અજ્ઞાન છે બંધન,અને જ્ઞાન છે મુક્તિનો માર્ગ.

imagesCAAA2GKCઅજ્ઞાન છે બંધન, અને જ્ઞાન છે મુક્તિનો માર્ગ.

ઉપરનું શીર્ષક ફિલોસોફીકલ છે, પણ મારે ફિલોસોફીકલ નહિ બીજી વાત કરવી છે. ઘણી વાર રોગનું નિદાન થઈ જાય તો રોગ લગભગ અદ્રશ્ય થઈ જતો હોય છે. કોઈ વાર દવાની જરૂર પડે અને કોઈ વાર તો દવાની જરૂર જ ના પડે. કે ભાઈ રોગ શાનાથી થયો છે તે કારણ જડી જાય તો દવા વગર મુક્તિ મળી જાય છે. માનવ સ્વભાવના જટિલ સત્યો વિષે જે લખવામાં આવે છે તે કોઈ અરાજકતા ફેલાવવા માટે નહિ. જે સંસ્કાર ઉત્ક્રાન્તિના ક્રમમાં જિન્સમાં મળ્યા છે તે હાલની સમાજવ્યવસ્થા માટે કોઈ વાર ઝોખમી બનીજતા હોય છે. તો એની સમજ હોય કે આ તો ઈવોલ્યુશનરી ફોર્સ ખેંચી રહ્યો છે તો એના દબાણથી મુક્ત થઈ શકાય. માનવસમાજ પોલીગમસ હતો,  બહુપતિત્વ અને બહુપત્નીત્વ સામાન્ય હતું. હવે જ્યારે માનવસમાજ લગભગ મોટાભાગે મનોગમસ બની ચૂક્યોછે,  ત્યારે સ્ત્રી અવિશ્વસનીય છે તેવું માનવાનું ટાળી શકાય .લગ્નવ્યવસ્થાને લીધેસ્ત્રી પાસે કોઈ ચોઈસ ના રહી હોય અને લગ્ન પછી કોઈ હાઈટેસ્ટાટોરીન લેવલ ધરાવતા કોઈ પુરુષના સંપર્કમાં આવી જવાય અને જો ઈવોલ્યુશનરી ફોર્સના દબાણમાં આવી લગ્નેતર સંબંધ બંધાઈ જવાની તૈયારી થઈ ગઈ હોય તેવામાં સમજ આવી જાય કે આ તો ઈવોલ્યુશનરી ફોર્સ દબાણ કરી રહ્યો છે ચેતો ભાઈ, બચો!! તો બચી શકાય અને લગ્નજીવન તૂટતું બચી જાય. સમજી લેવાય કે આવું આકર્ષણ એ ફક્ત કોપી પાછળ મૂકી જવાનું એક ઉત્ક્રાંતિનું જિન્સમાં રહેલું દબાણ માત્ર છે અને બાળકો તો છે જ અને આરામથી મોટા થઈ રહ્યા છે હવે કોઈ પ્રયોજન નથી, ઉત્ક્રાંતિનો ક્રમતો સચવાઈ ગયો છે. તો એવા  કર્ષણમાં ખેંચાઈ જવાનું કોઈ કારણ નથી તો બચી શકાય. મોટા ભાગે સ્ત્રીઓ પર અવિશ્વાસ એમના ઉપર જુલમનું કારણ બનતો હોય છે. ઈવોલ્યુશનની હિસ્ટ્રીમાં સ્ત્રી માઈલ્ડ પ્રોમિસ્ક્યુઅસ રહી છે. આ અવિશ્વાસરાખવાનું હવે મનોગમસ સમાજમાં કોઈ કારણ નથી. પુરુષ તો ૧૦૦ ટકા પ્રોમિસ્ક્યુઅસ છે,  સ્ત્રી માઈલ્ડ છે. આ બધા ઈવોલ્યુશનરી ફોર્સ સમજી લેવાય તો બચી શકાય,  કજિયા કંકાસ,  મારઝૂડ અને ઝગડાથી બચી શકાય.

જે પુરુષોમાં ટેસ્ટાટોરીન લેવલ હાઈ હોય તે આક્રમક રહેવાના. અને સ્ત્રી હાઈટેસ્ટાટોરીન લેવલ ધરાવતા પુરુષને પ્રથમ પસંદ કરતી હોય તે સ્વભાવિક છે, હવે બંને જણા આ વાત સમજતા હોય કે હાઈટેસ્ટાટોરીન લેવલ અગ્રેસિવનેસ લાવે છે તો એનાથી બચી શકાય કે નહિ? રોગનું નિદાન જ દવા બની જાય. એના માટે રમતગમત શ્રેષ્ઠ ઉપાયછે. ક્રિકેટ,  હોકી,  બેઝબોલ, ફૂટબોલ, વોલી બોલ વગેરે રમતો હિંસા બહાર કાઢવાનું કામ આરામથી કરી શકતી હોય છે. રોજ કલાક બે કલાક ફૂટબોલને લાતો મારી મારી ઘેર આવી બૈરીને લાત મારવાનું મન નહિ થાય. હિંસા તો માનવીની અંદર જિન્સમાં સમાયેલી છે. સંપૂર્ણ અહિંસક સમાજ અશક્ય વાત છે. સંપૂર્ણ વ્યક્તિગત અહિંસા મહાવીરની જેમ શક્ય છે. એના માટે પછી કોઈ કાનમાં ખીલા ઠોકી જાય તો ચુપ બેસવાનું. જે હાલ સંપૂર્ણ અહિંસક સમાજ દેખાય છે તે બીજા લોકોના રક્ષણ હેઠળ.. આર્મી અને પોલીસના રક્ષણ હેઠળ. બાકી એકલાં તેમનું અસ્તિત્વ જ ના રહે. એટલે એક તો સ્પર્મ કોમ્પીટીશન પુરુષોને હિંસક બનાવતી હોય છે અને બીજું હાર્ડશિપ પણ હિંસક બનાવતી હોય છે. ત્રીજું પુરુષપ્રધાન સમાજ હિંસક રહેવાના. શક્ય ઓછો હિંસક સમાજ બનાવવો હોય તો સમાજ સ્ત્રી પ્રધાન બનાવી દો. આખી પૃથ્વી પર સ્ત્રીપ્રધાન વ્યવસ્થા આવી જાય તો હિંસા નદારદ થઈ જાય.

ઓરમાન માતાપિતા દ્વારા સંતાનો ઉપર અત્યાચાર થયાની દંતકથાઓ ઘણી બધી સાંભળી હશે. બાળકોની હત્યા પણ સ્ટેપ પેરેન્ટ્સ દ્વારા થઈ જતી હોય છે. એવા સર્વે પણ છે. માટે મેં લખ્યું હતું કે સ્ટેપ પેરેન્ટ્સ બાળકો માટે ખૂબ જોખમી છે. કેમકે બીજાના જિન્સ મોટા કરવા અને પાળવા પોષવામાં ઉત્ક્રાન્તિના ક્રમનો હેતુ સરતો નથી. માટે બીમાર, કમજોર સિંહને તગેડી મૂકી કોઈ નવો સિંહ ટોળાનો કબજો લે ત્યારે પ્રથમ કામ નાના બચ્ચાને મારી નાખવાનું કરે છે. એને એના જિન્સ પોષવા છે, બીજા ના નહિ. હવે જો આ ફોર્સ સમજાઈ જાય સ્ટેપપેરેન્ટ્સ ને તો નાહક ગુસ્સાથી બચી શકાય અને બાળકો બચી જાય.  કેલીફોર્નીયાના માજી ગવર્નર ,હોલીવુડના સ્ટાર, પ્રોફેશનલ બોડીબિલ્ડર એવા અર્નોલ્ડ હવે એમની સુંદર કેનેડી ફૅમિલીની મેમ્બર એવી પત્નીથી છુટા પડશે. ચાર સંતાનો હતા, એક તો ૨૧વર્ષનું છે અને ઈવોલ્યુશનરી ફોર્સમાં  ખેંચાઈ ગયા. હાઉસમેડને સંતાનની ગિફ્ટ આપી બેઠાં. જેવું સંતાન થયું ને પેલીએ એના પતિથી ડિવોર્સ લઈ લીધેલાં. હવે બહુ લાંબુ લગ્નજીવન વિતાવેલ અને આદર્શ ગણાતું કપલ છૂટું પડી જશે, આ બાબતે હિલેરી ક્લીન્ટને બહુ ઊંચી સમજદારી બતાવી હતી અને એમનું લગ્નજીવન અખંડરહ્યું.

કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મમતા,સુખ,દુખ અને ભય જેવી લાગણીઓ કુદરત સ્વાભાવિક મૂકે છે. એમાં એનો હેતુ ઉત્ક્રાંતિનો છે. પણ એના ફોર્સ સમજીએ તો એના દુષ્પરિણામથી બચી શકાય. માટે મેં સીધા દાખલા આપીને પુસ્તકનો મુખ્ય હેતુ બતાવી દીધો છે. સુખ અને દુઃખ ન્યુરોકેમિકલ્સ આધારિત હોય છે.એના ચડાવ ઉતાર સમજી શકીએ તો નાહકના ડીપ્રેશનથી બંચી શકાય. પ્રાચીન મનીષીઓએ એમના અનુભવો દ્વારા એમના ચિંતન દ્વારા તત્વજ્ઞાન ઘણું દર્શાવ્યું પણ આધુનિક ન્યુરોસાયંસ અને બાયોલોજીથી અજ્ઞાન હતા.. આ પુસ્તકને રાસાયણિક ગીતા સમજવી હોય તો સમજી શકો છો..

 

 

 

Advertisements

8 thoughts on “અજ્ઞાન છે બંધન,અને જ્ઞાન છે મુક્તિનો માર્ગ.

 1. એટલો બધો લૉજિકલ લેખ છે કે વાહ…
  નવું જાણવા મળે એટલે અહેસાસ થાય કે એ આપણે નથી જાણતા! જેની કદી પણ ‘ખબર નહોતી’ એના વિશે ખબર પડી કે આની ‘ખબર નથી’! અજ્ઞાનની ખબર પડે એ જ કદાચ જ્ઞાનની શરૂઆત હશે.
  તમે હવે ઇવૉલ્યૂશનરી સાયકોલૉજી જેવો નવો વિષય મારા સમક્ષ ખુલ્લો મૂક્યો છે. મહેનત કરાવ્યા વિના માનશો નહીં, એમ ને?!

  Like

 2. “હિંસા તો માનવીની અંદર જિન્સમાં સમાયેલી છે.સંપૂર્ણ અહિંસક સમાજ અશક્ય વાત છે”

  સહમત!! પેલા લાફા વાળો એપિસોડ થયો એ prove કરે છે ને કે ગાંધીવાદી અન્નાપણ એમાં ખેચાઈ ગયા!!
  હિંસા ને testorone સાથે સીધો સબંધ છે!!! કેમ એવરેજ બધા મર્દ માં testorone હોઈજ!! ને aggresiveness પણ એમાં થી જ જન્મે !!
  વાહ સાહેબ મૌજ કરાવી દીધી જ્ઞાન ના ભંડાર માં થોડો વધારો થયો!!!

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s