કુદરતનું અણમોલ સાંનિધ્ય.Hard Truths About Human Nature.

Meridian Ave northbound at North Dr, Colorado ...
Image via Wikipedia

કુદરતનું અણમોલ સાંનિધ્ય.Hard Truths  About  Human  Nature .

સૂર્ય પ્રકાશ આપણને સુંદર સુકોમળ બનાવે છે.સૂર્યના પ્રકાશ વડે દિવસ ઝગમગતો હશે ત્યારે આપણે કોઈ પણ સર્વેના ઉત્તર વધુ સારી રીતે આપતા હોઈ છીએ.આવા દિવસોમાં હોટેલ કર્મચારી ટીપ વધુ મેળવતા હોય છે.આવા દીવસે આપણે માનસિક રીતે પ્રફુલ્લિત હોઈએ છીએ અને તે મૂડ જાળવી રાખવાનું ઇચ્છતા હોઈએ છીએ. આભ વાદળ છાયું હોય ત્યારે ફક્ત ભણવાની ઇચ્છા ધરાવનારા જેમના જીવનમાં વિદ્યા પ્રાપ્ત કરવી મહત્વનું છે તેવા વિદ્યાર્થીઓ એડમીશન વધુ લેતા હોય છે,અને જ્યારે દિવસ સૂર્ય પ્રકાશથી ભરેલો હોય તેવા દિવસોમાં સામાજિક પ્રકારના વિદ્યાર્થીઓ પ્રવેશપત્રો વધુ ભરતા હોય છે.વાદળછાયો દિવસ ઘરમાં રહીને અભ્યાસ કરો તેવું સૂચવતો હોય છે. સુર્યપ્રકાશ શેર બઝારને ઉત્તેજન આપે છે.ઇન્વેસ્ટર આવા દિવસે આનંદિત હોય છે અને વધારે રોકાણ કરતા હોય છે.વાદળછાયા દિવસો કરતા ત્રણ ઘણું રોકાણ થતું હોય છે.
વાદળછાયા દિવસે વેધર ખરાબ હોય ત્યારે મૂડ સારો હોતો નથી,એમાં નિર્ણય લેવાની શક્તિમાં ગરબડ થઈ જાય છે એમાં લોકો લોટરીની ટીકીટ વધુ ખરીદતા હોય છે.ગરમ દિવસોમાં આત્મ હત્યા વધુ થતી હોય છે.અંતિમ નિર્ણય લેવામાં સુર્યપ્રકાશ હિંમત અર્પે છે એમાં આવા ખરાબ નિર્ણયો પણ આવી જાય. સુર્યપ્રકાશ ઓછો હોય તે દિવસે એની પૂર્તિ કરવા મૂડ સુધારવા જાતને ઉત્તેજિત કરવા આલ્કોહોલ,કોફી,ચોકલેટ તંબાકુ અને ચા વગેરેનું સેવન વધુ થતું હોય છે.
ચાલો જોઈએ અમેરિકાના મોટા શહેર દિવસમાં કેટલો સમય સુર્યપ્રકાશ મેળવે છે?
Phoenix: 10.3
Los Angeles: 8.8
Atlanta: 7.6
New York: 7.4
Chicago: 7.2
Seattle: 5.6
*૪૫ મિનિટ કોઈ સુંદર વન ઉપવન બાગ બગીચામાં ચાલવા નીકળો તો આપણી ચિંતન મનન શક્તિમાં વધારો થાય છે.એટલો વધારો કોઈ માર્કેટમાં કે સિમેન્ટના જંગલમાં ફરવા નીકળો તો નહિ થાય.કારણ શહેર વિસ્તારમાં તમારા બ્રેઈનને ઘણું બધું કામ કરવું પડતું હોય છે,ટ્રાફિકનું ધ્યાન રાખવાનું,વાહન વ્યવહારના ઘોંઘાટ,જાહેરાતોના બોર્ડ લોકોની અવરજવર,અતિશય ભીડભાડ વગેરેનું બ્રેઈન વિશ્લેષણ કર્યા કરતું હોય છે.જ્યારે વન ઉપવનમાં કુદરતનું સામ્રાજ્ય ફેલાયેલું હોય ત્યાં ગ્રીનરી બ્રેઈનને એક જાતનો આરામ અર્પે છે.
અમેરિકામાં ૭૦% લોકો શહેરોમાં રહે છે,એમને ગ્રીનરી કેટલી ઉપલબ્ધ છે તેમના શહેરોમાં જે તે શહેરની સાઇઝના પ્રમાણમાં તે જોઈએ.
25.7% New York

19.8% San Francisco

19.1% Washington, DC

15.7% Boston

12.4% Philadelphia

9.9% Los Angeles

8% Chicago.

સ્ત્રીઓને બહાર હરિયાળા વાતાવરણમાં ફરવાનું બહુ ગમતું હોય છે,એનાથી એમની આત્મશક્તિમાં વધારો થતો હોય છે,પોતાની જાતમાં સન્માનની ભાવનામાં વધારો થતો હોય છે.ગુલાબના ફૂલોની મહેક સ્ત્રીને પ્રેમની લાગણીથી તરબતર કરી દેતી હોય છે.સ્ત્રીને મોકો મળે એના સાથી સાથે સહ્ચર્યનો તરત એને બહાર કુદરતના સાંનિધ્યમાં ફરવા જવાનું મન થઈ જાય છે.(Colorado State University researcher Gretchen Nurse). ગાર્ડનીંગ કરવું ખૂબ સારું છે.થોડા શાકભાજી ઉગાડવા જોઈએ.એનાથી એકતો તાજાં શાકભાજી ખાવા મળશે.તંદુરસ્તીમાં વધારો,કસરતની કસરત.માટીનો સંસર્ગ થવાથી એમાં રહેલા વિપુલ માઈક્રોબ્સ તમારી ઈમ્યુન સિસ્ટમમાં વધારો કરતા હોય છે.સ્ત્રીઓને ગાર્ડનીંગ અને પ્લાન્ટિંગ કરવાનું ખૂબ ગમતું હોય છે.

આપણા પૂર્વજો જંગલોમાં લાખો વર્ષ રહેલા છે.કુદરતના સાંનિધ્યમાં રહેલા છે.કુદરત સાથે પૂર્વજોનો નાતો લાખો વર્ષનો છે.મેમલીયન બ્રેઈન એ રીતે ઇવોલ્વ થયેલું છે.પક્ષીઓનો કલબલાટ.એમનું ચી..ચી..ચી..એમનું ટ્વીટ્સ શરીરની હેલ્થ અને હેપીનેસ માટે ઉપયોગી છે.પક્ષીઓ ખાલી કલબલાટ કરતા હોતા નથી.એમના પ્રિયજનને મેટિંગ માટે સાદ દેતા હોય છે,એમના જોડીદારને ખતરાથી ચેતવતા હોય છે.એમના વિસ્તારનું આધિપત્ય જતાવતાં હોય છે.તેઓ મધુર રાગ રાગિણી છેડતા હોય છે.જોડીદારને સુંદર સ્વરમાં સંદેશા મોકલતા હોય છે.આ બધું  લાખો વર્ષ,કરોડો વર્ષથી આપણને મળેલા મેમલીયન બ્રેઈનમાં સંગ્રહાયેલું હોય છે.એટલે વન ઉપવનમાં  ફરવા જઈએ તો ખૂબ મજા પડી જાય છે.mammalian બ્રેઈનને મળેલી યાદો પક્ષીઓના અવાજ સાંભળી તરોતાજા થઈ જાય છે.અને એનાથી તમારી પ્રયત્ન વગરની જાગરૂકતા પાછી આવે છે,સચેત રહેવાની ક્ષમતા કેળવાય છે અને તણાવ દૂર થાય છે.વસંત ઋતુમાં પક્ષીઓ દિવસે કોરસમાં ખૂબ ગાતા હોય છે.માનવ લાખો વર્ષ જંગલમાં રહેલો છે.આ સમૂહગાન બોડી ક્લૉકને ઠીક કરવામાં મદદ કરે છે જેનાથી તંદુરસ્તી માટે ફાયદો જ હોય ને?બોડી ક્લૉક ઠીક થાય તો ઊંઘ સારી આવે અને મૂડ પણ સારો રહે.

માઈન્ડનાં સ્નાયુ છે બ્રેઈન.જેમ શરીરના સ્નાયુઓને કસરતની જરૂર છે તેમ બ્રેઈનને પણ કસરતની જરૂર છે.નિયમિત રોજ નહીતો અઠવાડિયે ત્રણ વાર બહાર ૪૦ મિનિટ ચાલવા જનાર અને સ્ટ્રેચિંગ કસરત,એરોબિક કસરત,યોગા કરનારના બ્રેઈનને ફાયદો થાય છે.સ્મરણ શક્તિ માટે જવાબદાર Hippocampus વોલ્યુમમાં વધારો થાય છે તેવું લેટેસ્ટ સંશોધન બતાવે છે.spatial memory performance ઈમ્પ્રુવ થાય છે.તો રોજ ચાલો અને Hippocampus ને સંકોચાતું બચાવો.

શહેરમાં અને તે પણ મોટા શહેરોમાં રહેનારા ખૂબ તણાવયુક્ત જીવન જીવતા હોય છે.ગ્રામ્ય  વિસ્તારમાં તણાવ ઓછો હોય છે.તણાવના લીધે બ્રેઈન સ્ટ્રેસ હાર્મોન Cortisol વધારે છોડતું હોય છે.કાયમ તણાવમાં રહેનારનું Cortisol લેવલ હાઈ થઈ જાય તો બ્રેઈનના amygdala અને cingulate cortex વધારે એક્ટીવ થઈ જતા હોય છે.Amygdala ભાવનાઓ અને લાગણીઓ માટે જવાબદાર હોય છે.cingulate cortex નકારાત્મક લાગણીઓ જેવી કે શંકા,અવિશ્વાસ,ભય વગેરે વધારવામાં Amygdala ને મદદ કરે છે.સતત તણાવ બેચેની અને નકારાત્મક લાગણીઓ વધારે છે.શહેરી જીવનના ફાયદા જુદા હોય છે.જરૂર છે થોડી લાઇફ સ્ટાઇલ બદલવાની.થોડા કુદરતના સાંનિધ્યમાં જીવવાની ટેવ પાડવાની.

આવો છે કુદરતનો કરિશ્મા.

5 thoughts on “કુદરતનું અણમોલ સાંનિધ્ય.Hard Truths About Human Nature.”

 1. સાવ્ સાચિ વાત,કુદરતના સાનિધ્યમા દુનિયાનિ બધિ જંજટ્માથિ મુક્ત્ થૈ જવાય છે.કુદરત આપણને બધા
  દુ:ખતેમજ મુશ્કેલિઓથિ દૂર સુદૂર લૈ જૈ એક નવાજ પ્રકારનિ તાજગિ બક્ષિઆપણા ચિત્તને એકદમ હળવુ બનાવિ
  નવા નવા વિચારોનુ સંક્રમણ કરિ આગળ વધવા માટેનિ પ્રેરણા અર્પે છે.મનેતો કુદરત્મા ફરવાનુ બહુજ ગમેછે.હુ
  તો અત્યારે સમ્પૂર્ણ કુદરતનિ વચ્ચેજ રહુછુ.દિકરિનુ હાઉસ છે અને એકદમ નિરવ શાંતિ છે . આહિયા બધાના
  મકાન પાચ પાચ છ છ એકર જમિનમા છૂટા છૂટા છે , આજુ બાજુ માત્રને માત્ર જંગલ જ જંગલ છે.
  હુ મનાલિ ટ્રેકિંગ્મા પાચ છોકરા અને સાત છોકરિઓએ લૈને 1983મા ગયેલિ ત્યારે મારા નાના દિકરાને
  બે વર્ષનો મૂકિને ગૈ હતિ ત્યારે દુ:ખ થતુ હતુ પણ ત્યા જૈને કુદરત આગળ બધો ભૂલિ ગૈ કાઇ યાદ નહતુ આવતુ.
  મારિ પાસે કુદરતિ દ્રશ્યોનુ ઘણુ બધુ કલેક્શન છે આપ કહોતો મોકલિ આપુ
  આત્યરે અહિયા નિરવ શાંતિ પણ ઘણિવાર ખાવા ધાતિ હોય એમ લાગેછે, કારણ ખબર નથિ પડતિ.
  કુદરતનિ વચ્ચે પણ આત્મિયતા નથિ ભાસતિ. મનાલિ ગૈ ત્યારેતો એમ થૈ ગયુ હતુકે એકાદ નાનકડુ ઘર અહિયાજ લૈ લેવુ જોઇએ સેલવાસ અને ધરમ્પુર ગૈ ત્યારે પણ એવુજ થયેલુ. નસિબે અહિયા લાવિને મૂકિ દિધા.

  Like

  1. વધુ પડતી શાંતિથી ટેવાયા ના હોઈએ માટે એવું થાય.બાકી મને તો ખૂબ મજા પડે છે,અહીં પણ બહાર નજર કરીએ તો જંગલ જ છે.

   Like

 2. This is very true. This is the reason, we moved to San Diego area from Chicago area, after 35 years. Ofcourse we miss our friends and close relatives, but plenty of sunshine balances that out and our home is full of visitors,near and dearto our heart.
  This is very true observation. In winter months in Chicago area I used to see many cases of SAD or seasonal affective disorder and the treatment for those who can afford was vacation to sunny destinations.
  It was nice visiting with you last week. Keep up the good work and will be in touch.
  Dineshbhai Patel

  Like

 3. “શહેરી જીવનના ફાયદા જુદા હોય છે.જરૂર છે થોડી લાઇફ સ્ટાઇલ બદલવાની.થોડા કુદરતના સાંનિધ્યમાં જીવવાની ટેવ પાડવાની.”
  ડામર પર જીવતી પ્રજાને ટેવ અને કુ-ટેવનો ભેદ ખબર નથી ( હોતો)-બીચારો રઘવાયો જીવ….

  Like

 4. અહી લખેલી વાતો આઇડીયલ છે. સરસ વાતો છે પણ એ એના માટે, જે પોતે વિચારશીલ, ઉદ્યમી, અને સતત કૈક નવું કરવા ટેવાયેલા નસીબદાર લોકો છે.

  સામાન્ય સંજોગોમાં માણસ જે તે સ્થળ સાથે આત્મીયતા કેળવીને જીવવા ટેવાયેલો છે.

  ઘોંઘાટમાં જીવવા ટેવાયેલો માણસ શાંત વાતાવરણમાં એકલતા મહેસુસ કરશે.
  અને શાંત વાતાવરણમાં જીવવા ટેવાયેલો માણસ ઘોંઘાટ વાળી જગ્યાએ માનસિક સમતુલા ખોરવી બેસે એવું બને.

  એક વાર્તા છે, અને એનો બોધ નીચે મુજબ છે.
  માછલીમારને તમે રાતે ફૂલની ટોપલી બાજુમાં રાખીને સુવાનું કહેશો તો એને ઉંઘ નહિ આવે, એને માછલીની ટોપલી જ જોઇશે.
  ફૂલની સુવાસ એને માફક નહિ આવે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s