રાસાયણિક તત્વજ્ઞાન-૧(Hard Truths About Human Nature)
જીવન એક રાસાયણિક તથ્ય, અદ્ભુત મૅમલ બ્રેન
આવો જરા મૅમલ બ્રેન વિષે પ્રાથમિક માહિતી મેળવીએ. ઊંડા સંશોધન, બ્રેન વિષે ન્યુઅરૉલજિસ્ટ ઉપર છોડીએ. મૅમલ બ્રેન એટલે દરેક મૅમલ એટલે સસ્તન પ્રાણીઓ પાસે સામાન્યતઃ હોય છે.
* Limbic સિસ્ટમ, જે દરેક મૅમલ પાસે યૂનીક હોય છે.
* Medulla અને Cerebellum જે દરેક મૅમલને સરીસર્પ(જમીન પર પેટે ઘસડીને ચાલતું ઠંડા લોહીવાળું પ્રાણી) પાસેથી વારસામાં મળેલું છે.
* Small Cortex -દરેક મૅમલમાં એની સાઇઝ જુદી જુદી હોય છે.
ખાલી માનવજાતમાં Pre-Frontal Cortex હોય છે. જે મૅમલ બ્રેનમાં સમાવેશ થતું નથી. આપણું મોટું મગજ ખૂબ હોશિયારીપૂર્વક અનેક બાબતોનું પૃથ્થકરણ કરી શકે છે જે નાનું બ્રેન(મૅમલ બ્રેન) કરી શકતું નથી. આપણી જ્ઞાનેન્દ્રિયો જે માહિતી આપતી હોય કે જે અનુભવતી હોય તેના સિવાય કે તેના ઉપર આધાર રાખ્યા સિવાય પણ માનવજાત પાસે માહિતીનું સર્જન કરવાની અજોડ ક્ષમતા છે. ટૂંકમાં મોટું મગજ નાના મગજ કરતા ક્વૉલિટીની દ્રષ્ટીએ જરા જુદું પડી જાય છે.
ભાષા એક અમૂર્ત વિશિષ્ટ કળા છે. લાર્જ કૉર્ટેક્સને એનું વિશ્લેષણ કરવું પડતું હોય છે. પણ લિમ્બિક સિસ્ટમ કોઈ ભાષા વાપરતું નથી. એટલે લિમ્બિક સિસ્ટમ કૉર્ટેક્સને કોઈ શબ્દોમાં માહિતી આપતું નથી. એ દુનિયાને પ્રતિભાવ આપે છે ન્યુરોકેમિકલ છોડીને. આપણું કૉર્ટેક્સ આ પ્રતિક્રિયાને સમજવા પ્રયત્ન કરતું હોય છે, પણ એની અંદર શું ચાલે તેની ખબર હોતી નથી. આપણું કૉર્ટેક્સ નિરીક્ષણ કરીને શીખતું હોય છે.
આપણે ન્યુરોકેમિસ્ટ્રિ વિષે જાણતા હોતા નથી. સુખ અને દુખ વિષે વિચારો કર્યા કરતા હોઈએ છીએ. જાતજાતની ફિલૉસફી ગોઠવતા હોઈએ છીએ. છેવટે કશું નાં સૂજે તો સાક્ષીભાવ રાખવાનું વિચારીએ છીએ. અને આવું કહેનાર ‘ગીતા’ મહાન પુસ્તક બની જાય છે. પણ તમે જો આ ન્યુરોકેમિકલ્સની પ્રતિક્રિયા વિષે ધ્યાન કેન્દ્રિત કરશો તો એની ચોક્કસ પૅટર્ન જાણી શકશો. કૉર્ટેક્સ સાથે જોડાયેલી લિમ્બિક સિસ્ટમને સમજવાનું ખુદ કૉર્ટેક્સ માટે સહેલું નથી.
પ્રાણીઓની બિહેવ્યર વિષે અભ્યાસ કરવાથી મદદ મળી શકે છે. કારણ કે પ્રાણીઓ ખાસ વિચાર કર્યા વગર તેમના ન્યુરોકેમિકલને અનુસરતા હોય છે. પ્રાણીઓની બિહેવ્યર પૅટર્ન ઘણું બધું આપણી લિમ્બિક સિસ્ટમ વિષે શીખવી શકે છે.
સૌ પ્રથમ મૅમલ જે ઉત્ક્રાન્તિના ક્રમમાં પેદા થયું હશે તેને તેનું બ્રેન સરીસર્પ(Reptile)પાસેથી વારસામાં મળ્યું હશે. પછી તેમાં નવા ભાગ વિકાસ પામ્યા અને ઉમેરાયા. સરીસર્પ એકલવાયું ક્રીચર છે. જે સામાજિક નિર્ણય લઈ શકે તેવું બ્રેઈન ધરાવતું નથી. આદિમ મૅમલ ગૃપમાં રહેવાથી સમૃદ્ધ થયા. કેમકે સમૂહમાં સલામતી હોય છે. એકલાં રહેતા મૅમલ કરતા સમૂહમાં રહેતા મૅમલનો સર્વાઇવલ રેટ ઊંચો હોય. એકબીજાને સહન કરીને સમૂહમાં રહેવું પડે. અને આમ કરતા એમની વસ્તી વધવાના ચાન્સ પણ વધી જાય.
આમ નૅચરલ સિલેક્શન ધીમે ધીમે સામાજિક વ્યવહારની આવડત તરફ દોરવા લાગ્યું અને આમ મૅમલનું બ્રેન સ્ટ્રક્ચર વિકાસ પામવા લાગ્યું. આ રીતે એમાં સમાયા Hypothalamus, Hippocampus, Amygdala અને બીજા થોડા બીજા ભાગો જે બધું ભેગું થઈને લિમ્બિક સિસ્ટમ બન્યું. આ સ્ટ્રક્ચર ન્યુરોકેમિકલ્સ છોડે જે સામાજિક વ્યવહારને એક ચોક્કસ રૂપ અર્પે છે. દરેક મૅમલ પાસે રેપ્ટાઇલ બ્રેન ઉપર લિમ્બિક સિસ્ટમ હોય છે, જે બીજા જીવ જંતુ પાસે હોતી નથી.
આ લિમ્બિક સિસ્ટમ એક સ્તનધારી પ્રાણીને બીજા સ્તનધારી પ્રાણીઓ સાથે હકારાત્મક પ્રતિભાવ આપવા સક્ષમ બનાવે છે. એક સરીસર્પ પાસે બીજા સરીસર્પ માટે કોઈ હૂંફાળી લાગણી હોતી નથી. રેપ્ટાઇલની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ હંમેશા સંભવિત આક્રમણકારી વિષે સચેત હોય છે, કોઈ સમાજિક જોડાણ માટે નહિ. ખાલી લિમ્બિક સિસ્ટમ પાસે એમના જાત ભાઈ માટે સારી ભાવના હોય છે.
મૅમલ એમના જાતિના દરેક માટે એકસરખી સારી ભાવના ધરાવતા હોતા નથી. તેઓ સામાજિક નિર્ણય લેતા હોય છે. લિમ્બિક સિસ્ટમ અને રેપ્ટાઇલ બ્રેન સંપીને કામ કરતા હોય છે અને મૅમલને દોરવણી આપતા હોય છે, સામે આવેલ મૅમલ જો હકારાત્મક કેમિકલ સ્ત્રાવ માટે કારણભૂત હોય તો એને આવકારો અને એની સામે જાઓ, અને જે નકારાત્મક કેમિકલ સ્ત્રાવ માટે કારણભૂત બને તેનાથી દૂર રહો. આ એફિશન્ટ ડિઝાઈન મિલ્યસં ઑફ યર્સ થી કામ કરી રહી છે.
દરેક મૅમલ પાસે કૉર્ટેક્સ છે, પણ ઘણા પાસે સાવ નજીવું હોય છે. જેટલું કૉર્ટેક્સ નાનું તેટલું તે પ્રાણી કુદરતી ન્યુરોકેમિકલ્સનાં રિસ્પૉન્સ ઉપર આધાર રાખવાનું, જે તે બચપણથી શીખ્યું હોય. જેમ કૉર્ટેક્સ મોટું તેમ એના ઑટમૅટિક રિસ્પૉન્સ સાથે પોતાના પાછલાં સ્ટોઅર કરેલા અનુભવો લક્ષમાં લઈને અડજસ્ટ કરશે. બસ અહી જ તકલીફ થતી હોય છે.
આપણાં પિતરાઈ એપ્સ કરતા આપણું કૉર્ટેક્સ ત્રણ ઘણું મોટું હોય છે. અને એપ્સનું કૉર્ટેક્સ સામાન્ય વાનર કરતા ત્રણ ઘણું મોટું હોય છે, અને વાનરનું કૉર્ટેક્સ વળી કૂતરાં કરતા મોટું હોય છે. છતાં શબ્દો વાપર્યા વગર પણ કૂતરાં અને વાનરો એમની જટિલ સામાજિક વ્યવસ્થામાં જીવતા હોય છે. તેઓ ન્યુરોકેમિકલ ઉપર વધુ આધાર રાખતા હોય છે.
ન્યુરોકેમિકલનાં ઓચિંતા ધક્કા વિષે સામાન્ય પ્રતિક્રિયાનાં બદલે તેના જુદા જુદા વિકલ્પ કૉર્ટેક્સ શોધી કાઢતું હોય છે. સામાન્ય પ્રતિક્રિયા તો પ્રાણીઓ આપતા જ હોય છે, પણ માનવ પાસે બહુ મોટું વિચારવંત બ્રેન છે જે જાત જાતના વિકલ્પ શોધી કાઢતું હોય છે. દરેક પ્રાણી પાસે સાવ નાનું તો નાનું પણ કૉર્ટેક્સ હોય છે જે એને આ પ્રતિક્રિયામાં પાછલાં અનુભવો ઉમેરવાનું શીખવતું હોય છે, એના વિકલ્પ શોધવાનું શીખવતું હોય છે. જેમ કૉર્ટેક્સ મોટું તેમ નવા નવા વિકલ્પ શોધવાની ક્ષમતા વધુ. માનવ જાત પાસે ઘણું મોટું કૉર્ટેક્સ હોવાથી તે ઘણા બધા ગહન અને જટિલ વિકલ્પ શોધી કાઢતું હોય છે, અને તેથી લિમ્બિક સિસ્ટમ જે પડદા પાછળ કામ કરતી હોય છે તે ધ્યાનમાં લેતા નથી, દરગુજર કરીએ છીએ.
આપણાં મેમલિઅન ન્યુરોકેમિકલ્સ બે જાતના હોય છે, Neurotransmitters અને Hormones . ન્યુરોટ્રૅનિઝમટર બ્રેનમાં રહેતા હોય છે અને હૉર્મોન્સ બ્લડમાં ભળી શકતા હોય છે. બંને સાથેજ સંપીને સ્ટેટ્સ અને હેપિનેસ માટે કામ કરતા હોય છે. માટે ન્યુરોકેમિકલ્સ કહીશું તો અસ્થાને નહિ ગણાય.
માનવ જાતે સદાય માટે એની વર્તણૂક માટે જાત જાતની ફિલૉસફી શોધી કાઢી છે. અને ન્યુરોકેમિકલ્સ અને લિમ્બિક સિસ્ટમને ધ્યાનમાં લીધી નથી. આપણે પદ, પ્રતિષ્ઠા અને સામાજિક મોભો ઇચ્છતા પ્રાણી છીએ તેવું સ્વીકારવાનું આપણી ફિલૉસફીએ શીખવ્યું નથી. આપણે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની વાતોમાંથી ઊંચા આવતા જ નથી.
પ્રિય બાપુ,
આટલુ આટલુ સંશોધન ક્યાંથી કરો છો? અને આટલુ વાંચવાનો સમય ક્યાંથી કાઢો છો? ફરી એકવાર એટલુ કહીશ કે આપ સાચે જ ખૂબ ખૂબ સારા લેખક છો અને આપને વાંચીને ધરવ જ નથી થતો….
સેમ
…
LikeLike
very good. informative and fresh writing.
LikeLike
ભૂપેન્દ્રસિંહભાઈ,
ખરૂં કહું તો આ વિષયમાં કઈં કૉમેન્ટ કરવા જેવું રહેતું જ નથી. માત્ર શીખવાનું રહે છે. કદાચ કોઈ પુસ્તક વાંચીએ તો ન પણ સમજાય.
હજી એક પ્રશ્ન પૂછવા માટે હાથ ઊંચો કરૂં?
તમે લખ્યું છે કે દરેક પ્રાણીનું કૉર્ટેક્સ પાછલા અનુભવઓને જોડીને નવા વિકલ્પો શોધ છે. માણસનું કૉર્તેક્સ ગહન અને નવા વિકલ્પો શોધી શકે છે. આનો અર્થ હું એમ સમજ્યો છું કે અન્ય પ્રાણી માત્ર પાછલા અનુભવના આધારે વર્તન કરે છે, જ્યારે માણસ માત્ર પાછલા અનુભવો જ નહીં તે સિવાય પણ નવાં અર્થઘટનો કરીને પરિષ્કૃત રૂપમાં નિર્ણય લઈ શકે
આ હું બરાબર સમજ્યો હોઉં તો કહેશો અથવા વિશેષ સમજણ આપશો. કારણ કે આ બહુ ઉપયોગી થાય એમ છે.
LikeLike
ભાઈ આપ તદ્દન સાચું સમજ્યા છો.પ્રાણીઓ કરતા આપણું કોર્ટેક્ષ્ મોટું છે,માટે આપણે ખૂબ વિચારી શકીએ છીએ,કલ્પના કરી શકીએ છીએ,કાલ્પનિક સુખો અને દુખો પણ ભોગવી શકીએ છીએ.
LikeLike
The original studies of Fuster and of Goldman-Rakic emphasized the fundamental ability of the prefrontal cortex to represent information not currently in the environment, and the central role of this function in creating the “mental sketch pad”. Goldman-Rakic spoke of how this representational knowledge was used to intelligently guide thought, action and emotion, including the inhibition of inappropriate thoughts, distractions, actions and feelings.[22] In this way, working memory can be seen as fundamental to attention and behavioral inhibition. Fuster speaks of how this prefrontal ability allows the wedding of past to future, allowing both cross-temporal and cross-modal associations in the creation of goal-directed, perception-action cycles.[23] This ability to represent underlies all other higher executive functions.
LikeLike
Very Good, Bahu Sunder che
LikeLike
Very interesting and awesome.
LikeLike
મારીતો આ બાબતમા બોલતીજ બન્ધ થઇ જાય, આ રસાયણોમા ચાચ ડૂબે એમજ નથી કારણ મારી ચાચ
વિજ્ઞાન અને તેમાય રસાયણોમા બહુ નાની છે બાકી વાચવાનુ ગમે એ વાતતો ચોક્કસજ અને તેમાય આપના
લેખતો એક્દમ કસોટીએ ચકાસીને લખયેલા હોય એટલે પછી પૂછવાનુજ શુ હોય?કોઇની હિમ્મતછેકે વાચવાનુ
ટાળે.
LikeLike
કોપી રાઈટ હોવાથી બુકનું ચેપ્ટર અહીં મૂકવું યોગ્ય નથી.આનો અભ્યાસ કરી ભારતીય સંસ્કૃતિ અને સમાજને લક્ષમાં લઈને એની રજૂઆત કરવી એ મહત્વનું છે.લોરેટા અને બીજા ઘણા બાધા ઈવોલ્યુશનરી સાયકોલોજીસ્ટના લેખોનો અભ્યાસ કરીને મેં ઘણા બાધા લેખ લખ્યા છે.મારા એક જુના લેખમાં આ બુકનું કવર પેજ ફોટા તરીકે મેં મુક્યું પણ છે.અને ફેસબુકમાં પણ એક નોટમાં આ ફોટો મુકેલો છે.આભાર.
LikeLike
આનો અભ્યાસ કરી ભારતીય સંસ્કૃતિ અને સમાજને લક્ષમાં લઈને એની રજૂઆત કરવી એ મહત્વનું છે.
rated this up
LikeLike
સાહેબ, તમારા વર્ગ માં મજા પડે છે. waiting for extra classes. બહુજ સરળ રજૂઆતથી જલ્દી સમજી સકાય છે. આભાર
LikeLike
સામાન્ય પ્રતિક્રિયા તો પ્રાણીઓ આપતા જ હોય છે,પણ માનવ પાસે બહુ મોટું કોર્ટેક્ષ વિચારવંત બ્રેઈન છે જે જાત જાતના વિકલ્પ શોધી કાઢતું હોય છે.માણસ જાતને ઉપકારી કોઈ ચીજ મળી હોય તો તે વિકલ્પ શોધવાની કુનેહ જ તેને બીજા કરતા અલગ ઓળખ આપે છે.
ખુબ માણ્યો છે આ લેખ.
LikeLike
Too good article.
ઘણું જાણવાનું મળ્યું.
—
દરેક મેમલ પાસે કોર્ટેક્ષ છે,પણ ઘણા પાસે સાવ નજીવું હોય છે.જેટલું કોર્ટેક્ષ નાનું તેટલું તે પ્રાણી કુદરતી ન્યુરો કેમિકલ્સનાં રિસ્પૉન્સ ઉપર આધાર રાખવાનું,જે તે બચપણથી શીખ્યું હોય.જેમ કોર્ટેક્ષ મોટું તેમ એના ઓટોમેટીક રિસ્પૉન્સ સાથે પોતાના પાછલાં સ્ટોર કરેલા અનુભવો લક્ષમાં લઈને એડજસ્ટ કરશે.બસ અહી જ તકલીફ થતી હોય છે.
—
pls elaborate these…as sometimes we girls/ladies face problem of memorising old incidents…which are not at all relevant to the past. But we find it difficult to erase such data. Why it happens more with girls?
I tried to find out ans, once swami vivekanada’s book helped me to understand that pattern in girls, but still it was not that satisfactory.
LikeLike