રેશનલ આધ્યાત્મિકતા????

Lama Yeshe Losal (2007)
Image via Wikipedia
રેશનલ આધ્યાત્મિકતા????
          આધ્યાત્મિકતા એટલે શું?કંઈક ભગવાનને લગતું?ધર્મને લગતું કે પછી અલૌકિક,કુદરતના કાયદાથી પર કે દિવ્ય?દિવ્ય એટલે શું?પ્રેમ કે નીતિમત્તા?
    બહુ અઘરું છે નહિ?વ્યાખ્યા કરવી અઘરી છે,તેમ દરેકની વ્યાખ્યા પણ અલગ રહેવાની.મોરલ વેલ્યુઝ વગરની આધ્યાત્મિકતા કે ધર્મ ને શું કહીશું?
     જીવન એક નૈયા છે જે ક્યારેક ડૂબી જવાની છે.મૃત્યુનો વિચાર અને મૃત્યુનો ડર એક ભૂતની જેમ મનુષ્ય પ્રાણીને ખૂબ સતાવતો હોય છે જે બીજા કોઈ પ્રાણીને સતાવતો નથી.આપણે મરણાધીન દર્પણ છીએ,દુનિયાનું પહેલું પ્રાણી જે જીવન ચક્રનો આખો પરિઘ જોઈ શકે છે અને ખબર છે કે એક દિવસ મૃત્યુ આવવાનું જ છે.જીવન નૈયામાં સફર કરતા કરતા એક દિવસ ભવિષ્ય તો ઊંડા તળિયે જ છે.
   મૃત્યુ એક નથી હોતું,પળે પળે ક્ષણે ક્ષણે આપણે મરતાં હોઈએ છીએ.મિનિટ,કલાક,વર્ષ,દાયકા,જમાના,યુગો અને યુગો વીતી જતા હોય છે અને રોજ કંઈક ને કંઈક મરતું હોય છે.ક્યારેક ચશ્માં ખોવાઈ જતા હોય છે,ક્યારેક કોઈ મિત્ર દગો દઈને જતો રહેતો હોય છે,કોઈ સંબંધી દુનિયા છોડી જતું રહેતું હોય છે કે કોઈ ક્યારા મિત્રનો ફોન નંબર ખોવાઈ જતો હોય કે બદલાઈ જતો હોય છે,આજે કોઈ વસ્તુ અચંબો પમાડે છે તે કાલે નથી પમાડતું.હર્ષ આવે છે અને પછી પાછળ શોક પણ આવતો હોય છે.કુટુંબો નાશ પામી જતા હોય છે,સંસ્કૃતિઓ નાશ પામી જતી હોય છે,માયા,ઇનકા,એઝટેક,સુમેરિયન,ઇજિપ્શિયન બધું ભૂતકાળ બની ચૂક્યું છે.આજે જેને આપણે બાથમાં લઈએ છીએ તે કાલે સડી જતું હોય છે.એક કૂતરું આજે ખરીદીએ સાથે એનું મોત પણ ખરીદીએ છીએ.સર્જન વિસર્જન ચાલ્યા કરતું હોય છે,વિજ્ઞાન આ નિયમો સમજવાનો પ્રયત્ન કરતું હોય છે.પણ બધા નિયમો સમજાતાં નથી હોતા.એટલે પછી ભારતમાં કહેવાય છે કે વિજ્ઞાન જ્યાં અટકે ત્યાં અધ્યાત્મ શરુ થાય છે.કોઈને અધ્યાત્મ ગીતમાં દેખાય છે,કોઈને ટીલા ટપકામાં.કોઈને મહાકાલી સાથે વાતો કરવામાં અધ્યાત્મ દેખાય તો કોઈ યોગીને એ કાલીના નાશમાં.કોઈને માનવતામાં અધ્યાત્મ દેખાય છે,કોઈને લાગણીઓના પ્રવાહમાં.ચાલો એક મહાન નાસ્તિકે (ભગવાન બુદ્ધ) ચાર ઉત્કૃષ્ટ ભાવના કઈ ગણાવી છે તે જોઈએ.
    આ ચાર લાગણીઓ(Brahma Vihar) આપણે આપણાં મનમાં વાવી શકીએ છીએ,એને ઉછેરીને વૃક્ષ બનાવી શકીએ છીએ.
     મેત્તા:– Lovingkindness or Friendliness ,મિત્રતા,પ્રેમાળ હૃદય કે અસીમ મિત્રતા,મૈત્રીપૂર્ણ વ્યવહાર.સાદા શબ્દોમાં કહીએ તો કોઈને પણ તમારા હ્રદયમાંથી ફેંકી દેશો નહિ.એમાં આપણે પોતે પણ આવી ગયા.ઘણીવાર આપણે પોતે આપણી જાતને ધિક્કારતા હોઈએ છીએ,તો કોઈને અને ખુદને પણ હૃદયમાંથી ફેંકી દેશો નહિ.મેત્તા એટલે શુભ ચિંતક.દરેકનું ભલું થાય તેવી લાગણી.
Sylvia Boorstein ,Author of

It’s Easier Than You Think: The Buddhist Way to Happiness

જયારે કોઈ પણ માણસને જુએ એટલે મનોમન કોઈને ખબર પડે નહિ તે રીતે I love you કહેતી.અને આમ કરીને મેત્તાની સાધનામાં આગળ વધતી.આમ તેને અજાણ્યા લોકો માટે પણ ભાવ ઉભરવા લાગ્યો.અજાણ્યા લોકોના દુખ દર્દ અને આનંદમાં સહભાગી થવા લાગી.

  કરુણા:-Compassion.કરુણા અને મિત્રતા પોતાના માટે વહેવી જોઈએ.આપણે પોતાના પ્રત્યે પણ ક્રૂર બનતા હોઈએ છીએ.આપણાં શરીરનું નિરીક્ષણ કરો,એક હાથે ઈજા થશે તો તરત બીજો હાથ એની દરકાર કરવા લાગે છે કે નહિ?શરીર આવો ઓટોમેટીક રિસ્પૉન્સ આપતું હોય છે.બસ આમ પ્રથમ પોતાના શરીર માટે કરુણા ઊગશે તે પ્રવાહ બીજા લોકો પ્રત્યે પણ વહેતો થશે.વિનાકારણે પોતાના શરીરને પણ કષ્ટ આપવું હું તો માનું છું ગુનો છે.કરુણા અને કહેવાતી દયાની ભાવનામાં મને થોડો ફરક લાગે છે.કોઈના પ્રત્યે દયા આવવી એમાં થોડો અહંકાર રહેલો હોય છે.દયા કરનારનું સ્થાન જરા ઊંચું અને દયાપાત્ર જરા નીચો લાગતો હોય છે.ઉપકારની ભાવના આવી જતી હોય છે.બુદ્ધની કરુણા અવિરત વહેતી હોય છે.એમાં કોઈ ઉપકાર નથી.કોઈ અહંકાર નથી,ભેદ રેખા બહુ પાતળી છે.
બૌદ્ધિષ્ઠ ટીચર Pema Chodron ::-I’ve learned to cultivate compassion for myself, my heart has opened to others who are suffering.
    મુદિતા:-(joy in the joy of others) મુદિતા માટે અંગ્રેજીમાં કોઈ શબ્દ જલ્દી નહિ મળે.મુદિતા એટલે હર્ષની લાગણી.ખુશ થવું.આનંદિત થવું.પણ શેમાં?બીજાની હર્ષની લાગણી જોઈ હર્ષ અનુભવવો,બીજાને સુખી જોઈ સુખ અનુભવવું,બીજાને આનંદિત જોઈ આનંદ અનુભવવો.આપણે તો કોઈને સુખી જોઈએને દુખ અનુભવીએ છીએ.જલન થતી હોય છે.ઈર્ષ્યા થતી હોય છે.અને જો કોઈ દુખી હોય કે એની કમનસીબી જોઈએ ને હર્ષ અનુભવીએ છીએ.એટલે કોઈના દુખમાં હર્ષની લાગણી અનુભવો કે ખુશ થાઓ તેને મુદિતા ના કહેવાય.આમ મુદિતા ઈર્ષ્યાનો એન્ટીડોટ છે.
    ઉપેખ્ખા :-Equanimity ,ઉપેક્ષા,સ્વસ્થતા,શાંતિ આવા અર્થ કરી શકાય.ઉપેક્ષા કરવી તેમાં જરા નકારાત્મક ભાવ લાગે છે.જીવનના ચડાવ ઉતાર પ્રત્યે સ્વસ્થતા રાખવી શાંતિ રાખવી તેનું નામ ઉપેખ્ખા.સ્ટ્રેસ મૅનેજમેન્ટ માટે ઉપેખ્ખા બહુ કામનો શબ્દ લાગે છે.
    Lama Yeshe :- “If you expect your life to be up and down, your mind will be much more peaceful.”
     રોજબરોજના જીવનમાં આ ઉત્કૃષ્ટ ભાવનાઓ વિકસાવવા જેવી છે.બુદ્ધ મનોચિકિત્સક,મનોવૈજ્ઞાનિક,ન્યુરોલોજીસ્ટ જેવા વૈજ્ઞાનીકોના હંમેશા પ્રિય રહ્યા છે.હું જ્યારે જ્યારે મનોવિજ્ઞાન વિષે વાંચતો હોઉં ત્યાં વારંવાર બુદ્ધનો ઉલ્લેખ થતો હોય છે.
     બુદ્ધે ૨૫૦૦ વર્ષ પહેલા કહેલું કે જેને સાંભળવાની કળા આર્ટ ઑફ લીશનીંગ આવડતી નથી તેનું શરીર આખલાની જેમ વધે છે પણ પ્રજ્ઞા નહિ.મતલબ શરીરની ઉંમર અને માનસિક ઉંમર જુદી જુદી હોય છે.જોકે તે સમયે વાંચવાનું ખાસ કશું હશે નહિ,આજના જેટલા પુસ્તકો હશે નહિ.બાકી આજે બે વસ્તુ કહી શકીએ કે જેને આર્ટ ઑફ લીશનીંગ અને આર્ટ ઑફ રીડિંગ નસીબ નથી તેનું શરીર વધે છે પ્રજ્ઞા નહિ,બુદ્ધિ નહિ.

36 thoughts on “રેશનલ આધ્યાત્મિકતા????”

 1. સરજી આપનો પ્રયાસ અતિ ઉત્તમ હોય જ છે એની ના નહિ પણ બુધ્ધએ નાસ્તિકતાનુ જે શીક્ષણ આપ્યુ એ ‘Brahma Vihar’ અપનાવનારા દેશો મોટાભાગે ચીને જગતને અતિશય ખતરનાક એવુ કુંગ ફુ કરાટે, અને બીજા ઘણા બધા પ્રકારો જગતને શીખવ્યા અથવા તો પ્રદર્શીત કર્યા. ઘણી વખ્ત એમના પિક્ચરો ટીવી માધ્યમે જોઉ છુ ત્યારે ઘણુ હસ્વુ આવે છે. આજે ચીન પણ પોતાના બાહુબળને આધારે જ જગતને નમાવે છે, ભારતનો ૬૫ હજાર કિલોમીટર નો હિસ્સો પડાવી પાડ્યો છે, પાકિસ્તાન-ચીન ને જોડતો હાઈવે ને પોતાને હસ્તગત કરી લિધો છે, જાપાને પણ હિરોશીમાનો બોંબ ખાધા પહેલા અમેરીકાના થાણાઓ ઉપર અને ભારતની સિમાઓ સુધી ઘુસી આવ્યા હતા. ખ્રિસ્તીઓ એ જગતનુ શોષણ કર્યુ એ વાત માની શકાય પણ એમના લિસોટા જે તેઓ છોડી ગય, ત્યાં ત્યાં એ દેશોમા લોકો અંધકારમાંથી બહાર્ર નિકળીને પોતાની પ્રગતિ કરી છે. ચીનાઓએ લોકોનુ પોતાના સ્વાર્થ માટૅ શોષણ જ કર્યુ છે. બુધ્ધ ના જન્મ સ્થાન એવા બિહારમાં બુધ્ધનુ કોઈ મહત્વ નથી અને ભારતનો સૌથી ખતરનાક રાજ્યમાં બિહારનો નંબર એક આવે છે. મહારાષ્ટ્રના અને યુ.પી ના માયાવતી બહેન જેઓ બુધ્ધ ના ચાહક છે તેઓ એ પણ હજુ ભારત પર પ્રભાવ નથી પાડી શક્યા, આવા ઘણા કિસ્સાઓ જોડી શકાય. પણ બુધ્ધનુ શાસ્ત્ર તદ્દ્ન ખોટુ છે એવુ કહેવુ અતિશયોક્તિ ભલે કહેવાય પણ તદ્દ્ન સચ્ચુ એવુ અંતિમ ધ્યેય એવુ તો છે જ નહિ. મારે તો ફક્ત એટલુ જ કહેવાનુ છે કે અ જગત કોઈ એક શક્તિ એ ઘડ્યુ છે આપણે જેના સાંનિધ્યમાં જીવીશુ કે સરેંડર કરીશુ તો આપણા ભુતકાળના મહાનુભાવો જેવા સમાજોત્થાનના કાર્ય કરી શકીશુ, એટલે સમતોલ વિવેકમય આધ્યાત્મિક ધર્મ દરેક ના જીવનમાં હોવો જ જોઈએ. અને એ સમતોલ વિવેક્મય આધ્યાત્મિક જીવન જ દેશ-સમાજ અને જગતનુ ઉધ્ધારક તત્વ છે, વિજ્ઞાન નહિ કે નાસ્તિકતા સભર વિવેક્પંથ નહિ…..પ્રણામ……

  Like

 2. તમે રેશનાલિટી અને આધ્યાત્મિકતાનું સારૂં સંયોજન કર્યું છે. આધ્યાત્મિકતાને આ સંસારની બહાર લઈ જવાની ભૂલ થઈ છે. આને કારણે એને તર્કની પણ ઉપર લઈ જવાઈ છે, પરંતુ એવું નથી. આત્મિકતા જેવો શબ્દ આપને ત્યાં પ્રચલિત નથી થયો પણ એ શબ્દ હોવો જોઈએ. આત્મિકતા એટલે સ્વકેન્દ્રિત દૃષ્ટિકોણ. આધ્યત્મિકતા એનાથી ઉપર જાય છે. એમાં ‘સ્વકેન્દ્રિત’દૃષ્ટિકોણનો નાશ કરવાનો છે. આનો અર્થ આપણે એમ સમજ્યા કે આ સંસારનો પણ નાશ કરવાનો છે.
  ‘સ્વ’નો નાશ એટલે ‘સ્વ’નો વિસ્તાર. ‘સ્વ’ને ‘સ્વ’તરીકે ન ઓળખી શકાય એ આધ્યાત્મિકતા.
  વિચારપ્રેરક લેખ.

  Like

  1. ‘સ્વ’નો નાશ એટલે ‘સ્વ’નો વિસ્તાર. ……આ વાત ગમી મને.

   Like

  2. ” ‘સ્વ’નો નાશ એટલે ‘સ્વ’નો વિસ્તાર. ‘સ્વ’ને ‘સ્વ’તરીકે ન ઓળખી શકાય એ આધ્યાત્મિકતા.”
   હું અહીં દિપકભાઈના આ વિચાર અને વાક્યની પ્રશંસા કરતાં મારી જાતને રોકી નથી શકતો. બહુ જ ઉમદા વાક્ય. આભાર.

   અને હા, બાપુ “જેને આર્ટ ઑફ લીશનીંગ અને આર્ટ ઑફ રીડિંગ નસીબ નથી તેનું શરીર વધે છે પ્રજ્ઞા નહિ,બુદ્ધિ નહિ.” એ શબ્દોને વખાણતા ભુલી જઉં તો આપનો દોષી ગણાઉં ! બહુ જ સ_રસ રીતે આલેખાયેલો, વિચારપ્રેરક લેખ. આભાર.

   Like

    1. અદ્વૈત તરફ લઈ જતો જણાય છે? કારણ કે હું અદ્વૈતવાદી નથી એટલે સ્વાભાવિક રીતે તો એવો અર્થ ન નીકળવો જોઈએ. મારો અર્થ એટલો જ છે કે જે તકલીફ આપણે અનુભવીએ તે જ તકલીફ બીજાને થાય તો આપ્ણે એને નાની વાત ન માનવી જોઇએ..શારીરિક રીતે શક્ય ન હોય પણ સંવેદનના સ્તરે શક્ય છે. કુટુંબના અર્થનો પણ વિસ્તાર કરીએ અને શક્ય હોય ત્યાં મદદ કરીએ. કઈં નહીં તો કોઈનું નુકસાન ન કરીએ.
     ”સ્વ”નો નાશ કરીને ક્યાંક ભેળવી દેવાનો છે. એ અમૂર્ત કલ્પના છે. મારી કલ્પના આ સંસાર માટે છે કદાચ બરાબર ન કહી શક્યો હોઉં પણ કહેવા એ માગું છું કે દુનિયામાં ‘બીજા’નું અસ્તિત્વ છે. એટલે અદ્વૈત તરફ લઈ જાય એવું મને નથી લાગતું, પણ તમારી ટકોરે મને વિચારમાં નાખી દીધો છે. મિત્રો ચર્ચા કરે તો પ્રકાશ પડે.

     Like

 3. રાજેશભાઈની સમતોલ વિવેક્મય જીવનની વાત યોગ્ય લાગે છે. ઇશાવાસ્ય ઉપનિષદના ૯ થી ૧૪ મા શ્લોકો પણ બુદ્ધિ અને ભાવના બનેનો અતિરેક ટાળવાની સલાહ આપે છે. રેશનાલીઝમ અને આધ્યાત્મ બનેનો સુભગ સમન્વય સાધવો જોઈએ. દીપકભાઈની વાત પણ મુદ્દાસરની છે.

  Liked by 1 person

 4. તમારા લેખ હમેશા રસપ્રદ હોય છે હું વાંચું છું, લખતો નથી કારણ કે મારી વિચાર પધ્ધતિ “રોજિંદી”કે સાંપ્રત પર ઠોસ થયેલી છે, પરંપરા પર નહિં..અને ઇશ્વર સાથે તો કશી લેવાદેવા જ નથી એ દરેક મનુષ્યની ભીતરી નબળાઈ છે-બીન લાદેન બહારથી ડરાવે પેલો અંદરથી ડરાવે…ઃ}

  Like

 5. કહેવાય છેકે સર્જકો આર્ષદ્રષ્ટા હોય છે,મેઘાણિએ કહ્યુ છે તેમ ‘બહુ……લાબુ……..દેખુ છુ “તેમ આપ પણ બહુલાબુ.
  દેખો છોઆપ સર્જક છોને?જ્યા નપહોચે રવિ ત્યા પહોચે કવિ–મનેતો આપમા બહુ મોટા ગજાના સર્જકના દર્શન
  થાય છે-દરરોજ કૈ નવુ ને નવુ આપતા રહોછો,કોઇ વિષયને આપ ન ચર્ચી શકો એવુ બને એમજ નથી.આપની પાસે ખરેખર આર્ટ ઓફ રીડીંગ અને આર્ટ ઓફ રાઇટીંગ છેઅને સાથે સાથે તર્ક શક્તિ પણ એટલીજ છે જેથી દરેક
  બાબતને ચકાસીને લખી શકો છો.

  Like

 6. મૃત્યુનો વિચાર અને મૃત્યુનો ડર એક ભૂતની જેમ મનુષ્ય પ્રાણીને ખૂબ સતાવતો હોય છે જે બીજા કોઈ પ્રાણીને સતાવતો નથી.

  પછી જન્મે છે આ આત્મા, પરમાત્મા, અધ્યાત્મા, કર્મ, નરક અને મોક્ષ.

  મહાવીર અને બૌદ્ધનું બધુ સાહીત્ય એ બન્નેના મૃત્યુ પછી થોડાક સમયમાં જ લુપ્ત થઈ ગયું.

  પાછળના આચાર્યોને જીવનમાં મજા ન આવી અને હીન્દુઓમાંથી બધું લઈ ઉમેરી પોતાનું ગાડુ હાકે રાખ્યું.

  બૌદ્ધ ધર્મ ભારતમાંથી લુપ્ત થઈ ગયો અને જૈનમાં એટલા ટુકડા થયા કે દરેક ટુકડો કહે છે કે અમારામાં મુખ્ય ધારાથી કંઈ જ ફરક નથી ફકત ક્રીયામાં થોડોક ફરક છે. જ્યારે હકીકતમાં મહાવીરથી તદ્દન અલગ પંથ ઉભા કરી નાખ્યા…….

  Like

  1. વોરાસાહેબ, સાચી વાત છે. મૃત્યુનો ભય ન હોત તો આત્મા, પરમાત્મા ન હોત. મૃત્યુનો ભય પણ એટલા માતે છે કે આપને અમુક વખત પછી નહીં હોઇએ એ વિચાર સ્વીકારી નથી શકતા અને અમર બનવાની આપણી ઇચ્છા મૃત્યુ પૂરી થવા દેતું નથી.

   Like

   1. બાઈબલમાં લખ્યુ છે કે “મ્રુત્યુ એ પાપનુ ફળ છે” જે કોઈ પાપ કરે છે તેઓ જીવન ગુમાવે છે, પાપ એટલે પરમેશ્વરને ન માનવુ એ અને ચીનાઓની જેમ સાપ, જીવડાઓ ખાવા અને બીજાને મારવા, અમાનવિય સેક્સ માં આનંદવુ એવુ ઘણુ બધુ છે. અને જે કોઈ પરમેશ્વરથી ડરે છે તેઓ જ પાપ નથી કરતા અને વિવેકાનંદ, ગાંધીજી અને અન્ય મહાનુભાવો જેવા ઉત્તમ સપુતો બને છે અને સમાજને રાહ દાખવે છે અને અમર બની જાય છે…..

    Like

 7. First of all hearty congratulations for such a nice and thoughtful and thought provoking article. You have a very vast reading and understanding of what you read and clearly putting in the words to explain to others.
  Now a belief in God or something Divine is very personal, and most people associate it with deep abiding faith and also obedience to “guru.
  I think the real goal is to be a GOOD humanbeing, and for that the above belief does not hold a water. Actually many so called religious people do commit heinous crimes all over the world. By going to temples, churches and mosques one does not become a good person. To become a good person a person needs to follow what you wrote above regarding Buddha’s four tennets. ‘Sthitpraga’ qwalities mentioned in Gita are equally valuable and do not reqire belief in Supernatural, to be a good humanbeing.
  Please continue the good work you are doing. I wonder with busy job and family responsibilility when doyou get this much time to do this vast, ecclectic reading, digest it and express in lucid thought, to put forward in articles like this. To me this amouts to be a fulltime work.
  Thank you and wish you all the best always.
  Dineshbhai

  Like

  1. શ્રી દિનેશભાઈ.
   ખૂબ ખૂબ આભાર.સમય નો અભાવ તો ખૂબ નડતો હોય છે.મારો હિન્દી બ્લોગ આ કારણે જ ઠપ્પ થઇ ગયો છે.શરૂમાં થોડા લેખ હિન્દીમાં ટ્રાન્સલેટ કરીને મુક્યા પણ હવે સમય બચતો નથી.રાતની ૧૨ કલાકની જોબ કરીને આખો દિવસ ઊંઘવામાં જતો હોય છે.છતાં વાંચન નો શોખ જે પિતાશ્રીએ વારસામાં આપ્યો છે તે છૂટે નહિ એમાં આ બધું ચાલે જાય છે.

   Like

 8. Metta

  “May I be free from all forms of danger and harm
  May I have mental happiness
  May I have physical happiness
  May I have ease of well-being”

  Like

 9. Contemplations on the Four Sublime States

  I. Love (Metta)
  Love, without desire to possess, knowing well that in the ultimate sense there is no possession and no possessor: this is the highest love.

  Love, without speaking and thinking of “I,” knowing well that this so-called “I” is a mere delusion.

  Love, without selecting and excluding, knowing well that to do so means to create love’s own contrasts: dislike, aversion and hatred.

  Love, embracing all beings: small and great, far and near, be it on earth, in the water or in the air.

  Love, embracing impartially all sentient beings, and not only those who are useful, pleasing or amusing to us.

  Love, embracing all beings, be they noble-minded or low-minded, good or evil. The noble and the good are embraced because love is flowing to them spontaneously. The low-minded and evil-minded are included because they are those who are most in need of love. In many of them the seed of goodness may have died merely because warmth was lacking for its growth, because it perished from cold in a loveless world.

  Love, embracing all beings, knowing well that we all are fellow wayfarers through this round of existence — that we all are overcome by the same law of suffering.

  Love, but not the sensuous fire that burns, scorches and tortures, that inflicts more wounds than it cures — flaring up now, at the next moment being extinguished, leaving behind more coldness and loneliness than was felt before.

  Rather, love that lies like a soft but firm hand on the ailing beings, ever unchanged in its sympathy, without wavering, unconcerned with any response it meets. Love that is comforting coolness to those who burn with the fire of suffering and passion; that is life-giving warmth to those abandoned in the cold desert of loneliness, to those who are shivering in the frost of a loveless world; to those whose hearts have become as if empty and dry by the repeated calls for help, by deepest despair.

  Love, that is a sublime nobility of heart and intellect which knows, understands and is ready to help.

  Love, that is strength and gives strength: this is the highest love.

  Love, which by the Enlightened One was named “the liberation of the heart,” “the most sublime beauty”: this is the highest love.

  And what is the highest manifestation of love?

  To show to the world the path leading to the end of suffering, the path pointed out, trodden, and realized to perfection by Him, the Exalted One, the Buddha.

  II. Compassion (Karuna)
  The world suffers. But most men have their eyes and ears closed. They do not see the unbroken stream of tears flowing through life; they do not hear the cry of distress continually pervading the world. Their own little grief or joy bars their sight, deafens their ears. Bound by selfishness, their hearts turn stiff and narrow. Being stiff and narrow, how should they be able to strive for any higher goal, to realize that only release from selfish craving will effect their own freedom from suffering?

  It is compassion that removes the heavy bar, opens the door to freedom, makes the narrow heart as wide as the world. Compassion takes away from the heart the inert weight, the paralyzing heaviness; it gives wings to those who cling to the lowlands of self.

  Through compassion the fact of suffering remains vividly present to our mind, even at times when we personally are free from it. It gives us the rich experience of suffering, thus strengthening us to meet it prepared, when it does befall us.

  Compassion reconciles us to our own destiny by showing us the life of others, often much harder than ours.

  Behold the endless caravan of beings, men and beasts, burdened with sorrow and pain! The burden of every one of them, we also have carried in bygone times during the unfathomable sequence of repeated births. Behold this, and open your heart to compassion!

  And this misery may well be our own destiny again! He who is without compassion now, will one day cry for it. If sympathy with others is lacking, it will have to be acquired through one’s own long and painful experience. This is the great law of life. Knowing this, keep guard over yourself!

  Beings, sunk in ignorance, lost in delusion, hasten from one state of suffering to another, not knowing the real cause, not knowing the escape from it. This insight into the general law of suffering is the real foundation of our compassion, not any isolated fact of suffering.

  Hence our compassion will also include those who at the moment may be happy, but act with an evil and deluded mind. In their present deeds we shall foresee their future state of distress, and compassion will arise.

  The compassion of the wise man does not render him a victim of suffering. His thoughts, words and deeds are full of pity. But his heart does not waver; unchanged it remains, serene and calm. How else should he be able to help?

  May such compassion arise in our hearts! Compassion that is sublime nobility of heart and intellect which knows, understands and is ready to help.

  Compassion that is strength and gives strength: this is highest compassion.

  And what is the highest manifestation of compassion?

  To show to the world the path leading to the end of suffering, the path pointed out, trodden and realized to perfection by Him, the Exalted One, the Buddha.

  III. Sympathetic Joy (Mudita)
  Not only to compassion, but also to joy with others open your heart!

  Small, indeed, is the share of happiness and joy allotted to beings! Whenever a little happiness comes to them, then you may rejoice that at least one ray of joy has pierced through the darkness of their lives, and dispelled the gray and gloomy mist that enwraps their hearts.

  Your life will gain in joy by sharing the happiness of others as if it were yours. Did you never observe how in moments of happiness men’s features change and become bright with joy? Did you never notice how joy rouses men to noble aspirations and deeds, exceeding their normal capacity? Did not such experience fill your own heart with joyful bliss? It is in your power to increase such experience of sympathetic joy, by producing happiness in others, by bringing them joy and solace.

  Let us teach real joy to men! Many have unlearned it. Life, though full of woe, holds also sources of happiness and joy, unknown to most. Let us teach people to seek and to find real joy within themselves and to rejoice with the joy of others! Let us teach them to unfold their joy to ever sublimer heights!

  Noble and sublime joy is not foreign to the Teaching of the Enlightened One. Wrongly the Buddha’s Teaching is sometimes considered to be a doctrine diffusing melancholy. Far from it: the Dhamma leads step by step to an ever purer and loftier happiness.

  Noble and sublime joy is a helper on the path to the extinction of suffering. Not he who is depressed by grief, but one possessed of joy finds that serene calmness leading to a contemplative state of mind. And only a mind serene and collected is able to gain the liberating wisdom.

  The more sublime and noble the joy of others is, the more justified will be our own sympathetic joy. A cause for our joy with others is their noble life securing them happiness here and in lives hereafter. A still nobler cause for our joy with others is their faith in the Dhamma, their understanding of the Dhamma, their following the Dhamma. Let us give them the help of the Dhamma! Let us strive to become more and more able ourselves to render such help!

  Sympathetic joy means a sublime nobility of heart and intellect which knows, understands and is ready to help.

  Sympathetic joy that is strength and gives strength: this is the highest joy.

  And what is the highest manifestation of sympathetic joy?

  To show to the world the path leading to the end of suffering, the path pointed out, trodden, and realized to perfection by Him, the Exalted One, the Buddha.

  IV. Equanimity (Upekkha)
  Equanimity is a perfect, unshakable balance of mind, rooted in insight.

  Looking at the world around us, and looking into our own heart, we see clearly how difficult it is to attain and maintain balance of mind.

  Looking into life we notice how it continually moves between contrasts: rise and fall, success and failure, loss and gain, honor and blame. We feel how our heart responds to all this with happiness and sorrow, delight and despair, disappointment and satisfaction, hope and fear. These waves of emotion carry us up and fling us down; and no sooner do we find rest, than we are in the power of a new wave again. How can we expect to get a footing on the crest of the waves? How can we erect the building of our lives in the midst of this ever restless ocean of existence, if not on the Island of Equanimity.

  A world where that little share of happiness allotted to beings is mostly secured after many disappointments, failures and defeats;

  a world where only the courage to start anew, again and again, promises success;

  a world where scanty joy grows amidst sickness, separation and death;

  a world where beings who were a short while ago connected with us by sympathetic joy, are at the next moment in want of our compassion — such a world needs equanimity.

  But the kind of equanimity required has to be based on vigilant presence of mind, not on indifferent dullness. It has to be the result of hard, deliberate training, not the casual outcome of a passing mood. But equanimity would not deserve its name if it had to be produced by exertion again and again. In such a case it would surely be weakened and finally defeated by the vicissitudes of life. True equanimity, however, should be able to meet all these severe tests and to regenerate its strength from sources within. It will possess this power of resistance and self-renewal only if it is rooted in insight.

  What, now, is the nature of that insight? It is the clear understanding of how all these vicissitudes of life originate, and of our own true nature. We have to understand that the various experiences we undergo result from our kamma — our actions in thought, word and deed — performed in this life and in earlier lives. Kamma is the womb from which we spring (kamma-yoni), and whether we like it or not, we are the inalienable “owners” of our deeds (kamma-ssaka). But as soon as we have performed any action, our control over it is lost: it forever remains with us and inevitably returns to us as our due heritage (kamma-dayada). Nothing that happens to us comes from an “outer” hostile world foreign to ourselves; everything is the outcome of our own mind and deeds. Because this knowledge frees us from fear, it is the first basis of equanimity. When, in everything that befalls us we only meet ourselves, why should we fear?

  If, however, fear or uncertainty should arise, we know the refuge where it can be allayed: our good deeds (kamma-patisarana). By taking this refuge, confidence and courage will grow within us — confidence in the protecting power of our good deeds done in the past; courage to perform more good deeds right now, despite the discouraging hardships of our present life. For we know that noble and selfless deeds provide the best defense against the hard blows of destiny, that it is never too late but always the right time for good actions. If that refuge, in doing good and avoiding evil, becomes firmly established within us, one day we shall feel assured: “More and more ceases the misery and evil rooted in the past. And this present life — I try to make it spotless and pure. What else can the future bring than increase of the good?” And from that certainty our minds will become serene, and we shall gain the strength of patience and equanimity to bear with all our present adversities. Then our deeds will be our friends (kamma-bandhu).

  Likewise, all the various events of our lives, being the result of our deeds, will also be our friends, even if they bring us sorrow and pain. Our deeds return to us in a guise that often makes them unrecognizable. Sometimes our actions return to us in the way that others treat us, sometimes as a thorough upheaval in our lives; often the results are against our expectations or contrary to our wills. Such experiences point out to us consequences of our deeds we did not foresee; they render visible half-conscious motives of our former actions which we tried to hide even from ourselves, covering them up with various pretexts. If we learn to see things from this angle, and to read the message conveyed by our own experience, then suffering, too, will be our friend. It will be a stern friend, but a truthful and well-meaning one who teaches us the most difficult subject, knowledge about ourselves, and warns us against abysses towards which we are moving blindly. By looking at suffering as our teacher and friend, we shall better succeed in enduring it with equanimity. Consequently, the teaching of kamma will give us a powerful impulse for freeing ourselves from kamma, from those deeds which again and again throw us into the suffering of repeated births. Disgust will arise at our own craving, at our own delusion, at our own propensity to create situations which try our strength, our resistance and our equanimity.

  The second insight on which equanimity should be based is the Buddha’s teaching of no-self (anatta). This doctrine shows that in the ultimate sense deeds are not performed by any self, nor do their results affect any self. Further, it shows that if there is no self, we cannot speak of “my own.” It is the delusion of a self that creates suffering and hinders or disturbs equanimity. If this or that quality of ours is blamed, one thinks: “I am blamed” and equanimity is shaken. If this or that work does not succeed, one thinks: “My work has failed” and equanimity is shaken. If wealth or loved ones are lost, one thinks: “What is mine has gone” and equanimity is shaken.

  To establish equanimity as an unshakable state of mind, one has to give up all possessive thoughts of “mine,” beginning with little things from which it is easy to detach oneself, and gradually working up to possessions and aims to which one’s whole heart clings. One also has to give up the counterpart to such thoughts, all egoistic thoughts of “self,” beginning with a small section of one’s personality, with qualities of minor importance, with small weaknesses one clearly sees, and gradually working up to those emotions and aversions which one regards as the center of one’s being. Thus detachment should be practiced.

  To the degree we forsake thoughts of “mine” or “self” equanimity will enter our hearts. For how can anything we realize to be foreign and void of a self cause us agitation due to lust, hatred or grief? Thus the teaching of no-self will be our guide on the path to deliverance, to perfect equanimity.

  Equanimity is the crown and culmination of the four sublime states. But this should not be understood to mean that equanimity is the negation of love, compassion and sympathetic joy, or that it leaves them behind as inferior. Far from that, equanimity includes and pervades them fully, just as they fully pervade perfect equanimity.

  Like

  1. કોઈ એવી જગ્યાએ થી કોપી કરીને અહીં પેસ્ટ ના કરતા,જેથી કોપી રાઈટ નો ભંગ થાય.હું કોપી પેસ્ટમાં માનતો નથી અને કરતો નથી.આપ એક અંગ્રેજી બ્લોગ બનાવી શકો છો.ગુજરાતી ના જાણતા મારા વાચકોને ઉપરનું વાંચીને મજા આવશે.

   Like

 10. ખાસ કરીને ભારતીઓમાં જેને આર્ટ ઑફ લીશનીંગ અને આર્ટ ઑફ રીડિંગ નસીબ હોય તેની પ્રજ્ઞા નહિ,બુદ્ધિ નહિ, પણ દલિલબાજી વધે છે, નહિ તો પ્રજ્ઞા અને બુધ્ધિના બળે આ દેશને અને દુનિયાને નવો વાદ અપ્યો હોત. એ વાતે અણ્ણા હઝારે અગ્રસ્થાને બિરાજે છે જેઓ કોઈનુ સાંભળતા નથી કે કોઈનુ વાંચતા નથી ફકત ધ્યાનમાં જ બેસીને પોતાના આત્માનો અવાજ સાંભળે છે, પ્રબુ એમને એવા જ રાખે એવી પ્રાર્થના. પણ જે દિવસે અણ્ણાજીમાં આર્ટ ઓફ (બીજાનુ) લીશનીંગ અને આર્ટ ઓફ (બીજાનુ) રીડિંગ નસીબ થશે તો તેઓ પણ ભાષાના અને બુધ્ધિના આડંબરમાં દલિલબાજી કરશે અને દેશનુ કોઈ ભલુ નહિ કરી શકે.

  Like

 11. હમણાં બોદ્ધ ધર્મ ના સંત જે હોંગ કોંગ મા છે એમની નીચે ૪૦૦ આશ્રમો અને હજારો શિષ્ય છે,તેને સૌરાષ્ટ્ર મા સાંભળ્યા (એમના દુભાષિયા મારફત)…..એમને જણાવ્યું હતું કે મારી વર્ષો ની શોધ અત્યારે અહિયા પૂર્ણ થઇ છે.(એમ કહી તેમને ભારત ના અને સૌરાષ્ટ્ર ના સંત ને સમર્પણ કર્યું)..એમને જણાવ્યું કે મારા હજારો શિષ્ય મને પ્રશ્ન કરશે ,ઘણી મુંજવણ છે પરંતુ સત્ય સ્વીકારવા મા હું હિચકાટ…નથી અનુભવતો,,,,૨૫૦૦ વર્ષ ની પરંપરા મા ઘણું બધું બદલાય ગયું હોઈ શકે…એ સંત ની સરળતા મને સ્પર્શી ગઈ….(આપણે આવું કરી શકીએ..?)…..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s