સ્મૃતિયર્વણા-૨

સ્મૃતિયર્વણા-૨

    જુઓ ધર્મો તર્કહીન, બુદ્ધિહીન, સૂઝસમજવિહોણા વિચારો જેવા કે અપરાધભાવ, અંધવિશ્વાસ, અંધશ્રદ્ધા વગેરેને પ્રોત્સાહિત કરતા હોય છે. ગુરુ હોય પયગમ્બર કે એમના શાસ્ત્રો પવિત્ર ગ્રંથો હોય એમને ખાલી વિશ્વાસના સહારે માનવા પડે. કોઈ લોજિક હોય કે ના હોય, બસ વિશ્વાસ રાખો. ધર્મો તર્કહીન કર્મકાંડોને અમલમાં મુકાવતા હોય છે. ધર્મો ધન જેવા છે. ધન ભાગલા પડાવે. કહેવાતું ભલે હશે કે ધર્મ જોડે છે. હા જોડવાનું કામ પણ કરતા હોય છે, એક ધર્મ કે સંપ્રદાયને માનવાવાળા લોકો વચ્ચે. પણ મોટાભાગે ધર્મોએ માનવ માનવ વચ્ચે ભાગલા વધુ પડાવ્યા હશે જોડવાને બદલે. એક જ ગુરુ કે પયગંબરના અનુયાયીઓ વચ્ચે એકતા પણ બીજા માટે? જુદા જુદા ધર્મો વચ્ચે તો વિરોધ હોય, સ્વાભાવિક છે. અરે એક જ ધર્મના ફાંટાં અને સંપ્રદાયો વચ્ચે પણ એના માનનારા એકબીજાના દુશ્મન હોય છે. સવાલ અગી ધર્મનો રહેતો નથી, ગુરુનું વ્યક્તિત્વ, પૈસો અને પ્રોપર્ટીનો સવાલ હોય છે. હમણાં એક બહેન કહેતા હતા કે એમના પતિદેવ વડતાલ સ્વામિનારાયણમાં માને છે, હવે તેમાં પણ બે ભાગ પડી ગયા છે, પણ બાપ્સ વાળાને ખૂબ ગાળો ભાંડે છે. સંપ્રદાયો તો ખરા, એમાં વળી પેટા સંપ્રદાય.

દરેક ધર્મ ચુસ્ત રીતે માનતા હોય છે કે પોતે એકલાં જ સત્ય ધરાવે છે. સત્યનો ઇજારો એકલાં એમની પાસે હોય છે, બીજા જૂઠા હોય છે. ભલે આપણે સૂત્રો લખીએ કે સત્ય એકજ છે પણ વિદ્વાનોએ જુદીજુદી રીતે કહ્યું છે , તો ઝગડો શેનો છે? ચોપડે ચીતરવામાં આવા વાક્યો બહુ સારા લાગતા હોય છે, કોઈ માને છે ખરું? જો બધા ધર્મોના ફોલોઅર્સ આવું માને તો કોઈ ઝગડો જ ના રહે. પણ આવું કોઈ માનતું નથી. દરેકને પોતાનો ધર્મ જ સત્ય લાગતો હોય છે. મહાન વૈજ્ઞાનિક માઈકલ ફેરાડે ખ્રિસ્તી ધર્મના એક પેટા સંપ્રદાયમાં(Sandemanians) માનતા હતા. આ લોકો પ્રમાણિકપણે માનતા હોય છે કે સત્યના દ્વારની ચાવી ફક્ત આ લોકો પાસે જ હોય છે અને સ્વર્ગના દરવાજા ખાલી આ લોકો માટે જ ખૂલતા હોય છે.

                  એક નોંધવા જેવું સત્ય કે રાજકીય મદદ વગર ધર્મો ફેલાતા નથી. રોમન સમ્રાટ Constantine, ખ્રિસ્તી ધર્મને બાથમાં લીધો(Edith of Milan in 313 A.D.)ત્યાર પછી ખ્રિસ્તી ધર્મે જબરદસ્ત છલાંગ લગાવી. મક્કાની કુરેશ જાતિને મહમંદે હરાવી નહિ ત્યાં સુધી એમનો ધર્મ ફેલાવવો મુશ્કેલ હતો. તાકાતવર ખાલીફાઓની તલવારના જોરે ઇસ્લામ ફેલાયો છે. મૌર્ય સમ્રાટ બિન્દુસાર શ્રેણિકના સહકાર વગર જૈન અને બૌદ્ધ ધર્મનો ફેલાવો મુશ્કેલ હતો. ગુરુ ગોવિંદસિંહે એમના શિષ્યોમાં સૈનીકબળ દાખલ કર્યું, લડાયક બળ ઉમેર્યું ત્યારે આજે શીખ ધર્મ ઊભો રહી શક્યો છે. આર્યોનો રાજા મહાબળવાન ગણાતો ઇન્દ્ર હતો, જયારે રામ અને કૃષ્ણ પોતે રાજાઓ હતા. કોઈપણ ધર્મ એની શરૂઆતના સમયમાં રાજ્ય અને રાજાના સહકાર વગર ટકવો મુશ્કેલ છે. કોઈ પણ ધર્મ જુઓ ધર્મના નામે ખૂબ હિંસા થઈ છે. ક્રિશ્ચિયાનિટી પ્રેમની વાતો કરશે, પણ એના નામે અનેક હત્યાકાંડો ચડેલા છે. ઘણા દેશોમાં પથ્થર મારી મારીને મારી નાખવાની પ્રથા હજુ આજે પણ ચાલે છે. હિટલર લાખોમાં કરોડોમાં એક પાકતો હોય છે અને તાલીબાનો પણ ખૂબ ઓછા હશે. પણ એથી કાઈ ધર્મની જવાબદારી શું ઓછી થઈ જાય? આપણે હિંદુઓ બહુ સહિષ્ણુ ઉદાર , દયાળુ ગણાઈએ પણ તે અર્ધું જ સાચું છે, અને હાલ સાચું છે. હિંદુ રાજા પુષ્યમિત્ર શુંગ (૧૮૭-૧૫૭ બીસી)જેણે બૌદ્ધ મૌર્ય સામ્રાજ્યનો અંત લાવી દીધેલો, બુદ્ધ સાધુની ખોપરી લાવનારને સોનાનું દાન આપતો. સૈનિક શક્તિ આગળ હારી જનારી પ્રજા  સહિષ્ણુતા કેળવી લેતી હોય છે. અને જીતનારા  અસહિષ્ણુ બની જતા હોય છે.

જ્ઞાનની તંદુરસ્ત તરસનું નામ છે આધ્યાત્મિકતા. એમાં પ્રાપ્ત થતી સફળતામાંથી જન્મ લેતો ધર્મ એક જ સત્ય ઉપર અવલમ્બન રાખતો હોય છે . હું ખાલી ધર્મના નામે ચાલતા દંભના પડદા ચીરવાનું કામ કરું છું.  લોકો તર્કહીન બુદ્ધિહીન કહેવાતા ધર્મોનું પાલન કરતા હોય અને એના નામે અઢળક તૂત ચાલતા હોય ત્યારે એકાદ આવી સર્ચ લાઈટ નાખવાનું મુનાસિબ છે કે નહિ? કોઈ ધર્મપુસ્તક ઉપરથી ટપક્યું નથી. કોઈ ભગવાન એને કહેવા કે લખવા આવતો નથી. જેતે સમયના જરૂરી આચારવિચાર, પ્રાર્થનાઓ  જેતે ઋષિ કે મસીહા કરતા હોય છે તેનું વર્ણન હોય છે. પ્રોફેટનો અર્થ પ્રાચીન સમયમાં પોએટ થાય.

             મૉર્ડન બ્રેઈન ઇમેજિંગ ટેકનીક્સ જેવી કે એમ આર આઈ, પેટ સ્કેન વડે જાણવા મળે છે કે બ્રેઈન સર્કિટ વાંકીચુકી ચાલવા લાગે કે વિકૃત રીતે દોડવા લાગે ત્યારે ધર્મના ધક્કા બ્રેઈનને લાગતા હોય છે. લોકોને  હલૂસિનેશન ભ્રમ થતા હોય છે. ના દેખાવાની વસ્તુઓ દેખાતી હોય છે. અતીન્દ્રિય અનુભવો થતા હોય છે. ધાર્મિક હલૂસિનેશન સ્કીજોફ્રેનીક લોકોમાં સામાન્ય હોય છે આવું મનોવૈજ્ઞાનિકો કહેતા હોય છે. સાયન્સની Neurotheology શાખા હવે પ્રગતિમાં છે(Newsweek  May 7,2001 અથવા Readers’ Digest Dec.2001). માનસિક બીમારી અને આધ્યાત્મિક અંતર્દર્શન બંને ઓળખવાનું બહુ અઘરું છે. Salvia  Divinorum એવી વનસ્પતિ છે કે તેને  લેવાથી આધ્યાત્મિક અનુભૂતિ થવા લાગે, કૃષ્ણની રાસલીલા હાલ દેખાવા લાગે. આત્મા શરીરની બહાર નીકળીને કામ કરતો હોય તેવું લાગે. એનો મોટો ડોઝ લેવાઈ જાય તો કોમામાં જતા રહેવાય અને સ્મૃતિ ભ્રંશ થઈ જાય. આનો ઉપયોગ કરવાવાળા ટાઈમ અને સ્પેસમાં મુસાફરી કરી હોય તેવા અનુભવો એમણે નોંધ્યા છે. આ દવા ખાનારને  પારલૌકિક અતીન્દ્રિય અનુભવો થતા હોય છે. દિવ્ય માનવો દેખાતા હોય છે. આ બાવાઓ ગાંજો કેમ પીતા હોય છે હવે સમજ પડી?

                   ચાર વર્ષની ઉંમરે બાળક વિચાર અને ઇચ્છા વચ્ચેનો ભેદ ઓળખવા લાગતું હોય છે. ચાર વર્ષની ઉંમરે બાળક ઇચ્છા અને રીયલ વસ્તુ વચ્ચેનો ભેદ કરવા માંડતું હોય છે. જો બ્રેઈન ક્લિયર તફાવત કરતુ ના  થાય તો બાળક સમજવામાં તકલીફ પડે છે અને માનતું હોય કે જે રમકડું એને જોઈતું હતું તે એની પાસે છે જ. સંસ્કૃતિઓ પણ એમની બાલ્યાવસ્થામાં માનતી હોય છે કે એમના વિચારો સત્ય છે. ઘણા બધા પ્રમાણિક સારા માણસો માનતા હોય છે કે ભગવાન છે જ કેમકે તેમણે એને ઇચ્છ્યો હોય છે. શ્રદ્ધાના જાદુમાં હવે લાખો લોકોને શ્રદ્ધા રહી નથી.

16 thoughts on “સ્મૃતિયર્વણા-૨”

 1. ક્દાચ પ્રવાસમાં હોવાથી સ્મૃતિયર્વણાનો પહેલો ભાગ છૂટી ગયો. આજે બીજો ભાગ વાંચ્યો. તે પછી પહેલો ભાગ પણ વાંચ્યો. બન્ને લેખ બહુ સારા છે, વિચારપ્રેરક અને ગંભીર. તમારા વિચારો સાથે સંમત છું.

  Like

 2. સ્મ્રુતિયર્વણાના બન્ને લેખો વાચ્યા, ધર્મને ખૂબજ્તર્ક્યુક્ત દલિલો અને સદ્ર્ષ્ટાંત બહુજ સરસ રિતે
  સમજાવ્યો છે,વિચાર્વાન વ્યક્તિના ભેજામા તરત ઉતરિ જાય.ગાડરિયા પ્રવાહમા તણાતા લોકોના
  ભેજામા ના ઉતરે.લોકોનિ મનોવ્રુત્તિ જ્યાથિ લાભ મળે ત્યાથિ લાડવો ખાવાનિ હોયછે એબાબત
  ધર્મના વડાઓ સારિ રિતે સમજિ ચૂક્યાછે.ખવડાવિ પિવડાવિને, પોતાના સમ્પ્રદાયોમા વિ.આઇ.પિ.. સગવડો આપિને લોકોને આકર્ષવાનુ આમને બહુ સારિ રિતે આવડતુ હોયછે,વધુમાજો
  તેમનિ પાસે આવનાર જો પૈસાપાત્ર દેખાઇ આવે એટલે એના ભરપૂર વખાણ કરિને સાણસામા
  ફસાવવાનિ આવડત પણ તેમનિ પાસે હોયજ્છે.

  શાશ્ત્રો અને ધાર્મિક પુસ્તકોના રચ્યિતા માનવોકે ગુરુઓજ હતા.નર્સિન્હ્મહેતાએ
  કહ્યુ છેનેકે” ગ્રંથ ગરબડ કરિ વાત નવ કરિ ખરિ ” એમ દરેકે પોતાના ધર્મને ફેલાવવાના પ્રયત્નો
  પોતાનિ રિતે યેંનકેન પ્રકારે સર્વોત્તમ બનાવવાના નુસખા અજમાવવા માડ્યા,એમા ધર્મનુ સાચુ
  સ્વરુપ વિક્રુત બનિને લોકો સમક્ષ આવ્યુ અને તેમા અન્શ્રધ્ધાએ સમ્પૂર્ણ ભાગ ભજ્વ્યો.

  ખૂબજ સરસ અને આખખોલે તેવો લેખ,સહુ વાચે તેવિ વિનંતિ અને વિચારે પણ.

  Like

 3. [જ્ઞાનની તંદુરસ્ત તરસનું નામ છે આધ્યાત્મિકતા] beautifully worded sentence, explaining profound meaning. Excellent read.

  Like

  1. આવું ઓચિંતું લખતા લખતા સ્ફૂરી આવેલું ‘સભ્ય સર્વોપરિતા’લેખમાં “મહાવીર,બુદ્ધ,વિવેકાનંદની વાત જુદી છે.આવા લોકોને mammal બ્રેઈનથી છુટકારો મેળવવો છે.૨૦૦૦ લાખ વર્ષોથી વારસામાં મળેલા મમાલીયન બ્રેઈન, જેને ભારતીય પ્રાચીન મનીષીઓ જન્મોજન્મના સંસ્કાર કહેતા હતા તેમાંથી છુટકારો મેળવવો તેનું જ નામ મોક્ષ હશે કે આત્મસાક્ષાત્કાર હશે.”અહીં ચિરાગભાઈએ સો સલામ મારેલી.આભાર આપનો.

   Like

  1. શ્રી પ્રદીપસિંહભાઈ,
   તમે તો ભાઈ છો એટલે નવા ધર્મમાં તમને છોટે મહંત બનાવી દેવાશે. તે પછી જ ડોનેશનોનો નિયમ શરૂ થશે. એટલે શુભસ્ય શીઘ્રમ્. નવો ધર્મ શરૂ થઈ ગયો છે એમ માનીને હમણાં જ જોડાઈ જાઓ. પણ ક્યારેક તમે વિચારભેદ પણ વ્યક્ત કરતા હો છો, એ નહીં ચાલે.
   મારી વાત કરો તો, હું તો આઉટસાઇડ સપોર્ટ આપીશ, જોડાઈશ નહીં!

   Like

   1. ભાઈ આઉટ સાઈડ રહેવું હોય તો ડોનેશન આપવું પડશે.શકીલ મુનશી પહેલો ચેલો બનેલો જ છે.

    Like

    1. શકીલભાઈના પેંગડામાં આપણો પગ ન પડે. એ તો વેપારી માણસ. ડૉનેશનો આપી શકે. અહીં તો પેન્શન પર પેટ પાળવાનું છે. એટલે ડોનેશનના રેટ ડિક્લેર કરો તે પછી કઈંક વિચારીએ!

     Like

     1. ચેલો બને તેનું ડોનેશન માફ છે.તગડા ભક્તો શોધી લાવવાના શરીરે નહિ પૈસાથી તગડા,તો પછી ફ્રી.

      Like

 4. બાપુ, ચેલાઓ માટે ફી માફી ઉપરાંત કંઇ વધારાની સ્કિમ રાખવા વિચાર્યું હોય તો પણ જણાવશો !! (જેમ કે ચોખ્ખા ઘીનો શીરો કે દરરોજ કંઇ ચલમ બલમ નો લાભ વ.) આપણે તૈયાર થશું 🙂 !

  જરા ગમ્મત કરી (આમે અઘરી બાબતો હળવી રીતે વધુ જલ્દી શિખાય છે !) સુંદર લેખ.

  આપે એક વનસ્પતિનો ઉલ્લેખ કર્યો, અંગ્રેજીમાં નિર્મમ કત્લ માટે વપરાતો શબ્દ assassin પણ આવાજ એક માદક દૃવ્ય hashish (હશિશ)ને આધારે બન્યો છે. હાલ પણ ઘણા ત્રાસવાદી સંગઠનો તેના સભ્યને આ હશિશનો નશો કરાવી સ્વર્ગ વગેરેના દર્શન કરાવે છે અને આ પ્રકારના કાયમી સુખનું પ્રલોભન આપી તેની પાસે હિચકારૂં કૃત્ય કરાવે છે જેને Hashshashin કે assassin કહે છે. જો કે શરાબીનો એક સંવાદ પણ મગજમાં ઘુમે છે !! ’નશો શરાબમાં નથી હોતો !! (નહીં તો…નાચતી બોટલ !!) નશો તો મગજમાં હોય છે’ આ નશીલી વસ્તુઓ તો મગજમાં સંઘરાયેલા નશાને (અહીં ધર્મનો પરંપરાગત નશો કહી શકો) બહાર કાઢે છે ! કુરુક્ષેત્રના અત્યુત્તમ લેખો માંહેનો એક એમ ગણાવીશ. વેલ બેલેન્સ્ડ લેખ તો ખરો જ. અને હા કેટલાક આપના સ્વરચિત સુવાક્યો પણ વાંચવા મળ્યા તે તો વધારાનો લાભ. આભાર.

  Like

 5. Dear Bhupendrabhai
  We have read almost all the articles on the web. Now it is time for another book. It will be more permanent record of what you have expressed so far on the web. This is a very thoughtful and factual article. As usual keep up the good work. To dispel the darkness only a small lamp is sufficient and you are doing that work.

  Like

 6. Bhupendrasinh- તમે એક-પછી-એક ધર્મ નાં ભેદ-બારમ નાં તાળા તોડતા જાવ છો… ભારત આવો ત્યારે તમને જેલ નાં તાળા ગણાવશે આ શ્રી.શ્રી,શ્રી. અને પ.પુ.ધ.ધુ. ઓ…
  મનુષ્ય ની કઈ અવસ્થા ‘ભગવાન’ ની સમીપ નથી?
  પણ… એવું તે કેમ હશે કે જે એમ કહે મેં ઈશ્વર જોયેલો છે અને હું તેની સાથે વાત કરું છું… તો અચાનક આખો સમાજ-કુટુંબ તેના થી ડરવા લાગશે અને તેને ઈશ્વર-સમકક્ષ સ્થાન-માન આપવા લાગશે… લોકો ચરણો માં આળોટશે… અત્યાર સુધી આ કેમ નાં સૂઝયું આપણ ને… Rita Thakkar – ચાલો આ નવો તુક્કો અજમાવો અને જાહેર માં કહો કે, “હું ઈશ્વર ની સાથે વાતો કરું છું અને મને તે દેખાય છે”… પછી તમારે જરુરજ નહિ પડે “પ.પુ.ધ.ધુ”… કે… “શ્રી.શ્રી.શ્રી” ની, છાપાવાળા અને તે પછી ચેલાઓ ની લાંબી લાઈન લાગશે અને તે લાંબી લાઈન ની સામે એય ને તમે-તારે લાંબી-લાંબી ફેંક્યા કરો… જેટલી લાંબી ફેકશો તેટલી લાઈન લાંબી… બોલો છે ને ફાયદો… તો બોલો શ્રી.શ્રી.શ્રી. જયેન્દ્રજી કી….
  ગાંજો-સાલવીએ-ચરસ…
  નશો આપે કેવો સરસ…
  તમે નશા માં અને ભક્તો તમારા નશામાં…
  તમે થુકો અને ભકતો ચાટે … આતે કેવો નશો… કે સવાલ થાય છે કે કોને કોનો નશો?…
  સાફ દેખાય છે જે ભભૂતિ લગાવી ક્યારેય નાં ન્હાય અને ગાંજો-સાલવીએ-ચરસ નો કરે નશો … તે જ ચઢાવી શકે ભક્તો ને નશો … Ashoksinh Vala – તમે યાર પ.પુ.ધ.ધુ. થતા-થતા રહ્યી ગયા… નહીતો અમારે આજે તમને સ્વામીશ્રી પ.પુ.ધ.ધુ. અશોક્સીન્હ્જી કહેવું પડત… 😀 …
  સાલવીએ-દીવીનોરમ (Salvia Divinorum) વિષે: આ એક પરંપરા પરમાણે એક માંઝાતેક-શામંસ, મેક્સિકો (Mazatec shamans), જાતી માં દિવ્ય-આનદ માટે ઉપયોગ માં લેવાતો છોડ છે. જે ખુબજ ગુપ્ત રીતે ઉછેરાતા અને ઉપયોગ લેવાતા. એનો ઉછેર એટલો તો ગુપ્ત રાખતો કે છેક ૧૯૮૫ સુધી માં આના ફક્ત પંદર-વડાઓ મળી આવ્યા. આ સલ્વિઆ નો ઉપયોગ થોડી-માત્રા માં લેવાથી દિવ્ય-સંત જેવી દ્રષ્ટિ અને વિચારો નો આનંદ કરાવે છે.
  આપણો આ ‘ભગવાન’ પણ….એક સાલવીએ-દીવીનોરમ છોડ-નાં-પાંદડા માં એટલો ગૂંથાયેલો-છુપાયેલો હશે તે ખબરજ નહોતી…

  Like

 7. મને તો સૌ થી સારો સગવડીયો ધર્મ લાગે છે ..
  મન ચંગા તો કથરોટ મેં ગંગા ..

  Like

Leave a Reply to bkjethwa Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s