સૈયા ભયો જુલમી, (ડોમેસ્ટિક વાયલન્સ) Hard Truths About Human Nature.

 સૈયા ભયો જુલમી.Hard Truths About Human Nature.
મેં નાનપણમાં ઘણી સ્ત્રીઓને એમના પતિ દ્વારા માર ખાતી જોઈ છે.મોટા ભાગે પછાત અને અભણ પ્રજામાં આવું ખાસ જોવા મળતું.બલિયો રાવળ એની પત્નીના વાળ

છે હિંમત મારવાની?

પકડીને માથા ભીંતે પછાડતો,પછી નીચે પડેલી પત્નીને લાતો મારતો.નાતરિયા કોમ હતી,પણ એની પત્ની કદી એને છોડીને ગઈ નહિ.ત્યારે મને ખૂબ નવાઈ લાગતી.ડોમેસ્ટિક વાયલન્સનાં આવા બનાવો કોયડા જેવા છે.આ માર ખાતી સ્ત્રીઓમાંથી ત્રણ ભાગની તો પતિને છોડીને જતી રહેતી હોય છે.છતાં એક નાનકડો હિસ્સો આવી એબ્યુસિવ રીલેશનશીપ છોડતી નથી.અત્યાચાર સહન કરતી હોય છે.અપમાન સહન કરતી હોય છે.આ એક રહસ્ય છે,પણ આવી સ્ત્રીઓને કોઈ પૂછે તો કહેશે તેમના પતિને ખૂબ પ્રેમ કરે છે તેવો જવાબ મળતો હોય છે.ઇમોશનલ અટેચમંટ,આસક્તિ એને જોડાઈ  રહેવા મજબૂર કરતી હોય છે.ઘણી વાર હિંસક પાર્ટનર દ્વારા ગંભીર શારીરિક ઈજા થવાનો ડર પણ રહેતો હોય અને ઘણી વાર મોત પણ મળી જતું હોય છે.છતાં આવા હિંસક પાર્ટનર જોડે રહેવામાં શું ફાયદો થતો હશે?

ઉત્ક્રાન્તિના ક્રમમાં જીવન કરતા પણ એક વસ્તુ મહત્વની વધારે બની જતી હોય છે તે છે રીપ્રોડક્ટીવ સકસેસ.જીવન મહત્વનું છે,સર્વાઈવ થવું તે પણ મહત્વનું છે.તેટલું જ મહત્વનું છે વંશ આગળ  વધવામાં સફળતા.યુનાઈટેડ સ્ટેટ્સ અને યુનાઈટેડ કિંગડમ બંને જગ્યાનો એક સર્વે બતાવે છે કે જે સ્ત્રીઓ આવા હિંસક પાર્ટનર દ્વારા ગર્ભવતી થતી હોય છે તેમને દીકરાઓ વધુ જન્મતા હોય છે દીકરીઓ ઓછી.અથવા ઘણાને દીકરીઓ નહિવત્ હોય છે.આક્રમકતા આધાર રાખતી હોય છે testosterone લેવલ ઉપર.જેમ testosterone લેવલ હાઈ તેમ માણસ વધારે આક્રમક અને હિંસક હોય.જે ખેલાડીઓ ઓલોમ્પિક ગોલ્ડ મેડલ મેળવી જતા હોય છે તેમનું   testosterone લેવલ ખૂબ જ હાઈ હોય છે.અને આ મળે છે વારસામાં પિતા તરફથી.એટલે હિંસક અને આક્રમક પિતાના દીકરાઓ પણ એવાજ આક્રમક હોય છે.અગાઉ આપણે જોઈ ગયા છીએ ટી શર્ટ સર્વે મુજબ કે હાઈ testosterone લેવલ ધરાવતા પુરુષોને સ્ત્રીઓ સેક્સ્યુઅલ પાર્ટનર તરીકે પ્રથમ પસંદ કરતી હોય છે.

           હાલની સુસંસ્કૃત સમાજ વ્યવસ્થામાં ભલે હિંસક લોકો જેલોમાં વધારે રહેતા હોય,કે સમાજ એમને બહિષ્કૃત કરતો હોય પણ આપણું બ્રેઈન આ જાણતું નથી.આપણું બ્રેઈન આપણાં પૂર્વજો કઈ રીતે સર્વાઈવ થયા હતા,કઈ કંડીશનમાં જીવતા હતા તે મુજબ ઇવોલ્વ થયું હોય છે.એનો વિકાસ એ રીતે થયો હોય છે.એ સમયે હિંસક માણસો,આક્રમક માણસોને મેટિંગ તક વધારે મળતી હતી.અને એમના વંશ વારસો વધતા જતા હતા.ઉત્ક્રાન્તિના ઇતિહાસમાં છે કે આક્રમક,હિંસક અને નિર્દયી માનવો મહાન યોદ્ધા અને સફળ રાજકર્તા બનેલા છે જે આજે પણ ચાલુ જ છે.આવા સત્તાધારી કે વર્ચસ્વ ધરાવતા પિતાઓમાં એમના સંતાનોનું રક્ષણ કરવાની કાબેલિયત પણ વધુ હોય તે સ્વાભાવિક છે.આક્રમક બાપના છોકરાને હાથ તો લગાવી જુઓ?એટલે સહન કરતી સ્ત્રીઓને પણ આવો પાર્ટનર ક્યાંથી મળવાનો જે એના સંતાનોનું રક્ષણ કોઈ પણ ભોગે કરી શકે.વળી ઓરમાન બાપ તો ઓર ખતરનાક ગણાય.સ્ટેપ ફાધરને પોતાના જિન્સ ના હોય તો કોઈ રસ ના હોય તેને મોટા કરવામાં.એમા ઉત્ક્રાંતિનો  હેતુ સરે નહિ.એટલે આવા પિતા દ્વારા નાના બાળકોને વધુ ખતરો અચેતન રૂપે હોય છે.
              આ બધી વાતો આદિ પૂર્વજોની છે.અને તે રીતે આપણું બ્રેઈન ઘડાયું હોય છે.અને આજે પણ હકીકત હોય છે.આમાં અપવાદ હોય.કેનેડા અને બીજા દેશોના સર્વે બતાવે છે કે સ્ટેપ પેરન્ટસ નાના બાળકો માટે ખતરનાક બની જતા હોય છે,ક્રૂર રીતે મારતા હોય છે અને કોઈ વાર જીવ લઇ લેતા હોય છે.કોઈ નવો સિંહ ટોળાંનો કબજો લે ત્યારે પહેલું કામ તે ટોળાના નાના બચ્ચાઓને મારી નાખવાનું કામ કરશે.બીમાર,કમજોર તગેડી મુકાયેલા સિંહના જિન્સ ઉછેરવામાં તેને રસ ના હોય.પેલા નાના બચ્ચોને મારી નાખ્યા વગર એમની માતા સિંહણ પણ મેટિંગ માટે તૈયાર ના થાય.

જોકે આજે સ્ત્રીઓએ હિંસક પુરુષો પસંદ કરવા જરૂરી નથી.જોબલેસ પુરુષો કરતા વળી સારી જોબ ધરાવતા પુરુષો એમની પત્નીઓને વધુ ઝૂડતા હોય તેવું પણ જોવા મળ્યું છે એક સર્વેમાં,અને તે પણ અમેરિકામાં.બીજું ખાસ કારણ તો પત્ની ઉપર અવિશ્વાસ હોય કે બીજા જોડે જતી તો નથી ને?એના વિષે અગાઉના લેખમાં ચર્ચા થઇ ચુકી છે.ઈવોલ્યુશનની હિસ્ટ્રીમાં સ્ત્રી માઈલ્ડ પ્રોમિસ્ક્યુઅસ રહી છે.જ્યારે મનોગમીમાં સાથે રહેવાનું આવે છે ત્યારે જિન્સમાં મળેલો અવિશ્વાસ દુર થાય નહિ ત્યારે અપમાન અને પજવણી સ્ત્રીઓની શરુ થતી હોય છે.પછી બહાના ભલે જુદા હોય.એમાં પણ યુવાન સ્ત્રીઓ વધુ ભોગ બનતી હોય છે.વૃદ્ધ સ્ત્રી રીપ્રોડક્ટીવ વેલ્યૂ ખાસ ધરાવતી નથી.તેમના પતિઓ એના ઉપર ત્રાસ ગુજારતા ઓછા થઈ જવાના.પણ યુવાન સ્ત્રીઓ રીપ્રોડક્ટીવ વેલ્યૂ હાઈ ધરાવતી હોય છે,તેમના પતિઓ દ્વારા ત્રાસ વધુ ફેલાવાતો હોય છે.ખાસ તો યુવાન માનવ વધુ આક્રમક હોય છે વૃદ્ધ કરતા.તો યુવાન પતિ દ્વારા વધુ સતામણી થતી હોય તે સ્વાભાવિક છે.પણ પ્રૌઢ માણસની પત્ની વધારે યુવાન હોય તો એને ત્રાસ વધુ મળવાનો.અવિશ્વાસનું પ્રમાણ વધી જવાનું. આ બધું વૈજ્ઞાનિકો દ્વારા સર્વે કરીને સાબિત કરવામાં આવ્યું છે.

  ચીમ્પાઝીનું જીવન આ બાબતમાં ખૂબ ક્રૂર હોય છે,માદા ચીમ્પને નર ચીમ્પ  દ્વારા રૂટીન લાઈફમાં ખૂબ માર મારવામાં આવતો હોય છે.જોકે બોનોબોમાં આવી ક્રૂરતા ઓછી જોવા મળે છે.

કહેવાતી પવિત્ર ગણાતી લગ્નવ્યવસ્થા ભારત જેવા દેશોમાં હોય ત્યાં એકવાર લગ્ન થઈ ગયા પછી ડિવોર્સ લેવાનું પાપ ગણાતું હોય,ત્યાં પડ્યું પાનું નિભાવી લેવાનું.એમાં હિંસક,નિર્દય સ્વભાવ ધરાવતો પતિ મળી ગયો તો પછી સમાજ શું કહેશે તેવું માની સ્ત્રીઓ જુલમ સહન કર્યા કરતી હોય છે.જોકે હવે તેનું પ્રમાણ ઓછું થવા લાગ્યું છે.હવે ડીવોર્સનું પ્રમાણ વધતું પણ જાય છે.

 સ્ત્રીઓને સહન કરવા પડતા અપમાન અને માર વિષે હવે સામાજિક કારણો બીજા વિદ્વાન મિત્રો ઉપર છોડું છું.

34 thoughts on “સૈયા ભયો જુલમી, (ડોમેસ્ટિક વાયલન્સ) Hard Truths About Human Nature.”

    1. હું કોઈ ક્રિમિનલ્સ એક્ટીવીટીમાં રસ્ ધરાવતો નથી અને એને પ્રોત્સાહન આપતો નથી.માનવ સ્વભાવના જટિલ સત્યો જે ઉત્ક્રાંતિના ક્રમમાં વારસામાં મળ્યા છે.ઉજાગર કરું છું જેથી એની અવળી અસરોથી બચી શકાય.

      Like

  1. ભૂપેન્દ્રસિંહજી, ઉત્ક્રાંતિના ક્રમ કે ઈતિહાસની રીતે તો ખબર નહીં પરંતુ અત્યારના સમય પ્રમાણે મનોવિજ્ઞાનીઓના તારણની રીતે મારા વાંચનના આધારે માહિતી અનુસાર પતિઓ દ્વારા પત્નીની મારઝૂડ પછાત અને અભણ પ્રજામાં વધુ જોવા મળે છે એવી માન્યતા આપણાં સમાજમાં અને લોકોનાં મનમાં ઘર કરી ગઇ છે પરંતુ તે એક ભ્રમ જ છે. મનોવૈજ્ઞાનિક સંશોધનોનું તારણ છે કે ઉચ્ચ સ્તરના અને ભણેલા લોકોમાં ભણેલા પતિઓ પણ આ પ્રકારનું વર્તન કરતાં હોય છે અને તેમાં તેમને એમનું ભણતર કે સમૃદ્ધિ આડે નથી આવતી. પછાત અભણ લોકોની મારઝૂડની જાણ લોકોને સહેલાઇથી થઇ જાય છે અને સમૃદ્ધ અને શિક્ષિત લોકોનો આવો અત્યાચાર બેડરૂમની દિવાલોમાં દબાઇ જાય છે. ધોલધપાટથી ચાલુ કરી ક્યારેક અમાનુષી અત્યાચારનાં માનોવિજ્ઞાનની દૃષ્ટિએ ઘણાં કારણો છે જેવાં કે નિષ્ફળતા અને અસલામતીની લાગણીઓ, લઘુતાગ્રંથિ છુપાવવા, અધુરપ છુપાવવા, પુરુષપ્રધાન સમાજની માન્યતા અને ક્યાંક ક્યાંક તો કુટુંબીજનો દ્વારા શિખામણ સ્ત્રીઓને તો દાબમાં જ રખાય. અને આમાં દારૂ અને વ્યસનો પણ ભાગ ભજવે છે, અને માનસિક રોગ કે વિકૃતિથી પીડાતા લોકોમાં સ્ત્રીઓ પર અત્યાચાર વધુ જોવા મળે છે.

    આવી મારઝૂડની અસર શારિરીક કરતાં માનસિક વધારે થાય છે. અને ક્યારેક તો મારખાનાર પત્નીનું મનોબળ જ એટલું તૂટી જાય કે પોતે મારને લાયક છે તેમ માનવા લાગે. અને ઘણી સ્ત્રીઓ તો બાળપણમાં પિતા દ્વારા માતાને થતી મારઝૂડ જોઇને સ્વીકારી લેતી હોય છે કે પતિનો આ હક્ક છે.

    આવી રીતની મારઝૂડનો ઉપાય કે મનોવિજ્ઞાનિકોની દૃષ્ટિએ ઉકેલ એ છે કે પહેલી જ વાર હાથ ઉપડે ત્યારે જ વિરોધ કરવો જોઇએ, તેની શક્યતાઓ વધે તે પહેલાં. પતિની આવી ટેવને છૂપાવવાની ભૂલ કરતી પતિવ્રતા સ્ત્રીઓ જિંદગીભર માર ખાતી રહે છે. એકવાર માર ખાઇ લેવાને કારણે જ પતિ ફરીવાર માર મારવા હિંમત કરી શકે છે. મોટેભાગે સ્ત્રીઓ પતિની આવી હરકતો છાની રાખે છે, અરે ક્યારેક તો પતિનો બચાવ પણ કરે છે જો કોઇના ધ્યાનમાં આવે તો. આ જ સૌથી મોટી ભૂલ છે. પતિ મારઝૂડ કરે તો તેની જાણ અંગત કે ખાસ વ્યક્તિઓને કરવાથી આવું કરતાં રોકાય. પુરુષની આ પ્રવૃત્તિ ક્યારેક તો સ્ત્રીની સહનશક્તિ રહી નથી અને વિરોધનાં કંઇક પગલાં લેશે એવું લાગે ત્યારે જ બંધ થાય.

    Like

    1. અતિ સુંદર વિશ્લેષ્ણ કર્યું.અમેરિકાનો સર્વે પણ એવુંજ કહે છે કે ભણેલા શિક્ષિત લોકો પણ મારતા હોય છે.દારૂનું વ્યસન પણ ભાગ ભજવે.બીજું ખાસ તો માનવ સ્વભાવમાં હિંસા તો હોય જ છે.એણે નિર્દોષ રૂપે બહાર કાઢવાના ઉપાય કરવા જોઈએ.એનું નિવારણ થવું જોઈએ.કેથાર્સીસ જેવું થવું જોઈએ.એનો સરળ ઉપાય છે.રમતગમત,રમગમતમાં હિંસા રિલીજ થઇ જતી હોય છે.એક વ્યક્તિ બે કલાક ફૂટબોલને લાતો મારી મારી એની અંદર દબાયેલી હિંસા રિલીજ કરી શકે છે,પછી તે હિંસક ખાસ બની ના શકે,ઘેર જઈ બૈરાને લાત મારી નહિ શકે.શાંત બની જાય.એક ભાઈલો ધોકા વડે બેચાર કલાક દડાને ધોયા કરે તો પછી ઘેર જઈ બૈરીને ધોઈ નહિ શકે.શું માનવું છે?અપવાદ બધામાં હોય.

      Like

      1. વાત સાચી છે રાઓલ સાહેબ.. આ મારી કબુલાત છે કે મેં પણ એક વખત, કદાચ પહેલી અને છેલ્લી વખત, દારૂ પીને મારી પત્નીને મારઝૂડ કરી હતી. એ પછી મેં દારૂ પીવાનું છોડી દીધું છે..

        Like

        1. સુનીલભાઈ જાહેરમાં કબુલાત કરવી તે જ બતાવે છે કી આપ પોતે આવું કરીને કેટલા દુખી થયા હશો,ચાલો પીવાનું છૂટી ગયું તે બદલ અભિનંદન.પીવું કોઈ ખરાબ ચીજ નથી,કંટ્રોલ મહત્વનો છે.

          Like

    2. મીતાબહેન,
      મારી કૉમેન્ટ તો નીચે છે જ, પરંતુ તમે નવો મુદ્દો લાવ્યાં છો. મારઝૂડમાં પછાત કહેવાતા અને સુધરેલા કહેવાતા પુરુષોમાં પણ ફેર નથી હોતો એ્માં આંશિક તથ્ય છે. એક વાર ચાલુ બસમાં એક પતિએ પોતાની પત્નીને થપ્પડ મારી દીધી. બન્ને વચ્ચે એ પહેલાં કે પછી કઈં જ વાતચીત સાંભળવા નહોતી મળી. જંતરમંતરનું બસ સ્ટૉપ આવ્યું એટલે બન્ને ઊતરી ગયાં!

      બીજી બાજુ,અહીં અજમેરી ગેટના પુલ પર ચાલતાં જતો હતો ત્યારે બે ‘પછાત’ પતિ પત્ની ઠેલાગાડીને ધકેલતાં જતાં હતાં. અચાનક ગાડી પલટી ખાઈ ગઈ. પતિએ ગુસ્સામાં પત્નીને થપ્પડ મારી. બદલામાં પત્નીએ પતિનું કૉલર પકડી લીધું અને દૂર ધકેલી દીધો.

      મને લાગે છે કે મધ્યમ વર્ગની સ્ત્રીઓ વધારે દબાયેલી છે. નિમ્ન વર્ગમાં પુરુષો સ્ત્રીઓને મારે છે એ સમાચાર તો આપણા સુધી પહોંચ્યા છે પરંતુ સ્ત્રીઓ પ્રમાણમાં વધારે સ્વતંત્ર છે અને બદલો પણ લઈ શકે છે એ સમાચાર આપણા સુધી નથી પહોંચ્યા.

      આનું કારણ શું? એક, “જુઓ નિમ્ન વર્ગના પુરુષો કેવા ખરાબ છે, અને અમે કેવા સારા!” એમ સ્થાપિત કરવાનો મધ્યમ વર્ગનો પ્રયાસ. બીજું, સ્ત્રીઓ પણ બદલો લઈ શકે એ બોધપાઠને દબાવી દેવાનો પ્રયાસ.મારઝૂડ ન પણ કરતા હોય તો પણ ૯૯ ટકા પુરુષો પોતાને પત્ની કરતાં વધારે અક્કલવાળા માનતા જ હશે.એટલું જ નહીં, શારીરિક બળથી સ્ત્રીને દબાવી દેવાની ઇચ્છા કદી ન થઈ હોય એવો પુરુષ તો કરોડોમા એક મળશે.

      મને આનું કારણ એ લાગે છે કે સ્ત્રીના ગર્ભમાં બાળક રહે છે, એટલે સ્ત્રી સમાજના કેન્દ્રમાં છે.પુરુષને આ સ્થાન કદી નથી મળ્યું અને એ સ્થાન પર કબજો મેળવવા એ સતત મથ્યા કરે છે.બાળક સ્ત્રીનું છે એ તો નજરે ચડી જાય છે પણ એનો પિતા કોણ છે એ માત્ર સ્ત્રીના સર્ટિફિકેટ પર આધાર રાખે છે.

      ‘માતા’ બાયોલૉજિકલ પ્રક્રિયાનું પરિણામ છે પણ ‘પિતા’ સામાજિક પ્રક્રિયાનું પરિણામ છે. પુરુષ જે કંઈ કરે છે તેમાં સ્ત્રીને આ કેન્દ્રીય સ્થાન પરથી હટાવવાની એની તીવ્ર ઇચ્છા (અને એમાં મળતી હતાશા પણ) પ્રગટ થાય છે. પુરુષ હજી સુધી સફળ નથી થયો.

      Like

      1. એક સવલી કરીને ઠાકોર કોમની બાઈ અમારા ખેતરમાં કામે આવતી.એની સાથે હતી તે બાઈએ કહ્યું કે એનો ધણી ક્યાંક જતો રહ્યો છે અને એની શોધખોળ ચાલી રહી છે.પછી બીજા એક ઠાકોરે મને ખાનગીમાં કહ્યું કે કશું ઘરમાં ઝગડો થયો હશે તો સવલી એના ધણી કાનજીને ધોકે ધોકે ફરી વળેલી.પેલાને અપમાન લાગ્યું તે ઘર છોડી ભાગી ગયેલો,હવે આવી આ રડે છે કે એને ગમેત્યાથી શોધી લાવો.જોકે પેલો પછી પાછો આવી ગયેલો.
        ચાલો આપે પણ બહુ સારું તારણ કાઢ્યું છે.આપે જે કહ્યું તેવું ઓશો કહેતા હતા.આભાર.

        Like

        1. હાસ્યકારો પાસેથી સાંભળેલી એક ઘટના છે. આપે વર્ણવ્યા તેવા ગામડાના એક ધણી-ધણીયાણી સીમનાં મારગે ઝઘડતા જતા હતા. વાત વધી ગઇ હશે અને પેલો ધણી ધણીયાણીને માંડ્યો ઢિબવા ! એમાં રસ્તે ઘોડા પર સવાર ફોજદાર નીકળ્યા, બૈરી પર આવડા આને હાથ ઉપાડતો જોઇ તેનામાં પણ મારી જેમ સ્ત્રીદાક્ષિણ્યની ભાવના ઉછાળા મારવા માંડી ! ઘોડેથી ઉતરી માંડ્યો પેલા ધણીને ફટકારવા. પોતાના ધણીને માર ખાતો જોઇ ધણીયાણીનો પિત્તો સાતમાં આસમાને પહોંચ્યો ! તે વાઘણની જેમ ટુટી પડી પેલા ફોજદાર માથે !! મારી મારીને લમધારી જ નાંખ્યો. કહે મારો ધણી છે, તેને મારવો હોય તો હું જ ના મારૂં ! તું વળી કોણ મોટો મારવા વાળો ???

          કદાચ આ કથામાંથી સ્ત્રીની મનોદશાનો એક અંશ જાણવા મળે.

          Like

      2. દિપકભાઇ આપે સરસ તારણો રજૂ કર્યા છે.

        ‘માતા’ બાયોલૉજિકલ પ્રક્રિયાનું પરિણામ છે પણ ‘પિતા’ સામાજિક પ્રક્રિયાનું પરિણામ છે. સચોટ વાત. સરસ.

        મેં પણ આપે જોયેલા નિમ્ન અને મધ્યમવર્ગના કિસ્સાઓ જોયેલાં છે. નિમ્નવર્ગનાં સમાચારો આપણી સમક્ષ આવે છે અને ઉચ્ચ વર્ગનાં તો નાણાંની તાકાતમાં દબાઇ જાય છે પરંતુ સૌથી વધારે કિસ્સા મધ્યમવર્ગનાં હોવા છતાં ઓછા જાહેર થાય છે કારણ કે મધ્યમવર્ગમાં જ સૌથી વધુ દંભ અને સામાજિક અસરનો ડર હોય છે. એટલે મધ્યમવર્ગના મારઝૂડના કે સ્ત્રીઓ પણ બદલો લે છે તેવા કિસ્સા જાહેર નથી થતા.

        Like

    3. બહુ વાસ્તવિક વિશ્લેષણ મિતાબહેન. ખાસ તો ’પહેલી જ વાર હાથ ઉપડે ત્યારે જ વિરોધ કરવો જોઇએ’ એ બહુ વ્યવહારુ સુચન લાગ્યું.

      Like

  2. માનવ વ્યવહારના અજાણ અને અંધારા ખૂણાઓ પર તમે પ્રકાશ પાડ્યો છે, મને નથી લાગતું કે આને કારણે આપરાધિક ભાવનાઓ વધે. એ પણ સાચું છે કે સામાન્ય જીવનમાં માણસ આટલો હિંસક નથી હોતો.પરંતુ, હિંસક હોય તો તેનાં કારણોની તપાસ કરવાથી આપણે આદિકાળમાં પહોંચી શકીએ છીએ. તે પછી હિંસાને રોકવાની તો છે જ. અને એ સામાજિક વ્યવસ્થા દ્વારા થાય છે.

    Like

  3. ભૂપેન્દ્રસિંહજી,
    ફ઼રી એક વખત ઇવોલ્યુશનને લગતો વધુ એક મહત્વનો મુદ્દો આપે ચર્ચાની એરણે ચડાવ્યો છે. વાંચી આનંદ થયો.મિતાબહેન એ સરસ પૃથક્કરણ કર્યું માહિતીનું.
    બે ચાર વાતો મારા મત અને અભ્યાસ પ્રમાણે કહિશ.
    સ્ત્રીને થતી ઘરેલુ હિંસા પાછળ ઘણાં પરિબળો કામ કરે છે. એમાંનુ એક તો mildly promiscuous રહી છે. જેને કારણે જે અવિશ્વાસની સ્થીતી જે ખરા અર્થમાં પોતાના જીન્સની insecurity ને લગતું છે. જે આપે સારી રીતે વર્ણવ્યું છે.
    સદીઓથી સમાજ પુરૂષ પ્રધાન રહ્યો છે. ઘણી વાર સ્ત્રી માથું ઉંચકે ત્યારે તેને ડામી દેવા માટે પણ ઘરેલુ હિંસા થતી હોવાના કિસ્સાઓ જોયેલાં છે. ખાસ આપણે ભારતીયો કે જ્યાં હજુએ વતે ઓછે અંશે કુટુંબ વ્યવસ્થા ટકી રહી છે ત્યાં વધુ પડતા કંકાસ ( સાસ-બહુ) ને રોકવા માટે પણ આવી હિંસા થતી જોઇ છે. પુરૂષ માટે એ લગભગ અશક્ય બને છે જ્યારે સ્ત્રી તેના કાબુ થી બહાર જાય. તેના પર કાબુ પામવાનો નજીકનો ઉપાય આવી હિંસા તરીકે દેખાઇ આવે છે.

    અહિં વધુ પડતાં લોકો સ્ત્રીને “ક્લીન ચીટ” આપી દેવા તત્પર હશે. પરંતુ જો તટસ્થતાથી મુલવવામાં આવે તો રાઇનો પહાડ કરવાની સ્ત્રેણ પ્રકૃતિને કારણે ઘણાં બીનજરૂરી પ્રશ્નો જન્મે છે. સ્ત્રી હઠ મહાભયંકર હોય છે.

    હું એનો એક દાખલો આપીશ. મોટે ભાગે સ્ત્રીઓ કરતાં પુરૂષોનું કામ અર્થોપાર્જનનું હોય છે. પુરૂષ સવાર થી સાંજ સુધી નોકરીમાં અથવા ધંધામાં ઢસરડો કરી ને ( એમાં સ્ટાફ઼ ની આડોડાઇ/મજાક , બોસ્સ ની ગાળો , ટ્રાફ઼ીકમાં ફ઼સાઇ જવું વિગેરે વિગેરે કારણો ને કારણે ) થાક્યો ઘરે પહોંચે. અને ઘરે પહોંચતાની સાથે જ સ્ત્રી સહજ ફ઼રીયાદોનો ધોધ વહે , પુરૂષે બિચારા એ હજુ પાણી પણ ના પીધું હોય. સ્વાભાવિક છે, એ આખા દિવસનો ગુસ્સો અને ઉપર થી બૈરાની એવી વાતો કે જે હકિકતમાં કોઇ મુદ્દો જ ના હોય. મગજ ના જાય તો જ નવાઇ…

    જે સ્ત્રીઓ કામ માટે બહાર જાય છે, તેમને પણ આજ પરિસ્થિતીમાંથી પસાર થવું પડતું હોય છે. એ આ માનસિક તણાવને સમજી શકે છે. જેથી મેં એ પણ જોયું છે કે પતિ-પત્ની બન્ને કામ કરતાં હોય એવા કુટુંબોમાં ડોમેસ્ટીક વાયોલન્સ ઓછું જોવા મળે છે.

    આક્રમક પુરૂષોનાં વધુ પડતાં સંતાનો પુરૂષ થાય એ મારા માટે પ્રશ્નાર્થ રહેશે. કારણ મેં પર્સનલી હજુ સુધી આવું કો-રીલેશન એક તારણ પર આવી શકાય એવા રેશીયોમાં જોયું નથી. કદાચ યુ.એસ. કે યુ.કે. માં આ સર્વે થયો હોય.

    આભાર….

    Like

    1. ભારતમાં આવા સર્વે થાય તેવું લાગતું નથી.આ બધા સર્વે અમેરિકા અને યુરોપમાં થયા છે.કે આક્રમક પુરુષોને પુરુષ સંતાનો વધુ હોય છે,કે સ્ટેપ પેરેન્ટ્સ બાળકો માટે ઝોખમી હોય છે.અહીં ભારતમાં આવો કોઈ અભ્યાસ કરે તેવું છે ખરું?ઈવોલ્યુશનરી સાયન્સ અહીં માનેજ કોણ છે?

      Like

      1. ભૂપેન્દ્રસિંહજી આક્રમક પુરુષોનાં સંતાનોમાં વધુ પુત્રો જ હોય એ વિષય પર પણ દર્શિતભાઇના પ્રતિભાવમાં વાંચ્યા પછી મારું મનોમંથન ચાલ્યું અને તેમાં એવા મારા ઓળખીતા દસ કુટુંબના પુરુષનો સ્વભાવ આક્રમક હોય તેના કુટુંબમાં તો મને પુત્રીઓ જ વધુ જોવા મળી દસમાંથી એક જ કુટુંબ અપવાદ મળ્યું. તેનાથી વિરુદ્ધ શાંત સ્વભાવના બહુ આક્રમક ન હોય તેવા પુરુષમાં પુત્રો વધુ હતા. જો કે આક્રમક સ્વભાવ એટલે શું? તે પણ મહત્વનું હોય છે મોટાભાગે અમુક પુરુષો મેં આગળના પ્રતિભાવમાં લખ્યું તેમ લઘુતાગ્રંથિ હોય તેવા પુરુષો પેલી કહેવતની જેમ ‘નબળો ધણી બૈરી પર શૂરો’ ની જેમ જાહેરમાં પત્નીને ઉતારી પાડે કે ધોલધપાટ કરે. આર્થિક રીતે કે હોદ્દાની દૃષ્ટિએ સ્ત્રી પુરુષ કરતાં ઉંચી હોય ત્યાં પુરુષ આક્રમક હોવાનો દેખાવ જાહેરમાં કરે( જો કે પછી બેડરૂમમાં બિલ્લી બની જાય). ઘણીવાર સ્ત્રી આર્થિક રીતે નહીં પણ સામાજિક રીતે પ્રતિભાશાળી વર્ચસ્વ ધરાવતી હોય કે સ્ત્રી અતિસુંદર હોય અને પુરુષ સાધારણ દેખાવ ધરાવતો હોય તેવા સંજોગોમાં પણ પુરુષ તેના કુટુંબીજનો કે મિત્રવર્તુળમાં પોતાનો રોફ જમાવવા આક્રમક હોવાનો દેખાવ કરતો હોય. આના પર તો વધુ સર્વે થાય તો જ સાચું તારણ મળે. જો કે એક રમૂજ ખાતર કહી શકાય કે બધા પુરુષોએ આક્રમક ના બનવું જોઇએ. નહીં તો સામાજિક સમતુલા ખોરવાઇ જાય. આમેય ગુજરાતમાં તો હાલમાં જ સમસ્યા છે કે દીકારા કરતાં દીકરીઓ ઓછી છે. (બહુપતિત્વની પ્રથા પાછી આવી શકે)

        Like

    2. દર્શિતભાઇ,

      કુદરતી રીતે સ્ત્રી અને પુરુષ જુદી જુદી બાબતોથી તણાવગ્રસ્ત રહેતાં હોય છે. સ્ત્રીઓ તેની માનસિક સમસ્યા કે તણાવ મનમાં દાબી રાખી નથી શકતી. જ્યાં સુધી કોઇને કહે નહીં ત્યાં સુધી ઉચાટ અનુભવે, તેને ઉકેલ નહીં પણ માત્ર રજૂઆત કરવી હોય છે. માત્ર એકવાર કોઇ સાંભળી લે એટલે બસ.. સ્ત્રી દરેક વાતને લાગણીથી અને પુરુષ તર્કથી વિચારે છે. આ ભેદ કે સ્ત્રી પુરુષની આ અલગ રચના સમજમાં આવે તો મોટાભાગના પતિપત્નીના પ્રશ્નોનું નિરાકરણ આવી જાય

      અંતમાં, ઘણા બધા ઘરેલુ મારઝૂડના કિસ્સામાં એક કારણ એ પણ મનાય છે કે સ્ત્રીની જીભ ચાલે અને પુરુષનો હાથ ચાલે.

      Like

      1. મિતાબહેન :
        આપની વાત યોગ્ય છે. પણ મેં કહ્યું તેમ.. ફ઼રીયાદ કરવા માટે સ્ત્રી એ પુરૂષ થોડો સ્વસ્થ થાય તેની તો રાહ જોવી કે નહિં. મારા એક પરણીત મિત્ર છે. એ રોજેય એમની પત્ની ની બાજુ માં બેસી અને ૨ કલાક સુધી તેની વાતો સાંભળી લે છે. જેમાનું એ કશું યાદ પણ રાખતા નથી. પણ છતાંયે રોજેય એમની પત્ની એમને કહે છે અને એ સાંભળે છે. એમનો સમય સુતા પહેલાં ( એમની પત્ની ને માટે , આ ભાઈ તો પત્ની સુઈ જાય પછીએ ક્રિકેટ મેચો જોતાં હોય છે.) નો છે. ઓફ઼ીસે થી આવ્યા બાદ તુરંત નો કે જમવા બેઠાં હોય ત્યાર નો નહિં…. 🙂

        Like

  4. દર્શિતભાઈ,
    તમે લખો છોઃ “જે સ્ત્રીઓ કામ માટે બહાર જાય છે, તેમને પણ આજ પરિસ્થિતીમાંથી પસાર થવું પડતું હોય છે. એ આ માનસિક તણાવને સમજી શકે છે. જેથી મેં એ પણ જોયું છે કે પતિ-પત્ની બન્ને કામ કરતાં હોય એવા કુટુંબોમાં ડોમેસ્ટીક વાયોલન્સ ઓછું જોવા મળે છે.”
    તમારી વાત સાચી છે.પરંતુ નોકરી કરતી સ્ત્રીનો પતિ સ્ત્રીની માનસિક સ્થિતિ બરાબર સમજી શકે છે?

    મીતાબેનને આપેલા રિસ્પૉન્સમાં મેં સ્ત્રીની સ્વતંત્રતાની વાત કરી છે.નિમ્ન વર્ગમાં સ્ત્રી પણ કમાતી હોય છે. આમ પુરુષ અને સ્ત્રીની સ્થિતિ એકસરખી છે.મિમ્ન વર્ગમાં સ્ત્રી બદલો પણ લેતી હોય છે.

    તે સિવાય,પુરુષ બિચારો થાક્યોપાક્યો ઘરે આવે અને એની માનસિક સ્થિતિ પત્ની ન સમજી શકે એટલે પુરુષ કાબુ ગુમાવી બેસે એવું તમારૂં મંતવ્ય વિવાદ રહિત નહીં રહે. એમ મને લાગે છે.

    એક તો, ‘કામ’ એટલે શું? કઈં પુરુષ આખો વખત એક પણ શબ્દ બોલ્યા વિના નીચી મૂંડીએ કામ કર્યા કરતો હોય છે એવું નથી. આસપાસ બીજા સાથીઓ હોય છે એમની સાથે બીજી હળવી વાતો પણ કરી લેતો હોય છે. એટલે કે એને સોશ્યલાઇઝિંગની પણ તક મળતી હોય છે. બહુ જ તુમાખી બૉસ વિશે સૌ ચર્ચા કરીને મન હળવું પણ કરી લેતા હોય છે. પીઠ પાછળ એની મઝાક પણ કરતા હોય છે. પુરુષ દિવસ દરમિયાન દસ જણને મળે પણ છે.

    બીજી બાજુ, નોકરી ન કરતી ગૃહિણી પણ પુરુષની જેમ જ 24×7 મોનોટોનસ કામોમાં લાગેલી હોય છે. એ કોઈને મળતી નથી. સાંજ પડે ત્યારે એને પતિ મળે છે અને પતિ આખા દિવસમાં જે કઈં સાર્રૂ થયું હોય તે ભૂલીને તુમાખી બૉસ બની જાય છે. એનો ઈગો ઘવાયો હોય તો બદલામાં ઘરે આવીને એ બોસની જ નકલ કરે છે.

    સ્ત્રી નોકરી કરતી હોય તો એને પણ ઑફિસમાં આવા જ અનુભવ થતા હોય ને? એ કેમ પોતાના ઘવાયેલા ઈગોને સંતોષવા માટે બૉસની નકલ નથી કરતી હોતી? આર્થિક પ્રવૃત્તિમાં ભાગ લેવાથી ડૉમેસ્ટિક વાયોલન્સ ઓછું થવાનું તમારૂં અનુમાન સાચું છે, એનાથી સ્ત્રીને વધારે સ્વતંત્રતા મળે છે પરંતુ તે સિવાય અર્થોપાર્જન વિના સ્ત્રી જે કામ કરતી હોય છે એનું મહત્વ ઓછું ન આંકી શકાય. આથી ફરીથી કહું કે હકીકતમાં પુરુષ સ્ત્રીને બાયોલૉજિકલ કારણોસર મળેલા કેન્દ્રવર્તી સ્થાન પર કબજો કરવા માગે છે પણ એમાં બાયોલૉજી એને સાથ નથી આપતી.

    Like

  5. મનુષ્ય માં આસુરી / અહિંસક વૃતિ જન્મ જાત (in born) હોય છે કે પછી શીખીને (acquired) મેળવેલી હોય છે !! મારા અનુમાન મુજબ વાતાવરણ સ્વભાવ ના ઘડતર માં મોટો ભાગ ભજવે છે.

    અંગત રીતે હું દ્રઢ પણે માનું છું કે બધીજ બહેનો એ જરૂર પડે સ્વતંત્ર પોતા ના પગે ઉભા રહેતા થાય તેટલી કેળવણી જરૂર લેવી જોઈએ.

    મારી સમજ મુજબ પહેલા માં-બાપ સોનું – દહેજ દીકરી ને આર્થિક સલામતી માટેજ આપતા, હશે જો જરૂર પડે તો.
    હવે ભણતર (college degree)આર્થીક રીતે સ્વતંત્ર રહીશ્કાય માટે ખુબ જરૂરી લાગે છે.

    ગુજરાત માં બહેનો ના Education ના આંકડા છેલ્લા ૨-૩ દસકાઓ માં સારા એવા ઊંચા ગયા છે. થોડા સમય પહેલા રેલ્વે પ્રધાન મમતા બેનર્જીએ ભણવાજતી બહેનો ને મફત મુસાફરી માટે સવલતો આપી તેવા સમાચાર હતા. આ પગલું પ્રશંશા ને પાત્ર છેજ.

    ભુપેન્દ્ર્સીહ સરસ વિષય ચર્ચા ને એરણે મુક્યો છે.

    Like

  6. દિપકભાઇ :

    મારા માટે લગ્ન જીવન નો મતલબ “કો-એક્ઝિસ્ટંસ” જેવો થાય છે. જ્યારે પતિ-પત્ની બન્ને માનસિક રીતે પરિપક્વ હોય ત્યારે નાનાં નાનાં કારણો એ થતાં ઝઘડાઓ સામાન્ય સંજોગો માં ટળી જતાં હોય છે. જે હર એક પરણીત યુગલ માં હોય એવું જરૂરી નથી.

    સામાન્ય રીતે આપણા ગુજરાતમાં ( ઘણું ખરું તો આખા ભારતમાં ) ૨૨-૨૩ વર્ષે છોકરાને પરણાવી દેવામાં આવે છે. છોકરીઓ પણ ૨૦ થી ૨૨ વર્ષની થાય એટલે પરણાવી દેવામાં આવે છે. એમની માનસિકતા તમે ૩૫-૪૦ વર્ષ ની વ્યક્તિ કરતાં થોડી અલગ રહેવાની. હું મારીજ વાત કરું તો મારી ગર્લફ઼્રેન્ડ ની જે વાતો પર મને ૧૦ વર્ષ પહેલાં ગુસ્સો આવતો અને ઝઘડો થતો એ બાબતો મને આજે ક્ષુલ્લક લાગે છે. આજે અમે એ વાતો પર નથી ઝગડતા.

    બીજુ જે આપે કહ્યું કે પુરૂષ થાક્યો પાક્યો ઘરે આવે અને પત્ની માનસિક પરિસ્થીતી ના સમજે એ વિધાન કદાચ વિવાદ રહિત નહિ રહે.. તો એમાં પણ જાત અનુભવ જ લખીશ.
    હું શેર બજાર માં કામ કરું છું. અને એ કામ સ્ટ્રેસફ઼ુલ છે. ૯ થી ૫ ની જોબ જેવું તો બિલકુલ નથી. રોજ નવી ચેલેન્જ છે. ભલે કોઇ બોસ નથી. આવી પરિસ્થીતી માં જ્યારે સાંજે રીલેક્ષ થવા નાં મુડ માં ગર્લફ઼્રેન્ડ જોડે ફ઼ોન માં વાતો કરતો હોંઉ અને કોઇ નાની વાત ને મોટો મુદ્દો એ બનાવી દે ત્યારે મગજ ની કમાન છટકી જાય છે. હા, જો કે હું એવો “શુરવીર” નથી કે સ્ત્રીઓ પર હાથ ઉપાડું પણ મગજ છટકે એ વાત પણ સાચી છે. હું ૧૦ મિનિટ પૂરતો ફ઼ોન કાપી નાખું ત્યારે એને પણ સમજાય જાય છે કે કંઇક ખોટું થયું અને ગાડી પાછી પાટે ચડી જાય.

    હું એવું તો નથી જ કહેતો કે હર એક વ્યક્તિ ની સ્થીતી મારા જેવીજ હોય પણ મહદ અંશે મેં સાંજે ઘરે જતાં પુરૂષો ને ખુબ તણાવ માં જોયા છે ખાસ કરી ને મેટ્રો અથવા સેમી મેટ્રો સિટી માં કામ કરતાં. અને ઝઘડા પણ જોયાં છે. હજુ હું અપરણીત છું એટલે કદાચ અહિં “અનુભવ ની કમી ” નજર આવી શકે છે. 🙂

    Like

    1. દર્શિતભાઈ,
      તમે હજી ઘણા નાના છો તેમ છતાં વિચારો એટલા પરિપક્વ અને આદરપુર્વક વ્યક્ત કરો છો કે તમારી ઉંમરની મારી કલ્પના અતિશયોક્તિભરી હતી.(જો કે અહીં લખનારામાંથી ઘણાખરા મારાથી નાના છે એનો ખ્યાલ છે જ) અને હવે તો frankly વાત કરી જ દીધી છે એટલે એમાં શું ઉમેરવું કે ઘટાડવું? તમે co-existenceની વાત કરી તે જ સાચા સંબંધ છે.
      જે કઈં હું કહું છું તે માત્ર જનરલ સેન્સમાં. માણસ એક બીબામાં ઢાળેલો નથી બનતો. એટલે વ્યક્તિગત વલણો અને અભિગમો તો રહેશે જ, જે આપણને ભૂપેન્દ્રસિંહભાઇએ સુચવેલા વૈજ્ઞાનિક આધાર પર વિકસેલા સમાજ તરફ લઈ જાય છે એટલે આગળના તફાવત સામાજિક ચિંતનનો ભાગ બની જાય છે.
      મારી ઉંમરનો હું એક જ લાભ લઈશ, તમારી મંજૂરી હોય તો. બસ, આજથી તમારા નામની પાછળ લાગતું ‘ભાઈ’ કાપી નાખું?.આટલું નુકસાન સહન કરવા તૈયાર છો? પરંતુ અર્જુનવિષાદયોગમાં સપડાઈને ‘સામસામા’ થતાં અચકાશો નહીં.

      Like

  7. દિપકભાઇ :
    LOL
    હું અહિં ચર્ચા માં ભાગ લેતાં લગભગ બધા થી ઉમરમાં નાનો હોઇ શકું છું. અને મને પણ “ભાઇ” નુ વિશેષણ ગમતું નથી ( એમાયેં રૂપાળી છોકરીઓ કહે ત્યારે તો બિલ્કુલ નહિં…:P. એટલે જે સ્ત્રી પોતાને રૂપાળી / દેખાવડી સમજતી હોઇ, તેઓએ મને ભાઇ કહેવું નહિં. હા, જે પોતાને કદરૂપી સમજતી હોય એ કહિ શકે છે. :)))
    ઉમર ને કારણે થોડો અગ્રેસીવ પણ હોઇ શકું છું ક્યારેક ક્યારેક. તો એ આપ વડીલો એ સમજી ને જતું કરવાનું હોંકે ….. 🙂

    Like

    1. આ બ્લોગ ઘેલી કવિતાઓનો કે ભજનીયાનો છે નહિ ,માટે અહીકોઈ સ્ત્રીઓ,ચપલાઓ આવતી નથી,એમની હિંમત ચાલે નહિ કે પછી સ્મોલ કિડની.અહીં જે આવે છે તે બધી માતાઓ જ છે.એટલે અહીં કોઈ ભાઈ કહે તો સમજી લેવું કે દીકરા કહેતી હશે.

      Like

    2. વાંધો નહીં હું મને કદરૂપી છોકરી નથી માનતો અને મળું ત્યારે લાગે કે હું કદરૂપી છું તો રાખડી બંધાવી લેજો!

      Like

    3. માતાઓ માટે છુટ છે ભૂપેન્દ્રસિંહભાઇ ,..

      આપણો બ્લોગ મારી ઉમરની છોકરીઓ ની પાચન શક્તિ થી પર છે. પણ આ તો “પાણી પેહલાં પાળ” બાંધુ છું.

      દિપકભાઇ : મેં મોટા ભાઇઓ વિશે નથી લખ્યું, ફ઼ક્ત સ્ત્રીઓ માટે જ અમુક વાક્યપ્રયોગ નિષેધ છે. 🙂

      Like

    4. મને આપની આ સુંદર સ્ત્રીઓએ ભાઇ ના કહેવું તેના પરથી એક વાત યાદ આવી મારો પુત્ર જ્યારે અગિયારમાં ધોરણમાં ભણતો ત્યારે એક મિત્રકુટુંબની દીકરીઓ તેને ભૈયા (હિન્દીભાષી હોવાથી)કહે તો મારા દીકરાને ગમતું નહીં મને કહેતો કે આ કેમ આવું કહે છે? (જો કે તેને ના ગમે તે સારું કહેવાય ખોટી પેલા દોસ્તના ફિલ્મની જેમ ચિંતા ના રહે)

      પણ તમે કેમ અમને બધાને વડીલ કહો છો?( પરાણે ચશ્મા અને લાકડી પકડાવી દેવાનાં) અરે એટલાં બધાં પણ ઘરડાં નથી અમે.

      આ તો શું આપણા દેશની રીતભાત પ્રમાણે દરેક નાનામોટાંને ભાઇ કહેવાય. હવે અમે તમને નવા જમાનાની રીત પ્રમાણે મિ. ગોસ્વામી કે મિ. દર્શિત કહીશું.

      Like

      1. મિતાબહેન :

        જો તમારો પુત્ર ૧૧ માં ધોરણ માં ભણતો હોય તો તમે મને ખાલી દર્શિત પણ કહિ જ શકો છો. તમે ભાઇ કહેશો તો પણ ચાલશે. 🙂 મેં અગાઉ કહ્યું તેમ માતાઓ ને છુટ છે. 🙂 બસ મારી હમ-ઉમ્ર કે મારા થી નાની છોકરી ભાઈ ના કહેવી જોઇએ. ( અને મારી ગર્લફ઼્રેન્ડ આ ના વાંચવી જોઇએ. ) 😉

        Like

        1. મીતાબેનના પુત્રને ૧૧ ધોરણ છોડે વર્ષો વીતી ગયા,ચાઈના જઈને શાઓલીન સ્કુલમાં જઈ માર્શલ આર્ટ ચેમ્પિયન બની હાલ લોસ એન્જલસમાં ફિલ્મ મેકીન્ગનો અભ્યાસ કરે છે.જસ્ટ માહિતી માટે.

          Like

  8. some times not only lower society but also in sabhya samaj sanskruti ma rehata partner pan physically + mentally torture sahan karvu padtu hoye che just cause of some females r highly emotional fool ,, these females likes to be in the rule of particular person in any situations .

    Like

  9. સરસ લેખ બાપુ, કદાચ પુરુષ પ્રધાન પ્રાચીન માન્યતાઓ અને વાર્તાઓ સ્ત્રીઓની માનસિકતા પર અસર કરતી હોય… માનસિક અસર અને સંવેદનાઓ પછાત-ઉંચસ્તર, શિક્ષિત કે અશિક્ષિતનો ભેદભાવ નથી રાખતી… એક રીપોર્ટ મુજબ ૪૦ ટકા પત્નીઓ પોતાના પતિની મારઝૂડનો ભોગ ક્યારેક તો જરૂર બને જ છે કેરળ જેવાં સુશિક્ષિત રાજ્યમાં પણ ૩૦ ટકા સ્ત્રીઓ પતિના અત્યાચારનો ભોગ બને છે… છતાં પણ હું કહીશ કે ઉત્ક્રાંતિ આગળ વધવાથી ચિત્ર બદલાઈ રહ્યું છે સિક્કાની બન્ને સાઈડ સમાનતાના રંગો પુરાતા હજુ સમય લાગશે પરંતુ પુરાશે જરૂર
    અંતે મારી આદત અનુસાર…..

    ઇંગ્લીશમાં બોલે અંકલ
    ગુજરાતીમાં બોલે કાકા
    દીકરીયું વારાનો જમાનો આયવો
    દીકરાવના બાપ વરી વાંકા
    ભાઈ… ભાઈ…
    ભલા મોરી રમા… ભલા હંધાયની રામા હહાહાહાહા

    Like

  10. આપનો લેખ વાચવાની મજા પડી(જો કે રોજ મજા જ પડે છે :D) મને ઘણું જાણવા મળ્યું….બાકી અમારા જેવા ની બુદ્ધિ ગુજરાત સમાચાર થી સારું થાય અને દિવ્યભાસ્કર માં પૂરું થય જાય છે…ખી ખી ખી..આભાર…..

    Like

Leave a comment