ઍલ્ફા નેતા(Hard Truths about Human Nature)

લ્ફા નેતા
સત્તા ચલાવવાનું કોને ના ગમે? સર્વોપરી બનવાનું કોને ના ગમે? સ્તનધારી પ્રાણીઓ એકબીજા ઉપર સત્તા જમાવ્યા કરતા હોય છે. નેતા પ્રજા ઉપર સત્તા જમાવતા હોય છે.એમાં જે પ્રથમ આવે તે મુખ્ય મંત્રી કે વડાપ્રધાન કે પ્રમુખ કે રાજા બની જતા હોય છે.જેટલો નેતા જોહુકમી, ડૉમિનન્ટ કે વર્ચસ્વ ધરાવે તેટલો સફળ વધુ થાય.આવું વર્તન જરૂરી પણ છે. ઘણાને લાગશે બીજા લોકોને પણ આત્મા હોય કે હક હોય બહુ સત્તા જમાવનાર કે જોહુકમી કરનાર નેતા કે ઘરના વડીલ ગમતા નથી હોતા. કેમકે જેને ના ગમતું હોય તેને પણ સત્તા જમાવવી હોય છે.ચાલો ઇવલૂશનરી સાઇકૉલોજી અને બાયોલોજિ શું કહે છે તે માણીએ.untitled0-=

માદા ચિમ્પૅન્ઝી દર પાંચ વર્ષે ગરમીમાં આવે છે. કેમ ? અરે ભાઈ આ હાલની માનવ માદા નથી. બચ્ચાને પાંચ વર્ષ પોતાનું દૂધ આપતી ચિમ્પ માદાની ફળદ્રુપતા સ્થગિત થઈ ગઈ હોય છે. નર ચિમ્પ હવામાં માદાની ફલદ્રુપતાના,  હિટનાં હૉર્મોન્સ ફેલાય ત્યારે જ સેક્સમાં રસ ધરાવતા હોય છે. પણ સામાજિક સર્વોપરીતામાં હંમેશા રસ ધરાવતા હોય છે.પાંચ વર્ષે આવતી માદાની પ્રજોત્પત્તિની તૈયારીની બહુમૂલ્ય ક્ષણની રાહ જોતા લાઈનમાં પ્રથમ ઉભા રહેવા નર ચિમ્પ સદા લડ્યા કરતા હોય છે. કારણ જે પ્રથમ છે તેને ચાન્સ મળવાનો, એના  DNA  સર્વાઈવ થવાના. જે સર્વોપરી છે તેના જીન જીવતા રહેવાના. જે ટોળાનો બૉસ છે તે બીજારોપણ કરી શકવાનો.

સેક્સ, આક્રમકતા અને સર્વોપરિતા, જુદા જુદા ન્યુરો કેમિકલ્સ વડે પ્રેરાતા હોય છે. Testosterone and oxytocin સેક્સ માટે કારણભૂત બનતા હોય છે. serotonin  સર્વોપરિતાનું મહાસુખ અર્પતા હોય છે. જ્યારે આક્રમકતાનું કારણ બધાનો સુભગ સમન્વય છે. Mammals વર્ચસ્વ ઇચ્છતા હોય છે કે Serotonin નો સ્ત્રાવ બહુ આનંદ પમાડતો હોય છે. Dominant  પ્રાણીઓ વધુ ખોરાક મેળવી શકતા હોય છે જે એમની શારીરિક ક્ષમતા અને મજબૂતાઈ વધારે છે. એનાથી દુશ્મનોને અને હરીફોને ભગાડી મૂકી સેક્સમાં સફળતા મેળવી એમને એમના DNA જીવતા રાખવા માટે મદદકર્તા બનતી હોય છે. Dominant માદા પણ એક્સ્ટ્રા ખોરાક મેળવી શકતી હોય છે. જે એના બચ્ચા માટે પોષણક્ષમ ખોરાકની વ્યવસ્થા હોય છે. એ હુમલાખોરને ભગાડી શકે છે. એની પાછળ ફરતા અનેક નરથી દૂર ભાગીને મજબૂત નરો વચ્ચે લડાઈ પછી જે જીતે તેના મજબૂત જેનિસ મેળવી શકે છે.

સર્વોપરિતા ખાલી સેક્સ પૂરતી હોતી નથી, તે સર્વાવલનો એક ઉપાય છે, અને સેક્સ પણ સર્વાવલનું એક અગત્યનું પાસું છે. દરેક mammals ની સર્વાઇવલની તકનીક કે પધ્ધતિ બેસિકલી સરખીજ હોય છે. Dominant ની હાજરીમાં બાકીના કૂતરાં શાંત ફરતા હોય છે અને એની ગેરહાજરીમાં એકબીજા સાથે લડવાનું ચાલુ. સર્વોપરી કે જોહુકમીની હાજરી માત્ર બાકીનાને શાંત પાડી દેતી હોય છે.

મૅમલ્સ ગૃપમાં રહેવા ટેવાયેલા હોય છે, પ્રિડેટરથી બચવા માટે. નબળા હોય તે મજબૂતને શરણે થઈને ચાલવા ટેવાયેલા હોય છે. એનાથી એક તો પેલાં મજબૂતનાં મારમાંથી બચાય અને શરીરના અંગો લડાઈમાં વ્યર્થ ગુમાવવા ના પડે. મોટાભાગના ચિમ્પની  એકાદ આંગળી અને કાનની બૂટ ગેરહાજર હોય છે. પરંતુ  mammal  બ્રેન સર્વોપરી બનવાની તક ઝડપી લેવા હંમેશા આતુર હોય છે. એટલે ઍલ્ફા નરની ગેરહાજરીમાં જાણે કે હવે ઈજા પમાય તેવું નથી તો આક્રમક બની લડવાનું શરુ.

બે મૅમલ્સ ભેગાં થાય તરત એમનું બ્રેન નક્કી કરવા માંડશે કે એકબીજા ઉપર Dominant બની શકાશે કે કેમ ? સર્વાઇવલ એના ઉપર આધાર રાખે છે. Mammal બ્રેન પહેલું એજ વિચારશે કે માર ખાધા સિવાય ઘવાયા વગર રોટલીનો ટુકડો મળશે કે કેમ ? અને કોઈ બળવાન એના ઉપર નજર રાખતો હશે તે તરત ઈજા કરશે. આ દુઃખદ અનુભવ શરણે થવા પ્રેરશે. સાચી વાત છે કે આપણે ચોપગાં પશુઓ નથી, માનવી છીએ, પણ જે મૅમલ  ગૃપમાં સમૂહમાં રહેવા ટેવાયેલા છે, સમૂહમાં રહીને સર્વાઇવ થવા ઈવૉલ્વ થયેલા છે તે તમામના પૂર્વજો તરફથી આપણને  Limbic  system  વારસામાં મળેલી છે. જે ન્યુરોકેમીકલ્સ આપણી સારી અને ખરાબ લાગણીઓ માટે કારણભૂત છે તેને કંટ્રોલ કરવાનું  કામ આ લિમ્બિક સિસ્ટમ કરતી હોય છે. જ્યારે તમે પોતાની જાતને સુપિરિઅર અનુભવો ત્યારે mammal  બ્રેઈન  serotonin  સ્ત્રવે છે. આ સ્ત્રાવ સુખનો અનુભવ કરાવે છે. જે તમને સર્વોચ્ચ  પદે રહેવા માટે સદા પ્રેરે છે.

આધુનિક સંવેદનશીલ સમાજ માટે આ ભલે અમાનવીય કૃત્ય ગણાતા હોય પણ આ લાખો કરોડો વર્ષોથી વારસામાં મળેલું ઇવલૂશન છે. માટે આપણી સભ્ય સમજે સર્વોચ્ચ બની રહેવાની સામાજિક પદ્ધતિઓ શોધી કાઢી છે, જેવી કે સમાજસેવા કરવી, નેતૃત્વ કરવું, સારા રમૂજી ટુચકા કહેવા, ચાદર કરતા પગ વધારે બહાર લંબાવવા. સભ્ય Coretx નીચે આપણું mammal બ્રેન સર્વોપરી સુખની અનુભૂતિ ઇચ્છતું હોય છે. પ્યારાં મિત્રો mammal  બ્રેન આ બધું આશરે ૨૦૦ મિલ્યન વર્ષોથી કરી રહ્યું છે. એક મિલ્યન એટલે ૧૦ લાખ, એ હિસાબે ૨૦૦૦ લાખ વર્ષ થયા. આપણે આપણાં પૂર્વજોના જીવંત fossil છીએ.

ડૉમિનન્ટ  ગૃપનેતાની ગેરહાજરીમાં ગૃપના બાકીના બધા સભ્યો અંદરો અંદર લડવા માંડતા હોય છે. એમાં સરકારો અને ફેમિલી ભાગી પડતા હોય છે. પોતે સર્વોપરી છે તેવું બતાવવા ચિમ્પૅન્ઝી અને વાનરો એકબીજા સામે ખૂબ બુમો પાડતાં હોય છે, કિકિયારી કરી મૂકતા હોય છે, વન ગજવી નાખતા હોય છે. કશું કામ ના હોય છતાં સિંહ ગર્જના કર્યા કરતો હોય છે, વાઘ અમથી અમથી ત્રાડો પાડ્યા કરતો હોય છે. Shouting પણ સર્વોપરી છીએ તેવું બતાવવાનો એક સહજ સરળ ઉપાય છે. નેતા માટે ભાષણ આપવાની કળા સફળતાનું મુખ્ય કારણ હોય છે. નબળો નેતા કોઈને ના  ગમે. જે પોતે બચવા માટે ફાંફે ચડ્યો હોય તેવો નેતા તમને પ્રિડેટરથી કઈ રીતે બચાવશે ?

હવેના નેતાઓ ગૃપનું, સમાજનું, દેશનું રક્ષણ કરનારા નેતા બની રહેવાને બદલે પ્રિડેટર બની ચૂક્યા છે. પોતેજ પોતાના દેશવાસીઓને, દેશને  લૂંટી રહ્યા છે. ભારતને હવે આવા એક સર્વોપરી સખત વલણ ધરાવતા dominant વડાપ્રધાનની જરૂર છે. ભારતે હવે બ્રિટિશ પાર્લમેન્ટરિ પધ્ધતિ ફગાવી દઈને દેશની જનતા સીધા વડાપ્રધાન કે પ્રમુખ ચૂંટે તેવી પધ્ધતિ અખત્યાર કરવાનો સમય હવે પાકી ગયો છે. ભારતને હવે એક સાચા લ્ફા નેતાની જરૂર છે.

26 thoughts on “ઍલ્ફા નેતા(Hard Truths about Human Nature)”

 1. Raolji, nice concept. I am not too old to advise but would request you to read one more time after you write to make your writing more fluidized like river. Many times I felt some boulders obstructing flow.

  Like

 2. વિજ્ઞાન આધારિત,મનોવિજ્ઞાન લક્ષી લેખો વાંચવાનું લાગે છે કોઈને ગમતું નથી,કે બોર થતા હશે.

  Like

 3. મને વિજ્ઞાન કે મનો વિજ્ઞાનનો ખાસ અભ્યાસ/ગતાગમ ન હોવા છતાં આપના આ લેખમાં મને સંસાર અને સમાજમાં પ્રવર્તતી રહેલી વાસ્તવિકતા તરફ અંગુલિનિર્દેશ કરાયો હોય તેમ જણાયું છે. અભિનંદન ! મને લેખ ખૂબ જ ગમ્યો છે.

  Like

 4. શ્રી ભુપેન્દ્રસિંહજી,
  સ_રસ, વૈજ્ઞાનિક જાણકારી આપતો લેખ. ઘણું જાણવા જેવો વિષય છે. (જો કે આ આખી શ્રેણી જ નાવિન્યસભર છે)

  આ પ્રતિભાવ મેં તુરંત જ લખી નાખ્યો હતો !! પરંતુ છેક છેલ્લી ઘડીએ સેન્ડ કરવાનું મુલતવી કર્યું !! કારણ ?
  આપ માઠું ના લગાડશો પરંતુ શુદ્ધ વિજ્ઞાનને લગતા વિષયમાં રાજકારણની ભેળસેળ થયાનું લાગ્યું ! એક માત્ર આપે આપેલા (મારી સમજ મુજબના) અયોગ્ય ઉદાહરણને કારણે ! હવે લેખમાંનું વિજ્ઞાન તો જાણે સ્વિકાર્ય જ છે. પરંતુ ઉદાહરણ સૌને સ્વિકાર્ય હોવાનું કોઇ તાર્કિક કારણ જણાતું નથી. હું જ તે પર દલીલ કરવા નહોતો ઈચ્છતો, પરંતુ આપે “બોર” થવાનું લખ્યું તેથી જરા ઉત્સાહ વધ્યો !!

  માત્ર કોઇ એક નેતા માટે વાત નથી અને રાજકારણની ચર્ચા કરવી નથી ! મને લાગે છે, લોકશાહીમાં કોઇપણ નેતા ’આલ્ફા’ શ્રેણીમાં ના બેસે ! કારણ તે બહુ બાપડા-બીચારાઓ હોય છે ! બે હાથ જોડી અને પ્રજાના ચુંટાયા જ નેતાપદ પામ્યા હોય છે. જેઓએ પોતાની જાતના રક્ષણ માટે પચાસ-સો ગાર્ડ્સ પર (અને એ પણ જાતે મેળવેલા નહીં, હોદ્દાને કારણે મળેલા) આધારીત રહેવું પડતું હોય તેવો કોઇ નેતા ’આલ્ફા’ શ્રેણીમાં કેમ આવે ? આપણા એક પણ નેતા ’આલ્ફા’ હોવાને કારણે સત્તાધીશ નથી થતા પણ સત્તાના બળે આલ્ફા હોવાનો આછોપાતળો લાભ મેળવે છે. વિચારો આજના એકે નેતા સત્તા પર ન હતા ત્યારે અને સત્તા પર નહીં હોય ત્યારે સમાજ પર શું પ્રભુત્વ ભોગવી શકે છે ? (અરે સમાજ જવા દો, પોતાના કહેવાતા લોકો પણ તેને ચવાયેલી શેરડીના કુચાની જેમ ફેંકી દે છે !!)

  બીજું, વિષય અંતર્ગત જે આલ્ફાની સમજણ છે તે વિજ્ઞાનનો વિષય છે અને આપ ઉદા.રૂપે જે નેતૃત્વની વાત કરો છો તે સમાજશાસ્ત્ર સહીત અન્ય કેટલાયે શાસ્ત્રનો વિષય છે. ઈવોલ્યુશનરી સાયકોલોજીના, માનવ સમાજમાં નેતૃત્વ અંગેના, કેટલાયે સંશોધનપત્રોમાં આ વાત લખાયેલી છે. “આલ્ફા” શ્રેણીમાં આવતું કોઇ માનવપ્રાણી હાલના સમાજમાં નેતા તરીકે સફળતા મેળવી ના શકે. લોકશાહી સમાજરચનામાં તો જરાએ નહીં ! (આથી, હવે નરેન્દ્રભાઇ સફળ થયા તો તે ’આલ્ફા’ હોવાને કારણે નહીં હોય પણ અન્ય, સમાજવિદ્યા કે મનોવિજ્ઞાનના, કારણે જ હશે. તે કારણો અલગથી લેખમાં જરૂર ચર્ચી શકાય પરંતુ મારો વાંધો માત્ર અવૈજ્ઞાનિક ભેળસેળ સામે છે !) આ મુદ્દો વિવાદાસ્પદ રહેશે, બહુ બધી તકનિકી ચર્ચા પણ થઇ શકે, પરંતુ ટુંકમાં એટલું જ કહીશ કે આજનો કયો નેતા, ’આલ્ફા’ની સૌ પ્રથમ અને સામાન્ય વ્યાખ્યા, સ્વબળે ’પ્રથમ ખાનારો’, ’પ્રથમ ભોગવનારો’ ને ધ્યાને રાખતા કહેવા તૈયાર થશે કે ’હા, હું આલ્ફા છું’ !! (અહીં તો ખાતો નથી ને ખાવા દેતો નથી ! તથા અમે તો સ્વામી નહીં સેવક છીએ ! નો રાગ આલાપો તો જ મત મળે !!! હા સરમુખત્યારશાહીની પ્રથા હોય તો ચાલે.) બીજું આપ નેતાઓના ભાષણોને સિંહની ગર્જના સાથે સરખાવ્યા તે આપનો અંગત અહોભાવ હોઇ શકે જેમાં કશો વિવાદ નથી પરંતુ લેખના વિષયના પ્રકાશમાં જોતા કહી શકાય કે આપ “રાડ” અને “ત્રાડ” વચ્ચેનો ભેદ ચૂકી ગયા છો ! સિંહની ત્રાડ ’હું જ નેતા છું’એમ જણાવવાની હોય છે અને નેતાઓની રાડ ’નેતા બની રહેવા’ના પ્રયત્ન માટેની હોય છે.

  * People perceive lower, masculine voice as more dominant
  * Men in dominant positions lower their voice pitch
  * Men in subordinate positions raise their voice pitch (Puts, et al., 2006) (આ રિસર્ચ પેપરનું ક્વૉટ છે)
  ટુંકમાં માનવસમાજમાં ખરેખરા આલ્ફાએ રાડો કે ત્રાડો પાડવી નથી પડતી ! તેના માટે તો ધીરગંભીર અવાજ બસ થઇ પડે. (ખરેખર તો આ હિસાબે ’ભાઇલોક’ ખરા ’આલ્ફા’ ગણાય !! તો શું પ્રજા તેને નેતાપદે સ્થાપે તે યોગ્ય ગણાશે ?) આમ લોકશાહીમાં નેતાની પસંદગીના ધોરણો ’આલ્ફા શ્રેણી’ આધારીત માત્ર ન બને. અન્ય કેટલાયે કારણો ધ્યાને લેવાના રહે.

  બસ આટલી દેખીતી અસહમતી રહે છે. અને આ અસહમતી મેં વાંચેલા ઈવોલ્યુશનરી સાયકોલોજીના લગભગ બધા જ રિસર્ચ પેપરમાં સ્પષ્ટ કરાયેલી છે. કેમ કે આ રિસર્ચ પ્રાણીઓ અને અમુક યુગના (કહો કે પાષાણયુગના) માનવ સમાજના અભ્યાસ દ્વારા કરાયું છે, જેમાં આધુનિક સમાજની વર્તણૂકને સાંકળવાનો પ્રયાસ હજુ સંપૂર્ણપણે સિદ્ધ થયેલો નથી. આથી માત્ર આ આધારે જ માનવનેતા કેવો હોય તેનું કોઇપણ સુચન બહુ વહેલું ગણાશે. આશા છે આપ માત્ર વિજ્ઞાનના દૃષ્ટિકોણથી જ મારા પ્રતિભાવને મુલવશો. આભાર.

  Like

  1. અશોકભાઇ,
   આપનો તર્ક વિચારવા યોગ્ય છે.
   પણ થોડું મારી સાથે વિચારો.

   આલ્ફ઼ા નર જે તે પ્રજાતી અને સમાજ આધારીત હોય છે. જે છે તેમાં જે સર્વોપરી સાબિત થાય તે આલ્ફ઼ા નર તરીકે નું બિરુદ ભોગવે છે.

   હિટલર , કર્નલ ગદાફ઼ી , ઇદી અમિન કે સદ્દામ હુસૈન જેવા લોકો ને તમે આલ્ફ઼ા નર કહિ શકો. કારણ કે આ બધા સરમુખત્યારો છે. પણ મારા વિચાર મુજબ જ્યોર્જ બુશ કે નરેન્દ્ર મોદી પણ આલ્ફ઼ા નર જ કહેવાય.
   જ્યોર્જ બુશ કોઇ ના બાપ ની સાડી બાર રાખ્યાં વિના બે રાષ્ટ્રો ને ખેદાન મેદાન કરી નાખે છે. બરાક ઓબામા જેવો “નોબલ પ્રાઇઝ” વિજેતા પ્રમુખ નર પાકિસ્તાન માં ગુપ્ત કમાંડો ઓપરેશન કરાવી અને લાદેન ને હણી નાખે છે, આંતરરાષ્ટ્રીય કાયદાઓ ની પરવા કર્યાં વિના. નરેન્દ્ર મોદી જેવો વ્યક્તિ પણ કહેવાતાં માનવાધિકાર સંગઠનો ના રાસડા વચ્ચે સોહરાબુદ્દિન જેવા ગુંડા ને ખતમ કરાવે છે. કદાચ આપને લાગશે કે બધા મુદ્દા ને હું આતંકવાદ તરફ઼ ઢસડી રહ્યો છું પણ એ આજ ની સાંપ્રત સમસ્યા છે. અને કેન્દ્રમાં બેઠેલાં સત્તાધિશો એ બાબત માં નિષ્ક્રિય છે. આને આલ્ફ઼ા નરો(?) ના કહેવાય.

   અન્ય લક્ષણો જોઇએ તો પણ સતત વિરોધીઓ ની વચ્ચે અને વિપરીત પરિસ્થિતીમાં સારું કામ કરવું,પોતાના વિચારો નું વિરોધીઓ (અને ક્યારેક ક્યારેક પોતાનાજ પક્ષનાં કાર્યકરો) ને ગણકાર્યા વિના અમલીકરણ કરવું અને કરાવવું. આ બધા આલ્ફ઼ા નરો નાંજ લક્ષણો છે.

   ઇવોલ્યુશનરી મુજબ કહું તો તમે સિંહ આલ્ફ઼ા નર ને ઘેટાંનાં આલ્ફ઼ાનર સાથે સરખામણી કરો તો એ યોગ્ય નાં જ કહેવાય.

   જે વ્યવસ્થા મોજુદ છે તેમાં પોતાનાં વિચારો મુજબ કામ પાર પાડવું અને એમાં સર્વાઇવ થવું એજ આલ્ફ઼ા નરો નું મુખ્ય લક્ષણ છે. જે હાલ માં ભારતનાં અન્ય નેતાઓ માં દેખાતું નથી. હું ભૂપેન્દ્રસિંહજી ની વાત ને ટેકો જાહેર કરું છું.

   Like

   1. શ્રી દર્શિતભાઇ, પ્રથમ તો આપ બાપુના ટેકામાં ઉભા રહ્યા તે બદલ ધન્યવાદ ! (અમે ભલે ખસી ગયા હોઇએ ! પણ મિત્રને ટેકો આપનાર મિત્રનો ધન્યવાદ કરવાની અમારી ફરજ તો ના જ ચૂકીએ !! 🙂 )

    બીજું, આપણે આગળ ચર્ચાઓ કરીએ તે પહેલાં નેતાગીરીને લગતું એક સુંદર ક્વૉટ રજુ કરૂં:
    “Leadership is a matter of intelligence, trustworthiness, humaneness, courage, and discipline . . . Reliance on intelligence alone results in rebelliousness. Exercise of humaneness alone results in weakness. Fixation on trust results in folly. Dependence on the strength of courage results in violence. Excessive discipline and sternness in command result in cruelty. When one has all five virtues together, each appropriate to its function, then one can be a leader. — Sun Tzu” (from wiki)

    હવે એક અન્ય વિચાર, જે પણ શોધપત્રો આધારીત જ છે, “લોકશાહીમાં દરેક નેતા આલ્ફા હોય છે પણ દરેક આલ્ફા નેતા નથી હોતો” કેમ લાગે છે ? મારો પ્રતિભાવ પણ આ જ કહે છે.

    સ્વયં આપે જ ’આલ્ફા’ માટે જે ઉદા.રૂપ નામોની યાદી પેશ કરી તે જરા ફરી જોઇ જાઓ ! હવે કહો જગતના કયા લોકશાહી દેશની પ્રજા આ લોકોને નેતા બનાવવા રાજી થશે ? વાત જ્યોર્જ બુશની, તો જ્યોર્જ બુશ (નાનો અને મોટો) તેના કયા ગુણને કારણે આલ્ફા રેન્કમાં ગણાશે ? ઈ.સા. જે અર્થ આલ્ફાનો કરે છે તે અર્થ માત્ર અહીં આધાર તરીકે રાખવાનો છે. લોકશાહી દેશના કે લોકશાહી વ્યવસ્થા ધરાવતા કોઇપણ સમાજ કે સંગઠનના નેતા બાબતે પણ આ જ પ્રશ્ન પુછાય ! હવે અહીં લેખમાંનું ઈ.સા. પર આધારીત આ વાક્ય વાંચો ; ’જેટલો નેતા જોહુકમી,ડૉમિનન્ટ કે વર્ચસ્વ ધરાવે તેટલો સફળ વધુ થાય.’ આ વાત ઈ.સા.માં રહેલી નેતાગીરીની અવધારણા તરીકે સાચું છે પણ તે હિંસક પ્રાણીઓના ગૃપ અને પુરાતનકાલિન માનવસમુહોના નિરિક્ષણને આધારે તારવેલું છે. જે આધૂનિક સમાજ વ્યવસ્થાને દર્શાવતું નથી (આમ સ્વયં આ વિષયના સંશોધકો જ કહે છે). માનવ સમાજમાં ’નેતા’ જાતે બનાતું નથી, વગ ધરાવતા લોકો (જેમ કે લોકશાહીમાં મતદારો, સરમુખત્યાર કે લશ્કરી શાસનના સંદર્ભે લશ્કરના બહુમતી જનરલો કે અન્ય બહુમતી નેતાઓ) કોઇ એક કે અમુક લોકોના સમુહને ’નેતા’ તરીકે પસંદ કરે છે. માત્ર માનવ સમાજમાં જ નહીં સામાજીક વ્યવસ્થા ધરાવતા અન્ય ઘણા પ્રાણી સમુહોમાં પણ આ નિરિક્ષણ થયેલું છે (જેમ કે હાથી વગેરે). અને લોકોની નેતા પસંદ કરવાની રીત સમુહ, સંજોગ જેવા કેટલાયે ફૅક્ટર પર આધારીત રહે છે. ’માનવ સમાજમાં નેતાગીરી’ વિષયના ઈ.સા.ના સંશોધન ગ્રંથોમાં જ કહેવાયું છે કે, યુદ્ધ જેવા સમયમાં લોકો એગ્રેસિવ (લડાયક) નેતા પસંદ કરે તો એનો એ જ સમુહ શાંતીકાળમાં નરમ અને ઠરેલ નેતા પસંદ કરશે. (આમાનું કશું જ હું નથી કહેતો, બધું જ વૈજ્ઞાનિક સંશોધન આધારીત છે !) લેખની વૈજ્ઞાનિક ભાષામાં જ કહું તો Coretx નીચે આપણું mammal બ્રેઈન સર્વોપરી સુખની અનુભૂતિ ઇચ્છતું હોય છે. તે સત્તત આગલા અનુભવોમાંથી શિખ્યું હોય છે કે ક્યારે કેવો નેતા ઉપયોગી રહેશે, કોણ વધુમા વધુ સુખ અને સલામતીની અનૂભુતિ કરાવી શકશે અને એ પણ કે ક્યાંક વળી પાછું હિટલરને પનારે ન પડી જવાય !!! આ બધા પરીબળો છે જે માનવ સમાજમાં સત્તત નેતાઓની ફેરબદલી કરાવતા રહેવા માટે જવાબદાર છે.
    અને માટે મારે, બહુ લાંબુ ન ચીતરતા, ટુંકમાં કહેવું પડ્યું છે કે લોકશાહી સમાજ વ્યવસ્થામાં આલ્ફા નેતા નથી હોતો કારણ, દરેક દૃષ્ટિએ, આલ્ફા તો મતદાર હોય છે !!! નેતા માત્ર નેતા હોવાને કારણે ’આલ્ફા’ હોય છે !

    આપે ’આલ્ફા નરો’ની ઘણી વ્યાખ્યાઓ આપી, બધી જ સ્વિકાર્ય છે. પણ તે ખરેખર સમાજશાસ્ત્ર કે રાજનીતિશાસ્ત્રમાં અપાયેલી નેતાની વ્યાખ્યાઓમાંની ગણાય, ઈ.સા.માં આપેલી ’આલ્ફા નરો’ની નહીં. આમ મારો વિરોધ અન્ય દ્વારા સુચવાયેલ કોઇ વ્યક્તિવિશેષ બાબતે પણ નથી (મને તેવો હક્ક પણ ન હોય, લોકશાહીમાં દરેકને પોતાના નેતા કેવા હોવા જોઇએ તે ધારણા કરવાનો અધિકાર છે) મારો વિરોધ એ સમજ રુઢ થાય કે; ઈ.સા. માત્ર લડાયક નર (કે નારી !) ને જ માનવસમુહના નેતાપદ માટે યોગ્ય ગણે છે, તો એ માટે છે ! અને આપ કંટાળ્યા ના હો તો; એકાદ વાત આપના પ્રતિભાવેથી ટુંકમાં !!

    * “નરેન્દ્ર મોદી જેવો વ્યક્તિ પણ કહેવાતાં માનવાધિકાર સંગઠનો ના રાસડા વચ્ચે સોહરાબુદ્દિન જેવા ગુંડા ને ખતમ કરાવે છે.” CBI આ સાબીત કરવા તો ઊંધે માથે થાય છે !!! શા માટે ગુજરાતને મળેલા સારા નેતાઓમાંના એકનું ખરાબ ઈચ્છો છો 🙂 નરેન્દ્રભાઇને ગુજરાતની પ્રજાએ પસંદ કર્યા છે તે આ એક કે માત્ર આ પ્રકારના જ કારણોસર ? જો ’હા’ તો લોકોની નેતાની પસંદગી બાબતની સમાજવિજ્ઞાનથી લઇ અને ઈ.સા. સુધીની બધી જ અવધારણાઓ ખોટી ઠરશે ! અને જો ’ના’ તો ગુજરાતની પ્રજા બહુ જ સમજદાર અને વિચારશીલ પ્રજા છે તે વધુ એક વખત સાબિત થાય છે !! બસ આ એક જવાબ વિચારશો એટલે બધા જવાબ મળી જશે !!
    * “તમે સિંહ આલ્ફ઼ા નર ને ઘેટાંનાં આલ્ફ઼ાનર સાથે સરખામણી કરો તો એ યોગ્ય નાં જ કહેવાય.” મેં ક્યાં કોઇ સિંહ-ઘેટાની સરખામણી આપી જ છે ? (ઘેટામાં પણ આલ્ફા હોય છે ? હું નથી જાણતો !)
    * “…એમાં સર્વાઇવ થવું એજ આલ્ફ઼ા નરો નું મુખ્ય લક્ષણ છે.” વિજ્ઞાનમાં આવું નથી વાંચ્યું ! આલ્ફા પોતે બચવા માટે ફાંફે નથી ચઢતો ગૃપને બચાવવા માટે લડાઇ કરે છે.

    આપનો, અન્ય પ્રતિભાવક મિત્રોનો અને બાપુનો પણ આભાર માનું છું. કારણ ઈ.સા. મુજબ આપણે સૌ એક દોરામાં પરોવાયેલા મણકા જેવા છીએ (એક સામાજીક ગૃપના છીએ) માટે વિચાર પણ લગભગ સમાન જ કરીએ છીએ, વ્યક્ત કરવાની રીતો અલગ હોય આ પ્લેટફોર્મ પર આપણને એકબીજાને સમજવાની તક મળે છે. આભાર.

    Like

    1. અશોકભાઇ :

     મારી આગળ ની પોસ્ટ ખુબ લાંબી થતી હતી એટલે કદાચ મેં જે ટુંકમાં કહિ શકાય એટલું લખ્યું.

     લોકશાહી ની વ્યવસ્થાજ એવી છે કે નરેન્દ્રમોદી જેવા લોકો (કે જે પરીવારવાદ ને કારણે રાજકારણ માં ના આવ્યાં હોય) ને તળીયે થી ટોચ સુધી પહોંચવામાં એમના આવા આગવા લક્ષણોજ કામ કરતાં હોય છે.

     મેં સોહરાબુદ્દિન નું ઉદાહરણ ફ઼ક્ત એટલાં પુરતું આપ્યું કે એ અત્યાર નો “હોટ” ટોપિક છે. બાકી નરેન્દ્ર મોદી કોનું સાંભળે છે ? એનાં મનનું જ ધાર્યું કરે છે. લાંબા ગાળા ની દ્રષ્ટી ધરાવતો નેતા છે. નાના-મોટાં અનેક પ્રોજેક્ટ મુક્યાં કરે છે ( બની શકે એમાના અમુક અન્ય વિકસિત દેશો ની સીધી ઉઠાંતરી હોય.). પણ કામ પ્રજાલક્ષી કરે છે.

     ઇ.સા. મુજબ તો અત્યારનાં માનવ સમાજ માં ક્યારેય કોઇ આલ્ફ઼ા નર પેદા જ ના થાય. કારણ કે જો કોઇ સરમુખત્યારી કરી અને સત્તા પર કબ્જો જમાવે તો પણ એ અન્ય લોકોની મદદ થી થાય. એકલા પંડે નાના ટુકડા ઉપર વર્ચસ્વ સ્થાપી શકાય, મોટા માનવ સમાજ પર નહિં. હવે કોઇ કાંડા ના કૌવત દેખાડી ને બહાદૂરી બતાવવાનો તો યુગ છે નહિં. આજ ની લડાઇ મોડર્ન છે, હથીયારો આધુનીક છે જે મસલ પાવર કરતાં મગજ થી ચાલે છે. મારુ ભૂપેન્દ્રસિંહજી સાથે સહમત થવાનું કારણ એજ છે. મેં અગાઉ પોસ્ટ માં કહ્યું તેમજ જે વ્યવસ્થા છે તે વ્યવસ્થામાં વર્ચસ્વ સ્થાપવું એ આલ્ફ઼ા નરો નું કામ છે. લોકશાહી માં ટોચ પર જનાધાર સાથે ટકી રહેવું એ સર્વાઇવલ જ કહેવાય. અહિં જો નેતા તેના ગ્રુપ ને સર્વાઇવ કરવામાં નબળો પડે તો તમે કહ્યુ એમજ કહેવાતા આલ્ફ઼ા ( મતદારો ) એને ટોચ પરથી ઉતારી પણ મુકે. અને જો મજબૂત અને સારી વ્યવસ્થા આપી શકે તો એ નેતા ને આલ્ફ઼ા બનાવી ને જનાધાર આપે છે. આ જ વ્યવસ્થા છે. માનવ સમાજ માં આલ્ફ઼ા નર ડોમિનેન્ટ જ હોવો ઘટે. એ ડોમિનેશન વિરોધીઓ ઉપર હોય કે પોતાનાજ પક્ષ નાં લોકો ઉપર. હોવું જરૂરી બને છે. હા, હિંસક હોવું જરૂરી નથી. પણ આ દેશ ને અહિંસક નેતાઓની પણ કોઇ કમી નથી ( કમનસીબી છે.!!)

     Sun Tzu નો સંદર્ભ પણ આપે આપ્યો. મેં એમનું પુસ્તક “આર્ટ ઓફ઼ વોર” વાંચેલું છે. તેની શરુઆતમાંજ એક પ્રસંગ છે. જે ફ઼રી થી વાંચી લેવા વિનંતી. “Leadership is a matter of intelligence, trustworthiness, humaneness, courage, and discipline.” આમા નો ક્યો ગુણ નરેન્દ્રભાઇ માં નથી તે પણ જણાવજો. 🙂

     અને છેલ્લે તમારી વાત સાથે ચોક્કસ સહમત છું કે ગુજરાત ને ઘણાં લાંબા સમયે એક સારો નેતા મળ્યો છે. અને ગુજરાત ને હજુ તેની ખાસ્સા લાંબા સમય સુધી જરૂર પણ ખરી.

     ઉપર જણાવેલી વાતો મને જેટલું સમજાય છે એના આધારે લખી છે. હું ખોટો હોઇ શકું છું. હું કોઇ પક્ષ નો કાર્યકર્તા નથી પણ હા જે સારું છે તે સારું કહેવામાં મને સહેજ પણ ખોટું નથી લાગતું. આભાર…..

     Like

    2. ખસી ગયા છો? કે ખસી ગયું છે?આવી ભાષા ફરી વાપરશો તો ‘નીર’નું રેડ લેબલ નીર વગર પીવાની સજા ભોગવવી પડશે.

     Like

  2. ભાઈ એક તો પ્રતિભાવ લખીને સેન્ડ કરવાનું મુલતવી રાખ્યું કે મને ખોટું લાગશે?તો આ બાબત પર મને ખૂબ ખોટું લાગ્યું છે.કે આપે આવું વિચાર્યું કેમ?આપના બહુમૂલ્ય પ્રતિભાવો,પુરક માહિતી અને વિશ્લેષણથી વંચિત રાખવાનું કામ કરી રહ્યા છો ઘણા સમયથી,યે અચ્છી બાત નહિ હૈ(બાજપેઈ).ઉસકી સજા મિલેંગી?

   Like

   1. વાજપેઇજીને યાદ કર્યા ! What a coincidence !! હું પણ તેમને જ યાદ કરતો હતો !! આપ જે સજા આપો તે આંખમાથા પર, બાપુ મિત્રોની તો સજામાં એ મજા હોય ! (અમારા મુન્શીજી તો વળી, ’ચાલ સજારૂપે આ ’કોલ્ડડ્રિંક’ની આખી બોટલ તારે પીવાની’ એવી સજાઓ સંભળાવતા 🙂 ! )

    આપને મારા કોઇ અલ્પ વિરોધથી માઠું લાગે તેવું તો ના હોય, પરંતુ, લેખનો મુળ વિષય ચાતરી અને ચર્ચા અલગ પાટે ચઢે કે પછી આપણાં વાંચકમિત્રોના મનમાં, મારા પ્રતિભાવે કરીને કોઇ અલગ વિચાર દાખલ થઇ જાય અને તેમનું ધ્યાન લેખના કેન્દ્રસ્થ વિચારથી હટી જાય તેની બીક રહેતી હોય છે. આ શ્રેણીને કારણે ઘણું નવું નવું આપની પાસેથી જાણવા મળે છે અને તે ઉપરાંત એ જ વિષયને લગતું કેટલુંએ અન્ય સાહિત્ય વાંચવાની તક પ્રાપ્ત થાય છે એ આપનો જ પ્રતાપ છે. (અને એ કારણે જ જ્યાં (મારી દૃષ્ટિએ) કશુંક વાંધાજનક દેખાય છે ત્યાં નમ્ર વાંધો રજુ કરવાનું પણ થાય છે !) વિજ્ઞાન વિષયની ચર્ચા નક્કર વૈજ્ઞાનિક તથ્યો આધારીત જ બની રહે તો સૌને સમજવું સહેલું પડે તેવી મારી લાગણી રહી. (છતાં મારી વાતમાંએ ક્યાંય ચિલો ચતરાયો હોય તો તે બદલ આપ મને ઠમઠોરી શકો છો !) આભાર.

    Like

    1. આપની લાગણી ઉત્તમ છે.ઈવોલ્યુશનરી મનોવિજ્ઞાનના નક્કર તથ્યો સમાંજ ઉપર કઈ રીતે અસર કરતા હોય તે બતાવવા એને સામાજિક પરીક્ષેપમાં ઢાળવાનો પ્રયત્ન કરતો હોઉં છું.કારણ સમાજ એ પણ સર્વાઇવલનો સહેલો ઉપાય છે.માનવ જાત બહુ નબળી છે શારીરિક રીતે બીજા પ્રાણીઓ કરતા માટે એણે ગ્રુપ બનાવ્યું,બીજા પ્રાણીઓ પણ ગ્રુપ બનાવે છે.નબળા અને બચ્ચા ગ્રુપની વચ્ચે રહેતા હોય છે.આજુબાજુ સબળ રહેતા હોય છે.કેમેસ્ટ્રી,ફીજીક્સ જેવા વિજ્ઞાનની ભેળસેળ સામાજિક મૂલ્યો સાથે ના કરી શકાય પણ મનોવિજ્ઞાન માટે તો ભેળસેળ કરવી અયોગ્ય નહિ ગણાય.પણ આપે નવો લેખ લખવા માટે પ્રેરણા આપી જ છે.આભાર.દીપકભાઈ ડાયરામાં પધારતા નથી.બાકી એમનું ગાઇડન્સ ઘણું કામ લાગતું હોય છે.

     Like

   2. [dEAR BOTH OF YOU,
    SIDE TRACKING HAS BECOME QUITE A HABIT, tHE ISSUE HERE WAS VALIDITY OF HOW ALPHA MALE CAN DELIVER BE TTER WHEN IT COMES TO THE TASK OF RULING OR LEADERSHIP.] Pradipkumar Raol

    [વિજ્ઞાન વિષયની ચર્ચા નક્કર વૈજ્ઞાનિક તથ્યો આધારીત જ બની રહે તો સૌને સમજવું સહેલું પડે તેવી મારી લાગણી રહી] અશોકભાઈ મોઢવાડિયા

    ભાઈ શ્રી ભુપેન્દ્રસિંહ,
    તમાર લેખો વાંચવાનો આનંદ આવે છે અને સમજ માં પણ વધારો કરે છે. ઉપર મેં પ્રદીપકુમાર અને અશોકભાઈ ની કોમેન્ટ કોપી કરેલ છે.
    ભાઈ પ્રદીપકુમાર ની કોમેન્ટ ના અનુસંધાન માં : લેખ ના અંતે જો આપ લેખ ની centrality દર્શાવતા ૧ કે ૨ પ્રશ્નો મુકો તો response/reply લખવા ના હેતુ ની સારી clarity રહી શકે અને અશોકભાઈ ના કોપી કરેલ મુદ્દા ને પણ આવરી લેવાય.
    ભાઈ આ ફક્ત મારું સૂચન છે. અશોકભાઈ ને તેમના મિત્ર સજા માં “કોલ્ડ ડ્રીંક ની આખી બોટલ પીવાની ફરજ પડતા” હું મિત્રભાવ અદા કરવા Piscataway NJ આવીશ ત્યારે Red Label ની બોટલ લઇ ને આવીશ!!!

    Like

 5. dear brother,
  Alfa beta gamma, saree gama padani, what a fantastic article. This theory was put forth by nitzse, a german philosopher. He sAID MORALITY IS FOR THE COWARDS. But personally i feel that in every theory some truth is there , in the same way every theory has some false perceptions. Nothing is an absolute truth in this world.

  Like

 6. ભુપેન્દ્રસિંહ માહિતી સભર લેખ છે:
  આલ્ફા નેતાગીરી પ્રાણી જગત પુરતી કુદરતી રીતે ઉભી થયી હોય તેમ લાગે છે,
  survival of the fittest સિધાંત આધારિત. પ્રાણીજગત માં ફક્ત પ્રજનન પુરતું જ મૈથુન પ્રક્રિયા હોય છે.
  બળજબરી અને મૈથુન આનંદ માણસ જાત માં જ જોવા મળે છે આ મારું અનુમાન છે.

  મનુષ્ય જાત માં આલ્ફા નેતીગીરી (benevolent dictator) હોય તોજ ‘બહુ જન હિતાય બહુ જન સુખાય’ મંત્ર
  અમલ માં આવે તેમ લાગે છે. આલ્ફા નેતા કરતાં ચતુર અને બુદ્ધિ મંદ નેતા ચૂંટાય તો યોગ્ય થાય.
  પણ લોકશાહી માં પ્રજાએ પણ ચતુર અને બુદ્ધીમંદ હોવું એટલુજ જરૂરી છે.

  શ્રી નરેન્દ્ર મોદી એ ગુજરાત ને પ્રગતી મંદ નેતાગીરી પૂરી પાડી છે. ગુજરાત ની પ્રગતી માટે ગુજરાતીઓ નું શાણપણ, ખમીર, અને દુરન્દેશી પણ એટલાજ કારણભૂત હું માનું છું. શ્રી મોદી જો યુ પી કે બિહાર કે વેસ્ટ બેન્ગાલ માં હોત તો આટલા સફળ થયા હોત કે કેમ તે પણ વિચારવા જેવું છે.

  Like

 7. dear brother, Alfa beta gamma, saree gama padani, what a fantastic article. This theory was put forth by nitzse, a german philosopher. He SAID MORALITY IS FOR THE COWARDS. But personally i feel that in every theory some truth is there , in the same way every theory has some false perceptions. Nothing is an absolute truth in this world. Alecxander the great, Akbar, Napolean..and so on may come under Alfa ”prakruti”. But in democracy also some leadership qualites are required. Dr. Man mohan singh was an acaedemician, not a natural leader, like “Laloo’

  Like

 8. Sir Raol Pardipkumar,
  It is my understanding, Dr. Manmohan Singh, when held the ministry of finance during early 90s in Shri Narshinh Rao’s leadership, brought about financial reforms like free and open market. Made easy for multi-national companies to start work in India so on and so forth. Today we can see the extent of development/progress in Indian economy. The DECISION of opening up Indian market, in retrospect, indicates was progressive and brought about more prosperity in general for average Indian. Needless to say Dr. Singh is highly regarded Economist in the world.

  Laloo as you indicated a natural leader!!, I recall during his tenure he made Indian railway profitable. I question myself did Laloo understood the inner workings and principals of economics and accounting associated with Indian railways to make a DECISION/S which turn out to be good for the railway. Did Laloo have had any working knowledge/experiences in running Railway ministry!

  Since you mentioned Dr. Singh and Laloo, one academia and other a natural leader I am trying to compare both leaders in their problem/s understanding capabilities and right DECISION making capabilities.

  Politics is all perception:
  Laloo, ” I laugh out loud first, when I see him and care less in what he has to say”
  Dr. Singh,” I listen his each word, there is wisdom and meaning in Dr. Singh’s speech”

  Like

 9. @NIR :
  Yes, Dr Manmohan is very respectable Economist. But during his ruling, he failed to control inflation, food prices & also the fiscal deficit. I’m not sure who is behind his such suicide policies but on a whole he is TOTAL FAIL as an economist prime minister. And one more thing, sensex is not a barometer for economical growth. Even if sensex is 40,000 and still more then 70 lac people r not able to earn more then 20 Rs a day, its a tight slap on the face of economy.

  Lalu, and profitable railway was a humbug created by Lalu himself. Mamta Benarjee said as soon as she became Railway Minister that Lalu has presented twisted facts and figures of Railway profits.

  Neither Lalu nor MM fits in definition of Alpha Male.

  Like

  1. [Yes, Dr Manmohan is very respectable Economist. But during his ruling, he failed to control inflation, food prices & also the fiscal deficit. I’m not sure who is behind his such suicide policies but on a whole he is TOTAL FAIL as an economist prime minister. And one more thing, sensex is not a barometer for economical growth. Even if sensex is 40,000 and still more then 70 lac people r not able to earn more then 20 Rs a day, its a tight slap on the face of economy.]

   Darshit,
   With a very broad view, I see major economic progress in India after 90s, that is to say after Shri. N. Rao’s opening up of Indian economy to out side world. Dr. M Singh deserves some credit for this step. Of course I am referencing 1970s and 1980s Indian economy with 1990s and present. I agree with you majority lives on 20Rs a day and that is sad. I read above (Ashokbhai and Bhupendsinji mentioned) Shri Vajpai’s name, now he was an Alfa leader wasn’t he? I liked Pradipkumar’s Alfa, Beta, Gama, Sare, Gam, Pdhni line what ever kind of leader holds the position the basic needs of Food, House, clothing,
   primary health care and kids education is the primary goal. Any leader personality between the Alfa and the Omega type need to understand.

   Like

 10. dEAR BOTH OF YOU,
  SIDE TRACKING HAS BECOME QUITE A HABIT, tHE ISSUE HERE WAS VALIDITY OF HOW ALPHA MALE CAN DELIVER BE TTER WHEN IT COMES TO THE TASK OF RULING OR LEADERSHIP.
  THERE CAN BE GOOD LEADERS AND BAD LEADERS, I NEVER SAID WHAT LALOO ACHIEVED AS A RLY. MINISTER.
  THERE IS ALSO A BIG QUESTION MARK BEFORE US THAT WHO WILL BE MORE SUCCESSFUL, ALPHA TYPE MALE OR SOME MILD VERSION LIKE MANMOHAN SINGH .THAT IS, IF SIMPLY PUT : MODI AUR MOHAN ?

  Like

 11. Dear Pradipkumar and Darshit,
  Side tracking is not intentional, however after reading several volleys of reply/response while responding the most and the last major point ends up prominently in my response.

  If I recall some of past CM (Hitendra Desai, Balvant Rai Maheta, Babubhai J. Patel, Shri Solanki and Keshubhai) in Gujarat Shri Modi, in my opinion can be the most Alfa leader.

  એવું શીખ્યા નું યાદ છે કે ૩૨ લક્ષણો માણસ ને સંપૂર્ણ બનાવે છે. મને તો ૨ લક્ષણો ના નામ પણ આવડતા નથી!! મને લાગે છે ભાઈ ભુપેન્દ્રસિંહ ૩૨ લક્ષણો ના નામ જરૂર જાણતા હશે.

  As Pradipkumar explained leaders have to have sufficient/appropriate qualities in personality to be a leader. Alfa ‘prakruti’ in my opinion can be very helpful in battlefields, having seen Shri Modi’s achievements in Gujarat if it can be replicated on all India level તો સોના માં સુગંહ ભળે તેમ થાય પરંતુ વચ્ચે તોતેર મણ નો ‘તો’ છે.

  ps: these back and forth verbal volleys are intellectual exercises for me, it educates and broadens the understanding, I do not take them seriously neither should you!

  Like

 12. @NIR :
  I would never call a spineless Leader as an Alpha Male. And MMS is an undoubted Spineless Leader.
  India needs an Alpha leader since independence, Indira Gandhi was one of them but still she was heavily into corruption. We need someone non corrupted who can take a decision ( right or wrong doesnt matter actually).

  I’m not praising any party but yes i do praise Narendra Modi for his strong will. He or someone like him can be future for India. Others r just CRAP.

  @ Pradeepsir : As always, I do just put my opinion. And I tend to differ from others many times. But counter opinions makes debate more versatile and healthy :).
  There is nothing what I do carry home other then some really good thoughts. 🙂

  Like

  1. અશોકભાઈ નો જુલાઈ ૧ નો અભિગમ સારી સમજ આપતો અને well balanced
   લાગે છે.

   Like

 13. ભૂપેન્દ્રભાઈ આપનો લેખ ઘણો સારો છે,નેતૃત્વ કોને ન ગમે…!
  આપે નરેન્દ્રમોદી ની વાત કરી તેનામાં નેતા ના સંપૂર્ણ લક્ષણો છે,પણ તેમની પધ્ધતિ સુચારુરુપ થી લોકશાહી નહી પણ આપખૂદશાહી છે.! લાગે છે આપ અહી ની સમસ્યાઓ થી વાકેફ નથી?
  (અને એક ભૂલ તરફ ધ્યાન દોરવા માંગુ છુ સ્તનધારી પ્રાણી નહી સસ્તનધારી પ્રાણી ખરો શબ્દ છે.)

  Like

  1. ધ્રુવભાઈ આલ્ફા નેતાનો અર્થ જ આપખુદ નેતા થાય. હું કોઈ નેતાનો ફેન નથી. અહીં ફક્ત મેમલ બ્રેઇનની જ ચર્ચા કરી છે. આભાર.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s