સતત સુખ પામવાની ચિંતામાં દુઃખી થયા કરવું ???

આપણે કાયમ સુખી રહેવા ઇચ્છતા હોઈએ છીએ.પણ તે શક્ય નથી. હર્ષ અને શોકની લાગણી વારાફરતી આવતી જતી હોય છે.એટલે ડાહ્યાં માનવોએ સુખ અને દુખને એક સિક્કાની બે બાજુ ગણાવ્યા છે. હવે હૅપી કેમિકલ વિષે આપણે જાણી ચૂક્યાં છીએ. આ રસાયણો સતત સ્ત્રવે નહિ. એક સમયે એનો ડૉસ ટોચ ઉપર પહોચી જાય તો એકદમ ઉલ્લાસ ઉલ્લાસ જણાય છે, પણ તરત જ આ રસાયણ એની નૉર્મલ ગતિ તરફ પ્રયાણ કરતું હોય છે. બસ ત્યાં તકલીફ શરુ થઈ જાય છે. બ્રેન વિચારવા લાગે કે કશું ખોટું થયું છે. સુખની ચરમસીમા કાયમ ટકતી નથી. આમ તો પરિસ્થિતિ સામાન્ય જ હોય છે. પણ એકવાર મોટો ડૉસ આનંદનો મળી જાય તો સામાન્ય ડૉસ ઓછો લાગે તેવું છે.
ગોળ ખાધા પછી ચા પીએ તો મોળી લાગે છે. એ જ ચા રોજ મીઠ્ઠી લગતી હોય છે. એમાં શુગરનું પ્રમાણ રોજના જેટલું સરખું હોય છતાં ગોળ ખાધા પછી ફિક્કી લાગશે. બસ આવું જ આપણને લાગતું હોય છે. કોઈ મિત્ર ઘણા દિવસે મળવા આવે તો હર્ષ અને ઉલ્લાસથી મન આનંદિત થઈ જાય છે, પણ એ ગયા પછી એક બેચેની, એક ઉદાસી છવાઈ જતી હોય છે, દુખી થઈ જવાતું હોય છે. કેમ ? ઑક્સિટોસિન લેવલ જે હાઈ થયું હોય તે નૉર્મલ થઈ જતા આવું બનતું હોય છે.
ન્યુરોકેમિકલ્સ કાયમ ટોચ ઉપર રહે નહિ. એમાં ચડાવ ઉતાર આવતો હોય છે. આવા સમયે નકારાત્મક વિચારો કરવાને બદલે સમજવું જોઈએ કે કેમિકલ્સ એની નૉર્મલ સ્થિતિએ પહોચી ગયું છે જે જરૂરનું છે, નહી તો ઇમર્જન્સી વખતે કામ શું લાગશે ? હવે તો મારા વાચક ને ખબર છે કે dopamine, serotonin, endorphins, oxytocin જુદી જુદી જાતની happiness અર્પતા હોય છે.
કોઈ રેસ, હરીફાઈ કે કોઈ કામ પત્યા પછી આપણને થોડું ખરાબ લાગણી થતી હોય છે, કોઈ ઉદાસી છવાઈ જતી હોય છે. પછી એના કારણો શોધવા ઊંડા ઊતરી જતા હોઈએ છીએ.કે ભાઈ બરોબર દોડી શક્યા નહિ. કે ઇનામ મળ્યું નહિ. કે રમતની પસંદગી ખોટી થઈ ગઈ, કે પછી કામ કર્યું પણ સમાજે કે લોકોએ એનો આભાર માન્યો નહિ. કે લેખ તો નવો ખૂબ જહેમત કરીને મૂક્યો પણ મિત્રોએ જોઈએ તેવા પ્રતિભાવ આપ્યા નહિ.
માનો કે રમત જીતી ગયા છતાં dopamine નું સ્તર છેક ટોચ ઉપર પહોચેલું જેણે ખૂબ આનંદ આપ્યો તે ત્યાં કાયમ તો રહેવાનું નથી. એટલે જીત્યા પછી પણ ઉદાસી તો આવવાની જ. અને ભલે આ નેગેટિવ લાગણીની ઉપેક્ષા કરો, પણ ઠંડી ઉદાસી થોડું દુખ તો રેવાનું જ કે પેલું ગોળ ખાધા પછી ચા ફિક્કી લાગે તેમ. તો જે સારી ખોટી લાગણી પેદા થાય તે કેમ થઈ એની ચિંતા કર્યા વગર એને સ્વીકારી લેવી તે જ ઉત્તમ ઉપાય જેથી ફરી પાછું dopamine તેની તીક્ષ્ણ ધાર બતાવી શકે. આનું લેવલ ઊંચું રાખવાની મથામણમાં ચિમ્પૅન્ઝી સમય બરબાદ કરતી આખો દિવસ ઉધઈ ખોતરીને ખાવાની ચેષ્ટા કર્યા કરતા હોય છે.
કોઈ રમત રમતી વખતે પગ મચકોડાઈ ગયો, પણ ચાલુ રમતે એનો અહેસાસ નહિ થાય, કેમ? Endorphin હાજર છે. પણ રમત પૂરી થયા પછી દુખાવો શરુ થવાનો ત્યારે થશે કે પગ મચકોડાયો ત્યારે કેમ કશું થયું નહિ ? બસ દુઃખી થઈ જવાનાં એક તો શારીરિક પીડા અને ઉપરથી માનસિક.
કોઈ સામૂહિક કામ લઈને બેઠાં હોઈએ, કોઈ સમાજનું કે જ્યાં એક માણસનું કામ ના હોય ટીમ વર્કની જરૂર પડે. એકબીજાના વિશ્વાસે કામ ચાલતું હોય ત્યાં કોઈ સાથી આડો ફાટે કે જરા વિરોધ વ્યક્ત કરે કે કોઈ ખુલાસો પૂછે તો એવું થશે કે કોનો વિશ્વાસ રાખવાનો ? દુઃખી દુઃખી થઈ જવાતું હોય છે. Oxytocin લેવલ અહી જરા ઓછું થઈ જતું હોય છે. આનું લેવલ કાયમ ઊંચું રાખવાની મથામણ દુખ નોતરતી હોય છે. આનું લેવલ જાળવી રાખવા વાનરો એકબીજાના વાળ સતત ફંફોસ્યા કરતા હોય છે.
કોઈ પરિષદના મુખ્ય મહેમાન હોઈએ ભાષણ વગેરે કે ઉદ્ઘાટન વિધિ પતિ ગયા પછી થોડી વાર એક અજંપો છવાઈ જતો હોય છે. Serotonin લેવલ નૉર્મલ થઈ જતા આવું થતું હોય છે. આનું લેવલ સતત ઊંચું રાખવાની મથામણ કરતા ચિમ્પ બુમો પાડતા ચિચિયારીઓ પાડતાં હોય છે અને બીજા સાથીદારોને મારતા હોય છે.
આપણું Cortex જાણતું નથી હોતું કે કેમ સુખ અર્પતા રસાયણો એકદમ ઓછા થઈ ગયા ? લિમ્બિક સિસ્ટમ જે આ ન્યુરોકેમિસ્ટ્રીને કંટ્રોલ કરતી હોય છે તે આપણને પ્રાચીન મૅમલ્સ તરફથી વારસામાં મળેલી છે જે કોઈ શબ્દોની ભાષા જાણતી નથી. એને તો એક સીધી સાદી રીત આવડે છે કે સર્વાઇવ માટે સારું હોય ઉપયોગી હોય ત્યારે હૅપી કેમિકલ્સ છોડો અને સર્વાઇવ માટે ખરાબ હોય ખતરો હોય ત્યારે અનહૅપી કેમિકલ્સ છોડો.
હવે સર્વાઇવલ માટેની પરિભાષા લિમ્બિક સિસ્ટમ માટે અને cortex માટે અલગ અલગ હોય છે. કારણ cortex શીખે છે આપણાં અનુભવો ઉપરથી જ્યારે લિમ્બિક સિસ્ટમ આપણાં પૂર્વજો કે જેઓ પ્રાણીઓ હતા તેમને જે જરૂર લાગી હોય તેના સંદર્ભમાં તૈયાર થયેલી અને વારસામાં મળેલી હોય છે. કૉર્ટેક્સમાં વાયરિંગ બચપણથી થયેલું હોય છે. માટે જ્યારે કોઈ નવો અનુભવ થાય છે છતાં આપણે કશું શીખતા નથી.અને એના દોરવાયા દોરવાઈ જઈને પછી વિમાસણ અને નિરાશામાં ઘેરાઈ જઈએ છીએ. સિવાય કે નવું વાયરિંગ કરીને નવો ન્યુઅરલ રાજમાર્ગ બનાવીએ.
એટલે સતત સફળતા તો મળે નહિ. બધાને કાયમ નંબર વન ઉપર પહોચવું હોય પણ પહોચવાનો તો એક જ. એટલે નિષ્ફળતા મળે એટલે દુખી થઈ જવાના. ત્યારે ઍડીસનનું વાક્ય યાદ કરવું કે “I have not failed. I’ve just found 10,000 ways that won’t work.”
Sir your article is as usual very informative. thnx 4 sharing..
LikeLike
વળી બાઉંડરીનો શૉટ માર્યો!
હકીકતમાં માણસ સરખામણી કરીને સુખી કે દુઃખી થતો હોય છે. આ લેખમાં વ્યક્તિ અને ઘટના વચ્ચેનો સંબંધ સમજાયો, પરંતુ, વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના વ્યવહારમાંથી ઉદ્ભવતી સુખ-દુઃખની લાગણી વિશે સમજાવો તો મઝા આવે. શું આ તમારા Bully વાળા લેખમાંથી તારવી શકાય?
LikeLike
ચોક્કસ,બુલિ અને આલ્ફા લીડર,સભ્ય સર્વોપરિતા વગેરે લેખમાંથી તારવી શકાય.
LikeLike
શ્રી ભૂપેન્દ્રસિંહજી, સરસ લેખ.
ખલિલ જીબ્રાને કહેલું કે, ‘મારા દુઃખનું મુખ્ય કારણ સુખ મેળવવાની ઇચ્છામાં સમાયેલું છે. સુખ પામવાની ઇચ્છાનું બીજું નામ દુઃખ.’
અતિશય સુખની જ ગેરંટીના ભ્રમમાં જીવવાનો મોહ ના રાખવો. કુદરતની પણ એવી કોઇ યોજના નથી. બાર વાગ્યાનો મધ્યાહનનો સૂર્ય લાંબા સમય સુધી મધ્યાહને ટકતો નથી, સોહામણી સાંજ-સંધ્યા આવે છે. કોઇપણ વિદ્વાન પાસે કાયમી પરમશાંતિ કે કાયમી સુખનો ઉકેલ હોતો નથી.સુખ-દુઃખના ચક્રમાંથી દરેક જણે પસાર થવું પડે છે.
LikeLike
તદ્દન સાચું કહ્યું.
LikeLike
http://www.girishparikh.wordpress.com બ્લોગ પર ‘આજનો પ્રતિભાવ’ વાંચવા તથા આપનો પ્રતિભાવ આપવા વિનંતી કરું છું.
–ગિરીશ પરીખ
LikeLike
એક ગુજરાતી કહેવત
“મન ચંગા તો કથરોટ મેં ગંગા”
નું અર્થ ઘટન કેવીરીતે કરવું?
ભ્પેન્દ્ર્સિંહ સરસ લેખ છે.
LikeLike
Excellent. You keep getting better.
एवात्मानं बहु विगणयन आत्मनैवात्म लम्बे
तत्कल्याणि त्वमपि नितरां म गम: कातरत्वम्
कस्यात्यन्तं सुखमुपनतं दु:खमेकान्ततो वा
नीचैर् गच्छति उपरि च दशा चक्र नेमिक्रमेण ॥
મેઘદૂતમાં યક્ષ કહે છે “આમ હું મારી જાતને મનાવી લઉં છું. તું પણ નિરાશ ના થઈશ. કોને અત્યંત સુખ કે કેવળ દુઃખ મળ્યું છે? ચક્રની જેમ દશા ઉપર નીચે થયા કરે છે.
LikeLike
ચક્રની જેમ દશા ઉપર નીચે થયા કરે છે.અપ એન્ડ ડાઉન.બહુ સરસ.મેઘદુત ઉપર જય વસાવડાએ એમના બ્લોગમાં સરસ લેખ મુક્યો છે,વાંચવા જેવો છે.
LikeLike
શ્રી.ભુપેન્દ્રસિંહજી, ક્યા બ્બાત હૈ !
અહીં મરીઝ સાહેબની એક રચનાની પંક્તિ યાદ આવે છે; “બધીયે મજા હતી રાતે રાતે, ને સંતાપ એનો સવારે સવારે.”
આપે વર્ણવ્યા તેવા અનુભવ તો રોજ ના થયા. કોઈક ગમતું મળે કે કંઈક ગમતું મળે ત્યારે આનંદ આનંદ થાય છે પણ એ ચાલી જાય ત્યારે હતાશા અનુભવાય છે. સુખ દુઃખનું ચક્કર ફર્યા કરે છે એ વાત તો ઘણી રીતે સમજાવાઈ ચૂકી છે. વિજ્ઞાનના પ્રકાશમાં આપે સમજાવી. આવું થાય છે તે તો બધાને ખબર પડે છે પણ ’આવું શાને થાય છે ?’ તે આપે ચોક્કસપણે સમજાવી આપ્યું. છેલ્લા ફકરામાંથી એક ચોક્કસ વૈજ્ઞાનિક કારણ પણ સાંપડ્યું. નવા અનુભવોમાંથી કશું શીખતા નથી, જૈસે થે બની રહેવાની આદત પડી ગયેલી હોય છે ને ! બંધ બારી !! બીજું શું !
સ_રસ લેખ.. આભાર.
LikeLike
ફિલોસોફીકલ બધા સમજાવતા જ હોય છે,પણ એનું મૂળ કારણ ઈવોલ્યુશન છે.અબજો વર્ષોથી મળેલા સંસ્કાર છે.એનું રાસાયણિક વિજ્ઞાન છે.એટલે ગમે તેટલી તત્વજ્ઞાનની વાતો કરીએ તે છૂટતું નથી.સુખ અને દુઃખથી મુક્ત થઇ જાવ તેવું સાધુઓ સમજાવતા હોય છે,પણ પેલા રસાયણોથી મુક્ત કેમ થવું?એ લોકો પોતે પણ મુક્ત થઇ શકતા નથી.કેમ ખરુને?મરીઝની પંક્તિ એકદમ સંગત છે.આભાર.
LikeLike
ખરૂં કહ્યું. હું બારમું ભણતો ત્યારે અમને રસાયણવિજ્ઞાન જે સાહેબ કરાવતા તેઓએ રસાયણશાસ્ત્રનાં કોઈ વિષયને લઈ Ph.d કરેલું. પછી ફોરેન્સિક વિજ્ઞાનના ક્ષેત્રમાં આગળ ગયેલા. તેઓ ભારપૂર્વક એક વાત કહેતા કે શરીર અને મનના ક્ષેત્રે દરેક ઘટનાઓ રસાયણશાસ્ત્રના માધ્યમે સમજાવી શકાય છે. આ એક નિર્ભેળ વિજ્ઞાન જ છે. શરીર વિષયે તો ત્યારે સમજાતું પરંતુ મનના વિષયે ખાસ મનમાં ન બેસતું ! (ત્યારે જો કે હજુ આટલી માહિતીઓ પણ ઉપલબ્ધ ન થતી) એમ થતું કે વર્ગખંડમાં કોઈ ’ગમતું’ દેખાય જાય ત્યાં ઊર્મિઓ ઊછાળા મારવા લાગે એ તો કાવ્યશાસ્ત્રનો વિષય હોવો જોઈએ ! તેમાં રસાયણશાસ્ત્રને શું લાગે વળગે ? પછી ધીમે ધીમે (આપ સમા મિત્રોનો પણ લાભ મળ્યો તેમ તેમ !) સમજાયું કે સાહેબની
વાત બરાબર હતી, સરવાળે આ બધા કેમિકલ લોચા જ ગણાય !! (જો કે ત્યારે ન સમજ્યો તેમાં રસાયણશાસ્ત્રમાં પાકો કાંઠો ના ચઢ્યો ! અને હવે પાકા ઘડે કાંઠા ચડાવવા મથવું પડે છે 🙂 )
આપની લેખમાળાને કારણે થતો આડકતરો લાભ અમુલ્ય છે. (સીધો તો છે જ !) નવું નવું જાણવા-વિચારવા બહુ મળે છે. માટે, પ્રતિભાવોની ચિંતામાં પડ્યા વગર (મળ્યા, ન મળ્યા મનમાં ન આણીએ… !) dopamineની ધાર તિક્ષણ કરવા પર ધ્યાન આપશોજી ! જરૂર પડ્યે ચીમ્પ જેવી હરકતો કરીને Serotonin અમે ઘટવા નહીં દઈએ !! હવે નિષ્ફળતા ટાણે થતું દુઃખ એ લીમ્બીક સીસ્ટમ અને કોર્ટેક્ષ વચ્ચેની અણસમજ માત્ર છે એમ સમજી ફરી પ્રયત્નમાં લાગી જવાનું પ્રોત્સાહન મળ્યું. આભાર.
LikeLike
લેખ અને અભિગમો વાંચીને હું પણ ફક્ત જ બે ઘડી ફિલસૂફ થઇ ગયો :
જેમ દિવસ છે તોજ રાત ની ખબર પડે છે
ઉનાળો છે માટેજ શિયાળા ની ખબર પડે છે.
અને સુખ છે માટેજ દુખ ની પણ ખબર પડે છે.
નહીતો રાજકુમાર સિધાર્થ ને જયારે દુખ ની ખબર પડી ત્યારે
તેમણે સંમતુલન ગુમાવી દીધું અને સંસાર નો ત્યાગ કરી બુદ્ધ બની ગયા.
[એટલે ગમે તેટલી તત્વજ્ઞાનની વાતો કરીએ તે છૂટતું નથી.સુખ અને દુઃખથી મુક્ત થઇ જાવ તેવું સાધુઓ સમજાવતા હોય છે, પણ પેલા રસાયણોથી મુક્ત કેમ થવું?એ લોકો પોતે પણ મુક્ત થઇ શકતા નથી.કેમ ખરુને?] ભુપેન્દ્રસિંહ
[You know that all the great thinkers of history were mild alcoholics.
Those who can manage balance and moderation they enjoy the
best of multiple conflicting philosophies.] My friends observation.
અનેક વર્ષો ની ભેગી થયેલી તત્વજ્ઞાન ની ઊંડાણ ભરેલી વાતો સમજવામાં રસાયણ (Red or Black label)
મદદ રૂપ પણ બનતા હોય છે. જરા ગમ્મત કરી છે !!!
LikeLike
રાજકુમાર સિદ્ધાર્થના પિતાની ભૂલે થઇ કે એણે સતત સુખમાં રાખ્યો,કોઈ દુઃખ જેવા દીધા જ નહિ.એટલે જેવા જોયા કે ભાગી પડ્યો ણે ભાગી ગયો અને આપણને એક મહાન પુરુષ મળ્યો.બાકી રોજબરોજના જીવનમાં દુઃખ જોયા કર્યા હોત તો તે ટેવાઈ ગયો હોત અને આવું તો ચાલ્યા કરે સમજી ભાગ્યો ના હોત.તો કદાચ આપણને એક ચક્રવર્તી મહાન રાજા મળ્યો હોત.
LikeLike
શ્રી.ભુપેન્દ્રસિંહજી, તમારો લેખ વાંચઅવાની અને મનન કરવાની મજા આવી.. મારા માનવા પ્રમાણે સુખ અને દુખ એ સાપેક્ષ છે અને તેનો અનુંભવ દરેક વ્યક્તિ એ અને પ્રસંગ માટે જુદો હોયછે.. કારણકે દરેકના અનુભવ જુદા હોય છે.
LikeLike
પ્રિય બાપુ,
કોણ જાણે કેમ પણ ત્રીકોણને ત્રણ ખૂણાઓ હોય છે અને તેમે એમાં પણ ચોથો ખૂણો શોધી કાઢો છો… ક્યારેક સમય મળ્યે આપની સાથે ઘણી બધી વાતો કરવાની ઇચ્છા છે….
સેમ
…
LikeLike
ખૂબ ખૂબ આભાર સમીરભાઈ.ફોન નંબર આપી રાખશો,આપને સમય હશે તો વાતો કરીશું.
LikeLike
મારો મોબાઇલ નં.. +૯૧-૯૮૯-૮૭૦-૦૦૧૧
LikeLike
very gud sirji i like u r post
LikeLike
sundar lekh. Tamaraa lekho nava vishvaa naa darshan karaave chhe.
LikeLike
Jay Mataji Bhai, Tamara ane Ashokbhai na blog vanchvani maja ave chhe. khubaj janva male chhe… Akha ye pahela chabkha marine samjavyu ane atyare tame a blog ma post mukene samaj ne vastvikata samjava mate mahenat karo chho te badal abhar…. thanks..
LikeLike
i want to read your articles with lot patience so i can enjoy them and understand them thoroughly. it’s my fortune to be able to read this witty valuable writing of yours ! Another very interesting informative piece of genious’s writing ! 🙂
LikeLike
સત્ય ઘણા મિત્રો મારો લેખ ચાર પાંચ વાર વાંચતા હોય છે.ધીરજ બદલ ધન્યવાદ .
LikeLike
…….
Bhupendrasinh – ઓક્સીટોસીન અને ડોપોમાઈન જે કાર્યમાં વધારે મળે તેવા કાર્ય કરવા … અને ઓક્સિટીક – ડોપોમાઈનીક એન્જોય કરવું … જો તમે ગમતું કામ કરો અને સ્વયં સાથે સ્પર્ધા કરો તો તમે “ઉત્કૃષ્ટ-આદર્શ = Excellence”ની શોધમાં રહેવાના પછી “નંબર-1” જખ મારે છે … કારણકે તમે-જ તમારા પ્રતિસ્પર્ધી… 1 – To – Nth તમે-જ તમે … અને તેવી જિંદગી કે માનસિક અવસ્થાની મજા છે…
……
પરંતુ આ શક્ય છે ખરું કે – “તમે-જ તમારા પ્રતિસ્પર્ધી… 1 – To – Nth તમે-જ તમે…” … પૂછી જુઓ આઈનસ્ટાઇન – વાનઘોઘ – લિઓનાર્ડો દ-વિન્ચી ને… એમનું કામ અને નિષ્ફળતાનાં ઢગલા પાછળની આંશિક-અદ્ભુત સફળતાની જગતને જાણ છે …
LikeLike
આ સુખદુખના ઉતારચઢાવ જ્યાં સુધી આસકતી રહે ત્યાં સુધી રહે છે એટલે જ બધું મેળવી ભોગવીને અશોક રાજ્ય છોડીને ગુફાઓમાં જતો રહ્યો હતો. જે રાજ્ય માટે પોતાના ભાઈઓને માર્યા, કલિંગમાં લાખોના જાન લીધા એ જ માયાનું પુતળું પછી જાતે જ છૂટી ગયું …. બધું મેળવી લીધા પછી જબરદસ્ત ખાલીપો આવે છે. કદાચ આમાંથી જ વૈરાગ શરુ થતો હશે.
LikeLike