શાહજહાં-Mammalian ટ્રેજેડી. Hard Truths About Human Nature.

શાહજહાં-Mammalian ટ્રેજેડી. Hard Truths About Human Nature.

શાહેજહાંનો કરુણ ઇતિહાસ આપણે જાણીએ છીએ. એના દીકરા ઔરંગઝેબે એને નજરકેદ કરી  રાખેલો આગ્રાના લાલ કિલ્લામાં. ત્યાંથી સામે યમુના કિનારે દેખાતા તાજમહાલને આખો દિવસ  જોયા કરતો, જ્યાં એની પ્રિય પત્ની સદાને માટે પોઢી ગઈ હતી. એના બીજા દીકરાઓને એનાં એક  દીકરા ઔરંગઝેબે કતલ કરી નાખેલા અને પિતાને નજરકેદ કરી દિલ્હીની ગાદી કબજે કરી લીધી  હતી. ઔરંગઝેબ આવું કેમ કરી શક્યો? અકબર સામે જહાંગીરે બળવો કરેલો, શાહજહાએ જહાંગીર  સામે બળવો કરેલો. અને શાહજહાં સામે ઔરંગઝેબે બળવો કર્યો. mammals  એટલેકે સ્તનધારી સર્વાઈવ સ્કીલ શીખે છે એમના બચપણ દરમ્યાન. mammals બચપણથી મળેલા અનુભવો દ્વારા જીવનમાં સર્વાઈવ થવાની  કરામતો શીખતા હોય છે. એટલે જે અનુભવો નાનપણમાં થયા હોય તેનું  બેજીક વાયરિંગ (cortex) કોર્ટેક્સની અંદર ગૂંથાઈ  જતુ હોય છે, જે આખી જીંદગી કામ આપતું હોય છે. આ  વાયરિંગ ગૂંથાતા બહુ લાંબો સમય લેતું હોય છે. માટે માનવજાતનું બાળપણ બીજા પ્રાણીઓની  સરખામણીએ ખૂબ લાંબું હોય છે.
જે ન્યુરલ સર્કિટ આપણે ખૂબ લાંબો સમય લઈને બનાવી હોય તે  એકદમ ફેંકી શકાતી નથી. આ સર્કિટ આખી જીંદગી સેવા કરતી હોય છે. આની જાળ બહુ જટિલ હોય  છે, અને મોટાભાગના સ્તનધારી એની નિશ્રામાં મરણ પામતા હોય છે. ગમેતેટલી સલાહ આપો પણ  કેટલાક માણસો ધૂમ્રપાન છોડી શકતા નથી, કે જ્યારે ભ્રષ્ટાચાર કરવાની તક પ્રાપ્ત થાય  છે ત્યારે કાયદાની અવગણના કરે છે. આ બધી સર્વાઈવલ ટેકનીક્સ આપણે સખતપણે પકડી રાખીએ  છીએ છો ને ઘણીવાર તે ફાયદાને બદલે નુકશાન કરતી હોય.  કારણ આપણે તે બચપણમાં શીખ્યા  છીએ. આપણી માનસિકતામાં જડાઈ ગઈ હોય છે.
મોટાભાગે મુઘલ બાદશાહો  નાનપણથી આજ સર્વાઈવલ ટેકનીક્સ અજાણ રીતે અચેતન રૂપે શીખ્યા હતા. પિતા સામે બળવો  કરો, ભાઈઓને મારી નાખો અને રાજગાદી કબજે કરો. હાલનું સરસ ઉદાહરણ બેનજીર ભુટ્ટો છે. એના  પિતાએ ખૂબ ભ્રષ્ટાચાર કર્યો, એમને લટકાવી દીધા, બદલો લેવા તેણે પણ ગાદી કબજે કરી  અનેકગણો ભ્રષ્ટાચાર કર્યો અને તેનું પણ મોત થયું, હવે તેમના પતિ પણ એજ માર્ગે  છે, કહેવાય છે વારંવાર સ્વીત્ઝર્લેન્ડની મુલાકાત લેતા હોય છે.
આપણે ગમેતેટલી સદાચારની વાતો કરીએ, ધર્મધ્યાન કરીએ, ટીલા ટપકાં કરીએ, મંદિરો  બાંધીએ, કરોડો સંતો પેદા કરીએ પણ ભ્રષ્ટાચારમાં આપણે નંબર વન કેમ છીએ? બચપણથી  કોર્ટેક્સમાં જો વાયરિંગ કરીને બેઠાં હોઈએ છીએ. આપણે દુકાન ઉપર ગ્રાહકોને છેતરીએ  છીએ, બાળકો જોતા હોય છે. આપણે નોકરી ઉપર ઉપરના પૈસા લીધા વગર કામ કરતા નથી, બાળકો  સમજતા હોય છે. આપણે સવારની શરૂઆત ભગવાનને પ્રસાદ ધરાવી સાથે ભ્રષ્ટાચારની શરૂઆત કરતા  હોઈએ છીએ, બાળકો રોજ જોતા હોય છે, એમાં જોડાતા હોય છે. આપણે સર્વાઈવ થવા જૂઠું બોલતા  હોઈએ છીએ, બાળકો નિરીક્ષણ કરતા હોય છે. આપણે કોઈનો ફોન આવે તો ઘરમાં નથી એવું કહી દે  તેવી આજ્ઞા બાળકોને કે પત્નીને કરીએ છીએ, તે બાળકો અચેતન મનમાં ગ્રહણ કરતા હોય  છે. આપણે ધર્મની પૂંછડી બની આખો દિવસ ફરતા હોઈએ છીએ અને લોકોના લોહી ચૂસતા શરમ  અનુભવતા નથી તે, બાળકો ગાંઠે બાંધી લેતા હોય છે. આપણે ડુંગળી લસણ ખાતા નથી અને બેંકો  ખાઈ જઈએ છીએ તે સર્વાઈવલ સ્કીલનું વાયરિંગ બાળકો એમના કોર્ટેક્સમાં કરતા જતા હોય  છે. બાળક લગભગ ૨૦ વર્ષનું થાય ત્યાં સુધી આ બધી ટેકનીક્સ શીખી ચૂક્યું હોય છે, પછી  આખી જીંદગી અવશપણે એને અનુસરતું હોય છે.
આપણે સંતો સાધુઓ પેદા કરીએ છીએ તે પણ એક  સર્વાઈવલ સ્કીલ છે. વગર મહેનતે રોટલા રળવાની સ્કીલ છે. આપણે વારસાગત ગાદી મેળવી વગર  કષ્ટ પામ્યે સર્વાઈવ થતા ભ્રષ્ટ સંતો, સાધુઓ અને મહારાજોની એક શ્રુંખલા પેદા કરી  ચૂક્યા છીએ. સંતો પોતેજ ભ્રષ્ટ છે, પ્રજાને શું શીખવશે? આજ ભ્રષ્ટ સંતોના પગ પકડી આપણે  સર્વાઈવ થવું છે તેમાં બાળકોને પણ જોડીએ છીએ, સારા સંસ્કારના બહાને.કોઈક ભાગ્યેજ વીરલો એવો હોય કે યુવાનીમાં નવું વાયરિંગ કરી  શકે.એના માટે મક્કમ મનોબળ જોઈએ,નવી સર્વાઈવલ સ્કીલ પેદા કરી શકે.એના માટે એને ખૂબ  મહેનત કરવી પડે છે.નવો ન્યુરલ હાઈવે બનાવવો ખૂબ હાર્ડ વર્ક માંગી લેતો હોય છે.આવા  લોકો તક મળે છતાં લાંચ લેતા નથી.તક મળે છતાં ભ્રષ્ટાચાર કરતા નથી.
ભારતમાં કેટલા બધાં સમાજ સુધારકો પેદા થયા?ગાંધીજી,વિવેકાનંદ,રામ મોહનરાય આવા અનેક લોકે કોર્ટેક્સમાં નવું વાયરીંગ કર્યું અને પ્રજાને નવું વાયરીંગ કરવા ખૂબ શિખામણ આપી.પણ આ લોકો દરેકના ઘરમાં જઈને તો ના રહી શકે કે નાના બાળકોનું વાયરીંગ બદલાઈ જાય?આપણી સર્વાઈવલ સ્કીલ જ એવી છે.જુઓ આશરે ૧૨ મી કે ૧૩ મી સદીથી મુસ્લિમ આક્રમણકારો ભારત ઉપર જુલમ કરવા લાગ્યા હતા તે છેક ૧૭ મી સદીમાં ઢીલા પડ્યા.આ ગાળા દરમ્યાન ભક્તિ મુવમેન્ટ ખૂબ ચાલી.સેંકડો ભક્તો ભગવાનને પોકારો કરતા પેદા થયા.ભયંકર આક્રમણો અને તકલીફોના સમયે આપણે યોદ્ધાઓ પેદા કરવાને બદલે ભક્તો પેદા કર્યા.જેના દાદા કોઈ ઘોડેસવારની  રૂપિયાની પડી ગયેલી થેલી પાછી આપવા માઇલો સુધી એની પાછળ દોડ્યા  હોય તેમના સંતાનો પાસેથી ભ્રષ્ટાચારની અપેક્ષા કઈ રીતે રાખી શકાય??આ સૌરાષ્ટ્રમાં બનેલી સત્ય ઘટના છે. એમના સંતાનો આજે પણ ભ્રષ્ટાચાર કરી શકતા નથી..
Ref -Dr. Loretta Graziano Breuning –આ મહિલાની સેવા ભારત સરકારે લેવા જેવી છે, ભ્રષ્ટાચાર દુર કરવા બાબતે.

Dr. Loretta Graziano Breuning is Professor Emerita  of International Business at California State University, East Bay, where she  taught for 20 years. She specializes in bribery practices around the globe, and  has consulted with the U.S. State Department and the Department of Commerce.

25 thoughts on “શાહજહાં-Mammalian ટ્રેજેડી. Hard Truths About Human Nature.”

  1. શ્રી ભૂપેન્દ્રસિંહ,

    એકદમ ક્રમસર અને સચોટતાથી તમે આખું મનશાસ્ત્ર સમજાવ્યું છે. અમારે ખેતીશાસ્ત્રમાં ક્રોસ–બ્રીડીંગમાં વારસાગત ઉતરતા સંસ્કારોનું ગણિત શીખવાનું આવતું. સેવન લૉઝ ઓફ સક્સેસ નામની ચોપડીમાં પણ એક સરસ દાખલો આપેલો છે. સુઘરી જેવા એક પક્ષીયુગલને એકાંતમાં રાખવામાં આવેલું. એને માળો બનાવવાની કોઈ જ સામગ્રી અપાઈ નહોતી. એનાં બચ્ચાંઓને પણ એ જ રીતે રખાયાં. સાત પેઢી સુધી આમ કરવામાં આવ્યા બાદ પછીની એક પેઢીનાં કપલને માળો બનાવવાની સામગ્રી એ કેદમાં જ આપવામાં આવી તો એમણે સુંદર માળો બનાવ્યો !! લોહીના સંસ્કારોની વાત તમારી સાવ સાચી છે.

    આ સંસ્કારોથી ઉફરાં ચાલવા માટે મુખ્ય મદદ નવા વાતાવરણની થોડીઘણી મળી શકે. એમાંય નાનપણથી સારા મિત્રો મળે, સારા શિક્ષકો મળે, મોસાળ તરફથી કોઈ તેજસ્વી પાત્રનો વારસો મળે તો નવું વાયરીગ થવાની શક્યતા વધી જાય છે. અને આવા નવા વાયરીંગનીય વ્યવસ્થા કુદરત કર્યા જ કરતી હોય, નહીંતર સાત પેઢીએ પણ સારા કુટુંબને ખરાબ થવાનો કે ખરાબ કુટુંબને સારા થવાનો ચાન્સ ન જ મળે. કુદરતને એ મંજૂર પણ ન જ હોય.

    એક બીજી વાત. સંતો/સાધુ/બાવા વગેરેનો એક ક્રમ રાખવો જોઈએ. ઉત્તમ, સારા, ખરાબ એમ કક્ષા જો જળવાય તો સંતને અને બાવાને અલગ રાખી શકાય. સંત શબ્દનું બહુ મોટું સ્થાન છે. યોગમાર્ગમાં એમ કહેવાય છે કે, પાંચ ચક્રો વટાવ્યા પછીની સ્થિતિએ પહોંચેલા યોગીની કક્ષા સંતની હોય છે. એટલે સંત વગેરેને બાવા વગેરે સાથે લખાણની ઉતાવળમાં મૂકી દેવાથી ભારે ગેરસમજ થવા સંભવ છે.

    છેલ્લે, “યોદ્ધાઓ પેદા કરવાને બદલે આપણે ભક્તો પેદા કરવાની ભૂલ કરી”વાળી વાત અંગે વિચારવા જેવું છે. આજના ભ્રષ્ટાચારના વાતાવરણને લીધે આપણા સદીઓના પાછલા ગાળાને પણ આજના જેવો જ ગણી લેવો બરાબર ગણાય ? જે દેશોએ યોદ્ધાઓ જ પેદા કર્યા એમના ઈતિહાસો ઉત્તમ જીવનરીતિઓથી અને સુખોથી ભરેલાં છે એમ કહી શકાશે ? ભક્તો પેદા કરનારા દેશો સાવ ખાડે જ ગયા છે એમ કહી શકાશે ?

    કુદરત પાસે એક બેલેન્સની તાકાત હોય છે. એ ભારતને પણ ક્યારેક ખાડે નાખે છે તો ઉત્તમ વિદ્યાપીઠો આપનાર દેશોમાં આતંકવાદીઓ પેદા કરે છે ! એ જ રીતે ખરાબ કહેવાય તેવા દેશોમાં આગળ જતાં ક્યારેક ઉત્તમ પરિસ્થિતીનું વાતાવરણ પણ લાવી આપે છે. (આ કુદરત એટલે કોઈ ચમત્કાર કે કર્મના સિદ્ધાંતવાળી વાત ન સમજવી.)

    ગાંધી તો શું, કૃષ્ણ પણ પોતાના જ માણસોથી મર્યા હતા. એટલે આ બધું તો બનતું જ રહેવાનું. સંતો શું કે ભ્રષ્ટો શું, એ બધાં તો આવતાં જ રહેવાના. આપણે તો તમે જેમ સતત ચીવટથી, દાઝથી, નિષ્ઠાથી લખતા રહો છો તેમ મથતાં રહેવાનું – જાગૃતિપૂર્વક.

    ઘણી વાર આ નિષ્ઠાની સાથે સાથે ચર્ચાના ચાકડે ક્યારેક અતિરેક પણ થાય તો તેનેય વારતા રહેવાનું.

    નેટની દુનિયા નવી છે. એને નવેસરથી જ વાયરીંગ કરવાનું છે. ભલે સંસ્કારો જૂના છે પણ માધ્યમ તો નવું જ છે. એના વાયરીંગ માટેની તમારી નિષ્ઠાને હું સદાય સલામ ભરીશ.

    Like

  2. બાળપણના સંસ્કારો વિશે વાંચ્યું તો હતું કે ઘરમાં જેવા સંસ્કાર મળે તેવાં બાળકો તૈયાર થાય, પરંતુ સર્વાઇવલ સ્કિલ્સના સંદર્ભમાં નહોતું વિચાર્યું. તમે નવું તત્વ ઉમેર્યું છે.
    આમ છતાં, તમારા માર્ગદર્શનની અપેક્ષાથી એક-બે મુદ્દા રજૂ કરૂં છું, એને તમારા મુદ્દામાં શંકા તરીકે ન લેશો.
    આપણને ભારતીયોને જ શા માટે સર્વાઇવલ સ્કિલ તરીકે લાંચ રુશ્‍વતની જરૂર જણાય છે? આપણે શા માટે કાયદા તોડવા વધારે તત્પર હોઇએ છીએ?
    આના ઉપરથી એક વાત યાદ આવી. ૧૯૭૮માં લેનિનગ્રાદ (હવે સેન્ટ પી્ટર્સબર્ગ)માં ઝાર પીટરના મહેલમાં મારી પત્ની અને એક વર્ષની દીકરીને એક ફુવારા પાસે ઘાસમાં ઊભા રાખીને ફોટો પાડતો હતો, ત્યારે અમારા જેવી જ એક રશિયન મહિલા ટૂરિસ્ટે મને રોક્યો અને (રશિયનમાં) કહ્યું કે “ઘાસને પગથી છુંદાય નહીં”.મને શરમ આવી અને મેં મૂકી દીધું.
    દિલ્હીમાં મને કોઈ સામાન્ય નાગરિકે રોક્યો નહોત (જેમ હું પણ રોકતો નથી!). હું પણ એમ વિચારત કે ખોટું તો છે, પણ ચાલે…!
    આવી મૂલ્યો પ્રત્યેની ઉપેક્ષાનાં કારણો શું? એ બધું આપણી સર્વાઇવલ સ્કિલમાં કેમ સામેલ થઈ ગયું?
    સર્વાઇવલ સ્કિલની વાત તો સમજાઇ, પણ એ શી રીતે ઘડાય છે તે સમજવામાં તમારી મદદ જોઈશે.

    Like

    1. બાળક શીખે છે બધું જોઈને અને સાંભળીને.જન્મ પહેલાથી ગર્ભમાજ શીખવાનું સાંભળવાનું શરુ થઇ જતું હોય છે.એ જુએ છે,સાંભળે છે,ચાખે છે અને નકલ કરે છે.આપણને સારું નાગરીકશાસ્ત્ર કોઈ શીખવતું જ નથી.સ્કુલોમાં પણ એની ઉપેક્ષા કરવામાં આવે છે.અહીં સ્કુલોમાં બધું શીખવાય છે,માબાપ પાસેથી શીખવાય છે.ઘાસને પગથી છુન્દાય નહિ તે પેલીને એના માબાપ કે શિક્ષકે શીખવ્યું હશે.સર્વાઈવલ સ્કીલ તરીકે એકલા ભારતમાં લાંચ રુશ્વત છે તેવું પણ નથી.વધતે ઓછે અંશે બધેજ ચાલે છે.મૂળે તો આવા મુલ્યોની ઉપેક્ષા થાય છે કે કોઈ શીખવતું નથી.અહીં પૂજા પાઠ મંદિરમાં જવું,દેવલા નવડાવવા,આ ખવાય આ ન ખવાય એવુંજ શીખવાય છે.કોઈ નૈતિક મૂલ્યો ઘરમાં શીખવતું નથી.

      Like

      1. ‘કોઈ નૈતિક મૂલ્યો ઘરમાં શીખવતું નથી.’– જો કે અપવાદો બધે હોય પણ તે બાદ રાખતા આપની આ વાત શાથે ૧૦૦% સહમત છું. નાના નાના નૈતિક મુલ્યોની ઉપેક્ષાનું ઘડતર આપણે ત્યાં ઘરમાંથી જ થાય છે. મારે ભારે દુઃખ શાથે એકાદ ઉદાહરણ આપું તો, મારા સંપર્કમાં એવા લગભગ કોઇ મા-બાપને, બોર્ડની એક્ઝામમાં ટકાની રેસમાં પડી, બાળકને પરિક્ષામાં ચોરી ન કરવાની શિખામણ આપતા નથી જોયા ! જે બાળક એક સામાન્ય પરિક્ષા પણ નૈતિકતાપૂર્વક ના આપી શક્યો હોય તે આગળ જતાં નૈતિકતાના પાઠ શું ભણશે કે ભણાવશે ?

        ઉપાય સચોટ બતાવ્યો છે, શરૂઆત જાતથી અને ઘરથી જ થાય.

        Like

  3. રાઓઅલજી…તમારી આ વાતમાં દમ છે કે-
    કોઈક ભાગ્યેજ વીરલો એવો હોય કે યુવાનીમાં નવું વાયરિંગ કરી શકે.એના માટે મક્કમ મનોબળ જોઈએ,નવી સર્વાઈવલ સ્કીલ પેદા કરી શકે.એના માટે એને ખૂબ મહેનત કરવી પડે છે.નવો ન્યુરલ હાઈવે બનાવવો ખૂબ હાર્ડ વર્ક માંગી લેતો હોય છે.આવા લોકો તક મળે છતાં લાંચ લેતા નથી.તક મળે છતાં ભ્રષ્ટાચાર કરતા નથી

    Like

  4. શ્રી ભુપેન્દ્રસિંહજી, સારી માહિતી પીરસી. મેં ક્યાંક સાંભળ્યું કે બાળક ગર્ભમાં, ચાર માસનું હોય ત્યારથી જ તેને સંભળાવા લાગે અને સારી નરસી બાબતો મગજમાં ફીડ થવા લાગે, મને પાકી ખબર નથી પણ આવું કંઇ હોય કે નહીં તેની પણ કંઇ જાણકારી હોય તો શેર કરશો. નૈતિક મૂલ્યો બાબતે તો ઉપર લખી ગયો એથી વધુ શું લખું ! પણ નૈતિકતાની ખરી કસોટી અનૈતિકતા સામે જ થાય. મને લાગે છે આપણી નૈતિકતા આ કસોટીએ ભાગ્યે જ ખરી ઉતરે છે ! આપે કહ્યું તેમ વાયરીંગ ફોલ્ટ રહી જતો હશે. આપની પાસે મારા કરતા કદાચ વધુ માહિતીઓ હોય આપ ધર્મ, ધાર્મિકતા, બાવા-સાધુ વગેરેનું જોડાણ આ નૈતિકતા કે આચાર-વિચાર સાથે કરી શકતા હોય, હું નક્કર માહિતીઓના અભાવે આવું કરવા અક્ષમ બની રહું છું. પણ વ્યવહારમાં આપ જે કહો છો તે મુજબનું દેખાય તો છે જ. એટલે, કોઇ સુઃખદ અપવાદ હોય તો તેને બાદ કરતાં, માનવું તો રહ્યું જ.

    એક અસહમતી પણ છે. ’તકલીફોના સમયે આપણે યોદ્ધાઓ પેદા કરવાને બદલે ભક્તો પેદા કર્યા.’ આ વાક્યને ઈતિહાસનો સપોર્ટ નથી મળતો ! મુળ શું છે કે અમુક ફાલતુ વાર્તાઓ એટલી રૂઢ બની છે કે આપણને એથી અલગ વિચારવાની તક જ નથી મળતી. પણ આ વાત સાવ આધારહીન છે. આપનો માહિતીસોર્સ ફરી ચકાસવા વિનંતી. આભાર.

    Like

    1. સ્પેન એક સમયે આખું મુસ્લિમ બની ગયેલું,પણ પાછું લડીને રીકવર થઇ ગયેલું.આપણે યોદ્ધાઓ પેદા કર્યા હોત તો મુસ્લિમોને ખદેડી શક્યા હોત અને અંગ્રેજોને ભગાડી મુક્યા હોત બહુ વહેલા.જે સદીમાં એટલે કે ૧૭૫૭મા અંગ્રેજો અહી ફાવ્યા તે જ સદીમાં આ અંગ્રેજોને અમેરિકનોએ ખદેડી મુકેલા કે નહિ??

      Like

      1. લડાઈઓ નથી થઈ અને માત્ર આપણે ભજનિયાં ગાતા એવું નથી. એ આપણો મુખ્ય ગુણ પણ નથી રહ્યો. ભજનિયાંથી પહેલાં વર્ણ વ્યવસ્થા હતી એને કારણે સમાજ વિભાજિત રહ્યો. બ્રાહ્મણોનું સ્થાન ઉચ્ચ હતું અને એ પરોપજીવી બની ગયા હતા. ક્ષત્રીયો ખોટા ઘમંડમાં અંદરોઅંદર લડતા રહેતા હતા.વૈશ્યોના હાથમાં ધન હતું અને એ રાજાઓને પણ મદદ કરતા. જનતાની વિશાળ બહુમતીને કોણ રાજ કરે છે એમાં રસ જ નહોતો. એનું શોષણ તો બધા જ કરતા હતા. એમાં એમનો રાજા હારે અને દુશ્મન એની ગાદી લઈ લે એમાં સામાન્ય માણસને શું? આવી લડાઈમાં ફરજિયાત જોતરે તો જોતરાય.
        બાકી, તેમ છતાં આ રાજાઓ જ માત્ર નહીં સામાન્ય પ્રજાજન, હિન્દુ અને મુસલમાન ૧૮૫૭માં લડ્યા જ હતા ને!આમ છતાં ઊંચનીચના ભેદ તો ત્યારેય ચાલુ રહ્યા હતા.એક જ છાવણીમાં જુદાં જુદાં રસોડાઆં ચલતાં હતાં ઊંચા વરણના લોકો નીચલા વરણના લોકો સાથે ખાતા પણ નહોતા.
        અમારી બા જમતી વખતે થાળીને ડાબા હાથથી પકડો તો કહેતી, ” આ શું બીજા વ’ણ જેવો થઈ ગ્યો છો!”. આ ઊંચનીચના સંસ્કાર જાણ્યે-અજાણ્યે ઘરમાં જ મળે છે. આપણે એકતાનો પાઠ ઘરમાંથી શીખીએ તેના કરતાં કેટલાય વધારે પાઠો અનેકતાના અને જાતિઘમંડના શીખીએ છીએ. આ જ વાયરિંગ થયું હોય છે.

        Like

        1. બહુ સરસ વાત કીધી.વર્ણ વ્યવસ્થા તો બહુ જૂની છે,એના માઠા પરિણામો ભોગવીએ છીએ.યોદ્ધાઓ પણ પકવ્યા છે,પણ સાવ જુજ.જેટલા ભક્તો પેદા કર્યા તેટલા મહાન યોદ્ધાઓ નહિ.મહાન સેનાપતિઓ નહિ.આંગળીને વેઢે ગણી શકાય તેટલા.વાયરિંગ બદલી નાખે સમૂળું જનતાનું એવો ફક્ત એકજ અને તે પણ બહુ પાછળથી.નાનકે પણ ભક્તિ સંપ્રદાય જ સથાપેલો.પણ દસમાં ગુરુએ સાવ જ વાયરિંગ બદલી નાખ્યું.શીખ કોઈ ક્ષત્રિય નહોતા,બધા વૈશ્ય હતા.ગોવિંદસિંહ ગોવિંદરાય હતા.સામુહિક ન્યુંરલ વાયરિંગ ચેન્જનો અદ્ભુત નમુનો એટલે શીખ પ્રજા.બાકી આપનું તારણ બરોબર છે.

          Like

          1. ખરેખર જ ગુરુ ગોવિંદ સિંહે રિવાયરિંગ કર્યું.
            પરંતુ, મેં સૌથી પહેલાં મુદ્દો ઊઠાવ્યો તે ભક્તો કે શૂરવીરો વિશે નહોતો. મેં રશિયાના મારા જાતઅનુભવની વાત લખી કે આપણું વાયરિંગ કયા પ્રકારનું છે કે આપણે કાયદાનું પાલન ન કરવા અતુર રહીએ છીએ. શા માટે જે સામાન્ય રીતે થવાં જોઈએ એવાં કામો પણ લાંચ વિના થતાં નથી. ભક્તો કે યોદ્ધાઓ કરતાં આ વ્યાપક પ્રશ્ન છે. કદાચ આ બન્ને ચરિત્રો (ભક્ત કે યોદ્ધો) એકંદરે આપણા મૂળ વાયરિંગની જ નીપજ હોય, જે પલાયનવાદી છે. પણ શા માટે એ પલાયનવાદી છે?

            Like

            1. આપણું વાયરિંગ બગડ્યું છે તેના ઘણા બધા કારણો હોઈ શકે.એક તો આપણે કમજોર પડ્યા,હવે એક કમજોર પડ્યા તેના અનેક કારણો.પણ કમજોર પ્રજા જલ્દી લાંચરુશ્વત તરફ વળી જવાની.સહેલાઈથી કામ પતાવી દેવાની મનોવૃત્તિ,સર્વાઈવલના સ્ત્રોત ભેગા કરવા મહેનતનું કામ છે.એમાં સહેલાઈથી પ્રાપ્ત કરવા માટે લાંચ આપી દેવાની.બીજું આપણાં નીતિ શાસ્ત્રો પુસ્તકોમાં રહી ગયા.અને પ્રજા મહેનતને બદલે કર્મકાંડ તરફ વળી ગઈ.નીતિમત્તા બાજુ પર જતી રહી.ધર્મોએ પછી પૂજા પાઠ અને કર્મકાંડ શીખવાનું જ કામ કર્યું કે સદાચાર શીખવવો કે નીતિ રાખવી તેવું શીખવવાનું બંધ થયું,પૂજા કઈ રીતે કરવી,ભગવાનને કપડા,શ્રુંગાર,ભોજન,ઉંઘાડવા,જગાડવા,આરતી વગેરે વગેરેનું મહત્વ વધ્યું,આમાં તો કોઈ હલકી મનોવૃત્તિ કે અનીતીવાન માણસ પણ આવું બધું કરી ધાર્મિક દેખાઈ જાય.ગુંડો પણ ટીલા ટપકાં કરે એટલે મહાન બની જાય.મૂળ વાયરિંગ બદલાઈ જવાનું કારણ એક તો કમજોરી અને કહેવાતા ધર્મો.આપને કોઈ બીજા કારણો જડે તો જણાવશો,આપ પણ મનન કરતા જ હશો.બહુ લાંબો પ્રોસીજર છે વાયરિંગ બગડવાનો.થોડા કારણો અશોકભાઈ શોધી આપે તો બહુ સારું.

              Like

              1. તમારૂં એનાલિસિસ ૧૦૦ ટકા સાચું છે. સમાજમાં સાચો ધર્મ ન ફેલાય, લોકો મૂળ ગ્રંથો વાંચે નહી એમાં બ્રાહ્મણ વર્ગનાં સ્થાપિત હિતો હતાં. સદીઓની ટેવને કારણે આપણે નીતિમત્તાને અભેરાઈએ ચડાવતા થઈ ગયા. વળી બ્રાહ્મણો પોતે પણ રાજાઓ પાસે ફેવર માગતા. બધું મળીને સમાજની અંદર જ સતાધીશો પેદા થઈ ગયા, જે માનસને સ્વ્ર્ગ મળશે કે નર્ક તે નક્કી કરતા થઈ ગયા. એક બાજુથી ચિંતકોએ વ્યક્તિવાદી ધર્મ પ્રચલિત કર્યો. “હું કોણ છું?” આ મુખ્ય શોધ બની ગઈ! પરિણામે વિચાર વિકસ્યો ત્યાં સામાજિકતા ન વિકસી.આચારમાં તો વર્ણ વ્યવસ્થા જ રહી. ખુદ આદિ શંકરાચાર્ય કાશી ગયા ત્યાં એક ચંડાળ એમને ભેટ્યો (કે અડક્યો, યાદ નથી) શંકરાચાર્ય જેવા પ્રખર અદ્વૈતીએ એને ભગાડી મૂક્યો. પછી કથા તો એમ કહે છે કે એ તો ભગવાન વિશ્વનાથ પોતે જ ચંડાળનું રૂપ લઈને આવ્યા હતા! સત્ય એ છે કે શંકરાચાર્ય આભડછેટમાં માનતા હતા. એમણે ત્રણ પ્ર્કારનાં સત્ય આપ્યાં; પ્રાતિભાષિક સત્ય (જેને તમે પોઝિટિવ એરર તરીકે સમજાવો છો, વ્યાવહારિક સત્ય (એતલે કે દુનિયા જેમ ચાલે છે તેમ ચાલવા દો અને એને સત્ય માનો) અને ત્રીજું પારમાર્થિક સત્ય, જ્યાં બ્રહ્મ સત્યં જગન્મિથ્યા છે!

                એકંદરે કોઈ પણ સમાજમાં શોષકો હોય જ છે, પણ આપણે ત્યાં તો શોષણ પર નભતી સમાજવ્યવસ્થાનો વિકાસ થયો. વાયરિંગ બગડવાનું મૂળ કારણ એ જ છે.

                Like

              2. [આપણું વાયરિંગ બગડ્યું છે તેના ઘણા બધા કારણો હોઈ શકે.] ભુપેન્દ્રસિંહ નો ઉલ્લેખ
                મારી ટીકા ટીપ્પણી :
                વાયરીંગ બગડતું કે સુધરતું જ રહે છે. બગડતું સુધરતું જોવા આપણે એક reference line
                નક્કી કરી પડે છે. આ લખતા અંગેજી કહેવત Only change is permanent યાદ અવિજય છે.
                જાણે અનજાને મારી સમજ મુજબ ભારત માં ૨ reference line છે.
                ૧ ગાંધીજી ના આદર્શો (ગાંધીજીએ આપણું સુંદર વાયરીંગ કર્યું હતું)
                ૨ પશ્ચિમ ના વિકસિત દેશો.
                ભારત માં ભ્રષ્ટાચાર ની વાતો થાય ત્યારે ગાંધીજીના આદર્શો ની રેખા!
                રાખે માનતા કે પશ્ચિમ ના વિકસિત દેશો તેમના વિકાસ ના સમય દરમિયાન
                ભ્રષ્ટાચાર વગર વિકસિત થયા છે!

                મારા અનુમાન મુજબ વિજ્ઞાન નું શિક્ષન નવી પેઢી નું સરસ વાયરીંગ કરી રહયું છે.
                અનેક ખોટી માંનીય્તાઓ, અંધ્શ્રર્ધઆ નો નાશ થઇ રહ્યો છે. ઉદાહરણ માટે:
                ગુજરાત ના અનેક ગામડાઓ માં બળિયા બાપ ના મંદિરો/સ્થાનકો હતા/છે.
                જયારે સમજ ના અભાવે અનેક માતાઓ તેમના નાના બાળક ને બળિયા ના થાય માટે
                બળિયા બાપ ના દર્શન કરાવતી હવે બધી માતાઓ અને પિતા તેમના બાળક ને બળિયા ની રસી
                પોલીયો ની રસી અપાવે છે.

                સમાજ શાસ્ત્ર ના વિષય માં “Human needs are insatiable” એવું કથાન
                વાંચ્યા/શીખ્યા નું યાદ છે. બધાને રાતો-રાત કરોડપતિ બનીજાવું હોય છે!
                આ શક્ય કરવા ભ્રષ્ટાચાર ઉભો થતો હશે તેમ માનું છું.

                પલાયનવાદ માં self preserving instinct નું વાયરીંગ કામ કરતુ હોય તેમ લાગે છે.

                Like

                1. સાચી વાત છે,વિજ્ઞાન નવું વાયરિંગ કરી રહ્યું છે.નવી પેઢી હવે બળીયાબાપ જાય તેમ નથી.છતાં ઘણી જગ્યાએ વાયરિંગ જુનું એટલું બધું મજબુત હોય છે કે ગમે તેટલું ભણે ડોક્ટર બને કે એન્જીનીયર ના સુધરે તે ના જ સુધરે.આભાર.કશું નવું મળે તો લખતા રહેશો.

                  Like

                2. તમે ગજબ સારૂં તારણ કાઢ્યું છેઃ ” જાણે અનજાને મારી સમજ મુજબ ભારત માં ૨ reference line છે.
                  ૧ ગાંધીજીના આદર્શો (ગાંધીજીએ આપણું સુંદર વાયરીંગ કર્યું હતું)
                  ૨ પશ્ચિમના વિકસિત દેશો.”

                  Like

                  1. ગાંધીજીના લીધે જે લોકોનું વાયરિંગ સારું થયું હતું તેવા લોકો આઝાદી પછી બાજુ ઉપર હડસેલાઈ ગયા,અને ભ્રષ્ટ લોકો આગળ આવી ગયા.શાસ્ત્રીજી,મોરારજી વગેરે બહુ ટક્યા નહિ.જે.પી.જેવાનો ઉપયોગ ભ્રષ્ટ લોકોએ કરી નાખ્યો.

                    Like

        2. જીતેલી પ્રજા હારેલી પ્રજા ના પુરુષ વર્ગ ની કતલ કરીદેતો અને હારેલી પ્રજા ની બહેનો ને તેના રાણીવાસ માં બેસાડી દેતો. ભારત ખંડ પર જે પ્રજા આવી અને જીતી તે પ્રજાએ હારેલી પ્રજા ને નીચલો સામાજિક દરરજો આપીને ગુલામ જેવા બનાવી દીધા. અને તેમ વર્ણ પ્રથા ની શરુઆત કરી. જો આ સાચું હોય તો તે વખત ની જીતેલી પ્રજા ઓછી અહિંસક અને તે સમયકાળ પુરતું સમજદાર કહેવાય. એવો ઉલ્લેખ કિયંક વાન્ચિયા નું યાદ છે.

          સ્વામી શ્રી સચિદાનંદ ના લખાણો અને અહીં વાંચેલા અનેક અભિગમો પર થી એમ લાગે છે કે, મુસલમાનો અને અંગ્રેજો ની દાદાગીરી છેલ્લા અનેક સદીઓ થી હિંદુઓ ઉપર કેમ ચાલી? તે નક્કી કરતા કારણો ની ટકાવારી મૂકી ગણિત કરીએ તો મારા અનુમાને વર્ણ પ્રથા નું કારણ સૌથી વધારે ટકા મેળવશે.

          Like

    2. અશોકભાઇ :
      આપની વાત સાચી છે. વૈજ્ઞાનિક સંશોધન મુજબ બાળક ગર્ભમાં ૭ અઠવાડીયાનું થાય પછી શ્રવણ શક્તિ કેળવી લે છે. અનેક પરિક્ષણો હાથ ધરાયા છે. જેમાં ગર્ભાવસ્થા દરમ્યાન સાંભળેલાં સંગીત થી માંડી અને ઘણું બધુ બાળક જન્મ બાદ ઓળખી શકે છે. ભારતવર્ષ માં એક જુનો ગ્રંથ છે “ગર્ભ સંહિતા”. તેમાં પણ આજ વાત કહેલી છે. અને એજ કારણ છે કે આપણાં સમાજ માં ગર્ભાવસ્થા દરમ્યાન સ્ત્રી ઓ ને ધાર્મિક ગ્રંથો નું પઠન કરવાનું કહેતા. અભિમન્યુ ને ચક્રવ્યુહ નું જ્ઞાન ગર્ભ માં જ મળ્યું હોવાનું કહેવાય છે. 🙂 ગર્ભાવસ્થા દરમ્યાન બાળક પોતાની માતા નો અવાજ સહુ થી વધુ વખત અને સહુ થી સ્પષ્ટ પણે સાંભળે છે. જે જન્મ બાદ માતા ના અવાજ ને સહુ થી વધુ રીસ્પોન્સ મળે છે. તેની પાછળ આજ કારણ છે.

      ભારત વર્ષ ની ગર્ભવતી સ્ત્રીઓ / માતાઓ એ હવે શાંતિ અને અહિંસા ના પાઠ કરવાને બદલે ગર્ભસંહિતામાં અભિમન્યુ ની જેમ ચક્રવ્યુહ ભેદી શકે તેવું અથવા યુદ્ધકથાઓ વાંચવાનો પ્રયોગ કરી શકાય.

      હું ભુપેન્દ્રસિંહજી ની વાત ને સમર્થન આપુ છું કે આપણે ભક્તો ઓ પેદા કરી શક્યા છીએ પણ યોદ્ધા ઓ પેદા કરવાની બાબત માં માર ખાઇ ગયા છે. અત્યારે પણ જન્મજાત સંસ્કારો માં સગવડીયા ધર્મ ની વાતો શિખવાડાય છે. જે મોટાં થતાં સુધી માં મગજ માં એવું ઘર કરી જાય છે કે જે ગ્રંથીમાંથી માણસજાત મૃત્યુપર્યંત છુટી શકતી નથી. અને એજ સાયકલ આનુવંશિક રીતે ચાલ્યા કરે છે. શક્તિપૂજન, શસ્ત્રપૂજન જેવી રીતરસમો છો ને ખોટી રહી પણ જે જ્ઞાતિઓ માં એ થાય છે તે પ્રમાણ માં થોડી “એગ્રેસ્સીવ” જ્ઞાતિઓ છે. અભ્યાસ થી જીનેટીકલ ઇનહેરિટન્સી સમજી શકાય છે. 🙂

      Like

      1. માતાનો અવાજ અને માતાના હૃદયના સતત ચાલતા ધબકારા બાળક ગર્ભમાં સાંભળતું હોય છે અને એને ઓળખતું હોય છે,માટે જન્મ્યા પછી તે રડે અને માતા એના હૃદય પાસે છાતીએ લગાવે એટલે બાળક રડતું બંધ થઇ જાય છે કે એનો પરિચિત અવાજ મળી ગયો,હવે સેઈફ છે.

        Like

  5. ઝી ટી.વી. પર એક પ્રોગ્રામ આવતો હતો ”સારેગામા લીટલ ચેમ્પ” તેમાં એક સ્વરિત નામનો ઇંન્દોરનો છોકરો હતો માત્ર ૬ વર્ષનો જ. પણ તેનું શાસ્ત્રીય સંગીત પર જ્ઞાન મોટાં મોટાં સંગીતકારોનાં માટે પણ આશ્ચર્યજનક હતું. તેની માતાને પૂછ્યું તો તેમણે કહેલું કે સ્વરિતના જન્મ પહેલાં એટલે કે તે જ્યારે ગર્ભમાં હતો ત્યારે તે સંગીતની ખૂબ જ પ્રેક્ટિસ કરતા. તેથી તેનું જ્ઞાન આટલું બધું છે. તેણે તેની માતાના ઘરે ચલાવાતા સંગીત કલાસીસ સિવાય કોઇ મહાન ગુરુ પાસે ટ્રેનિંગ લીધેલી નહી. તેની માતાનું કહેવું હતું કે જ્યારે તે ગર્ભમાં હતો અને હું કોઇ રાગ કે સંગીતનો રિયાઝ કરું ત્યારે સ્વરિતનું હલનચલન થતુ જ નહીં જાણે શાંતિથી સાંભળતો હોય તેમ લાગે. જ્યારે તે સ્ટેજ પર ગાવા આવે ત્યારે જ જાગતો હોય તેમ લાગે બાકી તે સોફામાં સૂતો જ પડયો હોય. જાણે એક આજયબી હોય તેવું લાગતું.

    Like

    1. ખૂબ ખૂબ આભાર લીંક મુકવા બદલ.સ્વરીતના તમામ એપિસોડ કાલે બેસીને જોઈ લીધા યુટ્યુબ પરથી.આવા જન્મજાત ગોડ ગિફ્ટેડ બાળકો બહુ ઓછા હોય છે,પણ એમાં એની ગર્ભસ્થ તાલીમ મહત્વની બની.આવી બીજી મારી એક ફેવરીટ ગુજરાતની પનોતી પુત્રી અમદાવાદની ઐશ્વર્યા મજુમદાર છે.બહુ નાની કદાચ સ્વરિત કરતા પણ નાની હશે અને ગાતી હતી.આજે તો બહુ નામના મેળવી ચુકી છે.

      Like

  6. સ્વરિતની એક લિન્ક….કોઇપણ ગીતના નોટેશન તરત સાંભળીને કરી શકતો.

    Like

  7. aek pan Hindu devi deavta shastr ke ashtra vagar na nathi
    vank hinsa ke ahinsa na vicharo no nathi
    Buddh ke mahaveer mate maan chhe..te samay no call hato…je vi rite gandhi also was a call of time.
    koi bijo wiring valo agal aavyo hot to te gandhi thayo hot…badha ashtra-shastr-bhagavn ne dai di dha and kahi didhu pela sadhu o ae ke ishvar tamari raksha karashe…!!
    khel khatam.badhu hindu wiring used thayee gayu…!!!
    jayre gizani somnath ne barane hato te vela aek lakh loko bhole shambhu ne vianvata hata..ke triju netra kholi aa asuro ne bhasm kari do…kashu na thayu…pachas hazar ni katleaam thayee..gulamo tarike lai javaya…bahen dikari o ne khulle aam….kari nakhi.
    te pahela no samay juo…jya sudhi ae wiring hatu tya sudhi bharat varsh chhek iran sudhi and south east ma chhek vietnam thi ye agal hatu
    varn vyavastha ae aek majbut spianl cord hati…je ma agal jata…thoda paropjivi vicharo na wiring thi j brahmano badnaam thaya..kshatriyo andaro andar ladi marya..rajsthan no itihas jetalo saro chhe te thi vadhare kadrupo chhe…raja-maharaj..rana…maharana…ba hu thayu…internal war and outsiders WON
    haji samay chhe
    hath thi bazzee gayi nathi
    sudharo and sudharo
    nehru and sheikh abdulla na varaso thi haji anjai gayeli praja ne dar pedhi ae aek navo rajkuvar malavano j chhe…jate nahi badalavo to bahar na chadi betha j chhe…paisa kya na karat…!!!
    kher gandhi nu wiring temana baad fused karavama aavyu..he was call of time…aaje jo te hot to temane atmahatya j kari hot…nahak godse dada ne ga lo aapo chho…
    kher…sab sab ki samhalo mai meri mataki Fodata hu…!!!yaad rahe…jo haji na sudharya to 2014 ke 2019 ma Hindu ke rajput no koi vavato nahi rahe…itihas thashe te pan indira ae je vikrut rite kaal sanduk ma lakhelu te rite bhangar lakhan aavati pedhi nu wiring atyar thi j kacha lokhand nu karashe…
    koi MAAi no laal…aek thi kaam nahi thay..kalki avatar ni vato ma haji betha rahesho to aek jamana ma Hindu samaj hato…je vu MAYA and aztechs nu thayu…te thi pan kharab thashe…
    beware-becareful be brave…yoddha peda karo…talio ke tabota padi mota mandiro bandhi jay…sw…..ke jay shree…..kahevana divaso chhodo…baaki chhundai jasho.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s