મનુસ્મૃતિ,અધ્યાય-૨/૧

મનુસ્મૃતિ,અધ્યાય-૨/૧
અહી ધર્મનું સ્વરૂપ જુઓ.
‘વેદ તથા શાસ્ત્રને જાણનારા અને નિત્ય રાગદ્વેષથી રહિત એવા ધર્મનિષ્ઠ પુરુષો જે ધર્મને પાળે છે તથા
અંતઃકરણથી જેનો કલ્યાણના સાધન તરીકે સ્વીકાર કરે છે તેનું નામ ધર્મ અને તે ધર્મ તમે
સાંભળો.’આવો બીજા અધ્યાયનો પહેલો શ્લોક છે.અહી મનુસ્મૃતિમાં કોઈ જટિલ ફિલોસોફી છે
નહિ,અહી સારો આચાર વિચાર ધર્મ છે.શું ખાવું,શું ના ખાવું,શું કરવું,શું ના કરવું
અને ભૂલોનું પ્રાયશ્ચિત છે.

બીજો શ્લોક જુઓ,ફળની ઇચ્છાનો સ્વભાવ સારો નથી;તેમ આ લોકમાં કામના વિના કર્મો
કરવામાં આવે,એ પણ સંભવિત નથી;કેમ કે વેદની જ્ઞાનપ્રાપ્તિ અને વૈદિક કર્મયોગ એ બંને
ઇચ્છાનો જ વિષય છે.અહી ઇચ્છાનો નિષેધ નથી.ફળની આશા સાથેના કર્મનો નિષેધ નથી.માણસ જે
કઈ કરે છે તે ઇચ્છાની જ ચેષ્ટા છે.ફળની આશા વગર કામ કોણ કરવાનું?ફળની આશા રાખીને
કામ કરવું તે કુદરતી છે.એટલે “કર્મણ્યે વાધીકા રસ્તે માફલેશું કદાચન”પુસ્તકમાં
સારું શોભે હકીકતમાં નહિ.સાધુઓ એમના લાભ માટે આ શિખામણ એમના ભક્તોને આપતા હોય છે,કે
કામ તમે કરો અને ફળ બધું અમને આપો.તમે ફળની આશા રાખશો નહિ.અમુક જાતનું કામ કરવાથી
મુક જાતનું પ્રત્યક્ષ ફળ મળશે તેવા વિચારને સંકલ્પ કહે છે તેવું અહી કહે છે.જો કે
અહી શાસ્ત્રો પ્રમાણે કર્મો કરવાની સલાહ છે બાકી નર્ક મળવાનું.

મનુએ બધો ધર્મ અહી વેદમાં હોય તે પ્રમાણે કહ્યો છે.મતલબ મનુસ્મૃતિ વેદનું અંગ
ગણાય.એવું પણ બને કે વેદોનું અહી ઇન્ટરપ્રિટેશન વ્યાજબી ના પણ થયું હોય.વેદોનું
સંસ્કૃત પ્રાચીન છે.એના અનર્થ થવા મુશ્કેલ નથી.અહી છઠ્ઠો શ્લોક શું કહે છે તે
જોઈએ.સમગ્ર વેદ,વેદ જાણનારાઓએ રચેલા ધર્મશાસ્ત્રો,તેમનું શીલ,સત્પુરુષોના આચાર તેમ
જ તેમના મનનો સંતોષ-એ ધર્મનું પ્રમાણ છે.આ શીલ તેર પ્રકારના કહ્યા
છે.બ્રહ્મનિષ્ઠતા,દેવો તથા પિતૃઓની ભક્તિ,કોઈ પ્રાણીને દુઃખ ના દેવું,બીજાના ગુણો
ઉપર દોષ બુદ્ધિ ના કરવી,(મતલબ અવગુણો ઉપર જરૂર કરવી),કોમલતા રાખવી,કઠોરતા ના કરવી
(જરૂર પડે કરવી પડે તો શું?),સર્વ તરફ મિત્રતા કરવી,સર્વને પ્રિય લાગે તેવું
બોલવું(આપણાથી પળાય તેમ નથી),કોઈએ કરેલો ઉપકાર ધ્યાનમાં રાખવો,શરણે આવેલાનો અનાદર
ના કરવો,સર્વ તરફ દયા રાખવી,અને ખૂબ શાંતિ જાળવવી(ગમે તેટલો ભ્રષ્ટાચાર થાય ભારતીયો
શાંતિ રાખે જ છે).

શ્રુતિ એટલે વેદ અને સ્મૃતિ એટલે ધર્મશાસ્ત્ર.આ બે ધર્મના મૂળરૂપ છે એનું અપમાન
કરે તેવા નાસ્તિકનો સત્પુરુષોએ બહિષ્કાર કરવો,એમાં ચાર્વાક ગયા અને હું પણ
જવાનો.હવે ડબલ સ્ટાન્ડર્ડ જુઓ,જ્યાં બે શ્રુતિઓ પરસ્પર વિરુદ્ધ મતની હોય,ત્યાં એ
બંને મતોને ધર્મરૂપ કહ્યા છે;કેમ કે પંડિતોએ તે બંનેને ઉત્તમ ધર્મો કહ્યા છે.એટલે
શ્રુતિ એકબીજાની વિરુદ્ધ કહી શકે આપણે નહિ.

“શ્રેષ્ઠ મહાપુરુષોના સાહસ અને ત્યાગ જોઈ જે બીજા ધર્મીઓ તેમનું અનુકરણ કરે
છે,તેઓ દુઃખી થાય છે.”સાચી વાત છે મહાપુરુષો મક્કમ મનોબળ ધરાવતા હોય છે તેમનું
અનુકરણ સમજીને ના થાય તો દુઃખી થવાય.

આ ધર્મ શસ્ત્રનો અધિકાર ખાલી બ્રાહ્મણ,ક્ષત્રિય અને વૈશ્યને જ છે,શૂદ્ર માટે
નહિ.ધર્મપાલન માટે દેશ બતાવ્યા છે.સરસ્વતી અને દષદ્વતી,એ બે દેવનદીઓની વચ્ચેનો
પ્રદેશ દેવોએ રચેલો છે તેને બ્રહ્માવર્ત કહે છે.હવે આ ભારતમાં છે કે બીજે?સરસ્વતી
ભારતમાં હતી તો દષદ્વતી ક્યાં આવી?હાલ તો સરસ્વતી પણ દેખાતી નથી.બ્રહ્માવર્ત પછી
કુરુક્ષેત્ર,મત્સ્ય,પંચાલ,અને શૂરસેન આ બ્રહ્મર્ષિઓના દેશ છે.હિમાલય અને વિંધ્યાચલ
વચ્ચે વિનશનથી પૂર્વ અને પ્રયાગથી પશ્ચિમે મધ્ય દેશ.આ બધો આર્યાવર્ત પણ કહેવાય.જે
દેશમાં ચાર વર્ણોની વ્યવસ્થા નથી તે મલેચ્છ દેશ.મતલબ મહમદ પછી મનુસ્મૃતિ લખી હશે તે
નક્કી.આવું વળી વિષ્ણુ પુરાણમાં છે તો વિષ્ણુ પુરાણ પણ ઇસ્લામનાં આવિર્ભાવ  પછી
લખાયું હશે??

બસ પછી તો જાતકર્મ,ચૂડાકર્મ અને મૌંજીબંધન એટલે જનોઈ વગેરેના નિયમો બતાવ્યા
છે.જનોઈ માટે મૌંજીબંધન શબ્દ પહેલીવાર જાણ્યો.વળી આ બધા સંસ્કારો કરવાથી દ્વિજોના
બૈજિક તથા ગાર્ભિક પાપો દૂર થાય.બૈજિક એટલે પિતાના બીજ સંબંધી.અહી મને અંગ્રેજીનો
બેજીક(Basic) શબ્દ યાદ આવી ગયો.આપણા જન્મનું પાયાનું(Basic)કારણ પિતાનું બીજ હોય
છે.બીજ ઉપરથી બૈજિક અને એના ઉપરથી બેજીક.મારું તારણ ખોટું પણ હોઈ શકે.

નામ પાડવાનાં કેવાં?બ્રાહ્મણનું મંગલકારી,ક્ષત્રિયનું બલ્યુક્ત,વૈશ્યનું ધન યુક્ત
અને શૂદ્રનું તુચ્છતા દર્શક.બ્રાહ્મણ નામ પાછળ શર્મા,ક્ષત્રિય પાછળ વર્મા,વૈશ્ય
પાછળ ગુપ્ત,ભૂમિ અથવા દત્ત અને શૂદ્ર પાછળ દાસ લાગવું જોઈએ.જોકે પછી કોઈએ આ નિયમ
પાળ્યા નથી.વૈશ્યને પણ જનોઈનો અધિકાર હતો.ખાલી શૂદ્રને નહિ.હવે જનોઈનું મહત્વ
બ્રાહ્મણ સિવાય કોઈને નથી.મારા પિતાશ્રી જનોઈ પહેરતા હતા.એમના સમયમાં ધામધૂમથી જનોઈ
વિધિ કરેલી તેવું કહેતા હતા.સ્ત્રીઓ માટે વિવાહ વિધિમાં બધા સંસ્કાર આવી જાય કોઈ
અલગથી વિધિ કરવાની જરૂર નહિ.પતિસેવા એજ વેદાધ્યયન,ગૃહકાર્ય એજ અગ્નિહોમ
ક્રિયા.

ભોજનના નિયમોમાં સાંજે અને સવારે ભોજન કરવાનું  કહ્યું છે,બપોરે
નહિ.એઠું કોઈને આપવું નહિ અને એઠાં ઉઠાય નહિ.અતિશય ખાવાની મનાઈ છે.

ઓમકાર અને ગાયત્રી મંત્રનું મહત્વ ખૂબ ગણાવ્યું છે.જોકે હવે ગાયત્રી માતાને બદલે
દશામાં,સંતોષીમાં જેવા નકલી માતાઓએ સ્થાન જમાવ્યું છે.પંડિત રામ શર્મા આચાર્યને
લીધે વળી પાછાં ગાયત્રી માતા લાઈટમાં આવ્યા છે.

ઇન્દ્રિય નિગ્રહનાં ગુણગાન ગયા છે અહી.એક વાત અહી  બહુ સત્ય કહી છે કે વિષયભોગની
ઇચ્છા  વિષય ભોગથી શમતી નથી કોઈ વાર હોમદ્રવ્ય નાખવાથી અગ્નિ વધે તેમ વધે.અને તેવી
રીતે ઇન્દ્રિયોને વિષયસેવનનાં ત્યાગથી વશ કરી શકાતી નથી.પણ જ્ઞાનથી નિત્ય વશ કરી
શકાય છે.મતલબ ત્યાગ જરૂરી બિલકુલ નથી,તેમ અતીભોગથી બચવું જરૂરી છે.સારો ઉપાય જ્ઞાન
છે.જ્ઞાન છે મુક્તિનો મારગ.એમાય શરીરને ક્ષીણ કરવાનું તો જરા પણ કહ્યું નથી.

વિદ્યા વિષે-એક તો પૂછ્યાં વિના કદી ઉપદેશ આપવો
નહિ,અન્યાયથી પૂછનારને ઉત્તર ના આપવો.જોકે હું જે બાબતમાં અજ્ઞાની હોઉં અને નકામી
મહેનત કરતો હોઉં,ત્યારે કોઈ વગર પૂછે સલાહ આપે તો મને ખૂબ ગમે છે,સલાહ આપનારની ઉંમર
ગમેતેટલી હોય કોઈ વાંધો નહિ.’બ્રહ્મવાદીએ વિદ્યા સાથે જ મરી જવું સારું પણ ઘોર
આપત્તિમાંએ એણે ખારી જમીનમાં  વિધ્યારુપી બીજ વાવવું  નહિ.અહી ખારી જમીન કોને
માનવી?મનફાવે તેને કુપાત્ર કહી શકાય.થોડા કુપાત્રોને લીધે સાચા અભ્યાસુ વિદ્યા વગર
રહી જવાના.અને એમજ ભારત વિદ્યાવિહીન બનતું ગયું.બ્રાહ્મણ સિવાય કોણ ભણવા
જતું?દુનિયામાં સૌ પ્રથમ યુનીવર્સીટી નાલન્દા અને તક્ષશિલા સ્થાપનારાના દેશમાં લોકો
અભણ રહેવા લાગ્યા.આજે આપણે આ બે યુનીવર્સીટી સર્વ પ્રથમ હતી તેનો ગર્વ અનુભવીએ છીએ
તે બરાબર છે,પણ આવી સેંકડો કેમ ના સ્થાપી?આખી દુનિયા અમેરિકા નહિ ભારતમાં ભણવા આવતી
હોત કે નહિ?આખી દુનિયા અંગ્રેજીના બદલે સંસ્કૃત,પ્રાકૃત કે પાલી ભણતી હોત કે નહિ??

24 thoughts on “મનુસ્મૃતિ,અધ્યાય-૨/૧”

  1. મનુસ્મૃતિ વિશેનો આ તમારો બીજો લેખ છે. એક વાત તરફ વાચકોનું ધ્યાન જરૂર દોરશો કે મનુસ્મૃતિ એ વખતમાં પ્રચલિત માન્યતાઓનું સંકલન છે એટલે એના પ્રમાણે કરવાનું જરૂરી નથી. એ પાત્ર તત્કાલીન સામાજિક સ્થિતિ સમજાવે છે.
    તમે
    ‘બીજ’ અને Base વિશે સારૂં અનુમાન કર્યું છે. ભાષાવિજ્ઞાન માટે base શબ્દનો અર્થ ડિક્શનરીમાં root દેખાડ્યો છે.એટલે હજી ગ્રીકમાં શું છે તે જાણવાની કોશિશ ચાલુ છે.
    દૃષદ્વતી એટલે પત્થર (દૃષદ્)વાળી. નક્કી નથી પણ આ નદી હરિયાણામાં હોવાનું વિદ્વાનો માને છે.કદાચ એ જ યમુનાનું નામ હોય. હરિયાનાની ઘગ્ઘર નદી સરસ્વતી હોવાનો પણ મત છે, પરંતુ કેટલાક વિદ્વાનો આજના અફ્ઘાનિસ્તાનની હેલ્મંડ નદીને સરસ્વતી માને છે. એ ક્યાં લુપ્ત થઈ ગઈ એ હજી નક્કી નથી થયું. (વગર પૂછ્યે સલાહ આપું છું પણ તમને વાંધો નથી).
    ’બ્રહ્મવાદીએ વિદ્યા સાથે જ મરી જવું સારું પણ ઘોર
    આપત્તિમાંએ એણે ખારી જમીનમાં વિધ્યારુપી બીજ વાવવું નહિ” જ્ઞાનના દરવાજા કેમ બંધ રાખવા એનો આ જ ઉપાય હતો. તે સિવાય સમાજમાં વર્ચસ્વ ન રહે.

    Like

    1. ભાઈ આ નદી ક્યા હશે એટલા માટે જ લખેલું કે કોઈ જાણતું હોય તો કહે.ખાસ તો આપ.મને લાગે છે અફઘાનિસ્તાનમાં સરસ્વતી હોવી જોઈએ.કારણ મધ્ય દેશ વળી બે પર્વતો વચ્ચે કહ્યો છે.ઘણી બધી વાતો અત્યારના માહોલમાં અસ્થાને છે.ખાસ એવી બધી વાતો હું ટાળતો હોઉં છું.બાકી તો બીજી મનુસ્મૃતિ ઉભી થઇ જાય.આતો મનુસ્મૃતિનો એક હાઉ છે તે ઓછો થઇ જાય કે આ કોઈ મહાન ગ્રંથ નથી.આપની વાત સત્ય છે વાચકોનું ધ્યાન દોરવું જરૂરી જ છે.કારણ પાપોના પ્રાયશ્ચિત વાળું પ્રકરણ તો ખતરનાક છે.

      Like

  2. “મતલબ મહમદ પછી મનુસ્મૃતિ લખી હશે તે નક્કી.”

    ભુપેંદ્રભાઈ, સરસ્વતી નદી આજથી 4000 વર્ષો પુર્વે લુપ્ત થઈ ગઈ. એટલે, મનુસ્મૃતિ એ પહેલા જ લખાઈ હશે.

    The wide river bed (paleo-channel) of the Ghaggar river suggest that the river once flowed full of water during the great meltdown of the Himalayan Ice Age glaciers, some 10,000 years ago, and that it then continued through the entire region, in the presently dry channel of the Hakra River, possibly emptying into the Rann of Kutch. It supposedly dried up due to the capture of its tributaries by the Indus system and the Yamuna river, and later on, additionally, the loss of water in much of its catchment area due to deforestation and overgrazing. This is supposed by some to have happened at the latest in 1900 BCE.

    Like

    1. સુંદર પુરક માહિતી.આવું જણાવતા રહેશો.તો મહમદ પહેલા જે વર્ણવ્યવસ્થા પાળતા નહિ હોય તેવા દેશોને મલેચ્છ કે યવન કહેતા હશે તે નક્કી.

      Like

      1. આ તમને કે ચિરાગને જવાબ નથી, માત્ર અમુક વાત મારા તરફથી કહું છું.
        મનુસ્મૃતિના કાળમાં યવનો (આયોનિયન એટલે કે ગ્રી્ક) અહીં આવી ગયા હતા મ્લેચ્છો પણ અહીં આવી ગયા હતા.
        એટલે મનુસ્મૃતિ સરસ્વતી હતી ત્યારે ચાર હજાર વર્ષ પહેલાં લખાઈ નથી. એનો અર્થ એ થાય કે એ ઋગ્વેદ કરતાં પણ જૂની અથવા સમકાલીન છે. મનુસ્મૃતિમાં દર્શાવેલો સમાજ ઋગ્વેદના જમાનાનો one-dimensional (એકપરિમાણી) નથી.એ તો જટિલ સંરચના વાળો સમાજ છે.એમાં ઘણી જાતિઓ છે અને ઘણા વર્ગો છે. મુખ્ય રૂપે એના કર્મકાંડને મિમાંસા સાહિત્ય સાથે સરખાવી શકય, જેમાં કર્મકાંડનું જોર છે. મનુસ્મૃતિમાં રાજાની ફરજો અને અધિકારો વિશે વાંચતાં અનાયાસ ચાણક્ય યાદ આવી જશે.
        આમ છતાં આ ગ્રંથ ઇસ્લામ કરતાં જૂનો છે.કારણ કે એમાં મુસલમાનોનો સીધો ઉલ્લેખ નથી. એટલું જ નહીં,્ખિલજીના સમયમાં મૌલવીઓએ મનુસ્મૃતિનું ઇસ્લામીકરણ કર્યું અને વિદેશી મુસલમાનોને સૌથી ઊંચા વર્ગમાં મૂક્યા (બ્રાહ્મણ માની લો). કન્વર્ટ થયેલા મુસલમાનો વિશુદ્ધ મુસલમાનની કન્યાને ન પરણી શકે (પ્રતિલોમ લગ્ન ન થઈ શકે), પરંતુ વિશુદ્ધ મુસલમાનને એનાથી નીચા કુળની સ્ત્રી સાથે લગ્નની છૂટ હતી (અનુલોમ લગ્ન)! એની રચના ગુપ્ત યુગની આસપાસ થઈ હોવી જોઈએ.

        Like

  3. dear sir,,, i think u have’t read manusmruti yet.. it is nothing but only the man made effort …

    because in this,only brahmin has all kind of freedom but shudra have not freedomm…

    eveyone is equal in the God’s eye… i m right ?

    so…why manusmruti said that shudra have no right to study,,,think sir is god want that ?

    in manusmruti,,,if a brahmin had sex with shudra the punishment is only cut off his choti…and if shudra had sex with brahmin ,,the punishment is that cut off his penis….reas in manusmruti sir…then u will realise what is it ?

    Like

    1. ભાઈલા અમે શૂદ્રો પર થયેલા જુલ્મો વિષે ખૂબ લખ્યું છે જે તમે વાંચ્યું નહિ હોય.બીજું વ્યક્તિગત સવાલો પૂછવાના રહેવા દો.અમે દલીતમાં જન્મ્યા હોત તો દલિત છીએ તેવું કહેત.મનુસ્મૃતિ વિષે મારા લેખો ચાલુ જ છે.વાચતાં રહો.

      Like

      1. dear sir, me fakt tamne puchyu tu ke jo tame tamara ek dikara na marrage ounjabi sathe agree hoy …ane bija nedalit caste ni pasand hot to tame agree thaso ? ama personal kya avyu ?

        jo tame caste system ma manta j nath to aa vato tamara mate kai na kehvay ne like dalit,rajput .

        sir,, khali lekh lakhvathi man mathi caste system dur nathi thati…jay mata di…..

        ane biju to manushmuti ae koi brahmin na man ni upaj che…

        Like

    2. પ્રિય ભાઈ મયંક
      આ લેખ વાંચ્યા પછી પણ તમારી ધારણા એવી બની હોય કે લેખકે મનુસ્મ્રુતિ વાંચ્યા વિના જ લખ્યું છે તો એ નવાઈની વાત છે. આ લેખ માત્ર મનુસ્મૃતિમાં જે છે તેનું વિવરણ છે, એનું સમર્થન નથી. ઉલટૂં, ધ્યાનથી વાંચશો તો મનુસ્મૃતિનો વિરોધ છે. તમારી સ્થિતિ સમજી શકાય છે અને અમે સમજીએ પણ છીએ.શૂદ્રો સાથે અન્યાય કરવાથી સમાજને એકંદરે નુકસાન થયું છે.
      જન્મથી શૂદ્ર હોઈએ તો જ દલિતોનું દુઃખ સમજીએ એમ કહેવાનો અર્થ તો એ થાય કે જન્મદત્ત વ્યવસ્થા સાચી છે! આમ છતા તમારા જીવનના અંગત અનુભવોનું ઘણું જ મહત્ય્વ છે. એટલે ચર્ચામાં જોડાયેલા રહો તે સૌ માટે લાભકારક છે.

      Like

        1. મયંકભાઈ,
          મારા દીકરાને પસંદ હોય તે છોકરીને હું સ્વીકારીશ. આમાં જ્ઞાતિનો સવાલ નથી આવતો.

          પણ મારો અનુભવ કહી દઉ. આજથી ૩૩ વર્ષ પહેલાં મારા એક મિત્રે એક દલિત કન્યા સાથે લગ્ન કર્યાં . એ વખતે મારા મિત્રનાં કુટુંબીજનોએ બરાબર ભાગ લીધો. અમે મિત્રોએ નક્કી કર્યું કે લગ્ન બ્રાહ્મણ પુરોહિત જ કરાવશે આનો દેખિતો હેતુ હતો. એવું સ્થાપિત કરવું હતું કે બન્ને ભાગીને કે કોર્ટમાં લગ્ન નથી કરતાં બન્નેનાં મન્ય પરંપરા પ્રમાણે લગ્ન કરાવ્યાં.અને મેં કન્યાના પિતાની ભૂમિકા ભજવી હતી.

          પણ કન્યાનાં ભાઈઓ જે બૅંક અને બીજી સરકારી ઑફિસોમાં ઉચ્ચ પદે હતા એમણે ભાગ ન લીધો. કારણ કે બહેન નાત બહાર લગ્ન કરતી હતી! આ બાબતમાં તમારે શું કહેવાનું છે? મારા આ પ્રશ્નનો જવાબ આપવા વિનંતિ છે.

          મારો બીજો એક પ્રશ્ન છે એનો પણ જવાબ આપશોઃ જેને તમે દલિત કહો છો, એમાં ઊંચનીચના ભેદ નથી? અને આવા ભેદ હોય તો શા માટે છે?બધા જ દલિતો નાતજાતના ભેદ (હોય તો એના) વિના સંગઠિત થાય એ માટે શું કરવું જોઇએ?

          Like

          1. દલિતોમાં પણ ઊંચ નીચ જ્ઞાતિના વાડા છેજ.વણકર ઊંચા ગણાતા હોય છે.પહેલા એમના વાડા દૂર થાય તે પણ જરૂરી છે.આપે દલિત કન્યાના પિતાની ભૂમિકા નિભાવી હતી જાણી ખૂબ માન ઉપજ્યું.

            Like

            1. dear sir,,,,aa unch nich je brahmano ae peda kari che ae fakt dalito ma nay pan pura hindu relegion ma che..aeni tamne pan jan che …

              brahman ae rajput karta,rajput ae vaniya karta,vania ae luharo karta,luharo ae vankaro kart uncha che….barabar ,,,

              ama dalito no vank kya che ?
              temni par aa sysytem kone thoki ? temne pote to nay j ne ..
              pehla …brahmano ae rite caste system banavi ke koi ni niche koi hoy j atle aene kadi na lage ke ae ni upar pan koi che….barabar ne,,,

              ane dalito have ek thai rahya che….ane vada pan dur thai jase sir….dalito na vada dur thase pan aa brahman,rajput,vania, na to nay thay …. kya pan jav atle tamne puche ke bhai kai nat no che ?

              nat nichi che aem kahine amne gar nathi apayu sir ae vishe tame kai kehso ?

              Like

          2. આ કોઈને જવાબ આપવા માટે કે તેમની તરફેણ કે વિરોધ માટે નથી લખતો; પરંતુ આ મારા મૌલિક વિચારો છે અને તે સામાજિક પરિવર્તન ની અવિરતતા બતાવે છે; વળી તેમાં મારા કેટલાક અંગત અનુભવો અને તારણો પણ દર્શાવવાની કોશિશ કરી છે. તમારા લેખ અને ચર્ચાને ઘણો સમય થઇ ગયો પરંતુ મારા વાંચવામાં આજે આવ્યો તેથી અત્યારે લખી રહ્યો છું.

            મનુસ્મૃતિ કે એવા પ્રકારના બીજા સાહિત્યોનો અભ્યાસ કરવાની બહુ તક તો મળી નથી; પરંતુ હા ભારતમાં (માત્ર હિંદુઓમાં નહિ) પ્રવર્તતી વર્ણ વ્યવસ્થા વિષે અભ્યાસ કરવામાં રસ ખરો અને તે વ્યવસ્થા વિષે થોડો ઘણો વાંધો પણ ખરો.

            ભારત સિવાયના પણ ઘણા બધા દેશોમાં ફરવાનું થયું છે અને મારા અંગત રસના લીધે ત્યાની સમાજ વ્યવસ્થાઓ અને વર્ણ કે વર્ગ વ્યવસ્થાઓ વિષે જાણવાનો પ્રયત્ન કરતો રહ્યો છું. મારા મતે દુનિયાના દરેક સમાજમાં વધતે – ઓછે અંશે આ પ્રકારની વ્યવસ્થા પ્રવર્તમાન હોય જ છે. ક્યાંક ધર્મના આધારે, તો ક્યાંક સામાજિક મોભાના આધારે, તો લગભગ દરેક સમાજમાં આર્થિક પરિસ્થિતિના આધારે. કદાચ તે જ રીતે પુરાણ અને વૈદિક કાળના ભારતમાં આ વ્યવસ્થાને વર્ણ-વ્યવસ્થા તરીકે વિકસાવવામાં આવી અને વ્યાપક રીતે સ્વીકારવામાં આવી.

            એક રીતે જોઈએ તો આ પણ જંગલના કાયદા જેવું જ સ્વાભાવિક છે – બળીયાના બે ભાગ. માણસોમાં જ નહિ પરંતુ પ્રાણીઓમાં પણ આ પ્રકારની વ્યવસ્થા પ્રવર્તે જ છે. જે સૌથી વધુ શક્તિશાળી છે તેને તેના મોભા પ્રમાણે શિકાર પર પ્રથમ આધિકાર છે. આંતરિક લડાઈઓ દ્વારા નક્કી થયેલ નરને જૂથની માદાઓ સાથે પ્રણયનો આધિકાર મળે છે અને તેના DNA દ્વારા તે જૂથની ભવિષ્યની પેઢીઓ આકાર લે છે. આ એક સનાતન કુદરતી વ્યવસ્થા છે. ભારતની અને જેને આજે આપણે હિંદુઓની વર્ણ વ્યવસ્થા કહીએ છીએ તે આ પ્રકારની સામાજિક રચનાનું એક structured અને જટિલ પ્રકારે વિધિવત સ્વીકારેલું સ્વરૂપ કહી શકાય.

            ઈરાનમાં (ઈરાની સભ્યતા – persian civilization – ને પુરાણકાળ જેટલી જ જૂની ગણી શકાય) કેટલાક અભ્યાસુઓને મળવાનું થયું હતું; તેમના મત મુજબ તેમના સમાજમાં પણ આ પ્રકારની વ્યવસ્થા છે અને હતી. આજના ઇસ્લામના (જેનો આધાર સમાનતા છે) જમાનામાં પણ ત્યાના સમાજમાં ઊંચ-નીચના ભેદભાવો છે જ અને તે પણ કુળના આધારે; નહિ કે માત્ર આર્થીક પરિસ્થિતિને આધારે!! તે જ રીતે સાઉદી અરબમાં પણ ઊંચા કુળના આરબો નીચા કુળના આરબો સાથે રોટી-બેટી તો ઠીક પણ સાથે કાવો કે હુક્કો પીવાના સંબંધ પણ નહિ રાખે. તેમને નીચા ગણવામાં આવતા હતા અને હજુ પણ ગણવામાં આવે છે. આર્થિક રીતે તેઓ સધ્ધર થઇ ગયા હોય તો પણ તેમને ઉચ્ચ કુળના લોકોમાં સ્થાન નથી મળી શકતું!! આજ પ્રકારની પરિસ્થિતિ ઘણે ભાગે અગ્નિ – એશિયાના અને પૂર્વના દેશોમાં પણ પ્રવર્તે છે. જો કે તે માટે દલીલ કરી શકાય કે ત્યાના સમાજ પર હિંદુ ધર્મનો ઘણો વધારે પ્રભાવ છે. પરંતુ યુરોપના સમાજની પરિસ્થિતિ પણ આપણા જેવી જ છે. જે સમયે સમાજના જે વર્ગનું વર્ચસ્વ હોય તે અધિપત્ય જમાવવા સમાજ વ્યવસ્થાને પોતાની રીતે નિયમબદ્ધ કરવા પ્રયત્ન કરે જ છે.

            જે સમયમાં ભારતની વર્ણવ્યવસ્થાને આ પ્રકારનું સ્વરૂપ આપવામાં આવ્યું હશે તે સમયમાં બ્રાહ્મણોની (અથવા તો કહો કે કોઈ એક ચોક્કસ વ્યવસાયમાં પ્રવૃત વર્ગ – કે જે પછીથી બ્રાહ્મણ તરીકે ઓળખાયો) સમાજમાં બોલબાલા હોવી જોઈએ અને જંગલના કુદરતી કાયદા મુજબ જ તેમણે પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે પોતાના આધિપત્ય નીચે રહેલ સમાજને કાયમ માટે ગુલામ બનાવી રાખવા માટે આ પ્રકારની વ્યવસ્થા બનાવી. જે વ્યવસ્થા તે સમયના સમાજમાં (મને-કમને) સ્વીકારાઈ અને જે તે વર્ગનું આધિપત્ય કાયમ રહ્યું!! આ આધિપત્ય આજ દિન સુધી વધતે ઓછે અંશે છે અને તેને હજુ પણ કાયમ રાખવા માટેના ધમપછાડા પણ ચાલુ જ છે.

            આ પ્રકારની વ્યવસ્થાને તમે કે હું કે માનવ સમાજનો કોઈ પણ સભ્ય મિટાવી શકે તેમ નથી (અહી વર્ણ વ્યવસ્થાનો પક્ષ ખેચવાની વાત નથી); કારણકે કુદરતી ન્યાય મુજબ જે શક્તિશાળી છે (નર કે માદા; બ્રાહ્મણ કે શુદ્ર, ગરીબ કે તવંગર, રાજા કે ભિખારી, જ્ઞાની કે મુર્ખ) તે સમાજમાં ઉભરીને બહાર આવશે જ અને સમાજના બાકીના સભ્યો તેની માત્ર નોંધ જ નહિ લે પરંતુ તેને પૂજશે અને અનુસરશે પણ ખરા. તમે પુરાણા ઇતિહાસમાં; નજીકના ઇતિહાસમાં કે પછી વર્તમાન સમયમાં પણ તેના ઘણા ઉદાહરણ જોઈ શકશો. આજે આપણે ચતુર્વર્ણ વ્યવસ્થાને મિટાવી દઈશું તો કાલે નવા પ્રકારની વ્યવસ્થા અસ્તિત્વમાં આવશે જે બળિયાને વધારે બળવાન અને કચડાયેલાને વધુ નીચો બનાવવા માટેની નવી machinery હશે; કારણકે કુદરતના કાયદાને કોઈ ઉવેખી શકવાનું નથી!!

            જરા નજીકના ઇતિહાસમાં નજર કરો – સોવિયેત રશિયાના સમાજમાં (કે જ્યાં સામ્યવાદ પ્રચલિત હતો) કામગારનું મહત્વ ઇજનેર કે ડોક્ટર કરતા વધારે હતું. સામાજિક મોભાની વ્યાખ્યા જ બદલાઈ ગઈ હતી!! તે જ રીતે મારા અંગત અનુભવ પ્રમાણે સદ્દામના સમયના ઈરાક (કે જે દુનિયાની સૌથી પ્રાચીન સભ્યતાઓ માનો એક પ્રદેશ છે; જ્યાં અરેબીક ભાષાને એક મોભો મળ્યો અને તે શુદ્ધતાનું સ્વરૂપ પામી)માં મારા એક મિત્ર કે જે orthopedic ડોક્ટર છે તેમણે ડોકટરી છોડીને trading નો વ્યવસાય અપનાવ્યો હતો; કારણકે તેમણે ડોક્ટર તરીકે સરકારી હોસ્પિટલમાંજ સેવા આપવી પડે અને તેમનો તે સમયનો પગાર મહીને માત્ર પાંચ (U S ) ડોલર હતો. પરંતુ ધંધો કરનારને આવા પ્રકારના કોઈ restrictions નહોતા. આ પણ બળીયાઓની બનાવેલી સમાજ વ્યવસ્થાનું ઉદાહરણ ગણી શકાય. તે જ રીતે ખ્મેર-રૂઝના કમ્બોડિયા (જ્યાં દુનિયાનું સૌથી વિશાળ પ્રાચીન હિંદુ મંદિર આવેલું છે)માં દરેક બુદ્ધિશાળી (જેવા કે પ્રોફેસર, ડોક્ટર, ફિલોસોફર વગેરે) માણસને બળજબરી થી ખેતરોમાં કામ કરવા માટે જોતરી દીધા હતા. અહી પણ બળવાન બની બેઠેલા લોકોએ પોતાની રીતે સમાજ વ્યવસ્થાને મારી મચેડી ને બદલવાનો પ્રયત્ન કર્યો તે દેખાય છે.

            આમ ભારતની (કે જેને ભારતમાં પ્રથમ મુસ્લિમો; ત્યારબાદ મીશનરીઓ અને તે પછી આવેલ યુરોપના વેપારી-શાસકો એ હિંદુ સમાજની ગણાવી) વર્ણ વ્યવસ્થા મનુષ્યની કુદરતી જીજીવિષાનો જ એક ભાગ છે અને તે દરેક સમાજમાં પ્રચલિત છે. તેનો વિરોધ (અને સ્વીકાર પણ) આવકાર્ય જ છે; પરંતુ તે વિશેની ઘસાતી કે તેને કારણે સમગ્ર સમાજ વ્યવસ્થાને ઉતારી પાડતી ટીપ્પણી અયોગ્ય છે. આપણે એ સમજવું જોઈએ કે આ પ્રકારની સમાજ વ્યવસ્થાનો ખુલીને વિરોધ કરવાની આપણને છૂટ હોવી તે જ આ સમાજ વ્યવસ્થાનું સૌથી મહત્વનું પાસું છે. (અને કદાચ આ જ કારણે આ સમાજ વ્યવસ્થા આજ સુધી પ્રવર્તમાન છે; બાકી આગળ વર્ણવ્યા તે બધા ઉદાહરણોમાં સમાજ વ્યવસ્થાઓ પડી ભાંગી; કારણકે તેમાં નવા વિચારોને સ્થાન ના હતું). ચાતુર્વર્ણ સમાજ વ્યવસ્થા ને જે લોકો બ્રાહ્મણ – કેન્દ્રિત સમાજ વ્યવસ્થા માને છે તેમણે; વ્યવસ્થામાં વર્ણવ્યા પ્રમાણેના બ્રાહ્મણ જેવા (માત્ર જ્ઞાન અને બુદ્ધિશક્તિમાં જ નહિ પણ તેના જેવા ખંધા અને પોતાનો સિક્કો ખરો કરી બતાવનારા પણ) બન્યા પછી પણ જો પોતાનો તે મુજબનો સ્વીકાર ના થાય તો સાચે-સાચ બ્રાહ્મણ વિરોધી લડત ચલાવવી જોઈએ. પરંતુ મોટા ભાગના લોકો પોતાની ઉંચાઈ (કે નીચાઈ) પર રહીને જ શિખર પરના ફળો પામવા માંગે છે – જે દેખીતી રીતે જ શક્ય નથી. ફરી એકવાર જણાવી દઉ કે મારો આ વ્યવસ્થાની તરફેણ કરવાનો કોઈ જ ઈરાદો નથી કે તેના દુષણો ને કારણે કચડાયેલ કે દુભાયેલ લોકોને જુઠ્ઠા ઠેરવવાનો પણ પ્રયત્ન નથી. તેમના માટે હમદર્દી છે જ અને તેમની સાચી લડત માટે પણ માન છે. પરંતુ સિક્કાની બીજી બાજુ એ પણ છે કે સમાજ વ્યવસ્થાના ચુપચાપ હિસ્સા બનીને તેમણે પણ આ પ્રકારની સમાજ વ્યવસ્થાને પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે પણ આ વ્યવસ્થામાંથી બહાર આવવાને બદલે તેને સ્વીકારી પોતાને ભાગે આવતા લાભો મેળવવાનું ચાલુ રાખ્યું જ હતું. તેમને પણ તેમનું survival અને security આ વ્યવસ્થામાં જ દેખાઈ હતી અને તે પ્રમાણે વર્તીને તેમણે પોતાના અસ્તિત્વને કાયમ રાખ્યું હતું.

            હવે જો તે કહેવાતો કચડાયેલો કે દુભાયેલો વર્ગ સમાજમાં ખરેખર ઊંચું સ્થાન પામવા માંગતો હોય તો તેમણે એવા પ્રકારની ઉંચાઈ પર આવીને રહેવું પડશે. ત્યાં પહોચતા સુધીમાં તેમને ઘણા અવરોધો નડશે; જે આ જગ્યાએ બેઠેલા છે તેઓ સહેલાઈથી તેમનું સ્થાન છોડવાના નથી!! તેમની સાથે સંઘર્ષ કરીને, સીધી લડત આપીને, સમાજની સમક્ષ પોતાની સર્વોપરિતા સાબિત કરીને જ આ સ્થાન મેળવી શકાય છે. અને આ વાતને સમજનારાઓએ ઉચ્ચ સ્થાન મેળવેલું જ છે. ડો બાબા સાહેબ આંબેડકર તેનું દેખીતું ઉદાહરણ છે. પરંતુ બાબા સાહેબની આંગળી પકડીને કે તેમની પીઠ પર સવાર થઈને આખો સમાજ કાઈ તેમના જેટલી ઉંચાઈ એ ન બેસી શકે; તેને માટે તો બાબા સાહેબ જેટલી ઉંચાઈ પણ મેળવવી પડે. વર્ણવ્યવસ્થાને ભાંડવાને બદલે તેને પોતાની રીતે બદલીને તેનો લાભ ઉઠાવવો તે જ ‘જંગલ કાયદા’ને માન આપીને કુદરતી રીતે સ્થાન પ્રાપ્ત કર્યું ગણાશે.

            શુદ્ર સમાજે ભારતમાં સહેવા પડેલા ધુત્કાર કે તિરસ્કારને આ લડતનો જ એક હિસ્સો ગણી શકાય; જે વર્ષોથી ચાલી આવેલ છે અને આ લડત કદાચ બીજા ઘણા દાયકાઓ સુધી ચાલતી રહેશે. કારણકે કોઈ પણ બદલાવ અચાનક નથી આવી જતો કે તેને માટે કોઈ ગુરુ ચાવી પણ નથી હોતી!!

            અને જો સાર્વત્રિક રીતે આજની પરિસ્થિતિ જોઈએ તો આપણે સમજી શકીએ કે આ સમાજમાં હવે બ્રાહ્મણ કે શુદ્ર જેવા વિભાજનનું મહત્વ નથી રહ્યું; અથવા તો તે ધીમે ધીમે ખતમ થતું જઈ રહ્યું છે. તમે કોઈ બ્રાહ્મણ યુવાનને પટાવાળા કે ડ્રાઈવરની નોકરી કરતો જોઈ શકો છો જે ભલે જન્મે બ્રાહ્મણ છે પરંતુ કર્મે તો શુદ્ર જ છે; અને સમાજ માં (અરે તેના પોતાના સમાજમાં પણ) તેનું સ્થાન પણ શુદ્ર જેવું જ છે!! તે જ રીતે કોઈ દલિત વ્યક્તિ પોતાની આવડત અને સૂઝ બુઝ ના જોરે શિક્ષક બની શકે છે અને તેનું સ્થાન પણ (જો સાચો શિક્ષક હોય તો) સમાજમાં ગુરુ જેટલું જ પૂજનીય થઇ શકે છે!! આમ આ કહેવાતી વર્ણ વ્યવસ્થાને આપણે હવે નવી રીતે અને નવી દિશામાં ફેરવવાની શરૂઆત કરી જ દીધી છે.

            પાછા મનુસ્મૃતિ પર આવીએ તો; તે જે તે સમયનું સાહિત્ય હતું અને તેના પર તે સમયની સામાજિક અને રાજકીય પરિસ્થિતિની અસર હોય તે બની શકે છે અને સ્વીકાર્ય છે. તે ઉપરાંત તેમાં દર્શાવેલ universal સામાજિક નીતિ નિયમો આજે પણ પ્રવર્તમાન હોઈ શકે છે; અને તે આપણે સ્વીકારવા પણ જોઈએ. બાકી તેનું અર્થઘટન કોઈ પોતાની રીતે કરીને પોતાના ફાયદા કઢાવવા માંગે અને તેમાં સફળ થઇ જાય તો તે તેનું સદનસીબ (કે બદનસીબ) કે પછી તેની ખાસ આવડત કહી શકાય. જે બ્રાહ્મણો સદીઓ થી કરતા આવ્યા છે; હવે બાકીના વર્ણો નો વારો છે. Keep it up !

            By the way, હું જન્મે અને કર્મે વૈશ્ય છું અને સમાજમાં તે પ્રમાણેનું સ્થાન જ ધરાવું છું; અને તેને સ્વીકારીને તેમાં સુખી રહેવું તે મારા survival માટે જરૂરી પણ છે. After all, I am also a social animal.

            Like

            1. વત્સલ ભાઈ ખૂબ સુંદર. મેં પણ મેમ્લ્બ્રેઈન વિષે ઘણા બધા લેખ લખ્યા છે. બે મેમલ ભેગા થાય એટલે કોણ ઉંચો તે સાબિત કરવાનું શરુ. કેટલાક લોકોએ પ્રથમ રહીને ડોમિનન્ટ બનીને સર્વાઈવ થવાનું શોધી કાઢ્યું તો કેટલાક લોકોએ સબમિટ થઈને. આપનો ખૂબ ખૂબ આભાર.

              Like

              1. શ્રી રાઉલજી,
                તમારા બ્લોગ પર મને લખવાની તક મળી તે માટે તમારો પણ આભાર. આ પ્રકારના બૌદ્ધિક-તાર્કિક વાત સમજાવનારા બ્લોગ ઘણા ઓછા હોય છે. તેમાં પણ મૌલિક વિચારો તો ઘણા ઓછા દેખાતા હોય છે. તમારા બ્લોગને હવે નિયમિત વાંચવાની મજા આવશે. આભાર સહ.

                Like

                1. ભાઈશ્રી વત્સલભાઈ, તમારો લેખ વાંચ્યો. એના જવાબ રૂપે તો નહીં પરંતુ ચર્ચાની પ્રક્રિયાને આગળ વધારવા માટે અહીં એનો પ્રતિભાવ આપું છું .પરંતુ એના માટે મારા બ્લૉગ પર આવવાનું ફાવશે?
                  આ રહી લિંકઃ

                  Manusmriti ane Jaatio-no udbhav

                  હમણાં મયંકભાઈ પરમાર દેખાતા નથી. હું તો ઇચ્છું છું કે એમનું પણ આ લિંક પર ધ્યાન જાય.

                  Like

  4. મનુ સ્મૃતિ અશોક રાજા પછી લખાય છે. તેમાં વેદના ઘણા બધા શ્લોકને તોડી મરોડીને રજુ કર્યા છે તે પણ પાણિનીના વ્યાકરણ મુજબ. પાણિની થયો ઈ.પુ. ૭૦૦ તેમજ બધા પુરાણ પાણિનીના વ્યાકરણ થી સંબધ્ધ જ છે. વેદની ભાષા અલગ છે. જે બોલચાલ અને લોક બોલી માં પ્રવિશ્ટ સંસ્ક્રુત ભાષા જ છે. સંસ્કૃત એટલે વેલ ફાઈનેસ્ટ કે વેલ કે હાઈલી ડેવલપ વીથ એક્ઝેક્ટ ગ્રામર અને ફોનેટીઝ્મ (છંદ ). તેનુ મુળ કૃ શબ્દ ધાતુ છે. ભારત નો ઈતિહાસ અભ્યાસવા માટે ભાષાનો અભ્યાસ જરુરી છે. આના થી સાવ સ્પષ્ટ થઈ જશે કે કેટલુ ખરુ ને કેટલુ વ્યંજનાત્મક છે. ૨૫૦૦ થી વધુ વર્ષ સુધી બ્રાહ્મણ લોકો એ ભારત માં રાજ કર્યુ. રાજ કરવામાં સરલતા રહે અને લોકો ને દાબ માં રાખી શકાય તે હેતુથી આવી આચાર સંહિતા અમલમાં મુકી જે આગળ જતા ગ્રંથસ્થ થઈ ને આપણા સૌ ના લોહી પીવા લાગી. અને વિભાજીત કરવા અને વોટ બેંક ની મોટી ધરોહર બની ગઈ. પુરાણ ના તમામ મુકતક ને શ્લોક કહેવામાં આવે છે અને વેદ અને વેદોકત સંહિતાના કપલેટ ને સુકત કે સુત્ર કહેવા મા આવે છે. અને જે તે સમય મા આંતર જ્ઞાતિ ય લગ્ન વ્યવસ્થા હતી. અને દુર ના અને અજાણ્યા ગોત્ર સાથે લગ્ન કરવાની વાત વેદ અને જ્યોતિષ અને અન્ય વેદોકત સંહિતામાં આવે છે. ( આદેશાત્મક નહી) .

    Like

  5. બ્રાહ્મણ સિવાય કોણ ભણવા
    જતું?…………………………………………..Sanskrit was taught to Brahmins only and other tribes has no educational rights.All scriptures mention giving donations to Brahmins so they don’t have to work hard in the fields.Do you see any other tribe-priests in temples?

    See what Dronacharya did to Eklavya!

    Like

      1. તમારી કૉમેન્ટ બહુ વેધક અને અર્થગંભીર છે! એક વર્ગ તો અંગ્રેજીમાં આગળ વધતો જ રહેશે અને પોતાના માટ ‘અનામત’ જગ્યાઓ ઊભી કરતો રહેશે.

        Like

Leave a comment