રાસાયણિક તત્વજ્ઞાન-૨, રુદન. (Hard Truths About Human Nature)

) રુદન, આંસુ, રડવુંimagesCAS3KD5M

માનવજાતનું બાળક એટલે દુનિયાનું સૌથી નાજુક સહેજમાં ભાંગી પડે તેવું જીવબીજ છે. હરણનું બચ્ચું જન્મ્યા પછી બેત્રણ કલાકમાં ઊભું થઈ જતું હોય છે અને બીજા દિવસ એના ટોળા સાથે દોડતું થઈ જતું હોય છે. હાથીનું મદનિયું એના પહેલું  ભોજન મેળવતા પહેલા તો ચાલતું થઈ જાય છે કે બે ડગલા ચાલ્યા વગર એની માતાનું સ્તન એના નસીબમાં હોતું નથી. કાચિંડો જન્મે એટલે કે ઈંડામાંથી બહાર નીકળે એટલે તરત દોડતો થઈ જાય છે કે પૂરતી ઝડપે દોડે નહિ તો એના માબાપ જ ખાઈ જવા તૈયાર ઉભા હોય છે. માનવબાળ જન્મતા સાથે આવી કોઈ સર્વાઇવલ સ્કિલ શીખીને પેદા થતું નથી સિવાય કે મદદ માટે રડવાનું અને અનુભવે શીખવાનું.

તાજું જન્મેલું બાળક રડે છે કે તે દૂધ શું છે જાણતું નથી. તે રડે છે કારણ લો બ્લડ શુગરનાં કારણે બ્રેન ઇમર્જન્સી અલર્ટ સિગ્નલ cortisol રિલીસ કરે છે. દરેક પ્રાણીઓમાં cortisol સર્વાઇવલ વર્તણૂક ઊભી કરતું હોય છે. જેવું કે ખોરાકની શોધ કરવી કે પ્રિડેટર જોઇને ભાગવું. માનવ જન્મજાત સર્વાઇવલ નૉલેજ લઈને પેદા થતો નથી. આપણે જન્મીએ છીએ પુષ્કળ ન્યુરૉન્સ વચ્ચે થોડા કનેક્શન લઈને. એટલે બાળક રડવા સિવાય કઈ કરી શકતું નથી.

કલ્પના કરો, સર્વાઇવલ જોખમમાં છે અને કશું કરી શકવા સક્ષમ નથી, અને આ સ્થિતિમાં જ આપણે જન્મીએ છીએ. સારા નસીબે રુદન કામ કરી જતું હોય છે. મદદ આવી મળે છે. માતા આવી જાય છે બાળકને દૂધ પીવા મળી જાય છે, ખોરાક મળી જાય છે. બાળક રાહત અનુભવે છે. સારું અનુભવે છે. સુખનો આવિર્ભાવ થાય છે. બ્રેન અહી શીખવાનું શરુ કરે છે, ધીમે ધીમે રાહત અને સુખની અપેક્ષા માટે રુદન જાગૃત સંદેશા વ્યવહારનું સાધન બની જાય છે.

ચાલો રડવાથી ભૂખ તો મટી ગઈ એવું શીખ્યા કે તરત નવી નવી જુદી જુદી ઇમર્જન્સી ઊભી થતી રહેવાની જ છે. કે જે વ્યક્તિ(માતા) તમારો સ્ટ્રેસ દૂર કરે છે તે ક્યારેક અદ્રશ્ય પણ થઈ જતી હોય છે. કે પડી જવાય તો વાગે છે અને દર્દ થાય છે. દર્દ થાય એટલે cortisol  સ્ત્રાવ થવાનો અને તમે શું કરી શકો? ખાલી રડવાનું કરી શકો,

એટલે સૌ પહેલો અનુભવ માનવજાતનો એ છે કે જો કોઈ તમને સાંભળે નહિ, તો મરી ગયા સમજવાનું, કોઈ સાંભળે નહિ, આપણને કોઈ ધ્યાનમાં  લે નહિ તો બચવું મુશ્કેલ સમજવુ અને એમાથી બચવા રડવું એ માનવ બાળકનો સૌ પહેલો અનુભવ સૌથી પહેલી સર્વાઇવલ ટેક્નિક છે. આ અનુભવ પાયાની પહેલી ઈંટ છે. બાળક આ કોઈ મનન ચિંતન કરીને વિચારતું નથી તે અનુભવ કરે છે શબ્દ વગરની ન્યુરોકેમિકલની ભાષા વડે. એટલે આપણને કોઈ સાંભળે  અને ધ્યાનમાં લે તે જીવનનો આધાર બની જાય છે.

સમય જતા પુખ્ત બનતા જતા cortisol સ્ત્રાવની પ્રતિક્રિયા જાતજાતની ગૂંચવાડાવાળી બનતી જતી જતી હોય છે. પુખ્ત માનવને આંતરિક નિર્બળતા કે અસલામતીનું ભાન સભાનપણે હોતું નથી. આદિમ આંતરિક નિર્બળતા ક્યાંથી આવે છે તે ખબર હોતી નથી. Primal Fragility ની સમજણ મુક્તિદાયક છે

દાખલા તરીકે બાળક ધ્યાન ખેંચવા પહેલું તો રડવાનું કરે. પછી જેમ જેમ મોટું થાય તેમ ધ્યાન ખેંચવા ધમાલ મસ્તી કરે. કોઈ વાર રિસાઈ જાય, ચોપડા ફાડે, કપડા ગંદા કરે, મહેમાન ઘરમાં આવે એટલે એના પ્રત્યે ધ્યાન ઓછું થવાનું સ્વાભાવિક બને તો પેટ ભરેલું હોય છતાં ખાવાનું માંગે, કે ધમાલે ચડી જાય કે સરખી વાત કરવા ના દે. પતિદેવ ઘરમાં આવે કે પત્નીને માથું દુખાવા લાગે. વાસણો પછાડે, બાળકોને વિનાકારણે કે નજીવા કારણે ઝૂડવાનું શરુ થઈ જાય. જાતજાતના અને ભાતભાતના વ્યવહાર નાનામોટા દરેકમાં,  સ્ત્રી પુરુષ દરેકમાં,  વૃદ્ધોમાં પણ જોવા મળશે.

નૅચરલ સિલેકશને માનવબાળને આવું સાવ નાજુક કેમ પેદા કર્યું હશે? માતાના ગર્ભમાં મોટું બ્રેન વિકસ્યું હોય છે. મોટું બ્રેન ધરાવતું અપક્વ શિશુ જલદી બહાર આવી જાય તે ઇચ્છનીય છે. Nervous સિસ્ટમ પૂર્ણ વિકસિત થાય તે પહેલા બાળક જન્મતું હોય છે. આપણી Prematurity ઘણા બધા ફાયદા આપતી હોય છે.

એક તો બાળક ખૂબ નાજુક હોય છે કે જો તે સ્ટ્રૉન્ગ communicator ના હોય તો સર્વાઇવ થાય નહિ. માતા પણ બાળકના સિગ્નલ્સ સમજે નહિ તો એના જીન-DNA  જે એણે બાળકમાં રોપ્યા છે તે બચે નહિ. માનવજાતમાં બેસ્ટ કમ્યુનિકેશન સ્કિલ ખીલી છે તેનું કારણ આ છે. અને સ્ત્રીઓ કેમ વધુ ઇમોશનલ હોય છે તે પણ આના કારણે કે તાજું જન્મેલું બાળક કોઈ ભાષા જાણતું નથી. એના કારણે માતાની જવાબદારી વધી જતી હોય છે. એટલે સ્ત્રીઓ પ્રાઇમરી કેઅર ગિવર હોવાથી એમના બ્રેનના લાગણીઓ દર્શાવતા ભાગ વધુ  સક્રિય બને તે રીતે ઈવૉલ્વ થયેલી હોય છે.

જેને આપણે દિલથી, હૃદયથી વિચારીએ છીએ તેમ કહીએ છીએ તે દિલ એટલે હૃદય નહિ બ્રેનનો ઇમોશન્સ દર્શાવતો ભાગ જ છે. જેની પાસે દિમાગ હોય તેણે સમજી લેવું કે હૃદય એક લોહી ધકેલવાનો પંપ માત્ર છે. ત્યાં કોઈ વિચાર તંત્ર છે જ નહિ.

બીજું આપણે  ખાસ વાતાવરણ માટે પ્રિપ્રોગ્રામ્ડ સર્વાઇવલ ટેક્નિક શીખ્યા વગર જન્મીએ છીએ, એના કારણે બીજા પ્રાણીઓ એમના એરિઅ-ક્ષેત્રફળ બહાર નીકળે તો મૃત્યુ પામતા હોય છે, જ્યાં માનવ જાત ગમે ત્યાં જીવી શકવાની ક્ષમતા મેળવી લેતી હોય છે. ઉત્તર ધ્રુવના આર્ક્ટિક સર્કલમાં પણ ચુચી લોકો રહેતા હોય છે.

પણ આપણે આની ખૂબ મોટી  કિંમત ચૂકવવી પડે છે. આપણે બધું જ શીખવું પડતું હોય છે. બાળક એનો હાથ એના ચહેરા સામે લાવે ત્યારે એને ખબર હોતી નથી કે આ હાથ એની સાથે જોડાયેલો હોય છે, એને અનુભવથી શીખવું પડતું હોય છે કે હાથ એના શરીરનો ભાગ જ છે.

“The bigger a creature’s brain, the longer its childhood”

ઉંદરનું બચ્ચું બે મહિનામાં એના જીવવા પૂરતી સર્વાઇવલ ટેક્નિક શીખી લેતું હોય છે, જે માનવબાળને શીખતા બે દાયકા લાગી જતા હોય છે. માનવ પાસે પુષ્કળ ન્યુરૉન્સ છે માટે એને ખૂબ એનર્જી અને ઑક્સિજન જોઈએ. બાકી સર્વાઇવ થાય નહિ. પણ એના લીધે આપણા પૂર્વજ આધારિત જ્ઞાન પૂરતા આપણે સીમિત રહેતા નથી. આપણા ખુદના અનુભવો વડે પુષ્કળ નૉલેજ મેળવી શકીએ છીએ.

અનુભવો વડે બાળક નવા neural pathways બનાવી શકે છે. બાળક Myelin નામનું  ફૅટી આવરણ ચડાવી ન્યુઅરલ પાથવે બનાવી શકે છે, જેવું કે વિદ્યુત તાર ઉપર ઇન્સ્યુલેશન હોય છે. Myelinated  ન્યુરૉન્સ ખૂબ ઝડપી અને કાર્યક્ષમ હોય છે.

ન્યુબૉર્ન બેબી કરતા બે વર્ષનું બાળક ઓછા ન્યુરૉન્સ વાપરે છે. એના લીધે ઘણી બધી જગ્યાએ ધ્યાન વહેચાવાને બદલે અનુભવો વડે શીખવાનું હોય ત્યાં એક વસ્તુ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકાય. આમ બાળકના નહિ વાપરેલા ન્યુરૉન્સ ક્ષીણ થવા લાગતા જે નવા ન્યુઅરલ પાથવે બનાવ્યા હોય ત્યાં ઇલેક્ટ્રિસિટીનો ફ્લો વધી જતો હોય છે, જે લાભદાયી હોય છે.

બાળક શીખે છે આનંદ અને સુખની ભાવના થકી. બાળકનો તણાવ દૂર થઈ જાય એટલે હૅપી ન્યુરોકેમિકલ સ્ત્રાવ થવા લાગે અને આનંદની લાગણી થવા લાગે. જ્યાં જ્યાં રાહત મળે આનંદ મળે સુખ મળે ત્યાં Dopamine , serotonin અને oxytocin જેવા હૅપી કેમિકલ્સ નવા નવા કનેક્શન બ્રેનમાં કરતા જવાના.

આપણે નવું ન્યુઅરલ નેટવર્ક યુવાનીમાં પણ બનાવી શકવા સક્ષમ હોઈએ છીએ. છતાં બચપણમાં બનાવેલું મૉડલ કાયમ કામ કરતું હોય છે. બચપણની આપણી જરૂરિયાતો મુજબ ગોઠવેલી શીખેલી અપેક્ષાઓ હજુ કાયમ હોય છે. એને બદલવાની ઘણી ઇચ્છા હોય પણ બ્રેન એનો વિરોધ કરતું હોય છે એને નવા ન્યુઅરલ રસ્તા કરતા જે સ્યૂપર હાઈવે બનાવેલો હોય છે તેણે અનુસરવાનું જ ગમતું હોય છે.

કુદરતના બધા ક્રીચરની જેમ આપણે પણ આપણી સર્વાવલ જરૂરિયાતો માટે બહાર ભટકવું પડતું હોય છે. આપણે જે અપેક્ષાઓ ધારણાઓ બાંધી હોય તે જગત કાયમ પૂરી કરે તેવું બનતું નથી હોતું. ઘણીવાર સર્વાઇવલ ખતરામાં પડતું જણાય છે cortisol સ્ત્રાવ વધી જતો હોય છે, અને મદદ માટે આપણે રુદનના નવા પુખ્ત નુસખા શોધી કાઢીએ છીએ. પણ મોટાભાગે કોઈ સાંભળતું હોતું નથી. પત્ની રસોડામાં વાસણો પછાડે છે પણ પતિદેવ છાપામાં માથું નાખીને ચુપચાપ બેઠાં હોય છે. પતિદેવની આવી હરકતો જોઈ પત્ની આંખ આડા કાન કરી દેતી હોય છે, ત્યારે કોઈ નિર્ણય લેતા પહેલા આપણે આપણી આંતરિક નિર્બળતા જાણી લેવી હિતાવહ છે.

10 thoughts on “રાસાયણિક તત્વજ્ઞાન-૨, રુદન. (Hard Truths About Human Nature)”

  1. Another informative, interesting article. Thank you for sharing. I wanted to know more about depression …i’ve read somewhat about it .. online and leaflets but i enjoy your writings; they are written in simple understandable digestable language. So can i request you to share some facts about depression and it’s kind and reasons etc. please ?

    Like

    1. મ્યૂઝિક થેરેપી વિષેની થોડી વિશેષ વાતો
      ૧. અમુક રાગની અમુક રોગ ઉપર અસર થાય છે. વારેવાર રાગ સાંભળવાથી સ્નાયુ, જ્ઞાનતંતુ અને શરીરમાં રહેલ મુલધારા ચક્ર ઉપર અસર થાય છે. આના કારણે લોહીના પ્રવાહને વેગ મળે છે. લોહી બધે જલદી પહોંચે એટલે શક્તિ સંચાર થાય છે.
      ૨. સેન્ટ્રલ નર્વસ સીસ્ટમ (મગજ) સાથે ઓડીટરી નર્વ (સાંભળવાના જ્ઞાનતંતુ)ના કનેક્શન (જોડાણ) બીજી બધી ઈન્દ્રિયોની નર્વસ કરતાં છ ગણું વધારે હોય છે. એટલે સંગીતના લય, તાલ અને સૂરની અસર મગજ પર તરત સારી રીતે થાય છે.

      ૩. સંગીતના બીટ્સ (તાલ) ૭૦ થી ૭૫ હોય છે. હૃદયના પણ બીટ એટલા જ હોય છે. એટલે જેમ જેમ સંગીતના બીટ વધે તેમ માઈન્ડ બોડી કોમ્પ્લેક્ષ (શરીર અને મન) ઉપર એક પ્રકારની સુધીંગ ઈફેક્ટ (શાંત અસર) થાય છે.
      ૪. કાફીરાગની ગાયકીથી મન શાંત થાય. પુરીઆધનાશ્રીથી મનમાં ઠંડકનો ભાવ થાય. મિશ્ર માંડ રાગથી મન ફ્રેશ (તાજું) અને ઉત્સાહવાળું થાય, બાગેશ્રી રાગથી મીઠી ઊંઘ આવે, શરીરને આરામ મળે.

      ભુપાલી અને તોડી રાગની અસરથી બી.પી. ઓછું થાય છે અને રાગ આશાવરી અને માલકૌસથી લો બીપીમાં ફાયદો થાય છે. આ જ રીતે રાગ ચંદ્રકૌસ હૃદયરોગના દર્દીઓને રાહત આપે છે. રાગ કલાવતી, રાગ દુર્ગા, રાગ તિલક કામોદ અને હંસઘ્વનિથી માનસિક તનાવ ગાયબ થઈ જાય છે. જેઓને ઊંઘ ના આવતી હોય તેઓએ રાગ બિહાગ અને રાગ બહાર સાંભળવા જોઈએ. ડીપ્રેશનવાળી વ્યક્તિઓએ સિતાર અને / અથવા તબલાવાદન સાંભળવું જોઈએ. બ્લડ પ્રેશરવાળા દર્દીઓએ વહેલી સવારે ૩૦ થી ૪૦ મિનિટ રાગ તોડી, રાગ અહિર ભૈરવ સાંભળવો જોઈએ. ઊંઘ ના આવતી હોય તો રાત્રે સૂતી વખતે રાગ ભૂપ અને રાગ દરબારી કાનડા સાંભળવો જોઈએ. મન શાંત કરવા માટે રાગ સારંગ સાંભળવો જોઈએ. દુખ (પેઈન) ઓછું કરવા અને ભુલી જવા રાગ યમન સાંભળવો જોઈએ.

      Like

      1. ભાઈ તન્ના ખૂબ ખૂબ આભાર.આપે ખૂબ સુંદર માહિતી સંગીત વિષે લખી મજા આવી ગઈ વાચકોને પણ ઘણું જાણવાનું મળશે.

        Like

      2. સંગીત વિશેની આ માહિતી ખરેખર બહુ સારી છે. પ્રયોગ કરી જોશું. મેં અલગ કૉપી કરી લીધી છે. ભાઈ શ્રી તન્નાનો આભાર.

        Like

  2. વાહ ! વાહ !!!!!

    પત્ની રસોડામાં વાસણો પછાડે ત્યારે પતિદેવે છાપામાં માથું નાખીને ચુપચાપ બેસી રહેવું.

    આ તત્વજ્ઞાન મહત્વનું છે.

    Like

    1. પત્ની રસોડામાં વાસણો પછાડે ત્યારે પતિદેવે છાપામાં માથું નાખીને ચુપચાપ બેસી રહેવું

      ચુપચાપ બેસી રહેવું XXXXXX
      ચુપચાપ બેઠા હોય છે ……..

      TO MR. VORA

      Like

  3. “કોઈ નિર્ણય લેતા પહેલા આપણે આપણી આંતરિક નિર્બળતા જાણી લેવી હિતાવહ છે”
    ધન્ય હો !! ’રોઈને ઘર રાખવું’ એ કહેવતનો વૈજ્ઞાનિક અર્થ સમજાયો. આભાર.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s