જુઓ!! વિચારવા ઉપર એક ઓર પ્રતિબંધ.

The Great Wall of China at Mutianyu
Image via Wikipedia
 જુઓ!! વિચારવા ઉપર એક ઓર પ્રતિબંધ.
पुराणं मानवो धर्मः साङ्गो वेद्ष्चिकित्सितम् |
आज्ञासिद्धानि चत्वारि न हन्तव्यानि हेतुभिः –પુરાણો,મનુસ્મૃતિ,અંગો સહિત વેદો અને વૈદકશાસ્ત્ર –આ ચાર (ઈશ્વરી) આજ્ઞાથી સિદ્ધ થયેલા શાસ્ત્રો છે; માટે તેઓનું કોઈ કારણો દર્શાવી ખંડન કરવું નહિ.
ઉપરનો શ્લોક મહાભારતનો છે. જુઓ વિચારવા ઉપર એક ઓર પ્રતિબંધ.પછી ભલા જ્ઞાન વિજ્ઞાન ક્યાંથી અપડેટ થાય?
માનવ ઉત્પન્ન થયો હશે ત્યારે કુદરતના બધા નિયમો સારી રીતે જાણતો નહિ હોય તે હકીકત છે. આજે પણ કુદરતના નિયમો પુરા સમજાતા નથી. કે સમજી શકતા નથી. હજુ આટલું બધું આગળ વધેલું વિજ્ઞાન પણ ઘણી વાર ગોથા ખાઈ જાય છે. વીજળી ચમકે તો ગભરાઈ જતો હશે. વરસાદ વાવાઝોડા વગેરે આવતું હશે ત્યારે એને સમજાતું નહિ હોય તે સ્વાભાવિક છે. બીકનો માર્યો ઇન્દ્રને યજ્ઞોમાં ભાગ આપતો હશે. દરેક કુદરતી પરિબળોને ભગવાન માની ડરતો હશે અને પ્રાર્થના કરતો હશે.
આજે પણ બ્રહ્માંડનાં નિયમો વિષે વિજ્ઞાન અવઢવમાં છે. ગ્રેવિટી વિશેના ખ્યાલો બદલાઈ જતા હોય છે. ન્યુટનનાં નિયમો આઈનસ્ટૈન ખોટા પાડે છે. સ્ટ્રીંગ થિયરી પૂરી સમજાતી નથી. તો પ્રાચીન માનવી કઈ રીતે બધું સમજી શકતો હશે? વિજ્ઞાનના નિયમો સમજતા વર્ષો નીકળી જાય છે. તો પ્રાચીન માનવી વિજ્ઞાન સમજતો હશે તેવું માનવું વધુ પડતું છે. કે કુદરતના નિયમો સમજી શકતો હશે તે માનવું પણ વધુ પડતું છે. શરૂઆત સમજવાની ચોક્કસ કરી હશે તેમાં કોઈ શંકા નથી. સૌથી જૂની સંસ્કૃતિ ભારતની છે. માનવી અહીં આવીને સુસંસ્કૃત થયો. થોડો સ્થિર થયો હશે, સર્વાઈવ થવાની પુષ્કળ જહેમત થોડી ઓછી થઈ હશે. તો બીજું વિચારવાનો સમય મળ્યો હશે. કુદરતના પરિબળો સમજવાની શરૂઆત કરી હશે, ત્યારે દુનિયાના બીજા ભાગો ખૂબ પછાત હશે. જ્યાં જીવવા માટે સ્ટ્રગલ હોય ત્યાં બીજું વિચારવાનો સમય જ ના મળે.
હરપ્પન લોકોએ નગરો વસાવ્યા હતા ત્યાર પછી બે હજાર વર્ષો નીકળી ગયા રોમનોને નગરો વસાવતા. મતલબ યુરોપ બે હજાર વર્ષ પાછળ હતું. ધોળાવીરામાં વેસ્ટર્ન સ્ટાઇલના સંડાસ, સુએઝ, અનાજ ભરવાના કોઠાર અને સ્ટેડીયમ મળ્યા છે. એ વેસ્ટર્ન સંડાસ આજે યુરોપ જઈને પાછાં ભારત આવી ચૂક્યા છે. એટલે અહીં સંસ્કૃતિ સ્થિર થઈ એટલે વિચારવાનો સમય મળ્યો તો વિજ્ઞાનની શરૂઆત થઈ. ખગોળનો અભ્યાસ કરતા કરતા ગણિતની શરૂઆત થઈ. નંબર શોધાયા. વનસ્પતિ આધારિત ઔષધ વિજ્ઞાન શરુ થયું. પણ આ બધી શરૂઆત કહેવાય, સંપૂર્ણ ગણવું વધારે પડતું છે. જ્ઞાન રોજ અપડેટ કરવું પડે. તેને સંપૂર્ણ સમજી બેસી રહો તો આગળ વધાય નહિ. કોમ્પ્યુટર પહેલા શોધાયું તેને જ સંપૂર્ણ સમજી લીધું હોત તો? આજે પણ સંપૂર્ણ લાગતું કોમ્પ્યુટર રોજ અપડેટ થતું હોય છે અને નવું નવું એમાં આવતું જતું હોય છે. બંધિયાર પાણીની જેમ જ્ઞાન પણ અપડેટ ના થાય તો સડી જાય છે.
વેદિક સંસ્કૃતિ સમયે જ્ઞાનની શરૂઆત થઈ હશે, વિજ્ઞાનની શરૂઆત થઈ હશે. કુદરતના નિયમો સમજવાની શરૂઆત થઈ હશે તેમાં નવાઈ નથી. ખગોળ ગણિતના ઉપક્રમે અંક ગણિત શરુ થયું. શૂન્યની શોધ થઈ. એકથી નવ અંક શોધાયા. પાઈનું માપ શોધાયું. દશાંશ પદ્ધતિ શોધાઈ. પણ પછી બધું ઠપ્પ કેમ થઈ ગયું? શું આ બધું સંપૂર્ણ ગણિત હતું? જો એવું જ હતું તો પશ્ચિમ પાસેથી ઉછીનું કેમ લેવું પડે છે? ખાલી ખર્વ અને નિખર્વમાં ગણિત પૂરું થઈ જાય છે?  વાયા અરબો આપણું ગણિત પશ્ચિમમાં પહોચ્યું ત્યારે ચર્ચે મનાઈ ફરમાવી દીધેલી. કે આતો શેતાનનું કામ છે. એટલે તો અરેબીક નંબર કહેવાતા હતા. હવે જ્યારે ખબર પડી છે ત્યારે ઇન્ડો અરેબીક નંબર કહેવાય છે. પણ ત્યાર પછી એકવાર અપનાવી લીધું બસ ગણિતમાં આ લોકો જ આગળ વધ્યા. આપણે પાછળ પડી ગયા.સીવીરામન પછી કોઈ જગવિખ્યાત વૈજ્ઞાનિક પેદા કરી શક્યા નથી. શકુન્તલાદેવી જ્યોતિષમાં ખોવાઈ ગયા. જીવંત કોમ્પ્યુટર જેવી ક્ષમતા અને અમેરિકામાં જોષ જોવા બેસી ગયા. ધાર્યું હોત તો લેડી આઈનસ્ટાઇન બની શક્યા હોત. એક બ્રિજ, એક વિમાન, એક મોટું સ્કાય સ્ક્રેપર, એક મોટો નર્મદા જેવો બંધ, એક ઉપગ્રહ, એક ઉપગ્રહને ઓર્બીટમાં ગોઠવવા માટેનું રોકેટ, એક સ્કાયલેબ, એક મિસાઇલ, એક ન્યુક્લીયર બૉમ્બ, એક અણુ મથક આ બધું બનાવવા માટે જે ગહન ગણિત વપરાય છે તે શું વેદિક ગણિત વડે શક્ય છે? અને શક્ય હોય તો ભારતેતો અવશ્ય વાપરવું જોઈએ.
માટે વેદિક સંસ્કૃતિને સંપૂર્ણ વૈજ્ઞાનિક જ્ઞાન ધરાવતી સમજી લેવું વધારે પડતું છે. ઘણા મિત્રો માને છે જે યજ્ઞોથી વરસાદ આવે છે. અથવા વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. કોઈ પણ વસ્તુ બળે એટલે કાર્બન ડાયોક્સાઇડ પેદા થાય. અને બીજા અમુક  વાયુઓ પેદા થતા હશે. લાકડા બાળીએ તો શું પેદા થાય? એ વાયુ હવામાં ઊંચે જઈને વાદળો સાથે મિક્સ થઈને શું વરસાદ લાવતો હશે? તો પછી એના કરતા અનેક ગણો કાર્બન ડાયોક્સાઇડ વાહનોના ધુમાડા દ્વારા ઉપર જતો હોય છે તો વરસાદ કેમ નથી આવતો? ધુમાડાથી પોલ્યુશન વધે કે ઘટે? તો પછી ગ્લોબલ વોર્મિંગની વ્યર્થ બુમો શું કામ પાડવી? જંગલો ઓછા થાય તો વરસાદ વધે કે ઘટે?  કાર્બન ડાયોક્સાઈડની ખરાબ અસરો વિષે ચિંતિત કેમ છીએ?  અહીં અમારે છાશવારે વરસાદ પડે છે વગર યજ્ઞો કરે. વરસાદનું એક વિજ્ઞાન છે. પાણીની વરાળ સૂર્યની ગરમી વડે બની ઉપર જઈને વાદળો બંધાય છે. વરસાદથી અન્ન ઉત્પન્ન થાય છે અને તેનાથી શરીર પોષણ પામે છે તે વાત તદ્દન સાચી છે. ચોમાસું ખાલી ભારતીય ઉપ મહાખંડમાં જ છે. અને તે પણ હિમાલયને લીધે. બાકી બધે ગમેત્યારે વરસાદ આવતો હોય છે. આ તો મારા મનમાં પ્રશ્નો ઊઠ્યા છે. તે મેં રજૂ કર્યા છે. બાકી જેવી જેની માન્યતા.
સર્જરી સુશ્રુત કરતા હતા તેવી વાતો સાંભળી છે અને આજે આપણે સર્જરી બહારથી શીખ્યા છીએ. પુષ્પક વિમાનની વાતો રામાયણમાં વાંચીને આપણે વિમાન ખરીદવા બહાર જવું પડે છે. પરલોકની વાતો કરતા કરતા આપણે હજુ ચાંદ પર પહોચવાનું બાકી છે. આપણે હજુ વરસાદની સાચી આગાહી કરી શકતા નથી. આપણે ફક્ત મહાનતાની વાતો કરવામાં શુરા છીએ. પશ્ચિમને ગાળો દેવામાં શુરા છીએ. મહાન વેદિક સંસ્કૃતિના વારસો આપણે દુનિયાની સૌથી ભ્રષ્ટ પ્રજા છીએ. પ્રમાણિકતા એ વળી કઈ બલા છે? પ્રશ્ન એ છે કે આપણે પીઝાને ગાળો દઈને ઇટાલિયન વેસ્પા ઉપર બેસવામાં અને ફિયાટમાં ફરવામાં ગર્વ અનુભવીએ છીએ. જોકે મેંદામાંથી બનાવેલા અને અતિશય ચીઝ નાખેલા પિઝા કરતા બાજરાના રોટલા ખાવા વધુ ફાયદાકારક છે.  ટીવી, ટેલિફોન, મોબાઈલ, કોમ્પ્યુટર, ટ્રેઇન, બસ,પ્લેન સવારથી સાંજ સુધી અને રાત્રે સુતા પણ લગભગ બધું જ આપણે પશ્ચિમે શોધેલું વાપરીએ છીએ અને ગાળો પણ એ લોકોને જ દઈએ છીએ. આ બધું વેદોમાં નહોતું? હતું તો ગયું ક્યાં? વેદોમાંથી તમને તે સમયનો ઇતિહાસ મળે, સામાજિક જીવનનો ચિતાર મળે, થોડી શરુ થયેલ ટેક્નોલૉજી કદાચ મળે, કવિતાઓ મળે, પ્રાર્થનાઓ મળે, થોડી સદાચરણની શીખ મળે. જે જે સારું મળે તેને શોધો અને એમાં કોઈ પ્રગતિ થાય તેવું હોય તો કરો, એમાં રહેલા જ્ઞાનને અપડેટ કરો. બાકી સંપૂર્ણ માની લીધું કે ગયા કામથી. કોઈ નવો વિચાર આવે નહિ કે આગળ વધાય નહિ. જ્ઞાનનો કોઈ અંત ના હોય. સ્કાય ઈઝ લીમીટ. પણ આપણે ત્યાં ભાષાંતર કરવાની છૂટ છે, શબ્દોની રમત રમી અર્થ કાઢવાની છૂટ છે પણ ડાઉટ કરવાની શંકા કરવાની છૂટ નથી.
જાપાનમાં ત્સુનામી આવ્યું તેના સંદર્ભમાં એક વડીલ વળી એવું કહેતા હતા કે આ બધો વિનાશ વિજ્ઞાનને લીધે થાય છે. મુલે આપણી વિચારધારા વિજ્ઞાન વિરોધની રહી છે ભલે આપણાં પ્રાચીન મનીષીઓએ વિજ્ઞાનની શરૂઆત કરી હોય . આપણી જેમ ચીન પણ પ્રાચીન સંસ્કૃતિ રહી છે. આપણાં કરતા ઘણી બધી શોધો એ લોકોએ વધારે કરી છે. ચીને પણ ઝીરો(o) વગર ગણિત ગણ્યા છે અને ચીનની જગવિખ્યાત દીવાલ બનાવી હતી. શૂન્ય, અંક અને દશાંશ પદ્ધતિ વગર પણ ઈજીપ્તના પીરામીડો બંધાયા જ છે. એમની પાસે દશાંશ પદ્ધતિ હતી જરા જુદી રીતની હતી. ભારતીય અંક અને શૂન્ય વડે બધું સહેલું અને સરળ થઈ ગયું તે વાત માટે ખુદ આઈનસ્ટાઇન પણ ભારતનો આભાર માનતા હતા. ચીન પણ ધાર્મિકતાનો ધાબળો ઓઢી અફીણ ખાઈને પડી રહેતું હતું, અને વસ્તી વધાર્યે જતું હતું. આપણે પણ ધાર્મિકતાનો ધાબળો ઓઢી વસ્તી વધાર્યે જઈએ છીએ.
  આપણી સંસ્કૃતિ જ્યારે ઉચ્ચ કક્ષાએ હતી ત્યારે યુરોપ ડાર્ક એજમાં જીવતું હતું. આવું તે લોકો પણ કબુલ કરે છે. પણ એ લોકો સમજી ગયા કે ભાઈ હવે આગળ વધો. અને ચાલવાનું પ્રગતિના માર્ગે શરુ કર્યું. જયારે આપણે ઉભા રહી ગયા કે હવે આપણે તો શ્રેષ્ઠ બની ચુક્યા છે હવે આગળ કશું કરવાનું છે જ નહિ. બસ આપણે હજુ ઉભા જ છીએ અને આ લોકો આગળ નીકળી ગયા.

70 thoughts on “જુઓ!! વિચારવા ઉપર એક ઓર પ્રતિબંધ.”

 1. આદરણીય ભુપેન્દ્રસિંહ જી,
  આપના ઘણા બધા આર્ટીકલ વાંચ્યા બાદ લગભગ બધા સાથે સહમત થયો છું. પણ આજ ના આ લેખ વિશે થોડા મારા અંગત વિચારો રજુ કરવા ઇચ્છુ છુ.

  પહેલીવાત કે, વેદ-ઉપનિષદ કે પુરાણો કે કોઇ પણ મહાકાવ્યો માં “આનાથી આગળ કશું વિચારવુ નહિં ” એવુ મે ક્યાંય નથી વાંચ્યુ.
  સંસ્ક્રુત એક એવી ભાષા છે કે જેના એક જ શબ્દ ના અનેક અર્થ નીકળી શકે છે. એટલે વિદ્વાન લોકો કે જેમણે ભાષાંતર કર્યા છે એ પોત પોતાની દ્રષ્ટી એ કર્યા છે અને એને સાચા કે ખોટા કહિ શકે એવા “ઓથેન્ટીક” લોકો હયાત નથી.
  ભગવાન જેવા પરીબળ ને હું પણ નકારુ છું પણ વેદિક મૂની ઓ કુદરતી પરીબળો ને ના સમજી શકે એટલા અણસમજુ પણ નહોતા. જ્યારે કોઇ એ પ્રુથ્વિ સિવાય પણ બ્રમ્હાંડ માં બીજુ કંઇ હોય શકે એની કલ્પના પણ નહોતી કરી ત્યારે “જ્યોતિષ શાસ્ત્ર” પ્રમાણે ૯ ગ્રહો નો ઉલ્લેખ ભારતીય વેદિકો એ કરેલો. જેને પાછળ થી આજ નુ પશ્ચિમ પણ સ્વિકારે છે. ( પ્લુટો ની બાદબાકી તાજેતર ના વર્ષો માં કરાઇ.) તદ્‍ઉપરાંત ઘણી બધી બાબતો માં આ દિર્ઘદ્રષ્ટા ઓ આગળ હતા.

  ભારતીય ઉપખંડ ની સાથે સાથે “એટલાન્ટીસ” ની સંસ્ક્રુતી(કે જે ભુમધ્ય સાગર મા આવેલા સુનામી ની ઝપટે ચડ્યું ) નો પણ ઉલ્લેખ અમુક જગ્યા એ જોવા મળે છે. જો કે કોઇ આધારભૂત સોર્સ નથી. પણ વિમાનો નો ઉલ્લેખ ચાણક્ય ના સમય કાળ દરમ્યાન થયેલો છે ( ચાણક્ય ની સંપૂર્ણં સૈન્ય ની વ્યાખ્યામા ), બનવા જોગ છે કે એ પણ ખોટું હોઇ શકે.

  રામાયણ ને હું મહાકાવ્ય જ ગણુ છુ પણ રામસેતુ ( આજ નો “એડ્મ્સ બ્રિજ”) કે લન્કા કે ઉત્તર ભારત ના અન્ય સ્થળો. આટલુ બધુ પરીભ્રમણ કરવા નો સમય કદાચ વાલ્મિકિ આગળ જે તે સમયે નહિં રહ્યો હોય. વિચાર માંગી લેતી વસ્તુ છે?
  એવુજ કદાચ મહાભારત વિશે પણ કહી શકાય તેમ છે. જો કે મહાભારત માં “ફ઼િક્શન” કરતાં “રીયાલિટી” નુ તત્વ વધારે હતું.
  ઉપરોક્ત બન્ને ઘટના ઓ બની પણ હોય અને ના પણ બની હોય. પુરાતત્વ વિદો અનેક જગ્યા એ થી ખોદકામ કરી ને મહાભારત કાળ ના પુરાવા ઓ એકત્ર કરવા મા અમુક અંશે સફ઼ળ થયા હોવા ના સમાચારો મળેલાં પણ ૧૦૦% ખાત્રી તો કોઇ ને નથી.
  ભગવાન વિશે મેં ફ઼ેસબૂક માં પણ કમેન્ટ કરી કે પરગ્રહ વાસી ઓ ને જોઇ કદાચ મનુષ્ય એને ભગવાન માની શક્યો હશે.
  તબીબી ક્ષેત્રે પણ “આયુર્વેદ” કોઇ વિગ્નાન થી ઓછું ઉતરે એવુ તો નથી. “સર્જરી” વિશે આશરે ૨૯૦૦ વર્ષ પહેલા “તિબેટ” માં “બ્રેઇન સર્જેરી” થતી હોવા ના સમાચાર ૨-૩ દિવસ પહેલા છાપા મા વાંચેલા ( આ એક ચીની સંશોધક નું માનવુ છે ). અને ભારતીય લોકો એ તેની મદદ કરી એવું પણ નોંધવા મા આવેલું છે.

  એ બાબત ચોક્કસ દુ:ખદ છે કે ભારતીયો ફ઼ક્ત ભવ્ય ભૂતકાળ ને વળગી ને બેઠાં રહ્યા અને પશ્ચિમ ના દેશો આગળ વધી ગયા. અને અમુક લોકો તો ત્યાં સુધી આરોપ કરે છે કે આપણુ જે વેદિક સાહિત્ય ચોરી ગયા તેમા થી આ બધુ શિખ્યા ( હહહાહાહા) જો કે નવાઇ ની વાત એ છે કે “મોડર્ન ટેકનોલોજી” ની વધુ પડ્તી શોધો “બ્રિટન” કરતા અમેરિકા કે અન્ય નાના યુરોપીયન રાષ્ટ્રો માં વધારે થૈ છે.

  મારા અંગત મંતવ્ય અને બુદ્ધી પ્રમાણે કહું તો વેદિક મુની ઓ પણ આ માણસ ની જાત ને અને મનોદશા ને ખુબ સારી રીતે સમજતા હશે એટલે એમને નિયંત્રીત કરવા “ધર્મ” નામ નુ તુત વળગાળ્યુ. અને “સનાતન ધર્મ” નો પ્રારંભ થયો હશે. જેનુ વરવુ અને અત્યંત ભયાનક સ્વરૂપ આજ નો “હિન્દુ” ધર્મ બન્યો. જેમા બાવા, સાધુઓ, બ્રામ્હણો વિગેરે વિગેરે ની પેઢી ઓ તરી જાય એવી વ્યવસ્થા ઉભી કરાઇ.
  કોઇ ભુલ ચુક થઈ હોય તો દરગુજર કરશો. પહેલી વાર આપના બ્લોગ પર કંઇક લખ્યુ છે.
  જતાં જતા “ઓશો” નુ એક વિધાન કહિશ. ” સત્ય નુ આયુષ્ય ખુબ ટુંકુ હોય છે, જ્યારે અસત્ય સદાકાળ ચાલે છે.”

  Like

  1. દર્શિતભાઈ,
   હું પણ તમે કહો છો તે જ કહેવા માંગું છું કે આપણે ઘણું બધું જાણતા હતા,હું તો એટલે સુધી કહેવા માંગું છું કે આપણે જ વિજ્ઞાનની શરૂઆત કરી,પણ બધું સંપૂર્ણ સમજી અટકી ગયા.મેં પણ ઉલ્લેખ કર્યો જ છે.પ્લાસ્ટિક સર્જરી સુશ્રુત કરતા હતા.અને આજે બહારથી શીખીએ છીએ.બસ મારું કહેવું છે કે અપડેટ ના કર્યું.આપની વાતો સાથે સહમત છું.પણ ઉપરનો શ્લોક મને મનું સ્મૃતિમાંથી મળ્યો છે જે મહાભારતનો છે તેમ ભાષાંતર કર્તાનું કહેવું છે.આપની વાત સાચી છે સંસ્કૃત એવી ભાષા છે કે એક શબ્દના અનેક અર્થ થાય.એનો જ દુરુપયોગ થયો લાગે છ્હે.

   Like

  2. દર્શિતભાઈ,

   સોલિડ કૉમેન્ટ છે. મારો ખ્યાલ છે કે રામાયણ- મહાભારતની ઘટનાઓ બની તો હશે જ પરંતુ તે પછી કથાકારોને કારણે એમાં ઘણું ઉમેરાતું ગયુ.દાખલા તરીકે સુંદરકાંડ વાંચતાં ઊડતા હનુમાન દૈવી શક્તિવાળા જણાય છે, પણ લંકા પહોંચ્યા પછી સામાન્ય માણસની જેમ જ વિચારે છે કે રાક્ષસોની નજર ન પડે એમ લંકામાં ઘુસવા માટે રાતનો સમય સારો રહેશે.આ મૂળ કથા હશે, જે સૌથી પહેલાં લખાઈ હશે. આ માત્ર મારૂં અનુમાન છે. ડૉ. હસમુખ સાંકળિયાનું પુસ્તક ‘રામાયણ અને પુરાતત્વ’બહુ માર્ગદર્શક બને છે.

   Like

 2. શ્રી ભૂપેન્દ્રસિંહભાઈ,
  તમારા આ લેખમાં એક વાક્ય છેઃ “એક બ્રિજ,એક વિમાન,એક મોટું સ્કાય સ્ક્રેપર,એક મોટો નર્મદા જેવો બંધ,એક ઉપગ્રહ,એક ઉપગ્રહને ઓર્બીટમાં ગોઠવવા માટેનું રોકેટ,એક સ્કાયલેબ,એક મિસાઇલ,એક ન્યુક્લીયર બૉમ્બ,એક અણુ મથક આ બધું બનાવવા માટે જે ગહન ગણિત વપરાય છે તે શું વૈદિક ગણિત વડે શક્ય છે?અને શક્ય હોય તો ભારતે તો અવશ્ય વાપરવું જોઈએ.”

  આ બાબતમાં મરે કહેવાનું છે કે ગોવર્ધન મઠના (અને તે પહેલાં શારદાપીઠના) શંકરાચાર્ય સ્વામી ભારતી કૃષ્ણ તીર્થ જી મહારાજની બુદ્ધિપ્રતિભાના પરિણામ રૂપે વૈદિક ગણિત બન્યું છે. આ પુસ્તકમાં શ્રીમતી મંજુલા ત્રિવેદીએ ‘My Beloved Gurudev’ પરિચય લેખ લખ્યો છે. એમાં એમણે કહ્યું છે કે આ ગાણિતિક સૂત્રો અથર્વવેદમાં જોવા નહીં મળે. એ એના પરિશિષ્ટમાંથી ગુરુદેવે પોતાની અંતઃ પ્રેરણાથી તારવ્યાં છે. આમ વૈદિક ગણિત શંકરાચાર્યજીની પોતાની પ્રતિભાનું પરિણામ છે, વેદોમાં નથી. શંકરાચાર્ય મહારાજ પોતે પણ કહે છે કે એમણે ૧૬ ગાણિતિક સૂત્રો અથર્વવેદના પરિશિષ્ટમાંથી સિદ્ધ કર્યાં છે.
  મોતીલાલ બનારસીદાસનું ૧૯૯૨ ડિસેમ્બરનું આ પ્રકાશન છે (સંપાદક વાસુદેવ શરણ અગ્રવાલ) અને ગૂગલ બુક્સમાં સર્ચ કરવાથી પુસ્તક વાંચવા મળશે. તમને અલગથી સ્ક્રીન પ્રિંટ મોકલું છું. આ યુક્તિઓ આજે આધુનિક ગણિતમાં કેટલી ઉપયોગી થાય તે હું નથી જાણતો. હું માત્ર ખરા યશભાગી સ્વામી ભારતી કૃષ્ણ તીર્થજીની પ્રતિભાને ભૂલી ન જવાય અને બધું વેદોમાં છે એવો વહેમ મજબૂત ન બને તે માટે આ લખું છું.

  Like

  1. ચાલો એક નવી વાત જાણવા મળી.સ્વામી ભારતી કૃષ્ણતિર્થજીનું બહુમાન થવું જ જોઈએ.મતલબ એ થયો કે વૈદિક ગણિતની બુમો પાડીએ છીએ તેતો એક સ્વામીજીની બુદ્ધિ પ્રતિભાની મહેનત છે.હું પણ જાણતો નથી કે આ વૈદિક ગણિત આધુનિક ગણિતમાં ઉપયોગી છે કે નહિ.પણ હોય તો એનો પ્રચાર થવો જોઈએ.

   Like

   1. Religious extremism has been the root cause of most of the
    world problems since time immemorial. It has decided the fates
    of men and nations. In a vast nation like India, the imposition of
    religious dogma and discrimination upon the people has taken
    place after the upsurge of Hindu rightwing forces in the political
    arena. As a consequence of their political ascendancy in the
    northern states of India, they started to rewrite school textbooks
    in an extremely biased manner that was fundamentalist and
    revivalist. Not only did they meddle with subjects like history
    (which was their main area of operation), but they also imposed
    their religious agenda on the science subjects.


    from vedik math book

    Like

   2. આ વૈદિક ગણિત એ વેદોમાંથી નથી આવ્યું. કોઈ પ્રૂફ નથી. હા, મેન્ટલ મેથ્સની ઘણી સરસ ટ્રીક્સ છે. પણ એ અંકગણિત, બીજગણિત, અને બીજા બે-ત્રણ શાળા લેવલના ગણિત પુરતી સીમિત છે.
    એટલે એનો પ્રચાર કરવો કે અમારા વેદોમાં બધું જ હતું, એ બિલકુલ યોગ્ય નથી જ.

    From this same research paper :
    Over a hundred leading scientists,academicians, teachers and educationists, in a statement have protested against the attempts by the Vajpayee government to introduce Vedic Mathematics and Vedic Astrology courses in the education
    system. They have in one voice demanded “Stop this Fraud on our Children!”

    Reference : http://www.scribd.com/doc/53983679/2/INTRODUCTION-TO-VEDIC-MATHEMATICS

    Like

    1. વેદો સીધા સાદા ગ્રંથો છે.પણ મેરા ભારત મહાનની માનસિકતામાંથી બહાર કેમનું નીકળવું?બધું જ જ્ઞાન વેદો માં હતું તો બધું પશ્ચિમે શોધેલું કેમ વાપરીએ છીએ?હવે આ ટ્રીક્સ કરતા તો કેલ્ક્યુલેટર કે કોમ્પ્યુટરથી સહેલાઈથી ગણિત ગણી શકાય.

     Like

     1. “વેદો સીધા સાદા ગ્રંથો છે.”

      તમારું ઉપરોક્ત વાક્ય જબરો ગોટાળો કરી મૂકશે ને પાછી લાં…બી ચર્ચા છેડી દેશે !! ફેરવિચાર માટે વિનંતી.

      Like

      1. વેદોના જેણે અભ્યાસ કર્યા હોય તેને માટે સરળ પણ જેણે જોયા જ નથી તેના માટે ગહન.

       Like

      2. શ્રી જુગલભાઈ અને ભૂપેન્દ્રસિંહભાઈ,

       આપણે કોઈ વાક્યનો પહેલો અર્થ ન લઈએ અને કલ્પનાના સ્વૈરવિહારમાં એમ કહીએ કે પહેલો અર્થ ખરો નથી. આમ માનવાનું કારણ એટલું જ કે આપણે ફૉલ્સ પોઝીટિવ એરર કરવાનું પસંદ કરીએ છીએ.ેક મંત્ર વાંચો અને એ બહુ સાદો લાગે તો પૂછશો કે આમાં જ્ઞાન શું છે? તો જ્ઞાનથી ફૂલેલું કોઈ માથું જવાબ આપશે કે”ભાઇ, તને નહીં સમજાય…મંત્રમાં ગાય છે તે એટલે ખરેખર ગાય નથી…ઇન્દ્ર કોઈ વ્યક્તિ નથી વગેરે, વગેરે. એમને પૂછો કે આવું એ શા આધારે કહે છે, તો મોટા ભાગે આપણા પૂર્વજોની વિદ્વત્તાનાં ગુણગાન સાંભળવા મળશે.અને એમની વાત સાચી હોય તો એમ માનવું જોઇએ કે આપણા પૂર્વજો હંમેશાં બીજા અર્થમાં બોલતા હતા.
       જુગલભાઈ, તમે સરળ ભાષામાં સાદી વાતો લખો છો. પણ તમારા જેવા વિદ્વાન લખે છે તો ગૂઢ જ હોવું જોઈએ એમ માનીને હું તમારા લેખ પર ભાષ્ય ભલે લખી નાખું, પણ તમે જેવા પારદર્શક છો તેવા જ રહો.હું તમને લોકો માટે અપારદર્શક બનાવવામાં સફળ થાઉં એ પણ શક્ય છે!
       છેલ્લે, આપણા પૂર્વજો માટે ડૉ. રાધાકૄષ્ણન્ શું કહે છે તે જોઇએઃ ” The Vedic Aryans were like glorious children in their eager acceptance of life.They represent the youth of humanity whose life was still fresh and sweet, undisturbed by disconcerting dreams. They had also the wisdom of balanced maturity” (Bhagavdgita – Introductory Essay, translation and notes by S. Radhakrishnan, Blackie & son (India), Ltd.(1980 publication) page 117 commentary on Adhyay II Shloka 42-43).

       વેદો સીધાસાદા માણસોએ રચેલા ગ્રંથો છે એટલે સીધા સાદા ગ્રંથો છે.આપણી પૂર્વ અવસ્થા, વ્યવહાર જાણવાના એ શ્રેષ્ઠ સ્રોત છે.

       Like

       1. કોકેશિયન રેસની એક બ્રાંચ ગણાતી આર્યન રેસને આર્યન નામ આપવા માટે ઇતિહાસકારોએ આર્યન નામ સંસ્કૃત અને વેદોમાંથી પસંદ કર્યું છે.જર્મન લોકો પોતાને શુદ્ધ આર્યન માને છે.આર્યન એટલે જન્મજાત નેતૃત્વ,લાંબા સ્કલ અને ઉમદા વ્યક્તિત્વ.વેદોમાંથી તે સમયના આર્યો વિષે ઘણું બધું જાણવા મળે તેવું છે.જીનેટીકલી એક નવો રીપોર્ટ એવો છે કે ભારતમાં કહેવાતા ઉચ્ચ વર્ણના લોકોના જિન્સ યુરેશિયન જિન્સ છે.અને કહેવાતા પછાત વર્ણના જિન્સ જુદા પડે છે.

        Like

  2. Despite all its pretentious verbiage page after page, the
   swamiji’s book offers nothing worthwhile in advanced
   mathematics whether concretely or by way of insight. Modern
   mathematics with its multitude of disciplines (group theory,
   topology, algebraic geometry, harmonic analysis, ergodic
   theory, combinatorial mathematics-to name just a few) would be
   a long way from the level of the swamiji’s book.


   2.2 neither veaidik nor mathematics
   As has been pointed out earlier on several occasions,
   the so-called ‘Vedic Mathematics’ is neither ‘Vedic’ nor can it
   be dignified by the name of mathematics. ‘Vedic Mathematics’,
   as is well-known, originated with a book of the same name by a
   former Sankaracharya of Puri (the late Jagadguru Swami Shri
   Bharati Krishna Tirthaji Maharaj) published posthumously in
   1965. The book assembled a set of tricks in elementary
   arithmetic and algebra to be applied in performing computations
   with numbers and polynomials. As is pointed out even in the
   foreword to the book by the General Editor, Dr. A.S. Agarwala,
   the aphorisms in Sanskrit to be found in the book have nothing
   to do with the Vedas. Nor are these aphorisms to be found in the
   genuine Vedic literature.

   The term “Vedic Mathematics” is therefore entirely
   misleading and factually incorrect.

   Reference : http://www.scribd.com/doc/53983679/2/INTRODUCTION-TO-VEDIC-MATHEMATICS

   Like

 3. આદરણીય ભુપેન્દ્રસિંહજી ..
  આપણે જ્ઞાન ને અપડેટ ન કરિ શક્યા હોવાથી ભુતકાળમા જીવવાનુ પસંદ કરીએ છે.
  અને એટલેજ આપણ્ને અન્ના હઝારેમા ગાંધીજી ,પ્રીયંકામા ઇન્દીરા ગાંધી . કે વિરાટ કોહલીમા સચિન દેખાય છે.
  હજુ વધુ લખો એજ અપેક્ષા..

  Like

 4. ભૂપેન્દ્રસિંહજી ખૂબ સરસ લેખ.

  “જ્ઞાન રોજ અપડેટ કરવું પડે.તેને સંપૂર્ણ સમજી બેસી રહો તો આગળ વધાય નહિ.બંધિયાર પાણીની જેમ જ્ઞાન પણ અપડેટ ના થાય તો સડી જાય છે.”

  પ્રયોગો કરતાં રહેવું અને જૂની ભૂલો સુધારતાં રહેવી તેનું નામ વિજ્ઞાન. પરિવર્તન એ જીવન છે. જીવનમાં પરિવર્તન આવે તેમ તેની સાથે બીજાં ઘણાં પરિવર્તનો આવતાં હોય. એટલે પ્રગતિ માટે જે જ્ઞાન અપડેટ થાય તે જ જ્ઞાન રહે છે.

  યજ્ઞોની બાબતમાં પણ હવે વિચારવાની ખાસ જરૂર છે. કોઇ એક સમયે તેનું કોઇ મહત્વ હોઇ શકે પણ આજે એની જરૂર છે? શું આપણે માનવતા યજ્ઞો ના કરી શકીએ? હમણાં તાજેતરમાં કોઇની શ્રદ્ધાને ઠેશ ના પહોંચે તે માટે એક યજ્ઞમાં હાજરી આપવાનું બનેલ. ત્યારે યજ્ઞમાં અમુક વસ્તુ હોમાતી જોઇને ખૂબ દુઃખ થયું જે દેશમાં લાખો લોકો ભૂખ્યાં રહેતાં હોય ત્યાં ફળ, ધી, જવ તલ જેવી ખાવાની સામગ્રી માત્ર અગ્નિમાં બાળી નાખવાથી શું ફાયદો? અગ્નિનું મહત્વ સમજીએ એ સાચી આહૂતિ ના કહેવાય? આવાં તો ઘણા પ્રશ્નો છે. કોઇપણ સમજણ કે તર્ક કર્યા વિના માત્ર જૂની ઘરેડમાં જ ચાલ્યા કરવું તે ધર્મ કે ભક્તિ ગણાય?

  Like

  1. ભારત જેવા ગરમ પ્રદેશમાં અને વરસાદની અછત હોય ત્યાં યજ્ઞો કરી જંગલોનો નાશ કરવો યોગ્ય નથી.

   Like

 5. ભુપેન્દ્રભાઈ, થોડો વખત ચુપ રહ્યા પછી આજે ફરી પાછો ફર્યો છું કેમકે અપ્રત્યક્ષ ઉલ્લેખ તમે અહીં કર્યો છે. યજ્ઞો વડે વરસાદ આવે છે, તે વૈજ્ઞાનિક હકીકત છે. વાહનોના ધુમાડાથી પણ વરસાદ આવે જ છે, વરસાદના વાદળો બંધાવા માટે ફક્ત પાણીની વરાળ નહી તે ઉપરાંત વરાળને બાંધનારૂ તત્ત્વ પણ જરૂરી છે અને આવું હું નહી આજનું આઘુનિક વિજ્ઞાન કહે છે. આપણા દેશમાં પણ જ્યારે દુષ્કાળ પડે અને વાદળો બંધાયા હોવા છતાં વરસાદ ના પડે ત્યારે તે વાદળોનો વિઘટક તેમની પર છાંટવામાં આવે છે જેથી વરસાદ પડે. વરસાદ એટલે આપણે પાંચમાં ધોરણના વિજ્ઞાનમાં ભણતાં એ ‘જળ ચક્ર’ એ ફક્ત પાંચમાં ધોરણનો વિદ્યાર્થીજ વિચારી શકે.

  ઉપર દર્શિતભાઈ ગોસ્વામીએ લખ્યું છે તેમ સંસ્કૃત એવી ભાષા છે જેમાં એક જ શબ્દના એકથી વધુ અર્થ થઈ શકે છે. તાજેતરમાં જ એક અન્ય બ્લોગ પર ઉદાહરણ વાંચ્યું હતું જેમાં ‘ઈન્દ્રશત્રો’ શબ્દના સમાસફેરથી તેનો અર્થ ‘ઈન્દ્રનો શત્રુ’ ને બદલે ‘ઈન્દ્ર જેનો શત્રુ હોય તે’ એવો થઈ જતો હતો. અને તેથી વધુ એ કે જો તમે ટાંકેલા શ્લોકને કારણે જો વિચારવા પર પ્રતિબંધ મુકાઈ ગયો હોત તો શૂન્યની શોધ ના થઈ હોત કેમકે આર્યભટ્ટ મહાભારત પછીના ઘણા વર્ષે જન્મ્યા હતા. આર્યભટ્ટે અને અન્ય અનેક ગણિતશાસ્ત્રીઓએ ફક્ત શૂન્યની શોધ નથી કરી, બીજગણીત પણ વિકસાવ્યું છે. આપણા વેદિક ગણિત (વૈદિક ગણિત નહી, ‘વેદિક ગણિત’, વેદિક એટલે કે વેદોક્ત, અને વૈદિક એટલે વૈદ્ય-ઔષધ શાસ્ત્રને લગતું) અને આ બીજગણિત એકસોને એક ટકા “એક બ્રિજ,એક વિમાન,એક મોટું સ્કાય સ્ક્રેપર,એક મોટો નર્મદા જેવો બંધ,એક ઉપગ્રહ,એક ઉપગ્રહને ઓર્બીટમાં ગોઠવવા માટેનું રોકેટ,એક સ્કાયલેબ,એક મિસાઇલ,એક ન્યુક્લીયર બૉમ્બ,એક અણુ મથક આ બધું બનાવવા માટે જે ગહન ગણિત વપરાય છે તે શક્ય છે!

  ભારતના લોકોએ ધર્મના શરણે જઈને કે તમે ટાંકેલા એકલ દોકલ શ્લોકોને કારણે વિચારવાનું બંધ નથી કર્યું (એવું મારું માનવું છે). આ વિચારવાની પ્રક્રિયા સેંકડો વર્ષોની ગુલામીને કારણે અટકી છે. હા, એ માનવું અતિશયોક્તિ ગણાય કે ભારતમાંથી ચોરી કરેલા શાસ્ત્રોને કારણે પાશ્ચાત્ય વિજ્ઞાન અને આધુનિક વૈદકશાસ્ત્ર (એલોપથી) વિકસ્યું, પણ એ માનવું પણ નરી અજ્ઞાનતા ગણાશે કે ભારતના વેદો અને પુરાણોમાં લખેલી બધી જ વાતો ખોટી છે, અલંકૃત છે અને નિરર્થક છે. આપણે ભારતની મહાનતા તરફ ઝુકાવ ના દાખવી શકીએ એ ખુબ સાહજિક છે, કારણકે આપણે આ પાશ્ચાત્ય કહેવાતા વિજ્ઞાનથી એટલા અંજાઈ ગયા છીએ કે તેની વાહવાહ કરવી તે આપણી અદૃશ્ય મજબૂરી થઈ પડી છે, પણ તટસ્થતા રાખીને ક્યારેક ભારતના વેદો અને પુરાણોને પણ ‘સાચા હોઈ શકે છે’ એવો એક ‘બેનિફિટ ઓફ ડાઉટ’ આપીને ક્ષણિક દૃષ્ટિકોણ બદલીએ તો પણ આપણા ભવ્ય વારસા પર ગર્વ લઈ શકીએ અને કદાચ એકાદ ક્ષણ માટે પણ આપણે નિરર્થક માનસિક ગુલામીમાંથી બહાર આવી શકીએ અને કદાચ એ બહાને જ એ જ્ઞાનનો ખરો ઉપયોગ કરીને કશુંક ઉપયોગી કરી બેસીએ.

  છેલ્લે એક વાત કહીશકે, તમે સવાલ કર્યો છે કે “એક બ્રિજ,એક વિમાન,એક મોટું સ્કાય સ્ક્રેપર,એક મોટો નર્મદા જેવો બંધ,એક ઉપગ્રહ,એક ઉપગ્રહને ઓર્બીટમાં ગોઠવવા માટેનું રોકેટ,એક સ્કાયલેબ,એક મિસાઇલ,એક ન્યુક્લીયર બૉમ્બ,એક અણુ મથક આ બધું બનાવવા માટે જે ગહન ગણિત વપરાય છે તે શું વૈદિક ગણિત વડે શક્ય છે?” હા આ બધું અને એ સિવાયનું પણ ઘણું શક્ય છે, પણ થતું કેમ નથી? એના કારણો અનેક છે. પહેલું તો આપણા દેશનું રાજકારણ, તે પછી તમે જ ઉપર લખી છે તેવી શૂન્યની રામ કહાણી, જેમાં ભારતને કોઈપણ વસ્તુનો જશ આપવામાં પશ્ચિમનું જગત જરાપણ રાજી થતું નથી. ગાંધીજી ભારતને અહિંસાને માર્ગે આઝાદી અપાવી શકે (જો કે તે પણ એક ચર્ચાનો વિષય છે) પણ તેમને શાંતિ માટેનું નોબેલ પારિતોષિક ના મળી શકે. એટલે ભાઈ ભારત અને ભારતના લોકો જે નથી કરી શકતાં તેમાં તેમની ધર્મની માન્યતા સિવાયના અનેક કારણો જવાબદાર છે જે પૈકિનું એક છે આ આંતરરાષ્ટ્રીય માલેતુજારો અને રાજકારણિય ચાંચીયાઓ. તમે હંમેશા લખો છો અને આજે પણ લખ્યું છે તેમ ભારતનો વિકાસ ફક્ત આપણા હિંદુઓની જડ માન્યતાઓને કારણે જ અટકી ગયો છે, તો તમે ક્યારેય એવું વિચારી જોયું છે કે ભારત દેશમાં હિંદુ કેટલાં છે? અને એ જેટલાં છે તેમાંથી આ શાસ્ત્રોનાં આવા શ્લોકો અને બાવા-બાપજીઓના શબ્દેશબ્દમાં શ્રદ્ધા રાખનારા કેટલાં? અને માની પણ લઈએ બધાજ હિંદુઓ એવા જ હશે કે જે મહાભારતનો આ શ્લોક વાંચીને અને બાપજીઓના કહેણ પર વિશ્વાસ મુકીને ‘વિચારવું નહી’ એવું નક્કી કરીને બેસી ગયા છે, તો શું આપણા દેશમાં મુસલમાનો અને ખ્રિસ્તીઓ પણા આપણા મહાભારત અને અન્ય ગ્રંથો પર એટલો જ ભરોસો રાખીને નિરાશ થઈને બેસી ગયા છે એવું તમને લાગે છે? વર્ષ ૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં ૮૦% હિંદુ હતા, ૧૩% મુસલમાન અને લગભગ ૨.૫% ખ્રિસ્તી. શું એ બધા પણ હિંદુ ધર્મ શાસ્ત્રો પર એટલો જ ભરોસો રાખીને નિષ્ક્રિય થઈ ગયા છે? ચીનનો વિકાસ હોય કે યુરોપ અને અમેરિકાનો, તે તેના લોકોના ધર્મ અને ધર્મની માન્યતાને કારણે નહી, તેના રાજકારણ અને નેતાઓને કારણે છે. વિશ્વમાં એવા પણ દેશો છે જે સત્તાવાર રીતે ધાર્મિક છે (ભારતની જેમ બિનસાંપ્રદાયિક નહી) અને છતાં આ યુકે અને અમેરિકા કરતા પણ વધુ વિકસિત, ઉદાહરણ તરિકે આરબ રાષ્ટ્રો જોઈ લો. ચીનનો વિકાસ પણ ધર્મનું વળગણ છોડવાથી થયો તેવું તમે માનતા હશો, પણ તેની પાછળનું મૂળ કારણ છે રાજકારણમાં પલટો.

  ધર્મો વ્યક્તિગત વિકાસમાં ફાળો આપે છે, સામુહિક વિકાસમાં નહી. આપણા દેશે અમેરિકા સાથે અણુ સંધિ કરી તેમાં દેશના કેટલા લોકો સહેમત હશે? ક્યારેય સરકારે જનતાને પુછ્યું પણ છે? અરે એ વાત તો જવા દો, જ્યારે આપણો ભારતીય ચુંટણીમાં મત આપે છે ત્યારે તેને ખબર પણ નથી હોતી કે તે પક્ષને મત આપી રહ્યો છે, તે પક્ષ જો સત્તા પર આવશે તો કોણ દેશનો વડાપ્રધાન બનશે. જ્યારે જનતા દેશનો વડાપ્રધાન કોણ બનશે તે વાત પર કાબુ ના ધરાવતી હોય, ક્રિકેટનો વર્લ્ડ કપ જીત્યા પછી ખેલાડીઓને એક કરોડ જનતાના નાણામાંથી આપવા કે નહી કે તેમને જમીનની લ્હાણી કરવી કે નહી તેનો નિર્ણય જનતાના હાથમાં ના હોય, અબજો રૂપિયાના ચારાકાંડમાં જગજાહેર સંડોવાયેલો નેતા કોઈક રાજ્યનો મુખ્યમંત્રી અને રેલ્વેમંત્રી બનતો હોય, અમદાવાદ શહેરમાં નામચિન ગુંડો લતિફ જેલમાં હોવા છતાં એક સાથે ૪ જગ્યાએથી ચુંટણી જીતી શકતો હોય, ત્યારે એ જનતા વિશ્વમાં કોઈ ચમત્કાર સર્જી શકે તેવું સ્વપ્ન જોવું અને તે સ્વપ્ન પુરું ના થવાને કારણે ધર્મ, વેદો, પુરાણો, સંપ્રદાયો અને સાધુઓને ગાળો દેવી તે એક સામાન્ય ભારતીય માટે ખરેખર ખુબજ સાહજીક છે. અસ્તુ….

  Like

  1. ૮૦ % હિન્દુઓમાથી વિચારનારા કેટલા?જેણે વિચાર્યું છે તેણે તો કશું પામ્યું જ છે.એવરેજ ભારતીય વિચારતો નથી કે શંકા કરીશ નહિ,નહીતો નાશ થઇ જશે કહી વિચારવા દેવાતા નથી.કોઈ ને કોઈ રાજકારણી કોઈ ગુરુ કે સાધુની ઈમ્પ્રેશાનમાં જીવતા હોય છે.ખૂદ ગાંધીજીની ચોટલી શ્રીમદ રાજચંદ્રના હાથમાં હતી.વ્યક્તિગત વિકાસ થાય તો વ્યક્તિઓ ભેગી થઇ સામુહિક વિકાસ કેમ ના થાય?ભારતીય મુસલમાનો વળી ઓર ધર્માંધ છે તેમની પાસેથી કઈ અપેક્ષા રાખી શકાય?એમના મુખ તો વળી પાકિસ્તાન તરફ વળેલા રહેતા હોય છે,ઉંટ જુએ મારવાડ ભણી જેમ.

   Like

   1. અબ્દુલ કલામ આઝાદ એક ભારતીય મુસલમાન છે. એમનો પરિચય આપવાની તો કોઈ જરૂર જ નથી.
    અને આવા વિચારશીલ, કાર્યશીલ, ભારતીય મુસલમાનો પણ બીજા ઘણાં છે.

    પાંચે આંગળીઓ ક્યારેય એકસરખી નથી હોતી.

    Like

  2. પ્રિય ભાઈ ધવલભાઈ,
   તમે વિસ્તૃત છણાવટ કરી છે એટલે ચર્ચાના નવા મુદ્દા ઊભા થાય જ. આમાંથી અમુક વિશે હું મારા વિચારો રજૂ કરૂં કરવા માગું છું.
   યજ્ઞો કરવાથી વરસાદ આવે એ જો વૈજ્ઞાનિક હકીકત હોય તો એનો પ્રયોગ કરી જોવો જોઇએ. કઈં એકાદ યજ્ઞ કોઈ ખૂણે્ખાંચરે થાય તો એનો ધુમાડૉ ક્યાં સુધી પહોંચે? એનાથી વાદળાંનું દિલ દ્રવી ઊઠે? મને લાગે છે કે એકીસાથે કરોડો યજ્ઞો આખા દેશમાં થાય તો કદાચ તમારા મતના સમર્થનમાં વૈજ્ઞાનિક આધાર ઊભો થાય. આ મુદ્દા પર વિચારવા વિનંતિ છે. કૅમિકલ રીએક્શન માટે જરૂરી ક્વૉલિટી અને ક્વૉન્ટિટી બન્ને જોઇએ. એક યજ્ઞના ધુમાડામાં આટલી શક્તિ હોઈ શકે? તેમ છતાં એમ માનવું કે યજ્ઞ કરવાથી વરસાદ આવશે એને શું કહીશું?

   આર્યભટ, ભાસ્કરાચાર્ય, વરાહમિહીર વગેરે વૈજ્ઞાનિકો ગુપ્ત યુગમાં થયા. એને આપણે ભારતનો સુવર્ણ યુગ કહીએ છીએ. એ સમયમાં સાહિત્યનો પણ વિકાસ થયો. પરંતુ આપણે પાછા સૂઈ ગયા એ પણ હકીકત છે. ખરેખર તો સાતમી-આઠમી સદીથી શરૂ કરીને બારમી સદી સુધી જડ્તા આવી ગઈ. મારો ખ્યાલ છે કે તે પછી ભાસ્કરાચાર્ય બીજા આવ્યા. પણ સ્થિતિ શું છે? એમના મૂળ ગ્રંથો પણ નથી મળતા.

   ‘વેદિક ‘ કે ‘વૈદિક’ ? આનો ઑથેન્ટિક ખુલાસો શ્રી જુગલભાઈ પર છોડું છું કારણ કે આ ભાષાનો મુદ્દો છે. હું સમજું છું કે કોઈ પણ શબ્દ (નામ) ને ‘ઇક’ પ્રત્યય લાગે ત્યારે પહેલા વ્યંજનનો સ્વર પણ વિસ્તૃત થાય છે. ઇતિહાસ-ઐતિહાસિક, ભૂગોલ-ભૌગોલિક,ધર્મ-ધાર્મિક, નીતિ-નૈતિક. દરેક બીજો શબ્દ વિશેષણ છે.અંગ્રેજીમાં ‘ic’ પ્રત્યય લાગે ત્યારે આવું નથી થતું. એટલે
   વેદ’ સાથે ‘ઇક’ લાગે ત્યારે ‘વૈદિક’ થાય પણ Veda સાથે ic આવે ત્યારે Vedic થાય. આપણે વેદિક સાહિત્ય નથી કહેતા, વૈદિક સાહિત્ય કહીએ છીએ.

   વેદો અને પુરાણોને ‘બેનિફિટ ઑફ ડાઉટ’ આપવાની તમારી વાત સાથે સંમત છું.પુરાણૉને વૈજ્ઞાનિક દાવાઓ સાથે સંબંધ નથી ખાસ કરીને અથર્વવેદમાં આવું ઘણું છે. પણ ખરી જરૂર ‘બેનિફિટ ઑફ ડાઉટ’ની છે કે ‘લૅબ ટેસ્ટ’ની છે? આપણે તો માની લઇએ છીએ કે નવું કઈં શોધાતું નથી, બધું આપણે ત્યાં વેદોમાં છે. દર્શિતભાઈએ કહ્યું છે તેમ આપણા પૂર્વજો કશું જ જાણતા નહોતા એવું નથી, પણ બધું જ જાણતા હતા, એમ માનવું પણ વધારે પડતું નથી? પ્રકૃતિનાં પરિબળો વિશે એમણે વિચાર કર્યો જ છે, વિચારના ઇતિહાસમાં એમનું સ્થાન છે જ, પણ એનાથી આગળ કશું નથી, એમ કહીએ તો એનો અર્થ એ થાય કે દુનિયા સ્થગિત થઈ ગઈ છે.

   મને તો લાગે છે કે વેદોમાંથી એ વખતની સામાજિક સ્થિતિ વિશે સારી સમજણ મળી શકે. પણ શૂદ્રો વેદમંત્રો માત્ર સાંભળે તો પણ એમના કાનમાં સીસું રેડી દેવું એવા ધાર્મિક આદેશો જ્યાં લિખિત રૂપમાં હોય ત્યાં વેદ શું છે તે સમજવા કરતાં માનવા પર જ વધુ ભાર મુકાતો હોય. આ સ્થિતિમાં વેદો પર એક નાના વર્ગનો કબજો થઈ જાય – સાયાસ કે અનાયાસ – એ સ્વાભાવિક છે, બાકી બીજા બધાએ તો માત્ર માનવાનું રહે. આ ‘માનવા’ની પરંપરા એટલે ‘વિચારહીનતા’ની પરંપરા. આમાં તો આપણે વેદોને પણ અન્યાય જ કરીએ છીએ.

   તમે હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તીની ચર્ચા કરી છે. આપણી મુખ્ય જીવનશૈલી ધર્મ બદલવાથી ન બદલાય. ખ્રિસ્તીઓ તો યુરોપમાં પણ છે અને ધર્મને અલગ કર્યા પછી ત્યાં બધી વૈજ્ઞાનિક પ્રગતિ થઈ છે. અહીંના હિન્દુઓ, મુસલમાનો અને ખ્રિસ્તીઓનો સાંસ્કૃતિક આધાર એક જ છે. અરે, ભોજનના મસાલા પણ એ જ છે! જેવું અન્ન તેવો ઓડકાર! ખરેખર તો આપણી એકતામાં વિવિધતા છે. વળી ધર્મ પરિવર્તન કરનારા લોકોની એ વખતની સામાજિક સ્થિતિને પણ ધ્યાનમાં લઇએ તો રોગનું નિદાન થઈ શકે.

   ધર્મો વ્યક્તિગત વિકાસમાં ઉપયોગી છે, સામૂહિક વિકાસમાં નહીં એ તમારૂં કથન ખૂબ જ સાચું અને મહત્વનું છે. સામૂહિક વિકાસ માટે શું કરવું જોઈએ, એ આપણા સૌ સામેનો મહત્વનો સવાલ છે. વ્યક્તિગત રીતે ઉપયોગી વિચારસરણીઓની મર્યાદાઓ સ્પષ્ટ છે તેમ છતાં આપણે એને સામૂહિક સ્તરે પણ ખેંચી લાવીએ છીએ. કદાચ એ જ આપણી સમસ્યા હોઈ શકે.

   તમે વડૉ પ્રધાન કોણ બનશે એની અનિશ્ચિતતાની વાત કરી છે. સંસદીય પદ્ધતિમાં તો એવું જ હોય. બ્રિટનમાં પણ એવું જ બને છે. કયો પક્ષ જીતશે તે પણ અગાઉથી નક્કી નથી હોતું. પ્રમુખીય પદ્ધતિમાં માત્ર બે ઉમેદવારોના ચહેરા નજરે ચડે છે પણ કોણ જીતશે એ તો નક્કી નથી હોતું. લોકશાહીની આ અનિશ્ચિતતા જ એનું મૂળ તત્વ છે. ચીફ ઑફ આર્મી સ્ટાફ જ વડા પ્રધાન બની શકે એવો નિયમ હોય તો સીનિયોરિટી પ્રમાણે પહેલેથી ખબર હશે કે બે વર્ષ પછી કોણ આપણા પર શાસન કરશે. વડો પ્રધાન નોકરીની રીતે સિલેક્ટ નથી થતો એ તો સારૂં છે. સિનિયોરિટીના નિયમમાં માત્ર જનતાને ખબર હોય કે કોણ વડો પ્રધાન બનશે, પરંતુ એની પસંદગીમાં તો જનતાનું કઈં ન ચાલે.જનતા વધુ ને વધુ જાગૃત બનતી જાય એ જ ઉપાય છે.

   Like

   1. એકી સાથે કરોડો યજ્ઞો કરીશું તો જંગલો નાશ પામશે અને પછી વરસાદ ક્યાંથી લાવશો?વેદિક સમયમાં યજ્ઞો વરસાદ લાવવા માટે નહોતા થતા.બાર્બેક્યુ કરવા માટે થતા હતા,પશુઓ હોમીને.આર્યભટ્ટ,ભાસ્કરાચાર્ય,માધવ અને છેલ્લે શકુંતલાદેવી બધા આધ્યાત્મિકતાના આફરાથી પીડાયેલા.જેથી જ્યોતિષના રવાડે ચડી એમની પ્રતિભા ખોવાઈ ગઈ.

    Like

   2. સ્વામી રામતીર્થનો એક દાખલો યાદ આવે છે.સ્વામી રામતીર્થ સન્યાસી બન્યા તે પહેલા ભૂલતો ના હોઉં તો પંજાબ યુનિમાં ગણિતના પ્રોફેસર હતા.કાશીમાં ધર્મ પરિષદ ભરાઈ હશે.સ્વામીજી કશું બોલવા ઉભા થયા હશે.તો તત્કાલીન શંકરાચાર્યે સવાલ પુચ્છ્યો કે સંસ્કૃત આવડે છે?સવામીજી તો ગણિતના ખાં હતા.સંસ્કૃત ના આવડે.શંકરાચાર્યે કહ્યું સંસ્કૃત ના આવડતું હોય તો ધર્મ વિષે કશું બોલી શકો નહિ.મારું ગુજરાતી ગ્રામર અને જોડણી સારી નથી.વર્ષો પહેલાનું ભણેલું ભૂલાઈ જતું હોય છે.જુગલભાઈ કહે જોડણીની ચિંતા કરશો નહી,લખવાનું ચાલુ રાખજો.

    Like

   3. દીપકભાઈ, મારી ટિપ્પણી વાંચવા બદલ આભાર, અને તેને ધ્યાન પૂર્વક નહી વાંચવાથી તમે ગેરસમજ કરી છે તે બદલ દિલગીરી છે. મેં વડાપ્રધાન કોણ બને તે જનતાના હાથમાં નથી તેવું નથી કહ્યું, મેં એમ કહ્યું કે જ્યારે જનતા કોઈ પક્ષને મત આપે ત્યારે તેને ખબર હોવી જોઈએ કે તેનો વિશ્વાસુ પક્ષ જીતશે તો વડોપ્રધાન કોણ બનશે, સંસદીય અને પ્રમુખગત લોકશાહીનો તફાવત મને પણ ખબર છે. પણ સંસદીય લોકશાહીનો અર્થ એ નથી કે વડાપ્રધાન પદ માટે જે વ્યક્તિ ચૂંટણી લડ્યો જ નથી તેને રજૂ કરી દેવામાં આવે, તેને લોકશાહીનું અપમાન કહેવાય.

    બીજી વાત કે એક જ યજ્ઞ કરો અને વરસાદ આવી જશે તેવી જાહેરાત મેં ક્યાંય કરી નથી, અને વરસાદના વાદળ બંધાવા માટે પાણીની વરાળ ઉપરાંત બંધકની જરૂર પડે છે જે ધુમાડામાંથી મળી આવે છે, એવું ઓલરેડી વિજ્ઞાને સાબિત કરી દીધું છે. તમે પણ નેટ પર થોડું સંશોધન કરશો તો તમને તે રેફરન્સ મળી આવશે, ના મળે તો મારો સંપર્ક કરતાં ખચકાશો નહી.

    કયા દેશની વાત કરો છો કે ત્યાં ધર્મને અલગ કર્યા પછી જ પ્રગતિ થઈ? યુરોપ તો ઘણો મોટો ખંડ છે ભાઈ જેમાં દુનિયાનો એક માત્ર એવો દેશ પણ આવેલો છે જે ધર્મવડાના આધિપત્યથી ચાલે છે. તમે જે દેશોની વાત કરો છો તેનું ઉદાહરણ તો આપો?

    રહ્યો સવાલ ‘લેબ ટેસ્ટ’નો, તો એના માટે પહેલા આપણે સ્વીકારવું જોઈએ કે આ વેદો-પુરાણોની વાત સત્ય હોઈ શકે, અને તેને માટે જ ‘બેનિફિટ ઓફ ડાઉટ’ની વાત કરી છે, જ્યાં સુધી દૃઢપણે એમ માનીશું કે એ બધું ખોટું જ છે (જેમ મારી બધી દલીલો વિષે તમે માન્યુ તેમ) ત્યાં સુધી તેને કસોટીની એરણે ચઢાવવાનો વિચાર સુદ્ધાં નહી આવે. જો સમય હોય તો એક વખત નિષ્પક્ષ ભાવે કોમેન્ટ્સ ફરી વાંચી જોજો, કદાચ તમે સમજી શકો.

    વૈદિક શબ્દનું વ્યુત્પત્તિ શાસ્ત્ર સમજાવવા બદલ ઘણો આભાર, મને ખરેખર આ ખ્યાલ નહોતો, આને માટે સદાય આપનો ઋણિ રહીશ.

    Like

    1. વેદો પુરાણો સાવ જ ખોટા છે તેવું માની લેવું પણ વધારે પડતું કહેવાય.દ્રઢપણે બધું ખોટું છે તેમ માની લેવાય નહિ.તો પછી ખગોળ વિશેનું જ્ઞાન આવ્યું ક્યાંથી?હું તો કહું છું કે વૈદિક સમયમાં જ્ઞાન વિજ્ઞાનની શરૂઆત થઇ પણ એને સંપૂર્ણ સમજી લીધું કે અટકી ગયા.એમાંથી જે કઈ સારું મળે તે શોધી લેવું જોઈએ.

     Like

    2. પ્રિય ધવલભાઈ,
     તમારો જવાબ વાંચ્યા પછી મેં તમારી મૂળ કૉમેન્ટ અને મારો પ્રતિભાવ ફરી વાંચ્યાં. યજ્ઞ અને એના ધુમાડાની અસર વિશે મેં મારા પ્રતિભાવના પહેલા પૅરેગ્રાફમાં જ કહ્યું છે કે “એનો પ્રયોગ કરી જોવો જોઈએ.” આમ તમારી વાતને મેં પ્રયોગને લાયક માની છે, ખોટી નહીં. એકી સાથે કરોડો યજ્ઞો કરવા પડે, એ તો મારો વિચાર થયો. કારણ કે પ્રયોગ માટેની ઇનપુટમાં ક્વૉલિટી અને ક્વૉન્ટિટીનું કઇંક મહત્વ હોઈ શકે છે, એમ મને લાગે છે કદાચ ન પણ હોય, અને એકાદ કે કોઈ નિશ્ચિત સંખ્યાના યજ્ઞથી પણ વરસાદ આવતો હોય તો એ વિશે તમારી પાસેથી “જરાય ખચકાયા વિના” જાણવા માગું છું.

     કરોડો યજ્ઞો કરવાની વાતને તો ભૂપેન્દ્રસિંહભાઈએ જ કાપી નાખી છે. સાચી વાત છે કે એમાં તો જંગલોનો નાશ થઈ જાય. એટલે કરોડો યજ્ઞોની તો વાત જ ન કરાય. મારૂં બીજું અજ્ઞાન પણ વ્યક્ત કરી દઉં – જંગલમાં આગ લાગે તો પણ ધુમાડો થાય જ. એ વરસાદ માટે ઉપકારક ગણાય કે નહીં? એને હોનારત માનવામાં આવે છે. એક જંગલની આગ કરોડો યજ્ઞોની બરાબર જ ગણાય ને?

     મારી કૉમેન્ટના ચોથા પૅરેગ્રાફનું પહેલું જ વાક્ય છે કે “વેદો અને પુરાણોને ‘બેનિફિટ ઑફ ડાઉટ’ આપવાની તમારી વાત સાથે સંમત છું.” એટલે કે એને સાચાં માનીને લૅબ ટેસ્ટ કરીએ. મેં માત્ર આગળ જવાની વાત કરી. આમ છતાં તમારી ધારણા એવી બની છે કે મેં તમારી બધી દલીલોને ખોટી માની! મારૂં કહેવાનું એટલું જ છે કે આપણે માની લઈએ કે એમાં બધું છે, એ તો ‘બેનિફિટ ઑફ ડાઉટ’ ન થયો; વિશ્વાસ થયો. આપણા પૂર્વજોનું વિચારના ઇતિહાસમાં સ્થાન છે એ પણ હું માનું છું અને લખ્યું પણ છે.

     ધર્મ અને રાજસત્તાના સંબંધો વચ્ચેનો વિચ્છેદ અને વિજ્ઞાનનો વિકાસ યુરોપમાં થયો, ઔદ્યોગિક ક્રાંતિ પણ યુરોપમાં થઈ. કોઈ એક દેશની વાત નથી, આખા સમાજની માનસિકતાનો સવાલ છે એક વેટિકન આખા યુરોપની માનસિકતાને ખોટી ન ઠરાવી શકે. ધર્મ ત્યાં મહદંશે વ્યક્તિગત બની ગયો છે એ હકીકત છે. હું સમાજની માનસિકતાની વાત કરૂં છું અને તમે માગો છો એવું, પરંતુ નકારાત્મક ઉદાહરણ ભારત, પાકિસ્તાન અને આરબ દેશો છે, જ્યાં ધર્મની પકડ છે; આધુનિકતા પશ્ચિમમાંથી આયાત કરેલી ટૅકનૉલૉજી પૂરતી મર્યાદિત છે.

     વડાપ્રધાન વિશેના મુદ્દામાં તમારૂં મૂળ વાક્ય આ પ્રમાણે છેઃ “જ્યારે આપણો ભારતીય ચુંટણીમાં મત આપે છે ત્યારે તેને ખબર પણ નથી હોતી કે તે પક્ષને મત આપી રહ્યો છે, તે પક્ષ જો સત્તા પર આવશે તો કોણ દેશનો વડાપ્રધાન બનશે. જ્યારે જનતા દેશનો વડાપ્રધાન કોણ બનશે તે વાત પર કાબુ ના ધરાવતી હોય…” અહીં ‘ખબર’ ને તમે મહત્વનો મુદ્દો બનાવો છો. તમે હવે અર્થવિસ્તાર કર્યો છે. ચૂંટણી ન લડ્યો હોય એવા ઉમેદવારની વાત પણ હવે ઉમેરી છે. મેં તમારા મૂળ વાક્યમાં જણાવેલી ‘ખબર ન હોવા’ વિશે વાત કરી છે કે લોકશાહીમાં આ અનિશ્ચિતતા, સંસદીય અને પ્રમુખીય પદ્ધતિ, બન્નેમાં રહે છે. ચૂંટણી ન લડ્યો હોય એવો માણસ વડા પ્રધાન બની શકે એ બંધારણની વ્યવસ્થા છે. ગુજરાતમાં શ્રી નરેન્દ્ર મોદી પણ પહેલી વાર ચૂંટાયા વિના જ મુખ્ય પ્રધાન બન્યા હતા, તે આ જ વ્યવસ્થાને આધારે. ચુંટાયા વિનાની વ્યક્તિ ન બનવી જોઈએ એ રાજકીય પક્ષોની નૈતિકતાનો સવાલ છે. તમારા જેમ હું પણ માનું છું કે ન બનવી જોઈએ. પરંતુ એ દૃષ્ટિબિંદુને અહીં સ્થાન પણ નથી. અહીં તમારા વાક્યમાંથી તો માત્ર અનિશ્ચિતતા (અને એની અસર?)નો મુદ્દો ઊભો થતો હોય; એમ મને લાગ્યું. એ સંબંધે મારી કૉમેન્ટનું છેલ્લું વાક્ય અહીં ફરીથી આપું છું – “જનતા વધુ ને વધુ જાગૃત બનતી જાય એ જ ઉપાય છે.”
     ‘વેદિક-વૈદિક’ અંતર વિશે શ્રી જુગલભાઈ જેવા વિદ્વાન ન કહે ત્યાં સુધી તમને હું મારા ‘ઋણી’ માનવા તૈયાર નથી. આ શબ્દો વિશે તમારો એક મત છે, અને તમે એ વ્યક્ત કર્યો. મેં મારો મત વ્યક્ત કર્યો. તમે સાચા સાબીત થાઓ તો મારે તમારા ઋણી બનવાનું આવશે પણ હમણાં ઉતાવળ નથી! સવાલ એ છે કે શ્રી ભૂપેન્દ્રસિંહભાઈ શ્રી જુગલભાઈને આ સાઇડ-ચર્ચામાં ખેંચવાનું પસંદ કરશે?

     Like

     1. હું પણ એજ કહું છું કે સંપૂર્ણ સમજીશું તો અટકી જઈશું.બીજું ભારતમાં ધર્મકારણ રાજકારણ ઉપર હાવી છે.ભારતની પ્રગતિ અટકી તો કહેવાતા ધર્મોએ આપેલી ખોટી માન્યતાઓ ને કારણે.માટે ભારતની પ્રગતિ અટકી તેનું કારણ ધર્મકારણ છે.અહીં તો રાજકારણીઓ જ ધાર્મિકો છે.જ્યાં જ્યાં ધર્માંધતા છે ત્યાં ત્યાં પ્રગતિ અટકી જ છે.યુરોપ પણ ધર્માંધ જ હતું.પણ ચર્ચની ચુંગાલમાંથી છૂટ્યું તો પ્રગતિ થઇ.ચીનમાં ધર્મ એ પોઈજન છે તેવું કહેવાયા પછી જ પ્રગતિ થઇ છે.દેશનો વડોપ્રધાન કોણ બનશે તેતો ભારતમાં પહેલેથી જ કહેવાઈ ચૂક્યું હોય છે મોટાભાગે તો.કોઈ વિશિષ્ટ પરિસ્થતિમાં ખબર નથી હોતી,બાકી તો બધા પક્ષો જીતશે તો કોને વડાપ્રધાન બનાવશે તેવું અગાઉથી કહી દેતા જ હોય છે.આપણે આધુનિક વિચારસરણી સગવડ પુરતી ધરાવતા છીએ.આપણને સગવડો ગમે છે માટે પશ્ચિમે શોધેલું બધું જ વાપરીએ છીએ.સાથે ગાળો પણ દઈએ છીએ.આપણા તમામ ધર્મગુરુઓ ભૌતિકવાદને ભરપેટે ગાળો દેતા દેતા મોબાઈલ પર વાતો કરતા હોય છે અને મોંઘીદાટ ગાડીઓમાં ફરતા હોય છે.મોરારીબાપુ એસી હોલમાં અને ધોતિયું પહેરી વિમાનમાં કથા કરતા હોય છે,અને ભૌતિકવાદને વખોડતા હોય છે.દંભની પરાકાષ્ઠાછે આ બધું.હું,ધવલભાઈ,અશોકભાઈ,દીપકભાઈ,જુગલભાઈ અરે ભારતનાં તમામ લોકો સવારના બ્રશ,ટુથપેસ્ટ,લાઈટ,બલ્બ,બસ,ટ્રેઈન,કાર,સ્કુટર,ફેન,એસી થી માંડીને લગભગ તમામ વસ્તુઓ પશ્ચિમે શોધેલી વાપરીએ છીએ.અંગ્રેજોએ ભલે એમના સ્વાર્થ માટે તો સ્વાર્થ માટે પણ એમની થોપેલી શિક્ષણ પદ્ધતિએ ભણ્યા છીએ કે નહિ?અરે કોઈના ઘરનું પાણી પીધું હોય તો નાત બહાર મુકાઈ જતો માણસ.મુસલમાન બાદશાહની ચુંગાલમાંથી કોઈ બીજી નાતની છોકરીને બચાવી લેવા મારી પોતાની છે તેવું કહેનારા બ્રાહ્મણને ખૂદ બ્રાહ્મણોએ નાત બહાર કરી દીધેલો અને આજે એ બ્રાહ્મણો તરગાળા તરીકે ઓળખાય છે.જનોઈ સુદ્ધા પહેરે છે.અંગ્રેજો ના આવ્યા હોત તો બીજો કોઈ આવત.કોઈ ભારતનો જ ગાંધી જેવો માણસ સુધારા કરત કે ક્રાંતિ કરત.પરિવર્તનના નિયમે કશું તો થાત જ.પણ એ ગોકળ ગાય જેવી પ્રગતિનો શું અર્થ?પુષ્પક વિમાનની ટેકનોલોજી હતી તો બનાવવું હતું ને ભાઈ કોણે રોક્યા હતા?મિસાઈલ હતા,અગ્ન્યાસ્ત્ર હતા તો મુસલમાનોના હાથે હાર્યા કેમ?તીર કામઠાં હતા ભાઈ એના છેડે ગાભા બાંધી અગ્ન્યાસ્ત્ર બનાવતા ભાઈ.બધી ફિક્સન વાતો આજે યુરોપ અમેરિકાએ સાચી પાડી.દારુગોળો પણ મુસલમાનો લાવ્યા.એમાંજ આપણે હાર્યા હતા.ધર્મકારણ જ ભારતની પ્રગતિને આડે અવરોધ હતું આજે પણ છે અને કાલે પણ હશે.રાજકારણ અહીં સાવ નમાલું છે.રાજકારણ જેવું છે કશું અહીં?

      Like

     2. દીપકભાઈ, માફ કરજો, તમને સમજવામાં ભૂલ થઈ. હા, કબુલ કે ચૂંટાયા વગરની વ્યક્તિને વડાપ્રધાન બનાવવાનો મુદ્દો મેં હમણાં મુક્યો હતો, પણ તે પણ પહેલાની વાતના અનુસંધાને જ. તમે જે મારું વાક્ય ટાંક્યું છે, તેમાં જ મેં કહ્યું છે કે વ્યક્તિ પક્ષને મત આપે છે ત્યારે તેને ખબર નથી હોતી કે કોણ વડાપ્રધાન બનશે, જે ખોટું છે. બીજા વિકસિત દેશો જેવાંકે અમેરિકા અને બ્રિટનમાં તો આવું નથી થતું. ત્યાં બંને પ્રકારની લોકશાહી છે અને વડાપ્રધાન પદનો ઉમેદવાર પહેલેથી જ નક્કી હોય છે. આપણે ત્યાં એવું નથી હોતું. સવાલ ખાલી મનમોહન સિંહનો નથી, ન.મો. પણ તમે કહ્યું તેમ એમાં શામેલ થઈ જાય છે, હા, બંધારણમાં તેની જોગવાઈ છે, પણ તે સંકટ સમયની સાંકળ જેવી જોગવાઈ છે તેનો બેફામ ઉપયોગ ના થવો જોઈએ એમ માનું છું, અને આનંદ થયો એ જાણીને કે તમે પણ તે જ મતના છો.

      તમે કહ્યું છે તેમ, દાવાનલથી થતાં ધુમાડાથી પણ વરસાદ આવે જ, તે પણ કરોડો યજ્ઞોને સમકક્ષ ગણાય. હું ફરીથી કહું છું કે હું એવો કોઈ પ્રચાર કરતો નથી કે યજ્ઞો કરો અને વરસાદ લાવો. આ મુદ્દો મેં એટલા માટે ઉઠાવ્યો હતો કે ભૂપેન્દ્રભાઈએ મારી અન્ય પોસ્ટ કે જે મેં આ મતલબના શ્લોક પર લખી છે તેનો અહીં શંકા સ્વરૂપે ઉલ્લેખ કર્યો છે. જો તમે તે પોસ્ટ ધ્યાનથી વાંચશો તો સમજાશે કે તે લેખનું હાર્દ કાંઈક ઓર જ છે, તે પોસ્ટને કારને મારા પર યજ્ઞોનો પ્રચારક એવો સિક્કો ના લાગવો જોઈએ. તમે તો જંગલની આગથી થતાં ધુમાડાની વાત કરો છો, પણ વાહનોના ધુમાડાથી પણ વરસાદ આવે છે, પણ તેમાં અન્ય પ્રદુષકો રહેલાં હોવાથી ‘એસિડ વર્ષા’ પણ થાય છે જે આપણે વખતો વખત સમાચારમાં સાંભળતા/વાંચતા/જાણતા આવ્યા છીએ.

      આરબ દેશો પણ ભારત કરતાં વધુ વિકસિત છે, તેનું કારણ છે ત્યાંનું રાજકારણ. કોઈ પણ દેશનો વિકાસ રાજકારણીઓના હાથમાં હોય છે, ધર્મના હાથમાં નહી. યુરોપમાં વર્ષો પહેલાં ચર્ચો સત્તા કરતા હતાં. બ્રિટનમાં રાજા કે રાણી સત્તાવાર રીતે ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ (આપણું પ્રોટેસ્ટન્ટ ચર્ચ)નો વડો છે, કેમ? કેમકે અહીં રાજકારણ અને ધર્મ મિશ્રિત હતો. ભારતમાં કદી એવું નથી બન્યું. જનતા ધર્મથી અભિભૂત હોય, પણ કોઈ પણ ધર્મનો વડો દેશ ચલાવવા માટે ક્વોલિફાય નથી થયો. હા, સાધ્વી ઉમા ભારતી જેવા એકલ દોકલ રાજકારણમાં પ્રવેશે અને મોરારીબાપુ પોતાની પિપુડી વગાડે કે બાબા રામદેવ ચુંટણીમાં ઉભા રહેવાની જાહેરાત કરે, તે અન્ય વાત છે. યુરોપ કે અન્ય દેશોની જેમ ભારતમાં ધર્મ ક્યારેય શાસન કરી શકે તેવી શક્યતા જ નથી, કેમકે ભારતમાં ધર્મ એટલે શું? કોઈ એક ધર્મ છે આપણા દેશમા? બ્રાહ્મણનો ધર્મ અલગ, વૈષ્ણવનો અલગ, તેમાં પણ ઈસ્કોન અને પુષ્ટિમાર્ગ તથા સ્વામિનારાયણ બધાં વૈષ્ણવ કહેવાય છતાં કોઈ દિવસ એક પાટલીએ ના બેસે, જૈન અલગ, આ સત્યસાંઈ બાબા, પેલા આર્ટ ઓફ લિવિંગ વાળા રવિશંકરજી, આપણા ગુજરાતના લોકલાડીલા આસારામ બાપુ, મોરારી બાપુ, હવે તો પાછા ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા, આ બધા પોતપોતાની ટ્રેડમાર્ક વાળી ધર્મની દુકાનો ચલાવે છે, ત્યાં આપણે ત્યાં રાજકારણ પર ધર્મની અસર કેવી રીતે થઈ શકે? તમે પેલી કરચલાઓને બોટમાં ખુલ્લા લઈ જવાની વાર્તા તો સાંભળી જ હશે ને? એવું છે આપણા દેશમાં. માટે જ આપણા દેશનો હિંદુ ધર્મ હું તો તદ્દન નિરૂપદ્રવી ગણાવું છું. નમાયલા લોકોથી ભરેલો દેશ છે આપણો, એક અણ્ણા હઝારે કે મહાત્મા ગાંધી કશુંક કરશે તેવી આશા સાથે જીવનારા લોકો છીએ આપણે, આપણને વળી ધર્મ અને વેદો પુરાણો ક્યાં સ્પર્શે જ છે?

      Like

   4. આપણા રામ પણ ઑથોરીટી તો નથી જ. એને માટે શ્રી નિશીથભાઈ ધ્રુવ યોગ્ય ગણાય.

    પણ કોશમાં વેદ પરથી “વેદને લગતું” અર્થ માટે બે શબ્દો છેઃ વૈદ્ય અને વૈદિક.

    જ્યારે વેદક = વૈદું માટે વૈદકીય શબ્દ છે.

    નિશીથભાઈના સંપર્ક માટે –

    “Nishith Dr.GMail”

    Like

 6. મૂળ લેખ અને એના પરની ચર્ચા બહુ આશા જગાડનારાં છે. આ એક એવી પ્રક્રિયા છે જેને માટે ભૂ.સિંહ મથ્યા કરે છે. આ ચર્ચાઓમાં તેમના ધ્યેયની સફળતાના નિર્દેશો મને દેખાયા છે.

  કોઈ પણ જ્ઞાનને સમજતી વખતે મોટે ભાગે હાથીને જોનારા આંધળાની જેમ થતું હોય છે. વેદોને નકારનારા ૠષિઓય હતા ને નેતિવાદીઓ પણ હતા. જ્ઞાન પોતાની ઉંચાઈ પર રહે છે. એને પહોંચી ન શકવાનાં કારણો ધવલભાઈએ બતાવ્યાં તે અને બીજાં ઘણાં છે. એ જ્ઞાનને ખપમાં કેમ ન લીધું તેવો તમારો દર વખતના સવાલનો જવાબ અહીં, કદાચ, મળી રહેશે.

  જે લોકો વિચારશક્તિની અત્યંત ઉચ્ચ ભૂમિકાને સમજે છે, અનુભવે છે કે બતાવી પણ આપે છે (જેમકે શ્રી અરવિંદ)તેઓ જાણે/સ્વીકારે છે કે વેદોમાં જ્ઞાન જે પીરસાયું, રજૂ થયું, તે કાંઈ એકાએક પ્રગટ્યું નહોતું. સદીઓ પછી એને શ્લોકબદ્ધ કરાયું છે. કોઈ એક ૠષિ એનો યશ લઈ લેતો નથી. એને છેવટના ઉપાય તરીકે એ જમાનાની પ્રણાલિ મુજબ અપૌરુષેય કહીને માનવમનની અતિ ઉચ્ચ કક્ષાની ભૂમિકાને તેઓ યશ આપે છે. (આ એક મોટો સદ્ગુણ છે, નબળાઈ નથી !)તેથી વેદોનું જ્ઞાન પ્રારંભિક દશામાં હતું અને એમાં આપણે આગળ વધ્યા નહિ એમ કહેવું બરાબર નથી. જ્યાં જરૂરી હતું ત્યાં વધ્યાં, જ્યાં અડચણો–ક્રૂર રાજનીતિઓ આડી આવી, ઓરડા ભરાય એટલું સાહિત્ય બાળી નંખાયું તે બધું આપણને પાછા પાડી દે તેમ બને. મનની ઉચ્ચોચ્ચ ભૂમિકાને આઈન્સ્ટાઈને સ્વીકારી છે. એને અને શ્રી અરવિંદની અતિમનસ ચેતનાની વાતને સરખાવો એટલે કેટલુંક સ્પષ્ટ થશે.

  ગાંધીજીની ચોટલી રાજચંન્દ્રજીના હાથમાં હોવાની વાત બન્નેને અન્યાય કરવા જેવી છે. ગાંધીજીએ બધા જ વિચારકોનો લાભ લીધા બાદ પોતાના નીવડેલા વિચારને ને તે પણ અનેક પ્રયોગો કરીને સૌ સમક્ષ મુક્યા છે. રાજચંન્દ્રજીએ પણ આદેશો આપ્યા જણાતા નથી. એમણે તો એટલે સુધી કહ્યું હતું, ગાંધીને કે છેવટે તો તમારે તમારો માર્ગ ખુદે જ કરવાનો છે !!

  મને તો આ ચર્ચામાં આવતીકાલ માટે ખૂબ જ આશા દેખાય છે. તમે આ ચીનગારી પેટાવતા જ રહેશો. સમયના અભાવે હું એને માણી ન શકવાનો અફસોસ પણ વ્યક્ત કરી લઉં છું. સૌનો આભાર.

  Like

  1. આપનીવાત સાથે સહમત.ગાંધીજીએ ઘણા બધા વિચારકો માણ્યા છે.પણ એમના મૂળ સિદ્ધાંતો રાજચંદ્રના. એમાં કશું ખોટું હોય તેવું પણ નથી.સત્ય,અહિંસા,ચોરી ના કરવી બધું ગ્રેટ હતું.અને છે.ભલે આપણે પાળતા ના હોઈએ.મૂળ મુદ્દો એ હતો કે દરેક રાજકારણીને કોઈ ધાર્મિક ગુરુની જરૂર પડે જ છે ભારતમાં.બીજા દેશોમાં આવું લગભગ નથી.કોઈ પોપને પૂછીને રાજ કરતુ નથી.

   Like

   1. “પણ એમના મૂળ સિદ્ધાંતો રાજચંદ્રના.”

    આ વાત બધા વિચારો માટે માની ન શકાય. એમના ૧૧ મહાવ્રતો અને સમગ્ર જીવનશૈલી પર અનેકોની અસર છે.

    ‘ધર્મમંથન’માં ગાંધીજીએ ગુરુ બાબત પણ ચર્ચા કરી છે. તેમણે એક વખત વાતવાતમાં પોતે કોઈ ગુરુની શોધમાં છે એવા મતલબનો ઉચ્ચાર કરેલો. ને કેટલાય ગુરુઓ સામે ચાલીને ગુરુ બનવા તૈયાર થયેલા !!

    ભારતમાં પણ એવા અનેક રાજકીય નેતાઓ હોય જેમના ધાર્મિક ગુરુ અનિવાર્ય ન હોય. પોપને પુછતા ન હોય તેથી બીજા દેશોમાં બધા જ નેતાઓ ધાર્મિકનેતાથી દૂર છે જ એમ કેમ માની લેવાય ? ભારતમાં પણ બધા જ નેતાઓ ભારતીય ગુરુઓને પૂછીને જ બધું કરે છે એ વાત પણ આત્યંતિક ગણાય.

    Like

    1. સામે ચાલીને ગુરૂ બનવા તૈયાર થાય તેવા લોકોને ગાંધીજી ગુરુ બનાવે ખરા?ગાંધીજી પોતે જ એક શિક્ષકની ગરજ સારે તેવા હતા.

     Like

  1. ધન્યવાદ,
   એક જાદુગરની ટ્રીક્સ વિડીઓમાં ઉઘાડી પડી જાય છે.દરેકે જોઅં જેવું છે.હાથમાં પહેલેથી સંતાડી રાખેલી રાખ ભરેલી કેપસ્યુલ્સ મસળી રાખ બધાને વહેચતા હોય છે અને મુરખોને વધુ મુરખ બનાવતા હોય છે.આમના ભક્ત સચિનને શું કહીશું??મહાન ક્રિકેટર.પણ???હા!હા!હા!હાઆઆઆઆઆઆઆઅ!!

   Like

  2. બીચારા કરોડો લોકો !! દેશવીદેશમાં ભારતીયતાને કેવી ફેલાવી દીધી ? હીન્દ તો મદારીઓ અને જંતરમંતરનો દેશ કહેવાયો તે સહજ છે.

   આજે આ બધું નજરે જોવા મળ્યું. ધન્ય !

   Like

   1. જોયું ને જુગલભાઈ?બસ આવું મારું ભારત મારાથી સહન થતું નથી.બસ એટલે જ બુમો પાડું છું અને વાણી મારી કડવી ને કડવી બનતી જાય છે.અહીં ટપલી મારે કોઈ જાગે તેમ નથી.વર્ષોની નિંદ્રા છે.લાતો માર્યા વગર મેળ ના પડે.જેની પત્ની ખૂદ ડોક્ટર છે તેવો સચિન પણ જ્યારે આ મદારીની ચુંગાલમાં હોય તો પછી શેને માન ઉપજે?આવા બુદ્ધિસાગરને ખાલી બેટ ગુમાવતા આવડે તેમાં પાગલ ભારતીયો વળી એણે ભારતરત્ન બનવાવવાનું કહે છે.

    Like

    1. ભારતરત્ન નહીં, ચૌદમું રતન આપવું જોઈએ. હજી તો એ લોકોને એવું લાગે છે કે અમને જોઈએ તેટલું માન મળ્યું નથી ! હોકીપ્લેયર પેલો બીચારો કોઈને સાંભરતોય નથી…

     હવે દરેકે અણ્ણાનો પાઠ ભજવવો પડશે નહીંતર એમનુંય શું થશે કોણ જાણે.

     Like

     1. આગળના લેખમાં શ્રી દર્શિતભાઇ એ કોમેન્ટ આપી છે તે ભાઈ ગુજરાતના સ્ટેટ હોકી પ્લેયર રહી ચુક્યા છે.હોકી સ્ટીક પણ જાતે ખરીદતા,લગભગ મોટાભાગનો ખર્ચ હોકી પ્લેયર્સ જાતે કરતા હોય છે.એમના માટે જે ફંડ સરકાર આપે તે કોચ વગેરે ખાઈ જતા હોય છે.સળંગ છ ઓલોમ્પિક ગોલ્ડ અને કુલ આઠ ગોલ્ડ મેડલ જીતવાવાળી ભારતીય હોકીની આજે બુરી દશા છે.

      Like

      1. દર્શિતભાઈનો પરિચય આપીને તમે સૌને દુઃખી કર્યા.આવી હાલત કેમ ચાલે? આપણે ખરેખર શું ઇચ્છીએ છીએ? બધાં ક્ષેત્રોને ભ્રષ્ટાચાર આભડી ગયો છે.
       “રસહીન થઈ છે ધરા,દયાહી્ન થયો નૃપ” (કલાપિ)

       Like

       1. મેં હોકી વિષે લેખ મુકેલો.મારા ફેસબુકમાં એમની કોમેન્ટ્સ આવેલી.મને પણ દુઃખ થયેલું.

        Like

        1. આભાર ભુપેન્દ્રસિંહજી,
         મે જે પરિસ્થીતી નુ વર્ણન આપને કરેલું તે જુની વાત છે પરંતુ પરીસ્થીતી આજેય બહુ બદલાઇ નથી. હાં, જો કે મોદી ના શાસન માં થોડો ઘણો સુધારો જરૂર જણાયો છે. પણ ઘણાં આશાસ્પદ ખેલાડીઓ અત્યારે હોકિ જેવી રમત ને અલવીદા કહિ ચુક્યા છે. કારણ કે એને હોકી રમવી કે પોતાનુ ઘર ચલાવવું એ પ્રાણપ્રશ્ન છે. સરકાર પણ ફ઼ક્ત દેશ તરફ઼ થી રમતા લોકો ને જ નોકરી આપે છે એમાયેં ટુંકો પગાર. ઉપરથી જેનુ ધ્યાન સંપુર્ણ રમત તરફ઼ કેન્દ્રીત હોય એ વ્યક્તી પાસે થી તમે ભણતર માં જાજી અપેક્ષા રાખી ના શકો. એટલે એમને મળતી નોકરી પણ એવી જ હોવાની. હોકી કે અન્ય રમત ના રમતવીરો ને ક્રિકેટરો જેટલી કમાણી નથી. ક્રિકેટરો તો રણજી થી લઈ ને આઇપીએલ સુધી ની અનેક સ્પર્ધાઓ માં રુપીયા કમાઇ શકે છે. પરંતુ અન્ય રમતો માં “તાળીઓ” જરૂર મળે છે પણ પૈસા નથી મળતાં.

         મેજર ધ્યાનચંદ વિશે હમણાં થોડા સમય પહેલા એક લેખ વાંચ્યો. લેખક નો પ્રશ્ન ખુબજ વેધક હતો કે કેન્વાસ ના “સ્પાઇક્સ” વગર ના જુતાં , ૫૦ રૂ. જેટલો માસિક પગાર , બ્રિટીશરો નું શાસન અને મુળભૂત સુવિધાઓ ના અભાવ વચ્ચે દેશને હિટ્લર ના દેશ માં હિટ્લર ની હાજરી માં જ હિટ્લર ની ટીમ ને ૭-૧ ગોલ થી પરાજીત કરનાર ટીમ ના સુકાની “ભારત રત્ન” ને લાયક છે કે સંપૂર્ણ સુવિધાઓ થી સજ્જ અને રુપીયા ના વરસાદ ની વચ્ચે રમતાં ક્રિકેટ્વીર ?
         હું સચીન ના યોગદાન નો વિરોધી નથી. એમના પ્રત્યે ખુબ આદર છે. પણ અન્ય રમત નાં રમતવીરો ના ભોગે જો સચીન ભક્તિ થતી હોય અને એ જો દેશભક્તિ કહેવાતી હોય તો હું દેશવિરોધી બનવાનુ પસંદ કરીશ.
         આઇપીએલ ની પહેલાં હોકી ને પ્રોત્સાહન આપવા માટે શરુ થયેલી પી.એચ.એલ. ( પ્રીમિયર હોકિ લીગ ) નુ બાળમરણ આપણા ગેડીદડો રમતાં “શ્રી ક્રુષ્ણ” નાં દેશ ના ક્રુષ્ણભક્તો ને કરાવી આપ્યું , એ ખરેખર દુખદ હતું. કોઇ ભગવદ્‍ કથાકાર હોકી જેવી રમત ની તરફ઼ેણ માં એક પણ શબ્દ બોલતો દેખાયો નથી , હા જો કે એજ ક્રુષ્ણ ની બાળલીલા ઓ માં ભાવવિભોર થઈ જનારા કથાકારો ને કદાચ “હોકી” આપણી રાષ્ટ્રીય રમત છે એ પણ યાદ નહિં હોય.

         છેલ્લે એક બેન્ક્ની જાહેરાત માં ભારત ની દોડવીર અને ગોલ્ડ મેડાલિસ્ટ મહિલા ને જોઇ. આ અત્યંત દુખી દીલ મા થોડી સાંત્વના મળી કે આજે નહિં તો કાલે , લોકો ના “હિરો” નું ચિત્ર ક્રિકેટરો સિવાય અન્ય કોઇ રમતવીર પણ હોઇ શકશે.

         Like

         1. હિટલરે ધ્યાનચન્દની હોકીને હાથમાં લઈને ફેરવી ફેરવીને જોએલી.ભાઈ આપે હૃદયની વ્યથા ઠાલવી છે.

          Like

 7. સાઈ બાબા બિચારા અંતે સામાન્ય માણસની જેમ જ મૃત્યુ પામ્યા.

  Like

  1. કોઈ જાદુ કામમાં ન આવ્યો. પ્રભુ, પાછળ રહેલાં અનુનાયીઓને શાંતિ આપે.

   Like

 8. ગુરુઓ પણ મોટાં નામવાળા ચેલાઓ પસંદ કરે. બજારનો એ નિયમ છે. જુગલભાઈએ લખ્યું જ છે કે ગાંધીજીના ગુરુ બનવા માટે કેટલાયે ગુરુઓ તૈયાર થઈ ગયા. ગાંધીજી જેવો ચેલો કોને ન જોઇએ?આવા ચેલાઓને કારણે ગુરુની મહત્તા વધે છે.
  ગાંધીજીએ ગોખલેને ગુરુ માન્યા પણ જોવાનું એ છે કે ગોખલેનો નરમપંથી અરજીઓ કરવાનો માર્ગ ગાંધીજીએ ન સ્વીકાર્યો.કોંગ્રેસનું એમણે જનતાના આંદોલનમાં રૂપાંતર કરી નાખ્યું. એ પણ ચમત્કાર જ હતો.
  બીજું ગાંધીજીએ પોતે કદી પણ મંદિરોમાં જઈને પૂજા ન કરી કે કોઇ ઉપર પોતાનું ગુરુપદ ન સ્થાપ્યુ કે આજથી તું મારો શિષ્ય…

  Like

  1. સત્ય વાત કરી,પણ મોરારીદાસ ધનના ઢગલા ઉપર બેસી ગાંધીજી બનવા નીકળ્યા છે તેનું શું કરીશું?હવે આ હરિયાણીએ ગાંધીજીની નકલ કરીને તેનો પ્રચાર એમના મળતિયા લેખકો દ્વારા કરવા માંડ્યો છે.

   Like

 9. ગુરુજી પ્રણામ [આપણા નવા નકોર પંથ નુ શુ થયું?]
  “જુઓ!! વિચારવા ઉપર એક ઓર પ્રતિબંધ”
  સરસ લેખ, સુંદર પ્રતિભાવ ખાસ દર્શિતભાઈ, દીપકભાઇ, મીતાબહેન, જુગલભાઈ,ધવલભાઇ, લેખ-પ્રતિભાવો વાંચી કમસેકમ વિચારવાયુ તો જરૂર ઊપડે, આવી સરસ મજાની ચર્ચા થતી હોય ત્યારે”વાઘ”અશોકભાઈ ની કમી જરૂર જણાય,
  મે જાસૂસો દ્વારા ખાનગી રાહે તપાસ કરાવી તો જાણવા મળયુ કે “વાઘ” હમણાં “હોમમીનીસ્ટર”ના આદેશ થી બટાકા ની ચિપ્સ,વેફર,અથાણાઓ વગેરે વગેરે ખાધ સામગ્રી ના “શિકાર”માં છે.

  Like

  1. વાઘજીની ગેરહાજરી સાલે છે.વાઘ અને ચિપ્સનો શિકાર?અહિંસક દેશનું શું થવા બેઠું છે?હા!હા!હા!હાઆઆઆઅ!!

   Like

   1. હોમ મિનિસ્ટર સામે ભલભલા વાઘોની વાઘાઈ નીકળી જતી હોય છે. આમ તો એવું છે કે ગૉળ ખાય તે ચોકડાં પણ ખમે. એ બધી અંદરની વાત ગણાય. શકીલભાઈ, તમે પણ આઘા જ રહેજો.

    Like

    1. દીપકભાઈ નમસ્કાર, તદ્દન સાચી વાત મે દૂર રહેવાના તમામ ઉપાયો અજમાવી જોયા છે ભલભલાં મુંછે તાવ દેતા ભાયડા[વાધ] “હોમમિનિસ્ટર” સામે પુછળી પટપટાવે,તો હું “સસલો” એમાં થી કેમ બાકાત રહી શકું,[મને લાગે છે વાધ બધો શિકાર પડતો મુકી અહી તરાપ માર સે!]

     Like

      1. કોને ખબર, શકીલભાઇ ડબલ-ક્રોસ કરતા હોય, હોમ મિનિસ્ટરવાળી વાત જલદી ગળે ઊતરે એવી છે એટલે એમણે ચલાવી હોય. અને ખરેખર વાઘ છલાંગ મારવા માટે ‘કમાન’ બનવાની તૈયારીમાં હોય! ભૂપેન્દ્રસિંહભાઈ, ચેતજો, વાઘથી અને એના મિત્રથી!

       Like

        1. દીપકભાઈ,ગુરુજી, નમસ્કાર વાઘ સાથે સસલાની દોસ્તી પાકી,પણ આ ડબલ-ક્રોસ વાળી વાત ??? ગુરુજી આપ પણ !!

         Like

 10. ઈસ મુલકમેં બે વકૂફોંકી કમી નહિ ગાલિબ
  એક જો ઢુંઢતે હં તો હઝાર મિલતેહૈં

  Like

   1. “બેવકૂફી” પણ સાપેક્ષ હોય છે ! કયો વિષય છે અને એને કઈ દૃષ્ટિથી, કોણ મૂલવે છે તેના પર ઘણો મદાર રહેલો હોય છે.

    આ લેખની આખી ચર્ચા ‘દૃષ્ટિકોણ’ને આધારે જ ચાલી છે…ને હવે આવું વિશેષણ અહીં વપરાતાં જ આખી ચર્ચા ધોવાઈ જાય તેવો ભય છે !!

    કોઈનાય દૃષ્ટિકોણ માટે આવું આકરું વિશેષણ વાપરવાથી વાત તંદુરસ્ત રહેતી નથી – વૈજ્ઞાનિક તો તે નથી જ રહેતી.

    Like

    1. સત્ય સાપેક્ષ હોય છે તેમ બેવકુફી પણ સાપેક્ષ હોય.યજ્ઞોથી વરસાદ આવી પણ શકતો હોય અને ના પણ આવી શકતો હોય.સદાચરણ,સત્ય,અહિંસા,ચોરી ના કરવી બધું અધર્મ પણ હોઈ શકે અને બેન્કો ખાઈ જવી,ડુંગળી લસણ ના ખાવા,ટીલા ટપકા કરવા,મંદિરો બાંધવા,લોકોને ડરાવી શોષણ કરવું આ બધું ધર્મ પણ હોઈ શકે.સત્ય સાઈ જેવા મદારીઓમાં વિશ્વાસ રાખવો તે સાચો દ્રષ્ટિકોણ હોઈ પણ શકે.ભૌતિકવાદને ગાળો દેતાદેતા મર્સીડીઝમાં ફરવું તે પણ સાચો ધર્મ હોઈ શકે.ખાલી બેટ ઘુમાવનારને ભારતરત્ન બનાવી દેવાની માગણી કરવી તે દ્રષ્ટિકોણ પણ સાચો હોઈ શકે.વેદોમાં બધુજ છે પણ આપણે દયા કરીને બધું જ્ઞાન ઉછીનું લઈએ છીએ અને બધું એમને શોધવા દઈને વાપરીએ છીએ તેવું પણ બની શકે.વેદો ગહન પણ હોઈ શકે અને સીધા સાદા સરળ પણ હોઈ શકે.બધું સાપેક્ષ જ છે.ખાલી પ્રકાશની ગતિ સત્ય છે.

     Like

     1. ક્યા બાત કહી સરજી ,…
      ઘણાં સમય પહેલાં આવા જ એક મુદ્દે એક “લસણ- ડુંગળી” ના ખાનારા ( ફ઼ક્ત દુનિયા સામે ) મિત્ર સાથે ચર્ચા થઈ.
      મેં એમને “ઓશો” ની ભાષા માં સમજાવેલું કે કોઇ ને મારી નાખવું એ ગુનો છે, પણ એજ કામ સેનાનો જવાન કરે છે ત્યારે એ ગુનો નથી. “મોરાલિટી” એ “વેરિએબલ” છે, જે મારા મતે “મોરલ” છે તે આપના મતે “ઇમ્મોરલ” હોઇ શકે છે. :)) એવું જ દ્રષ્ટીકોણ નું છે.
      એક શાયર નો શેર કહિશ.
      “મેરી આવાઝ હી પર્દા હૈ મેરે ચેહ્‍રે કા,
      મેં હૂં ખામોશ જહાં, મુઝે વહીં સે સુનિએ.”

      Like

 11. Ju.kaka/Dipakbhai/Bhupendrasinhji’s discussion on Veda as quite a parallel in cartoon movie – Kung Fu Panda. They kung fu warriors made a big halo around a magic scroll in possession of a master. When one warrior had found that scroll, it was blank. He didn’t understand at first. Then, he realized that “emptyness” is what the greatness is. It is the person who is source of magic and not that scroll.

  Like

 12. અહી વધારે કહેવા નથી માંગતો એક તો સંસ્કૃત ભાષાનુ અપર્યાપ્ત જ્ઞાન અને વેદ વિશે અને વેદીક શિક્ષણ અને તક્ષશિલા વિદ્યાલયમાં ચાલતા અભ્યાસ ક્રમની માહિતી સદંતર અભાવ જે અહી કોમેન્ટ મા ટપકાવવુ એટલે યુગો ને એક ક્ષણ બનાવવી તેટલુ કઠીન છે. વેદોમાં દરેક વિષયની ટુંકાક્ષરી કે મિતાક્ષરી માહિતિ જ આપી છે તેના ઉંડાણમા જવા અનેક પુસ્તક અને ગ્રંથ ઉપલબધ હતા અને છે. જ્યારે રુબરુ મળશુ ત્યારે વેદ વિશેની અને ભારત વિશે ભ્રામક માન્યતા ના વૈજ્ઞાનિક ઢબે છેદ ઉડાડી શકીશ અસ્તુ

  Like

 13. બાપુ થોડું નવું અને વિચારતાં કરી દે એવું બધી કોમેન્ટો પણ લાજવાબ ખાસ કરીને બ્લોગમાં પણ… આપના અમુંક લેખમાં બોલે એના બોર વેચાય… અમુંકમાં મારા જેવાં માટે ન બોલવામાં નવ ગુણ હહાહાહા

  જ્ઞાન અને વિજ્ઞાન અપડેટ થવું જ જોઇએ જેમ કે કોઇ બળેલી વ્યક્તિને પહેલા ગોદડા અને કપડા દ્વારા ઠારવું એ વિજ્ઞાન હતું જ્યારે આજે બળેલા પર પાણી નાખવું એ વિજ્ઞાન છે… જાણીને નવાઇ લાગશે આ વાત હજુ પણ ગામડામાં ઘણા લોકો માનવા તૈયાર નથી… બાકી તો અમુલ્ય લાકડા બાળવાથી ન તો વરસાદ વરસે ન તો કુદરત પ્રશન્ન થાય…અહી મોટા ભાગનાઓમાં વિજ્ઞાનને વખોડવાની માનસિતા ઘર કરી ગઇ છે

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s