સભ્ય સર્વોપરિતા..

untitledસર્વોપરી બનવાનું સૌને ગમતું હોય છે, ભલે બની શકતા ના હોય.એના માટે ચાન્સ મળે પ્રયાસ કરતા રહેવું તે મૅમલનો ગુણધર્મ છે. તક ના મળે તો સર્વોપરીની આણ નીચે રહીને સર્વાઇવ થઈ રહેવું તે પણ ગુણધર્મ છે. તક મળે તો ઝડપી લેવી. એટલે બધા પ્રાણીઓ આવું કરતા રહેતા હોય છે. સર્વોપરી હોય તેને ખોરાક વધારે મળે જે વળી પાછો વધારાની શક્તિ મેળવવામાં મદદરૂપ થાય અને સર્વોપરી બની રહેવાની લડાઈમાં તે શક્તિ કામ લાગે. એટલે કહેવાય છે સર્વોપરીના સુખની અનુભૂતિ કરાવતું સિરોટોનિન ન્યુરો કેમિકલ્સ બ્રેન કરતા પેટમાં વધુ હોય છે.

સર્વોપરીને સેકસુઅલ રીપ્રૉડક્શન માટે તક વધારે મળે. જેથી એના DNA જીવતા રહે. પ્રાણીઓ સર્વોપરી બની રહેવા માટે હાથો હાથની લડાઈ લડી લેતા હોય છે. બીજું એમને આવડે પણ નહિ. એના માટે તમામ સજીવ જગતના નર ભયાનક જોખમ ખેડતાં હોય છે. એક તો શારીરિક ઈજા બહુ મોટા પ્રમાણમાં થતી હોય છે. એમાં મોત પણ મળી જતું હોય છે અને મરણતોલ માર ખાઈને જીત્યા હોય પણ પછી શક્તિ ગુમાવીને બેહાલ થઈ ગયા હોય ત્યારે પ્રિડેટરનાં જડબા એમને ચાવી જવા તૈયાર હોય છે.

આપણે માનવો ચોપગાં પશુઓ નથી. કુદરતે ઉત્ક્રાંન્તિના ક્રમમાં મોટું વિકસેલું બ્રેન આપ્યું છે. માટે આપણે સર્વોપરી બની રહેવાની જાતજાતની ટેકનિક્સ શોધી કાઢી છે. પહેલા માનવો જ્યારે વિકસિત નહિ હોય, જંગલમાં આદિ માનવ તરીકે રહેતા હશે ત્યારે લગભગ ચોપગાં પ્રાણીઓ અને એપ્સ જેવી સીધી લડાઈ લડી લેતા હશે સર્વોપરી બની રહેવા માટે તે હકીકત છે. પણ માનવ વિકસતા જતા બ્રેન સાથે સભ્ય બનતો ગયો. એમ એમ એની સર્વોપરી બની રહેવાની અને સેકસુઅલ રીપ્રૉડક્શન માટેની નવી નવી ટેકનિક્સ શોધતો ગયો.

          ૨૦૦૫ અને ફરીવાર ૨૦૦૮માં ઍન્થ્રપૉલજિસ્ટનું એક ગ્રૂપ બોલોવિયાના જંગલોમાં રહેતા Tsimane જાતિના લોકોનો અભ્યાસ કરવા ગયેલું. Christopher von Rueden અને તેના સાથીદારોએ ગામના ૮૮ પુરુષોના ઇન્ટરવ્યૂ લીધેલાં. પછી આ લોકોની પત્નીઓના ઇન્ટરવ્યૂ લીધેલાં. બિનઔદ્યોગિક સંસ્કૃતિઓની જેમ Tsimane are mildly polygynous, ૫% પુરુષોને એક કરતા વધુ પત્ની હતી અને ૧૫% પાસે પત્ની જ નહોતી. સભ્ય સમાજ શું કરશે ? સભ્ય સમાજનો માનવ લગ્ન કરશે, પછી થોડા વર્ષો પછી ડિવોર્સ લેશે, ફરી લગ્ન કરશે આમ કહેવાશે મનૉગમી પણ વારંવાર લગ્નો કરી મનૉગમી આચરીને પૉલીગમીની નવી ટેકનિક અપનાવશે.

સર્વોપરીતાની હોડ અને સેકસુઅલ રીપ્રૉડક્શન બંને સાથે જ ચાલે છે. બંને માટે સભ્ય ટેક્નિક શોધાતી હોય છે. એવું નથી સર્વોપરી બનવું એટલે એકદમ સર્વોચ્ચ સ્થાને પહોચી જવું કે વડાપ્રધાન કે પ્રમુખ જ બની જવું. નાના નાના પાયે mammal બ્રેન સર્વોપરી સાબિત કરવાની કોશિશ કર્યાજ કરતું હોય છે. ઘરમાં ફર્નિચર નવું આવે, ભારતમાં તો અતીથીદેવો ભવઃ છે, આમજ લોકોને ખબર પડી જાય. પણ અમેરિકામાં કોઈ કામ વગર આવે નહિ હવે શું કરવું ? સત્યનારાયણની કથા રાખો કે કોઈ બહાનું કાઢી પાર્ટી રાખવાની.

થોડા દિવસ પહેલા જૉબ પર એક ભાઈ હાથમાં લિસ્ટ લઈને મારી પાસે આવ્યા. આટલા ડૉલર્સની બૅન્કમાં સીસી, આટલાં લૉકરમાં, બહુ લાંબું લિસ્ટ હતું મને તો યાદ પણ નથી રહ્યું. હવે મારે એમની મિલકતનું શું કામ, મેં કદી હિસાબ માંગ્યો પણ નથી. એ કમાય એમાં મારે શું ? તમારો સહ કર્મચારી કોઈ રીતે પ્રમોશન મેળવી ઉપલા લેવલે પહોચી જશે તો પછી ખલાસ એનો મિજાજ વળી ઓર વધી જવાનો.

ઘરના આગેવાન પ્રયત્ન કરશે સમાજમાં આગેવાન બનવાનો. પછી ગામના પછી તાલુકા અને પછી એમ આગળ આગળ નેતા બનવાની હોડ જારી. ભાઈ નેતા બનવા હવે ચૂંટણી લડવી પડે છે. આ કઈ હાથોહાથની લડાઈ તો છે નહિ. તો એમની નમ્રતા, એમનું પગે પડવું, વોટ માટે આજીજી કરવી બધું સભ્ય સમાજની ટેક્નિક છે. એમની આસપાસ જેટલા બૉડીગાર્ડ વધુ એટલાં તે હાઈ સ્ટૅટસ વધુ દેખાવાના કે નહિ ?

સરકારી નેતાઓ એસ.પી.જી સુરક્ષા કર્મચારી રાખે તો ભાઈ લોગ પોતાના અંગત બૉડી ગાર્ડ રાખવાના. ભાઈ લોગ પણ પોતાના અંગત વર્તુળમાં ઍલ્ફા નરનું સ્ટૅટ્સ ભોગવતા જ હોય છે, ભલે લોકો એમને રાજ્યના નેતા તરીકે માન્ય ના રાખે. ભાઈ લોગ અને આજના નેતાઓમાં કોઈ ફરક દેખાય છે ખરો ?  પહેલા પણ ઘણા નેતા કોઈને કોઈ ભાઈ લોગના શરણે જઈને એમની મદદ વડે ચૂંટણી લડતા.

આજે ભાઈ લોગ જાતે ચૂંટણીમાં ઉભા થઈ જાય છે. હાલના નેતાઓ જરા ઊંચા પ્રકારના ભાઈ લોગ જ છે. ભાઈ લોગ કરતા તો આ લોકો જનતાને વધારે અને વિવિધ પ્રકારે લૂંટતા હોય છે. પ્રાણીઓના ઍલ્ફા નર અને માનવ ઍલ્ફા વચ્ચે ફરક હોય છે. પ્રાણી ઍલ્ફા નર જીવ સટોસટની લડાઈ જીતીને આગેવાન નેતા બને છે. માનવ ઍલ્ફા જાત જાતની તરકીબો વડે નેતા બને છે. પછી એકવાર નેતા બની જાય પછી મળવા જાઓ તો સમજ પડે. જે એકવાર હાથ જોડતો હતો હવે સામું જોવા તૈયાર નહિ થાય. કમજોરમાં કમજોર પ્રાણી કે માનવની અંદર ઍલ્ફા બની રહેવાની તીવ્ર ઇચ્છા હોય જ છે. ભલે બની ના શકે તે વાત અલગ છે. કારણ એને એના DNA જીવતા રાખવા છે. એને માટે એને ફીમેલ જોઈએ.

સાચી વાત છે કે સિંહ ત્રાડ પાડીને પોતે ઍલ્ફા હોવાનું સૂચવે છે, શિયાળ લારી કરીને પોતે સુપિરિઅર છે તેવું બતાવવાનો પ્રયત્ન કરતું હોય છે અને કૂતરાં ભસીને બતાવતા હોય છે કે અમને પણ હક છે, અમને પણ મોકો મળવો જોઈએ, ના મળે તો એમનું નસીબ. માનવોમાં ભાઈ લોગ બૂમો પાડતાં હોય, કોઈ હોકાટા કરે, કોઈ વોટની ભીખ માંગે, કોઈ કથા કરે, કોઈ રાગડા તાણે. દરેકની પોતાની અલગ જગ્યા હોય છે. રિઝર્વ બૅન્કનો સર્વોચ્ચ નેતા વડાપ્રધાન બની સર્વોચ્ચ બનવા જતા સફળ ના પણ થાય.

આજના નેતાઓ શારીરિક રીતે ઍલ્ફા બનવા લાયક ક્યાં હોય છે ? સાચા શારીરિક ઍલ્ફાઓ તો બચારા મજૂરી કરતા હોય છે. એ રીતે આજનો કોઈ નેતા ઍલ્ફાની શ્રેણીમાં આવી ના શકે. હાલ તો એક જ ઍલ્ફા નેતા જે શારીરિક અને રાજકીય રીતે મને દેખાય છે તે છે કૅલિફોર્નિઆના માજી ગવર્નર અર્નૉલ્ડ Arnold Schwarzenegger, પણ હવે તે રિટાયર થઈ ગયા છે.

          ઘણી વાર પોતે સર્વોપરી છે કે સમથિંગ અલગ છે તેવું બતાવવા ઘણા લોકો હાસ્યાસ્પદ ચેષ્ટા કરતા જોવા મળતા હોય છે. ભપ્પી લહેરી એનો ઉત્તમ નમૂનો છે. એમનો ગેટપ જુઓ, અઢળક સોનું શરીર ઉપર ધારણ કરશે. એક આમંત્રણ છે એના ગેટપમાં કે આવો મારી પાસે ખૂબ સંપતિ છે. એક ભાઈ લોગ વળી શરીર પર પાંચ કિલો સોનું પહેરતો હતો તેવો વિડીઓ પણ જોએલો. પોતે વિશિષ્ટ છે તેવું બતાવવા લોકો જાતજાતના નુસખા કરતા જ હોય છે, કોઈ જટા વધારશે તો કોઈ સફાચટ. કોઈ સારી ડિગ્રી મેળવી ડૉક્ટર એન્જીનીઅર બનશે, જ્ઞાન મેળવશે. કોઈ કરશે ગુંડાગર્દી. કોઈ લેખક બનશે તો કોઈ કવિ. અને કશું નહીં આવડે તે નેતા બની જશે. સુપિરિઅર બનવાની હોડમાં મારા, તમારા સાથે બધાજ સામેલ હોઈએ છીએ. અહી દાખલાઓ આપી કોઈની લાગણી દુભાવવાનો યત્ન નથી ફક્ત વિષયની સમજ માટે આપ્યા છે.

          ઍલ્ફા નર બન્યા વગર સ્ત્રી મળે નહીં. પણ જુઓ સભ્ય સમાજે કેવી સરસ ટેક્નિક શોધી કાઢી ? લગ્ન વ્યવસ્થા અને મનૉગમી ઍલ્ફા નર બન્યા વગર, કોઈ લડાઈ લડ્યા વગર, કોઈ હરીફાઈ વગર સ્ત્રી મેળવવાની જીન ટ્રાન્સ્ફર કરવાની સહેલી પદ્ધતિ છે. એમાં ફાયદો પુરુષોને જ છે. સ્ત્રીઓને ખાસ નથી. સ્ત્રીઓને એના કારણે માયકાંગલા, નબળા, કમજોર, દરિદ્ર, બીમાર, માનસિક બીમાર લોકના જીન પણ ઉછેરવા પડતા હોય છે. વળી પૂરતી હેલ્થ વેલ્થ ના હોય તેવા લોકો પોતાના વારસોની સારી સારવાર કે ઉછેર કરી શકવા સક્ષમ ના હોય છતાં એમના જીન ઉછેરવા પડતા હોય છે. ભારતની અતિશય ગરીબીનું મૂળ કારણ આ પણ છે. વળી દરિદ્ર લોકો પાસે મનોરંજનનું કોઈ બીજું સારું સાધન ઉપલબ્ધ હોતું નથી, માટે સેક્સ એમનું સસ્તું હાથવગું મનોરંજનનું સાધન બની જાય છે આમ વસ્તી પણ દરિદ્રોની વધતી જવાની. ગરીબના ઘેર છોકરાં વધારે.

          ૨૦૦૩નો એક અભ્યાસ બતાવે છે કે મધ્ય એશિયાના ૮% માણસોમાં એક જ પ્રકારના વિશિષ્ટ Y ક્રોમસોમ ધરાવે છે અને તે ચંગિઝખાનના છે. મૉંગોલ અને ચાઇનીઝ રાજાઓ ઢગલા બંધ રાણીઓ રાખતા. ચીનમાં તો રિવાજ જ હતો કે રાજા પહેલી વાર બે સ્ત્રીઓ સાથે એક સાથે જ પરણે. આ બતાવે છે જેટલું સ્ટૅટસ હાઈ તેટલા જેનિસ વધારે ફેલાવાના. ઇવલૂશનના ઇતિહાસમાં ત્રણ ભાગના પુરુષોએ એમના જેનિસ ટ્રાન્સ્ફર કર્યા નથી. ચંગિઝખાન જેવા સમ્રાટો ખૂબ બળવાન હતા.

ભારતના ઐતિહાસિક રાજાઓ કે પાત્રો જુઓ ખરેખર શારીરિક રીતે બળવાન અને સક્ષમ ઍલ્ફા નર હતા. આખું મહાભારત ભીમ અને દુર્યોધન વચ્ચેની સર્વોપરીતાની હરીફાઈ છે. બીજા પાત્રો તો આ બંનેની આજુબાજુ ફરતા છે. બંને ખૂબ બળવાન હતા. ભારે લડવૈયા હતા. દુર્યોધનની નજર પણ એ જમાનાની સર્વશ્રેષ્ઠ સ્ત્રી રત્ન દ્રૌપદી પર હતી. ભીમ એમાં આડે આવતો હતો. બાકી બીજા ભાઈઓને તો એ ઘોળીને પી ગયો હોત. દ્રૌપદીના બે પ્રિય પતિ અર્જુન અને ભીમ જ હતા. ઇમર્જન્સી વખતે તે ભીમની મદદ લેવા જતી, કીચકવધ યાદ હશે. ઑવુલ્યેશન સમયે નક્કી તેને ભીમ જ પ્રિય લાગતો હશે, પણ આ સમય શૉર્ટ હોય છે. બાકીના સમયે સહૃદયી અર્જુનનો સાથ ગમતો હશે, જે લાંબો હોય છે માટે લોકોને લાગ્યું કે તેને અર્જુન પ્રત્યે વિશેષ ભાવ રહ્યો છે.untitled78

          કૃષ્ણ જુઓ બાળપણથી જ શારીરિક બળવાન રહ્યા છે. કૃષ્ણને યાદ કરતા મને ચંગિઝખાનની વાત યાદ આવે છે કે આશરે ૧૬ મિલ્યન લોકોમાં ચંગિઝખાનના જીન છે, એ હિસાબે રામ કરતા શ્રીકૃષ્ણના જેનિસ ભારતમાં સૌથી વધારે ફેલાયેલા હશે. ૮ પટરાણીઓ અને ૧૬૦૦૦ રાણીઓ. જરાસંધને યાદ કરો લગભગ તમામ રાજાઓ બાહુબળીયા હતા. રામાયણ શું છે ? શ્રેષ્ઠતમ સુંદરતમ સ્ત્રી પામવાની બે ઍલ્ફા વચ્ચેની લડાઈ માત્ર. એકે મેળવેલી હતી, બીજાને છીનવવી હતી.

            અરે આપણાં મધ્યયુગીન રાજપૂત રાજાઓ પણ બાહુબળીયા હતા. રાણા સાંગા જુઓ, શરીર ઉપર ૮૦ ઘા હતા. એક આંખ લડાઈમાં જતી રહેલી. કોઈને કોઈ અંગ ક્ષતિ ગ્રસ્ત હતું. મહારાણા પ્રતાપને યાદ કરો. એમનું અતિશય વજન, ચેતક સિવાય બીજો કોઈ ઘોડો એમની છલાંગ વેઠી શકતો નહોતો. મુસલમાન સરદારને ઘોડા સમેત વાઢી નાખેલો. પૃથ્વીરાજ ચૌહાણ બે હાથે તલવાર ફેરવી શકતો હતો. એના આ કૌશલ માટે તે વિખ્યાત હતો. એમાજ એ ઓળખાઈ ગયો કે આજ પૃથ્વીરાજ છે અને મુસલમાન સૈનિકો વચ્ચે ઘેરાઈ ગયેલો. ડુંગરના ઉંદર શિવાજીને યાદ કરો. આજના નેતાઓ આ લોકોની વ્યાખ્યામાં ક્યારેય ન આવી શકે.

ચાલો થોડો ધર્મને આમાં સંડોવીએ. ધાર્મિક પ્રવૃત્તિઓ અને ધર્મ પણ એમાં ભાગ ભજવે છે. ગુરુ બનવું કે ધાર્મિક પરિવાર સ્થાપવો, સંપ્રદાય ઊભો કરી ઍલ્ફા નર બનવું ધાર્મિક દેશમાં સરળ બની જાય. ધર્મ પણ એક સભ્ય સમાજની સભ્ય ટેક્નિક છે ઍલ્ફા બનવાની, સર્વોપરી બનવાની. રાજા બનો કે ગુરુ બનો, સર્વોપરી તો બનવાના જ. ઊંડા ઊતરી અભ્યાસ કરો, વિચારો.

એક આચાર્યે ૫૦૦ વર્ષ પહેલા સંપ્રદાય સ્થાપ્યો. સર્વોપરી બની ગયા. એક આગવું ગ્રૂપ બનાવી લીધું. જુઓ એમના વારસો આરામથી ગુરુગાદીના અધિપતિ બની,  ગૃપનેતા બની જતા હોય છે. કેટલી સરસ બુદ્ધિશાળી ટેક્નિક, ભક્તોએ બધું કૃષ્ણાર્પણ કરીને વાપરવાનું એ ન્યાયે એમની સ્ત્રીઓ પણ અર્પણ કરી દેવાની, આમ ફીમેલ પણ સરળતાથી ઉપલબ્ધ, એમ સેકસુઅલ રીપ્રૉડક્શન પણ સાવ સરળ બની ગયું. કોઈ મારામારી નહિ, લડાઈ નહિ. ફક્ત થોડું બ્રેન વૉશિંગ જરૂરી જે ધર્મના નામે સરળ બની જાય. એમના મૂળ આચાર્ય પુરુષની બુદ્ધિ જુઓ ૫૦૦ વર્ષથી એમના વારસદારો સરળતાથી ધાર્મિક ઍલ્ફા બની સરળતાથી એમના જીન અનેક સ્ત્રીઓમાં ટ્રાન્સફર કરે રાખે છે.

લગભગ બધા ધાર્મિક નેતાઓ સર્વોચ્ચ સ્થાને પહોચ્યા પછી સ્ત્રીઓમાં કેમ ફસાતા હોય છે? Mammal બ્રેન, ઇવલૂશનરી ફોર્સ આવું કરવા પ્રેરતા હોય છે. રામાયણની કથાએ કેટલાં બાપુઓને ભીખારીમાથી સર્વોચ્ચ સ્થાને પહોચાડી દીધા છે ? સભ્ય સમાજની આ એક સભ્ય વત્તા ધાર્મિક આવડત છે. મહાવીર, બુદ્ધ, વિવેકાનંદની વાત જુદી છે. આવા લોકોને mammal બ્રેનથી છુટકારો મેળવવો છે. ૨૦૦૦ લાખ વર્ષોથી વારસામાં મળેલા Mammalian બ્રેન, જેને ભારતીય પ્રાચીન મનીષીઓ જન્મોજન્મના સંસ્કાર કહેતા હતા તેમાંથી છુટકારો મેળવવો તેનું જ નામ મોક્ષ હશે કે આત્મસાક્ષાત્કાર હશે.

 

 

 

 

13 thoughts on “સભ્ય સર્વોપરિતા..”

  1. ભુપેન્દ્રભાઈ, તમારા દરેક મુદ્દા સાથે સહમત છું. ઉપરાંત, છેલ્લે આપેલી મોક્ષ માટેની તમારી વ્યાખ્યા બદલ સો સલામ!

    Like

  2. dear brother,
    good analytic article, with fitting examples. well, in modern times trends change drastically. People find new techniques every day to impress women or others, to gain popularity by hook or crook is now becoming a regular habit. You mentioned almost all categories but if i am right, missed one which is quite new. For example, many sadhus , or social workers like Baba Ramdav, Anna and P. swami claim that there is no money in the banks in their name, same way not an inch of a land on their name. This seems quite outrageous considering the fact that thousands and thousands of their followers are ever ready to present them with luxurious cars, lakhs of rupees, free travel, free food, free accommodation, free land, free w…, in short anything available under the sun is within their reach. so, the point is why the hell they wiil need anything in their name. Crowds are always following them , i think this must be a greatest satisfaction to their Alpha nature.
    Also, commit a crime and be famous, come in to the limelight, direct entry in to “Big Boss.”
    very nice article showing the weakness of human-mind.

    Like

    1. તદ્દન સત્ય કહ્યું.બેન્કોમાં પૈસા મુકવા,જમીન રાખવી,મિલકત વસાવવી બધું ચિંતા ઉપજાવનારું હોય છે.આતો કોઈ ચિંતા નહિ.જ્યારે જોઈએ ત્યારે બધું મળી જ જતું હોય તો નાહકની ચિંતાનો ભાર શું કામ વેઠવો?અરે એક સ્ત્રી કાયમ સાથે રાખવી તે વળી મહા ઉપાધી છે.એમાંથી પણ મુક્તિ.સરસ મિસિંગ દાખલો મુકવા બદલ ખૂબ આભાર.

      Like

      1. બાબા રામદેવ કે પ્રોફ઼ેસર સ્વામી ની વાતો પર વિશ્વાસ ના બેસે તે સમજી શકાય તેમ છે. પરંતુ અન્ના હઝારે ની નીષ્ઠા પર સવાલ કરવો મુર્ખામી ગણાય. માન્યું કે તે થોડા કાચા કાન ના છે પરંતુ મહારાષ્ટ્રમાં વારંવાર આવા આંદોલનો કરી અને ૬ રાજકારણીઓ ની વિકેટ ખેરવી નાખી. ૪૦૦ થી વધુ ઓફ઼િસરો ના રાજીનામા લઈ ને ઘરે બેસાડી દીધા. એ એમની સિદ્ધિ છે.

        મેં અગાઉ એક પોસ્ટમાં કહ્યું છે. વ્યક્તિ મહાન રહેશે ત્યાં સુધી મુદ્દો ગૌણ રહેશે. ભારતને અત્યારે જે લડાઇ લડવાની છે તેમાં લીડર ની જરૂર તો રહેશે જ. લીડર વગર કોઇ ક્રાંતિ શક્ય જ નથી બનતી. પછી ભલે એ ચે ગવેરા હોય કે ગાંધી કે મન્ડેલા કે આજ નો અન્ના કે બાબા. મુદ્દો મહત્વ નો બનશે તો ક્રાંતિ ની દિશા સાચી રહેશે. થાય છે એવું કે જેણે પોતાની જિંદગીમાં શેરી ને ગંધાતી ગટર ના પ્રશ્ને કે મ્યુનિસીપાલટી ના નળમાં પાણી ના આવવું કે ખરાબ પાણી ના પ્રશ્ને પણ અવાજ ના ઉઠાવ્યો હોય એવા લોકો આ આંદોલન કારીઓ ને પોતાની બુદ્ધિ અને ક્ષમતાના ત્રાજવે તોળવાં નીકળી પડે છે. એ આ દેશ ની કમનસીબી છે.

        Like

        1. ભાઈ દર્ષિત મમ્માલ ઇવોલ્વ થયા છે એજ રીતે કે એમને લીડરની જરૂર પડે જ.મમ્માલ ગ્રુપમાં રહેવા ઇવોલ્વ થયેલા છે માટે કોઈ આલ્ફા લીડર વગર ચાલે જ નહિ.હવે આલ્ફા કઈ રીતે બનવું તેની વિવિધ સભ્ય તકનીકો વિષે અમે ચર્ચા કરી છે.અન્ના જેવો લીડર મળે તે સારું જ છે.નરેન્દ્ર મોદી જેવો લીડર મળે તે વધુ સારું છે.એટલે ગુસ્સે થવાની જરૂર જ નથી.ખાલી લડાઈ હોય કે ના હોય,ક્રાંતિની જરૂર હોય કે ના હોય લીડર વગર ચાલવાનું નથી.બાબા રામદેવ પણ સારું જ કરી રહ્યા છે,અને પ્રોફેસર સ્વામી પણ સારું જ કરી રહ્યા છે.મારો બીજો લેખ આવી જ રહ્યો છે.લોરેટા જે ઈવોલ્યુશનરી સાયકોલોજીસ્ટ છે,પીએચડી થયેલા છે.અને ભ્રષ્ટાચાર દૂર કરવાની બાબતોના નિષ્ણાંત તરીકે બીજા દેશોમાં સેવા આપી ચુક્યા છે તે બુદ્ધિશાળી મહિલાને મેં સવાલ કરેલો કે કરપ્શનના મૂળ કારણો શું?એનો જવાબ આવી ગયો છે.એના ઉપરથી લેખ શાંતિથી લખવાનો છું.હું તો માનું છું કે બાબા કે અન્નાનો ઈરાદો ઘણો સારો હોવા છતાં નરેન્દ્રમોદીની દેશને વધુ જરૂર છે.આંદોલન કરવા અને રાજ ચલાવવું અલગ વસ્તુ છે.નરેન્દ્ર મોદીને દેશના અમેરિકન સ્ટાઈલમાં પ્રમુખ બનાવી દેવા જોઈએ.વડાપ્રધાન પદની બ્રિટીશ પદ્ધતિ નાબૂદ કરી દેવી જોઈએ.ભાઈ હું તો સમૂળી ક્રાંતિના પક્ષમાં છું એના વગર વાયરિંગ નહિ બદલાય.છો લોહી રેડાય.બાકી એક ભ્રષ્ટાચારી લીડર જશે એની જગ્યા લેવા બીજો એવોજ તૈયાર બેઠો હશે.

          Like

          1. ચર્ચા રસિક અને challenging થતી જાય છે.

            અસ્વ્સ્થામાં હતાહ મોટેથી બોલી
            બહુજ ધીરા શબ્દે “નરોવા કુંજરોવા” બોલી અનિય ને ખોટા દોરવવા તેને
            ભ્રષ્ટ આચાર કહેવાય?

            શ્રી કૃષ્ણે મહાભારત ના યુદ્ધ દરમિયાન સુરજ ઢાંકીને રાત નો આભાસ ઉભો કરેલ
            તે પણ ભ્રષ્ટ આચાર કહેવાય!

            ભ્રષ્ટ આચાર ની વ્યાખ્યા નક્કી કરીએ તો કેમ?

            આગાઉ ભાઈ પ્રદીપકુમારે ઉલેખેલું લગભગ ૯૦% લોકોએ ભ્રષ્ટ આચાર આદરેલ છે. આમાં મને ઘણું સત્ય લાગે છે.
            લોકશાહી માં ૫૦% થી વધારે સ્વીકૃતિ મળતા આપણે નેતા નક્કી કરીએ છીએ તો જો ભ્રષ્ટ આચાર ને ૯૦% સ્વીકારતા હોય તો ……..!!!!!! Just a thought!!

            Like

            1. ભાઈ ખાંડવ વન બાળીને નિર્દોષ પશુ પ્રાણી અને નાગ જાતિના માનવો ની હત્યા પણ એક પ્રકારનો ભ્રષ્ટ આચાર કૃષ્ણે અને અર્જુને કરેલો જ.

              Like

          2. રાઓલ સર,
            આપની નિષ્ઠા પર કોઇ પ્રશ્ન નથી. પરંતુ આ ગુસ્સો છેલ્લાં કેટલાક સમયથી જે પ્રમાણે ના અભિપ્રાયો જોંઉ છું તેના પર છે. ઇન્ટરનેટ માં ફ઼ેસબૂક પર તો કહેવાતા બુદ્ધિજીવો ની બુદ્ધિ ક્ષમતા તો તમે પણ જોઇ હશે. અહિં હું જ્યાં રહું છું ત્યાં પણ, મેં ઘણા બધા માણસો સાથે ચર્ચા કરી, બાબા રામદેવ- અન્ના નાં આંદોલન ને ટેકો આપવાની વાત કરી. પણ જે ઉદાસીનતા અને બુદ્ધિચાતુર્ય જોવા મળ્યું તેના પર ગુસ્સો છે. ૨૦% થી પણ ઓછા એવા લોકો મળ્યાં કે જે કરપ્શન અને બ્લેકમની નો વિરોધ કોઇ પણ ઝંડા હેઠળ કરવા તૈયાર હતા. બાકી તો બધા ને લીડર કોણ છે તેનાં થી મતલબ હતો. સ્વાભાવિક છે, તમે અગાઉ ના લેખમાં કહ્યું તેમ, બાબા એ સ્ત્રી ના કપડાં પહેરી પોતાની છાપ બગાડી નાખી છે (જો કે હજુ એ હું એમને બેનીફ઼ીટ ઓફ઼ ડાઉટ આપવા તૈયાર છું. રાત્રી ના ૧:૩૦ કલાકે તમારા પર હુમલો થાય અને તમે સરકાર ની નિષ્ઠા થી પરિચિત હોવ તો કદાચ તમારા માટે કે મારા માટે પણ જીવ બચાવવો એ પ્રથમ પ્રાથમિકતા રહે. નહિં કે ખોટી શુરવીરતા દેખાડી ને શહિદ થવું. ફ઼ોલ્સ પોઝિટીવ એરર). બાબો સાચો કે ખોટો હોઇ શકે પણ તેનો મુદ્દો ખોટો નહોતો. એ તર્ક સ્વિકારવા માં થતું પોતાના ઘર માં સળી ભાંગી ને બે ના કરવા વાળા લોકો ના વિષ્લેશણ થી ગુસ્સો છે.

            હવે અમેરીકાની જેમ પ્રમુખશાહી લોકશાહી ની જે વાત છે તે ભારતમાં અશક્ય છે સિવાય કે કોઇ ચમત્કાર સર્જાય. કારણ આપુ તો આ દેશમાં કાયદા અને કાનૂન ઘડવાનો હક્ક સંસદ ને આધારીત છે. બંધારણ માં ફ઼ેરફ઼ાર કરવા માટે હર એક કાનૂન સંસદ માથી પસાર થશે. હવે આપને શું લાગે છે કે લોકપાલ જેવા એક બીલ ના વિરોધમાં સંસદ માં તાબોટા પાડતાં સાંસદો પોતાના હક્ક ઉપર તરાપ મારતો એક પણ વિધેયક પસાર થવા દે? જો અમેરીકન પધ્ધતિ અહિં લાગુ કરવામાં આવે તો સાંસદો ના હાથ માં અત્યારે જે સત્તા છે તે ના રહે. મને કોઇ સારા સ્વપ્ન માં પણ એવો વિચાર ના આવી શકે કે આ નફ઼્ફ઼ટ સાંસદો પોતાના પગ પર કુહાડો મારે.

            નરેન્દ્રમોદી ગુજરાતમાં ધાર્યું કરી શકે છે. કારણ એમની આગળ સ્પષ્ટ બહુમત છે. કોઇ અન્ય પક્ષનાં ટેકા વગર એમની સરકાર અડીખમ ઉભી છે. લોકચાહના તો છે જ. કેન્દ્ર ની રાજનીતી માં ગઠબંધન થી માંડી પોતાનાજ પક્ષની પક્ષાપક્ષી ની માથાકુટ રહેશે. એવા વાતાવરણ માં મન ફ઼ાવ્યું કરવું નરેન્દ્રમોદી માટે પણ શક્ય નથી. વાજપાઇજી મને ગમતાં નેતા રહ્યાં છે, તેમનું પણ વ્યક્તિત્વ જોરદાર હતું પરંતુ ગઠબંધન ની રાજનીતી માં એ વ્યક્તિત્વ ખોવાઇ ગયું.

            Like

  3. thank you for article and last three pink lines are real fruit of analytical thinking. I wish i can achieve this ability one day

    Like

  4. એમાં ફાયદો પુરુષોને જ છે.સ્ત્રીઓને ખાસ નથી.સ્ત્રીઓને એના કારણે માયકાંગલા,નબળા,કમજોર,દરિદ્ર,બીમાર,માનસિક બીમાર લોકના જિન્સ પણ ઉછેરવા પડતા હોય છે.

    >> બધી સ્ત્રીઓ ખુબ સુંદર , ચતુર, કામઢી, નીતિવાન, બુદ્ધિશાળી વગેરે નથી હોતી.
    સશક્ત , સભ્ય પુરુષની પત્ની જો કર્કશા, કે અણગઢ હશે તો એમના બાળકો માટે શું વિચારી શકીએ?
    just a thought….

    Like

  5. આ થયો એકદમ અભ્યાસપૂર્ણ, વિચારોત્તેજક અને ખાસ તો “આલ્ફા”ની વધુ સ_રસ સમજણ આપતો લેખ !
    બ્રેઇનને ખોતરો નહીં ત્યાં સુધી બ્રેઇન ઉત્તમ બાતમી ઓકતું નથી !! ખાસ તો સભ્ય માનવ સમાજમાં સર્વોપરીતા બતાવવાના વિવિધ રસ્તાઓ બાબતેની જાણકારી તો રસપ્રદ રહી. જે થોડું બાકી રહી ગયું તેની પૂર્તિ ભાઇશ્રી પ્રદિપકુમારજીએ કરી આપી. સુંદર !

    મને સમજાય છે કે ક્યારેક સમયમર્યાદાને કારણે ટુંકમાં પતાવવું પડતું હોય છે, પણ ટુંકમાં પતાવવા જતા ઘણી વખત વાંચનાર પોતાની સમજ મુજબ અર્થનો અનર્થ પણ કરી બેસે ! આથી, લાઘવ તો શ્રેષ્ઠ છે જ, પણ અનર્થની કિંમતે લાઘવનો મોહ ત્યજી, મુદ્દાની ગંભીરતા અનુસાર જરૂરી એવું થોડું લાંબુ કરવું વધુ સારૂં.

    આ લેખ વિજ્ઞાન અને સમાજ બંન્નેને વધુ સારી રીતે સમજાવે છે. (અન્ય ચર્ચાઓ આપણે તો ઘણી કરી લીધી છે તેથી અન્ય મિત્રોના પ્રતિભાવો વાંચવામાં વધુ ધ્યાન આપીશ !! ) હવે એકાદ પૂરક માહિતી અને બે‘ક નાનકડા શબ્દદોષ ધ્યાને લાવું !! (લખણ ન બદલે લાખા ! 🙂 )

    ચંગીસખાન, સામાન્ય રીતે આપણે ત્યાં તેનું વર્ગીકરણ ખોટા ખાનામાં થયે રાખે છે (અહીં લેખ બાબતે કશું નથી, માત્ર પૂરક જાણકારી અર્થે છે) અફઘાની “ખાન” સાથે આનું મેળવણું બેસાડાય છે જે ખરેખર તો ચીનના મોંગોલીયા પ્રાન્તનો હતો, અહીં ઘણી વખત “મોગલ” અને “મોંગલ” વચ્ચે પણ સમજનો ડખો રહે છે ! ચંગીસ “મોંગોલ” હતો. તે ઈસ્લામધર્મી પણ ન હતો, આ “ખાન” લાગવાને કારણે અણસમજ થયેલી છે. મુળ ઉચ્ચાર “કાન” છે જેનો અર્થ છે ’રાજ્યકર્તા’. અંગ્રેજીમાં ચંગીસખાનનો સ્પેલિંગ આ રીતે લખાય છે; Genghis Khan. જેનો મુળ ચાઇનીઝ ઉચ્ચાર છે “ઝેન્ગિસ કાન”, મોંગોલીયનમાં “ત્સિંગિસ ક્યાન” .તેનું જન્મનું નામ ’તેમુજિન’ છે.

    હવે બે‘ક શબ્દદોષ: ’ગોળીને પી ગયો’ — એ જોઇએ “ઘોળીને પી ગયો” !!
    અને ’Mammal’ માટે આપ જીવવિજ્ઞાનમાં સામાન્ય રીતે વપરાતો ગુજરાતી શબ્દ “સસ્તન” પણ વાપરી શકો. આભાર.

    Like

    1. ખાન કે કાન એટલે કબીલાનો સરદાર.ચન્ગીસ ખાન તો અપભ્રંસ છે.બીજું તે મુસલમાન નહોતો તે વાત પણ સાચી છે.મુઘલો પણ મૂળ મંગોલિયાના.જેથી કબીલાના સરદાર માટેનો ખાન શબ્દ લઇ આવ્યા હશે.અફઘાનિસ્તાનમાં ખાન શબ્દ પણ ત્યાંથી જ આવ્યો.પછી બધા મુસલમાન થયા.પણ ખાન શબ્દ ત્યાં રહી ગયો.ચંગીસ ખાનનો પુત્ર કુબ્લાઈખાન હતો.ચીન આ લોકોથી થર થર કાંપતું હતું.આ લોકોએ એક સમયે ચીન જીતી લીધેલું.આ મંગોલિયન લોકોના ડરના કારણે ચીનની પ્રખ્યાત દીવાલ બંધાએલી.ઘોળીને પી જવાની ભૂલ સુધારવા બદલ આભાર.સ્પેલ ચેકર લાગે છે બરોબર કામ કરતુ નથી.સમય મર્યાદા તો ખરી અને લેખ લાંબો થઇ જાય તે પણ ખરું.હવે ખોતરણ કલા વિશારદની ડીગ્રી રાઓલજી યુનિવર્સીટી તરફથી આપવામાં આવે છે.અહી આવતા બધા અધ્યાપકોની એમાં સંમતિ છે..

      Like

Leave a comment