ગરવું ઘડપણ.

American biologist and author Robert Sapolsky.
Image via Wikipedia
ગરવું ઘડપણ.
           ઘરડા દેખાવું કોઈને ગમતું નથી.ઘરડા થવા લાગીએ એટલે ચહેરા ઉપર પ્રથમ કરચલી પડવા લાગે.ઘરડા નહિ દેખાવાનો રોગ દુનિયામાં માસ હિસ્ટીરિયા કરતા વધારે ખતરનાક રીતે ફેલાતો જતો હોય છે.વધતી જતી ઉંમર સામે લડવા માટે યોદ્ધાઓ રીન્કલ ક્રીમ,Collagen ઇન્જેક્શન અને કોસ્મેટીક સર્જરી જેવા શસ્ત્રોનો ઉપયોગ કરતા હોય છે.આ યોદ્ધાઓ ખાલી સ્ત્રીઓ જ હોતી નથી,એમાં પુરુષો પણ સામેલ હોય છે.સ્ત્રીઓ એન્ટી એજિંગ વસ્તુઓ જે વાપરતી હોય છે તેજ વસ્તુઓ દુનિયાના ૬ ટકા પુરુષો વાપરતા હોય છે.
   ચહેરા ઉપર પડતી કરચલી આપણને વારંવાર આપણે નાશવંત છીએ મરણાધીન છીએ તે યાદ કરાવતી હોય છે.હવે જોકે આધુનિક મેડિકલ સાયન્સને પ્રતાપે ઉંમરનો રેશિયો વધ્યો છે.હવે વૃદ્ધો ઘણું સારું એક્ટીવ જીવન જીવી શકે છે.બ્રેઈનની ક્ષમતા અદ્ભુત હોય છે.તે આપણું મોસ્ટ પાવરફુલ અને રહસ્યમય અંગ છે.ગેલેક્ષીમાં અબજો તારાઓ હોય છે તેમ બ્રેઈનમાં અબજો ન્યુરોન્સ હોય છે.ઉંમર વધતા ચિતભ્રમ,સ્મૃતિભંશ,કન્ફ્યૂજન વગેરેનો ડર ખૂબ સતાવતો હોય છે.૮૫ની ઉંમરના ત્રીજા ભાગના લોકો ચિત્તભ્રમથી પીડાતા હોય છે.મૃત્યુના ડર કરતા ચિત્તભ્રમનો ડર વિશેષ હોય છે.બ્રેઈન આખી જીંદગી સારું કામ આપી શકે તેવી તેની ડીઝાઈન  છે જ.છતાં એની ક્ષમતા ઓછી થાય તે પણ સાચું જ છે.છતાં ઉંમર વધતા બ્રેઈન વધુ બગાડે તે પણ જરૂરી નથી.ઘણા લોકો ખૂબ સારું અને લાંબું જીવી શકતા હોય છે.સ્ટેનફોર્ડ યુનીવર્સીટીના ન્યુરો સાયન્ટિસ્ટ Robert Sapolsky Ph.D. કહે છે કે ૩૫ વર્ષ પહેલા અલ્ઝાઈમર રોગ વધતી જતી ઉંમરના કારણે થતો રોગ છે એવું મનાતું હતું ,પણ ઘણા લોકોને માનસિક ક્ષતિનો કોઈ અનુભવ થતો હોતો નથી.એટલે હવે નવેસરથી આની ઉપર વિચારવાનું શરુ થયું છે.  Antonio Damasio, M.D., Ph.D., head of the Department of Neurology at the University of Iowa and author of Descartes’ Error, concurs. “Older people can continue to have extremely rich and healthy mental lives.”  ભારતમાં અલ્ઝાઈમર રોગ દુનિયાના કોઈ પણ દેશ કરતા સાવ ઓછો નહિવત્ જોવા મળે છે તેનું કારણ છે ભારતીયોના ખોરાકમાં રોજ હળદરનો ઉપયોગ.રોજ એક ચમચી હળદર ખાઓ અલ્ઝાઈમરથી દૂર રહો એવું અમેરિકન ડૉક્ટર કહે છે.
       વધતી ઉંમર સાથે બ્રેઈનને ફીટ અને ઝડપી રાખી શકાય છે તેનું રહસ્ય છે પ્રવૃત્તિમાં.મતલબ છે ક્યારેય નિવૃત્ત થવું નહિ.માનસિક રીતે તો કદાપિ નહિ.માનસિક અને શારીરિક પડકારો Cerebral ફિટનેશ માટે ખૂબ મહત્વના છે.નિવૃત્તિ શબ્દ મનની ડીક્ષનેરીમાંથી ભૂંસી નાખવો.મેક આર્થર ફાઉન્ડેશન સફળ વૃદ્ધત્વ વિષે રિસર્ચ કરવા માટે ખૂબ નાણાં ખર્ચી રહ્યું છે.Harvard મેડિકલ સ્કૂલનાં Marilyn Albert ,Ph.D.,  અને એમના Mt.Sinai મેડિકલ સ્કૂલ અને Yale ,Duke ,અને Brandeis યુનીવર્સીટીઓનાં બીજા સાથીઓ સાથે  ૧૧૯૨ વૃદ્ધો જેઓ ૭૦ અને ૮૦ વર્ષની વચ્ચેની ઉંમરના શારીરિક તંદુરસ્ત અને મેન્ટલી ફીટ હતા તેઓનું પરીક્ષણ કરી રહ્યા હતા.બાવીસ જાતના જુદા જુદા પરીક્ષણ કર્યા હતા,એમાં બ્લડ પ્રેશર,શુગર,કોલેસ્ટેરોલ લેવલ,સાયકીયાટ્રીક  સિમ્પ્ટમ,સ્મોકિંગ આવરી લેવાયા હતા.
     આ વૃદ્ધોનું  એકવાર ૧૯૮૮ અને બીજી વાર ૧૯૯૧ એમ બેવાર પરીક્ષણ કરાયું હતું.એમની તંદુરસ્ત માનસિકતા સંબંધી ચાર પરિબળ બહાર આવ્યા એક તો એમના શિક્ષણનું સ્તર,ફીજીકલ એક્ટીવીટી,મજબૂત ફેંફસા અને સ્વ સામર્થ્યની પ્રબળ લાગણી.ચારે પરિબળ બ્રેઈન ફંક્શન બદલવામાં મજબૂત ભાગ ભજવે છે.નિયમિત કસરત બ્રેઈન તરફ બ્લડ ફ્લો વધારે છે જે ન્યુરોન્સની ગીચ શાખાઓ બનાવે છે,જ્ઞાનતંતુઓ વધારે ઉજાગર થાય છે,ન્યુરોન્સ મજબૂત બનાવે છે અને રોગો સામે લડવાની શક્તિ વધારે છે.સહેલી એરોબિક કસરત,લાંબું ચાલવાનું,સમયાન્તરે નિયમિત પગથીયા ચડવા આમાં ખૂબ ફાયદાકારક છે.
           કેટલાક ઉંદરોને પુષ્કળ પ્રમાણમાં રમકડા વચ્ચે ખૂબ રમાડવામાં આવ્યા તો સામાન્ય ઉંદર કરતા એમના બ્રેઈન ન્યુરોન્સ વચ્ચે ૨૫ ટકા કનેક્શન વધુ થયેલા જણાયા,અને બીજા ઉંદરોને ટ્રેડમિલ પર કસરત કરાવતા બ્રેઈનનાં ખાસ ચોક્કસ ભાગમાં રક્તવાહિનીઓમાં વધારો થયો હતો.
     એજ્યુકેશન બ્રેઈન ફંક્શન તીવ્ર કરતુ હોય છે.સ્માર્ટ લોકો વધારે ન્યુરોન્સ સાથે લાઇફ શરુ કરતા હોય છે.જે લોકોની ખોપરીનો બાહ્ય ઘેરાવો ૨૪ ઇંચ કરતા વધુ હોય તેવા લોકોમાં(Big head ) અલ્ઝાઈમર રોગનો,જો થાય તો, પ્રોગ્રેસ ખૂબ ધીમો હોય છે.આવા લોકો પાસે સ્વાભાવિક બ્રેઈન ટીસ્યુ અને ન્યુરોન્સ વધારે હોય છે.સતત ભણતા રહેવું બ્રેઈન માટે સારું છે.આખી જીંદગી ભણતા રહેવામાં વાંધો પણ શું છે?નાની ઉમરથી ભાષાશાસ્ત્રનું સારું  જ્ઞાન,પાછલી ઉમરમાં બ્રેઈનને મદદરૂપ થતું હોય છે.
  આપણે ભારતીયો માનસિક રીતે નિવૃત્ત વહેલા થઈ જતા હોઈએ છીએ,અને કસરત તો ‘ન ભૂતો ના ભવિષ્યતિ’. આપણી સ્ત્રીઓ મેનપોઝ(Menopause)પછી સાવ બેઢંગી બની જતી હોય છે,વહેલી રિટાયર થઈ જતી હોય છે.આમેય ભારતીય સ્ત્રીઓ કસરત બાબતે શારીરિક ફિટનેશ બાબતે સાવ ઉદાસ હોય છે.યુવાનીમાં દરેક સ્ત્રી સ્વાભાવિક સુંદર લાગતી હોય છે,પણ પ્રૌઢ બનતા એમનું શરીર બેડોળ થવા લાગતું હોય છે.એવરેજ ભારતીય સ્ત્રી યુવાનીમાં સુંદરતા ગુમાવવા લાગતી હોય છે.ફિલ્મ ઉદ્યોગ જેતે સમાજનું પ્રતિબિંબ હોય છે.આપણી અભિનેત્રીઓ ત્રીસી કે ચાલીસી પછી?જ્યારે શેરોન સ્ટોન,ડેમીમુર,જેનીફર લોપેઝ,આવી તો અનેક???અરે ૬૫ વર્ષની મેરિલ સ્ટ્રીપ જુઓ.આપણાં અભિનેતાઓમાં કસરતી શરીરનો ક્રેઝ વધ્યો છે તે સારી બાબત છે.
         વૃદ્ધ બ્રેઈન એક રીતે ક્રિયેટીવ બ્રેઈન જેવું હોય છે.આવું બ્રેઈન નિરવરોધ,અનિગ્રહ અને પ્રસ્તુત વિષયથી દૂર ખેંચી જનારું વધારે હોય છે જે એક રીતે ક્રિયેટીવ ગણાય.ક્રિયેટીવ બ્રેઈન જ્ઞાનને પાસાદાર બનાવી કંઈક નવીન રીતે રજૂ કરતું હોય છે.ક્રિયેટીવ બ્રેઈન કોઈ એક વસ્તુ પ્રત્યે સ્થિર હોતું નથી,એમનો વ્યુ બ્રોડ હોય છે.બીજો એક સ્ટડી બતાવે છે કે એજીંગ બ્રેઈનના Prefrontal cortex નો એરિયા જે self-conscious awareness ,emotions નું પ્રતિનિધિત્વ કરતો હોય છે તે પાતળો હોય છે.જે લોકોને પ્રભાવિત કરવા માટેની ખ્વાહિશ અને લોકો પાસેથી અપેક્ષા  ઓછી રાખતું હોય છે જે ક્રિયેટીવ લોકો માટે જરૂરનું હોય છે. ક્રિયેટીવ લોકો કોઈને ખુશ કરવાને બદલે પોતાનામાં મસ્ત હોય છે. ક્રિયેટીવીટી માટે બ્રેઈનના બે ભાગ જવાબદાર હોય છે,prefrontal cortex અને  anterior cingulate .Openness to new ideas and a flexible attitude toward change are the essence of creativity.આવું નવા વિચારો પ્રત્યેનું ખુલ્લાપણું સ્ત્રીઓના prefrontal cortex ને વધુ એક્ટીવ કરતું હોય છે જ્યારે પુરુષોના anterior cingulate cortex ને એક્ટીવ કરતું હોય છે.
        વૃદ્ધ લોકો પાસે બહુ લાંબો અનુભવ હોય છે,લાંબી જિંદગીમાં સારું એવું નૉલેજ ભેગું કર્યું હોય છે.અને તેનો ઉપયોગ કરીને ક્રિયેટીવ સર્જનાત્મક બની શકાય છે.Millard Kaufman ,એમની પહેલી અને હીટ નોવેલ Bowl of Cherries  ૯૦ વર્ષની ઉંમરે લખેલી.  A Dangerous Weakness નામની  નોવેલ લખીને ૯૩ વર્ષની ઉમરની Lorna Page ,બ્રિટનમાં એક લહેર જગાવી દીધેલી.બેન્જામીન ફ્રેન્કલીને ૭૮ વર્ષે બાઇફોકલ લેન્સની શોધ કરેલી.૮૫ વર્ષે થોમસ હાર્ડીએ એમની કવિતાઓની બુક પબ્લીશ કરેલી.આવા તો અનેક વિરલાઓ હશે.
  મને જે આવા યંગ સ્વભાવના મિત્રો મળ્યા છે તેઓને મળીને મને ખૂબ આનંદ અને પ્રેરણા મળેલી.આશરે બે વર્ષ પહેલા મળેલા ‘કલ્ચર કેન કિલ’ નાં લેખક શ્રી સુબોધ શાહ આજે ૮૦ વર્ષના હશે.શ્રી રશ્મીકાંત દેસાઈ આજે ૭૪ વર્ષના હશે અને હમણાં સમરમાં મળેલા ડો દિનેશભાઈ પટેલ ૭૨ વર્ષના ચાઈલ્ડ સ્પેશીયાલીસ્ટ,તમામ ખૂબ તરવરીયા,એનર્જેટિક,નોલેજનું જાણે વેરહાઉસ અને સ્વભાવે નમ્ર,શાલીન અને ક્રાંતિકારી વિચારો ધરાવતા છે.
    યુવાની રિસ્ક ટેકર હોય છે.રીસ્ક્માથી થ્રિલ મેળવતી  હોય છે.એમાં પણ યુવાન પુરુષો વધુ રિસ્ક ટેકર હોય છે સ્ત્રીઓ ઓછી.આમ પુરુષો સ્ત્રીઓની સરખામણીએ વધુ મારતા હોય છે.વૃદ્ધ હોય તો પણ પુરુષો જરા વહેલા મરતાં હોય છે.૧૯૯૮મા એકસર્વે થયેલો ૬૫ વર્ષથી વધુ ઉંમરના લોકોમાં,૪૬૫૫ શ્વેત પુરુષો અને ૧૩૨ આફ્રિકન અમેરિકન પુરુષોએ આત્મહત્યા  કરેલી,જ્યારે ૯૦૨ શ્વેત મહિલાઓ અને ૨૦ આફ્રિકન અમેરિકન મહિલાઓએ આત્મહત્યા કરેલી.રોગના કારણે પણ મરનાર પુરુષોની સંખ્યા મહિલાઓ કરતા વધુ હોય છે.
  પુરુષો સ્વભાવગત કોમ્પીટેટીવ અને મહિલાઓ કોઓપરેટીવ હોય છે.આમ મહિલાઓને સામાજિક સપોર્ટ સારો એવો મળતો હોય છે.બ્રેઈન સ્કેન દર્શાવે છે કે સહકારની ભાવના બ્રેઈનની નર્વ સર્કિટને ઉત્તેજિત કરતી હોય છે જે રીવોર્ડ સિસ્ટમનો ભાગ હોય છે.અને એનાથી ઓક્સીટોસીન ન્યુરોકેમિકલ સ્ત્રાવ વધે છે જે એક જાતનું સુખ અર્પે છે.એટલે એકબીજાને સહકાર આપવાથી સારું લાગતું હોય છે.એટલે સામાજિક સહકાર બ્રેઈનને ખૂબ લાભદાયી હોય છે.આમ આ બધું ઓવરઓલ સારા આયુષ્ય માટે કારણભૂત બનતું હોય છે.આમ કેરગીવર થિયરી પ્રમાણે મહિલાઓ લાંબું જીવતી હોય છે સરેરાશ પુરુષો કરતા પાંચ વર્ષ વધુ.સ્ત્રીઓને બાળકો મોટા કરવાની જવાબદારી ભાગે વધુ આવતી હોય છે.જેથી તેઓ રિસ્ક ટેકર હોતી નથી.માતા વગરના બાળકોનો સર્વાઈવલ રેટ ઓછો થઈ જતો હોય છે.જે જાતોમાં નર પણ માદા જેટલી જ એના સંતાનોને ઉછેરવાની જવાબદારી સંભાળતો હોય ત્યાં નર અને માદા બંનેનું આયુષ્ય સરખું હોય છે,દાખલા તરીકે siamangs (a type of ape) and titi monkeys.Male owl monkey એના સંતાનોને ખાલી દૂધ પીવા પૂરતા માદાને આપતા હોય છે બાકીની ઉછેરવાની તમામ જવાબદારી નરની હોય છે ત્યાં નર વધારે જીવતા હોય છે માદા કરતા.આમ પુરુષ સ્વભાવગત રિસ્ક ટેકર હોવાથી ઓછું આયુષ્ય ભોગવતો હોય છે અને સ્ત્રીઓ પ્રાયમરી કેર ગીવર હોવાથી વધુ આયુષ્ય ભોગવતી હોય છે.
      એક સ્ટડી એવું પણ કહે છે કે જે લોકો પોતાના અંતરાત્માને પૂછીને ચાલનારા અને સારી દાનતના હોય અને પોતાની કેર જાતે કરતા હોય તે લોકો લાંબું જીવતા હોય છે.જોબ સ્ટ્રેસ વહેલા મારી નાખે તેવું પણ નથી.ઉલટાના જોબ છોડીને કેર ફ્રી રહેનારા વહેલા મરી જતા હોય છે.પ્રોડક્ટીવ અને લાંબું કેરિયર ધરાવનારા લોકો વધુ આયુષ્ય ભોગવતા હોય છે.
      ફ્લેક્સીબલ મેન્ટલ એટીટ્યુડ,ઘણાબધા સમાન વિચારસરણી ધરાવતા મિત્રો,ચેસ,બ્રીજ,મ્યુઝિક,ડાન્સ આ બધું બ્રેઈનને એક્ટીવ રાખતું હોય છે.પરણેલા પુરુષો કુંવારા કરતા વધુ જીવતા હોય છે.
Centers for Disease Control and Prevention (CDC) શું કહે છે તે જોઈશું?
 ૧) વજન જાળવવું- અતિશય વજન કે બોડી ફેટ સારું નહિ.BMI એટલે બોડી માસ ઇન્ડેક્સ ૨૫ કરતા ઓછો હોવો જોઈએ.
૨) પૂરતા ફળ અને શાકભાજી ખાવા જોઈએ.
૩)ફીજીકલી એક્ટીવ રહેવું જોઈએ.
૪)સિગારેટ સ્મોકિંગ બંધ.
૫) દારુ પીને ડ્રાઈવ કરવું બંધ.

22 thoughts on “ગરવું ઘડપણ.”

 1. ખુબ સરસ …મને લાગે છે અહી બાપુ એ શરીરના વૃદ્ધત્વની વાત કરી છે ..
  કાયાની જીર્ણતા અને મન ની જીર્ણતા ..બંને અલગ છે …વ્યક્તિના જીવનને જો “જીવી જાણવા”નાં માપ દંડોથી મૂલવવા માં આવે …તો મને લાગે છે કે કાયાની સ્વસ્થતા તો આવશ્યક છે જ ..(…”ફૂટ બોલના મેદાન પર જવાની આદત પાડ ..પછી જ ધ્યાન માં બેસવાનું વિચારજે ….”..સ્વામી વિવેકાનાન્દજી ..)..પરંતુ ફીજીકલી ફીટ ..હા ,પરફેકટલી ફીટ માણસ પણ જો મનથી વૃદ્ધત્વ પામે તો “જીવી જીવવા”નાં માપ દંડો થી પરીક્ષણ કરાયેલું એનું જીવન ‘નિષ્ફળ’ કહેવાય …બે પ્રકારના માણસો :૧. તનથી સ્વસ્થ …મન થી જીર્ણ …..અને ૨. તન થી જીર્ણ ..મનથી સ્વસ્થ …..નાં જીવનની સફળતા ,સક્રિયતા ,રમણીયતા ની તુલના કરીએ તો મનથી વૃદ્ધ બની ગયેલો ૧૮ વર્ષનો હૃષ્ટ પૃષ્ટ “યુવાન” જેનામાં તરવરાટ નથી ,તેજ નથી ,ખીલખીલાટ નથી એ નિશ્ચિત પાછો પડે છે ….હવે નો સમય નાના નાના “તણાવ યુધ્ધો” નો રહેવાનો …એ પડકારોને પહોચી વળવા માટે નાં વિવિધ લક્ષી મોરચાઓ પણ મંડાવાના …મન ને સ્વસ્થ રાખવા ની રીતસરની હરીફાઈ ઓ લાગશે ….મને તો લાગે છે કે મંગળ ઉપર માનવ જીવન નો શુભારંભ પણ મન નાં યુધ્ધો જીતવાની એક સ્ટ્રેટેજી તરીકે થાય તો ય નવાઈ નહિ ….!!

  Like

 2. Is it possible to view this article in printer friendly manner (i.e. only article with full screen width, without any other matter)? There seems no such link on the page. If it can be facilitated, it will be useful.

  Nilesh Odhavji Thakkar

  Like

 3. Good article.

  એક સ્ટડી એવું પણ કહે છે કે જે લોકો પોતાના અંતરાત્માને પૂછીને ચાલનારા અને સારી દાનતના હોય અને પોતાની કેર જાતે કરતા હોય તે લોકો લાંબું જીવતા હોય છે. 🙂

  Like

 4. Enjoyed your posting on ગરવું ઘડપણ. In India the problem of Alzheimer is less compared to western countries and you mentioned that Turmeric may be the reason, true, may be one of the factors; however, the combined family system may also be helping. In west the loneliness or boredom in old age damages brain and is a major killer. There is a general biological principle that if you don’t use it you loose it! Thus, activities involving body and brain always benefit. Through out the life till menopause women have female hormones which are protective and hence they on average out-live men. Stress is good provided one can manage it! Excess stress is always harmful.

  Like

  1. એકલતા અને બોરડમ!!આપની વાત સાચી છે.આપણી સંયુક્ત સામાજિક પ્રથા વૃદ્ધો માટે ફાયદાકારક હોય છે.ડૉ ઓઝ ના શોમાં જોએલું.તેઓ કહેતા હતા કે હળદરનો રોજ ઉપયોગ ભારતીયોને અલ્ઝાઇમરથી દૂર રાખે છે.

   Like

 5. .
  .

  શ્રી રાઓલ સાહેબજી,

  કોર્ટ રૂમ માં જજ સામે કોઇ વકીલ બોલે છે “ ઑબ્જેક્ટ મી લૉડ ” એમ હું પણ આપની છેલ્લી લાઇન સામે ઑબ્જેક્શન લઉં છું, કા.કે. એક સર્વે પ્રમાણે 30% એક્સિડંટ દારૂ પિધેલી અવસ્થામાં થાય છે, તેનો મતલબ એમ થયો કે 70% એક્સિડંટ દારૂ ન પિધેલી અવસ્થામાં થાય છે. તો હવે ડ્રાઇવ કરતા પહેલા વિચારવાનું કે આપણે 30% કે 70% રહેવું છે.

  ( વ્યક્તિગત રીતે મને કોઇ ફેર પડતો નથી કારણ કે મારી પાસે કાર નથી અને દારૂ પણ )
  .
  .

  Like

  1. જે ૭૦ ટકા એક્સીડેન્ટ દારુ ના પીધેલી હાલતમાં થાય છે તેના અનેક જુદાજુદા કારણો હોઈ શકે છે.પણ ૩૦% દારુ પીધેલી હાલતમાં થતા હોય એટલે તે બહુમતીમાં આવી જાય.

   Like

 6. ઘરડાં થયેલાં અને ઘરડો થઈશની પીડાથી સંકોચાતા લોકો માટૅ સરસ માનસિક
  સાંત્વના તમે આપી !!!

  Like

 7. બાપુ, પ્રણામ ! (ઘડપણ પર લેખ કેમ યાદ આવ્યો ? કંઈ દાદા બનવાની તૈયારી છે કે શું ?!)
  (૧) BMI = 20.7
  (૨) ફળ અને શાકભાજી ઘરનાં છે, દાબીને ખવાય છે.
  (૩) ફીજીકલી એક્ટીવ = લગભગ લગભગ (આમે આ મોંઘવારીમાં મધ્યમ વર્ગને પેટ ભરવા રહેવું જ પડે !)
  (૪) સિગરેટ, સ્મોકિંગ = વર્ષોથી બંધ
  (૫) દારુ પીને ડ્રાઈવ = અરે ડ્રાઈવ ન કરતો હોય ત્યારે પણ નથી પીતો !
  અને ક્રમમાં ન મુકેલું પણ આગળ આવેલું એક મહત્વનું કારણ = પરણેલો છું !

  મોરલ ઓફ ધ સ્ટોરી : આપના આ લેખથી એટલો સંતોષ થયો કે “વાંચનયાત્રા” પર સૌને અમારો લાભ હજુ તો લાં….બો સમય મળશે !!
  અને હવે થોડું ગંભીરતાથી, આપનો લેખ ખરે જ બહુ મનનિય છે, માહિતીસભર છે. માત્ર વડિલોએ જ નહીં યુવાઓએ ખાસ વાંચવા જેવો છે કારણ ગરવા ઘડપણનો પાયો યુવાનીથી નખાય તો જ સફળ થવાય, પછી પાકે ઘડે કાંઠા ચઢવા મુશ્કેલ ! ઘડપણને કારણે થતી બધીજ શારીરિક સમસ્યાઓનું નિવારણ વળી દરેક માણસના હાથમાં ન પણ હોય, પરંતુ મને નિરિક્ષણથી મળેલા અનુભવો જણાવે છે કે માનસિક હતાશા કે નિરુત્સાહીપણું (જે કદાચ સામાજીક કારણોવશાત હોઈ શકે) જ ઘડપણને વાસ્તવમાં હોય તેથી પણ વધુ વિકટ બનાવી દે છે. આપે આખા લેખમાં બહુ વિશદ સમજણ આપી છે જેમાંથી ટુંકાણમાં એટલું તો ચોખ્ખું જ તરી આવે છે કે; કામ, અભ્યાસ, શરીર અને મનના આરોગ્ય પ્રત્યે સજાગતા અને સકારાત્મકતા આ બધું ભલે ઘડપણને ટાળી ના શકે પણ જણાવાએ દેતું નથી. પણ આ બધું શક્ય બને છે કોઈકના સહારાથી, અહીં સમાજશાસ્ત્ર ચિત્રમાં આવે છે.

  મેક્લિનના એક પાત્ર જ્‍હોની સ્ટેટોન માટે લખાયું કે તે ફાંસીનો ગાળીયો ગળામાં પડ્યો હોય તોએ મરવા વિશે નહીં પણ અહીંથી છટકવું કેમ તે વિશે વિચારતો હોય છે. કેટલાક લોકો આ જ્‍હોની જેવા જ હોય છે જે ૯૦-૯૫-૧૦૦ની વયે પણ આગળ શું કાર્ય કરવાનું છે તે વિશે જ વિચારતા હોય. તેઓના શબ્દકોષમાં નિવૃતિ કે ઘડપણ જેવો શબ્દ શોધ્યો જડતો નથી. અમુક નામો તો આપે ગણાવ્યા, તે સૌને સાદર પ્રણામ.

  Like

  1. સાયકોલોજી વાંચતા વાંચતા ઘડપણનો વિષય હાથ લાગી ગયો તો ઘસડી માર્યું.નવા રીસર્ચ વાંચવાની મજા આવે છે,હવે મ્યુઝીકનો વારો છે.આભાર.

   Like

 8. ઓછો ખોરાક, દુનીયાદારી તરફ નિર્લેપતા અને કોઈ શોખ માટેની તીવ્ર પેશન લાંબુ સ્વસ્થ આયુષ્ય આપે છે, એવ્બુ મારું નિરિક્ષણ છે.

  Like

 9. એક સ્ટડી એવું પણ કહે છે કે જે લોકો પોતાના અંતરાત્માને પૂછીને ચાલનારા અને સારી દાનતના હોય અને પોતાની કેર જાતે કરતા હોય તે લોકો લાંબું જીવતા હોય છે.સાચું કહ્યું છે.
  લાંબુ અને નિરોગી જીવન ઘડપણ માં જીવનાર હજી આપણ ને ઇન્સ્પિરેશન પૂરું પાડે તેવી વ્યક્તિઓ આ વર્ગ ની હયાત છે.

  Like

 10. બહુ જ સરસ લેખ. યુવાનીની માફક સાચવીને રાખવાં જેવો.
  એક લિંક મુકવાનું મન થાય છે… http://wp.me/phscX-1AJ

  Like

 11. રાઓલ સર , ઉત્તમ લખ્યું છે. ઘડપણ રોગ છે. આસપાસ જોયું હસે કે એક વાળ સફેદ દેખાય એટલે લોકો દાઈ કરી ને રંગવા નું શરુ કરી દયે છે. અમિતાભ બચ્ચન હમેશા ટીવી પર દેખાય છે ત્યારે ફુલ સાઇઝ નું પહરે છે ને ગાળા માં સ્કાર્ફ તોહ હોઈજ. કરચલી છુપાવો માટે તો. મારા દાદા એ લગભગ ૯૦ વરસ સુધી સાઈકલ ચલાવતા હતા. હવે અમે ના પડી એટલે નથી બવ active નહિ , પણ હા હજુ બૂક વાંચે છે ને લંગ લ્યબ્રેરી ના આજીવન સભ્ય છે. મારું માનવું છે કે આપડે ઘરડા લોકો ને કામ ના કરવા દઈ ને ખોટું કરી છીએ. આપને એમ થાય કે કે એમ ને આરામ મળતો હોય. પણ હકીકત એ એ લોકો અખો દી આરામ કરી ને નિષ્ક્રિય હોય છે. વાત એવી છે કે જો તમે કામ કરો તો physically active રહો ને પછી તમારા માં સ્ફૂર્તિ આવે. બાકી આ વસ્તુ ઘરડા લોકો માં પણ વિરોધભાસ હોઈ સકે જે active છે એ રેવાના જ છે કોઈ પણ રીતે. છેલા પાંચ પોઈન્ટ CDC ના સરસ., બાકી scientifically જોરદાર. ગમ્યું ને માન્યું.

  Like

  1. ૯૦ વર્ષ સુધી સાયકલ ચલાવી શકાય છે તે હવે સાબિત થઇ ગયું.પછી જોવાનું શું રહે?એવા દાદાજી પામવા બદલ આપ લકી છો.આભાર.

   Like

 12. Dear brother,
  Very good article with lot of facts and a must read for above forty group. Happy old age life is a dream now a days. Since most of the time people go for heavenly abode very early. I may add my own ideas: Married people live longer, well to do people live longer for obvious reasons, People who live near or on mountain range live longer, women live longer, people who have near zero jealousy live longer, People who are regular in their life live longer. Those who are active physically and mentally keep fine health and live longer. People who are loved and admired by others live longer. This is generally speaking and there could be exceptions. I also agree with Jay vasavada’s observation. Eat less and live longer. Love more and live longer, Enjoy life and live longer till the next bomb blast takes the life.

  Like

 13. મારા પિતાજી ૮૩ વર્ષ જીવ્યા,સંપૂર્ણ સ્વસ્થ.. કાયમ ૫ કી.મી.ચાલતા,ચોકઠાં વિના જમી શકતા(ઓરીજીનલ દાંતે),મોતિયા નુ કે એકે ઓપરેશન નહોતું કરાવ્યું છતાં વાંચી શકતા.છેલા દસકા પહેલા પુષ્કળ સિગારેટ (કેવેન્દર્સ)પિતા,પુષ્કળ પાન ખાતા…….રહસ્ય તંદુરસ્તી નુ મે કોઈ દિવસ સાંજે જમતા જોયેલા નહી,માત્ર હળદર વાળા દુધનો વાટકો ભરી ને દૂધ પિતા….કાયમ સફેદ લેન્ઘોઅને જભ્ભો અને એ પણ સફેદ,એક જોડી બુટ.આ એમની સંપતિ..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s