સબલ કે બલ રામ.

સબલ કે બલ રામ.

નિર્બલ કે બલ રામ હોય કદી?નિર્બલ માટે તો ગુલામી હોય કોઈ રામ આવે નહિ મદદ કરવા.આખો ભારતનો ઇતિહાસ તપાસો.ક્યારેય વિદેશી આક્રમણો સામે કોઈ રામે મદદ કરી છે?કોઈ હનુમાન એમની ગદા લઈને મદદ કરવા આવ્યા છે?સૌથી પહેલા આર્યો બહારથી આવ્યા કે તમને ના ગમે તો કોઈ પણ નામ આપો, સ્થાનિક પ્રજા હારી તો એને માથે ગુલામી જ આવી.વર્ણ વ્યવસ્થા શરુ થઈ કે થઈ ચૂકી હતી,હારેલી સ્થાનિક પ્રજા શૂદ્ર બની ગઈ.એને માથે આશરે ૫૦૦૦ વર્ષની ગુલામી લખાઈ ગઈ.૫૦૦૦ વર્ષ બિચારાં,નિર્બળ માટે કોઈ રામ મદદ કરવા આવ્યો નહોતો.૫૦૦૦ વર્ષ તો બહુ કહેવાય કોકે તો આવવું જોઈએ.પણ ના આવે કારણ રામ સબલનો છે.સ્વામી વિવેકાનંદે પણ લખ્યું છે કે પછાત જાતિઓ ઉપર જે અત્યાચાર ભારતમાં લાંબા સમય સુધી થયા તેવા બીજા કોઈ દેશમાં થયા નથી.આના કરતા ઓછા સમય અત્યાચાર કે ગુલામ રાખનારા મુસ્લિમો અને અંગ્રેજોને આપણે આજે ગાળો દઈએ છીએ.બે જણાએ ભેગાં થઈને આશરે ૧૦૦૦ વર્ષ ગુલામ રાખ્યા,જ્યારે આપણે કહેવાતી ઉચ્ચ જાતિઓએ ૫૦૦૦ વર્ષ એક કોમનું,એક હારેલી પ્રજાનું,શૂદ્રોનું શોષણ કરે રાખ્યું.

શોષણકર્તા કરતા વધારે દોષ શોષિત થનારી પ્રજાનો હોય છે,એવું મારું માનવું છે.કારણ કુદરતના કાનૂનમાં બળવાનનું મહત્વ વધુ હોય છે. નિર્બલનો તો જીવ જતો જ રહે.

આશરે ૯૬૦ની સાલથી ગઝનીની સેનાઓ વારંવાર ભારત ઉપર ચડી આવતી.સોમનાથ લૂંટ્યું,શિવલિંગ તોડીને એના મહેલના પગથીયે ચણી નાખ્યું જેથી રોજ એના ઉપર થઈને ચાલી શકાય,શક્ય અપમાન કરી શકાય.કોઈ શિવજીએ ત્રીજું નેત્ર ખોલ્યું નહિ.કારણ શિવજી બલવાનના હતા અલ્લાહ રૂપે શિવાજી એની તરફેણ કરતા હતા.૧૧૩૭થી મહમદ ઘોરીની સેનાઓ ભારત ઉપર ચડાઈ કરતી હતી,પછી શાહબુદ્દીન ઘોરી આવ્યો.મહાન પરાક્રમી, કહેવાતા ઐયાશ પૃથ્વીરાજને હરાવી એના દેશમાં લઈ જઈને કબર ભેગો કરી દીધો.આજે પણ ત્યાં એની કબર ઉપર ત્રણ લાતો મારીને આગળ મસ્જિદમાં જવાની સુવિધા બનાવી છે.ચંદ બારોટે કલ્પનામાં ઘોરીને મારી નાખ્યાની કવિતા ઉપર આપણે ખુશ છીએ.૧૧૯૨ થી ૧૫૨૬ સુધી જુઓ,અલાઉદ્દીન,૧૧૯૨થી ૧પ૧૭ના સવા ત્રણસો વર્ષો દરમિયાન કુતુબુદ્દિન ઐબકથી માંડી ચંગીઝખાન, સુલતાન નસીરૂદ્દીન, ગ્યાસુદ્દિન બલ્બન, જલાલુદ્દિન ખિલજી ગ્યાસુદ્દિન તુઘલક, ફિરોઝશાહ અને મુહમ્મદ બિન તુઘલક આ બધાએ ભારતને લૂંટ્યું. આ જ કાળમાં (૧૩૯૮માં) તૈમૂર લંગએ ચઢાઇ કરી. સન ૧૪૧૪થી ૧૪પ૦ સુધી દિલ્હી પર સૈયદોનું રાજ્ય સ્થપાયું સન ૧૪પ૧થી૧પ૧૭ના પ૬ વર્ષ સુધી લોદીઓએ રાજ કર્યું.ત્યાર પછી મુઘલો આવ્યા.રાણા સંગાએ પ્રયત્ન કર્યો,પણ દારૂગોળા આગળ હાર્યા,એમાં મીરાબાઈના પતિદેવ પણ મરાયા હતા.

મીરાંના કોઈ કૃષ્ણ,મોરારીબાપુના કોઈ રામ ભારતને બચાવવા આગળ આવ્યા નહિ.અરે એમનું જન્મ સ્થાન તોડી બાબરી મસ્જિદ બનાવી તો પણ હનુમાન જાગ્યા નહિ.ભાઈ અલ્લાહના રૂપે કૃષ્ણ અને રામ તો એમની પડખે બેસી ગયા હતા.હુમાયુ,અકબર એક ચૌદ વર્ષે બનેલો બાદશાહ,જહાંગીર,શાહે જહાં,ઔરંગઝેબ અને બહાદુરશાહ લગી મુઘલો ચાલ્યા.વચમાં નાદિરશાહ અન અહમદશાહ લૂંટી ગયા.હવે મુઘલો નબળા પડ્યા તો રામ બેસી ગયા બ્રિટીશનાં પલ્લે.જુઓ નબળા પડ્યા કે રામ ગયો,અને રામ ગયો તો પછી કોણ બચાવે?હાર્યે જ છૂટકો.મહાન મુઘલોના વંશજ ભીખ માંગતા શેરીએ શેરીએ થઈ ગયા.હાજી હાલ પણ મહાન મુઘલોના વંશજો દિલ્હીના સ્ટેશને મજૂરી કરતા હોય છે.અને પેલાં ટીપું સુલતાનના વંશજો કલકત્તામાં પગ રીક્ષા ફેરવતા હોય છે.

મહાન ચંદ્ર ગુપ્ત પછી એકપણ ચક્રવર્તી રાજા આપણે પેદા કરી શક્યા નથી.અકબર અને ઔરંગઝેબ આશરે અડધા કરતા વધુ હિન્દુસ્તાન ઉપર કબજો જમાવી શક્યા હતા,જ્યારે મહાન શિવાજી કે રાણા પ્રતાપ વ્યક્તિગત બહાદુર હોવા છતાં આટલું કરી શક્યા નહોતા.રાણા તો રાજસ્થાનમાં પૂરો કબજો જમાવી શક્યા નહોતા,અરે ચિતોડ સુધ્ધા જીતી નહોતા શક્યા.પણ આ બે રાજાઓના લીધે મુઘલો થોડા અલ્પ કહી શકાય તેવા કાબુમાં રહ્યા.બસ આપણી પાસે ગીતડાં ગાવા આ બે રાજાઓ બચ્યા છે.મૂળ આપણે ગીતડાં ગાનારી પ્રજા છીએ.યુદ્ધ આપણું શાસ્ત્ર નથી.યોદ્ધાઓની ફસલ અહી પાકતી નથી,આતો સંતોની ભૂમિ છે.નિર્બળ કમજોર એવા ભક્તોની પુરજોશમાં ફસલ પાકે છે.સદાય રામ પાસે ભીખ માંગતા કવીતડા રચતા,રાધા બની નૃત્ય કરતા,ગરબા ગાતા,અસહાય બની પોકારો કરતા ભક્તોએ દેશની માનસિકતા સાવ સ્ત્રૈણ કરી નાખી છે.અહી યુદ્ધનું શું કામ?જાસુસી તંત્રની અનિવાર્યતા આપણને સમજાતી નથી,જરૂરી લગતી નથી.૧૯૭૧નુ યુદ્ધ અડધુ ‘રો’નામની આપની જાસુસી સંસ્થાને કારણે જીતેલા ગાંધીજીના અનુયાયી એવા મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા અને ‘રો’ને વેતરી નાખી.ચાણક્ય પાસે મજબુત જાસુસી તંત્ર હતું.એના લીધે સમ્રાટ ચંદ્ર ગુપ્ત બળવાન હતો.જાસુસો અડધી રાત્રે ચાણક્યને ઉઠાડી માહિતી આપી શકતા.

બુદ્ધને મહાવીર આવ્યા પછી રાજકીય રીતે પડતી થાય તેવી પ્રજાની માનસિકતા ઘડાવવાની શરૂઆત થઈ ચૂકી હતી.ગુલામ બનવાની તૈયારીઓ શરુ થઈ ચૂકી હતી,સવાલ હતો સમયનો.કે ક્યારે કોઈ ચડી આવે અને શરણે થઈ જઈએ.”અહિંસા પરમોધર્મ”.છેક રશિયા સુધી આંટો મારી ભારત આવેલા મહાન આર્યો,બર્બર આર્યો.જન્મજાત યોદ્ધા આર્યો હવે કાયર,કમજોર બનવાના હતા “અહિંસા પરમોધર્મ”અને “બુદ્ધમ શરણમ ગચ્છામી”નારાઓ થકી. યોદ્ધાઓની ખેતી હવે બંધ થતી ગઈ.અહિંસાના નારાઓ ચારે ઓર ગુંજી ઊઠ્યા હતા.મહાન અહિંસા વાદી ધાર્મિક સંતો અને ભક્તોની ભીડ શરુ થવાની હતી.દેશની સામાજિક બ્લ્યુ પ્રિન્ટ બગડવાની શરૂઆત થઈ ચૂકી હતી.આટલો મોટો દરિયા કિનારો અને કોઈ મહાન નાવિક યોદ્ધો પકવી ના શક્યા.કેમ કે કોઈ દૂરની દ્ગષ્ટિનો અભાવી કહી ગયો કે દરિયો ના ઓળંગાય.

નિઝામના હૈદરાબાદ કરતા ઇંગ્લૅન્ડ નાનું હતું.પણ એ શિસ્તબદ્ધ પ્રજાની પડખે રામ હતો.આજ બ્રીટીશરનાં પડખેથી રામ ખસી ગયેલો જ્યારે અમેરિકાનો સામા થયેલા.રામ રાહ જોતો હોય છે કોણ નબળો પડે અને હું એની પાસેથી ખસી જાઉં.

આપણે અહિંસક છીએ તેવા ગાણાં ગાવા હોય તો ચોઈસ આપણી છે ગુલામ રહો.વિદેશી આક્રમણકારી લૂંટારા છે આપણે તેવા નથી,આપણી સંસ્કૃતિ તેવી નથી તેવા ગીતડા ગાવા હોય તો ચોઈસ આપણી છે હારો અને ગુલામ બની રહો.જીતેલી પ્રજા હારેલાની કીમતી વસ્તુઓ સાથે લઈ જાય તે સ્વાભાવિક છે.તે લોકો પ્રેમથી ભેટવા તો આવતા નથી,લૂંટવા જ આવે છે તે સત્ય છે.આપણે લૂંટારા નથી,હિંસક નથી તેવા કવીતડા ગાવા હોય તો લૂંટાવાની,ગુલામ બની રહેવાની મજા માણો,અને તે મજા ૧૦૦૦ વરસથી માણીએ જ છીએ.જુઓ આપણો એક રાજકર્તા જગતના એક નંબરના ત્રાસવાદીને ઓસામાજી કહીને માન અર્પી રહ્યો છે.આ ત્રાસવાદીઓ માનવતાનો મલાજો તો રાખતા નથી અને આપણા ડરપોક રાજકર્તા એના મોતનો મલાજો રાખવાની શિખામણ અમેરિકાને આપે છે.આપણે એક ત્રાસવાદીને ફાંસીએ ચડાવી શકતા નથી,અસંખ્ય પુરાવા હોવા છતાં.આપણે ડંફાસ મારવામાં નિષ્ણાત છીએ.અમેરિકા જેવી સીલ ટીમ જરૂર આપણી પાસે છે,પણ આપણા રાજકર્તાઓ એને  એવું કામ સોંપવા તૈયાર છે ખરા?આપણે ભારતના મોસ્ટ વોન્ટેડને  ઉપાડી લાવવાનું કામ એને સોંપી શકીશું ખરા?તો પછી ડંફાસ મારવાની શું જરૂર હતી?

હવે સમય પાકી ગયો છે નિર્બલ કે બલ રામ જેવા સૂત્રો ફગાવી દેવાનો.

48 thoughts on “સબલ કે બલ રામ.”

 1. આદરણીય ભૂપેન્દ્રસિંહજી,…
  માહિતી થી સભર અને “રામભક્તો” ના ગાલ પર સણસણતો તમાચો મારતો લેખ.

  જે ભગવદ્‍ ગીતા ની દુહાઇ ઓ દઈ દઈ ને જગત માં માનસશાસ્ત્ર માં નિપુણ હોવા નુ ગર્વ લઈ ને ફ઼રતા ( અને પોતાના રોટલાં કાઢતાં/શેકતા ) લોકો કદાચ એજ ગીતાસાર ની એક લાઈન વાંચવાનુ/અનુસરવાનુ/ઉપદેશ આપવા નું ભૂલી જાય છે. કે ” કર્યા વગર કંઇ મળતું નથી.” સ્વાભાવીક છે , રામ / ક્રુષ્ણ ને પામવો હોય તો પહેલાં એને પાત્ર તો બનવું જ ઘટે. એ બન્ને માં થી એક પણ વીરપુરૂષ “ગે” નહોતાં કે જે “નપાણીયા/નમાલાં/સ્ત્રેણ ગુણો ધરાવતા” લોકો પ્રત્યે આકર્ષાય અને વહારે દોડી આવે. દ્રૌપદીઓ પાકતી નથી કે તેના ચીર પુરવા ક્રુષ્ણ આવે. પાત્રતા હોય તો જ રામ/ક્રુષ્ણ કે શિવ પડખે આવી ને ઉભે.

  જાસૂસી તંત્ર ની નિષ્ફ઼ળતા નો દાખલો છેક ૨૭ વર્ષ પાકિસ્તાન ની જેલ માં યાતના ઓ વેઠી ને તાજેતર માં છુટેલાં એક જાસૂસ ની આપવીતી માં સાંભળવા જેવો છે.
  > તેની કામગીરી સારી હોવાને કારણે સાથી/ઉપરી અધીકારીઓ ના દ્વેષ નુ કારણ બનેલા આ જાસૂસ ને જાસૂસી તંત્ર નાં જ લોકો “ડબલ ક્રોસ” કરી ને પકડાવી દે છે.
  > માન્યું કે જાસૂસ પકડાય ત્યારે કુટનીતી ના આધારે તેનો સ્વિકાર કરવો કોઇ પણ દેશ માટે અઘરો હોય છે ( સીવાય કે અમેરિકા/ઇઝરાએલ જેવા દેશો કે જેના માટે તેમનો એક એક નાગરીક કિંમતી છે અને જાસૂસ તો ખાસ …) પણ એના પકડાયા બાદ છોડાવવા નો કોઇ પ્રયાસ પણ નહિં ?? ઉપર થી એ વ્યક્તિ ભારતદેશ નો નાગરિક જ નથી એવું કહિ દેવાનુ? ચલો એ પણ મજબૂરી હોય તોયે ભારતમાં વસતાં એના પરિવાર ને પણ કોઇ વળતર / આર્થિક મદદ નહિં આપવાની ???
  > છુટ્યાં પછી પણ , હજૂએ એ જાસૂસ નાં ભરણપોષણ માટે ( જેલ માં કાઢેલા ૨૭ વર્ષ નું મુલ્ય તો ચુકવવું અશક્ય છે જ ) કોઇ પગલાં નહિ?? ઉપર થી જાસૂસ એ ખુદ એ કોર્ટ ના દરવાજા ખખડાવી ને પોતાના હક માટે માંગણી કરવાની રહે …… અદભૂત…..

  આ સ્થિતિ જે દેશ ની હોય ત્યાં જાસૂસી તંત્ર “ઊંઘ” ના કરે તો શું કરે ?? પાકિસ્તાન થી આવી આતંકવાદીઓ સાથે ની પાકિસ્તાની સેના “કારગીલ” માં પાક્કાં બંકરો બનાવી ને કબજો કરી લે ત્યાં સુધી “ઇન્ટેલિજન્સ” સુતી રહે …. એમાં શું નવાઇ પામવા જેવુ છે ????

  “ઓસામાજી” ને જે રીતી મારી નંખાયા અને ઉપર થી તેને “યોગ્ય” રીતી દફ઼ન પણ ના કર્યા એવો બળાપો કાઢનારા મહાશુરવીર અતિપરાક્રમી દિગ્વિજય-શિયાળ ( સોરી, એને “સિંહ” કહેવાની મારી ઇચ્છા નથી) કદાચ એ પણ નહિં જાણતા હોય કે એમના વડીલ બંધુ “ઓસામાજી” નો મ્રુત દેહ સ્વિકારવા ની “સાઉદી અરેબીયા” એ ના પાડી દીધી હતી.

  અને છેલ્લે એક વાત કે શું આ દેશ નાં ૯૦% નમાલી પ્રજા માટે થઈ ને “જાંબાઝ કમાન્ડો” ના જીવ જોખમ માં મુકવા જરૂરી ખરા ?

  આ સદીઓ થી ગુલામી ની ટેવ છે એમ થોડી આસાની થી છુટી જશે … બાપુ તમેય ક્યારેક ક્યારેક ………….LOL……

  Like

  1. પેલા ૧૯૭૧ના યુદ્ધના સેનાના અફસરો પાક જેલોમાં રહી ગયા છે,તે ભૂલી ગયા?એમના કુટુંબીજનોએ ૪૦ વર્ષ લાંબી લડાઈ લડી કોઈ પણ સરકાર કશું કરી નથી શકી.અરે ભગવી ધજાઓ ફરફરાવતી સરકાર પણ કશું કરી શકી નથી.અરે આના વિષે મેં પાંચ ભાગમાં સ્ટોરી લખી છે,તે મફતમાં છાપવા પણ કોઈ અખબાર કે મેન્ગેઝીન રાજી નથી.દિગ્ગીફોક્સ ને પાકિસ્તાન રત્ન બનવું હશે તેવું લાગે છે.

   Like

    1. આ ગીલાની જે જાહેરમાં બોલવાની હિંમત કરે છે તે ભારતમાં છે માટે.બીજા કોઈ દેશમાં હોત તો દેશદ્રોહમાં ક્યારનો જેલમાં હોત.

     Like

     1. ગીલાની કરેજ ને …

      એને ખબર જ છે કે આ દેશ માં ગમ્મે તેમ બોલો ,.. દેશ ને ગમે તેમ ગાળો આપો… અલગતાવાદ ની વાત કરો .. દેશ નાં જવાનો ને ભૂન્ડા ચિતરો … તોયે આપણું કાંઇ બગડવાનું નથી કારણ ભારત એ “સેઇફ઼ હેવન” છે.

      લખવા વાળા એ ફ઼ક્ત કાશ્મિર માટે લખ્યુ કે અહિં જન્નત છે. આખા ભારત માટે લખ્યું હોત તોયે ખોટું નહોતું. આ દેશ કૌભાંડીઓ, દેશદ્રોહીઓ, ત્રાસવાદીઓ, આતંકવાદીઓ , નક્સલીઓ કે ડાબેરીઓ વિગેરે વિગેરે માટે “સેઇફ઼ હેવન” જ છે.

      Like

 2. કાશ, એ શૌર્ય આપણા લોહીમાં પાછું ફુટી નીકળે…

  When approached to spare the idol of Thanesar, highly revered by the Hindus, in exchange of substantial “annual tribute and fifty elephants and jewels to a considerable amount”, Mahmud simply turned it down saying:
  “The religion of the faithful inculcates the following tenet: ‘That in proportion as the tenets of the Prophet are diffused, and his followers exert themselves in the subversion of idolatry, so shall be their reward in heaven;’ that therefore, it behoved him, with the assistance of God, to root out the worship of idols from the face of India. How, then, should he spare Thanesar?”

  He repeated similar sentiments when, at Somnath, he was offered a huge compensation to spare the idol. Even his nobles pointed to him that “he could not obtain so much treasure by breaking the idol, and the proferred money would be very serviceable.”

  His reply was simple and straightforward. He preferred the glory of his religion above any booty. He said:
  “I know this, but I desire that on the day of resurrection I should be summoned with the words ‘Where is that Mahmud who broke the greatest of heathen idols?’ rather than by these: ‘Where is that Mahmud who sold the greatest of the idols to the infidels for gold?'”

  Evidently, Mahmud was not interested in booty alone. He razed the temple to the ground and broke the idol into four pieces. Firishta writes “two pieces of the idol were to be broken off and sent to Ghazni so that one might be thrown at the threshold of the public mosque and the other at the court door of his own palace. These identical fragments are to this day (now 600 year ago) to be seen at Ghizany. Two more fragments were reserved to be sent to Mecca and Medina.”

  Like

 3. આપની વાત સાથે સંપૂર્ણ સહમત છું. આ દેશના કહેવાતા નેતા જેવા નપુસંકો કોઈ દેશે પેદા કર્યા નહિ હોય ! દિગ્વિજયસિંઘ જેવો નપાવટ અને બફાટ કરતો અને સતત ભસ્યા કરતો કૂતરો પણ બેનમુન છે. કદાચ સોનીયાજીને માનવીના રૂપમાં કૂતરો મળ્યો હોય છે. ગુલામી મોટાભાગના લોકોના જીંસમાં એટલી હદે ઉતરી ચૂકી છે કે આવનારી એકાદ સદી સુધી તો બહાર નીકળી શકે તેમ જણાતું નથી. એક વાર્તા ઘણાં લાંબા સમય પહેલા વાંચી હતી કે જેમાં માણસ એક જંગલી પ્રાણીને પકડી લાવી ઘર પાસેના ઝાડ સાથે 20 ફૂટના દોરડા વડે બાંધી દે છે. આ પ્રાણી સ્વતંત્ર રીતે 20 ફૂટની ગોલાઈમાં હરે ફરે છે. થોડા સમય બાદ ઝાડ સાથે બાંધેલું દોરડું માણસ છોડી નાખે છે તે જોઈ તેનો દોસ્ત કહે છે કે પેલું પ્રાણી છૂટું થઈ જતા નાસી જશે હો ! પેલી વ્યક્તિ કહે છે કે ના તે નાસી નહિ જાય કારણ કે તેના માનસમાં 20 ફૂટ સુધી ફરવાનું સેટ થઈ ગયું છે અને તે 20 ફૂટથી હદ ક્યારે ય નહિ વટાવે ! આવુંજ કંઈક આપણાં લોકોનું માનસ ઘડાઈ ગયું છે. સ્વતત્રતા કરતા ગુલામી કોઠે પડી ગઈ છે. ગીતામાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે જ્યારે જયારે અધર્મ થશે ત્યારે અધર્મનો વિનાશ કરવા પોતે અવતાર ધારણ કરશે આનો અર્થ લોકો કરી રહ્યા છે કે અધર્મનો નાશ કરવો હશે તો કૃષ્ણ અવતાર ધારણ કરશે માટે આપણે કશું કરવાની કોઈ આવશ્યકતા નથી.કહેવતા નેતાઓ મૂળભુત રીતે જી હજુરીયાની જમાત છે અને સફેદ ચામડી જોઈ કૂતરાની પેઠે આળોટવાની આદત ધરાવે છે અને તેથી જ સોનીયાજીના પગમાં આ તમામ રાજકારણીઓ આળોટી રહ્યા છે. નિર્બલનો રામ ના જ હોઈ શકે ! અસ્તુ !

  Like

 4. બાપુ, સ_રસ લેખ.
  હવે થોડી બ્રેનને સળી ! બાપુ આપ કદાચ મુળ વિધાન સમજ્યા નથી !
  “નિર્બલ કે બલ રામ” તે ઉક્તિમાં ખોટું શું છે ?
  “સબલ કે બલ રામ” એ વિધાન પણ ખોટું ગણાય ! સાચું વિધાન આમ હોવું જોઇએ; “સબલ રામ કે બલ”.

  બીજી સળી ! બળવાન, અર્થાત લાયક (ફિટેસ્ટ) નબળાઓ પર રાજ કરે તે પ્રકૃતિનો નિયમ છે તો પછી નબળા અને કચડાયેલા વર્ગની ગુલામસમ દશા બાબતે આટલી રાડારાડ કેમ ? કુદરતમાં કેટલાયે સજીવોમાં પેકિંગઓર્ડર (આલ્ફા,બિટા) હોય છે. તો મનુષ્ય જાતિમાં શી નવાઇ થઇ ? શોષીતોએ જાતે સબળા બનવા પર ધ્યાન આપવું જોઇએ કે પછી સબળાઓને, શોષણકર્તાઓને દોષ આપે રાખવો જોઇએ ?
  ઉત્તર આપે આપ્યો જ છે; “શોષણકર્તા કરતા વધારે દોષ શોષિત થનારી પ્રજાનો હોય છે,એવું મારું માનવું છે.કારણ કુદરતના કાનૂનમાં બળવાનનું મહત્વ વધુ હોય છે. નિર્બલનો તો જીવ જતો જ રહે.”

  રામે તો કહ્યું નહીં જ હોય કે હું (માત્ર) નિર્બળોનો છું. એમ બને કે નિર્બળોએ તેને (માત્ર) પોતાનો માની લીધો હોય. આપે ઈતિહાસનું ટુંકમાં વર્ણન કરી બહુ સરસ રીતે આ બધી બાબતો સમજાવી છે.

  “હવે સમય પાકી ગયો છે નિર્બલ કે બલ રામ જેવા સૂત્રો ફગાવી દેવાનો.”.. આવું સુત્ર પકડી જ કોણે રાખ્યું છે ? આવું સુત્ર પકડીને બેઠેલો કોઇ દેખાય તો જણાવજો. અહીં તો “બળીયાનાં બે ભાગ”, “હાથમાં તેના મોં માં” જેવા સુત્રો જ ચાલે છે !
  આપના લેખનો કેન્દ્રવર્તિ વિચાર એ જ નિકળે છે કે; “બલવાન બનો”. અને બહુ લાંબી પિષ્ટપિંજણ કર્યા વિના મને એ વિચાર બહુ ગમે છે. આમે વિચારોને બહુ છૂટ આપીશું તો એક ’પૅરાડૉક્સ’ ઉભો થશે ! જે ’બળવાન બનવામાં’ અંતરાયરૂપ બનશે.
  તો આજનું પ્રથમ સુત્ર : ’અન્યને દોષ ન આપો, જાતે બલવાન બનો’

  તથા આ જ રામની કથા કહેનાર તુલસીદાસનું બીજું એક સુત્ર કેમ ધ્યાને નથી લેવાતું !! “સમરથ કો નહીં દોષ ગુંસાઇ” અહીં તો સમર્થપણાનો મહિમા ગવાયો છે. પણ આપણે એ જ જોઇએ છીએ જે આપણે જોવું હોય !! બાકી કસાબને લટકાડી દો કે ત્રાસવાદીઓને ’માનવહક્ક’ કે ’ન્યાય’ જેવા સુંવાળા શબ્દોની પરવા કર્યા વિના વિંધી નાખો. કોઇ તમારો વાળ પણ વાંકો ના કરી શકે (બહુ બહુ તો બે-ચાર બોમ્બ વધુ ફોડે, એ માટે પ્રજાની તૈયારી હોવી જોઇએ. ન હોય તો પછી ’નિર્બલ કે બલ રામ’ બરાબર છે !!!).

  હવે પછીના સુત્રની રાહ રહેશે. આભાર.

  Like

  1. કસાબ ને લટકાવી દેવા માટે પહેલા તો એને લટકાવવા ની ઇચ્છાશક્તિ જોઇએ.

   હું કોઇ રાજકિય પક્ષ નો માણસ નથી કે મારા ઘરે કોઇ રોટલા નાખી નથી જતું પરંતુ નરેન્દ્ર મોદી ને એક વાત થી સહમત છું કે શોહરબુદ્દિન જેવા “ગેન્ગસ્ટર” ને ગુજરાત પોલિસે માર્યો તો એમાં કઈ ખોટું કર્યું નથી.

   આવુંજ કંઇક અન્ય “એનકાઉન્ટર્સ” માં પણ થયું છે , પણ જોવાની ખુબી એ છે કે આ બધા એનકાઉન્ટર્સ કરનાર ગુજરાત પોલીસ આજે આરોપી ના કઠેરા માં ઉભી જોવા મળે છે. આને દેશ ના ભૂન્ડા ભોગ કહેવાય.

   દિગવિજય એક જ નથી , આખી જમાત છે કે જે મુસ્લિમ તુસ્ટીકરણ નુ રાજકારણ રમી અને પોતાના ઘર ચલાવે છે. આ “હિન્દુ” બહુમતી ધરાવતા દેશ માં “હિન્દુ” થવું એ “ગાળ” છે.

   કસાબ કે અફ઼જ઼લ ગુરુ જો અમેરિકા માં આવું ક્રુત્ય કરતાં પકડાયા હોત તો એમને “Guantanamo” ની જેલ માં માનવ અધીકારો ની ઐસીતૈસી કરી ને પૂરી દેવાયા હોત અને વખત આવ્યે લટકાવી પણ દેવાયા હોત. હજારો નિર્દોષો ના કત્લે આમ માટે જવાબદાર રક્ષસો ને શાના માનવ અધીકાર ??

   કદ માં ગુજરાત કરતાં પણ નાનું એવુ “યહુદી” રાષ્ટ્ર ઇઝરાએલ. બર્લિન ઓલમ્પિક્સ માં થયેલા આતંકી હુમલા માટે જવાબદાર એક એક વ્યક્તિ ને શોધી અને મોત ને ઘાટ ઉતારી દે છે. સંયુક્ત રાષ્ટ્રો અને માનવ અધીકાર સંગઠનો રાડો પાડ્યા કરે. પણ “મોસાદ” ના જાસૂસો કે “એસેસીન્સ” કોઇ ના બાપ ની સાડીબાર રાખતા નથી. કારણ દેશદાઝ છે. ત્યાં શાસન કરવા વાળા યા તો “એક્સ- મિલિટરી ઓફ઼િસર” છે યા તો ” એક્સ – મોસાદ” . આપણા દેશ માં આજીવન એક મચ્છર પણ ના માર્યું હોય એવા “શિખંડી” વડાપ્રધાન પદ શોભાવે છે.

   ઇઝરાએલ એ તો આવા અનેક નાનાં-મોટાં સાહસો કર્યા છે. દુશ્મનો ને એના ઘર માં ઘુસી ને ઠાર કર્યાં છે. અમેરીકા એ લાદેન ને માર્યો એ કદાચ ઘણા માટે નવાઇ હશે પણ ઇઝરાએલ આવા પરાક્રમો વરસો થી કરતું આવ્યું છે. રામ કે હનુમાન ઇઝરાએલ જેવા રાષ્ટ્ર ની પડખે જઈ ને બેસે છે. કારણ કે એમની પાસે એ પાત્રતા છે. પાત્રતા આવે એટલે રામ/અલ્લાહ/ગોડ બધા મદદે આવે છે.

   જતાં જતાં – મોસાદ ની ભાષામાં ” a TERRORIST, is a TERRORIST, is a TERRORIST…”

   Like

   1. બર્લિન નહિ મ્યુનિક ઓલોમ્પિક વખતે ત્રાસવાદીઓ અને એ કાવતરામાં ભાગ લેનારા તમામને મોતને ઘાટ ઉતારી દીધેલા.આ લોકો એક નાનકડું જર્મન પ્લેન હાઈજેક કરીને વાટાઘાટો કરી પરી પ્લાન મુજબ છૂટી ગયેલા અને એમના દેશમાં જઈને હીરો બની ગયેલા,ખાસ તો લીબિયામાં..પણ કોઈને મોસાદે છોડેલા નહિ.મ્યુનિક મુવી જોઈ લેવું.અમેરીકાએ લાદેન ને માર્યો તે વાત પણ આપણા મિત્રો સાચી માનવા તૈયાર નથી.ઉલટાના અમેરિકાની મજાક ઉડાવતા હોય છે ,પણ આપણે એવું કરી શકીએ છીએ ખરા?પાકા પુરાવા હોવા છતાં એક ને ફાંસી પણ આપી શકતા નથી.અરે લિબિયા તો ત્રાસવાદીઓની ફેક્ટરી છે તેના માટે પણ આપણા મિત્રોના જીવ બળતા જોયા તો નવાઈ લાગી.

    Like

    1. ભૂપેન્દ્રસિંહ જી ,…

     ભૂલ સુધારવા બદલ આભાર ,.. “મ્યુનિક” ની જ્ગ્યા એ મેમરી માં “બર્લિન” રહી ગયેલું.

     જ્યારે રમતવીરો ને બાન પકડ્યા હતા ત્યારે પણ ઇઝરાએલ ની સરકાર તો ત્યાંજ લડી લેવાનાં મૂડ માં હતી પરંતુ જર્મની ની સરકાર ને ત્યાં વધુ લોહી રેડાય એ પસંદ નહોતું તેથી આતંકીઓ ભાગવા માં સફ઼ળ રહ્યા. પરંતુ એક એક ને તેના ઘર માં જઈ ને ગોળી એ ના દીધાં ત્યા સુધી મોસાદ શાંતી થી બેઠું ના હતું.

     એક ડોક્યુમેન્ટરી જોઇ હતી. મ્યુનિક માં મરાયેલા રમતવીરો માં એક મહિલા નો પતિ પણ હતો. તેણે વાતચીત માં એવુ કહેલું કે આ ઘટના બન્યા પછી બધા હતભાગીઓ ના પરીવાર જનો ને ઇઝરાએલ ની સરકારે બોલાવેલા અને બધા ને આસ્વાશન આપેલું કે આનો બદલો લઈ ને જ રહિશુ.
     ઘટના નાં શરૂઆત ના વર્ષો દરમ્યાન બધા આતંકીઓ ભૂગર્ભ માં ચાલ્યા ગયા હતા. પરંતુ મોસાદ એ અલગ અલગ દેશો માં છુપાવેશે/નામ બદલી ને રહેતા બધા ની ઓળખ કરી અને મોત ને ઘાટ ઉતાર્યા. ત્યારે પેલી મહિલા ના ઘરે એક ફ઼ોન આવ્યો અને તેને કહેવા માં આવ્યુ કે “રેડીઓ” ચાલુ કરો અને સમાચાર સાંભળો. સમાચાર માં બૈરૂત માં એક કાર વિસ્ફ઼ોટ ના સમાચાર આવતા હતા અને જે શખ્શ મરાયો તે મ્યુનિક ઘટના માં “વોન્ટેડ” હતો.

     મોસાદ વિશે રસપ્રદ માહિતી આપતું નાનકડું પુસ્તક શ્રી હર્ષલભાઇ પુષ્કર્ણા એ બહાર પાડ્યું છે. નગેન્દ્ર વિજય ની કલમે લખાયેલ મોસાદ ના પરાક્રમો એક જ બેઠકે વાંચી જવાય એવા છે.

     કર્નલ ગદ્દાફ઼ી પણ લાખો નિર્દોષ લોકો ની હત્યા ઓ માટે જવાબદાર છે. દુનિયા ભર નાં મુસ્લિમો ને “અલ્લાહ” ના નામ ઉપર “બ્રેઇનવોશિંગ” કરી ને ત્રાસવાદ ના અવળા રસ્તે ચલાવવાનું વ્યવસ્થીત ષડયંત્ર ગદ્દાફ઼ી એ ચલાવેલું છે. “ઓપેક” સંગઠન બનાવવા માં પણ સિંહ ફ઼ાળો આ તાનાશાહ નો છે. અને એ પેટ્રો-ડોલર ને કારણે આતંકવાદ ને પોષવામાં પણ આવ્યો જ છે. એ કોઇ નવી વાત નથી.

     લિબિયા મુદ્દે “મિત્રો” ના જીવ બળવા સ્વાભાવિક છે. આવોજ જીવ અફ઼્ઘાનિસ્તાન વખતે પણ બળ્યો હતો અને ઇરાક વખતે પણ. એની પાછળ ગંધાતુ રાજકારણ છે. મુસ્લિમ સમાજ ના “વોટ” કોઇ પણ ભોગે જવા ના જોઇએ. કમનસીબી એ છે કે બહૂમતી હિન્દુઓ પણ આ મેલી મુરાદ ને સમજી શકતા નથી. અને (સ્યુડો) સેક્યુલર વાદ ના રાસડા લે છે.

     Like

     1. મેં આખી સ્ટોરી સફારીમાં વાચી હતી.અને મ્યુનિક મુવી પણ જોયેલું.અમેરિકાને અને બ્રિટનને ભાંડવામાં ગદાફી માટે જીવ બળતો હોય છે.પણ ભૂલાઈ જવાય છે કે આ બધી ત્રાસવાદીઓની ફેક્ટરીઓ છે.મોસાદની વાત જ ઓર છે.

      Like

  2. હું શોષણ કર્તાઓને દોષ આપતો નથી.હું રાડારાડ કરું છું,ભારતીયો હવે ભગવાનની રાહ ના જુએ,જાતે બળવાન બનવા તરફ કે બળવાન મનોદશા કેળવવા તરફ ધ્યાન આપે.

   Like

   1. બહુ ઓછા માણસો ’શોષણકર્તાને દોષ ન આપવાનું’ વિચારી શકે છે ! બળવાન બનવાની શરૂઆત અહીંથી થાય છે. આપનો આ વિચાર સમજાય તો બળવાન બનવાનું પ્રથમ ચરણ આવી ગયું સમજો.. આપણી સામાન્ય માનસિકતા એવી છે કે પાકિસ્તાને ભારતમાં શા માટે ત્રાસવાદ ફેલાવવો જોઇએ ? અહીં આપણી માનસિકતા ’મોસાદ’થી અલગ પડે છે. અરે ભ‘ઇ, દુશ્મનનું તો કામ જ છે (હક્ક અને ફરજ પણ છે !) કે દુશ્મન પર હુમલો કરવો ! આપણે બે હાથ જોડી અને પ્રાર્થના ન કરવાની હોય કે ’જો ભ‘ઇ, અમે શાંતિપ્રિય છીએ, અહિંસક છીએ, માટે તું અમને તો માફ જ કર !!’ બહુ ચિપ ડાયલોગ છે પરંતુ બહુ કારગર છે; “સવાલ જે ભાષામાં પૂછાય, જવાબ તે ભાષામાં આપવો” તેનું નામ બલ.

    કિંતુ, પરંતુ, યંતુ !!! દશ મીનિટ વિજળીરાણી રૂસણું લે ત્યાં ગંજીફરાક પણ ઉતારી નાખી સીયાંવીયાં થઇ જનારા આપણે, દાળમાં મીઠું જરાક અમસ્તું વધુ ઓછું થયું ત્યાં દિવસ બગડી જાય તેવા આપણે, હમણાં રિઝલ્ટ્સ આવશે જેમાં પાંચ-પંદર ટકા ઓછા આવતા જ કુવા-તળાવ કે ડેમ શોધનારા આપણે, (અને હા, કોઇ કહે તે પહેલાં જ કબુલી લઉં !! કલાક તાપમાં રહ્યા ત્યાં લૂ લાગી જનારા આપણે !!) ત્રાસવાદીઓને કરારો જવાબ આપવા માટે તૈયાર છીએ ?? ત્રાસવાદ સામેની લડાઇ માત્ર સેના કે સરકારો નથી લડી શકતી, પ્રજાનું પીઠબળ સૌથી મહત્વનું હોય છે. મને કહેતા દુઃખ થાય છે પણ IC-814 અપહરણ સમયે પ્રજાજનોએ જે કાયરતા બતાવી અને સરકાર પર દબાણ આણ્યુ હતું તે પછી સરકારો પાસે શરણે જવા સીવાય કોઇ વિકલ્પ બચે જ નહીં. (ઠીક છે તે ફ્લાઇટમાં મારૂં કોઇ સગું ન હતું તેથી હું આવું આસાનીથી કહી શકું ! પણ તે ફલાઇટમાં મારૂં કોઇ સ્વજન પણ હોય અને હું સરકારને ન ઝૂકવાનું અને લડી લેવાનું કહી શકું ત્યારે હું બલવાન ગણાઉં)

    ભાઇ શકિલે ’બલવાન’ની વ્યાખ્યા પુછી, ઉપર થોડું લખ્યું. પરંતુ આગળ કહ્યું હતું તેમ ’બહુ વિચાર કરો તો બલવાન ન બનાય !!’ સાપ પકડવો છે પણ સાપે ન કરડવાનું સૌન્જન્ય દાખવવું જોઇએ તેમ માનનાર બલવાન ન કહેવાય ! અક્કલહિન કહેવાય ! સાપ તો કરડવાનો જ છે તેવી તૈયારી સાથે સાપ પકડવાની હિંમત કરનાર બલવાન કહેવાય. કારણ સાપ આપણે માટે ત્રાસવાદી થયો તો તેને કચડવા જનાર આપણે સાપ માટે પણ ત્રાસવાદી થયા. (જેમ અલ-કાયદા માટે હાલ અમેરિકા છે તેમ)

    આગળ એક મિત્રએ સારૂં કહ્યું; રામને શી પડી છે તે આપણું બળ બનવા આવે !! તેને પણ વિરતા જ પસંદ હોય ને ! બાપુ બહુ સારૂં લખ્યું છે, આ વિષય પર આગળ પણ જાગૃતિ જરૂરી છે. આભાર.

    Like

    1. બળવાનની વ્યાખ્યા સરસ સમજાવી.યાદ છે?રશિયાની સ્કુલમાં ત્રાસવાદીઓ સંતાયેલા?રશિયન પ્રજા કે સરકાર કોઈએ નમાલાપણું નહોતું બતાવ્યું.મ્યુનિક ઓલોમ્પીક્વાલો કિસ્સો ફરી યાદ દેવડાવું કે ઇઝરાયેલે કોઈ આંતરરાષ્ટ્રીય ફરિયાદ કરી નહોતી.બસ એક થાની લીધું કે તમામ કાવતરાખોરોને સ્વધામ પહોચાડવા છે.દૂર લેટીન અમેરિકન અને આફ્રિકન દેશોમાં એ બધા જુદા જુદા છુપાઈ ગયેલા પણ વીણી વીણીને મારી નાખેલા.તમે ઇઝરાયેલ વિરુદ્ધ કાવતરું કર્યુંકે સમજી લેવાનું કોઈ ફરિયાદ નહિ મળશે મોત.આવી માનસિકતા જોઈએ.હવે આપણે અમેરિકાને વખોડીએ છીએ કે લાદેનને એણે ઉભો કરેલો.કરેલો પણ પતાવી પણ દીધોને?આપણે તો અહિંસક છીએ,આપણે તો કોઈ ત્રાસવાદ ફેલાવતા નથી કે કોઈ ત્રાસવાદીને ઉભો કરતા નથી,છતાં આપણે ત્રાસવાદ ભોગવીએ છીએ ને?દાઉદને કોણે ઉભો કરેલો?ફાજલ,કસાબ કોણે ઉભા કર્યા?જેણે કર્યા હોય તેણે,પણ પતાવી નાખવાની હિંમત છે?બ્રિટન અને અમેરિકાને ભાંડવાની લાહ્યમાં આપણે ત્રાસવાદીઓને અપરોક્ષ રીતે સાથ તો નથી આપી રહ્યાને?
     ખૂબ ખૂબ આભાર ભાઈ.

     Like

    2. અશોક”જી” મી.બલ,
     [“સવાલ જે ભાષામાં પૂછાય, જવાબ તે ભાષામાં આપવો” તેનું નામ બલ.- કોપીપેસ્ટ કર્યું છે] મે ગુજરાતી માં પ્રશ્ન પૂછેલો અને આપે ગુજરાતી માંજ જવાબ આપેલ છે માટે આપને મી.બલ કહી શકાય.
     સરસ રીતે સમજાવ્યું “બલવાન” કોને કહેવાય, મતલબ બલવાન બનવા “ખલી” બનવાની જરૂર નથી “નીડર” ને પણ બલવાન કહી શકાય મારી સમજ મુજબ આટલી લા……બી… પળોજણ ન કરતા શીઘી વાત પર આવું તો અન્યાય,અત્યાચાર જેવા જુલ્મ કહી શકાય તેવા બઘાજ વિરુદ્ધ અવાજ ઉઠાવે લડત ચલાવે તેને પણ “બલવાન” કહી શકાય ?
     આ બરાબર છે સિમ્પલ ગુજરાતી માંજ લખ્યું છે. જવાબ ની આશા સાથે.

     Like

  3. ગુરુજી ખૂબ સરસ,સુંદર,માહિતી,જોશ,જોમ થી ભરપુર લેખ તથા એટલાજ સરસ પ્રતિભાવો,
   અશોક”જી” “બલવાન બનો”
   એક પ્રશ્ન છે:આપણે બલવાન કો ને કહી શું? કઈ પરીભાષા માં કહી શું? કોઈ માપદંડ?[મારી છાપ મજાક્યા તરીકેની છે માટે ચોખવટ કે આ મજાક માં પુછાયેલો પ્રશ્ન નથી]

   Like

   1. ચેલાજી,
    સર વાઘજી મેદાનમાં આવી ગયા છે.આલુ ખાઈને તાજામાજા થઈને આવી ગયા છે.

    Like

  4. “નિર્બલ કે બલ રામ” એ કોના માટે છે તે ખબર છે? જેણે પોતાનું બળ રામને આપી દીધું અર્થાત જેણે પોતાનું અહંકારરૂપી બળ કાઢી નાખ્યું છે તેનું બળ રામ બને છે. બળવાન થવામાં તો કંઈ જ ખોટું નથી પરંતુ જો ભગવાન આગળ પણ નિર્બળ નહિ થઈએ તો રાક્ષસ થઈશું. એટલા માટે તો સમર્થ રામદાસ સ્વામી એ અખાડા માં હનુમાન નું મંદિર રાખતા હતા. નહીંતર માત્ર બળ થી માણસ પાડો થઈ જશે. તે ફક્ત બીજાને હેરાન જ કરશે.

   જો આપણે કોઈ વાક્ય નો બરાબર અર્થ જાણતા ન હોઈએ તો “હવે સમય પાકી ગયો છે નિર્બલ કે બલ રામ જેવા સૂત્રો ફગાવી દેવાનો.”.. એવું બોલવું કે લખવું ન જોઈએ. અને આ વિધાનને બદલવાની પણ જરૂર નથી. આ લેખ માં બળવાન બનવા માટે ની પ્રેરણા તો છે જ પણ ફક્ત સંદર્ભ જ ખોટો છે. આ વિધાનનો ઘણા લોકો આવો ખોટો અર્થ કરતા હોય છે. આ એક અધ્યાત્મિક વિધાન છે. પરદેશી આક્રમણ સામે તો લડવું જ જોઈએ તેમાં બે મત છે જ નહિ.

   Like

   1. “નિર્બલ કે બલ રામ” – અહિયાં નિર્બલ એ જુદા અર્થ માં વપરાયો છે. આપણે વ્યવહાર માં જે નિર્બળ શબ્દ વાપરી એ છીએ તે આ નથી. નિર્બલ – જે બળ વિનાનો થઈ ગયો છે તે નિર્બલ. બળ નાં પણ જુદાજુદા પ્રકાર છે. જેમ કે બાહુબળ, મનોબળ, આપબળ, સત્તાબળ, વિત્તબળ, વિચારબળ વગેરે… પરંતુ માનવી જીવન માં એક એવી ક્ષણ પણ આવે છે કે જ્યાં આ બધા બળોની સીમા આવી જાય છે ત્યારે નિર્બલ (ભગવાનની સામે) થવું એ જ બળશાળી ગણાય છે. હું જ બધું કરું છું એમ માનવું એ અહંકાર ગણાય. તેથી જે એમ સમજે છે (ફક્ત બોલતો નથી) કે મારું જીવન ભગવાન ચલાવે છે તેનું બળ રામ બને છે.

    Like

 5. ભૂપેન્દ્રસિંહજી હંમેશની જેમ સરસ લેખ. અને અશોકભાઇ, દર્શિતભાઇ, અરવિંદભાઇ અને ચિરાગભાઇના પ્રતિભાવો પણ ખૂબ જ સરસ.

  મૂળ વાત એમ છે કે આવી રીતે દૂર્બળ કે રામ અને તેના જેવા અનેક ઉપદેશોથી માણસો મહત્વાકાંક્ષા વિનાના થઇ જતા હોય છે અને માનસિક અને બૌદ્ધિક વિકાસને ભયંકર નુકશાન થતું હોય છે. સ્વલક્ષી ઇચ્છાઓ જ હોય ત્યાં જીવન સિમિત બને અને દુનિયા કે ક્ષેત્ર ખૂબ નાનું બનતું જાય તેથી બાકીના જગતથી પાછળ અને પાછળ પડતા જવાય.દેશની પ્રજામાં કે સમાજમાં આવી માનસિકતા લાંબા સમય સુધી રહે તો બધી જ પ્રજા અને દેશ દરેક બાબતે નિર્બળ બને. ભારતીય પ્રજાના માનસમાં અનેક આવા ઉપદેશો પૂર્વગ્રહોની જેમ વણાઇ ગયા છે. જ્યાં સુધી આ પૂર્વગ્રહોથી મુક્તિ ના થાય ત્યાં સુધી પ્રજા બળવાન નહિ થઇ શકે.

  હજુ પણ કોઇપણ તકલીફોમાં રામ કે કૃષ્ણના અવતરવાની રાહ જોવાય છે. પોતે રામ કે કૃષ્ણની જેમ બળવાન કે પરાક્રમી બનવાની જરૂર નથી જણાતી. બધા માત્ર અહીંસાના ગુણગાન ગાવામાં પડ્યા છે. ભલેને પછી ત્રાસવાદીઓ પોતાના દેશમાં કે ઘરમાં આવીને મારી જાય.

  Like

  1. પ્રોબ્લેમ આજ છે કે કોઈને રામ જેવા કે કૃષ્ણ જેવા બહાદુર બનવું નથી અને એમની રાહ જોવાય છે.હનુમાનજી જેવા કસરતબાજ બનવું નથી,તેલનો બગાડ કરવો છે.

   Like

 6. મૂળ વિચારને જુઓ, વ્યક્તિને નહિ.
  રામ ની જગ્યાએ આશા અથવા હોપ (અંગ્રેજી) મૂકી જુઓ.
  જે ગરીબ/નિર્બળ છે એને માટે મહેનત/સંઘર્ષ અને સાથે આશા જ જીવન છે.

  નિર્બળ અને સબળ એ માણસનાં વિચારો અને એનું રીએક્શન છે.
  હમેશા માટે નબળું કોઈ નથી અને સબળ પણ કોઈ નથી.

  બાકી તો કોઇના બાપા પાછા આવતા નથી તો રામ કેમ આવે?
  અને રામ જ બધું કરે તો મારું કામ શું?

  “આપણે પેદા કરી શક્યા નથી ” – આ પેદા કઈ રીતે થાય? કોઈ દવા છે? કે કોઈ સ્કુલમાં જવાથી થાય? આપણે પોતે બહાદુર હોઈએ તો છોકરા/છોકરી એવા થશે ને? કુવામાં હોય તો જ હવાડામાં આવે.

  Like

 7. very nice article. congratulations. I have been always wondering how could Mohammad gajhani attacked somnath temple 17 or 21 times, traversing a difficult path of more than 1000 miles each time, with fairly big army and other parafenalia when marching this far? none of the so called kings in his way try to block his path?
  and another puzzle about a third rate british military officer namely Robert Clive, with a meagre army of only a few thousand men, could defeat Siraj Ud Daula, who had a mighty army of more than one lack people?
  our history is full of such incidents, which gives me a great pain on reading about.

  we always invoke God’s name but He is not willing to help those who do not help themselves.
  thank you.
  dineshbhai

  Like

  1. આ ૧૭ મી સદીમાં અંગ્રેજોને અમેરિકનોએ ભગાડી મુકેલા,પણ આ લોકોએ પછી તે સદીમાં ભારત કબજે લીધું.

   Like

 8. મહાવીર અને બુદ્ધ પછી ગ્રીકોના આક્રમણ વખતે વિષ્ણુગુપ્તે સાચી વાતો , રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ , કુટનીતિ, સરસ રીતે શીખવી હતી.
  ચન્દ્રગુપ્ત મૌર્યને કેમ ભૂલી જાવ છો? ગ્રીકોને ઘણી સરસ રીતે મહાત કરેલા એમણે. વર્ણવ્યવાસ્થની વિરુદ્ધ જઈને એક બ્રાહ્મણે (શિક્ષક હોવા છતાં), એક ગોવાળના પુત્રને (કે જયારે ગોવાળને વિદ્યાનો હક નહોતો), એમણે ચંદ્રગુપ્તને વિદ્યા આપી. લડવા માટે તૈયાર કર્યો.

  લડ્યા પણ ખરા અને જીત્યા પણ ખરા (એલેક્ઝાનડર ને હરાવવો સહેલો નહોતો., દેશમાં બીજા રજાઓ જે અંદર અંદર લોભી અને વિલાસી હતા, એમને પણ હરાવ્યા). હવે ત્યાંથી આગળ javaanu હતું. પણ આપણે તેમ છતાં ગુલામ બન્યા.

  એકલા મહાવીર કે બુદ્ધનો શું વાંક? એમણે જે કીધું એ માનસિક શાંતિ માટે કીધું. ‘અન્યાય સહન કરવો એ પાપ છે, એવું પણ કદાચ એમને જ કીધું છે.’ એમણે નિર્ભય બનવાનું કીધેલું. એમણે વર્ણવ્યવસ્થાની પણ ચોખ્ખી ના કહી. એમણે ભગવાન જેવી વાતને પણ નિર્ભયતાથી નકારી કાઢી.
  પછી , આપણે કયા ભગવાનની રાહમાં ગુલામ બન્યા? શું કામ નિર્ભય નાં બન્યા? હજુ હમણાંની પેઢીમાં પણ ક્યાંક વર્ણવ્યવસ્થા તો છે. કચરો લેવા વાળાને અડીએ , તો નહાવાનું, વગેરે હજુ પણ સાવ બંધ નથી થયું…


  નાત-ભૈને જ પહેલા મદદ કરવાની , વગેરે તો દિવસેને દિવસે વધતું જાય છે.

  Like

  1. એકલા બુદ્ધ મહાવીરનો વાંક ના હોય ત્યાર પછી હિન્દુઓમાં ભક્તોની જે લહેર જાગી અને ભક્તોની જે એવી જબરી ખેતી પાકી તેણે પણ ભગવાન આગળ રોદણા જ ગાયાં.કોઈ એક દેશ અહિંસા પાળે તો કામનું નહિ.બધા એને મારી જાય.ખાસ તો પ્રજા નિર્બલ બનતી જાત તેમ અહિંસાનું બહાનું કાઢતી જાય તેવું મને લાગે છે.ચોવીસે તીર્થંકરો ક્ષત્રિયો હતા,પણ જે પ્રમાણમાં અગ્રેસિવ નહોતા તેવી પ્રજાએ જ જૈન ધર્મ અપનાવ્યો.ક્ષત્રિયો ખાસ જૈન હોતા નથી.હવે આ પ્રજા કદી લડવાનું વિચારે તેવી જ નથી તો અહિંસા એમના માટે ઢાલ જેવી છે કે ભાઈ અમે કોઈને મારતા નથી અમને કોઈ મારશો નહિ.

   Like

 9. સોરી, પેજ સ્ક્રોલ કરતી વખતે એક ફકરો છૂટી ગયો જે ચંન્દ્રગુપ્ત વિષે હતો.
  પણ ચાણક્ય , તો મહાવીર, બુદ્ધ પછી થયેલા. એટલે પ્રજાને યોગ્ય સમયે , યોગ્ય વાતો તો શીખવી જ હતી. હવે ત્યાંથી આગળ javaanu હતું. પણ આપણે તેમ છતાં ગુલામ બન્યા.

  Like

 10. “Non violence is the monopoly of Hinduism” ક્યીંક વાંચ્યા નું યાદ છે.
  જોકે આ કથન ની વિરૃધ પણ ઘણું લખીશ્કાય તેમ છે.
  ધર્મ ગ્રંથો ની પ્રતો ની થ્પી માં ભગવદગીતા સૌ થી નીચે હતી અને બીજા ધર્મગ્રંથો ઉપર હતા
  અને મજાક માં બીજા ધર્મીઓએ શ્રી સ્વામી વિવેકાનંદ ની મજાક કરતા બોલ્યા “જુવો ભગવદ ગીતા
  સૌ થી નીચે છે અને બીજા ધર્મગ્રંથો ઉપર છે” શ્રી વિવેકાનંદે જવાબ માં કહ્યું
  “બરાબર છે ભગવદ ગીતા બધા ધર્મો નો ભાર ઉપાડે છે”
  અનેક વર્ષો થી ભારત પર વિદેશીઓ ના આક્રમણો થતા આવિયા છે. પરંતુ universality and
  open mindedness of Hinduism has tolerated and assimilated other beliefs.
  પશ્ચિમ ના દેશો માં “હરે ક્રીશના” ના મંદિરો માં અનેક પરદેશીઓ કોઈ પણ દબાણ વગર કૃષ્ણ ભક્તિ કરતા હોય છે.
  શ્રી મહાવીર ભગવાન, શ્રી બુદ્ધ ભગવાન અને વર્તમાન કાળ ના મહત્મા ગાંધીજી બંધુક કે તોપ વગર લડ્યા અને જીત્યા.

  અનેક પ્રતિભાવો માં પાકિસ્તાન સામે આતંકવાદ ના હુમલા
  ની સામે ભારતે કડક હાથે પગલાં લેવા જોઈએ તેમ વાંચવા મળે છે અને સમજી શકાય તેમ છે.
  ૧૯૭૧ માં બાંગ્લાદેશ ના યદ્ધ માં ઇન્દિરાજીએ (જનરલ માણેક શા અને ભારત ના લશ્કરે) હિંમત પૂર્વક પગલા લેધેલા
  અને બાંગ્લાદેશ નો જન્મ થયો હતો. પાકિસ્તાન એક લગભગ નિષ્ફળ રાષ્ટ્ર જેવું લાગે છે. ભવિષ્ય માં
  પાકિસ્તાન ના ૩ કે ૪ જુદા જુદા ભાગલા ના પડે તો નવાઈ નહિ.

  Like

  1. પરંતુ universality and
   open mindedness of Hinduism has tolerated and assimilated other beliefs.આ એક સુંદર બહાનું છે.આપણે કાબુલ્કારી શકતા નથી કે આપણે નિર્બલ છીએ.

   Like

 11. આદરણિય ભુપેન્દ્રસિંહજી …. ખુબજ સરસ લેખ.. આપણે આપણાજ માણસ ને પચાવી શકતા નથિ. હિંદુ માટે મોઘલો સામે લડનાર શિવાજી ને આપણે હિંદુઓજ છત્રપતી તરિકે સ્વીકારવા ત્ય્યાર ના હતા. અને પરિસ્થિતિ હજુ પણ બદલાય નથિ.ભુતપુર્વ ક્રિકેટર સંદિપ પટિલ કેન્યા ને કોચ તરિકે સેમિ ફાઇનલ મા પોહંચડિ શકે છે .. પણ આપણને ગ્રેગ ચેપલ, જોહ્ન રાઇટ, ગેરિ ક્રશ્ટન ,જોઇએ છે ને !
  મહાન ચાણ્ક્યા , ચંદ્ર્ગુપ્ત, શીવાજી , રાણા પ્રતાપ , વિશે વધુ લખો એવિ આશા….

  Like

 12. પ્રસગવશ ઇંટરનેટથી ત્રણ-ચાર દિવસ દૂર રહેવાનું થતાં ચર્ચામાં થોડો મોડો છું પણ એનો લાભ એ થયો કે ઘણાબધા અભિપ્રાયો જાણવા મળ્યા.પરંતુ એક વાત ધ્યાનમાં આવી કે શકીલભાઈના સવાલનો હજી સ્પષ્ટ જવાબ નથી મળ્યો.
  ‘નિર્બલ કે બલ રામ’જેવું જ સૂત્ર કાર્લ માર્ક્સે આપ્યું છેઃ “ધર્મ ગરીબોનું અફીણ છે.”

  ‘નિર્બલ’એટલે ચારે બાજુથી દબાયેલો, રામના કહેવાતા સાથથી ‘સબલ’ દ્વારા કચડી નાખવામાં આવેલો, સદીઓથી અન્યાયનો ભોગ બનેલો માણસ અથવા માણસોનો સમૂહ.

  સતત લડાઈની સ્થિતિની કલ્પના કરીએ તો દરેક હારેલો ‘નિર્બળ’ ગણાશે અને જીતેલો ‘સબળ’ ગણાશે. આનો અર્થ એ કે બે વર્ગ હંમેશાં રહેવાના જ. એક ‘સબળ’, બીજો ‘નિર્બળ’. જો કે આવો વર્ગ પણ કાયમી ન રહે. તક મળે ત્યારે (ધ્યાન આપવા વિનંતિ છે – ‘તક’શબ્દ સમજીને વાપર્યો છે)’નિર્બળ’ ‘સબળ’ બની જાય અને ‘સબળ’ ‘નિર્બળ’ બની જાય. તો આ લડાઈમાં શું રામ વાડ પર બેઠો તાલ જોયા કરે છે કે જે જીતે એ બાજુ કૂદી જવું? રામ પહેલેથી કેમ નક્કી કરી શકે કે આ પક્ષ સબળ છે અને પેલો પક્ષ નિર્બળ?

  આના જ અનુસંધાનમાં જ એક બીજો સવાલ પણ મનમાં ઊઠે છે તે પણ રજૂ કરી દઉં – ભારતે બ્રિટન પાસેથી આઝાદી મેળવી. પ્રજા જીતી.એનો અર્થ એ થાય કે રામ ભારતના પક્ષે હતો અથવા ભારત આઝાદ થયું ત્યારે વાડ કૂદીને આવ્યો. બ્રિટનના પક્ષે રામ નહોતો.ખરેખર એવું હતું? બીજા વિશ્વયુદ્ધમાં તો બ્રિટન, અમેરિકા અને રશિયા -આ ત્રણ સાથી રાષ્ટ્રો જીત્યાં હતાં. એટલે કે રામ એમના પક્ષે હતો!તો ભારત કેમ આઝાદી મેળવી શક્યું? શું રામ બન્ને જગ્યાએ હતો કે બન્ને જગ્યાએ નહોતો ? કે અહીંથી તહીં કૂદકા માર્યા કરતો હતો?

  હવે પાણી પહેલાં પાળ બાંધી લઉં. ભારતની આઝાદી અહિંસક માર્ગે આવી તેની સામે વાંધો આવે તે પહેલાં જ ધ્યાન દોરૂં કે હિંસક માર્ગે આઝાદી મેળવવાનો માર્ગ જ ૧૯૩૧ પછી છૉડી દેવાયો હતો છેલ્લા શહીદ ભગતસિંહ હતા. એમની મહાનતા માત્ર એમની શહાદતમાં નહોતી, દીન-્દુખિયાં, પીડિતો, ધર્મને અફીણ સમજીને પડ્યું પાનું નિભાવી લેન્નાર ‘નિર્બળ’ જનતા માટે એમણે ઘડેલા કાર્યક્રમમાં છે. રામપ્રસાદ બિસ્મિલ તો ફાંસી પર ચડતાં પહેલાં યુવાનોને ખુલ્લો પત્ર લખીને અહિંસક માર્ગે જાહેર જનતાની વચ્ચે જઈને આઝાદી માટે કામ કરવાની સલાહ પણ આપી ગયા હતા.

  હિટલરની વિજયકૂચ ચાલુ જ હતી. આખું યુરોપ એના બૂટની એડી તળે હતું. એ સબળ હતો એટલે રામ એની સાથે જ હોવો જોઇએ. હવે રામને મન થયું કે ‘નિર્બળ’ને ‘સબળ’ બનાવીએ. આયારામ-ગયારામની જેમ એણે હવે બ્રિતન વગેરેને સાથ આપવાનું શરુ કરી દીધું (સબળનો સાથ છોડી દીધો). નક્કી કેમ થાય કે રામ ક્યાં સુધી કયા પક્ષે રહે છે?

  હિટલર યાદ આવે તો યહૂદીઓ અને ઇઝરાએલ તો યાદ આવે જ. એની ચર્ચા પણ અહીં વિસ્તારપૂર્વક થઈ છે.ઇઝરાએલ બહુ બહાદુર છે એટલે રામ એની સાથે રહ્યો છે એવું તારણ પણ નીકળતું હોવાનું જણાય છે. પણ હિટલ્ર ‘સબળ’ હતો એટલે રામ તો યહૂદીઓ સાથે નહોતો અને શોષકો કરતાં શોષિતો શોષણ માટે વધારે જવાબદાર હોય છે એનો અર્થ એ કે યહૂદીઓનું નિકંદન નીકળ્યું તેના માટે હિટલર નહીં યહૂદીઓ પોતે જવાબદાર હતા!ઓચિંતો હિટલર નિર્બળ બની ગયો અને યહૂદીઓ સબળ બની ગયા? રામને કારણે આવું થયું કે રામ માત્ર છેલ્લી ઘડી સુધી રાહ જોઈ બેઠો હોય છે કે જે જીતે એના પક્ષે બેસું? જહાજ ડૂબવા લાગ્યું ત્યારે એણે વાંદરાની જેમ છલાંગ મારી!

  યહૂદીઓનો દેશ બન્યો ત્યારે તો એ નિર્બળ જ હતા.રામ એમના પક્ષે આવી ગયો હોવો જોઈએ એટલે જ અમેરિકા, બ્રિટન અને રશિયાએ એમને દેશ બનાવી આપ્યો, પેલેસ્ટાઇનીઓને તગેડી મૂકીને. (પેલેસ્ટાઇનીઓમાં ખ્રિસ્તી પણ છે). ઇઝરાએલના શૌર્ય પાછળ એની કોઈ અલૌકિક માનસિક શક્તિ કે ‘સબલ કે બલ રામ’ જેવું કઈં જોવાને બદલે એની રચનાનો ઇતિહાસ જોવાની જરૂર છે. યહૂદીઓએ બહાદુરીથૉ લડીને દેશ નથી બનાવ્યો,આખા યુરોપમાંથી હિટલર દ્વારા સતાવાયેલા યહૂદીઓને ફરી એમના મૂળ દેશમાં સ્થાયી ન થવા દેવાના ઉદ્દેશથી અમેરિકા અને બ્રિટને યુરોપમાં નહીં, એશિયામાં એક જગ્યા શોધી કાઢી, કારણ કે બાઇબલના હિસાબે પાંચ હજાર વર્ષ પહેલાં એ એમનું વતન હતું. (ધર્મનો આ દુરુપયોગ આપણે જોઈ શકતા કેમ નથી?) એ વખતે આરબ પ્રદેશો પણ બ્રિટનના આધિપત્ય હેઠળ હતા.

  પશ્ચિમી સતાઓને આ તેલ-સમૃદ્ધ પોલીસ સિપાઈ જોઈતો હતો.આ સિપાઈ તો યુરોપમાંથી પેદા કર્યો પણ વસાવ્યો એશિયામાં.૧૯૪૫ પછી યુરોપમાં એક પણ લડાઈ નથી થઈ. બધી લડાઇઓ એશિયામાં થઈ.એટલે ઇઝરાએલ જે કઈં કરે તેને અમેરિકાનો ટેકો મળે છે.(રામનો મળે છે કે કેમ તે ખબર નથી). અમેરિકાએ એને ટટ્ટાર ઊભૂં રાખવા માટે અઢળક ધન પણ આપ્યું છે.

  બીજું અમેરિકાના બન્ને મુખ્ય પક્ષોને યહૂદી લૉબીના મત જોઇતા હોય છે. માત્ર મત નહીં એમના મલ્ટીનેશનલ કૉર્પોરેશનોના પૈસા પણ ચૂંટણી લડવા જોઈએ છે.રામ પણ પૈસાના પક્ષે રહે છે એમ કહેવાનું હોય તો જુદી વાત છે. તો, ‘સબળ’ એટલે પૈસાવાળો, એવો અર્થ પણ ખરો, શકીલભાઈ, તમે ‘બળવાન’નો અર્થ પૂછતા હતા ને?

  એ પણ ન ભૂલીએ કે ન્યૂક્લિયર નૉન પ્રોલિફરેશન ટ્રીટી પર માત્ર ત્રણ દેશોએ સહી નથી કરી – ભારત,પાકિસ્તાન અને ઇઝરાએલ. ભારત અને પાકિસ્તાને તો પરસ્પર ખતરો દેખાડ્યો, ઇઝરાએલે કહ્યું કે એને આરબોનો ખતરો છે.(સબળ પણ ડરતા હોય છે!) ભારત અને પાકિસ્તાન સામે તરત પ્રતિબંધો મૂકી દેવાયા. ઇઝરાએલ સામે તો પ્રતિબંધ ન મૂકાયો!

  ભલે ને આપણે આપણા દેશના કથાકારોને ભાંડીએ, પૈસો તો એમની પાસે પણ છે. એ લાખો લોકોને ભરમાવી શકે એટલા સમર્થ પણ છે. ‘સમરથ કો નહીં દોષ ગુંસાઈ. રામ પણ એમના પક્ષે જરૂર હોવાનો જ. આવું તારણ ન કાઢી શકાય?

  ટૂંકમાં જેને અન્યાય થતો હોય, જેમનું શોષણ થતું હોય એમના માટે ન બોલવું કારણ કે એ નિર્બળ છે અને તે પણ એમના પોતાના જ વાંકે. આજની કટ્ટર જ્ઞાતિપ્રથા માટે પણ બ્રાહ્મણો કરતાં દલિતો પોતે જવાબદાર છે, એમ જ માની લઈએ. એટલે કે રામ તો સબળ બ્રાહ્મણો,ક્ષત્રિયો અને વૈશ્યો સાથે છે.

  ‘સબળ’-‘નિર્બળ’એ બે શબ્દોનું આવું સરલીકૃત અર્થઘટન કરીને આપણે દુનિયાના અને આપણા ઇતિહાસની જટિલતાને કાર્પેટ નીચે ભલે હડસેલી દઈએ,વિકૃત વર્તમાનને પણ વાજબી ઠરાવીએ છીએ.એટલું જ નહીં દર વખતે આપણે પણ રામની જેમ જ જીતનારાનાં ગુણગાન ગાતા થઈ જઈશું.

  સરલીકરણનું એક સ્પષ્ટ પરિણામ એ છે કે આ ચર્ચા હવે ‘આપણે ભારતીયો’માંથી ‘આપણે હિન્દુઓ’ તરફ વળવા લાગી છે. ભૂપેન્દ્રસિંહભાઈ, તમારો આ ઉદ્દેશ્ય તો નહોતો જ, એમ માનું છું.

  Like

  1. મેં અગાઉ એક લેખ લેખેલો “પરમાત્મા ન્યુટ્રલ ગીયર”.પરમાત્માને જો આપણે માનતા હોઈએ તો?એણે કોઈ પક્ષાપક્ષી હોય નહિ.એ કોઈના પડખે બેસતો નથી.આપણે માણીએ છીએ કે ભગવાન આપણો છે અને અવતાર લઈને મદદ કરશે,સમર્થ કો નહિ દોષ ગુસાઈ લખનારા તુલસી હાય ગરીબકી લોહા ભસમ હો જાય પણ લખતા હોય છે.કોઈ ગરીબની હાય લાગવાથી લોહા ભસમ થઇ જતા નથી.અહી લખવાનો ઉદ્દેશ એટલો જ છે કે આપણે નિર્બલ હતા માટે હાર્યા અને ગુલામ બન્યા કોઈ રામ બચાવવા આવતો નથી.બસ બળવાન બનો અને રોદણા રોવાનું બંધ કરીએ કે અંગ્રેજો લુંટી ગયા,સાલા નાલાયકો હતા,કે મુઅસલામાનો લુંટી ગયા.આઝાદી અહિંસક માર્ગે આવી,પણ ત્યાર પછી ભાગલા પડ્યા કે બોર્ડર ઉપર આશરે ૧૦ લાખ માણસો અંદરો અંદર લડીને મારી ગયા.આ દસ લાખ માણસો અંગ્રેજો સામે લડતા લડતા માર્યા હોત તો?ભારતની પ્રજા આજે આવી તો ના જ હોત.લોહીની કિંમત સમજાત.

   Like

 13. દીપકભાઈ ખૂબ ખૂબ આભાર,આપે સરસ રીતે સમજાવ્યું કે “બલવાન” કોને કહેવાય અને “નિર્બલ” કોને કહેવાય,

  Like

 14. ભાઈ દીપકભાઈ અને ભુપેન્દ્રભાઈ ના છેલ્લા બે અભિગમો માંથી
  સબળ અને નિર્બળ પ્રકૃતિ ની ઊંડી સમજ આપતું justification મળે છે.
  એક અંગ્રેજી કહેવત / કથન “Those who rule by sword die by sword” યાદ આવી જાય છે.

  Like

  1. સરસ.અને ઘેટાઓ ઘેટાની જેમ કતલ થઇ જતા હોય છે,જેવી રીતે ગદર સમયે ૧૦ લાખ ઘેટાં એકબીજાને કાપીને મરી ગયા.

   Like

  2. એક પુરક માહિતી: આપે ટાંકેલું વાક્ય મુળે બાઈબલનું છે, જ્યાં જીસસ વધસ્તંભ પર જતી વખતના પ્રસંગમાં આ અર્થનું કહે છે. મુળ વાક્ય આમ છે;
   “for all who take the sword will perish by the sword” — (Matthew 26:51-52)

   જે ક્યાંક આમ પણ બોલાય છે; “live by the sword, die by the sword” અને છતાં ક્રુઝેડ્સ તો થયેલાં જ ને !! ધર્મપુસ્તકો અને તેનું પાલન નિર્બળો માટે હોય છે. વ્યવહારમાં ’ફાઇટર હંમેશ જીતતા હૈ !’ બાપુ આ નગ્ન સત્ય અહીં સમજાવવા માંગે છે. આભાર.

   Like

   1. કૃઝેડ્સ ના થયા હોત તો આખું યુરોપ મુસ્લિમ હોત.સ્પેન તો બની જ ગયેલું,ફરી રીકવર થઈને ક્રિશ્ચિયન બન્યું.ઇસ્લામ એટલે શાંતિ,પણ ક્યારે?આખી દુનિયા મુસ્લિમ બની જાય પછી.જે શબ્દનો અર્થ શાંતિ થાય તે ધર્મના લોકોએ સૌથી વધુ લોહી રેડ્યા.અને પહેલી વાર એમની જેહાદ અટકી વિયેનામાં હાર થઇ સાલ યાદ નથી પણ તારીખ હતી ૯-૧૧ સપ્ટેમ્બર ૧૧.એટલે બિન લાદેને ફરી જેહાદ શરુ કરી ૯-૧૧ ના દિવસે ટ્વીન ટાવર તોડીને.

    Like

 15. આપણે કમજોર અને આળસુ પણ છીએ, સાથે દિર્ઘદ્રષ્ટીનો પણ અભાવ છે. અત્યાર સુધીમાં બે જ રાજા ગંધાર સુધી લડવા ગ્યા હતા -૧ ચંદ્રગુપ્ત –૨ કનિષ્ક અને અંશાત્મક માં શિવાજી નુ નામ લઈ શકાય અરે આ દેશમાં આદર્શ લઈ તો આ નામ ના જ બાકી તો ભાઈ શિખંડીની ફોજ લઈ ને ઉભા છીએ….આપણે બે વસ્તુ નો વધારે ઉપયોગ કરીએ છે ખોટા નિરર્થક લવારા કાઢીએ છીએ (ભાષણ નહી) અને વસ્તી વધારો…. … પ્રકૃતિનો નિયમ છે વિકસવા માટે લડવુ જ પડે.૫૦૦૦ વર્ષ પહેલા વેદીક હિન્દુ લડવૈયો હતો કારણ ત્યારે હિન્દુઓ સિંધુ પેલે પાર હિન્દુ કુશ અને દેવનગ પર રહ્તો હતો ……. જે દેશમાં એક સિપાહીની કુરબાની એળે જાય તે દેશના રાષ્ટ્રીય ચારિત્ર્યની વ્યાખ્યા કરવાની જ ના હોય… અમિચંદોનો આ દેશ છે.બાકી ધર્મ ના અને ઈશ્વરના સંદર્ભ કાયરો જ ટાંકતા હોય છે શુર માટે તલવાર ધર્મ હોય છે.

  Like

  1. જીનેટીકલી અને આર્કિયોલોજીકલ પુરાવા છે જ કે વેદિક હિંદુ આર્ય રશિયાની દક્ષિણેથી હિન્દુકુશ ઓળંગી ભારત આવ્યો છે અને પાકો લડવૈયો હતો,પણ મહાપુરુષો માનવા તૈયાર થાય તેમ નહિ.સિપાહી માટે આ દેશમાં કોઈને લાગણી નથી.અહિંસક દેશમાં સિપાહી તો હિંસક ગણાય.

   Like

 16. ane ek vat kahu sir arya loko ureshiyas nam na vistar ma rehta hata..from book by ambedkar aema pan lakhyu che

  Like

 17. લોકશાહી ને લાયક નહોય,ધેટા(ગાડરીયા)સાથે સરખાવી શકાય તેવી પ્રજા,
  જેને કાયમી ગુલામી કરવા ની લત (ટેવ) પડી ગઈ છે અહી અગ્ની-૫ મીસાઈલ બનાવી એના કરતા સત્ય ને સમજી શકે તેવી ગોળી અથવા વેકસીન ની જરૂર વધારે છે આ પ્રજા ને, ભારતમાં જો તેમ લોકોને રોટી ન આપી શકતા હોવ તો તેમને ક્રિકેટ દેખાડી દો: કાત્જુ…. હુ આ ભાઈ ની વાત ઉપર ૧૦૦ ટ્કા સહમત છુ
  જો કોઈ ઉધોગપતી પોતાની આવક માં થી એકાદ ઈમ્પોર્ટેડ કાર લેશે તો ટેક્સ અધીકારી ની તવાઈ તેની ઉપર જરૂર આવશે પણ આજ પાંચ વરસ થયા રમતા અને રમાડ્તા આપીએલમાં અઢળક એવા કાળા નાણાંની તપાસ અહી નથી કોઈ દીવસ થઈ નથી એક રીતે જોઈ તો હજારો માનવ કલાક બગાડી અને આ દેશ ની પ્રગતી ને રૂધીં રહેલા આ રમતો વિરૂધ્ધ આપણા શાણા નેતા ની , કે પછી કોઈ લીડર ની નજર નથી પડતી….
  મને લાગે છે, આ મોધવારી ખરેખર તો આપણી સરકાર ની આપેલ છે આજકાલ તમે જોશો કે સરકારી માણસો ના પગાર કેટલા ઉચા ચાલયા જાય છે, પછી આમા કયાથી ભેગુ થાય પછી સરકાર આમ આદમી ઉપર કર -ટેક્સ નાખે જાય છે મારા માનવા પ્રમાણે હવે ભેગુ થાય તેમ નથી ‘સામાન્ય પટાવાળા ના, કલાર્ક ના
  પગાર એક કારખાને દાર કરતા વધુ છે’ ..અને સરકાર ને ખબર છે કે આ દેશ મા ગધેડા ની કમી નથી. અને આ દેશ પણ ગાધીજી( અહિંસા નો પુજારી) નો ખરો, એટ્લે જયા સુધી એક વાર નુ જમવા નુ મલશે ત્યા સુધી આપણે ચંદ્રશેખર આઝાદ કે પછી ભગતસિંહ(ક્રાંતિકારી) ને યાદ નહી કરી એ……અહી એકવાર ફરી થી કહુ આ દેશ માટે જાન દેવાવાળા તો ધણા છે જરૂર છે બસ હવે આંતકવાદ,ભ્રષ્ટાચાર,લાંચ રુશ્વત વિરૂધ્ધ જાન લેવા ની હવે તો ફરી એક ક્રાંતિ ની જરુર છે, આ ખાદીધારી નેતાઓ સામે…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s