સ્ત્રી mildly promiscuous.(Hard Truths About Human Nature)

સ્ત્રી mildly promiscuous.(Hard Truths About Human Nature)
મનૉગમી  એક સામાજિક વ્યવસ્થા છે અને પોલીગમી બાયોલોજીકલ વ્યવસ્થા છે. મતલબ પોલીગમી આપણાં જિન્સમાં છે. એક તો સ્ત્રી મજબૂત જિન્સ ઉછેરવા માંગતી હોય છે સાથે સાથે તે જિન્સ જીવતા રહે તે પણ એટલું જરૂરી છે. માટે સ્ત્રીની પસંદગીમાં દુવિધા રહેતી હોય છે. સ્ત્રી અન્ડ્મોચન સમયે મજબૂત, રફ, ટફ હાઈ લેવલ ટેસ્ટાટોરીન ધરાવતા પુરુષ તરફ આકર્ષણ અનુભવતી હોય છે, પણ પછીના સમયે સૌમ્ય અને સહકારની ભાવના ધરાવતા પુરુષ તરફ ઢળતી જોવા મળતી હોય છે. કારણ હવે ટ્રાન્સ્ફર થયેલા જિન્સ મોટા કરવાના છે. ખેર આ બધી બાબતો ધ્યાનમાં લેવાતા ઇવોલ્યુશનના ઇતિહાસમાં સ્ત્રી mildly promiscuous રહી છે. અલ્પ પ્રમાણમાં અવિશ્વસનીય રહી છે. જ્યારે શક્ય તેટલાં જિન્સ જુદે જુદે વિકસે અથવા ફેલાય તેવી જિનેટિક પોલીગમી માનસિકતા ધરાવતો પુરુષ ૧૦૦ ટકા અવિશ્વસનીય રહ્યો છે, પ્રોમીસ્ક્યુઅસ રહ્યો છે. પુરુષ વિશ્વસનીય રહ્યો હોય તો કાયદા કાનૂન અને મજબુરીમાં વિશ્વસનીય રહ્યો હોય છે.

મનૉગમી હમણાં આવી છે, લાખો વર્ષથી માનવજાત પોલીગમી રહી છે. જે પુરુષ પાસે વિપુલ સંપદા હોય તેની પાસે એક કરતા ઘણી સ્ત્રીઓ રહેતી. ધારોકે ૫૦% પુરુષો પાસે બે સ્ત્રીઓ હોય એનો મતલબ ૫૦% પુરુષો સ્ત્રી વગર રહી જવાના, એવી રીતે ૨૫ % પુરુષો પાસે ચાર સ્ત્રીઓ હોય તો ૭૫ % પુરુષો સ્ત્રી વગર રહી જવાના. આશરે ૬૦ થી ૭૦ ટકા પુરુષો જિન્સ ટ્રાન્સ્ફર કર્યા વગર રહી જતા હતા. મનૉગમી આવી તો પુરુષોને ફાયદો થયો છે. આ રહી ગયેલા પુરુષો યેનકેન પ્રકારે જિન્સ ટ્રાન્સ્ફર કરવા પ્રયત્ન કરતા જ રહેવાના. સ્ત્રી પણ મજબૂત જિન્સ માટે લાલચ ધરાવતી રહેવાની. એમાં કહેવાતી બેવફાઈ જન્મ લેવાની. કુદરતનાં કાનૂનમાં કોઈ બેવફાઈ જેવું હોતું નથી. પણ આવું  કઈ રીતે જાણવું કે સ્ત્રી અલ્પ પ્રમાણમાં અવિશ્વસનીય રહી છે? કોઈ વ્યવહારગત મેટિંગ જેવી સીસ્ટમ ફોસિલ તો છોડતી નથી.

ઈવોલ્યુશનરી બાયોલોજીસ્ટ અને સાયકોલોજિસ્ટ શું વિચારે છે?

સ્ત્રીની અલ્પ અવિશ્વસનીયતાના પુરાવા આ લોકોને પુરુષના જનનાંગ પરથી દેખાય છે. પહેલો પુરાવો વૃષણ છે, જે પ્રાણી જાતિની માદા વધારે promiscuous તેના નરનાં વૃષણની સાઇઝ શરીરના વજનના પ્રમાણમાં મોટી હોય છે. કારણ આ જાતિની માદા ટૂંકા સમયમાં એક કરતા વધારે નર સાથે સંસર્ગ કરતી હોય તો તે promiscuous  છે, અંડ સુધી પહોચવા માટે જુદા જુદા નરના સ્પર્મ હરીફાઈ કરતા હોય છે. આ પ્રોસેસને સ્પર્મ કોમ્પીટીશન કહેવાય છે. આનો સરળ ઉપાય ઉત્ક્રાન્તીએ શોધ્યો હોય સ્પર્મની સંખ્યામાં વધારો. સીલ્વરબેક ગોરીલાની માદાઓ એક જ મજબૂત આક્રમક નરના સખત કાબૂમાં જીવતી હોય છે અહી સ્પર્મ કોમ્પીટીશન હોતી નથી. તો ગોરીલાના વૃષણ તેના વજનના 0.૦૨% હોય છે, અને સ્પર્મ  સંખ્યા એક વખતમાં ૫૦ મિલિયન હોય છે. જ્યારે ચીમ્પાન્ઝીમાં માદા અને નર વચ્ચે કોઈ ખાસ “pair-bonding “હોતું નથી. અહી માદાઓ ખૂબ promiscuous  છે. તો અહી ચીમ્પના વૃષણ એના શરીરના વજનના ૦.૦૩% હોય છે. જ્યારે એક વખતના સ્પર્મની સંખ્યા ૬૦૦ મિલિયન છે. ગોરીલા કરતા ૧૫ ગણા મોટા વૃષણ અને ૧૨ ગણું સ્પર્મ ઉત્પાદન વધારે.

આ હિસાબે માનવજાત  ગોરીલા અને ચીમ્પાન્ઝીની મધ્યમાં આવે છે. જુઓ અહી માનવજાતના વૃષણ શરીરના વજનના પ્રમાણમાં  ૦.૦૪ થી ૦.૦૮% છે અને સ્પર્મ ઉત્પાદન એક વખતનું ૨૫૦ મિલિયન છે. એ હિસાબે માનવ સ્ત્રી ગોરીલા માદા કરતા વધુ પણ ચીમ્પની માદા કરતા ઓછી promiscuous  છે.

ચાલો એક વધુ પુરાવો જોઈએ તે છે પુરુષના જનનાંગનો વિશિષ્ટ આકાર. આ શોધ્યું છે પ્રોફેસર Gordon G. Gallup, Jr (State University of New York – Albany) અને તેમના  સાથી મિત્રોએ. ગોરીલા અને ચિમ્પાન્ઝી માનવજાત જેવું સક્રિય મન ધરાવે છે તેવું કૂતરા અને બિલાડા ધરાવતા નથી આવું એમણે ૪૦ વર્ષોના રિસર્ચ દરમ્યાન જાત જાતના પ્રયોગોના અંતે શોધેલું છે. ગોર્ડન હાલના બહુ મોટા ઈવોલ્યુશનરી સાયકોલોજીના નિષ્ણાત ગણાય છે. ગોર્ડન બહુ સારા વક્તા છે અને  NorthEastern Evolutionary Psychological Society ની પહેલી વાર્ષિક મીટિંગમાં

એક ઐતિહાસિક ભાષણમાં એમણે જણાવ્યું કે માનવ જાતના નરની જનેન્દ્રીય બીજી જાતો કરતા વિશિષ્ટ છે હવે થોડું અંગ્રેજીમાં વાંચો. The shape of the human penis is quite distinct from that of many other primate species.  In particular, the glans (“head”) of the human penis is shaped like a wedge. The diameter of the posterior glans is larger than the penis shaft itself, and the coronal ridge, which rises at the interface between the glans and the shaft, is positioned perpendicular to the shaft, In addition, the human male during copulation engages in repeated thrusting motions before he ejaculates. The combined effect of the particular shape of the penis glans and the repeated thrusting motions during intercourse is to draw foreign semen back away from the cervix. If a female copulated with more than one male within a short period of time, this would allow subsequent males to “scoop out” semen left by others before ejaculating. In other words, according to Gallup, the human penis is a “semen displacement device.” It is designed and used to remove other men’s semen from the cervix before the man ejaculates.
If women did not engage in extensive extra-pair copulations throughout human evolutionary history, then the human penis would not be shaped as it is (like a wedge or scoop), and the human male would not engage in repeated thrusting motions during intercourse before ejaculating. Clear evidence of women’s promiscuity throughout evolutionary history is in the size and shape of men’s genitals. men have testes which are larger than gorillas and orangutans (whose females are largely sexually exclusive to their mates) but smaller than bonobos and chimpanzees (whose females are highly promiscuous), and men have an unusually large penis.

હ્યુમન ઈવોલ્યુશન બહુ લાંબો પ્રોસેસ છે, લાખો વર્ષોનો. એના જટિલ કોયડા ઉકેલવાનો વૈજ્ઞાનિકો પ્રયાસ કરતા હોય છે. ગોર્ડને ખૂબ પ્રયોગો કર્યા છે, આર્ટીફીસીયલ જનેન્દ્રીયો બનાવી, અને રીયલ સ્ત્રી પુરુષોના સંસર્ગનો અભ્યાસ કરીને તારણો કાઢેલા છે. માનવું ના માનવું આપણી મરજીની વાત છે.

32 thoughts on “સ્ત્રી mildly promiscuous.(Hard Truths About Human Nature)”

  1. તમે લખો છો પણ બૈરીને પૂછતાંય બીક લાગે કે તું પ્રોમિસ્ક્યૂઅસ છો/હતી? ક્યાંક સાચો જવાબ આપી દે તો?

    Like

  2. સરસ માહિતી આપી. એવું કહી શકાય કે, સ્ત્રી કરતા પુરુષ આધિપત્ય જમાવવાનો વધુ પ્રયત્ન કરે છે એનું મૂળ આ કારણ છે?

    Like

    1. ડૉ ગોર્ડનનું રીસર્ચ પેપર વાંચ્યા પછી મને પણ ખૂબ વિચારો આવેલા.કે આ લોકો promiscuous શબ્દ શું કામ વાપરતા હશે?કે પહેલા તો શરૂમાં સ્ત્રીપ્રધાન કે માતૃપ્રધાન સમાજો હતા.અને પોલીગમી તો બાયોલોજીકલ આપણા જિન્સમાં જ છે.મતલબ સ્ત્રીઓ પણ બહુ પતિત્વ કે બહુ પુરુષ ગામી હતી.તેમ પુરુષો પણ બહુ સ્ત્રી ગમન કરતા હતા.આ તો નેચરલ હતું.તો પછી અવિશ્વસનીયતા કઈ રીતે કહેવાય?અવિશ્વસનીયતા પોતે જ કુદરતી હતી.એટલે બીજાના જિન્સ દુર કરી પોતાના સ્થાપી દેવા તે આધિપત્ય જમાવવું વધુ કહેવાય.અને તમે મારા વિચારોને મજબુત ટેકો આપ્યો.ખૂબ ખૂબ આભાર.ખાસ તો આવા લેખોમાં કોઈ પ્રતિભાવ જલ્દી આપે નહિ કે વિચારે પણ નહિ,કે વાંચે જ નહિ.પણ આપે વિચાર્યું તે પણ સરસ ફરી આભાર માની લઉં યાર.
      હજુ પણ બહુ પતિત્વ ધરાવતા સમાજો દુનિયામાં છે જ.ભારતમાં પણ છે.તિબેટ આખું બહુપતિત્વ સમાજ ધરાવે છે.આફ્રિકન મસાઈ લોકોમાં પણ આવો જ રીવાજ છે.

      Like

      1. ભુપેંદ્રભાઈ, મારા માટે “આપ” વાપરશો એ કેમ ચાલશે? “તુ”કાર જ વધારે જચશે. તમે તો હિતેંદ્રના કાકા-સસરા છો.

        મહાભારતનો અર્જુન મુળ તો તિબેટી ઈંદ્રનો પુત્ર હતો, એટલે તેના માટે બહુપતિત્વની સમ્ભાવના સુચવતા કુંતામાના ઉદ્ગાર સ્વીકાર્ય હોઈ શકે એમ લાગે છે.

        Like

      2. અવિશ્વસનીયતા પ્રાકૃતિક રીતે તો નથી જ, માત્ર આજના સામાજિક સંદર્ભમા, અને પત્નીએ એક જ પતિ સાથે રહેવું જોઇએ, એવા ખ્યાલના અનુસંધાનમાં જ આ શબ્દ વાપરી શકાય.

        Like

  3. Hard truth about human nature સીરિજ વાંચે એને હ્યુમન એવોલ્યુંસન નાં એક વિષય જેટલું જ્ઞાન મળી જશે એ પાકી વાત છે .

    Like

  4. ગુજરાતીમાં ઘણું ઘણું પ્રથમ વખત વાંચું છું ! જેમ આપને એક ફકરો ગુજરાતી કરતા ન ફાવ્યો તેમ મને તે પરનો પ્રતિભાવ ગુજરાતીમાં આપતા નહીં ફાવે !! પરંતુ એટલું જ કહીશ આ વાત મેં પહેલી વખત જ વાંચી. ઝક્કાસ ! ખરે જ માનવો પડે તેવો તર્ક છે.

    ભણતો ત્યારે એક વાક્ય ગોખાવાયું હતું જેનો ભાવાર્થ કંઇક આવો છે; “તમે પાપ પણ નથી કરતા, પુણ્ય પણ નથી કરતા. એ જ કરો છો જે પરિશ્થિતિવશ તમારે કરવું પડે છે.” અહીં “બેવફાઇ”નાં વૈજ્ઞાનિક સંદર્ભે આ વાક્યનો એક નવો અર્થ પણ સમજાયો છે. જન્મવાની, ટકી રહેવાની અને પ્રભુત્વ મેળવવાની હરીફાઇમાં કુદરતે કેટલું ઝીણું ઝીણું કાંત્યું છે તે આવા લેખોથી સમજી શકાય.

    શ્રી દિપકભાઇના પ્રતિભાવ સંદર્ભે વિનમ્રતાથી એટલું જ કહીશ કે; ’પણ બૈરીને પુછવું જ શા માટે જોઇએ ?!’ આપ તો ઊપનિષદોથી જ્ઞાત છો, અતિજ્ઞાનનું ભયસ્થાન પણ જાણતા જ હોય. કોઇક મુદ્દે અબુધ રહેવું પણ જીવનને સરળ બનાવે છે. ખોટી વાત ?!

    અને હા, સ_રસ લેખ. આભાર.

    Like

    1. ગુજરાતી કરતા ના ફાવ્યો,એના કરતા સંકોચ વધુ થયો.કારણ અનુરૂપ શબ્દો વાપરવા જતા સંકોચ થાય તે સ્વાભાવિક હતું.બીજું હું ઘણા બધા વૈજ્ઞાનિકોના લેખો વાંચીને પછી તારણ કાઢી મારું થીન્કીંગ ઉમેરીને લખતો હોઉં છું.સીધું ગુજરાતી કરતો નથી.આમાં પણ ઉમેરવાની જરૂર પછી લાગી હતી.પણ વિષય જરા જટિલ હતો કે શાંતિથી વિચારવું પડે.જોકે લેખ તો વહેલો લખેલો પણ મુકવો કે નહિ તેવું પણ વિચારતો હતો.પ્રોમીસ્ક્યુઅસ શબ્દનો લેક્સીકોનમાં અવિશ્વસનીય જેવો આપ્યો છે.જોકે મને જચતો નહોતો માટે મૂળ અંગ્રેજી શબ્દ જ વાપરી નાખ્યો.

      Like

      1. મારો કહેવાનો અર્થ પણ એ જ હતો ! અન્ય સ્થળે ખબર નહીં પણ, અમારી બાજુ ’ન ફાવવું’ એટલે માત્ર ’ન આવડવું’ એમ નહીં પણ ’અનુકુળ ન આવવું’ એ અર્થમાં વપરાય છે. જેમ કે મહેમાનને પૂછાય છે કે ’ચા લેશો ?’ તો મહેમાન કહે; ’મને ચા નહીં ફાવે !’ (અમને આવા મહેમાન વધુ ગમે !! ધડ દઇને ’બનાવો ત્યારે, થોડી પી નાંખીશું’ કહે તેને બીજી વખત સલાહ જ નહીં કરવાની 🙂 )

        લો આ બહાને થોડું સંસ્કૃતિનું આદાન-પ્રદાન પણ થયું ને !! બીજું આપ બહુ ’અચકાવ અચકાવ’ ન કરશો ! નાહક અમને નૂકશાન જશે !! (આપને તો પ્રતિબંધનો પણ ડર નહીં ! વર્ષે- બે વર્ષે દેશમાં આવવાનું થાય ત્યાં તો અહીં, ટેવ મુજબ, બધું ભુલાઇ ચુક્યું હશે !!)

        Like

        1. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં એક જ શબ્દો ઘણી વાર ગેરસમજ ફેલાવી દે તેવા અર્થ કરતા હોય છે.મારા ભાઈ જામનગર રહે કહે ઘરના બધાને યાદી આપશો.મને થાય કે ઘરના બધાને જાણે જ છે તો બધાનું લીસ્ટ (યાદી) કેમ માંગતા હશે?કે પછી શેની યાદી મારે ઘરના લોકોને આપવાની છે?પછી ખબર પડી કે બધાને યાદ આપશો તેવું કહે છે.આવું છે ભાઈ.

          Like

  5. Promiscuous = પ્રોમિસક્યુઅસ = (ઉચ્ચાર: પ્રો+મિસ+ક્યુ+અસ)=
    Having casual sexual relations frequently with different partners. (dictionary) એકદમ બંધબેસતું ગુજરાતી શોધવું પડશે.
    (પૂરક માહિતી)

    Like

    1. પ્રૉમિસ્ક્યૂઅસ એટલે કામ ક્ષેત્રમાં છુટછાટ લેનાર (સ્ત્રી અથવા પુરુષ). આ જ અર્થને વ્યક્ત કરે એવો શબ્દ કદાચ ગુજરાતીમાં નહીં મળે કારણ કે આવા વ્યવહારને આપણા સમાજે માન્યતા નથી આપી. જે વસ્તુ વ્યવહારમાં ન હોય તેના માટે શબ્દ પણ ભાગ્યે જ હોય… પરંતુ આપણે સ્વચ્છંદી કહી શકીએ. શબ્દનો અર્થ હંમેશાં સંદર્ભ દ્વારા વ્યક્ત થાય છે.સ્વચ્છંદી શબ્દ મનફાવતું (અને તે પણ નકારાત્મક અર્થમાં) કરનાર માટે વપરાય છે. આમાં સેક્સના સંદર્ભમાં પણ વપરાતો જોયો છે.
      આ ઉપરાંત છેલ-છબીલી, છેલ-છટાક,છેલ-બટાઉ પણ કહી શકાય. જો કે એક્ઝેક્ટલી આ શબ્દો પણ કામ ન આવે, પરંતુ બહુ જ નજીક જણાય છે.

      Like

      1. શ્રી દિપકભાઇ, આ સારો શબ્દ સુઝાડ્યો. ભ.ગો.મં.ના હવાલે પૂરક માહિતી રજુ કરું તો : સ્વચ્છંદાચાર શબ્દ પણ મળેલો છે. જેની સમજુતી ભ.ગો.મં.માં નીચે મુજબ અપાઇ છે. જે અર્થ પણ, મને લાગ્યું કે, Promiscuousની વધુ નજીક જણાશે. આ પરથી સ્વચ્છંદાચારી પણ કહી શકીએ ?

        * “સ્વચ્છંદાચાર = સ્વેચ્છાચાર; સ્વચ્છંદીપણું; મરજી પ્રમાણે આચરણ કરવું તે. શ્રી બાળગંગાધર ટિળક કહે છે કે, વિવાહ વ્યવસ્થા પૂર્વે પ્રચારમાં ન હતી તે પ્રથમ શ્વેતેકેતુએ અમલમાં આણી અને સુરાપાન શુક્રાચાર્યે નિષિદ્ધ ઠરાવ્યું. આ મર્યાદા દાખલ કરવામાં શ્વેતકેતુ કે શુક્રાચાર્યનો સો હેતુ હતો તે ન જોતાં, આવા પ્રકારની મર્યાદાના કર્તા એ હતા એટલું જોઇને એ ધર્મની વ્યાખ્યા ઉત્પન્ન થઇ. ધર્મ થયો એટલે પ્રથમ એનું મહત્વ ગમે તેના પણ લક્ષમાં આવે અને એ પ્રમાણે વર્તન થાય. ખા, પી, ચેન કર એ કોઇને કહેવું પડતું નથી; કારણ કે એ ઇંદ્રિયોનો સ્વાભાવિક ધર્મ જ છે. સમાજને ધારણ કરી રાખવા માટે સર્વલોકના સુખ સારુ આ સ્વભાવથી પ્રાપ્ત થયેલ સ્વચ્છંદાચારમાં મર્યાદા દાખલ કરવી એ ધર્મનું કામ છે.”

        Like

          1. ટોપ,બ્લોગ,ટોપ પોસ્ટ,લેટેસ્ટ ઉપર ક્લિક કરવાથી કશું ખુલતું નથી.બધાને એવું થાય છે કે શું?થતું હોય તો કોઈ વર્ડપ્રેસને કમ્પ્લેઇન કરો.

            Like

        1. સ્વચ્છંદ પોતે પણ બે શબ્દનો બનેલો શબ્દ છે. એમાં ત્રીજો શબ્દ ‘આચાર’ કામ ઉમેરવો? એ જ રીતે ‘સ્વેચ્છાચાર’ પણ ત્રણ શબ્દનું સંયોજન છે.
          શ્રી કે. કા. શાસ્ત્રીના બૃહદ્‍ ગુજરાતી કોશમાં ‘છંદ’ શબ્દ ત્રણ વાર છે અને દરેકના અર્થ જુદા છે. આમાંથી પહેલો ‘છંદ’ એટલે મરજી કે ઇચ્છા. છંદ એટલે સોબત પણ ખરી. આપણે કહીએ છીએ “કુછંદે ચડી ગયો.”

          Like

  6. કુદરત ના નિયમો ની ઊંડાણ માં તર્ક બ્બધ સમજાવતો લેખ છે ભુપેન્દ્સિંહ
    ઘણું નવું અચંબિત થઈ જવાય તે જાણવાનું મળ્યું.

    ” આ વાલિયા લુંટારા એજ બધાને ઉંધા રસ્તે ચડાવી દીધા છે
    મારે તો શ્રી રામ ના પિતા રાજા દશરથ નુજ ઉદાહરણ લેવું હતું.”
    પણ હવે ધોળા માં ધૂળ નાખવાનું ફાવે કે પોસાય તેમ નથી!!
    મારા શ્રીમતીજી આ બ્લોગ પર આવતા નથી માટેજ છુપી રુસ્તામી કરું છું!!!
    જોવું છે કે બીજી કેટલી રમુજો રજુ થાય છે!!

    Like

    1. ભાઈ આ સીરીજના લેખો વચમાં વચમાં મુકેલા છે,હજુ તો ઘણું અચરજ બાકી છે.લગભગ કોઈના શ્રીમતી અહીં બ્લોગમાં આવતા નથી,માટે તો બધા અહીં રાજા બની જાય છે.એમાં હું પણ આવી ગયો,બાકી આવા લેખો મુકાય ખરા?જે છે તે પણ ખોઈ બેસીએ.

      Like

  7. રાઓલજી, બહુ સરસ અને સચોટ લેખ છે…. સહમત છુ .. આજે પણ કોઈ પણ સ્ત્રી મેચો યાને મર્દાના પુરુષ તરફ આકર્ષાય જ્ છે. અને સ્ત્રી અને પુરુષની સેક્સુઅલ અર્જમાં ઘણો તફાવત હોય છે.વન નાઈટ સ્ટેંડીંગ રીલેશન શીપ નો બેઝ પણ આ જ હોય છે.આવુ ચિત્ર પ્રાચીન ગ્રીકમાં જોવા મળતુ કે એથેન્સની ઘણી સ્ત્રીઓ સ્પાર્ટાના યોધ્ધા સાથે સંભોગ-નિમંત્રણ મોકલતી.

    Like

    1. વન નાઈટ સ્ટેન્ડીંગ માટે મર્દાના કે જેથી પાવરફુલ જિન્સ મળે,અને લોંગ લાઈફ માટે સૌમ્ય,સહકારી અને હાઈ સ્ટેટ્સ જેથી પેલા જીન્સને ઉછેરી શકાય.આભાર.

      Like

    1. બહુ નર ગામી માટે તો પોલીએનદ્રસ પોલીએન્ડ્રસ જેવો શબ્દ છે.પોલીએન્ડ્રી એટલે બહુ પતિત્વ.પોલીગમીમાં બે શબ્દો સમાયા છે.પુરુષ સ્ત્રી બંને માટે બહુગામી હોય તેણે પોલીગમસ કહે છે,પણ પુરુષો માટે પોલીજીની અને સ્ત્રીઓ માટે પોલીએન્ડ્રી …કોઈ નવો શબ્દ વિચારો.પણ ગુજરાતીમાં નહી મળે.

      Like

      1. ભાઈ ચિરાગના બ્લૉગ પર મેં ‘પરનરગામી’શબ્દ પર કૉમેન્ટ કરી છે. મને તો એ પસંદ આવ્યો છે. પોલિએન્ડ્રીમાં બહુપતિત્વ છે, જેમ પોલિગૅમીમાં બહુપત્નીત્વ છે.આ એક વ્યવસ્થા છે. આમાં પુરુષ કે સ્ત્રી સ્વઃછંદી નથી હોતા. ક્યાંય નથી, જે promiscuity શબ્દ દેખાડે છે. આ પ્રકારનો વ્યવહાર એક/બહુ પતિત્વ/પત્નીત્વની બહાર છે આપણે ત્યાં ‘પરસ્ત્રીગમન’શબ્દ છે. અહીં પરપુરુષ ગમનની વાત છે.આ જ શબ્દમાં ‘પુરુષ’ની જગ્યાએ ‘નર’ મૂકતાં એક લય પેદા થાય છે.
        (અરે, જુગલભાઈ આ નથી વાંચતા કે?)

        Like

        1. ગ્નાધીજી વિશેના લેખોમાં પણ જુગલભાઈ દેખાયા નહિ.વ્યસ્ત હશે.બાકી કશું નવું જાણવા મળત.

          Like

        2. NIRભાઈ
          તડ ને ફડ…! સાચો શબ્દ તમે આપ્યો પણ આપણાં સુસંસ્કૃત મન શબ્દકોશોમાં ભટકે! ‘પરનરગામી’ એટલે તમે કહો છો તે જ, પણ તમારા શબ્દને વિજ્ઞાનમાં પ્રતિષ્ઠિત કેમ કરવો? એને ગાળનો દરજ્જો મળ્યો છે.
          (તમારી કૉમેન્ટ પછી ખાતરી થઈ કે તમે બહેન નથી અને ભાઈ જ છો!)

          Like

          1. દીપકભાઈ,
            અસંસ્કુત શબ્દ વાપરમાં મારો કોઈ બાદ ઈરાદો નહોતો. તમે “તડ ને ફડ” લખ્યું છે તેમજ બહુ વિચાર્યા વગર લખેલું. ધ્યાન દોરવા બદલ આભાર. બાળપણ માં playing cards ની રમત રમતા રમતા ‘queen’ ના કાર્ડ ને ‘રંડી’ કહેતા કુટુંબ ના એક વડીલે તેને ‘રાણી’ નું પત્તુ કહેવાય તેવી સમજ આપી હતે તે ટકોર તમે યાદ કરાવી.
            ફરી આભાર અને ક્ષમા યાચના.

            Like

            1. અરે નહીં! મેં પણ હળવા મૂડમાં જ લખ્યું. શબ્દ સાચો છે જ, એમાં બે મત હોઈ જ ન શકે. માત્ર સભ્ય સમાજે એને નાતબા’ર મૂક્યો છે.
              “તડ ને ફડ” માં પણ મારો અર્થ એટલો જ કે તમે સીધા જ મુદ્દા પર પહોંચી ગયા. હાથ ઘુમાવીને કાન ન પકડ્યો, સીધો જ પકડ્યો.

              Like

Leave a comment