂમાં તમાશો જોનારા હોય તેમ ટીવી ઉપર પણ તમાશો જોનારા હોય.

      Like

      1. Dear brother,
        Alright, you have mentioned “the bystanders” but the weight-age is more on concerned and sympathetic persons. Some times people i.e. this bystanders or onlookers do not come forward to help especially the murder victim is to save their skin or just do not want to get in to police trouble. These same fellows will jump to help some body or a young lady if the trouble is little. Recently in India in an eve-teasing incident a group of boys killed somebody in front of innocent bystanders. Police came late as usual.
        Thank you.

        Like

  6. ઘણો જ ઉત્તમ અને (અમારે માટે) યોગ્ય સમયનો લેખ. આપત્તિ વિષયને વિવિધ કોણથી વણી લીધો છે આથી લેખ વધુ રસપ્રદ લાગ્યો.

    અન્યના દુઃખમાં પોતાને અગાઉ ભોગવવા પડેલાં દુઃખનો ભાષ થવાથી એક પ્રકારનું અટૅચમેન્ટ જન્મે છે એ અનુભવસિદ્ધ વાત છે. અમારા એક મિત્રનું તારણ છે કે કોઈકના મૃત્યુ ટાણે એવું પણ જોવાય કે કોઈક બહુ નજીકનાં નહીં એવા સગા-સંબંધી વધારે રડારોળ કરે કે દુઃખી દેખાય. શક્ય છે તાજેતરના સમયમાં મૃત્યુ પામેલા તેના કોઈ સ્વજનની યાદ તેમને આમ કરવા પ્રેરતી હોય.

    ’જવાબદારી તેલના પડ જેવી હોય છે.’ એ જબરું તારણ કાઢ્યું ! ખરે જ આવું જોવામાં આવે છે. આપત્તિટાણે વ્યક્તિના બધા જ બાહ્ય પડળો સરી પડે છે અને તેનું ખરું સ્વરૂપ, જે જિન્સગત કે અનુભવગત ઘડાયું હોય તેવું, બહાર આવે છે (જે સારૂં નરસું કોઈ પણ હોઈ શકે). લેખ વાંચતા વાંચતા ઘણી સત્યઘટનાઓ નજર સમક્ષ તરવરી ઊઠી. (autobiographical memory ?) ક્યારેક વાત કરીશું.

    ઘણો સ_રસ લેખ. અને હા, ’હિંમત હ્રદયથી થવી જોઈએ’; દિલ એક પંપ કરતાં કંઈક વિશેષ છે તેવું આપે સ્વિકાર્યું તેનું આશ્ચર્ય પણ થયું !! આભાર.

    Like

  7. સરસ લેખ છે અને સરસ છણાવટ કરી છે, હજુ વધુ લાંબો લેખ હોત તો ગમત, લેખ ખુબ જ ઝડપથી પતિ ગયો હોય એવું લાગ્યું. તમારા બધા લેખો તો વાંચ્યા નથી પણ કર્મના સિદ્ધાંતની વૈજ્ઞાનિક સમાજ આપતા વિચારો વાળો લેખ વાંચવાની ખુબ ઈચ્છા છે…

    Like

  8. ખૂબ સરસ લેખ. લેખનું સમાપન પણ ઘણું કહી જાય છે.
    છેવટે માણસની અંદર રહેલું સારાપણું બહાર આવી જતું હોય છે. દયા, ધીરજ, હિંમત, કરુણા, નમ્રતા, મોભો બધું એક સાથે કામ કરતું હોય છે અને આવી હોનારતમાં દુનિયાભરના લોકો મદદ માટે આગળ આવતા હોય છે……
    આવે વખતે કેટલાક તક સાધુઓ મળતી મદદ યોગ્ય જગ્યાએ પહોંચાડવાને બદલે એનો નિકાલ પોતાને માટે કરી કેતા હોય છે. નાલાયક નેતાઓ હેલિકોપ્ટરમાં ચક્કર લગાવી ફોટા પડાવી નિવેદનો બહાર પાડી સેવાનોનો સંતોષ માણી લેતા હોય છે. આવા લોકોના બ્રેઈનમાંથી કઈ જાતના કેમિકલના ફુવારાઓ ફૂટતા હશે?

    Like

  9. બાપુ સરસ અંધશ્રદ્ધાને આડે હાથ લેતો લેખ… ૨૦૦૧નાં ભૂકંપની મને એક હાસ્ય અને અંધશ્રદ્ધાથી ભરપુર વાત યાદ આવે છે… ત્યારે મારું વોલ પેઇન્ટિંગ સમાણા ગામે ચાલતું હતું ભૂકંપ આવ્યો ત્યારે જ એક વૃદ્ધ બાજુની દીવાલે લઘુશંકા કરવાં બેસેલા… દીવાલ ધ્રુજવા લાગી… અને એ વૃદ્ધ જોર જોરથી ચિલ્લાવા લાગ્યા… હે માતાજી મારી મા માફ કરી દે મને હવે પછી ક્યારેય તારા થાનકે પેશાબ નહિ કરું… ત્યારે ધ્રુજતી ધારા સાથે હાસ્ય હું નહોતો રોકી શક્યો હહાહાહાહા

    Like

  10. ……….. Bhupendrasinh – વિનાશકાળમાં સ્વબચાવ અને પર-સેવા જેવો અદભુત વિષય ઘણો અભ્યાસ માગી લે છે … કારણકે આ વાત-વિષયનાં મૂળ ખુબ-જ ઊંડા છે
    મહાવિનાશક-કુદરતી હોનારત ને ભગવાન-ઈશ્વર-અલ્લાહનો પ્રકોપ જણાવીને કે પાપોનું પરિણામ ઘીષિત કરીને આ લે-ભાગુ માનવા સમાજ પોતાની સામાજિક જવાબદારી માંથી બચવાની કોશિશ કરે છે … કે સમજોને કે “મારે શું?” ની ભાવના સાથે સ્વાર્થી-સ્વકેન્દ્રી લેમ્ડા-ગેમાની માનવ-માનસિકતા (આલ્ફા-બીટા ની નહિ) પ્રમાદી-નિઃસ્પૃહીતા દર્શાવે છે …
    બીજી તરફ અવલોકનનાં આધારે એમ દેખાય છે કે … આમાં જીનેટિક-વ્યક્તિત્વની સાથે-સાથે પુર્વાનુભવ પણ કામ કરે છે … ઉદાહરણ: –
    *** 26/7/2005 નાં રોજ જે 6-કલાકમાં 40-ઇંચ વરસાદથી મુંબઈમાં અણધારી આફત આવી અને મુંબઈની ગ્રાઉન્ડ-ફ્લોરની તમામ-ચીજ વસ્તુ ગાદલા-ફ્રીજ-કાર-અનાજ અને દરેક આઈટમ સાફ થઇ ગઈ અને મુંબઈને અબજોમાં નુકસાન ગયું … સામાન્ય-માણસો રસ્તા-ઉપર આવી ગયા … તે દિવસે અને બીજા કેટલાય દિવસો સુધી કોઈ હિંદુ-મુસલમાન નાં રહેતા કોઈ સ્ત્રી કે પુરુષ નાં રહેતા વય્ક્તિ-એ-વ્યક્તિની રીતે એક-રસ-સમાજ બનાવી શિસ્ત-બદ્ધ રીતે આ તકલીફનો સામનો કર્યો … બધાયે માનવતાથી આ મુશ્કેલીને હટાવી … આ હોનારત માં હું પણ ફસાયો હતો … હું પોતે,બીજા-દિવસે ઘરે પહોંચ્યો … અને લગભગ 7-8 કિલોમીટર ચાલવું પડ્યું કારણકે તમામ વાહનો ઠપ થઇ ગયા હતા … પણ … રસ્તા-આખામાં જે પૈસાપત્ર હતા તેઓ મફત બિસ્લેરી-બોટલ – બિસ્કીટનાં પેકેટ – પૂરી ભાજી -જ્યારે – ગરીબ લોકો મફત ચા – ખારી બિસ્કીટ – બ્રેડ લઈને લગભગ 72-કલાકથી ઉભેલા … મુસલમાન-વિસ્તાર માં પણ … સામેથી બોલાવીને વેજ-બિરીયાની -સેન્ડવીચ – પાણીની બોટલ અપાયેલી … કોઈ ધર્મ-જાતિની દીવાલ નહોતી … અને … આ હોનારત પછી … ઘણા સેવાભાવીઓ … હોસ્પિટલમાં ઉભારાયેલા અને 1000-ની-નોટોની થોકડીઓથી લોકોનાં મેડીકલ-બીલ ભરતા … ઝૂપડ-પટ્ટીઓમાં જઈને 1-મહિના-નાં-રેશન વહેંચી આવેલા … અને ગવર્મેન્ટ-સર્વન્ટ્સએ પણ જોરદાર-કામગીરી નિભાવીને દરેક ઘરે-ઘરે વ્યક્તિદીઠ રૂપિયા પહોંચાડ્યા …
    …… “મુંબઈ આખું 1-મહિનામાં બેઠું થઇ ગયું હતું” ….
    ………
    જ્યારે ઉત્તર-ભારતમાં સતત યુદ્ધ-સત્તા-ની સાઠમારી જેવી રાજકીય પરિસ્થિતિને કારણે લોકોનું બ્રેઈન-વાયરીંગ તે “મારે શું? મને શું મળશે? પોલીસનાં લફડામાં કોણ પડે?” … જેવી માનસિકતા હોવાને કારણે સામાજિક-જવાદારીનું લેવલ “માઈન્સ” માં છે … ત્યાં લોકોમાં અવિશ્વાસનું પ્રમાણ ખુબજ ઊંચું છે …
    એટલે આ કેદાર-નાથની હોનારતમાં સહાય મળતા ઘણી વાર લાગશે … અને આ યાત્રાને ફરીથી ચાલુ થતા કદાચ 2-3-વર્ષ હજી-જશે … કારણકે આપણાં રાજકારણીયો-બિલ્ડરો-ડેવલોપર્સ ભારતીય અર્થ-તંત્રને નીચોવશે … લાશ-ઉપર બેસીને ધંધો કરશે …

    Like

Leave a comment