માનવ વંશની કોઈ અલગઅલગ જ્ઞાતિ નથી. માનવ વંશની એક જ કોમ છે, તે છે માનવ. નાત, જાત, કોમ બધું સામાજિક છે. ભારતમાં જ્ઞાતિ પ્રથા ચુસ્ત છે, તેટલી બીજા દેશોમાં ખાસ નથી. આખી દુનિયાનો માનવ વંશ એક જ છે. ભલે બધા નાક નકશે જુદાજુદા દેખાય પણ બાયોલોજીકલી જીનેટીકલી આખી માનવ જાત એક જ છે. Species એટલે એક જ સરખાં લક્ષણો અને ગુણધર્મ ધરાવતા સજીવ. જે એક બીજા સાથે સંસર્ગ કરીને એમના જેવી જ જાતિને જન્મ આપે. માનવ આખી દુનિયામાં ગમે ત્યાં જઈને બીજા માનવ સાથે સંસર્ગ કરીને બીજો માનવ પેદા કરી શકે છે. એમ ઘેટા અને માનવ જુદી જુદી જાત કહેવાય. હવે માનવ ઘેંટીને પ્રેગ્નન્ટ બનાવવા પ્રયત્ન કરે તો શક્ય નથી. એમ ઘોડા કે ગધેડા અલગ species કહેવાય. હવે એમના રંગ રૂપ અને સાઇઝ પ્રમાણે આપણે અરબી ઘોડા કે કાઠિયાવાડી ઘોડા અલગ તારવીએ પણ એમાં અરબી ઘોડો એવું કહે કે હું જુદી જાત છું તો ? બધા ઘોડા આખરે ઘોડા જ છે. છતાં ઘોડા અને ગધેડા જીનેટીકલી એટલાં બધા સરખાં છે કે એકબીજા સાથે સંસર્ગ કરીને ખચ્ચર પેદા કરી શકાય છે.
માનવ અને ચીમ્પ કે બોનોબો આવી રીતે જીનેટીકલી ખૂબ સરખાં છે. પણ નૈતિક રીતે યોગ્ય ગણાતું નહિ હોય જેથી કોઈ વૈજ્ઞાનીકે ખાનગીમાં બંને વચ્ચે લેબમાં ટેસ્ટ ટ્યૂબ દ્વારા નવી જાતી પેદા કરવાનો પ્રયત્ન કર્યો પણ હોઈ શકે. પણ આજના આધુનિક વિજ્ઞાનને એની કોઈ ખબર છે નહિ. એટલે જ્યાં સુધી માનવ જાતને સંબંધ છે ત્યાં સુધી ” There is only one species, the human species, only one race-human race.”
છતાં નોર્વે, નાઈજીરિયા, જાપાન, ભારત કે રશિયાના લોકો જુદા જુદા દેખાય છે. અને રેસિઝમ પણ દુનિયામાં ખતમ થયું નથી. કાયદેસર ભલે રેસિઝમ ખતમ ગણાયું હોય, પણ માનસિક સ્તરે રેસિઝમ હજુ ચાલુ છે. ભારતમાં જ્ઞાતિવાદનાં મૂળિયા પાંચ હજાર કરતા વધુ વર્ષોથી જામેલા છે. બીજા કોઈ દેશમાં એની જાળ આટલી મજબૂત નહિ હોય.
બાયોલોજીકલ કહીએ તો કોઈ races છે નહિ. પણ સામાજિક સ્તરે વિચારીએ તો એનું અસ્તિત્વ છે. શારીરક રીતે જોઈએ તો પણ માનવ સમૂહ જુદા જુદા ભલે પડી જતા હોય પણ તે આખરે સામાજિક વર્ગીકરણ છે. જેવી રીતે કે આપણે કોઈને રંગ ઉપરથી જુદા પાડીએ કે મોટા કાન અને ટૂંકા પગ, કે સાવ નાના બુચિયા નાક, કે નાના કાન અને મોટા પગવાળાં સમૂહ જુદા જુદા પાડી શકીએ પણ જીનેટીકલી આપણે સહુ સમાન છીએ. અને આવા જુદા જુદા શારીરિક લક્ષણો પેદા થવાનું કારણ ભૌગોલિક છે, વાતાવાવરણ છે અને જિન્સમાં થતા સામાન્ય ફેરફાર છે, મ્યુટેશન છે.
માનવ જાત પેદા થઈ આફ્રિકામાં અને પહેલો સમૂહ યુરેશિયા જવા રવાના થતા સુધી એક લાખ વર્ષ સુધી તો ત્યાં ઇવોલ્વ થતી રહી. એટલે એવું કહેવાય કે આપણે ઇન્ડિયન આફ્રિકન છીએ કે અમેરિકન આફ્રિકન છીએ, કે જાપાનીઝ આફ્રિકન છીએ. એટલે મોટાભાગના જીનેટીકલી પરિવર્તન આફ્રિકામાં થયા છે. આપણે માટે તો ઘણા ઊંચા મસાઈ અને ઠીંગણાં પિગ્મી બંને અશ્વેત છે. Humans are quite homogeneous genetically when compared to large territorial mammals like wolves.
નોર્વે, નાઈજીરિયા અને જાપાનીઝ ખૂબ જુદા જુદા દેખાય છે. જાણે ત્રણ જુદી જુદી જાતી. પણ એનું મુખ્ય કારણ ત્રણે દેશો એકબીજાથી ખૂબ દૂર છે. અને સરખામણીએ ભારત અંદાજે આ ત્રણે વચ્ચે આવેલો છે. ૨૦૦ વર્ષ પહેલા આખી પૃથ્વી ઉપર જેટલી જનસંખ્યા નહિ હોય તેના કરતા વધુ આજે એક અબજ જનસંખ્યા ખાલી ભારત ધરાવે છે. એટલે જુઓ ભારતમાં ખૂબ વેરાયટી જોવા મળશે. પૂર્વના એશીયન જેવા કાળા સીધા વાળ ભારતમાં જોવા મળશે, આફ્રિકન જેવી અશ્વેત સ્કીન જોવા મળશે, યુરોપિયન જેવા ચહેરાના ફીચર જોવા મળશે. જેમ જેમ પ્રદેશો વચ્ચે અંતર વધતું જશે તેમ તેમ ફેરફાર વધતા જવાના.
ઋત્વિક રોશન અને ઐશ્વર્યા રાય યુરોપિયન ફેસ કટ ધરાવે છે, રજનીકાંત રંગે ડાર્ક સ્કીન ભલે ધરાવે પણ એનું નાક આફ્રિકન નથી. માલાસિંહા જાપાનીઝ ઢીંગલી જેવા દેખાતા. દક્ષિણ ભારતીયો કરતા કાશ્મીરી સાવ અલગ દેખાતા હોય છે. અને જેમ પૂર્વ ભારત તરફ ખસતા જાવ તેમ નાક નાના થતા જતા હોય છે. પશ્ચિમોત્તર ભારતમાં નાક લાંબા થતા જતા હોય છે. ભારતમાં તમને દુનિયાની કોઈપણ જાતનું મિશ્રણ જોવા મળશે.
જર્મન ફીજીશીયન Blumenbach ૧૭૭૬માં દુનિયાના જુદા જુદા ભાગમાં વસેલા લોકોની ખોપરીઓનો અભ્યાસ કરતો હતો. યુરોપિયન માટે એણે પહેલીવાર Caucasian શબ્દ વાપરેલો, તે પ્રદેશની કોઈ સ્ત્રીની ખોપરીનો અભ્યાસ કરતા તેને તે સૌથી વધુ સુંદર લાગી હતી. રશિયાની દક્ષિણે જ્યોર્જીયામાં Caucasus ગિરિમાળા આવેલી છે. હવે આપણે જાણીએ છીએ કે કોકેશિયન શબ્દ શ્વેત લોકો માટે વાપરીએ છીએ, પણ રશિયન લોકો માટે તે અશ્વેત છે. અમેરિકામાં વળી બે જ ભાગ છે, શ્વેત અને અશ્વેત. કોઈ ભારતીય આપણને ગમે તેટલો ગોરો લાગતો હોય, પણ અહીંની પોલીસ ટીકીટ આપે ત્યારે કલરના ખાનામાં બ્લેક જ લખવાનો. અહીં શ્વેત અને અશ્વેતની વચ્ચેનો રંગ ધરાવનારા લોકો માટે ઘઉં વર્ણ જેવો કોઈ રંગ નથી. ભારતમાં રંગનું વર્ણન કરતું કોઈ ખાનું હોતું નથી.
ન્યુયોર્ક શહેર બહુ પચરંગી શહેર છે, હું ઘણીવાર જઈ આવ્યો છું. અહીંના સબવેમાં(ભૂગર્ભ ટ્રેઇન) મુસાફરી કરતા મેં માર્ક કર્યું છે કે અહીં દુનિયાભરના લોકોનું મિશ્રણ જોવા મળે છે. સ્કીન કલર,ચહેરાના આકાર, વાળાના કલર અને એનું બંધારણ જોઈએ તો Caucasoid , Mongoloid , Negroid એમ ત્રણ જાતના લોકો હોય છે. જોકે આ વર્ગીકરણ અવૈજ્ઞાનિક છે તેવું હાલના સોશિયોકલ્ચર અને બાયોલોજીકલ એન્થ્રોપોલોજીસ્ટ, ઈવોલ્યુશનરી બાયોલોજીસ્ટ માનતા હોય છે. સ્કીન કલર, વાળાના કલર તથા બંધારણ, આંખોનો કલર, નાકની લંબાઈ પહોળાઈ, પાતળા કે જાડા હોઠ વગેરે લક્ષ્યમાં લઈને જુઓ તો ન્યુયોર્કના સબવેમાં તમામ પ્રકારનું કોમ્બીનેશન જોવા મળશે. કોઈના વાળ કાળા સીધા જોવા મળશે સાથે ચહેરો શ્વેત એની આંખો બ્લ્યુ અને નાક તીક્ષ્ણ લાંબું હશે. સૌથી વધુ વિવિધતા મેક્સિકન અને દક્ષિણ અમેરિકન દેશોના સ્પેનીશ લોકોમાં જોવા મળતી હોય છે. અહીંના સ્પેનીશ ભાષા બોલતા લોકો મૂળ યુરોપિયન સ્પેનીશ નહિ, બલ્કે મૂળ સ્થાનિક અમેરિકન દેશી સાથેનું એમનું મિશ્રણ છે. જેટલી વિવિધતા ભારતીય લોકોમાં જોવા મળે છે તેટલી સ્પેનીશ લોકોમાં જોવા મળે છે. ટોટલી શ્વેત એટલે એકદમ ગોરી ચામડી, સોનેરી સીધા વાળ, બ્લ્યુ આંખો, પાતળા લાંબા નાક, અને સાવ પાતળા હોઠ. ટોટલી અશ્વેત એટલે કાળી અથવા બ્રાઉન સ્કીન, કાળા કર્લી વાળ, કાળી અથવા ડાર્ક બ્રાઉન આંખો, મોટા પહોળા નાક, અને જાડા મોટા હોઠ. આ બધાનું મિશ્રણ તમને અહીં સબવેમાં જોવા મળશે. જેવું કે tan skin, લાઈટ બ્રાઉન આંખો, બ્રાઉન વાંકડિયા વાળ,બહુ મોટા કે નાના નહિ તેવા નાક અને હોઠ.
ઘણા લોકો શ્વેત અશ્વેતનું મિશ્રણ હોય છે, અડધા શ્વેત અને અડધા અશ્વેત ફીચર્સ ધરાવતા હોય,પણ અમેરિકામાં આ બધા અશ્વેત જ ગણાય. બ્રાઝીલમાં તેવું નથી. આવા લોકો માટે બ્રાઝીલમાં એમના રંગરૂપ પ્રમાણે જુદા જુદા નામ આપતા હોય છે. કોઈની સ્કીન ગોરી હોય, સોનેરી વાંકડિયા વાળ હોય, પહોળું નાક હોય, જાડા હોઠ હોય તેને બ્રાઝીલમાં sarará,કહેતા હોય છે. આ શબ્દમાં a ની ઉપર જે ચિન્હ છે તેનો અલગ ઉચ્ચાર હોય છે, આપણાં કાના માતર જેવો. હવે કોઈનો સ્કીન કલર કાળો હોય, કાળા સીધા વાળ હોય, આંખો બ્રાઉન હોય, નાક સાંકડા હોય અને હોઠ પાતળા હોય તો એને બ્રાઝીલમાં cabo verde કહેતા હોય છે.
દુનિયા જેમ જેમ આધુનિક જમાનો આગળ વધતો જાય છે, લોકો એકબીજા દેશોમાં જતા થઈ ગયા છે, દુનિયા નાની થતી જાય છે, સંસ્કૃતિઓના આદાનપ્રદાન વધતા જાય છે તેમ તેમ આવું કોમ્બીનેશન પણ વધતું જવાનું. તેમ તેમ જ્ઞાતિ આધારિત વર્ગીકરણ ઓછું થતું જવાનું છે.
ચાલો ગણિત અને તર્કની દ્રષ્ટીએ વિચારીએ કે માનવજાત એક જ છે, કોઈ અલગ અલગ જાતી નથી. દરેક માણસને, હું કે તમે દરેકને બાયોલોજીકલ એક માતા અને એક પિતા એમ બે પેરેન્ટ્સ હોય છે, પિતાના માતા પિતા અને માતાના માતા પિતા એમ ચાર ગ્રાન્ડ પેરેન્ટ્સ, આઠ ગ્રેટ ગ્રાન્ડ પેરેન્ટ્સ હોય છે. આવી રીતે આગળ વધતા જઈએ તો ૧૦ જનરેશનનાં ગણીએ તો ૧૦૨૪ પૂર્વજો થાય, આમતો પછી હજારો અને કિલોમાં એન્સેસ્ટર ગણી શકાય. ૨૦ જનરેશન ગણીએ તો ૧,૦૪૮,૫૭૬ સાથે મીલીયંસ અને ૪૦ જનરેશન સાથે ૧,૦૯૯,૫૧૧,૬૨૭,૭૭૬ અને ટ્રીલીયન પૂર્વજો થઈ જાય, આમ આગળ ને આગળ ગણતરી વધારતા જઈએ તો કોઈ પાર રહે નહિ. હવે મૉર્ડન મેડીસીન આવ્યા પહેલા આયુષ્ય બહુ ઓછું હતું. હાલ ૮૦ કે ૯૦ વર્ષની એક પેઢી ગણીએ તેવું હતું નહિ. અને માનવ જાતની ઉત્પત્તિ થયે ૨૦૦,૦૦૦ વર્ષ થયા. છોડો બધી ગણતરી. આટલાં બધા માનવો પહેલા હતા નહિ. બહુ ઓછા માનવો હતા, મતલબ હાલના દરેકનાં મારા કે તમારા ગ્રેટ-ગ્રેટ-ગ્રેટ-ગ્રેટ-ગ્રેટ- ગ્રેટ ગ્રાન્ડ પેરેન્ટ્સ વગેરે વગેરે, અરે આખી દુનિયાના ગ્રેટ- ગ્રેટ ગ્રાન્ડ પેરેન્ટ્સ એક જ હતા. ભલે આપણે સહુ જુદાજુદા દેખાઈએ, બાયોલોજીકલ આપણે એકબીજા સાથે અંગત રીતે સંબંધી છીએ.
એક નવો તર્ક વિચારીએ. હું મારા શરીર ઉપર અને શરીરની અંદર અગણિત અબજો અબજો બેક્ટેરિયા, માઈટ્સ, પરોપજીવી સાથે જીવતો એક સજીવ છું તે હકીકત છે. હવે આજે મારું એક ફેમિલી છે. એનો હું કેન્દ્ર છું. પણ વર્ષો પહેલા આવું નહોતું, હું મારા પિતાશ્રીના કુટુંબનો એક ભાગ હતો. મારા ભાઈઓ અને બહેન સાથે પિતાશ્રીની આસપાસ ફરતા હતા. આમ જીવનચક્રની ગાડી પાછળ કરતા જઈએ તો મારા પિતાશ્રી વળી એમના પિતાશ્રીના કુટુંબના એક ભાગ માત્ર હતા, કેન્દ્ર નહોતા. આમ જીવનચક્રની ગાડી રિવર્સ કરતા જઈએ તો એક દિવસ ત્યાં આવશે કે પહેલો માનવ સમૂહ પેદા થયો હતો. એના કરતા વધુ રિવર્સ કરતા જઈએ તો આપણા પિતરાઈ ચિમ્પાન્ઝીના ફૅમિલીમાં પહોચી જઈશું. પણ આમ રિવર્સ ને રિવર્સ કરતા જ જઈએ તો કરોડો વર્ષ પહેલા પૃથ્વી ઉપર જીવન શરુ થયું ત્યાં પહોચી જવાશે. એક ડગલું(અબજો વર્ષનું) વધારે રિવર્સ જઈશું તો પૃથ્વી પેદા થઈ અને સુરજદાદાના કુટુંબનો ભાગ બની ત્યાં પહોચી જવાશે. જેમ હું અબજો જીવ જંતુઓ, બેક્ટેરિયા સાથે હરતો ફરતો એક સજીવ વ્યક્તિ છું કે તેમ જ આ પૃથ્વી પણ અબજો અબજો જીવ, જંતુ, પ્રાણીઓ,માનવો, વનસ્પતિ સાથે સૂર્યની આસપાસ હરતી ફરતી એક વ્યક્તિ સમજી લો. આ પૃથ્વી માટે, સૌર મંડળ માટે, આ ગેલેક્ષી માટે આપણે કોઈ બેક્ટેરિયાથી વધુ મહત્વ ધરાવીએ છીએ ખરા??
આ વિશાલ, અનંત, યુનિવર્સ જેમાં અબજો તારા ધરાવતી અબજો ગેલેક્સીઓ છે તેના સંદર્ભમાં ગણીએ તો પૃથ્વી એક જ વ્યક્તિ કે એક જ આત્મા ગણી શકાય કે નહિ???
સુપર્બ, રાઓલજી તમે એક પછી એક નવા વિષય, સરસ લઇ આવો છો.
LikeLike
પ્રશ્ર્નોના જવાબ :
(૧) આ પૃથ્વી માટે, સૌર મંડળ માટે, આ ગેલેક્ષી માટે આપણે કોઈ બેક્ટેરિયાથી વધુ મહત્વ ધરાવીએ છીએ ખરા?
ખાલી આપણે જ શા માટે? આ પૃથ્વી માતા અને દાદો સુર્ય પણ યુનીવર્સમાં તો પોઈન્ટનો કેટલામો ભાગ હશે તે પુછવું જોઈએ.
કરોડો અબજો નીહારીકાઓ અને દરેક નીહારીકામાં કરોડો અબજો તારાઓનો હીસાબ હમણાં જ કોઈક કહેશે અમારા વેદ, ઉપનીષદ, ઉઅપનીષદમાં કે મંત્રમાં ખબર છે.
(૨) આ વિશાલ, અનંત, યુનિવર્સ જેમાં અબજો તારા ધરાવતી અબજો ગેલેક્સીઓ છે તેના સંદર્ભમાં ગણીએ તો પૃથ્વી એક જ વ્યક્તિ કે એક જ આત્મા ગણી શકાય કે નહિ?
જો એક જ આત્મા હોય તો ઈશ્ર્વર, બ્રહ્મા, વીશ્ર્વકર્મા, આપ, હું અને નેટ ઉપરના મીત્રો થોડા એક જ હોઈ શકીએ? થોડુંક તો ચલાવવું જોઈએ ને?
LikeLike
Very good thoughts about race.
How much time did spend in writing this article?
પોલીસ ટીકીટ આપે ત્યારે કલરના ખાનામાં બ્લેક જ લખવાનો……….
Indians are called Asian…..even newspaper call us Indians
Race Alone categories (6):
Includes the minimum 5 race categories required by OMB, plus the ‘some other race alone’ included by the Census Bureau for Census 2000, with the approval of OMB.
White alone
Black or African-American alone
American Indian or Alaska Native alone
Asian alone
Native Hawaiian or other Pacific Islander alone
Some other race alone
http://factfinder.census.gov/home/en/epss/glossary_r.html#race
http://factfinder.census.gov/servlet/SAFFFacts?_event=Search&geo_id=&_geoContext=&_street=&_county=60106&_cityTown=60106&_state=04000US17&_zip=60106&_lang=en&_sse=on&pctxt=fph&pgsl=010&show_2003_tab=&redirect=Y
http://www.understandingrace.org/history/index.html
Brahmins have more Castes than shudra…………. http://www.vedah.net/manasanskriti/Brahmins.html#Various_Brahmin_Communities
Have a fun!
LikeLike
ભલે આપણે સહુ જુદાજુદા દેખાઈએ, બાયોલોજીકલ આપણે એકબીજા સાથે અંગત રીતે સંબંધી છીએ…ધ ડે આફ્ટર ટુ મોરો ફિલ્મ માં જેમ ભવિષ્ય ની કલ્પના ઓ પ્રદર્શિત કરી છે. તેના થી ઉલટી પ્રક્રિયા ના સમયચક્ર માં લઇ જઈ આપે સરળ શબ્દો અને તલ સ્પર્શી સંશોધન દ્વારા માનવ ઉત્પતી વિશે બહુ સરસ માહિતી આપી,ભારતીય વર્ણ વ્યવસ્થા નો અંત હવે નજીક જ લાગી રહ્યો છે. ક્યાંક સાંભળેલું છે કે ” કરોડો વર્ષ પહેલા થયેલા ભૂકંપો પહેલા હાલનું સાસણગીર જંગલ આફ્રિકા નો જ એક ભાગ હતો”.જ્યાં હાલ માં પણ નીગ્રો સમુદાય જેવા ચહેરા મોરા ધરાવતા “ડાડા” સીદી બાદશાહ લોકો વસવાટ કરે છે.
LikeLike
જગદીશભાઈ
આફ્રિકા સાથે ભારત જોડાયેલું હતું તે વાત સાચી છે. પણ સીદી બાદશાહ તો બહુ પાછળથી આવેલા. યાદ નથી, પણ કોઈ વેપારીઓ હોવા જોઈએ જે આ કોમને અહીં લાવ્યા હશે. જેમ કે બાજરો પહેલા ભારતમાં નહોતો. લાખો ફુલાણી કચ્છમાં બાજરો આફ્રિકાથી લાવેલા. કચ્છી ભાટિયા આફ્રિકા સાથે વેપાર કરતા. ભારત આફ્રિકા સાથે જોડાયેલું હતું તે વાતને કરોડો વર્ષો થયા. ભારત છુટું પાડીને એશિયન પ્લેટ સાથે અથડાયું તેમાં હિમાલય જન્મ્યો. બાકી ત્યાં સમુદ્ર હતો. હજુ અથડામણ ચાલુ જ છે. હિમાલય દર વર્ષે ઉંચો વધતો જાય છે. હમણાં પાકિસ્તનમાં ભૂકંપ આવ્યો હતો તેમાં ઘણા પહાડો ૧૬ ઈંચ ઊંચા વધ્યા છે.
LikeLike
આફ્રિકનો સૌ પહેલાં કચ્છમાં આવ્યા હોય એ શક્ય છે. આજે પણ સીદીઓ કચ્છમાં છે જ. (કદાચ કચ્છ અને સૌરાષ્ટ્રમાં એક જ સમયે આવ્યા હોય). આ ઘટના કરોડો વર્ષ જૂની નથી. માત્ર ૩૦૦-૪૦૦ વર્ષના ઇતિહાસની છે.
LikeLike
શ્રી.જગદીશભાઈ, પ્રથમ તો સ_રસ પ્રતિભાવ બદલ આભાર. એક હકિકતદોષ જણાયો તે પર નમ્ર ચોખવટ આપીશ.
’હાલનું સાસણગીર જંગલ આફ્રિકા નો જ એક ભાગ હતો’…એમ કહેવું એ પણ સામાન્ય રીતે અસત્ય ન ગણાય પરંતુ શાસ્ત્રીય રીતે એમ કહી શકાય કે સૌ પ્રથમની વિશાળ ટેક્ટોનિક પ્લેટ, ’ગોંદવાનાલેન્ડ’ પર હાલનું આફ્રિકા અને એશિયા (ખાસતો ભારતીય ઉપખંડ) સ્થિત હતા. ત્યાર પછી ઈન્ડીયન પ્લેટ અને માદાગાસ્કરનું વિભાજન થયું અને ઈન્ડીયન પ્લેટ ઉત્તર તરફ ખસતી યુરેશિયન પ્લેટ સાથે જોડાણી (જ્યાં હાલ હિમાલય પર્વતમાળા છે). આમ આફ્રિકાનું માદાગાસ્કર અને ગીર પ્રદેશ એક સમયે જોડાયેલા હતા તેમ કહેવું એ સત્ય જ છે પરંતુ ગીરમાં સીદીઓ વસે છે તે તેનો પુરાવો નથી ! (કારણ આ બંન્ને પ્લેટ્સ અલગ પડ્યાના લાખો વર્ષ પછી માનવજાતની ઉત્પતી થયાનું જણાય છે)
ગીરમાં વસતા સીદી લોકોને તો છેક તાજેતરના ઇતિહાસકાળમાં કોઈ નવાબ (કદાચ જંજીરાના, પાકું નથી) આફ્રિકાથી રાજના કર્મચારી તરીકે કે નોકરલેખે લાવેલા અને અહીં વસાવેલા જે પછીથી પારસીઓની માફક દૂધમાં સાકરની જેમ ભળી ગયા. આભાર.
LikeLike
લોકો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોતા થાય તો રેસિઝમ વગેરે દૂષણોમાંથી છૂટે ને?
આપણે ભારતીયો પણ ગોરી ચામડીથી પ્રભાવિત છીએ અને કાળી ચામડીને ખરાબ માનીએ છીએ. દિલ્હીમાં બસની મુસાફરી કરતાં જોયું કે એક આફ્રિકન વિદ્યાર્થીને ક્યાં ઊતરવું, ક્યારે ઊતરવું તે સમજાતું નહોતું અને એ કોઈ પ્રાણી હોય એમ એને સતાવવામાં મઝા આવતી હોય એમ ડ્રાઇવર જરા બસ રોકે, વળી ચલાવે, છેલ્લે, “કાલા કહીં કા…” કહીને ગાળો આપીને સ્ટૉપથી ક્યાંય દૂર બસ રોકીને ઉતાર્યો.
LikeLike
Notify me of follow-up comments via email. પર માર્ક કરતાં ભૂલી ગયો હતો એટલે ફરી આવ્યો છું!
LikeLike
આપણે સૌ તો ભાઈ अणोरपि अणियन महतोSपि महियान છીએ. પંકજ મલિકના ગીતની લીટી છે, तूं सबसे बड़ा और मैं तुज़से भी बड़ा हूँ.|
LikeLike
બાપુ, બહુ માહિતીપ્રદ લેખ.
માનવવંશ એ એક જ જાત હોવામાં ખરેખર તો કોઈ નવાઈ ન હોવી જોઈએ ! પરંતુ છતાં સ્થિતિવશ નવાઈ લાગે પણ છે ! એક યુરોપિયન અને એક આફ્રિકન બંન્ને એક જ ? ચાલો ભારતમાં આવો તો, એક સવર્ણ અને એક શૂદ્ર બંન્ને એક જ ? ચાલો ગુજરાતમાં આવો તો, એક અમદાવાદી અને એક કાઠીયાવાડી બંન્ને એક જ ? પછી તો, એક મેર અને એક દરબાર ? એક મેનેજર અને એક મજૂર ? એક ….એક …..એક ….. ???
પરંતુ આપના લેખના માધ્યમે જવાબ પણ એક જ મળે છે ! હા !! અને હા, આપે કરેલું ’બેકટ્રેકિંગ’ બહુ રસપ્રદ રહ્યું. જરા માટે અટકી ગયા, હજુ થોડું પાછળ જાઓ તો આવશે બિગબેંગ, જેમાંથી સમગ્ર બ્રહ્માંડનું સર્જન થયું તે કોસ્મિક ઈંડું, શૂન્ય !!! સરવાળે આપણું અસ્તિત્વ શું ? શૂન્ય ! A Big Zero !! (આમાં મારો વાંક ન કાઢતા ! આપ પ્રશ્ન તત્વચિંતનનો કરો અને પછી કહેશો કે મિત્રો તત્વચિંતનમાં બહુ વહી જાય છે 🙂 ) તો હવે ’હું’ કોણ ? વિજ્ઞાન પણ એ જ કહે છે તો ચાલો આપણે પણ આ સુંદર લેખ અને તેમાંનો એથી પણ સુંદર એકાત્મનો ભાવ પચાવી અને નવાવર્ષે, એકસાથે, કહીએ: “હમ સબ એક હૈ |”
LikeLike
આમતો જરા માટે અટકી નહોતો જવાનો, પણ અશોકભાઈ યાદ આવી ગયા થયું એમના માટે હવે બાકી રાખવા દે. તત્વચિંતનમાં વહેવાની મજા છે.
LikeLike
ભાઈ ભુપેન્દ્રસિંહ આપે માનવ જાત ના ઉપરછલ્લા વૈવિધ્ય માં પણ મૂળભૂત માં રહેલી આંતરિક એકતા નું સુંદર શબ્દિક ચિત્ર ઉભું કર્યું છે. સર્વે વાંચક મિત્રો ના અભિગમો પણ સમજ માં વધારો કરે છે.
શામ અને ગૌર ત્વચા ધરાવનારા મનુષ્યો વચ્ચે ના ફેલએલા પૂર્વગ્રહ
“ઉજળું એટલું દૂધ અને કાળા એટલા કોલસા નથી” કહેવત ની યથાર્ત્તા પુરવાર કરે છે.
LikeLike
Dear brother,
Very nice article, Homo sapiens – sapiens came in to existence about 20 lacs years ago. while you have forgotten one zero. The message given to “human race” is far reaching and important even spiritually. Science too can help in understanding nature and it’s laws.
LikeLike
આશરે ૨૫ લાખ વર્ષ થયા માનવ જાતને એપ્સ્માથી ઇવોલ્વ થયે. ૫ લાખ વર્ષ વૃક્ષ પર જ રહ્યો. ૨૦ લાખ વર્ષ થયા વૃક્ષ પરથી નીચે ઉતરે. અને હોમો સેપિયન તરીકે વિકાસ શરુ થયો આશરે ૨ લાખ વર્ષ પહેલા. ફેરફાર હોઈ શકે છે.
LikeLike
Pradeepkumar Raol sir,
Your mention of [The message given to “human race” is far reaching and important even spiritually] intrigued me and I reread the article માનવ વંશની એક જ જાત, માનવ to find spiritual dimension into this article. I am saying I find the spiritual dimension from top to bottom! The starting (top) of the article માનવ વંશની કોઈ અલગઅલગ જ્ઞાતિ નથી. માનવ વંશની એક જ કોમ છે, તે છે માનવ. નાત, જાત, કોમ બધું સામાજિક છે.
……………. ……………. and the end (bottom)
વિશાલ, અનંત, યુનિવર્સ જેમાં અબજો તારા ધરાવતી અબજો ગેલેક્સીઓ છે તેના સંદર્ભમાં ગણીએ તો પૃથ્વી એક જ વ્યક્તિ કે એક જ આત્મા ગણી શકાય કે નહિ???
ભાઈ અશોકભાઈ અને ભુપેન્દ્રસિંહ ની તત્વચિંતન માં વહી ને અનાદ માણવાની સુચકતા આનંદ આપે તેવી છે.
LikeLike
ઘણો જ સરસ લેખ. આવી ખુબ જ વાતો સાયન્સ ચેનલ પર જોયેલી છે અને લેખ વાંચવાની મજા આવી ગઈ….
LikeLike