દરેક મૅમલ પાસે કૉર્ટેક્સ છે, પણ ઘણા પાસે સાવ નજીવું હોય છે. જેટલું કૉર્ટેક્સ નાનું તેટલું તે પ્રાણી કુદરતી ન્યુરોકેમિકલ્સનાં રિસ્પૉન્સ ઉપર આધાર રાખવાનું, જે તે બચપણથી શીખ્યું હોય. જેમ કૉર્ટેક્સ મોટું તેમ એના ઑટમૅટિક રિસ્પૉન્સ સાથે પોતાના પાછલાં સ્ટોઅર કરેલા અનુભવો લક્ષમાં લઈને અડજસ્ટ કરશે. બસ અહી જ તકલીફ થતી હોય છે.
પ્રાણીઓ પાસે બ્રેન નાનું હોય છે, ન્યુરૉન્સ ઓછા હોય છે, માટે વિચારવાનું ખાસ હોતું નથી. ન્યુરોકેમિસ્ટ્રી જેમ દોરે તેમ દોરાવાનું. સર્વાઇવલ માટે લડ્યા કરવાનું, એક સ્ટ્રેસ પૂરો થાય એટલે બીજો જ્યાં સુધી ઊભો નાં થાય ત્યાં સુધી શાંતિ. માનવ પાસે મોટું વિચારશીલ બ્રેન છે, પુષ્કળ ન્યુરૉન્સ છે. માટે એકલાં ન્યુરોકેમિકલ ઉપર આધાર રાખવાનો હોય નહિ. મોટા બ્રેનમાં ઘણી બધી મૅમરી પણ ભરેલી હોય. એટલે માનવે જાત જાતની નવી નવી વ્યવસ્થાઓ શોધી કાઢી. હૅપી કેમિકલનો સ્ત્રાવ આનંદ આપતો હોય છે. પ્રાણીઓમાં તો નબળા પ્રાણીને મારીને દબાવીને ડૉમિનન્ટ બની જવાય, અને સિરોટોનીન(serotonin) સ્ત્રવે એટલે ખુશ. પણ માનવોમાં આવું કરી શકાય નહિ. એટલે માનવજાતે ચડતા ઊતરતા દરજ્જાની સર્વોપરી બનવાની એક સામાજિક વ્યવસ્થા શોધી કાઢી.
બે માનવ ભેગાં થાય, બાર થાય કે બે લાખ કોણ ઊંચું અને કોણ નીચું અચેતન રૂપે સરખામણી શરુ, અને ઉંચો સાબિત કરવાનું શરુ થઈ જાય. બહુ જટિલ રીતો માનવ બ્રેન શોધી કાઢતું હોય છે. દા.ત. મેં લખવાનું શરુ કર્યું ત્યારે મને કોઈ ઓળખતું નહોતું. મને થતું કે વિચારોનું બહુ મોટું યુદ્ધ મનમાં ચાલી રહ્યું છે, એને શબ્દોમાં પરોવીએ, કોઈ વાંચે કે ના વાંચે નિજાનંદ માટે લખીએ. પણ પ્રતિભાવ શરુ થયા, બહુ સારું લખો છો, આવા એક બ્લૉગની જરૂર હતી, વગેરે વગેરે.
હવે સાચો નિજાનંદ શરુ થયો. હવે લાઇકના ઝબુકીયાં, કૉમેન્ટ્સ, પ્રતિભાવો, થતા વખાણ, વાદવિવાદ બધું મજા અર્પવા લાગ્યું. મિત્રોની કૉમેન્ટ્સ ના આવે તો ડોપમીન(dopamine) સ્ત્રાવ ઓછો થઈ જતો લાગ્યો. પોસ્ટ બેત્રણ દિવસ ટૉપ ઉપર રહે તો વળી ઓર મજા આવે. હું તો નિજાનંદ માટે લખું છું, મને કોઈની પડી નથી કોઈ વાંચે કે ના વાંચે તે એક દંભ થઈ ગયો કે નહીં ? દરેક માનવ પોતપોતાની રીતે Social dominance hierarchy ઊભી કરી નાખતો હોય છે.
રમતવીરની એની પોતાની દુનિયા હોય છે, ઘણાને ટપાલ ટીકીટો ભેગી કરવાનો હોબી હોય છે. એક ઉદ્યોગપતિને જૂની પુરાણી ઍન્ટિક ગાડીઓ ભેગી કરવાનો શોખ હતો. હવે ટપાલ ટીકીટો ભેગી કરનારા, કે સિક્કા ભેગા કરનારાઓ, કે જૂની પુરાની ગાડીઓ ભેગા કરનારાઓમાં પ્રથમ આવવાનું મહત્વનું બની જવાનું. ધન ભેગું કરીને સમાજમાં સર્વોપરી બનવાનું ઘણું બધું ધ્યાન અને મહેનત માંગી લે તેવું હોય છે, પણ માણસ નવા સામાજિક નુસખા શોધી કાઢતો હોય છે. આકર્ષકતા, નૉલેજ, શારીરિક સામર્થ્ય, આધ્યાત્મિકતા, પદ, પ્રતિષ્ઠા વગેરે ઉપર આધારિત ઊંચા નીચાની એક પૅટર્ન શોધી કાઢવામાં આવે છે.
દરેક માનવીનું બ્રેન સ્વતંત્ર છે પોતાની રીતે એના અનુભવો અને માહિતી પ્રમાણે પોતાની હાઇઆરાર્કી બનાવવા માટે. આનાથી પોતાનું સ્ટૅટ્સ વધે તો સુખ અર્પતું હોય છે. જો બીજા તમારું સ્ટૅટ્સ કબૂલ કરે તો હૅપી કેમિકલનો ફ્લો બ્રેનમાં વધી જતો હોય છે. જો કે આપણે કહેતા હોઈએ છીએ કે સુખ દુખ મને કોઈ અસર કરતું નથી. કે તમે ભલે કબૂલ નાં કરો, પણ હૅપી કેમિકલ એક હકીકત છે, સનાતન સત્ય છે.
પ્રથમ આવવું સુખ આપતું હોય છે. પછી ભલે એના રસ્તા અલગ અલગ હોય. ભલે ગીતાના અનાસક્ત યોગની વાતો કથાકારો કરતા હોય કે કથામાં જાત જાતની ફિલૉસફી ફાડતા હોય, પણ એમની પ્રથમ બની રહેવાની સ્ટાઇલ અલગ હોય છે. બાબા રામદેવની અસ્કયામતો ૧૧૦૦૦ કરોડનાં જંગી અંકે પહોચી ગઈ છે તેવું કહેવાય છે. હાઈ-સ્ટૅટ્સની બાબાની હાઇઆરર્કી યોગને સીડી બનાવી ક્યાંથી ક્યાં પહોચી ગઈ ? આપણી રીપ્રૉડક્ટિવ સફળતા એકદમ તરત હાઈ-સ્ટૅટ્સને અનુલક્ષીને હોતી નથી. કારણ આપણે માનવોએ રીપ્રૉડક્ટિવ સકસેસ માટે અસંદિગ્ધ કૉન્સેપ્ટ ઊભા કરેલા છે. જે પ્રથમ આવે તેને સ્ત્રી ઉપલબ્ધ થાય અને DNA ટ્રાન્સ્ફર કરી શકીએ. બાબા ભલે એમના DNA ટ્રાન્સ્ફર ના કરે પણ પ્રથમ આવવું અને હૅપી કેમિકલનો સ્ત્રાવ એ સનાતન સત્ય છે.
પણ કેમિકલ લોચો એ થાય છે કે આ ન્યુરોકેમિકલ્સ આખો દિવસ રિલીસ થાય નહિ. માટે હૅપી રહેવા હાઈ-સ્ટૅટ્સને, સામાજિક સર્વોપરિતાને, રોજ રોજ અપડેટ કરતા રહેવું પડતું હોય છે. પણ ઘણીવાર આપણે ખૂબ પ્રયત્નો છતાં પદ, પ્રતિષ્ઠા, માન સન્માન, સામાજિક સ્વીકાર, હાઈ–સ્ટૅટ્સ સોશિઅલ ડૉમિનેશન મેળવવામાં ફેલ જતા હોઈએ છીએ. ઘણીવાર જે સ્ટૅટ્સ ઑલરેડી મેળવેલું હોય તે પણ ખતરામાં પડી જતું જણાય છે, ત્યારે આપણે ભલે કહીએ કે મને કોઈ ફરક પડતો નથી, સુખ દુઃખમાં હું સમાન છું, પણ અનહૅપી કેમિકલ્સ સ્ત્રવે તે હકીકત છે સનાતન સત્ય છે.
ગુરુઓ કે મહાન આત્માઓ ભલે કહે કે મહત્વાકાંક્ષા રાખવી નહિ, કે સ્ટૅટ્સની ચિંતા કરવી નહિ. પણ તે લોકો પણ જાતે મિલ્યન્સ ઑફ યર્સ થી ઘડાયેલી આ વ્યવસ્થા બહાર જઈ શકતા નથી. મૅમલ બ્રેન હંમેશા હૅપી કેમિકલ્સનો સ્ત્રાવ ઇચ્છતું હોય છે અને અનહૅપી કેમિકલનો સ્ત્રાવ અવૉઇડ કરતું હોય છે. મહાત્માઓ શું કરી શકવાના હતા?
ઘણીવાર લોકો આ અથડામણ ટાળવા માટે કહેતા હોય કે મને તો પદ પ્રતિષ્ઠાની કઈ પડી નથી. અને બીજાની પ્રતિષ્ઠા વધારવામાં મદદ કરતા હોય છે, અને આમ તે લોકોની પ્રતિષ્ઠાની ભૂખ બીજાની પ્રતિષ્ઠામાં, પદમાં અને સ્ટૅટ્સમાં પૂરી થતી હોય છે. જેમ કે ભારતની ટીમ જીતે તો આખા દેશના લોકોના બ્રેનમાં સિરોટોનીન સ્ત્રાવ વધી જાણે કોઈ મહાજંગ જીતી ગયા હોય તેમ ખુશ થઈ ઉઠતા હોય છે. એમાય સામે પાકિસ્તાનની ટીમ હોય અને જીતી જવાય તો ?? ભલે હું કદી ક્રિકેટ રમ્યો હોઉં નહિ, પણ અહી ટીવી ઉપર જોઇને આનંદ અનુભવતો હોઉં છું. પ્રથમ આવવાની મહેનત તો ખેલાડીઓ કરે છે, એમાં મારું યોગદાન કેટલું ? પણ એમના પ્રથમમાં મારો પ્રથમ સમાઈ જવાનો.
માનવમનની સોશિઅલ ડૉમિનન્સ હાઇઆરાર્કી એટલી બધી કૉમ્પ્લિકેટેડ છે કે ના પૂછો વાત, આ દરેક સાહિત્યકારો, પત્રકારો, કે બીજા કોઈપણ દરેકને પોતાના ક્ષેત્રમાં તો પ્રથમ આવવું જ હોય છે, એમાં હું પણ મારી રીતે આવી જાઉં. હમણાં એક ભાઈએ મને જણાવ્યું કે ન્યુ જર્સીમાં ૩૦૦ મિલ્યન્સ ડૉલર્સનું મંદિર બને છે, તે વખતે તેમના મુખ ઉપર ભાવ જાણે તેઓ પોતે ગ્રીનીઝ બુકમાં રિકૉર્ડ નોંધાવવાના હોય તેવો હતો.
મૅમલ બ્રેન એની સર્વાઇવલ સ્ટ્રેટેજીનાં રિપૉર્ટ કૉર્ટેક્સને શબ્દોમાં આપતું નથી. એ ખાલી ન્યુરોકેમિકલનાં સ્ત્રાવ કરતું હોય છે. આપણી જુદી જુદી જરૂરીયાતોને લક્ષ્યમાં લઈને તે ખૂબ સ્ટ્રગલ કરતું હોય છે. આપણે જેમ કાર ચલાવતી વખતે બ્રેક અને એક્સલરેટર વારંવાર વારાફરતી મારતા હોઈએ છીએ. તેમ મૅમલ બ્રેન વારાફરતી વારંવાર કેમિકલ્સ રિલીસ કર્યા કરતું હોય છે, આનો કોઈ અલ્ટિમેટ ઉપાય છે નહિ. એટલે આપણને બીજાની જોહુકમી કે પદ પ્રતિષ્ઠાની હોડ જલદી જણાય છે પણ પોતાની હોડ જણાતી નથી. બીજાની social dominance માટેની ઇચ્છા આપણને ચેતવતી હોય છે કે આપણું social dominance ખતરામાં છે.
મૅમલ બ્રેન સાથે માનવ તરીકે જન્મ લેવો અતિ કઠિન કામ છે. હતાશાઓનો કોઈ પાર હોતો નથી. મૅમલ બ્રેન સીધા કેમિકલ્સ રિલીસ કરતું હોય છે અને વિચારશીલ કૉર્ટેક્સ એના માટે દવા તરીકે, ઉપાય તરીકે જાત જાતના નુસખા શોધતું હોય છે. પ્રૉબ્લેમ એ છે કે કૉર્ટેક્સ શબ્દોની ભાષા જાણે છે અને મૅમલ બ્રેન શબ્દોની ભાષા જાણતું નથી, ફક્ત કેમિકલની ભાષા જાણે છે, એટલે માનવોને સમજ પડતી નથી કે તેઓ શું કરી રહ્યા હોય છે.
દરેકને પ્રથમ આવવું હોય છે. પ્રથમ બનવાની હોડ સારી નહિ તેવા ઉપદેશો આપનાર પણ પ્રથમ આવવાની હોડમાં સામેલ હોય છે. એટલે સારા ગણાતા માનવોને લાગે કે દુનિયા ખરાબ છે. દુઃખ સિવાય અહી કશું નથી. માટે બુદ્ધે કહ્યું કે સંસાર દુખ છે. આપણે જે Frustrations ભોગવીએ છીએ તે આ પૃથ્વી પહેલા પગરણ મૂકનાર માનવે પણ ભોગવ્યા જ હશે, તેવું રિસર્ચ કહે છે. દરેક જણ આ વિચિત્ર ન્યુરોકેમિકલ્સની વ્યવસ્થાને મૅનેજ કરવા ખૂબ સ્ટ્રગલ ચેતન કે અચેતન રૂપે કરતા હોય છે. ખાસ તો પોતાના મૅમલ બ્રેનને સમજવું અને સ્વીકારવું તે જ ઉત્તમ છે.
આપણું બ્રેન કુદરતી રીતે હેપીનેસ માટે સિલેક્ટ થયેલું નથી, તે સિલેક્ટ થયું છે reproductive success માટે. સંતાનો કે વારસદારો ખૂબ પેદા કરો તેવો કોઈ હેતુ આજના લોકો માટે ખાસ નાં હોય તે સ્વાભાવિક છે. પણ આપણું બ્રેન વિકાસ પામ્યું ત્યારે મોટાભાગના લોકો વારસદાર પેદા થાય તે પહેલા જ નાશ પામી જતા. વારસો પેદા કરવા તે મુખ્ય માપ તોલ ગણાતું કે માણસ કેટલો સફળ છે. ભલે તે હેતુ અચેતન રૂપે હોય.
હવે આજે શક્ય બન્યું છે કે સેક્સ ભોગવીને પણ બર્થ કંટ્રોલ સાધનો વડે વારસો પેદા ના કરવા હોય તો તે વાત બની શકે છે. એટલે આધુનિક માનવી એની શક્તિઓ બીજા ભવ્ય વારસા મૂકતો જવામાં વાપરી શકે છે. જેવું કે કળા, નૃત્ય, ટેક્નોલૉજી, અને બીજું ઘણું બધું પાછળની પેઢીના જીવનને ભવ્ય બનાવી શકે છે. સ્ટીવ જૉબ ભાવી પેઢીની હથેળીમાં ફોન વત્તા કમ્પ્યૂટર આપીને ગયા. ૧૯૫૫માં આ જગત આઈનસ્ટાઇનને ગુમાવે છે અને સ્ટીવ જૉબને મેળવતું હોય છે. ઘણા બધા સંતાનો પેદા કરવા તેના બદલે ઓછા પણ સક્ષમ પેદા કરવા તે આધુનિક માનવીનું પ્રયોજન હોય છે.
આપણે કરોડો વર્ષના વારસા રૂપે મળેલા બ્રેન સાથે જ જીવવાનું હોય છે. આપણે બેસિક મેમલિઅન બ્રેન મળેલું છે તેમાં કોઈ ફેરફાર કરી શકવાના નથી. એનો કોઈ ઉપાય નથી. આપણે ફક્ત એક જ કામ કરી શકીએ કે ન્યુઅરલ નવા રસ્તા બનાવીને લિમ્બિક સિસ્ટમ સાથે જોડી શકીએ, તે ખૂબ કપરું કામ છે. આપણે આપણાં પોતાના મૅમલ બ્રેનને મૅનેજ કરી શકીએ, બીજો કોઈ કરી શકે નહિ. આપણે કાયમ ઇચ્છતા હોઈએ કે કાયમ હૅપી કેમિકલ્સ રિલીસ થયા કરે અને આનંદિત રહ્યા કરીએ, પણ આપણું યંત્ર તે રીતે વિકાસ પામેલું નથી. સર્વાઇવલ માટે કામ લાગે ત્યાં ત્યાં હૅપી કેમિકલ્સ રિવૉર્ડ રૂપે રિલિસ થતા હોય છે. એટલે જો હૅપી કેમિકલ્સનાં હૉજમાં આખો દિવસ સ્નાન કર્યા કરીએ તો સર્વાઇવલ માટે જે કરવાનું હોય તે કરે કોણ ?
આ કેમિકલ લોચા નાહિંમત કરનારા છે. માટે મૅમલ બ્રેનને સમજવાને બદલે લોકો સંસાર છોડીને ભાગી જતા હોય છે. ન્યુરોકેમિકલ રિવૉર્ડ માટે જોખમ લેવું પડતું હોય છે. કારણ જોખમ reproductive success માટે અનિવાર્ય છે, જે ખાલી સર્વાઇવલ પૂરતું નથી હોતું. હૅપી કેમિકલ્સનાં ડૉસ માટે, પણ કાયમ નવી નવી તક શોધવી પડતી હોય છે. કારણ આજ બ્રેન આપણાં પૂર્વજોના સર્વાઇવલ માટે કારણભૂત બનેલું હોય છે. માટે સતત ઉદ્યમ કરતા રહેવું, ’ઉદ્યમો ભૈરવ’….પણ સાધુઓ આ વાત સમજ્યા નહિ અને સંસાર છોડીને ભાગી ગયા, સાથે મૅમલ બ્રેન તો લેતા જ ગયા અને ત્યાં જંગલમાં કે આશ્રમમાં એક નવો સંસાર વસાવીને ફરી પાછા એના એજ.
.
.
શ્રી રાઓલ સાહેબ,
બહુ જ મજા આવી, ભરપુર માહિતી મળી, વખાણ માટે શબ્દો મળતા નથી.
આભાર…………………
.
.
LikeLike
==
આ કેમીકલ લોચા એટલે સુરતના ઉંચા લોચા…..
સાધુઓ આ વાત સમજ્યા નહિ અને સંસાર છોડીને ભાગી ગયા……..
મોરારીબાપુ રેશનલીસ્ટ મીત્રોને દાન આપે છે.
સ્ટીવ જોબ ભાવી પેઢીની હથેળીમાં ફોન વત્તા કોમ્પ્યુટર આપીને ગયા એવું કાંઈક મોરારીબાપુ આપે તો ખબર પડે.
….. …. દા.ત. મેં લખવાનું શરુ કર્યું ત્યારે મને કોઈ ઓળખતું નહોતું. મને થતું કે વિચારોનું બહુ મોટું યુદ્ધ મનમાં ચાલી રહ્યું છે, એને શબ્દોમાં પરોવીએ, કોઈ વાંચે કે ના વાંચે નિજાનંદ માટે લખીએ. પણ પ્રતિભાવ શરુ થયા, બહુ સારું લખો છો, આવા એક બ્લોગની જરૂર હતી, વગેરે વગેરે.
વાંચનારાઓ થોડીક લીટી પોતાની કે કટ પેસ્ટ કરીને લખી બતાવે તો ખબર પડે સાંબેલામાંથી સુર નીકળે છે.
રાઓલ બાપુ અમને પણ મજા આવે છે……
LikeLike
મોરારીદાસ સફળ બીજનેસમેન છે. રેશનાલીસ્ટ મિત્રોને પોતાના બનાવી લેવાની એક જાતની આવડત છે.
LikeLike
wow! bravo. What a fantastic article with easy wording to understand for lay man.
I loved this one most..thx
LikeLike
ખૂબ ખૂબ આભાર ભાઈ.
LikeLike
સુપર્બ. તમારા વિચારો અને લેખો ઘણી બાબતોના જવાબ આપે છે અને હું એનો ઉપયોગ મારા બ્લૉગ સિવાય બીજે કરવા માગું છું. એટલે કે હું ચન્દ્રની જેમ (સૂરજની જેમ નહીં!) પ્રકાશવા માગું છું. પરવાનગી આપશો (ક્રેડિટ જરૂર આપીશ).
LikeLike
મોટાભાઈ આપે પરવાનગી માંગવાની ના હોય. આભાર.
LikeLike
આખો લેખ ખૂબ ધારદાર છે. તેમાં પણ નીચેનું વાક્ય તો ખાસ.
“માટે મેમલ બ્રેઈનને સમજવાને બદલે લોકો સંસાર છોડીને ભાગી જતા હોય છે.” “સાધુઓ આ વાત સમજ્યા નહિ અને સંસાર છોડીને ભાગી ગયા”
એટલે જ મોક્ષની કલ્પના ખરેખર તો પલાયનવૃત્તિનો આવિર્ભાવ છે. શરીર સાથે સંકળાયેલા દુઃખ ના જોઈએ તેથી શરીર જ ના મળે તેવું કરવા જઈએ તેને મોક્ષની સાધના કહીને બિરદાવીએ છીએ.
LikeLike
ભાઈ આમ જ ભારત દેહ વિરોધી થઇ ગયું. ઉપવાસ અને વ્રતો કરી દેહને કંગાળ બનાવી દેવાનો. દેહની ગરિમા ભૂલાઈ ગઈ. મોક્ષની કલ્પનામાં રાચતા ભારતીયો સંસારની મજા માણવાનું ભૂલ્યા. અને પછી ચડ્યો આધ્યાત્મિકતાનો આફરો. આભાર.
LikeLike
ભાઈ આમ જ ભારત દેહ વિરોધી થઇ ગયું. ઉપવાસ અને વ્રતો કરી દેહને કંગાળ બનાવી દેવાનો. દેહની ગરિમા ભૂલાઈ ગઈ. મોક્ષની કલ્પનામાં રાચતા ભારતીયો સંસારની મજા માણવાનું ભૂલ્યા. અને પછી ચડ્યો આધ્યાત્મિકતાનો આફરો.
100%+++++++++++++
LikeLike
ઉપવાસ અને વ્રતો કરી દેહ કંગાળ બનાવી દેહ ની ગરીમા ભૂલી જાય તેઓ ને માટે આપનો આ લેખ વાંચે તો ચોક્કસ આમાંથી ઘણું સપ્લીમેન્ટ વિટામિન્સ મળે એમાં કોઈ શક નથી ,જાગ્યા ત્યાંથી સવાર . તેઓ માટે ,જેઓ ને લાગુ પડે તેમને બંધ બેસતી પાઘડી પહેરવાની છૂટ છે ,પહેરવી હોય તો, ના પહેરવી હોય મરજી તેઓની . …..હવે તો સુધરો કંઈક , દુખ લાગે તો ઉપવાસ નહિ કરતા બે રોટલા વધારે ખાજો ……….મને ક્રેડીટ નથી જોઈતી પરંતુ રાઓલજી સર ને તો આપો હું તો ખોબા ભરી ભરી ને આપું છું .
LikeLike
રશ્મિકાન્તભાઈ લખે છેઃ “મોક્ષની કલ્પના ખરેખર તો પલાયનવૃત્તિનો આવિર્ભાવ છે.”
આ તદ્દન સાચી વાત છે. માત્ર વ્યક્તિગત શારીરિક દુઃખની જ વાત નથી; ખરેખર તો આપણા સમાજમાં હજી પણ ટ્રાઇબલિઝમ છે અને વ્યક્તિવાદી વલણોનો વિકાસ નથી થયો. આથી મોક્ષની કલ્પના એવી છે કે બધાં બંધનોથી છૂટીને (માતા પિતા સહિત) એકલાજ સુખને માર્ગે જવું. જે વાસ્તવિક જીવનમાં સિદ્ધ નથી કરી શકતા તે
આધ્યાત્મિકતાને નામે સિદ્ધ કરવું છે! આ પલાયનવાદ સિવાય બીજું કઈં નથી.
આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ પરલોક સુધારવાને બદલે આ લોક સુધારવામાં કર્યો હોત તો ખરેખર ભારત મહાન દેશ હોત.
LikeLike
अङ्गं गलितं पलितं मुण्डं दशनं विहीनं जातं तुण्डं;
वृध्धो याति गृहीत्वा दण्डं तदपि न मुञ्चत्याशापिण्डं|| —જ્યાં મેમલ brain રસાયણ ઉત્પન્ન કરતા હોય ત્યાં
માનવી આશાઓ કેવી રીતે છોડી શકે.? આપની સીધી સાદી અને સરળ ભાષા સમજવામાં બહુ આસાન છે.
આપના લેખો વાચવાની બહુ મજ્હા આવે છે.જ્ઞાન સાથે આનદ મળેછે. આપ બ્લોગ contestmaa પ્રથમ આવો એજ અપેક્ષા .
LikeLike
આપ વોટ આપશો તો આવશે ને?
LikeLike
આપના લેખો વાચવાની બહુ મજ્હા આવે છે.જ્ઞાન સાથે આનદ મળેછે. આપ બ્લોગ contestmaa પ્રથમ આવો એજ અપેક્ષા .૧૦૦%+++++++++++++++++++ન ઇતિ ન ઇતિ
LikeLike
આપના લેખો વાચવાની બહુ મજ્હા આવે છે.જ્ઞાન સાથે આનદ મળેછે. આપ બ્લોગ contestmaa પ્રથમ આવો એજ અપેક્ષા .
100%++++++++++++++++++++++++NO LIMIT ન ઇતિ ન ઇતિ
LikeLike
આવો જ એક બીજો શ્લોક પણ છે જેનો અર્થ થાય છે “જેની પાસે એક રૂપિયો હોય તે સો રૂપિયાની આશા રાખે; સો વાળો હજારની; હજાર વાળો લાખની. લખપતિ રાજા થવા ઈચ્છે; રાજા ચક્રવર્તી; ચક્રવર્તી ઇન્દ્રપદ; ઇન્દ્ર બ્રહ્મા, બ્રહ્મા શિવ અને શિવ હરિ (વિષ્ણુ) થવા માંગે. આશાનો અંત કોઈ પામ્યું છે?”
LikeLike
હું તો નિજાનંદ માટે લખું છું, મને કોઈની પડી નથી કોઈ વાંચે કે ના વાંચે તે એક દંભ થઈ ગયો કે નહીં?
“માટે મેમલ બ્રેઈનને સમજવાને બદલે લોકો સંસાર છોડીને ભાગી જતા હોય છે.” “સાધુઓ આ વાત સમજ્યા નહિ અને સંસાર છોડીને ભાગી ગયા”
————————-
મારી સાથે આવું થતા થતા રહી ગયું.. બાળપણમાં જબરજસ્ત બ્રેઈનવોશની કોશિશ કેટલીક સાધ્વીજીઓએ કરેલી. પણ મારી મમ્મી બહુ હિંમતવાળી.
મને કહે, પરણવું ના હોય(સંસાર અસાર લાગતો હોય તો) એકલા સ્વતંત્ર મહેનત કરીને સ્વમાનભેર જીવવાનું પણ ભૂલેચૂકે આ ભિક્ષામદેહી કરવાની જરૂર નથી. એ તો કાયરતા છે.
બીજું કે ‘કોઈ મને જવાબ આપી શકતું નહિ કે સ્ત્રી મહારાજ આચાર્ય કેમ ના બની શકે?’ એક જ વાહિયાત જવાબ મળે, ‘શાસ્ત્રોમાં કીધું છે’.
ત્રીજું, સ્ત્રી મહારાજ ને પુરુષોથી વંદન ના કરાય એ જાણીને ઘણો આઘાત લાગેલો. કે અહીં તો ખાલી ભેદભાવ જ છે.
અને ચોથું કે મને પોતાને થયું, ત્યાં જવા પહેલા પણ મને ક્રમિક પગથિયા (આચાર્યની પદવી જ દેખાય છે) જ ચઢવા છે, માટે કશું છૂટતું તો છે જ નહિ તો દંભ શા માટે? આ દુનિયામાં સાધુ સાધ્વી કરતા વધુ ઉપયોગી માણસની ઈચ્છાશક્તિના આવિષ્કાર રૂપ થયેલી શોધો અને સાધનો છે. તો એને ત્યાગ્વાથી શું ફાયદો?
પાંચમું, બે દિક્ષા સાવ ભણવામાં નાપાસ થાય એવી છોકરીઓની જોઈ પછી મારે એવી જમાતમાં સામેલ થવાની કોઈ જ જરૂર જણાઈ નહિ. હું ભક્તિમાર્ગી કરતા જ્ઞાનમાર્ગી વધુ પણ મારા સવાલોના સરસ અને સંતોષકારક જવાબો મળતા નહિ. એ ઉપરાંત મને સમયસર સમજાઈ ગયું કે આ તો બીજો સંસાર જ છે. બીજું કશું નથી.
સરવાળે દંભી બનવાનું છોડી દીધું (ટીલા – ટપકા) અને આત્મશ્રધ્ધા અને ઇચ્છાશક્તિ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. અને એટલે જ મને મનોવિજ્ઞાન ગમે છે. કારણકે મને પોતાને ઓળખવું ગમે છે. અને એટલે મને આ બ્લોગ પણ ગમે છે. (તમારું લખાણ પણ ગમે છે.):))
LikeLike
બહેન હીરલ,
તમને અને ખાસ કરીને તમારાં મમ્મીને અભિનંદન!
જૈનોમાં નાની વયે સાધુ-સાધ્વી બનાવવાની આ પ્રથા એક જાતનો અત્યાચાર જ છે. સ્વામીનારાયણ સંપ્રદાયમાં અને બૌદ્ધોમાં પણ આ પ્રથા છે.
બાળ વિવાહ પર પ્રતિબંધ મૂકી શકાય તો બાળ સાધુત્વ પર શા માટે પ્રતિબંધ ન મૂકી શકાય? બન્નેમાં અજ્ઞાનનો જ લાભ લેવાય છે.
LikeLike
Thanks.
I agree to your point about baldiksha.
નાગરિક શાસ્ત્ર પ્રમાણે ૧૮ વરસ સુધી શિક્ષણનો અધિકાર દરેક બાળકનો અધિકાર છે. એનો ભંગ છડે ચોક થાય છે કારણકે બાળમાનસનું બ્રેઈનવોશ થાય છે.
મારી મમ્મી આ અધિકારની વાત ઘણીવખત કરતી એટલે ૧૮ વરસ સુધી કોઈ નિર્ણયો લેવા ના જ જોઈએ એવું નક્કી કરેલું અને ત્યાં સુધીમાં તો શાળાનું સાચું શિક્ષણ અને જીજ્ઞાસાવૃત્તિ, વાંચન, અવલોકનવૃત્તિ, અને ઉંચી કારકિર્દીના સ્વપ્નો બધાને કારણે બ્રેઈનવોશ માટે જગ્યા જ ના બચી.
LikeLike
હિરલ
આપની મોમને સલામ કરવી પડે કે વિચારતા શીખવ્યું. તમને જે દેખાયું તે વિચારવાની પ્રક્રિયાનું કારણ છે, બાકી આ દેશમાં વિચારે છે જ કોણ?
LikeLike
હિરલબહેન,
હું તો નિજાનંદ માટે લખું છું……….. શબ્દ પ્રયોગ મને ગમ્યો.
તમારા લખેલ વિચારો એ મને ગાર્ગી અને જહાંસી ની રાણી ની વિદ્વ્વતા અને હિમત ને યાદ આપવી.
તમાર માતુશ્રી એ કરેલા સંસ્કાર સિંચન ને સલામ કરું છું.
LikeLike
ભાઈ આભાર, પણ આ ‘નિજાનંદ’ વાળું વાક્ય તો ભાઈ શ્રી ભુપેન્દ્રભાઈનું છે. લેખમાંથી ગમ્યું એટલે કમેન્ટમાં લખ્યું છે કે વાત સાચી છે, આપણે આપણા મનના ખૂણે રહેલા દંભને ઓળખતા નથી. પણ પોતાને ઓળખવાનો પ્રયત્ન કરીએ તો આપણે ઘણું પામી શકીએ છીએ.
—
બીજું, ભુપેન્દ્રભાઈ અને આપનો આભાર,
સાચી વાત છે કે માતા જ બાળકને વિચારતા શીખવી શકે. જો કે પપ્પાનો ભલે લીમીટેડ ટાઈમ મળે, પણ એની પણ ઘણી અસર પડે.
ગુજરાતીના લેશનમાં મમ્મી જાતે વિચારીને નિબંધ, વિચાર વિસ્તાર, સુભાષિત એવું બધું લખવા પ્રોત્સાહિત કરતી. અને ગણિતમાં પપ્પા.
—
ટુકમાં વિચારવાની પ્રક્રિયા બાળક ઘરમાંથી/જાત અનુભવમાંથી જ શીખે છે, એની તોલે કોઈ શાળા ભાગ્યે જ આવી શકે.
ભુપેન્દ્રભાઈ, એક લેખ વિચારવાની પ્રક્રિયા (મનોવિજ્ઞાન ની દ્રષ્ટિએ લખો. બધાને વાંચવું ગમશે)
LikeLike
જબરદસ્ત!! કાલે જ મારે એવી વાત થઇ મને કોઈક એ પૂછ્યું કે આનંદ માં છો? ને તોહ મેં કીધું ના આનંદ માં નથી પણ નિજાનંદ માં જરૂર છું!! તો મને એ કહે કે એ બેય એકજ!! ઘણા ને ખબર પડે પણ જેને સમજાય એ બરોબર! રામ કથા કરવા બાપુ રોજ બોટ માં આવ જાવ કરે છે એવું જાણવા મળ્યું છે !! (w .r .t .મોરારી બાપુ :- ” પણ એમની પ્રથમ બની રહેવાની સ્ટાઇલ અલગ છે “!!) મેનેજમનત સીખવા જેવું છે !!
LikeLike
dear brother,
ઘણા બધા સંતાનો પેદા કરવા તેના બદલે ઓછા પણ સક્ષમ પેદા કરવા તે આધુનિક માનવીનું પ્રયોજન હોય છે……..That is what great philosopher Friedrich Nietzsche said ” Not mankind, but superman is the goal.” The very last thing a sensible man would undertake would be to improve mankind: mankind does not improve, it does not even exist – it is an abstraction; all that exists is a vast ant-hill of individuals. …..Better that societies should come to an end than no higher type should appear….”
Some hard words by the philosopher nevertheless there is truth in them.
What you call need for “happy chemical” is in psychology described as “pleasure principle. ” Then “ego” and its morality come in to picture and does not allow the human beings to obtain pleasure. The conflict begins and may result in to many neurosis or mental problems. Good article.
LikeLike
nice article
LikeLike
“હું તો નિજાનંદ માટે લખું છું, મને કોઈની પડી નથી કોઈ વાંચે કે ના વાંચે તે એક દંભ થઈ ગયો કે નહીં?”
જો કોઈ વ્યક્તિ નિજાનંદ માટે જ બ્લોગ ચલાવતી હોય તો પછી તેના પર કેટલા મહેમાનો આવી ગયા છે તેનું કાઉન્ટર શા માટે રાખે?
LikeLike
કાઉંટર એટલા મા્ટે કે કોઈ આવે તો એમની હાજરીની મઝા લઈ શકાય અને દ્રાક્ષ ખાટી હોય તો નિજાનંદ તો છે જ! સમગ્ર માનવીય પ્રવૃત્તિ બીજા સાથે જોડાવા મા્ટેની છે, માત્ર ધર્મશાસ્ત્રો અલગ જવાનું શીખવે છે, એટલે જ નિજાનંદ શબ્દ આવ્યો છે.
LikeLike
Dear brother “હું તો નિજાનંદ માટે લખું છું, મને કોઈની પડી નથી કોઈ વાંચે કે ના વાંચે તે એક દંભ થઈ ગયો કે નહીં?” “હું તો નિજાનંદ માટે લખું છું, મને કોઈની પડી નથી કોઈ વાંચે કે ના વાંચે તે એક દંભ થઈ ગયો કે નહીં?” “હું તો નિજાનંદ માટે લખું છું, મને કોઈની પડી નથી કોઈ વાંચે કે ના વાંચે તે એક દંભ થઈ ગયો કે નહીં?”
Wonderful, comment . Majja aavi gai. Human mind always lives in contradictions.
LikeLike
==
નીજ આનંદની વ્યાખ્યા કરવી કે નીજ આનંદ વીષે લખવું એ અઘરું છે.
નીજ આનંદને અંગ્રેજીમાં શું કહેતા હશે?
આત્મા પરમાત્મા જેવું છે?
ગટરના કીડા, કીચડમાં દુક્કરોની વસ્તી કે કુતરાને પુછડી પટપટાવતા જોઈ અદેખાઈ કે હરીફાઈ કરવા જેવી છે.
બાપુ લખ્યા કરો અમને વાંચવાની મજા આવે છે.
LikeLike
વોરાસાહેબ, જે પ્રવૃત્તિ સમાજમાં ન હોય તેનો શબ્દ ભાષામાં ન આવે. એટલે નિજાનંદની વ્યક્તિવાદી પ્રવૃત્તિ જે સમાજમાં ન હોય એની ભાષામાં પણ એ શબ્દ ન આવે! એટલે નિજાનંદનો નજીકનો અર્થ self-centeredness, self-contentedness અથવા self-indulgence થઈ શકે જે સારા અર્થમાં નથી ગણાતા! આ છે નિજાનંદ!
LikeLike
ખુબ જ સરસ અને સવોત્તમ લેખ…ઘણી જ સરસ છણાવટ અને સુંદર રીતે વાતને સમજાવી છે. સાચે સાચ, આ વાંચીને એવું લાગ્યું કે મનમાં કયારેક કન્ફ્યુંસન થાય છે એનું આ કારણ છે…વેરી વેરી ગુડ. હજુ વધુ લેખો લખશો. વાંચવાની ખુબ જ મજા પડે છે.. આભાર.
LikeLike