મહાન આત્મા, તંત્ર, બ્રહ્મચર્ય.

Manu & Abha

મહાન આત્મા, તંત્ર, બ્રહ્મચર્ય.

Joseph Lelyveld નામના એક પુલિત્ઝર પ્રાઇઝ વિનર પત્રકારે એક પુસ્તક લખ્યું  છે “Great  Soul” MAHATMA  GANDHI  AND  HIS  STRUGGLE  WITH  INDIA …આ પુસ્તક ઉપર નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પ્રતિબંધ મૂક્યો છે. આવી રીતે જિન્નાહ વિશેના જશવંત સિંહે લખેલા પુસ્તક ઉપર પ્રતિબંધ મૂકીને એને બહુ પ્રખ્યાત કરી દીધેલું. આનું પણ આવું જ થવાનું છે.

ગાંધીજીએ ૩૭ વર્ષની ઉંમરે છેલ્લો યજ્ઞ કહીને બ્રહ્મચર્યનું વ્રત લીધેલું. બ્રહ્મચર્યનો અર્થ એવો થાય કે બ્રહ્મમાં ચર્યા. બ્રહ્મમાં સતત રમમાણ રહેવું તે. દરેકમાં પરમ આત્માને અનુભવવો તે. પણ ગાંધીજીનો મતલબ જુદો હશે, કે ભાઈ સેક્સ કરવો નહિ. સ્ત્રી સાથે સંસર્ગ કરવો નહિ. એનું કારણ પણ બહુ જુનું હતું. ગાંધીજી ૧૩ વર્ષે ૧૪ વર્ષના કસ્તુરબા સાથે ૧૮૮૩માં પરણેલા. બાળ સહજ જાતીય વૃત્તિમાં રસ સ્વાભાવિક વધુ હશે. એમના પિતા ખૂબ બીમાર હતા. એમની સેવા તે કરતા. પણ રાત્રે એમનો રસ કસ્તુરબા સાથે વહેલી તકે પહોચી જવામાં રહેતો. એક દિવસ એ જલ્દી પહોચી ગયા અને એમનામાં રત થઈ ગયા અને આ બાજુ પિતાએ દેહ છોડ્યો. બસ એ દિવસથી ગાંધીજીને કામરસથી છુટકારો મેળવવો હતો. છેક ૩૭ વર્ષે એમણે બ્રહ્મચર્યનું વ્રત લઈ લીધું કામ વાસના ઉપર વિજય મેળવવા માટે. બસ ત્યારથી જાતજાતના પ્રયોગો કરતા રહેતા.

પ્રાચીન સમયમાં ભારતમાં બ્રહ્મચર્યનો અર્થ સેક્સ ના કરવો તેવો નહિ હોય. કારણ લગભગ  તમામ ઋષિમુનીઓ પરણેલા હતા, એક કરતા વધારે પત્નીઓ પણ રાખતા. પણ ઉત્ક્રાન્તિના ઈતિહાસમાં બધા પુરુષોને સ્ત્રીઓ ઉપલબ્ધ થતી નહિ. સક્ષમ પુરુષો વધુ સ્ત્રીઓ મેળવી જતા. એટલે જે પુરુષોને સ્ત્રીઓ ઉપલબ્ધ થતી નહિ હોય તેવા છગનોએ વીર્યમાં મહાન શક્તિ છે તેને બચાવવું જોઈએ તેવી હમ્બગ વાતો ફેલાવીને બ્રહ્મચર્યનો અર્થ સેક્સ નહિ કરવો તેવું ઠસાવી દીધું હશે. એટલે અમને સ્ત્રીઓ ઉપલબ્ધ નથી કે અમને સ્ત્રીઓ પસંદ કરતી નથી તેવું નીચાજોણું દેખાવા દેવું ના હોય માટે અમે બ્રહ્મચારી છીએ કે અમે બ્રહ્મચર્યનું વ્રત લીધું છે તેવું કહેતા હશે.

ભારતીય અધ્યાત્મિક જગતમાં કહેવાતા મોક્ષ, આત્મસાક્ષાત્કાર, સમાધિ  કે જ્ઞાન માટે ત્રણ રસ્તા છે. એક છે ભક્તિ જેમાં સંપૂર્ણ સમર્પણ છે, બીજો છે યોગ જેમાં ત્યાગ ત્યાગ અને ત્યાગ છે ત્રીજો છે તંત્ર જેમાં ભોગવો અને છુટકારો મેળવો. એકમાં અસહાયતા છે. બીજામાં નકારાત્મકતા છે ત્રીજામાં હકારાત્મકતા છે. તંત્રમાં બધું સ્વીકાર્ય છે. કોઈને છોડવાનું નથી. સેક્સને પણ ભોગવીને છોડવાનો છે, નફરત કરીને નહિ. પણ તંત્રના નામે ખૂબ વ્યભિચાર ચાલતા આમ પ્રજા એનો વિરોધ કરવા લાગી હશે. એકલાં ભોજ રાજાએ હજારો તાંત્રિકોને શુળીએ ચડાવી દીધા હતા. તંત્ર પછી ભૂગર્ભમાં ચાલ્યું ગયું. લોકો કહેતા હશે કે પશ્ચિમ પાસેથી આપણે કહેવાતી વિકૃત્તિઓ શીખીએ છીએ. ના એવું નથી. આપણે એ લોકને શીખવી હશે. એ લોકો તો ડાર્ક  એજમાં જીવતા હતા, ત્યારે આપણે એકદમ સુસંસ્કૃત હતા. ઓરલ, એનિમલ અને ગ્રૂપ સેકસના શિલ્પ ખજુરાહોમાં કોણે બનાવ્યા હતા?  યુરોપીયન્સ બનાવવા આવ્યા હતા?

વડોદરાનાં કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે આજે પણ જાઓ અને પ્રદક્ષિણા કરો અને ઉપર જરા નજર કરો. મંદિર ફરતે નાની નાની મૂર્તિઓની હારમાળા છે જાણે મીનીએચર ખાજુરાહો. જલ્દી કોઈની નજરે ચડે તેમ નથી. આ તંત્ર માર્ગ હતો. સેક્સને વગોવવાનો નથી, ભોગવીને છોડવાનો છે. એમાં રહેલી ઉત્તેજનાથી મુક્ત થવાનું હશે. તંત્રમાં એક પ્રયોગ કરવામાં આવતો. નગ્ન સ્ત્રીની પૂજા કરવામાં આવતી. નગ્નતાની કોઈ ઉત્તેજના ના રહે. અહી અમેરિકામાં નગ્ન બીચ હોય છે. જ્યાં લોકો સમુદ્રની મજા બિલકુલ નિર્વસ્ત્ર માણતા હોય છે ત્યાં કપડા એલાઉ હોતા નથી. પ્રાણીઓ નગ્ન હોય છે માટે કસમયની કોઈ ઉત્તેજના હોતી નથી. બ્રિટનમાં એક સમયે ખૂબ મલાજો હતો, સ્ત્રીઓની પગની પાની પણ ના દેખાય એટલાં લાંબા વસ્ત્રો(ગાઉન)પહેરવામાં આવતા. ત્યારે કોઈના પગની પાની દેખાઈ જાય તો સિસકારા બોલી ઊઠતા. વસ્ત્રોએ માનવોને કાયમ ઉત્તેજિત મનોદશામાં મૂકી દીધા છે. બસ ગાંધીજી આવા અજાણપણે તાંત્રિક પ્રયોગો કરતા રહેતા. સ્ત્રીઓ સાથે નગ્ન સુવાના પ્રયોગો કરતા રહેતા.

Young Dr.sushila Nayar

જેડ આડમ્સ નામના ઈતિહાસકારે જગતભરના પુસ્તકાલયો અને ૧૦૦ થી વધુ ફેંદી, ગાંધીજીના અંતેવાસીઓ  અને સગાવહાલાને મળીને એક પુસ્તક લખેલું ગાંધીજીની સેક્સ લાઇફ વિષે ‘ગાંધી નેકેડ એમ્બીશન’. મોટા માણસની એબ પશ્ચિમમાં તો આડેધડ પ્રગટ થાય છે એમાં કોઈને કશું લાગતું નથી. પણ અહી ધરતીકંપ થઈ જતો હોય છે. મોનિકા પ્રકરણ થયા પછી પણ બીલ ક્લીન્ટનનું માન એટલું જ છે. મોનિકા ક્લીન્ટન સમાચાર પહેલીવાર ટીવી પર પ્રગટ થયાને એક ઈવોલ્યુશનરી સાયકોલોજીસ્ટ બૂમ પાડી ઊઠેલી એના ઘરમાં કે આતો થવાનું જ હતું. આતો ઉત્ક્રાંતિનો ક્રમ છે. ગાંધીજી માટે ટૂંકી પોતડી પહેરવી, સાદું જીવન જીવવું, લીમડાની કડવી ચટણી ખાવી સહેલું હતું, પણ બ્રહ્મચર્ય પાળવું અતિ કઠિન હતું. માટે અતિ ઉત્સાહમાં ઇન્ડિયન ઓપીનીયનમાં લખી ચૂકેલા કે દરેક હિન્દુસ્તાની જે આદર્શ જીવન જીવવા માંગતો હોય તેને લગ્ન કરવા નહિ અને અને કરે તો બ્રહ્મચર્ય પાળવું. અને આવી ફરજ એમના આશ્રમમાં ફરજિયાત પડાવવાની હિંસા કર્યા કરતા. બસ અહી એમણે તાંત્રિક પ્રયોગો શરુ કર્યા આશ્રમની સ્ત્રીઓ સાથે સૂવું, સ્નાન કરવું અને છતાં બ્રહ્મચર્ય પાળવું. આશ્રમમાં રહેતા સ્ત્રી પુરુષોએ પતિ પત્ની હોય છતાં અલગ સુવાનું. સેકસના  વિચારો આવે તો ઠંડા પાણીથી સ્નાન અરધી રાત્રે પણ કરી લેવાનું. ગાંધીજીના સેક્રેટરી અને અંગત ડૉક્ટર યુવાન એવા સુશીલા નૈયર એમની સાથે એક બાથરૂમમાં સ્નાન કરતા તેનો વાંધો બીજા આશ્રમવાસીઓને આવતો. બીજી બહેનોને પણ આવો લહાવો લેવો  હોય તેમને સુશીલા નૈયરની ઈર્ષ્યા આવતી. સુશીલા નૈયરે ઈન્ટરવ્યું લેતા પુછેલા સવાલના જવાબમાં ગાંધીજી સાથે નગ્ન સ્નાન કરતા તેનો ઇનકાર કરેલો નહિ.

આશ્રમની સ્ત્રીઓ એમના પતિ સાથે સૂતી નહિ, પણ ગાંધીજી સાથે બ્રહ્મચર્યના પ્રયોગો કરવા સુવા તૈયાર થઈ જતી. ગાંધીજી નખશિખ પ્રમાણિક હતા. કશું છુપાવતા નહિ. એમના પત્રો દ્વારા બધું જાણવા મળેલું છે પણ ઘણા બધા પત્રોનો નાશ કરવામાં આવ્યો છે. લેખક જેડ આડમ્સ લખે છે કે ગાંધીજીએ બ્રહ્મચર્યનો વિચાર નવેસરથી રજૂ કરેલો, તેઓ કહેતા કે જે વ્યક્તિ ઈશ્વરના સાંનિધ્યમાં સતત જીવે છે તે જાગરૂકતા કે અજાગ્રત અવસ્થામાં વીર્ય સ્ખલન કરે તેનો વાંધો નહિ, એવી વ્યક્તિ સ્ત્રી સાથે નગ્ન સૂઈને બ્રહ્મચર્ય પાળી શકે છે, ફક્ત એનો ઇરાદો વાસનામય ના હોવો જોઈએ. ગાંધીજીની વાતો કોઈ સમજી શક્યું નહિ. એમની સાથે નગ્ન સુવાના પ્રયોગો કરતી યુવાન  મનુ અને આભાનાં કુટુંબમાં ખૂબ વિવાદ જાગ્યો. એક ભત્રીજાની દીકરી હતી અને એક ભત્રીજાના દીકરાની વહુ હતી. ઘણા બધાએ આશ્રમમાંથી રાજીનામું આપ્યું અને છુટા થયા. ગાંધીજીના આવા પ્રયોગો જવાહરને અકુદરતી અને એબ્સર્ડ લાગતા. નેતાઓને થતું કે બ્રહ્મચર્યના આવા પ્રયોગો શું કામ કરતા હશે? અને પાછા જાહેર કેમ કરતા હશે? ભારતમાં ખાનગીમાં બધું ચાલે. પણ ખાનગી રાખે તો ગાંધીજી શાના? વલ્લભભાઈએ પણ અણગમો રજૂ કરેલો. મોરારાજીદેસાઈને પણ મનુ અને આભાને ટેકવીને ગાંધીજી ચાલતા તે ના ગમતું. મહાત્મા થયા તો શું થયું, આમ નાની છોકરીઓને ખભે ટેકવીને ચલાય? આવું મોરારજી કહેતા. અહી ભારતીય મનોદશા વ્યક્ત થાય છે.

ભારતમાં પુરુષો એકબીજાને ખભે હાથ રાખીને ચાલે વળગે તો લોકોને કશું અજુગતું લાગે નહિ, પણ કોઈ સ્ત્રીને ખભે હાથ મુકીને ચાલે તો ખરાબ ગણાય. જયારે પશ્ચિમમાં ઊંધું છે. અહી પુરુષો એકબીજા પર વધારે ભાવ વ્યક્ત કરે, ખભે ટેકવીને ચાલે તો લોકો સમજે ગે હશે, સજાતીય હશે. પશ્ચિમ જગતમાં સ્ત્રી મિત્ર હોય તે કુદરતી ગણાય. સ્કુલમાં પણ કોઈ છોકરો કે છોકરી વિજાતીય મિત્રો ના રાખે અને છોકરો છોકરા સાથે જ કે છોકરી છોકરી સાથે જ મિત્રતા રાખે તો  શંકાની નજરે જુએ. કોઈ ખામી હશે જરા જોજો એવી સુચના માબાપને અપાતી હોય છે. જોકે હવે તો આ સમાજ એટલો બધો સ્વતંત્ર અને છૂટછાટ વાળો બની ગયો છે કે એમાં પણ કોઈને અજુગતું લાગતું નથી.
રામાનુજ દત્ત ચૌધરીના પત્ની અને રવીન્દ્રનાથ ટાગોરના દૂરના ભત્રીજી સરલાદેવી ચૌધરી ગાંધીજી ઉપર ભરપૂર પ્રેમ વરસાવતા. કાલેન્બાશ નામના  જર્મન મિત્રને ગાંધીજીએ

Saraladevi

લખેલું કે હું એમને મારી બૌદ્ધિક પત્ની માનું છું. બૌદ્ધિક સાથીદારી કસ્તુરબા આપી નહિ શક્યા હોય. ગાંધીજી અસ્વસ્થ હોય ત્યારે સરલાદેવીને ઉષ્માભર્યા પત્રો લખતા. બંને વચ્ચે આધ્યાત્મિક સાથીદારી શક્ય છે કે નહિ તેની ચર્ચા પણ થયેલી.

જર્મન જ્યું કાલેનબાશ દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી સાથે જોડાયેલો હતો. Joseph Lelyveld  “Great Soul” માં કાલેન્બાશ અને ગાંધીજી વચ્ચે અતિ અંગત અને અસંદિગ્ધ સંબંધો હતા તેવું નોંધે છે. કાલેનબાશને ગાંધીજીએ ૨૫૦ પત્રો લખેલા તેનું લીલામ બ્રિટનમાં થયેલું. ગાંધીજીએ એક પત્ર કાલ્નેબાશને લખેલો. એના લીધે ખૂબ વિવાદ જાગ્યો છે. વોલ સ્ટ્રીટ જર્નલનાં રીવ્યુંઅર એન્ડ્ર્યુ રોબર્ટ અને લંડનના ડેઈલી મેલનાં લેખોએ ખૂબ વિવાદ જગાવ્યો છે અને એના લીધે આ પુસ્તક ઉપર ગાંધીના ગુજરાતમાં પ્રતિબંધ મુકાયો છે. પત્રમાં ગાંધીજીએ લખેલા વાક્યો “Your portrait(the only one)stands on my mantelpiece in the bedroom. The mantelpiece is opposite to the bed. The eternal toothpick is there. The corns, cottonwool and vaseline are a constant reminder. The pen I use in each letter it traces makes me think of you. If, therefore, I wanted to dismiss you from my thoughts, I could do it………………The point to illustrate is to show to you and me how completely you have taken possession of my body. This is slavery with a vengeance.”આ પત્રે ગાંધીજીને સજાતીય ચીતરવામાં બહુ મોટો ભાગ ભજવ્યો છે. કાલેન્બાશ સાથે પત્રવ્યવહાર કરતી વખતે ગાંધીજી પોતાને અપર હાઉસ અને કાલેન્બાશને લોઅર હાઉસ તરીકે સંબોધન કરતા. બે પુરુષ મિત્રો વચ્ચે ખુબ પ્રેમભાવ હોય તો ભારતમાં અજુગતું લાગે નહિ, પણ પશ્ચિમના  સમાજમાં ગે હશે તેવું સમજાય તેમાં અજુગતું નથી. એવા તો કેટલાય પત્રોમાં ગાંધીજીએ અંતેવાસીઓને સલાહ આપી છે વેસેલીન કઈ રીતે અને ક્યા વાપરવું. વેસેલીન પગે લગાવવામાં અને એનિમા લેવામાં આશ્રમમાં વપરાતું.

Lelyveld  નોધે છે કે ગાંધીજીની હત્યાના એક દિવસ પહેલા મનુને ગાંધીજીએ કહેલું કે કોઈ મને  ગોળી મારે અને એની ગોળી મારી છાતી ઉપર વાગે ત્યારે કોઈ આહ વગર મારા મુખમાંથી રામનું નામ નીકળે તો જ મને સાચો મહાત્મા માનજો. એક સપ્તાહ પહેલા બોમ્બ નાખીને એમની હત્યાનો પ્રયાસ થઇ ચુક્યો હતો, અંતે એમને સમજ પડી ગયેલી કે કોઈ મારી હત્યા કરવાનું છે. મનુને ગોડસે એ ધક્કો મારીને હડસેલી મુકેલી. ગોળીના અવાજે મનુનાં કાનમાં ક્ષણ માટે બહેરાશ લાવી દીધેલી. મનુ હે!રામ! સાંભળવા માટે અપેક્ષિત પૂર્વનિર્ધારિત તૈયાર હતી. ગોડસે અને વિષ્ણુ કરકરે કહેતા કે ખાલી દુખ ભર્યા આહ!શબ્દો જ નીકળ્યા છે. એમની પાછળ ચાલતા શીખ વ્યાપારી ગુરુબચનસિંગે કશું પ્રાર્થના જેવું સાંભળેલું. પ્યારેલાલ કહેતા બે શબ્દો રામ રામ  નીકળ્યા છે. જે હોય તે એમનું મહાત્માપણું બે શબ્દો રામ રામ માટે મોહતાજ નહોતું. ઓશો કહેતા કે ગાંધી જેવો માણસ હજાર વર્ષે પણ પેદા થાય નહિ. આઈનસ્ટાઇન કહેતા કે આવો માણસ પૃથ્વી પર ફરતો હતો તેવું ભવિષ્યમાં કોઈ માની પણ નહિ શકે. દુનિયાભરના કેટલાય સફળ ક્રાંતિકારી રાજનેતાઓએ એમનામાંથી પ્રેરણા લીધી છે.

ગાંધીજીને જીવતા હતા ત્યારેજ કોંગ્રેસીઓએ કોરાણે મૂકી દીધેલા. હવે આઝાદી મળી ગઈ હતી, હવે એમની જરૂર નહોતી. નાના બાળકની જેમ રિસાઈને જવાહરે વડાપ્રધાનપદ મેળવી લીધું હતું. દોઢસો વર્ષ દેશસેવા માટે જીવવાની ઈચ્છા ધરાવનાર ગાંધીજીની જીજીવિષા મરી પરવારી હતી. ભાગલાનું અને તેના લીધે થયેલી લાખોની હત્યાએ ગાંધીજીનું હૃદય તોડી નાખ્યું હતું. એ પારાવાર દુખી હતા. ગાંધીજીની કલ્પનાનું આદર્શ  ભારત આજે બની શક્યું નથી. સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણ જોઈતું  નવ સંઘરવું. ચોરી કરવી આપણો ધર્મ બની ચુક્યો છે, વણ જોઈતા ૧૫૦૦ બિલિયન ડોલર્સ ભારતના મહા ચોરોએ સ્વીસ બેન્કોમાં સંગ્રહી રાખ્યા છે. આજ ચોરો સરકારમાં બિરાજે  છે. બાબા રામદેવ કે અન્ના હજારે ગમે તેટલાં ઉપવાસ કરો પૈસા પાછા આવવાના નથી. જે લોકો લાવી શકે છે તેમના જ પૈસા સ્વીસ બેન્કોમાં છે.

જેમનું જીવન એક ખુલ્લી કિતાબ હતું એવા એક સ્વપ્નીલ ભારતીયે સેવેલું આદર્શ ભારત, ક્યા છે? વિડમ્બના એ છે કે એમની હત્યા કરનારા ગોડસેના અસ્થી અખંડ હિન્દુસ્તાન બને તેની રાહ જોતા હજુ મૂકી રખાયા છે. વર્ષમાં એકવાર એની પૂજા થાય છે. બંનેનું સ્વપ્ન અખંડ હિન્દુસ્તાન હતું.

71 thoughts on “મહાન આત્મા, તંત્ર, બ્રહ્મચર્ય.”

  1. ગાંધીબાપુ વિશે મેં વાંચેલા ઉમદા લેખ માનો એક આ છે. અભિનંદન.

    બ્રહ્મચર્યની દેવી ભાગવત મુજબ એવી વ્યાખ્યા છે કે કોઈ પણ વ્રત પાળનાર વ્યક્તિએ સુર્યોદયથી સુર્યાસ્ત સુધીના સમયમાં મૈથુનથી દુર રહેવું અને ધાર્મિક અધ્યયન-મનન કરવું. રાત્રિમાં મૈથુન કર્યા બાદ માટીથી જનનાંગો સ્વચ્છ કર્યા બાદ શરીર સ્વચ્છ કરી લેવું. આ છે બ્રહ્મચર્ય.

    Like

  2. ખરેખર તો કોઈ પણ પુસ્તક પર પ્રતિબંધ મૂકવો એ ખોટું છે. જેને વાંચવું હશે તે વાંચશે અને નહીં વાંચવું હોય તે નહીં વાંચે. આમ પણ લેખકે ઇરાદાપૂર્વક લખ્યું હોય તે સિવાય એના પ્રામાણિક અભિપ્રાય પણ હોઈ શકે છે. એના વિશે ચર્ચા થાય, પ્રતિબંધ ન મુકાય.
    ગાંધીજીએ પોતે જ એમના બ્રહ્મચર્યના પ્રયોગો વિશે લખ્યું છે.આ પ્રયોગો એ વખતે પણ વિવાદાસ્પદ હતા. પરંતુ એ માણસની હિંમત જૂઓ કે પોતે જ કહે છે! આપણામાં અને ગાંધીજીમાં ફેર હોય તો આ જ -Courage of conviction. જે માનતા હો તે કરો. દક્ષિણ આફ્રિકામાં એ ટ્રેનમાં જતા હતા ત્યારે એમના મિત્ર પોલાકે એમને ટાઇમ પાસ કરવા માટે Unto This Last પુસ્તક આપ્યું એમણે ટ્રેનમાં જ વાંચી લીધું અને નક્કી કર્યું કે એમાં દર્હ્શાવ્યા પ્રમાને જીવવું. બસ, ઊતર્યા અને મંડી પડ્યા. ત્યાં એમણે ટૉલ્સટૉય આશ્રમ બનાવ્યો…આ પુસ્તક મેં પણ વાંચ્યું છે, પણ અસર થવી કે જીવન એના પ્રમાણે જીવવું? ના રે ભાઈ, આપણી હિંમત નથી.
    ગાંધીજી હજી યુવાવસ્થામાં હતા ત્યારે સ્વામી દયાનંદ સરસ્વતીનો પ્રભાવ વધતો હતો. જીવનમાં બ્રહ્મચર્ય પર આર્યસમાજ બહુ ભાર મૂકે છે. આની અસર ગાંધીજી પર પડી હોય એ શક્ય છે. વળી, શ્રીમદ રાજચન્દ્રાના આધ્યાત્મિક વિચારોની પણ અસર હતી.
    ગાંધીજીની ખાસિયત હતી કે એક્સ્ટ્રીમ પર જવું. કસ્તૂરબાને ડૉક્ટરે મીઠું ન ખાવાની સલાહ આપી. કસ્તૂરબા ઢચુપચુ હતાં. ગાંધીજીએ એમને કહ્યું તો કસ્તૂરબા વઢ્યાં મીઠા વગર કેમ ખવાય. તમે પોતે કરો, પછી મને સલાહ આપો. બસ, એમણે એ જ મિનિટે મીઠું છોડી દીધું.
    બ્રહ્મચર્યનો ચિરાગે દેખાડેલો અર્થ જ બરાબર છે. મનુસ્પમૃતિ પણ એ જ અર્થ કરે છે. પરંતુ એમાં પછી એક્સ્ટ્રીમિઝ્મ પ્રવેશ્યું ગાંધીજી એ સમયની પ્રોડક્ટ હતા. એક્સ્ટ્રીમ પર જઈને પ્રયોગો કરવા એ એમની પ્રકૃતિને ફાવે એવું હતું. માત્ર આ જ નહીં દરેક વાતમાં એ એક્સ્ટ્રીમ પર જઈ શકતા.એટલે એમણે બ્રહ્મચર્ય વ્રત લીધું.અને તે પછી એની પરીક્ષા પણ મોટી ઉંમરે કરી. આમાં પિતાના મરણની ધડીએ પણ એમનામાં સેક્સ માટેની જે લાલ સાહતી એનો અપરાધભાવ પણ હતો જ.
    આપણા ક્રાન્તિવીરોને જોશો તો તેઓ સેક્સથી વિમુખ હતા. સેક્સનું પ્રલોભન જેને ચળાવી ન શકે એ અર્ધો જંગ તો જીતી જ જાય. ગાંધીજીનો આ પણ ઉદ્દેશ હતો.એમના માટે સંઘર્ષ અને જીવન વચ્ચે કઈં ભેદ નહોતો. એમના માટે જીવનનું દરેક કાર્ય એકમેકથી સંકળાયેલું હતું.
    આ લેખ ગાંધીજીને સારી અંજલી છે.

    Like

    1. ભાઈ લેખકે ફક્ત છ પાનામાં જ આની ચર્ચા કરી છે,બાકીના આખા પુસ્તકમાં એણે શું લખ્યું છે તે જોવાની દરકાર કરવી જોઈએ.એનું કહેવું છે કે પુસ્તક ઉપર પ્રતિબંધ મુકવો તેતો આ મહાત્માનું અપમાન છે.ભાઈ એમની હિંમત ઉપર તો અમે ફિદા છીએ.મૂળ વાત કે પેલા દૈનિક છાપાઓએ જે રીપોર્ટ લખ્યા તે આ પુસ્તકને લીધે લખ્યા એમાં ગુજરાત અને મહારાષ્ટ્ર બંને સરકારોએ પ્રતિબંધ મૂકી દીધો.હજુ ભારતમાં આવ્યું પણ નહિ હોય.આ તો ઉલટાના લોકો એણે વધુ વાંચશે.જો પુસ્તક સારું ના જ હોય તો એણે ઇગ્નોર કરવું પડે.આતો પ્રસિદ્ધિ આપવાનો પ્રયાસ બની જવાનો.

      Like

    2. ભૂપેન્દ્રસિંહજી ,
      ફ઼રી એક વાંચવા અને માણવા લાયક લેખ. ખુબ ખુબ આભાર.

      દિપકભાઇ : આપણા દેશ ની ખાસિયત રહી છે. એક કલાકાર કલા ના નામે કોઇ દેવી દેવતા ના “નગ્ન” ચિત્રો દોરે તો આપણે એને દેશવટો આપીએ છીએ. મને હજુ પણ યાદ છે કે “ફ઼્રીડમ એટ મિડનાઇટ” નામનું પુસ્તક કે જેમાં ૧૯૪૭ ની આઝાદી વખતે જે કત્લે આમ ( ખાસ!) થઈ એનું ચિત્રણ કરવાં માં આવ્યું હતુ. જેમાં બન્ને દેશ ની સરકારો ની નિષ્ફ઼ળતા છતી થતી હતી અને કહેવાતી અહિંસક હિંદુવિચારધારાનું અપમાન થતું હતુ તેને વર્ષો સુધી પ્રતિબંધીત રાખવા માં આવ્યું હતું. એક સ્નેહી દુબઈ રહેતાં, પોતાના લંદન પ્રવાસ વખતે ત્યાં થી ખરીદેલું અને ભારત આવી ને અમને વાંચવા આપેલું.
      એવુંજ ભારતીય કલાજગત ની એક ખ્યાતનામ નિર્દેશિકા એક ચલચિત્ર બનાવે. જેમાં વારાણસી/કાશી જેવા સ્થળે સામાજીક કુરીવાજો ને કારણે ઘરે થી કાઢી મુકાતી વિધવાઓ નાં આશ્રમ માં થતી “લીલા” ઓ ને દર્શાવવા માં આવી. ફ઼િલ્લમ નુ નામ “વોટર ( લિઝા રે – જોહ્‍ન અબ્રાહમ)”. એ ફ઼િલ્લમ ને ભારત માં પ્રતિબંધીત કરી. જ્યારે એજ ફ઼િલ્લમ કેનેડા તરફ઼ થી એકેડમી તથા ઓસ્કર માટે નોમિનેટ થઈ.
      આવા અસંખ્ય દાખલા ઓ છે. ઓશો ને પણ દેશનિકાલ મળેલો જ.
      તમે લોકો ને જે નથી સાંભળવું એવું સંભળાવો એટલે વિરોધ તો થશે જ અને એમાય જો વાત દેશ ના બાપૂજી ( રાષ્ટ્રપિતા ) ની આવે તો હે માં ,.. માતાજી…….. થઈ જાય.

      ગાંધીજી વિશે હર એક ના મન માં અનેક તર્ક – વિતર્કો હોય છે. કોઇ ના મન ગાંધીજી એક “આઇડિયલ” છે તો કોઇ ને મન “અડિયલ” છે. એક વ્યક્તિ ની સારી ખરાબ બાબતો રહેવાની. સ્વિકાર આપણે વ્યક્તિ નો “as a whole” કરવા નો રહે છે. મનગમતો ટુકડો ઉઠાવી ને એજ મુર્તિ ઘડી કાઢવી યોગ્ય નથી જ. કોઇ ની પણ જાતિયતા એમની અંગત બાબત હોઇ શકે. એને લઈ ને આટલો હોબાળો શાનો ? ગાંધીજી ની સ્ત્રેણ પ્રક્રુતિ જોતાં એમના “ગે” હોવાની વાત કદાચ સાચી પણ હોય, જો પૂરાવા સહિત લેખકે રજુ કરી હશે તો યોગ્ય હશે.

      ખરા અર્થ માં બ્રહ્મચર્ય ( બ્રહ્મ ની જેમ આચરણ કરવું ) ને આપણે ફ઼ક્ત “સેક્સ” પૂરતો જોડી દઈએ છીએ. અને નપુંસકો વળી એને ઉત્તમ ટોનિક ગણાવે છે. તે સાંભળી ને હસવું આવે છે. વિજ્ઞાનિક રીતે પણ હવે તો સાબિત છે કે નિયમિત સેક્સ માણનાર વ્યક્તિ સરેરાશ વધુ આયુષ્ય ભોગવે છે. એક પ્રકાર ની બેસ્ટ કસરત છે. જેમાં સહુ થી વધુ કેલેરી બળે છે. પણ બાપૂ ( અહિં બાવાઓ, સાધુઓ પણ સાથે વાંચી જ લેવું ) કહ્યું એટલે બ્રહ્મચર્ય નું પાલન કરવું અને આપણી વહુ-દિકરીઓ ને એમની સેવામાં મોકલવી … વાહ……….

      Like

      1. દર્શિતભાઈ,
        આપણે કદાચ સૌથી વધુ કુંઠિત પ્રજા છીએ એટલે જ વાતેવાતે “અમે મહાન”ના લઘુતા ગ્રંથિ જનિત હાકલા પડકારા કરતા રહીએ છીએ.

        મારા ગુરુઓના લાંબા લિસ્ટમાં ગાંધીજી છે,એ પણ કહી દઉં. હું જે એમના એક્સટ્રીમિઝમની વાત કરૂં છું તેનો તમે ગુજરાતી અનુવાદ ‘અડિયલ’ આપ્યો છે એ યોગ્ય જ છે (પણ યાર, હું કહીશ, તમને નહીં કહેવા દઉં! કારણ કે એ અમારી આપસની વાત છે, તમે ભલે જાણી ગયા).
        આ માણસને હું પરંપરાગત અર્થમાં મહાત્મા નથી માનતો. પણ એનું અડિયલપણું અને તે સાથે એની લવચીકતા, એનો સત્યનો પ્રેમ અને તે સાથે ડિપ્લોમૅટિક સ્કિલ, કોઈ પણ ગ્રંથિ પાળ્યા વિના નવી રીતે જીવવાની હિંમત અને તે સાથે જૂનું ન છોડવાની જિદ. આટલા બધા વિરોધાભાસો ભેગા રાખીને આરામથી જીવતો!
        રાજર્ષિ પુરુષોત્તમ દાસ ટંડન કોંગ્રેસ પ્રમુખ બનવા માગતા હતા. ્ગાંધીજી એ યુવાન તરીકે નહેરુને પસંદ કરતા હતા. ટંડન ગાંધીજી પાસે ગયા.ગાંધીજીએ એમને પૂછ્યું કે તમે રાજકારણ પસંદ કરશો કે લોકસેવા? ટંડન બોલ્યા કે લોકસેવા. ગાંધીજીએ કહ્યું કે એના માતે સ્ર્વન્ટ્સ ઑફ ઈન્ડિયા સોસાયટીમાં સ્કોપ વધારે છે ત્યાં જાઓ. ટંડન માની ગયા. હવે આમાં ડિપ્લોમસી છે કે નહીં?
        જ્યૉર્જ આરુંડેલ (ડાન્સ્યૂઝ રુક્મિણી આરુંડેલના પતિ) શૈક્ષણિક મૅગેઝિન બહાર પાડતા હતા. એમણે ગાંધીજીને લેખ મોકલવા પત્રથી વિનંતિ કરી. ગામ્મધીજીનો કદાચ મૂડ નહોતો.મહાદેવભાઈને એમને કહ્યું કે જવાબ આપી દો કે હમણાં આવા ગહન વિષય પર લખવા જેતલો ટાઈમ નથી. બીજે દિવસે મહાદેવભાઈનું ધ્યાન ગયું કે પત્ર મોડૉ મળ્યો હતો એતલે લેખ મોકલવાનો સમય પણ નથી રહ્યો. એમને સહેજ જ ગાંધીજીને આ વાત કરી. તરત જ ગાંધીજી બોલ્યા;એમ” તો ગંગા નહાયા! હવે લખી નાખો કે તમારો પત્ર જ મોડૉ મળ્યો એતલે લેખ મોકલી શકાયો નથી. હવે આને તમે શું કહેશો? આ વાત મહાદેવભાઈની ડયરીમામ ચે. “ગંગા નહાયા” શબ્દો પણ એમના જ છે!
        હતો ને આ માણસ સાવ આપણા જેવો જ ચાલુ?
        અરે, એમના વિશે તો લખીએ એટલું ઓછું.આ માણસ મપાય નહીં એવો હતો એટલે જ એ મહાત્મા છે. સત્ય અહિંસાની વાતો કરી અને દરરોજ પ્રાર્થના કરી એટલે નહીં.
        માફ કરશો, ભૂપેન્દ્રસિંહભાઈ ગાંધીજીની વાતમાં થોડો હું વહી જતો હોઉં છું.

        Like

      2. Darshitbhai,

        It is this “Ahimsa” that makes the “artist” you referred to, make nude paintings and name them after goddesses, others believe in. Let the artist try & do the same thing in the country where he is & name the painting after the god of the local area & see what happens.

        An artist should be free to express the art. Does that give anyone the freedom to hurt people’s sentiments? There is no free speech, everything has consequences.

        “નિયમિત સેક્સ માણનાર વ્યક્તિ સરેરાશ વધુ આયુષ્ય ભોગવે છે. એક પ્રકાર ની બેસ્ટ કસરત છે. જેમાં સહુ થી વધુ કેલેરી બળે છે.”
        I am sorry, I can’t agree to everything. Is that the reason, India is heavily populated, doing this kind of exercise?

        A very few people are focused on controlling their senses. The goal for them is different. Everyone need not/cannot follow it, like a herd of sheep. It requires lot of self-conviction & courage not to be swayed.

        i.e. if one wants to live a balanced life, one should control their senses. If one doesn’t believe in that, they are free not to believe.

        The debate is never “for sex” vs “against sex”.

        Like

        1. કલ્પેશભાઈ,
          સેક્સ અને ગર્ભાવસ્થાને અલગ કરી શકાય છે. વસ્તી વધારા સાથે પહેલાં એનો સીધો સંબંધ હતો, હવે નથી.

          આપણે બ્રહ્મચારી નથી. (હું તો આજ સુધી નથી જ.) પણ આપણાં બાળકોની સંખ્યા આપણા પિતાઓ કે દાદાઓનાં જેટલી નથી.આર્થિક સવાલોને નૈતિક માનવાનું હવે જરૂરી નથી રહ્યું.

          બ્રહ્મચર્યનો ચિરાગે જે અર્થ આપ્યો છે તે સાચો છે. એ વખતે આપણી રૂઢિચુસ્તતાનો વિકાસ નહોતો થયો.આ અર્થ ક્યારે બદલાયો એ સંશોધનનો વિષય છે.

          મેં પહેલાં લખ્યું છે તેમ ગાંધીજી સતત વિકસતા હતા.એમની કિશોરાવસ્થા અને યુવાવસ્થામાં આર્યસમાજની વિચારાધારા ગાંધીજી પર પ્રભાવ પાડ્યા વિના રહી હોય એ શક્ય નથી. આર્યસમાજની સ્થાપના થઈ ત્યારે ગાંધીજી ૬ વર્ષના હતા અને સ્વામી દયાનંદ સરસ્વતીનું અવસાન થયું ત્યારે ૧૩ કે ૧૪ વર્ષના. ઘણા પ્રભાવોમાંથી સાર ગ્રહણ કરીને એમણે પોતાનું વ્યક્તિત્વ બનાવ્યું હતું. અને દરેક તબક્કે એ પોતાના વિચારો ચકાસવા તૈયાર રહેતા.

          Like

        2. @Kalpeshbhai :

          “It is this “Ahimsa” that makes the “artist” you referred to, make nude paintings and name them after goddesses, others believe in. Let the artist try & do the same thing in the country where he is & name the painting after the god of the local area & see what happens.”

          >> Bro, this is not Called “Ahimsha” in any sense. If we were so liberal towards our thinking like we were used to be in our ancient ages, then there was no point at all to create an issue and give those paintings such high publicity. If given a chance, trust me brother, These “ahimshak” people would not have mind killing Maqbool Fida Hussain for his deeds.
          Why one cant express his thoughts or Art freely? We r living in one of the most hypocritical society. Where do we differ from Talibans ?

          >> About Sexual things, I m not talking any fiction again bro. Scientifically and Medically its proven that when a Male or Female is included into such intimate act. It burns a lot of calories, boosts up ur immunity, Relieves Stress,Improves Cardiovascular Health,Boosts Self-Esteem,Improves Intimacy,Reduces Pain,Reduces Prostate Cancer Risk,Strengthens Pelvic Floor Muscles,Helps You Sleep Better etc.. If u need Scientific evidence for the same, sure check WebMD for that. “BramhaCharya” has been adopted by pessimists, Since past few hundred years the way we have treated Religion(Dharma) that one needs to go through a lot of sufferings if one wants Nirvana. Which ultimately lead to horrible sufferings in Hinduism by Gurus ( who doesnt mind having sex but still does preaches u to follow Bramhacharya, so ur unsatisfied wife becomes an easy(soft) target for them ?? Is it the logic ? ).

          Also there is a big myth going with the “sperm” loss. Some idiots have said that when u lose “sperm” u lose a lot of energy which is ultimately a Super Myth. Ur physical energy has got nothing to do with spermloss. Yeah, as a part of any exercise, one feel exhausted. Thats kinda obvious manner. Same if u will burn ur 85+ calories with some other exercise u will feel exhausted. Where the loss of sperm came into play? :))

          In the end i would say with simple words.. Excess/ Extreme is always dangerous. Whether its Ahimsa, Bramhacharya or ur sexual activities….

          Like

          1. I fully agree with you Darshitbhai. There is one more myth going on that 1 drop of ‘semen equals to 10 drops of blood’ but did we ever try to find it our sxcintifically how correct is it? So, all these bogus beliefs are mainly created by either Sadhus or so called sexologists, whose interests vary.

            Like

          2. >> Bro, this is not Called “Ahimsha” in any sense. If we were so liberal towards our thinking like we were used to be in our ancient ages, then there was no point at all to create an issue and give those paintings such high publicity. If given a chance, trust me brother, These “ahimshak” people would not have mind killing Maqbool Fida Hussain for his deeds.
            Why one cant express his thoughts or Art freely? We r living in one of the most hypocritical society. Where do we differ from Talibans ?

            It is Ahimsa or non fundamentalism that MF was asked to leave & was not attacked/killed. You cant compare this with Talibans. Let MF do the same thing in S.Arabia to see the results

            >> We r living in one of the most hypocritical
            society.
            Name a country which is not hyprocritical. You won’t find one. Countries cant be liberal. Its people. Some are liberal, others aren’t. One will always find people opposing things, you like.

            If you think West is liberal, look at their records in human treatment in war.

            Regarding sex, people don’t indulge in it because it is an exercise 🙂 As I said before, ->

            if one wants to live a balanced life, one should control their senses. If one doesn’t believe in that, they are free not to believe.

            The debate is never “for sex” vs “against sex”.

            In my opinion, religion & dharma is a different thing.
            religion is a group of people coming together on a set of beliefs, which need not be right all the time.

            Like

            1. @Kalpesh Bhai :
              If given a chance, These Ahimsak people would not have mind killing him. Thats naked truth if u believe it or not. MF Hussain is treated as a God of Contemporary Art. He owns same respect in his field as Sachin Tendulkar in Cricket. He was not asked to leave but was forced to leave if he wanted to live.

              Why I said we r hypocrites? here r some examples.
              > when we see a foreigner ( white / black ) around. I hope u know how we address them and how do we treat them ill ( i have spent my life on a beach where i had to see many foreigners daily.) Fine, we do so. And when we see any white guy treats ill to indian national we start opposing it. Does it make any sense?
              > Love , Sex , Relationships and Cheating into it. Do i need to mention in detail ?
              > In US people do wear their national Flag even on their bikinis. But when it comes to National Pride they don’t let their Flag go down in front of the world. We start yelling if Shahrukh khan holds national flag upside down unintentionally. If any designer makes a saree coloring National Flag colors, we ask him/her to leave the country. Great. What we r doing to them who r Raping Mother India on day to day basis by corruption?
              Man list can be too long to reply.

              Well, I never said one should indulge into SEX only for exercise purpose, LOL.. For sure its the only exercise which gives a lot of pleasure though.:P But I said, when will u start believing that celibacy is FAKE. It has no meaning. Infact, Its more dangerous if u suppress ur basic instincts.

              Have fun bru , and grow up. 🙂 chao ….

              Like

              1. >>If given a chance, These Ahimsak people would not have mind killing him.
                This is hypothetical & it is no way, the truth.

                We are not the only hypocrites in the world.
                Look around & you will find several.

                >> celibacy is FAKE
                You can choose to be celibate at later age, due to physical reasons as well. So, it is not fake.

                >> Its more dangerous if u suppress ur basic instincts.
                Because you quote science, Is it established that it is dangerous in any way?

                >> Have fun bru , and grow up
                Thank you for tour advice. Yes, I need to grow up. If you think, you have grown up, be happy with it.

                Like

  3. ભૂપેન્દ્રસિંહજી મેં વાંચેલું છે તે પ્રમાણે બ્રહ્મચર્યનો અર્થ એવો છે કે બ્રહ્મ એટલે ઈશ્વર, આખું બ્રહ્માંડ જેને આપણે કુદરત કે ઈશ્વર માનીએ છે અને ચર્ય કે ચર્યા એટલે જવું કે પાસે જવું. એટલે કે ઈશ્વરની નજીક જવું તેવો સાચો અર્થ બ્રહ્મચર્યનો થાય. પરંતુ બ્રહ્મચર્યને કોણ જાણે કેમ અને કયારે સેક્સ સાથે જોડી દેવામાં આવ્યો હશે?

    દર્શિતભાઇ હમણાં થોડા સમયથી આપના વિચારો પ્રતિભાવ સ્વરૂપે અહિં ભૂપેન્દ્રસિંહજીના બ્લોગમાં વાંચ્યા આપના પ્રતિભાવો ખૂબ સરસ અને માહિતીપ્રેરક હોય છે. તામરી વાત સાચી છે “‘તમે લોકો ને જે નથી સાંભળવું એવું સંભળાવો એટલે વિરોધ તો થશે જ અને એમાય જો વાત દેશ ના બાપૂજી ( રાષ્ટ્રપિતા ) ની આવે તો હે માં ,.. માતાજી…….. થઈ જાય.”

    આપણા દેશમાં એક તો વ્યક્તિપૂજા અને દંભ વધારે છે તેથી કોઇ પણ વ્યક્તિને એકવાર મહાન માને પછી તે વ્યક્તિના દોષો પણ તેમને દેખાય નહીં. દરેક વ્યક્તિ એક સામન્ય વ્યક્તિ જ છે તેનામાં માનવસહજ ગુણ અને દોષ રહેવાનાં જ. આપણો દંભ આપણને તે વાત સ્વીકારવા દેતો જ નથી. એ વ્યક્તિના સારા ગુણો કોઇ અપનાવશે નહીં. એને માત્ર વિવાદ માટે લેશે કે એનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરશે. હવે જુઓને ગાંધીજીના અહિંસા, બ્રહ્મચર્ય અને અનશનનો દંભી રાજકારણીઓ કેવો લાભ ઉઠાવે છે. ગાંધીજીના સારા ગુણો કેટલા લોકો જીવનમાં ઉતારે છે?

    આગળના લેખમાં ભૂપેન્દ્રસિંહજીએ કહેલું ગાંધી કોરાણે મૂકાઇ ગયા. સાચી વાત છે ગાંધીજી સરકારી કચેરીઓ અને રાજકારણિઓની ઓફિસોમાં એક ફોટો બની ગયા જે ફોટાની નીચે એમના ફોટાવાળી નોટોનો કરોડો અબજોનો ભ્રષ્ટાચાર થાય છે. ભારતનાં ઘણા મોટા શહેરોમાં એક માર્ગ બની ગયા છે એમ.જી રોડ એટલે કે મહાત્મા ગાંધી રોડ. બસ એક અમદાવાદમાં માત્ર ગાંધી રોડ છે જેને મહાત્મા નથી લાગતું.

    ગાંધીજી કોરાણે થઈ ગયા એમણે પોતે જ એમના નજીક જે સારી વ્યક્તિઓ હતી તેને વધુ મહત્વ આપવાને બદલે અમુક એવી વ્યક્તિઓને મહત્વ આપ્યું કે જે આઝાદી પછી આપણે એની સજા ભોગવી રહ્યા છીએ. પહેલાં બહારથી લોકો આવીને દેશને લૂંટતા. આજે એક જ પરિવાર સત્તા પર રહીને દેશને વેચી રહ્યો છે. જ્યારે સરદાર વલ્લ્ભભાઇ જેવા ખરેખર અર્થમાં લોખંડી મનોબળ ધરાવનાર એક સાચા મહાન વ્યક્તિને, દેશને એકતાના સૂત્રમાં બાંધનારને બાજુમાં ખસેડી દીધા.

    Like

    1. એટલે તો મેં લખેલું કે બાળકની જેમ રિસાઈને જવાહર વડાપ્રધાન બની ગયા.અને કાશ્મીરનો પ્રશ્ન સાથે ત્રાસવાદ માથે મારીને ગયા.સરદારની અવગણના ભારે પડી ગઈ છે આજે.ગાંધીજી પણ માનવી હતા.જેડ આડમ્સે પણ લખ્યું છે કે એમનો માનવીય ચહેરો લોકોને બતાવવો છે.હવે તો એમનું મંદિર પણ ગાંધીનગરમાં બની ગયું છે.પ્રસાદમાં શું રાખ્યું છે તે ખબર નથી,કડવા લીમડાની ચટણી અને બકરીનું દૂધ હોવું જોઈએ.સચિનના મંદિરમાં ચિકન હશે,અને બચ્ચનના મંદિરમાં એન્ટી એસિડની ગોળીઓ.બાપુજીને માનવા તો નથી,પણ એમની વાત આવે તો ખલાસ.

      Like

      1. મેં ઉપર એમનો સામાન્ય ચહેરો જ દેખાડવા પ્રયત્ન કર્યો છે. એમની પૂજાનો કે મંદિરનો હું પણ વિરોધી જ છું. એમને મહાત્મા હું મારી પોતાની રીતે માનું છું.એવું તે શું હતું એ સામાન્ય માણસમાં કે લોકો એમની પાછળ ચાલવા લાગ્યા?

        Like

  4. થોડા સમય પહેલા અન્ય કોઈક બ્લોગ પર લગભગ આ સબબનું જ બધું વાંચ્યું હતું, તમે ટાંકેલા લગભગ બધાંજ મુદ્દા ત્યાં પણ વર્ણવેલાં હતાં. આજે આ લેખ વાંચીને ફરીથી તે યાદ તાજી થઈ ગઈ. શાસ્ત્રોમાં જાતિય સમાગમથિઇ સંપૂર્ણ દૂર રહેવું એવું ક્યાંય કહેવામાં આવ્યું નથી, તમે લખ્યું છે તેમ જ બધા ઋષિઓ પરણેલા હતાં, અપવાદરૂપ ફક્ત નારદજી અને હનુમાન જેવા ગણ્યા ગાંઠ્યા તદ્દન સંભોગ પ્રત્યે અપરિગ્રહ દાખવતા ઉદાહરણો છે. એટલે એ વાત્ તો ચોક્કસ છે કે આ તદ્દન સંભોગથી અળગા રહેવું તે પાછળથિઇ ઘુસી આવેલું દુષણ છે. ગંધીજી પણ પોતે તો એક વ્યક્તિ જ હતા, માનવ શરિર અને તેની સઘળી સંવેદનાઓ લઈને જન્મ્યા હતા, તો પછી તેમનામાં પણ સેક્સની ઈચ્છાઓ હોય તેમાં ખોટું શું છે? અને જો તે ખોટું હોત તો તેમણે પોતે એનો ઉલ્લેખ ના કર્યો હોત. સત્યના પ્રયોગોમાં તેઓ આ વિષે લખી ચુક્યા છે, તેમના અંતેવાસીઓ સાથે આ વિષે ચર્ચા કરી ચુક્યા છે તો પછી તે જ પ્રસંગો કોઈક લેખક તેના પુસ્તકમાં લખે તે સામે વાંધો શું કામ હોવો જોઇએ?

    રાજકારણીઓ જે કરે છે તે હંમેશા જનહિતાર્થે જ હોય છે તેવું નથી. નરેન્દ્ર મોદી પણ ગમે તેટલા સારા હોય, છે તો છેવટે એક રાજકારણી જ, એટલે તેમણે પણ ક્યારેક લોકલાજે, તો ક્યારેક પોતાના સ્વાર્થે, અને ક્યારેક પોતાના પક્ષના દબાવથી તો ક્યારેક પ્રચારમાધ્યમોના ડરથી આવા પગલાં લેવા જ પડતા હોય છે. જો તેમણે પ્રતિબંધ ના મુક્યો હોત તો આ જ છાપાવાળા અને ટીવી ચેનલોવાળા તેનો વિરોધ કરત અને કદાચ કોંગ્રેસને ફરીથી એક વખત ગાંધીજીના નામે ચરી ખાવાનું બહાનું મળત. હા, સાચી વાત છે કે પ્રતિબંધ મુકવાથી કોઈ ફેર પડતો નથી, અને તેમાં પણ આજના યુગમાં. આમે જુઓતો ગુજરાતમાં ક્યાં પુસ્તકો ખરિદીને વાંચવાનો રિવાજ છે. પુસ્તક વસાવવા પરતો પ્રતિબંઢ નથીને? સારૂં જ છે કે પ્રતિબંધ મુક્યો, આ પુસ્તક ચર્ચાના ચગડોળે જઢીને વધુ પ્રસિદ્ધિ પામશે. લોકો આવા પાસાઓથી ઉજાગર થાય અને પોતાની માનસિકતા સુધારે જરૂરી છે. આ પ્રતિબંધો ક્યારેય સફળ થયા નથી, ન.મો.એ પેલા પિક્ચર પણ પ્રતિબંઢ મુક્યો જ હતો ને, શું ફેર પડ્યો તેથી? લોકોએ એ પિક્ચર ના જોયું? ઉપરથી પ્રતિબંધ મુકવાથી લોકોની કુતુહલવૃત્તિ વધી જાય છે, અને પછી ગઈકાલે દીપકભાઈએ અન્ય પોસ્ટમાં લખ્યું હતું તેમ આપણું માનસ તે કુતુહલવૃત્તિ સંતોષવા માટે વિરોધી પગલા લઈને પોતાની વૃત્તિ સંતોષે છે. કાશ એવું જ આ પુસ્તક માટે પણ થાય.

    આપણા સમાજમાં જાતિય સમાગમ માટેનો આટલો અણગમો હતો જ નહી, જો એવું હોત તો ક્યારેય કોણાર્ક, ખજૂરાહો અને મોઢેરાના મંદિરો અને તે સિવાયના અન્ય અનેક સ્થળોએ નગ્ન, કામક્રીડામાં રત તેવા યુગલોના શિલ્પો અને આખેઆખો કામસૂત્ર જેવો ગ્રંથ ક્યારેય ભારતમાં શક્ય થયો જ ન હોત. આપણે મુસલમાનો અને ખ્રિસ્તિઓના રાજમાં છેલ્લાં સેંકડો વર્ષોથી રહ્યાં છીએ, એટલે તેમની માન્યતાઓને આપણી બનાવી દીધી છે. અંગ્રેજોએ બનાવેલા સજાતિય સંબંધના કાયદા આજે તેમના દેશમાં બદલાયા પણ આપણે ખોટા ધર્મના અને સમાજના નામે એ જ વર્ષો જુના કાયદાને વળગી રહ્યાં છીએ. ગાંધીજીને અનેક રીતે દોષ દેનારી અને ગાળો આપનારી જનતા પણ આ પુસ્તકમાં તેમની સેક્સ લાઈફ વિષે લખ્યું છે માટે પુસ્તકનો વિરોધ કરવા માંડે તો કોઈ નવાઈ નથી.

    Like

    1. તદ્દન સાચી વાત કહી.પુસ્તક ઉપર પ્રતિબન્ધ ના મુક્યો હોત તો પણ કાગારોળ કરી મેલત.દીપકભાઈએ ઉલ્લેખ કરેલો તે રાજર્ષિ પુરુષોત્તમદાસ ટંડન ખજુરાહો મંદિરના કામક્રીડા શિલ્પોથી લજ્જિત થઇ જતા હતા.એમને બહુ ખરાબ લાગતું હતું.માટે એના ઉપર ચણતર કરાવી લઈને ભૂંસી નાખવા માંગતા હતા.પણ આનો સખત વિરોધ રવીન્દ્રનાથ ટાગોરે કર્યો કે આવા મહાન શિલ્પોનો નાશ ના કરાય.બાકી બધા સંમત હતા.ટાગોરે વિરોધ કર્યો ના હોત તો આજે એનો નાશ થઇ ગયો હોત.અમારે અહીં લીટલ ઇન્ડિયા કરીને એક મેન્ગેજીન મફતમાં મળતું હોય છે.કોઈ પણ ઇન્ડિયન સ્ટોર ઉપર જાવ તો ત્યાં પડ્યું હોય છે,તે અમે લાવીએ અને વાંચીએ.એમાં આ બધી માહિતી વાંચી કે પુસ્તક ઉપર પ્રતિબંધ મુક્યો છે.તંત્રીએ લેખકનો ઇન્ટરવ્યું પણ લીધો છે.અમુક માહિતી વર્ષોથી જાણતો હતો.એમ લેખ તૈયાર થયો.જસવંતસિંહના પુસ્તક ઉપર પ્રતિબંધ મુક્યો તેમાં તે પુસ્તક બ્લેકમાં ખરીદીને લોકો વાંચતા હતા તેવું જાણવા મળ્યું.એટલે ઉલટાની પ્રસિદ્ધિ મળે છે પ્રતિબંધ થી.

      Like

  5. હે માં…..માતાજી !!!! (આ પ્રતિભાવ વગર વાંચ્યે જ હોઇ શકે !)

    બાકી એટલું જ કહીશ કે કોઇ સાચો ગાંધીચાહક આ લેખ વાંચીને ધન્યતા ન અનુભવે તે શક્ય નથી ! સરકારને પેલા પુસ્તક પરથી પ્રતિબંધ હટાવી લેવા જેટલી સમજ કેળવવા માટે આ એકમાત્ર લેખ જ પુરતો છે. ઘણી મહેનત લીધી ભુપેન્દ્રસિંહજી. આફ્રિન.. આફ્રિન..

    “આ માણસ મપાય નહીં એવો હતો એટલે જ એ મહાત્મા છે.”— દિપકભાઇ.

    Like

    1. ખૂબ ખૂબ આભાર.કોઈએ આ લેખને પ્રિન્ટ કઢાવી મોદીને મોકલવો જોઈએ.શું લાગે છે?ગાંધીજી માટે બે વિશેષણ અહીં પ્રાપ્ત થાય છે એક તો અડીયલ મહાત્મા અને બીજું અમાપ મહાત્મા.

      Like

      1. ભૂપેન્દ્રસિંહ જી,
        આ લેખ જો કોઇ છાપાં માં પ્રગટ થાય તો એક વાત તો પાક્કિ છે કે પુસ્તક પર પ્રતિબંધ નો મુદ્દો એક બાજુ રહી જાય અને ભૂપેન્દ્રસિંહજી ઉપર પ્રતિબંધ લાગી જાય. ગાંધીવાદીઓ આ લેખ ને સમજી શકવા સક્ષમ હોત તો એ લોકો કદાચ ગાંધી ને પણ સમજી શક્યા હોત. 🙂 આભાર ,… 🙂

        Like

        1. ભાઈ મારા જુના ઘણા બધા લેખો એવા છે કે જેનાથી ભુપેન્દ્રસિંહ ઉપર પ્રતિબંધ લાગી જાય.હાર્ડ ટ્રુથ એબાઉટ હુમન નેચર વાળી સીરીજ પણ પતિબંધ લગાવી દે તેવી છે.નર્કારોહણ દસ ભાગની સીરીજ પણ આજીવન ગુજરાત કે ભારત પ્રવેશની મનાઈ ફરમાવે તેવી છે.છાપા તો છાપેજ નહિ.એમની પ્રેસ્ટીજનો સવાલ છે.અરે રેશનલ મિત્રોએ એમના મેન્ગેજીનમાં છાપવાની મારી પરમીશન માંગી અને આપ્યા છતાં છાપતા અચકાય છે,એમના બ્લોગમાં કોમેન્ટ્સ આપું તો મિત્રો કહે છે હું ગાળાગાળી કરું છું.બુમો પાડું છું.માટે મેં ત્યાં જવાનું બંધ કરી દીધું છે.હા ભાઈ મારી ભાષા જરા આકરી છે,પણ શું કરું?અહીં ટપલી મારે કોઈ જાગે તેવું છે?આશરે દસ હજાર વર્ષથી બાપદાદાઓ તલવાર ચલાવતા હવે હું કલમ ચલાવું છું.તલવારો પડે પડે ખરાબ થઇ ગઈ.બંદુકો આઝાદી પછી સરકારમાં જમા કરાવી દીધી.હવે તો કોઈ વરરાજા લગ્ન કરવા જાય ત્યારે પ્રતિક તરીકે તલવાર હાથમાં લઈને જાય છે.

          Like

  6. જયારે સરહદ ના ગાંધી શ્રી અબ્દુલ ગફાર ખાન ગાંધીજી ના આશ્રમ માં માંદા પડ્યા અને ડોક્ટરોએ શ્રી ગફાર ખાન ને તેમનો રોજીંદો ખોરાક લેવાની સલાહ આપી ત્યારે ગાંધીજીએ આશ્રમ ના રસોડા માં પાળતા કડક શાકાહારી ખોરાક ના નિયમો બદલાવી શ્રી ગફાર ખાન માટે બકરી કે ઘેટા નું માંસ રન્ધાવિયું હતું તેમ વાંચ્યા નું યાદ છે.

    ‘અડીયલ’ ની સાથે સાથે ગાંધીજી એટલાજ વ્યવહારુ હશેજ.
    ગાંધીજીના જીવન ના અનેક ઉદાહરણો પર થી : તેમના ધ્યેય ની સ્પષ્ટ તા (અહિંસા દ્વારા આઝાદી) માટે અનેક પ્રસંગો માં
    ગાંધીજીએ બ્નાન્ધ છોડ કરેલી છે. મન થી વાણી થી અને કર્મ થી અહિંસા ના ભક્ત ગાંધીજી ના આપણે સૌ રૂણી છીએ.

    ભુપેન્દ્સિંહજી અને સૌ અભિગમો લખતા મિત્રો ને સલામ.

    Like

  7. બધા મિત્રોની કૉમેન્ટ્સ સ્વતંત્ર વિચાર પ્રેરે એવી છે. આપણે “પ્રતિબંધવાદી પક્ષ” બનાવીએ તો એને સૌથી વધુ સીટો મળે. ભૂપેન્દ્રસિંહભાઈ જેવાનો પાસપોર્ટ જપ્ત થાય, રેડ કૉર્નર નોટિસ બહાર પડે.

    @દર્શિતભાઈ, “ગાંધીવાદીઓ આ લેખ ને સમજી શકવા સક્ષમ હોત તો એ લોકો કદાચ ગાંધી ને પણ સમજી શક્યા હોત.” ગાંધીજીને કોઇએ એમના સિદ્ધાંતો વિશે માર્ક્સની જેમ પુસ્તક લખવા કહ્યું તો એમણે ના પાડી. એમનો જવાબ હતો કે હું મરી જઈશ તે પછી મારા અનુયાયીઓ વચ્ચે ઝઘડો થશે તો મારા જ ગ્રંથને હથિયાર સમજીને એકબીજા પર ફેંકશે…! એટલે ગાંધીવાદીઓને પૂછીએ કે આ ગાંધીવાદ ક્યાંથી લઈ આવ્યા?

    @NIR, તમે બાદશાહ ખાનનું ઉદાહરણ સારૂં આપ્યું છે. ગાંધીજી ઘણા વિરોધાભાસોને સહેલાઈથી સાચવી લેતા હતા. એ કોઈના અનુયાયી નહોતા ને? સ્વામી આનંદ હિમાલયથી પાછા આવ્યા અને બે દિવસ સાબરમતી આશ્રમમાં રહ્યા. એમને ગમ્યું એટલે એમણે ગાંધીજી સમક્ષ ત્યાં જ રહેવાની ઇચ્છા વ્યક્ત કરી, તો ગાંધીજીએ એમને કહ્યું કે રહો ભલે પણ આ કપડાં ઉતારવાં પડશે. સ્વામી આનંદ કહે કે હું સંન્યાસી છું, આ કપડાં ન ઉતારી શકું. ગાંધીજી એ કહ્યું કે તો તમે ન રહી શકો. આપણા દેશમાં આ કપડાં સેવા લેવાનાં છે, કરવાનાં નહીં!સેવા કરવી હોય તો ભગવાં ઉતારો. હવે એમને રેશનલિસ્ટ કહેશું ને? પરંતુ એ તો રોજ પ્રાર્થના કરતા, એટલે આસ્તિક જ ગણાય. પણ કદી કોઈ મંદિરમાં ન ગયા!

    @ ધવલભાઈ, આપણા દેશમાં ‘કામ’, ‘ધર્મ’ અને ‘જીવન’ આ ત્રણેય અંગોમાં અભિન્નતા હતી આપણી લગ્નવ્યવસ્થામાં આજે પણ અક્ષત-કંકુ રૂપે ‘કામ’નો ઘોષિત સ્વીકાર જોવા મળે છે.તમારૂં અવલોકન સાચું છે કે મુસ્લિમ શાસકો આવ્યા તે પછી બગડ્યું. આપણે વધુ ‘પવિત્ર’ બનવાની હોદમાં લાગી ગયા.

    @ ભૂપેન્દ્રસિંહભાઈ, રાજર્ષિ ટંડનની વાત તમે સારી કહી. એમની મેન્ટાલિટી તાલિબાની હતી, જેમણે બમિયાનની બુદ્ધ પ્રતિમાઓ તોડી પાડી. હવે એક-બે આડ સવાલ (જુદો લેખ લખવા માટે) ખાજુરાહોનાં મંદિરો કોણે બાંધ્યાં? શિલ્પી અને સ્થપતિ કોણ હતાં? નથી ખબર? કામસૂત્ર કોણે લખ્યું? ખબર છે ને? એક મિત્રે મને આ સવાલ પૂછ્યો ત્યારે મને પહેલો જવાબ નહોતો આવડ્યો, બીજો આવડ્યો હતો! કારણ શું?
    (જવાબઃ બાંધકામ કરનાર શૂદ્ર હતા, ગ્રંથ લખનાર બ્રાહ્મણ) ટંડનને ગ્રંથ સામે વાંધો નહોતો!

    Like

    1. મેં તો ભારત સરકારને મારો ભારતીય પાસપોર્ટ જમા કરાવી દીધો છે.હા રેડ કોર્નર નોટીસ જરૂર મળે.ગાંધીજી ટાગોરને પણ ફીશ ખાવાની છૂટ આપતા તેવું પણ વાચ્યું છે.

      Like

    2. દિપકભાઇ : ખજુરાહો ના શિલ્પ કોણે બનાવ્યા તે તો ગૂગલ અથવા વિકિપીડીયા ને મદદ લો તો મળી જશે. પણ એક એવી વાત જે આ શિલ્પો સાથે જોડાયેલી છે જે ઘણા લોકો ને અચરજ પમાડી શકે તેમ છે.

      કોઇ પણ ચિત્ર કે શિલ્પ બનાવવા માટે જરૂરી સામગ્રીઓ માં ની એક “મોડેલ” હોય છે. કોઇ કહેશે કે આ શિલ્પો માટે જે સ્ત્રી એ મોડેલિંગ કર્યું તે કોણ હતી ??

      Like

  8. આપ સૌ વિધ્વાન મિત્રોની ચર્ચા વાંચી ખૂબ જ આનંદ થયો. ગાંધીજીને સમજવા ખૂબ જ કઠિન હોવા છતાં સરળ પણ એટ્લા જ છે કારણ કે કોઈ દંભ આચર્યા વગર મન-વચન અને કર્મ વચ્ચે અદભુત પારદર્શકતા જાળવી શકવાની સમર્થતા ધરાવતી વ્યક્તિ હતી ! ગાંધી મંદિર અને સરદારનું વિશ્વમાં ઊંચામાં ઊચુ સ્ટેચ્યુ ન.મો.ની રાજકિય ચાલ સિવાય કશું નથી. સરદારને કોંગ્રેસે કોરાણે મૂકેલા તેથી ગુજરાતીઓને જીતી લેવા તેમજ ગાંધીજીનો રાજકિય ઉપયોગ કોંગ્રેસ પતાનો સ્વાર્થ સાધવા કરી રહી છે ત્યારે ગુજરાતમાં ભવ્ય મંદિર બાંધી ગાંધીજી નામનું ચૂંટણીનું એક પાનું કોંગ્રેસ ગુજરાતમાં ના વાપરી શકે તેની તકેદારી રૂપે આ મંદિરનું સર્જન ! ગાંધી સરદારને નામે સત્તા મેળવવા વૈતરણી પાર કરવાનો કારસો ! ખેર ! ચર્ચામાંથી ઘણું નવું જાણવા મળે છે. લગે રહો યાર !

    Like

    1. મુ.શ્રી અરવિંદભાઈ, તમે અહીં લખનાર પર વિદ્વાન હોવાનો આક્ષેપ કર્યો છે, તેને હું બધા વતી નકારી કાઢું છું. આશા છે કે બીજા મિત્રો મને આ બાબતમાં એકલો નહીં પાડી દે.

      બીજું, તમે ગાંધી – સ્રરદારના રાજકીય દુરુપયોગના પેંતરાઓનો ઉલ્લેખ કર્યો છે તેની સાથે હું સંમત છું.

      Like

      1. સાચું છે,હું તો વિદ્વાન હોવાનો જે આરોપ મુક્યો છે તેને નકારી કાઢું છું.અને વખોડી કાઢું છું.હા!હા!હા!હા!હાઆં!!

        Like

      2. હું શ્રી દિપકભાઇને ટેકો જાહેર કરૂં છું !!!
        જો કે આ શ્રી અરવિંદભાઇની મોટપ છે કે તેઓ આપણને વિદ્વાનમાં ગણે છે.
        આભાર.

        Like

    2. સુંદર મજાક છે. હા કેમ નહિ હું વિદ્વાન હોવાનો આરોપ સ્વીકારી લઉં છું હા હા હા. જે આ આરોપ નથી સ્વીકારતા તેમને (Modesty is virtue) કહી ને સલામ કહું છું. ભુપેન્દ્રસિંહ ના બ્લોગ ની સીમા પુરતું : સર્વે અભિગમો લખતા વિદ્વાનો ની હરોળ માંડો તો
      વિદ્વતા માં સૌને આગવું સ્થાન આપું છું. અને છેવટે વિદ્વતા તો રીલેટીવ જ છે ને!!

      ગાંધીજી ના મંદિર ની સ્થાપના : આ સમાચાર મારા માટે બિલકુલ નવા છે.
      ભુપેન્ર્સિંહ ના અગાઉ ના અભિગમ માં પણ
      ગાંધીજી ના મંદિર (ગાંધીનગર માં) થયા નું વાંચ્યું હતું.
      પેલા ચલચિત્ર માં ફક્ત સંજય દત્ત ને જ બાપુ દેખાતા હતા, અને સંજય ને પ્રેરણા મળતી.
      ગાંધી મંદિર અહિંસા પરમો ધર્મ નો સંદેશો ફેલાવતું રહે તેવી પ્રાથના !!!

      Like

  9. એક વાત સ્પષ્ટ કરું આપ સૌને વિધ્વાન કહી મે6 તો માત્ર હકિકતી બ્યાન કર્યું છે. જો આક્ષેપ, આરોપ કે મજાક માનતો હોત તો વિધ્વાન ( ? ) બાદ આવું પ્રશ્ન ચિન્હ અવશ્ય મૂક્યું હોત ! આપ સૌ આપની જાતને વિધ્વાન ના માનો તે કાં તો આપ સૌની નમ્રતા છે અને કાં દંભ ! હા હ….હ..હા..હા… કેમ લાગ્યું મારું હા.હા..હા..હા…હા

    Like

    1. નમ્રતા કહીશું તો વળી કોઈક અમને મહાત્મામાં ખપાવશે, એટલે છો તમતમારે તેને દંભ ગણો, મને ખાતરી છે કે તમે ગણાવેલા સહુ વિદ્વાનો પોતાને નમ્ર ગણાવવાને બદલે દંભી કહેવડાવવું પસંદ કરશે. આ કેવું લાગ્યું અરવિંદભાઈ?

      Like

    2. મારા તમામ વાચકો છગન છે,ના સમજ્યા?અરે ભાઈ સુજ્ઞ છે.મારા એક અપભ્રંશ શબ્દોના વિદ્વાન વડીલ મિત્ર એવું કહેતા હતા કે મગ્ન ઉપરથી મગન શબ્દ આવ્યો છે,તેમ સુજ્ઞ શબ્દ ઉપરથી છગન શબ્દ બન્યો છે.હવે અશોકભાઈ કોઈ મુરખ માટે છગન શબ્દ વાપરતા વિચારવું પડશે.સૌ મિત્રો ખોટું ના લગાડતા.કે મારા સુજ્ઞ વાચક મિત્રો બહુ મોટા મનના પણ છે.મારા લેખો વાંચવામાં અને પ્રતિભાવો ખુલ્લા દિલથી આપવામાં મગન થઇ જતા હોય છે.હા!હા!હા!હાઆઆઆ!

      Like

  10. છગન ‘ષડ઼્ગુણ’માંથી બન્યો છે!આ છ ગુણ છે –
    શમ (શાંતિ)
    દમ (સંયમ)
    ઉપરતિ (આસક્તિનો ત્યાગ)
    તિતિક્ષા (સહિષ્ણુતા)
    શ્રદ્ધા અને
    સમાધાન (સમ + આધાન, એટલે કે સૌ પર સમાન ધ્યાન).

    (એ જ રીતે ખટપટ એટલે ષટ્‍ પટુતા અથવા છ પ્રકારની કુશળતા).

    Like

    1. છ ગુણ વાન એટલે છગન.સુજ્ઞ એટલે નહિ બરોબર?મારે પેલા વડીલ જોડે કાયમ વાદવિવાદ થતો હોય છે,માટે પૂછી લઉં.

      Like

  11. મોહનચંદ કરમચંદ ગાંધી એક વ્યક્તિ વિશેષ કહી શકાય….. એથી વધુ કોઈ વિશેષણ યોગ્ય નથી લાગતુ. કારણ પ્રત્યેક માણસમાં કોઈ ના કોઈ અસામાન્ય કૌશલ હોય જ છે આથી અભિપ્રેત થવુ એ વ્યક્તિ પુજા જેવુ લાગે છે.પ્રાચીન વેદોતર સંસ્ક્રુતિમાં શૈવ સંપ્રદાય હતો ભારતનો મુળભુત રીતે… તેમાં તંત્ર એટલે તનઃ = શરિર… શરીરના માધ્યમ થી કરવામાં આવતી ક્રિયા, પ્રક્રિયા કે અધિ ક્રિયા એટલે તંત્ર.જેમાં શરીરની યાંત્રિકતા થી દુર થઈ ને કમ્ફટ ઝોન ઉભા કરવા તે જ તેનો મુખ્ય હેતુ છે..કારણ માનવ શરીર અમુક સમયે મોનોટોનીનો શિકાર બની જાય છે તેને રોકવાનો પ્રાક્રુતિક ઉર્જાનુ યોગ્ય નિયમન અને વહન ચાલુ રહે… બાકી માદાનુ આકર્ષણ પ્રત્યેક નરમાં રહેવાનુ એ પ્રાકૃતિક છે.તેનો કોઈ પણ વિરોધ્ધ શક્ય નથી. ઉર્જા ને રોકી શકાતી નથી ફક્ત ડાઈવર્ટ કે કન્વર્ટ થઈ શકે.કદાચ ગાંધીજી એ વાત સાંભળી હોય અને પ્રયોગ કર્યો અને નિષ્ફળ પણ ગયા પછી શુ થયુ કે શુ કર્યુ તે નથી જણાવ્યુ કારણ મુળે તો વકીલ રહ્યા ને…. ગુજરાત સરકારે મફતનો પ્રચાર કર્યો છે પર્તિબંધ કરી ને … ચર્ચાનો અખાડો બની ગયો…. રાઓલજીના તમામ મિત્રોને એક નમ્ર સુચન છે કે વેદોતર ગ્રંથ જેવા કે તંત્ર વિજ્ઞાન , ભૈરવ તંત્ર, અને તંત્ર જ્યોતિષ વાંચવા અને અભ્યાસ કરવા જેવા ગ્રંથ છે. અગર જો ઓરીજીનલ પ્રત મળે તો. ઓશો એ તંત્ર પર લખ્યુ છે તેમાં સેળભેળ થઈ છે.

    Like

    1. દર્શિતભાઈ.
      ખરૂં જોતાં બધા ધર્મો શરીર ધર્મો જ હોઈ શકે. આના પહેલાંના લેખના પ્રતિભાવ રૂપે મેં શરીર ધર્મ વિશે લખ્યું છે. અને તંત્ર માર્ગ એ રિતે અને ઐતિહાસિક રીતે પણ સૌથી પ્રાચીન છે જ. નોંધવા જેવું એ છે કે એમાં સ્ત્રી ગૌણ નથી.

      Like

  12. સૌ વાંચકો,
    આ વિદ્વત્તા ની ચર્ચા વાંચતા વાંચતા એક ઉર્દુ શેર યાદ આવ્યો
    ઉર્દુ લખતા / વાંચતા નથી આવડતું માટે ગુજરાતીમાં લખું છું, શેર જેવો સંભાર્યો છે તેવોજ લખેલ છે.
    ” હમ જાનતે થે, કી ઇલ્મ સે કુછ જાંનેગે” (ઇળ્મ શબ્દ નો અર્થ જ્ઞાન હશે તેમ માનું છું)
    કહત હય ” હમ જાનતે થે, કી ઇલ્મ સે કુછ જાંનેગે”
    અરજ કરતા હું ” હમ જાનતે થે, કી ઇલ્મ કુછ જાંનેગે”
    “મગર જાના તો યહ જાના કી નજાના કુછ ભી”

    જાણ્યું તો એ જાણ્યું કે હજી કશુજ જાણ્યું નથી બધું બહુજ બાકી છે.
    કંઇક આવું અર્થ ઘટન યાદ છે.

    હજુ ભુપેન્દ્રસિંહ ના ઘણા લખાણો વાંચવાના બાકી છે.
    Blogroll માં હજુ બીજે મુલાકાત લેવાની બાકી છે.

    Like

  13. રાઓલજી…જોરદાર લખાણો ને વાંચનારા પણ જોરદાર. પ્રતિભાવોની ગલીઓમાંથી ગુજરવાની મજા પડે છે!
    ગાંધીજી વિષેની ચર્ચા રસ પડે તેવી છે.
    ધન્યવાદ્

    Like

  14. ભાઈ કલ્પેશભાઈ,
    એક ચિત્રકારને મારી ન નાખીને એને દેશ છોડીને ચાલ્યા જવા કહેવામાં આવ્યું…આમ તમે કહો છો અને એને અહિંસા કે કટ્ટરવાદનો અભાવ ગણાવો છો.
    પહેલાં તો તમે તમારાં તથ્યો પર ફરી નજર નાખો અને તે પછી આ કથન સમજાવો તો સારૂં રહેશે.તમારા કથનમાં હકીકત દોષો જણાય છે.એના પર ધ્યાન આપશો તો ઉપયોગી થશે.
    કેટલાક સવાલ…
    ૧. કોણે એને ‘મારી ન નાખ્યો?’
    ૨. આ દેશમાં મારી નાખવાનો અધિકાર કોના હસ્તક છે?
    ૩. ચિત્રકારને દેશ છોડીને ચાલ્યા જવાનો હુકમ કોણે આપ્યો?
    ૩. ખરેખર આવો કોઈ હુકમ અપાયો છે?
    ૪. આ દુનિયામાં અવા હુકમો આપવાનું સૌ દેશોએ મંજુર કર્યું છે?
    આટલું સમજાવશો તો ચર્ચા વધારે અર્થપૂર્ણ બનશે.

    Like

    1. એક ચિત્રકારને મારી ન નાખીને એને દેશ છોડીને ચાલ્યા જવા કહેવામાં આવ્યું…આમ તમે કહો છો અને એને અહિંસા કે કટ્ટરવાદનો અભાવ ગણાવો છો.

      He was not asked to leave. He left because of legal complexities.

      I won’t call it Ahimsa. But I can’t call it Himsa either

      If someone wants to experience કટ્ટરવાદ, do that in Afghanistan & Pakistan.

      What are the consequences of such an act in Qatar or S. Arabia?
      Compared to that, India (and Hindu community) & its reaction.

      ૧. કોણે એને ‘મારી ન નાખ્યો?’
      Any crazy hindu not killing Mr. Hussain.
      ૨. આ દેશમાં મારી નાખવાનો અધિકાર કોના હસ્તક છે?
      None. At the same time, none should have the right to infuriate a community in the name of artistic freedom. Look for danish paintings of mohd & see how countries reacted to it.

      No one has a “right” to kill. Yet, any person can kill the other person, if wants to do so.

      ૩. ચિત્રકારને દેશ છોડીને ચાલ્યા જવાનો હુકમ કોણે આપ્યો?
      He choose to leave because of legal complexities.
      I don’t have proof for this
      refer: http://en.wikipedia.org/wiki/M._F._Husain
      ૩. ખરેખર આવો કોઈ હુકમ અપાયો છે?
      No.
      ૪. આ દુનિયામાં અવા હુકમો આપવાનું સૌ દેશોએ મંજુર કર્યું છે?
      I will be glad, if you can help.

      આટલું સમજાવશો તો ચર્ચા વધારે અર્થપૂર્ણ બનશે.

      Like

      1. કલ્પેશભાઈ, તમારી ભાવનાઓ સમજી શકાય તેવી છે. હું તમારા પ્રારંભિક વિધાન સાથે આંશિક રીતે સહમત થઈશ કે જ્યાં તમે કહ્યું છે કે કલાકારને તેની કલાની અભિવ્યક્તિ કરવાની છુટ હોય, પરંતુ કોઈની ભાવનાઓ સાથે ખેલવાની છુટ ના હોવી જોઈએ. તમારા સમર્થનમાં હું એક પ્રશ્ન પુછીશ કે જો એ ચિત્રને મકબુલભાઈ ફિદાભાઈ હુસેને ઈંદિરા ગાંધી, કે સુસ્મિતા સેન, કે માયાવતી, જયલલિતા, વગેરેમાંથી કોઈ એકનું નામ આપ્યું હોત તો? તો તેમની અને તેમના ચિત્રની શું હાલત થઈ હોત? અરે એ બધી વાત જવાદો, જો તેમણે એ ચિત્રને કોઈ પૌરાણિક પાત્રનું જ નામ આપવું હતું તો કેમ ખાદિજા, સવ્દા, આઇશા, હફ્ઝા, ઝૈનાબ, હિંદ, જુવૈરિયા, રમલાહ, રેહાના, સાફિયા, મયમુના કે મારિયા એવું કશું ના આપ્યું? પણ હું એ વાત સાથે સહમત નથી થતો કે હિંદુઓએ એમને મારી ના નાંખ્યા એ હિંદુઓની અહિંસાની નિશાની છે. તે અહિંસાની નહી પણ નિર્માલ્યતાની નિશાની છે. અને તેથી પણ વધુ તે એ વાતની નિશાની છે કે આપણે ગમે તેટલા ધાર્મિક હોવાના દાવાઓ કરીએ, કહેવાતા હિંદુઓ ધાર્મિક છે જ નહી. અને સાથે સાથે એ વાતનો પણ વિરોધ કરીશ કે જો મ.ફિ. હુસેન પાકિસ્તાનમાં કે સાઉદિમાં હોત તો ત્યાંના લોકોએ એની જે વલે કરી હોત તે આપણે કરવી જોઈએ (જો કે તમે ક્યાંય સ્પષ્ટ પણે એવી હિમાયત નથી કરી, માટે તમને દોષ નથી દેતો). આપણે અન્યોની પાસેથી શીખવું જોઈએ અને તેમનું અનુકરણ કરવું જોઈએ, પણ સારું સારું ગ્રહણ કરીને ખરાબ ખરાબ છોડી દેવું. અમુક મુસલમાનો કે અમુક સંગઠનો ઇસ્લામના નામે કટ્ટરતા વકરાવીને હિંસા કરે અને અન્યો પર જુલમ કરે તો શું આપણે પણ હિંદુત્વને નામે એવીજ હિંસા પર ઉતરી આવવું? કોઈ પણ ધર્મમાં કટ્ટરતા હોવી ના જોઈએ. જે ધર્મમાં કટ્ટરતા પ્રવેશે અને તે ધર્મના લોકો જ્યારે એ કટ્ટરવાદી પંથીઓનો ખુલ્લેઆમ વિરોધ ના કરે ત્યારે તે ધર્મ પાળનારા સહુકોઈની હાલત કફોડી થઈ જાય છે, જે આપણા કહેવાતા હિંદુઓની ના થાય એટલું જ સારું.

        Like

        1. એમ.એફ હુસેનને હિંદુ દેવતાઓ જ નગ્ન ચિત્રો દોરવા માટે વિષય તરીકે કેમ મળતા હતા?જાણતા હતા કે અહી ચાલી જશે.

          Like

  15. ધવલભાઈ,
    કલ્પેશભાઈએ હવે પોતાનાં વિધાનોને વધારે કસ્યાં છે અને તે પછી તમે જવાબ આપ્યો છે. એમ.એફ. હુસેને જે કર્યું તેને વાજબી ઠરાવવાનો પ્રયાસ હું નથી કરતો. અને દર્શિતભાઈએ પણ નથી કર્યો, એમ મને લાગે છે. એમણે ‘અહિંસક’ તરીકે ગણાવાતા લોકો તક મળે તો કેવું વર્તન કરે તે દર્શાવ્યું છે. હુસેનને આવું કરવાની જરુર શી પડી તે મને પણ સમજાતું નથી.કોઈ મનોવૈજ્ઞાનિક જ સમજાવી શકે. એમ છતાં હું એની પાછળ રાજકીય હેતુ નથી જોતો.
    તમારી વાત સાચી છે કે ધાર્મિક કટ્ટરતા પ્રવેશે તો એ જ ધર્મના લોકોની હાલત કફોડી થઈ જાય. હકીકતમાં દરેક કોમમાં દરેક જાતના લોકો હોય છે, એક જ જાતના લોકો નથી હોતા. પણ કટ્ટરતા આવે ત્યારે બીજા અવાજો દબાઈ જાય, એટલે એક જ ચિત્ર ઉપસ્થિત થાય.હું સંમત છું કે આ કારણે કટ્ટરપંથીઓનો વિરોધ એ જ ધર્મના લોકોએ કરવો જોઇએ.

    Like

    1. “છોરું કછોરું થાય પણ માવતર થી કમાવતર ના થવાય” હિંદુ ધર્મ બધા ધર્મો ની માં છે.
      આ કેન્દ્ર માં રાખી હું હુસેન ની હરકત ની અવગણના કરીશ.

      [કોઈ મનોવૈજ્ઞાનિક જ સમજાવી શકે. એમ છતાં હું એની પાછળ રાજકીય હેતુ નથી જોતો.] દીપકભાઈ :

      થોડો સમય હું જાતેજ મનોવૈજ્ઞાનિક થઈ ને હુસેન ની આ હરકત ને બાળ હરકત સમજીશ. રાજકીય હેતુ કરતા “cheap publicity stunt” કરી ને તેના બીજા ચિત્રો વેચવા અને પૈસા કમાવાનો નુસખો સમજીશ.

      જેમ કે છેલ્લા દસેક વર્ષો થી અનેક લેખકો ગાંધીજી ના વ્યક્તિત્વ ના અન્શિક ગુણો લઇ ને તેમનું ખરાબ શાબ્દિક ચિત્ર દોરી પુસ્તકો વેચી કમાણી કરે છે તેમજ.

      આ વ્યાજબી પણું ઠેરવવાનું મારું કારણ હિંદુ “વિચાર થી વચન થી કે કર્મ થી પણ હિંસા ના કરી શકે”

      Like

    2. સવાલ જ નથી દીપકભાઈ તમને ખોટા કહેવાનો. કલ્પેશભાઈની સાથે સહમતી દર્શાવી છે તેની સાથે સાથે તેમના અન્ય વ્યુહની અસહમતિ પણ દર્શાવી છે. તમે અને દર્શિતભાઈ ક્યાંય કે ક્યારેય એમ.એફ.હુસેને કરેલા કૃત્યને સાચું નથી જ ઠરાવવાના. હા, તમારી વાત સાચી છે કે કલ્પેશભાઈએ તેમના વિધાનો વધુ કસ્યા છે, અને મેં પણ તેમના અંતિમ મુદ્દાઓ પર જ ટિપ્પણ કર્યું છે, તેનું કારણ પણ એ જ કે શરૂઆતનઅ મુદ્દાઓ પર તો તમે અને દર્શિતભાઈએ ઘણું કહી દીધું છે. એમ.એફ.હુસેને આવું કેમ કર્યું તેની પાછળ કોઈ જ (રાજકીય કે મનોવૈજ્ઞાનિક) કારણ મને દેખાતું નથી. કારણ ફક્ત એક જ છે કે જ્યારે માણસને સ્વાર્થ દેખાય છે ત્યારે તે આંધળો બની જાય છે અને સારાસારનો વિવેક ખોઈ બેસે છે.

      Like

  16. તમારી સાથે સંમત છું. ઉદાર દૃષ્ટિકોણ નૈતિકતાનો (ખરા ધર્મનો) આધાર છે.

    Like

  17. બધા મિત્રો ની ચર્ચા વાંચવા માં પણ શ્રી ભૂપેન્દ્રસિંહજી ના લેખ જેટલીજ મઝા પડી. આભાર…

    Like

  18. bhupendrabhai jyan sudhi tame bharat ma hataa tamaaree ander chhupayela vichar-vahak jivda ne kya taamsi nidrama suvdavi didho hato.
    realy some of ur views &thoughts r very very good .
    tamara gandhiji vishe na aalekh ne vanchya baad mane lage chhhe ke pratyek maanv bahay man thi social saro judo hoi e bhartiy mansikta chhe pan antar man [sub – concios]ma vicharo vriddhaavasthaa maa pan gharda nathi thata vedo ane upnishad ramayan tatha mahabharat ma aa vaat no ullekh chhe .
    juna jamana ma bahu patnitv pratha nu kaaran sex related chhe .madhy yug ma brahmano ane sadhu samaj e potan swarth siddhi mate kaam ne ane sex ne ghunaaspad batavi samaj ma vyabhichar vriddhi ne protsahan aapyu .
    manusmriti ma 4 – purushaarth – kahya tema 1 dharm,2 kaam.3 arth[sampatti]4 moksh[old age ma good work for socaity and mankind for next birth ]kahya hata.joke pratyek desh ,samaj ane vyakti na vichar ane aachaar bhinn bhinn hoi chhe

    Like

    1. બાપુ,
      મને પોતાને ખબર નહોતી કે હું લખી શકીશ. અહીં આવીને પણ કામધંધામાં પરોવાઈ ગયો હતો. અહીની મંદીના સમયમાં છ મહિના જોબ વગરનો થઇ ગયો હતો. એનો ફાયદો એ થયો કે ઓનલાઈન દિવ્યભાસ્કરમાં પ્રતિભાવ આપતા આપતા લખવાનું શરુ થઇ ગયું. આપનો ખૂબ આભાર બ્લોગની મુલાકાત બદલ. અહીં ખૂબ અભ્યાસુ મિત્રો આવે છે, આપ આપનું વેદો અને ઉપનીષદો વિશેનું જ્ઞાન વહેચી શકો છો. ચર્ચા કરી શકો છો.

      Like

  19. તમારો લેખ સ્પષ્ટપણે કહી રહ્યો છે કે ગાંધીજી ને તે સમયે સેક્સ નો ઉત્કૃષ્ઠ-ગુરુ નહિ મળેલો અને કદાચ તેના કારણે સત્ય-પામવા પ્રયોગો કરેલા અને ખુલ્લેઆમ ચર્ચેલા/જણાવેલા… અને… આખી શ્રુષ્ટિ તે આ સેક્સ નામના ‘god -particle’ ને કારણે જોડાયેલી રહે છે અને મનુષ્ય તેના થી છુટવા ધામ-પછડા કરે છે, છતાંય કોઈ છૂટ્યો હોય તેવું સાંભળ્યું નથી … અને જે લોકો પોતે સેક્સ નામના ‘god -particle’ માં થી છૂટવા નો દાવો કરે છે તેમની લીલાઓ-દર્શાવતી CD ઓ બહાર પડેછે અને ધૂમ વેચાય છે …. હા હા હા…
    અને… Lelyveld ને ખબર નહિ શું પ્રોબ્લેમ હશે… પણ … પોતે મહાન લેખક થવા એક-મહાન-માણસ ઉપર શંશોધાનીક પુસ્તક ઠપકારી દીધું અને પોતાના પશ્ચિમ વિચારો થી કયાંક એમને ‘ગે’ ની પણ ઉપમા આપી દીધી… અને લેખક નો આઈડીયા સફળ રહ્યો… તે ધૂમ વેચાયું- અને વંચાયું કારણકે તે Banned થયું… વાહ! રે… મહાન લેખક નો શોર્ટ-કટ ….
    મને એકવાત થી આશ્ચર્ય થાય છે કે -“જે મહાન-માણસ પોતાની-જ જ્યારે જાહેર માં -આટલી-ખોદી કાઢી છે …. તેની ખોદવા માં લોકો ને શું મઝા આવતી હશે?”
    અને બીજી વાત – “લોકો જો પોતાની અંદર જુવે તો પોતાના દુર્ગુણ એટલા દેખાશે કે ગાંધીજી ની ‘ખોદવા’ ની કોઈ હિંમત જ નહિ કરે”…

    Like

    1. ગાંધીજીને દમનના હિમાયતી શ્રીમદ રાજચંદ્ર ગુરુ તરીકે મળેલા. ગાંધીજીના પત્રોના ગલત અર્થ કાઢવામાં આવેલા છે. જોસેફ લેલીવેલ્ડના પુસ્તકને વાંચીને શ્રી દીપકભાઈએ એમના બ્લોગમાં સરસ લેખો લખ્યા છે. મારીબારી બ્લોગની મુલાકાત લેશો.

      Like

  20. રાઓલજી ,,,,,,,, આપનો આ લેખ ગમ્યો ,,ગાંધીજી એ એમના જીવન માં કરેલા બધા જ સારા ખરાબ કર્મો ને સ્વીકાર્યા છે ,,, એન ડી તિવારી ની જેમ છુપાવ્યા નથી ,
    માટે જ અમે ગાંધી ને મહાત્મા તરીકે ઓળખીએ છીએ ,, આની પહેલા મેં લખ્યું હતું કે ગાંધી ભગવાન નહોતા , વ્યક્તિ હતા જે પોતા ના જીવન માં ઉતરોતર સુધારો લાવવા ની કોશિશ કરે એ મહાત્મા બની શકે
    ગાંધી ની અંગત જીવન થી મને કોઈ જ પ્રોબ્લેમ નથી ,, એ જેવા છે એવા ગાંધી છે ,, એણે કશુય છુપાવ્યું નથી અને એની અંગત જિંદગી દેશ માટે કોઈ નુકશાનકારક નથી એથી વિશેષ કઈ જાણવા ની મને જરૂર નથી લાગતી
    તમારા લેખ માં એક જ શંકા છે ,, શું ગાંધીજી એ બ્રહ્મચર્ય ના પ્રયોગો તંત્ર ના પ્રયોગ તરીકે કર્યા હતા ?
    બીજી વાત બ્રહ્મચર્ય ની તમારી અને સાધુઓ ની વ્યાખ્યા માં ફરક છે ,, તમે તમારી વ્યાખ્યા ને સાચી માનો છો ,, સાધુઓ એમની વ્યાખ્યા ને અને ગાંધીજી એ સાધુ વાળી વ્યાખ્યા ને સ્વીકારી છે ,,
    ગાંધીજી ની સત્ય પ્રિયતા ગમી , તમારા લેખ ની માહિતી ગમી

    Like

    1. તંત્રમાં સેક્સનો સ્વીકાર હોય છે, ગાંધીજી સેક્સને દબાવતા હતા. અને જાણવા માંગતા હતા કે સેક્સને જીત્યો કે નહિ. માટે સ્ત્રીઓ સાથે સુવાના અને સ્નાન કરવાના પ્રયોગો કરતા હતા. તંત્રમાં સ્ત્રીના નગ્ન શરીરની પૂજા કરવામાં આવે છે. ગાંધીજીને તંત્રનું કોઈ જ્ઞાન હશે નહિ. અજાણતા તંત્ર જેવા પ્રયોગો કરતા હતા. સુશીલા નાયર સાથે એક જ બાથરૂમમાં સ્નાન કરતા તેઓ આંખો બંધ કરી રાખતા હતા. તંત્રમાં સંભોગની છૂટ હોય છે. ગાંધીજી તેવું કરતા નહોતા. દિવસે સેક્સને જીત્યો છે પણ રાત્રે સ્વપ્નદોષ થાય છે તેવું કબુલતા હતા. ગાંધીજીની સત્યપ્રિયતા વિષે બેમત હોઈ શકે નહિ. લોકો જે માનતા હોય તે ગાંધીજી આપણા કરતા ઘણા ઉંચી જગ્યાએ બેસેલા મહામાનવ હતા.

      Like

  21. “ટુંડે ટુંડે મતિર ભિન્ના” તેવી રીતે બધાની બ્રહ્મચર્ય અંગેની વ્યાખ્યા અલગ અલગ હોઈ શકે.
    પણ ઓશો પણ દમન ની રીતના વિરોધી હતા.મારા વિચારો કંઇક એવા જ છે.
    મે સાંભળેલુ કે ઓશો નગ્ન યોગ શિબીરનુ આયોજન કરતા હતા?

    પણ,ગાંધીજીની સત્ય પ્રત્યેની પ્રતિબધ્ધતા ના કારણે મારા મનગમતા મહાનુભાવો માના એક છે.

    Like

    1. ભૂપેન્દ્રસિંહભાઈ,
      આ ચર્ચા ૧૪ મહિનાથી ચાલે છે! રેકૉર્ડ બ્રેક ડિબેટ!!
      આમાં મેં પણ ઘણું લખ્યું છે. ત્રણેક કલાક ગાળીને બધી ચર્ચા ફરી વાંચી. કેટકેટલાય મુદ્દા ચર્ચાયા છે, એક જ લેખ પરની ચર્ચામાં! જેમ નિશાળ ચાલુ રહે પણ વિદ્યાર્થીઓ નવા આવે તેમ્મ હવે નવા વાચકો જોડાયા છે તે ખરેખર આનંદની વાત છે. સૌના વિચારો વાંચી ગયો. બહુ સારૂં લાગ્યું. હજી પણ ગાંધી પર ચર્ચા થતી રહે છે તે જ દેખાડે છે કે ગાંધી આજે પણ કેટલો સમસામયિક છે! અમરત્વ એટલે શું? આ જ કે નહીં?
      કોઈ માણસ વિશે ચર્ચા બંધ થાય ત્યારે સમજવું કે એનું મૃત્યુ થઈ ગયું. આપણે પણ મૃત્યુ પછી કોઈની ટીકા કરવાનું ટાળીએ છીએ. પણ ગાંધી નામનો માણસ આ બ્લૉગ પર હજી પણ કૅમિકલ લોચા મગજમાં પેદા કર્યા કરે છે તેથી આનંદ થયો. બધા નવા યુવાન પ્રતિભાવકોને અભિનંદન. જ્યાં સુધી ગાંધીને સમજવાની જદ્દોજહદ ચાલુ રહેશે ત્યાં સુધી દેશના ભાવિ માટે સારી આશા રાખી શકાય.

      Like

      1. શ્રી દીપકભાઈ,
        મારા ફેસબુકના યુવાન અને નવા વાચકો ખૂબ વધ્યા છે. હું એમાં અવારનવાર જુના લેખોની લીંક મુકતો રહું છું. મેં બેત્રણ મિત્રોને ગાંધીજી વિષે આપે લખેલા લેખોની લીંક આપી છે. બ્લોગમાં સીધો આવનારો વાચક વર્ગ બહુ ઓછો હોય છે. ફેસબુક ખૂબ જબરદસ્ત સામાજિક માધ્યમ બની ચૂક્યું છે, એને અવગણી શકાય તેમ નથી. ફેસબુક દ્વારા જય વસાવડાનો પરિચય વધ્યો અને એમની અમેરિકાની મુલાકાત સમયે મળવાનું પણ બન્યું. અઢી કલાક જેવો વાતો કરવાનો સમય પણ મળ્યો. નિખાલસ ચર્ચાઓ થઇ અને એકબીજાને ઓળખવાનો ચાન્સ પણ મળ્યો.

        Like

  22. gadhiji e ek prayog sala hati. te koi pan vichr ne prayogsala ma tapasta pachi te kaheta. sex vise je prayog karya te jani ne anand thayo.

    Like

  23. ગાંધીજી મહામાનવ હતા તે સ્વીકારીએ તો પછી ચર્ચાને અવકાશ કેટલો?

    Like

  24. સુંદર માહિતી નો રસથાળ ..
    ગાંધીજી વિષે આટલા કોન્સન્ટ્રેશનથી ક્યારેય વાંચ્યું નથી જેટલું આ લેખ વાંચતી સમયે રખાય ગયું…એકદમ જકડી ને મૂકી દીધો…

    આપણને ગમી ને હ્રદય ના અંદર ના અણુ સુધી પોગી ગયેલો લેખ..

    Like

  25. gandhji na brahmchary na prayogo kuvarikao sathe nagn shuvanu sundry sathe sah snan karvanu suruchi bhang karnaru ,mohan murakh kahi shakai.

    Like

    1. ગાંધી સતત બેદડીયો માણસ રહ્યો. એની કથની અને કરની માં હંમેશા વિરોધાભાસ રહ્યો. સોકોલ બ્રહ્મચર્યનાં પ્રયોગો પછી પણ સ્વપ્ન દોષનાં ડાઘા ખાદીની ચાદર પર પડતા રહ્યા ત્યારે ડોસો વ્યથીત થઇ જતો. પણ માણસ છુપાવતો નહીં કબુલી નાંખતો.. રાષ્ટ્ર પ્રત્યેની એની નીષ્ઠા બેદાગ હતી બાકી ઓવરઓલ બેદળીયો અને વાહીયાત માણસ.. ગોડસે તો દેવદુત થઇને આવેલો અને સ્વ્પ્ન દોષ ની ચીંતા માંથી મુક્ત કરી ગયેલો. હે રામ ની વાર્તા કલ્પીત જ હતી. વાર્તા કરવીજ હતી તો ડોસો હે રામ હે રહીમ બોલી ગએલો એમ કહેવું હતું…
      રાઓલજી મસ્ત લેખ છે. ગાંધી બાબત માનીલીધેલી ઘણાં ગાંડ્યાઓની થોડી પણ ભ્રમણા તુટસે તો ભયો ભયો…

      Like

  26. આપનો આ લેખ ગાંધીજી પર ના આવા સંવેદાત્મક વિષય પર લખાયેલ લેખો માનો સર્વશ્રેઠ મહેસુસ થાય છે, આપની લેખન શૈલી તો ઉત્તમ છે, આપના વિચારો પણ ઉત્તમ છે.

    ગુજરાતી પ્રખ્યાત ઘણા, લગભગ બધા જ લેખકો ના લેખ વાંચ્યા હશે, પરંતુ એમાં ના ઘણા બધા થી આપ ઉત્તમ કક્ષા નું લેખનકાર્ય કરો છો.

    બસ લખતા રહો,

    Like

Leave a comment