સુખ દુખ મનમાં ના આણીએ રે ઘટ સાથે ઘડિયા રે
માનવ શરીર અદ્ભુત રસાયણોનું એક સંયોજન છે. આ હાલતા ચાલતા રસાયણોના સુંદર સરોવરમાં આત્મા કઈ બાજુ વિચરતો હશે તે ખબર નથી. હવેના નવા આધુનિક ફિલૉસફર કોઈ ધર્મ ગુરુની જગ્યાએ બાયોલોજિસ્ટ, સાઇકૉલાજિસ્ટ અને ન્યુઅરોલોજિસ્ટ હોય છે.આ લોકોના કહેવા પ્રમાણે બ્રેન જ આત્મા છે. ચાર્વાકનાં દિવસો પાછાં આવશે.
સુખ દુખની લાગણી પણ બ્રેન કેવાં રસાયણો છોડે છે તેના ઉપર આધારિત છે.
Endorphin happiness: – શારીરિક ક્ષતિ સમયે આ રસાયણ લેપનું કામ કરે છે. પ્રિડેટરથી બચવા ઈજા થઈ હોય છતાં ભાગવું પડતું હોય છે. તે સમયે આ રસાયણ ઈજાનો અહેસાસ કરવા દેતું નથી, અને ભાગેલા પગે પણ તમે દોડી શકો છો.પણ સતત એનો સ્ત્રાવ યોગ્ય નથી. બાકી તમને ઈજાનો અહેસાસ થાય જ નહી તો એની સારવાર કરો નહિ. માટે ઇમર્જન્સી માટે આ રસાયણ ઉપલબ્ધ હોય તે જ સારું. જો બ્રેન સતત આને છોડ્યા કરે તો તમે ભાગેલા પગે દોડ્યા જ કરવાના, પછી સાવ ભાગી પડવાના, થઈ જવાના મૃત્યુને હવાલે.
“endorphin high ” વિષે સાંભળ્યું હશે. એન્ડોરફીન નળ ખોલોને આનંદ મેળવો, પણ એન્ડોરફીન શા માટે ઉત્ક્રાંતિ પામ્યું છે તે સમજી લઈએ તો ખ્યાલ આવશે કે એન્ડોરફીન હાઈ જીવન માટે કાયમ વાસ્તવિક નથી. એન્ડોરફીન દુઃખાવાને બ્લૉક કરે છે. પેએન ના થાય તે રણકાર સારો છે, પણ કાયમ જો એન્ડોરફીન હાઈ રહે તો સળગતા સ્ટવ ઉપરથી તમે હાથ હટાવશો ક્યારે? તમે ભાંગેલા પગે ચાલ્યાં કરશો. લાંબા સમયે સ્થિતિ ખરાબ થવાની. જ્યારે સર્વાઇવલ માટે ત્વરિત ગંભીર સ્થિતિ ઊભી થાય ત્યારે જ ભાગ્યેજ એન્ડોરફીન રિલીસ થતું હોય છે.
દાખલા તરીકે મૅમલ પર કોઈ હુમલો કરે તેવા સમયે એના ઘાને પંપાળવા ઊભું રહે તો માર્યું જાય, માટે ઘાનો દુઃખાવો એન્ડોરફીન રિલીસ કરે તો ઘા હોવા છતાં, પગ ભાંગેલો કે ઈજા ગ્રસ્ત હોવા છતાં ભાગી જવામાં આવે. હવે ભાગવામાં સફળ થઈ ગયા કે એન્ડોરફીન ગાયબ અને દુઃખાવો શરુ. હવે દુઃખાવો જરૂરી છે કેમ કે થયેલ ઈજા માટે હવે ધ્યાન આપવું પડશે. હવે દુઃખાવાને ઇગ્નોર કરવો સર્વાઇવલ માટે નુકશાન છે. અને સર્વાઇવલ થયેલા જ એમના જીન પાસ કરી શકે છે. ભયજનક પરિસ્થિતિમાંથી ભાગી છૂટવા માટે એન્ડોરફીન સિસ્ટમ વિકસેલી છે નહિ કે એમાં કાયમ હાઈપર રહેવા.
હ્યુમન બ્રેન શારીરિક પેએન સિગ્નલ મળતા એન્ડોરફીન મુક્ત કરે છે. પણ જાતે જ ઈજા કરીને એન્ડોરફીન અનુભવવું લાંબા સમયે ફાયદાકારક નથી. દોડવીર માટે જો યોગ્ય પ્રમાણમાં દોડે તો પૂરતો દુઃખાવો એન્ડોરફીન સ્ત્રાવ માટે પૂરતો હોય છે, પણ એટલો બધો ના હોય કે શરીરને ઈજા પહોચે. એન્ડોરફીન સ્ત્રાવ માટે સલામત રસ્તા ભાગ્યેજ હોય છે. વધારે પડતા ઉપવાસ, ભૂખે મરવું, શરીરને ઈજા પહોચાડવી, અમુક ધાર્મિક જુલૂસ વખતે શરીરને જાત જાતની રીતે ઈજા પહોચાડવામાં આવતી હોય છે, આમ અનેક પ્રકારે લોકો euphoria અનુભવતા હોય છે.
એન્ડોરફીન ઇમોશનલ પેએન વખતે મુક્ત થતા નથી. કોઈનું હૃદય પ્રેમમાં નિષ્ફળતા મળતા ભાગી પડે તો એન્ડોરફીન મુક્ત થાય નહિ. દુઃખાવો એક જાતની માહિતી છે કે શરીરમાં ગરબડ છે હવે એને સુધારો. આમ દુખાવામાંથી દરેક વખતે શીખવાનું છે, એને અવગણવાને બદલે. આમ euphoria લલચાવે છે. અફીણ અને એમાંથી બનતાં ડ્રગ રાસાયણિક રીતે એન્ડોરફીન જેવા છે. ઇમોશનલ પેએન માટે દરેક કલ્ચરમાં આવા ડ્રગ લેવાતા હોવાનું સામાન્ય છે.
દુઃખાવો, દર્દ બ્રેનનું અદ્ભુત નજરાણું છે. ભયજનક સ્થિતિમાં જાગૃત કરે છે. દર્દ મૂળભૂત પાયો છે સર્વાવલ માટેનો. મૅમલ પ્રાણીઓ કરતા પહેલા સરીસર્પે વિકસાવેલ અદ્ભુત પૅટર્ન છે. દર્દ ઉપર ધ્યાન આપીને એને સમજીને દૂર કરવાનું છે નહી કે એના ઉપર સુખનો લેપ લગાવીને ભૂલવાનું.
કાચિંડો ઠંડા લોહીનું પ્રાણી છે. તડકામાં પડી રહેલો જોઈને લાગે કે ભાઈ આનંદમાં છે. પણ એવું નથી, અહી તો ખતરો છે કોઈ હુમલાખોરનો. ભાઈ ખડક નીચે હોય તો હાઇપથર્મિઅ વડે મરી જાય. માટે ઠંડી લાગે પેએન થાય ભાઈ તડકામાં આવે છે, અને દર્દ દૂર થાય કે પાછાં ખડક નીચે છુપાઈ જવાના. લો બૉડિ ટેમ્પરેચર કાચિંડામાં ન્યુરો કેમિકલ મુક્ત કરે છે જે હ્યુમન માટે દર્દનું કારણ હોય છે. આ દર્દ દૂર ના થાય ત્યાં સુધી કાચિંડો તડકો ખાય છે.
આપણાં સરીસર્પ પૂર્વજો પાસેથી દરેક મૅમલે આ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ મેળવેલી છે. રેપ્ટાઈલ પાસે હેપીનેસ અનુભવ કરવાની શક્તિ હોતી નથી. ફક્ત પેએન વખતે આખું શરીર હટાવી લેવું તે જાણતું હોય છે. સરીસર્પ ગ્રેટ સર્વાઇવર છે, કેમકે પેએન અવૉઇડ કરવાનું એમનું બ્રેન બખૂબી જાણે છે. દર્દમાંથી મુક્ત થયા પછી તેઓ કોઈ સુખ અનુભવતા નથી, બસ દર્દ પહેલાની સ્થિતિમાં પાછાં ફરી જાય છે. ડેન્જર સ્થિતિમાં કાચિંડો કે મગર કદી હતાશ થતા નથી કે આ દુનિયાને શું થયું છે, તેમની પાસે પૂરતાં ન્યુરૉન્સ નથી આવું બધું વિચારવા માટે.
માનવ પાસે પુષ્કળ ન્યુરૉન્સ છે. સંભવિત, કાલ્પનિક દર્દ ઊભું કરવા માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. સામાજિક અપેક્ષાભંગ સમયે આપણે લાગણીઓના દર્દ ઉભા કરીએ છીએ, જાણે સર્વાઇવલ માટે ખતરો. એન્ડોરફીન એમાં કોઈ રાહત આપે નહિ.
એન્ડોરફીન સુખાનુબોધ પામવા માટે પોતાના શરીરને પીડા આપનારા સ્વપીડક લોકો દુનિયાના દરેક ખૂણે, દેશ, વિદેશમાં મળી આવશે. કોઈપણ જાતી હોય કે કોઈ પણ ધર્મ પાળતા હોય સ્વપીડન સુખાનુબોધ પામનારા મળી આવશે. શરીરને કષ્ટ આપવાનાં જાતજાતના નુસખા શોધી કાઢશે. કોઈ ધર્મના નામે તો કોઈ રિવાજના નામે, કોઈ ફૅશનના નામે. ખડેશ્વરી બાબા બેસવાનું નામ નહિ લે, ભલે પગ સૂજીને થાંભલો થઈ ગયા હોય. કોઈ શરીરને ચાબુક ફટકારશે, કોઈ અતિ આકરાં ઉપવાસ કરશે. કોઈ ભાદરવા પૂનમે સેંકડો માઈલ ચાલીને અંબાજી જશે, તો કોઈ ગિરનારની પ્રદક્ષિણા કરશે, કોઈ પાવાગઢ ઉપર ચડશે. કોઈ ધાર્મિક જુલૂસ વખતે શરીરને મારી મારીને લોહીલુહાણ કરી નાખશે.
નકલી એન્ડોરફીન સુખાનુબોધ પામવા માટે સતત તંબાકુ મોઢામાં ભરી નાખનારા પણ હોય છે. કોકેન, હેરોઈન, અફીણ અને તેની બનાવટો નકલી એન્ડોરફીન આનંદ આપતા હોય છે. ગાંજો ચરસ પીને ભગવાન જોડે તાર મેળવી બેસી રહેનારા પણ હોય છે.
Dopamine happiness: – જ્યારે તમે કોઈ નક્કી કરેલા ધ્યેયની પ્રાપ્ત થવાની અણી ઉપર પહોચી જાઓ ત્યારે બ્રેન આ રસાયણ છોડે છે જે તમને ખૂબ આનંદ સાથે ધ્યેયની ફિનિશ લાઈન પસાર કરવા એક્સ્ટ્રા એનર્જી અર્પે છે. આ એક રિઝર્વ ટાંકી છે શક્તિની.જે અણીના સમયે કામ લાગે છે. જો સતત આ રસાયણ છૂટ્યા કરે તો અણીના સમયે ગરબડ થઈ જાય. એટલે મહત્વના ધ્યેય પ્રાપ્તિ માટે આ રસાયણ છેલ્લા સમયે ઉપલબ્ધ ત્થાય તે જ સારું.
રમત જગતમાં દોડવીરો ફિનિશ લાઈન આવતા છેલ્લું જોર લગાવતા હોય છે. એક દાખલો યાદ આવે છે ફ્લાઈંગ શીખ મિલ્ખાસિંઘ ઑલિમ્પિકમાં ૪૦૦ મીટરની દોડમાં ભાગ લઈ રહ્યા હતા. ૩૦૦ મીટર સુધી તેઓ સૌથી આગળ હતા. એક ભૂલ થઈ ગઈ, એમણે પાછળ વળીને જોયું તો બાકીના બધા હરીફો ખૂબ પાછળ હતા. બસ ખુશ થઈ ગયા હવે મને કોઈ પાછળ પાડી નહિ શકે, હવે ફક્ત ૧૦૦ મીટર જ બાકી રહ્યું હતું. બસ મારું માનવું છે કે Dopamine સ્ત્રાવ વહેલો થઈ ગયો હશે. છેલ્લા ૧૦૦ મીટરમાં તે ધીમાં પડી ગયા ખૂબ જોર લગાવ્યું પણ ફક્ત ૧૦૦ મીટરમાંબીજા લોકો આગળ નીકળી ગયા અને તેઓ ચોથા નંબરે આવ્યા. ફરી કદી ઑલિમ્પિક જીતી શક્યા નહિ.
Oxytocin happiness: – આપણી આસપાસના લોકો ઉપર વિશ્વાસ આવતો જાય ત્યારે આ રસાયણ સ્ત્રવે છે. એક માતા બાળકને સ્તનપાન કરાવે ત્યારે બંને Oxytocin વડે મળતા આનંદથી ભરાઈ જતા હોય છે. બંને વચ્ચે એક આત્મીય સંબંધ રચાય છે. જ્યારે સમાન વિચારસરણી ધરાવતા માનવો એકબીજાને મળે છે ત્યારે જે આનંદ અને તૃપ્તિ મળે છે તેનું કારણ આ રસાયણ છે. કોઈ વહાલાનો સંદેશો મળે છે અને મન જે આનંદની અનુભૂતિથી ભરાઈ જાય છે તે આ રસાયણ છે. કોઈ વહાલી વ્યક્તિ ઘરે આવે આવે ને હરખપદુડા થઈ મન નાચી ઊઠે છે તેનું કારણ આ રસાયણ છે. પણ તમે સતત આ આનંદ અનુભવી ના શકો કારણ બધા વિશ્વાસ કરવા લાયક હોતા નથી. બધા ઉપર વિશ્વાસ મૂકવો સર્વાઇવલ માટે ખતરનાક છે.
Serotonin happiness: – જ્યારે તમને પોતાની જાતનું મહત્વ લાગે ત્યારે જે આનંદ મળતો હોય છે તે આ રસાયણનું કારણ છે. જ્યારે તમે પોતાની જાતને સર્વોપરી સમજો ત્યારે ખૂબ આનંદ મળતો હોય છે. આ સુખની લાગણી માટે મૅમલ કાયમ પ્રયત્ન કરતા હોય છે. Mammals વર્ચસ્વ ઇચ્છતા હોય છે કે Serotonin નો સ્ત્રાવ બહુ આનંદ પમાડતો હોય છે. Dominant પ્રાણીઓ વધુ ખોરાક મેળવી શકતા હોય છે જે એમની શારીરિક ક્ષમતા અને મજબૂતાઈ વધારે છે. એનાથી દુશ્મનોને અને હરીફોને ભગાડી મૂકી સેક્સમાં સફળતા મેળવી એમને એમના DNA જીવતા રાખવા માટે મદદકર્તા બનતી હોય છે.
Dominant માદા પણ એક્સ્ટ્રા ખોરાક મેળવી શકતી હોય છે. જે એના બચ્ચા માટે પોષણક્ષમ ખોરાકની વ્યવસ્થા હોય છે. એ હુમલાખોરને ભગાડી શકે છે. એની પાછળ ફરતા અનેક નરથી દૂર ભાગીને મજબૂત નરો વચ્ચે લડાઈ પછી જે જીતે તેના મજબૂત જીન મેળવી શકે છે.
સર્વોપરિતા ખાલી સેક્સ પૂરતી હોતી નથી, તે સર્વાઇવલનો એક ઉપાય છે, અને સેક્સ પણ સર્વાઇવલનું એક અગત્યનું પાસું છે. પણ સર્વોપરી બનવાના પ્રયત્નમાં બાધા આવે તો અને એમાં ઈજા થવાનો ભય જણાય તો આ રસાયણ છૂટવાનું ઓછું થઈ જાય છે. બ્રેન સતત આનું સંચાલન કરતું હોય છે કે સુપિરિઅર બનવામાં કોઈ જોખમ તો નથી ને?
દરેક રસાયણ ખુશી આનંદ આપતું હોય છે. એનાથી ભવિષ્યમાં સુખ મેળવાની ચાવી પ્રાપ્ત થતી હોય છે. દરેક રસાયણ એનું કામ કરતું નિષ્ઠા પૂર્વક કરતું હોય છે. જે તમને પ્રોત્સાહિત કરતું હોય છે, જેના વડે તમારા DNA જીવતા રાખીશ શકો છો. એક સસ્તન પ્રાણીને કોઈ વૃક્ષ ઉપરથી ફળ ખાવા માટે મળી ગયું તો dopamine રિલીસ થશે. ભલે પ્રયત્ન કરીને મળ્યું કે વિના પ્રયત્ને. જે એની મૅમરીમાં જોડાઈ જશે. એનાથી ફરીથી તે ફળ મેળવામાં સહાયતા થવાની.
આ સુખ અર્પતા રસાયણો એટલો બધો આનંદ આપતા હોય છે કે આપણું મોટું Cortex સતત એને કઈ રીતે મેળવી શકાય તેની ખોજ કર્યા કરતું હોય છે. એપ્સ સતત એકબીજાના શરીર પરના વાળ સવારતા હોય છે એનાથી Oxytocin દ્વારા મળતો વિશ્વાસનો જનક આનંદ મળતો હોય છે.
માતા બાળકને સ્તનપાન કરાવતી વખતે એના માથા ઉપર હાથ ફેરવ્યા કરતી હોય છે. મિત્રો એકબીજાને ફોન પર મૅસેજ મોકલ્યા કરતા હોય છે. પ્રેમીઓ એકબીજાનું સતત સાંનિધ્ય ઇચ્છતા હોય છે, કારણ છે Oxytocin. પતિ પત્ની એકબીજા ઉપર હાવી થવાનો પ્રયત્ન કર્યા કરતા હોય છે, પિતા સંતાન ઉપર રૉફ જમાવ્યા કરતા હોય છે, સગા સંબંધી એકબીજાને નીચા પાડવાનો પ્રયત્ન કરતા હોય છે. કારણ છે Serotonin. એપ્સ Endorphin માટે પોતાના શરીરને ઈજા પહોચાડતા નથી, પણ માનવો એવું કરી શકે છે. પોતાના શરીર ઉપર સાટકા મારીને માંગનારા લોકોનો આખો એક વર્ગ ફરતો હોય છે. પોતાના શરીરને પીડા આપનારા સ્વપીડ્ન વૃત્તિ ધરાવનારા લોકો પણ હોય છે, કારણ છે Endorphin.
આ બધા હૅપી કેમિકલ્સનો સ્ત્રાવ બ્રેન અમુક ચોક્કસ લિમિટેડ માત્રામાં અને ચોક્કસ કારણો વશ જ કરતું હોય છે. એનો સતત સ્ત્રાવ થાય તો એ કામ કરે નહિ. ઉત્ક્રાંન્તિના ક્રમમાં વિકાસના ક્રમમાં એવી રીતે જ બ્રેન ઇવોલ્વ થયેલું છે. તમે સતત દુખ અને સતત સુખની લાગણીમાં જીવી શકો નહિ. આ રસાયણો વધ ઘટ થયા કરતા હોય છે, એમાં તમે સમજો કે કશું ખોટું થઈ રહ્યું છે તો તમે દુખી થઈ જવાના કે સુખ હંમેશા સતત સાથ કેમ આપતું નથી. બ્રેન એના પુરાવા અને કારણો શોધવા માંડશે. સતત સુખ પામવાની ચિંતામાં દુખી થયા કરશો. માટે નરસિંહ કહેતા કે સુખ દુખ મનમાં ના આણીએ રે ઘટ સાથે રે ઘડિયા રે.
જ્યારે તમે કોઈની ઉપર ટ્રસ્ટ મૂકો છો, તેનો વિશ્વાસ કરો છો ત્યારે Oxytocin સ્ત્રાવ થતો હોય છે જે તમને સુખ અર્પે છે. અને એના લીધે બ્રેનમાં વધારે વિશ્વાસ મૂકીને સલામતી મેળવવાનું વાયરિંગ થતું જતું હોય છે. પણ જ્યારે કોઈ તમારો વિશ્વાસ તોડે છે, તમને દગો આપે છે ત્યારે બ્રેન Cortisol નો સ્ત્રાવ કરતું હોય છે, અને તે દુખ અને પીડાનો અહેસાસ કરાવે છે જેનાથી વાયરિંગ થાય છે કે એના કારણો દૂર કરો. એના કારણો થી દૂર રહો. વિશ્વાસ નહિ મૂકીને Oxytocin નાં આનંદથી વંચિત રહેવાનું થતું હોય છે. અને વિશ્વાસ મૂક્યા પછી વિશ્વાસઘાત થાય તો ? એટલે બ્રેન પસંદગી કરવા ટેવાયેલું હોય છે. કોઈની ઉપર વિશ્વાસ મૂકવાનો હોય ત્યારે આપણાં ત્રણ બ્રેન એક સાથે કામ કરતા હોય છે, Reptile (સરિસર્પ) બ્રેન, Mammal બ્રેન અને Cortex.
સરીસર્પ બ્રેન હંમેશા પેએનને અવૉઇડ કરવા માટે ઈવૉલ્વ થયેલું હોય છે. કાચિંડા અને ગરોળી ત્રણ સામાન્ય નિયમ જાણે છે. એક તો મોટી ગરોળી સામે આવે તો ભાગો, નાની આવે તો ખાઈ જાવ અને સરખી સાઇઝની આવે તો સંસર્ગ કરો. ઈંડામાંથી બહાર આવતા જ કાચિંડા ભાગવા માંડે છે, નહી તો એમના માબાપ એમને ખાઈ જવા તૈયાર હોય છે. નબળાને બીજો કોઈ ખાઈ જાય તે પહેલા માબાપ જ ખાઈ જઈને રીસાઇકલીંગ કરી નાખતા હોય છે.
સરીસર્પ સામાજિક રીતે એકબીજા સાથે જોડાઈને સર્વાઇવ થતા નથી, તે Oxytocin કાયમ બનાવતા નથી, ફક્ત સેક્સ પૂરતાં ઑક્સિટોસિન બનાવતા હોય છે. એટલે ફક્ત સેક્સ પૂરતાં જ બે સરીસર્પ ભેગાં થતાં હોય છે. મેમલિઅન બ્રેન ટોળામાં રહીને સલામતી શોધતા હોય છે. મૅમલ જન્મતાની સાથે પુષ્કળ Oxytocin ઉત્પન્ન કરતા હોય છે જેથી માતા સાથે સામાજિક બંધન બાંધી શકાય અને જેનાથી સર્વાઇવ થઈ શકાય, ધીમે ધીમે Mammal આખા ટોળા સાથે સામાજિક રીતે બંધાઈ જાય છે, માતા દૂર થતી જાય છે. ટોળાનું એક પણ સભ્ય ના દેખાય તો એનું બ્રેન Cortisol સ્ત્રાવ કરતું હોય છે. ટોળાથી દૂર રહેવું ખતરનાક છે.
સાવ નબળાને ટોળું હુમલાખોર સામે જાણી જોઇને ધકેલી પણ દેતું હોય છે, જેથી બાકીનાને બચાવી શકાય. પરંતુ મોટા Mammal બ્રેન Cortex માં સતત વિશ્લેષણ કર્યા કરતા હોય છે કે કોનો વિશ્વાસ કરવો અને કોનો નહિ. ગિબન વાનર સાથીદાર ઉપર વિશ્વાસ મૂકે છે, પણ ઇમર્જન્સી વખતે સાદ પાડવા છતાં સાથીદાર ના આવે તો સંબંધ ખલાસ થઈ જાય છે. બીજો સાથીદાર તરત શોધી લેવામાં આવે છે.
સ્વાભાવિક છે કે સિંહની બાજુમાં ઘેટું મૂકો તો ચવાઈ જવાનું. માટે કુદરત એને છોડી દે છે કે તું જાતે જ નિર્ણય લેતા શીખ કે સિંહ જોડે ઉભા રહેવાય ખરું ? બસ એમજ વિશ્વાસ મૂકવા જેવો છે કે નહિ તે નિર્ણય આપણે જાતે લેવાનું શીખવાનું છે. અને આ રીતે જ આપણે ઇવોલ્વ થયા હોઈએ છીએ. અને આ ગુણ વારસામાં સંતાનોને આપતા જઈએ છીએ.
લેખ વાંચીને મારા મગજમાં ડોપામાઇનનો સ્રાવ વધી ગયો! જે જોઇતું હોય તે મળતું હોય એવું લાગ્યું. મિલ્ખા સિંઘનું વિષ્લેષણ તમે સારૂં કર્યૂં છે.
એકંદરે લેખ એટલો ગજબનો છે કે બોલવું હોય તો ‘ગજ્જબ’ એમ ભાર મૂકવો જ પડે!
આ વિષયમાં ગુજરાતીમાં ખાસ વાંચવા નથી મળતું. તમે આવા લેખોને પુસ્તકાકારે પ્રસિદ્ધ કરો તો વિશાળ વાચક વર્ગને એનો લાભ મળે.
LikeLike
હવે સમજ પડીને કે આપની કોમેન્ટસની કેમ રાહ જોવાય છે?કોમેન્ટ્સ નહિ આપીને મારું ડોપામાઈન ઘટાડાતા નહિ.સમાન વિચાર સરણી હોય ત્યાં ઓકસીટોસીન અને ડોપામાઈન બધું વધી જાય.આભાર.
LikeLike
.
.
રાઓલ સાહેબની એક બૂક મરી પાસે છે, જે ક્લાસીક આર્ટ દ્વારા પ્રકાશિત કરવામા આવેલ છે.
બૂક નુ નામ છે “ કુરુક્ષેત્ર “ મારા વિચારોનું…
.
.
LikeLike
Great article. Keep up the good work!
LikeLike
Very good educational article. Hey this is much betterly written than many bioscience majors and medical doctors. It seems your reading is vast and broad based. This needs a lot of study and you have done a splendid job, keep it up and all the good luck to you.
Dineshbhai Patel
LikeLike
Excellent physio-biological analysis, Bhupendrabhai. Keep it up.
Personally, I have experienced some entity which is not conscious or sub-conscious mind. I just got a glimpse of it so far! So, Atman is surely different from conscious/sub-conscious mind.
LikeLike
good article. good information
LikeLike
“સતત સુખ પામવાની ચિંતામાં દુખી થયા કરશો.”…… અદ્ભૂત અવતરણ !
બાપુ, ભારત આવતા રો ! લાખો ચેલાઓની, કરોડોની સંપતિ રાહ જુએ છે !!
ઉત્તમ સંશોધન લેખ છે. દીપકભાઇની વાતને ટેકો જાહેર કરીશ. આ લેખને સારી રીતે સમજવા (ખાસ તો ચાર રસાયણો વિષયક વધુ સાંદર્ભિક વાતો જાણવા) થોડું વાંચ્યું તે આધારે કહું છું કે આપે ખરેખર “જબ્બર” મહેનત ઉઠાવી છે. ગુજરાતીમાં આવું બધું, અને આવી સરળ ભાષામાં, ખાસ ક્યાંય વાંચવા ના મળે.
Endorphin એ “endogenous morphine” એટલેકે શરીરમાં જ ઉત્પન્ન થતું મોર્ફિન નું abbreviation ગણાય. કેટલાક લોકો બહારથી મોર્ફિન જેવા દૃવ્યોની પૂર્તિ કરી આનંદ માણે (નશાખોર) બાકી શારીરિક જરૂરીયાતના સમયે તે કેટલીક જટીલ પ્રક્રિયાઓના ભાગરૂપે સ્વયં ઉત્પન્ન થાય. આપે બહુ સરળતાથી સમજાવી આપ્યું. શોખીન મિત્રો આ ચારે રસાયણો વિશે ઈતરવાંચન પણ કરશે તો આ લેખ વધુ સારી રીતે સમજી શકાશે. (અને આપે સરલીકરણની પ્રક્રિયામાં કેટલી જંગી મહેનત લીધી તે પણ ખ્યાલ આવશે ) હજુ આગળ આ પ્રકારના લેખની પ્રતિક્ષા અને આપનો આભાર તો ખરો જ.
LikeLike
અશોકભાઈ આમતો વર્ડપ્રેસમાં લેખ મૂકતી વખતે જો અંગ્રેજીમાં જે તે વસ્તુ કે વિષયનું નામ લખીએ તો લગભગ એની લીંક ઓટોમેટિક આવતી હોય છે,જેથી એના વિષે વધુ વાંચી શકાય.એટલે હું એનો ઉપયોગ કરું છું જેથી મિત્રોને સંદર્ભ પણ મળી રહે.આપનો ખૂબ ખૂબ આભાર પ્રોત્સાહન આપવા બદલ.
LikeLike
sending dopamine 2 u, sir, thnx 4 sharing
LikeLike
absolutely spot on BAPU…! Very lucidly presented one of the dry topic of neuro-psychiatric chemicals responsible for human behaviour…! G..R…E…A…T…..!
LikeLike