અણ્ણા હઝારે(આજીવન યોદ્ધો).

અણ્ણા હઝારે(આજીવન યોદ્ધો).
 ૧૯૬૨મા ભારત ચીન વચ્ચેના યુદ્ધ સમયે સરકારે અપીલ કરી યુવાનોને સૈન્યમાં જોડાવા અને અણ્ણા હઝારે ૧૯૬૩મા સૈન્યમાં જોડાઈ ગયા.બસ ત્યારથી આજસુધી આ આજીવન યોદ્ધો બસ લડતો જ રહ્યો છે,પહેલા સૈન્યમાં દેશના દુશ્મનો સામે બંદુક લઇ અને પછી દેશના અંદરના ભ્રષ્ટાચારી દુશ્મનો સામે ગાંધી ચિંધ્યા માર્ગે.લગ્ન કરી કુટુંબ વસાવી રોટી કમાવાની ચિંતામાં આ દુશ્મનો સામે લડવામાં ઉણાં ઊતરવાનું પાલવે નહિ તો લગ્ન જ ના કર્યા.૧૫ વર્ષ સૈન્યમાં રહ્યા.સિક્કિમ.ભૂતાન,જમ્મુ કાશ્મીર,મિઝોરમ,લેહ અને લડાખ પડકારજનક હવામાનમાં ફરજ નિભાવતા રહ્યા.
  માનવજીવનને નડતા પાયાના પ્રશ્નોને લઈને એક સમય એવો આવ્યો કે કોઈ ઉપાય જડતો નહોતો તો આત્મહત્યા કરી નાખવી તે હદ સુધી પહોચી ગયા અને બે પાનાનો નિબંધ પણ લખી નાખ્યો કે હવે મારે જીવવું નથી.ભારતના સદનસીબે દિલ્હીના રેલ્વે સ્ટેશને ઉભા હતા અને સ્વામી વિવેકાનંદનો ફોટો ધરાવતું  પુસ્તક જોયું.સ્વામીજીનો ભવ્ય ફોટો પ્રેરણા  બન્યો,પુસ્તક ખરીદ્યું વાંચ્યું અને આજે આપણને એક સારો દેશ સેવક આજે ઉપલબ્ધ થયો છે.
૧૯૬૫મા ભારત પાક વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે હઝારે ખેમકરણ બોર્ડર ઉપર લડતા હતા.એક ગોળી આવી માથા ઉપરથી ચાલી ગઈ.હઝારેને થયું કે જીવ બચી ગયો! કે કોઈ હેતુ જરૂર હોવો જોઈએ જીવન બચવાનો.ત્યારથી પ્રતિજ્ઞા લઇ લીધીકે હવેનું જીવન માનવસેવામાં વીતાવીશ.સ્વામી વિવેકાનંદના વિચારો અને શિક્ષણ વડે પ્રભાવિત હઝારેએ વિચાર્યું કે કુટુંબ વસાવી સમય બરબાદ કરવો નથી.આજીવન કુંવારા રહ્યા.તે સમયે સૈન્યમાં જોડાયે ફક્ત ત્રણ વર્ષ થયા હતા.બીજા ૧૨ વર્ષ સૈન્યમાં રહ્યા,પેન્શનના હકદાર બન્યા જેથી કોઈના આધારિત રહેવું ના પડે,સ્વૈચ્છિક રીટાયર થઈને પોતાના વતન રાલેગાંવ સિદ્ધિ (અહમદનગર જિલ્લે)   આવી માનવસેવામાં લાગી માનવધર્મ અપનાવી લીધો.
રાલેગાંવમાં ઉનાળામાં પીવાના પાણીની ખુબ તકલીફ હતી.પુના નજીક સાસ્વાદમાં વિલાસરાવ સાલુંકે વોટર મેનેજમેન્ટ નામના પ્રોજેક્ટ થકી પાણીનું ટીપે ટીપું બચાવી પાણીનો પ્રશ્ન હલ કરતા હતા.આ પ્રોજેક્ટ હઝારે એમના ગામમાં લઇ આવ્યા.એના વડે ૩૦૦ ને બદલે ૧૫૦૦ એકર જમીનને ખેતી લાયક પાણી મળ્યું,પાણીનું તળ ઊંચું આવ્યું અને પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો.ગામડાના લોકોને એકતાના પાઠ ભણાવ્યા.લોકો જાતે મજુરી કરી,સ્કુલ અને હોસ્ટેલ બાંધે.સમૂહ લગ્નો,અનાજ બેંક,ડેરી અને સહકારી સોસાયટી વગેરે અનેક સંગઠનો રચ્યા.કોન્ક્રીટના જંગલોને બદલે એક આદર્શ માનવી પેદા કરવો તે એમનો મૂળ મંત્ર છે.ગાંધીજી પણ આવું જ કહેતા હતા.આજે રાલેગાંવ સિદ્ધિ એક આદર્શ ગામ બન્યું છે,જ્યાં પ્રવાસીઓ એને જોવા આવે છે,વિદ્યાર્થીઓ એમની પીએચડી ડીગ્રી આ ગામ ઉપર લખે છે.
 ૧૯૯૧મા અણ્ણાએ ભ્રષ્ટાચાર વિરોધી જન આંદોલન શરુ કર્યું.૪૨ જંગલ ખાતા અધિકારીઓ વિરુદ્ધ પુરાવા એકઠા કરી રજુ કર્યા.પણ એક પ્રધાન ખુદ એમાં સંડોવાયેલા હતા.સરકરે કોઈ પગલા લીધા નહિ.નિરાશ અણ્ણાએ પદ્મશ્રી એવોર્ડ અને રાજીવ ગાંધીએ આપેલો વૃક્ષ મિત્ર એવોર્ડ પાછો આપી દીધો.અણ્ણા ઉપવાસ ઉપર ઊતરી ગયા.સરકાર જાગી ૬ પ્રધાનોના રાજીનામાં લઇ લીધા,જુદી જુદી સરકારી ઓફિસોમાંથી ૪૦૦ અધિકારીઓ ઘર ભેગા કરી દીધા.આ સફળતા પુરતી નહોતી અણ્ણાએ Right to Information Act.માટે કેમ્પેન ઐતિહાસિક આઝાદ મેદાનથી ૧૯૯૭મા શરુ કર્યું.ફરી અણ્ણા ઉપવાસ ઉપર  ઉતર્યા જુલાઈ ૨૦૦૩મા.૧૨ દિવસના ઉપવાસના અંતે ભારતના રાષ્ટ્રપતિએ Right to Information Act.ડ્રાફ્ટ ઉપર સહી કરીને સ્ટેટ ગવર્નમેન્ટને ૨૦૦૨ થી અમલ કરવા આદેશ આપ્યો.આ ડ્રાફ્ટ   National  Right to Information Act-2005 માટે મૂળ દસ્તાવેજ બન્યો.૨૦૦૫થી આ કાયદો અમલમાં આવ્યો.આ કાયદા માટે લોકોમાં જાગૃતિ આવે તે માટે અણ્ણા રોજ બે થી ત્રણ સભાઓ સંબોધતા,એક લાખ વિદ્યાર્થીના સંપર્કમાં આવ્યા અને મફતના ભાવે માહિતી પુસ્તકો વેચ્યા.
અણ્ણાને  પદ્મશ્રી,પદ્મભૂષણ, Care International of the USA,Transparency International, Seoul (South Korea) જેવા એવોર્ડ અને ૨૫ લાખ રૂપિયા મળ્યા.“મારું પોતાનું ઘર છે ગામમાં પણ હું ૩૫ વર્ષથી અંદર ગયો નથી.મેં કરોડોની યોજનાઓ પૂરી કરી છે પણ મારું કોઈ બેંક બેલેન્સ નથી.”આ છે અણ્ણા હઝારેના શબ્દો.અના હઝારેનું એક સ્વપ્ન છે “ભ્રષ્ટાચાર વિહોણો દેશ” શું શક્ય બનશે ખરું??
લોક્પાલબીલ પાસ કરે તો પ્રજાના સેવકો સ્વીસ બેન્કમાં પૈસા કઈ રીતે મુકે?પહેલા લાખોમાં કરપ્શન થતું હતું,પછી કરોડોમાં થવા લાગ્યું.ત્યાર પછી હજાર કરોડમાં અને હવે તો લાખ કરોડમાં થવા લાગ્યું છે.
સવારે ઉઠીને નાહી ધોઈ ભગવાન આગળ પ્રસાદ ધરાવી આપણે ભ્રષ્ટાચારની શરૂઆત કરીએ છીએ,એના પાઠ ભણીએ છીએ,બાળકોને જિન્સમાં વારસામાં આપીએ છીએ.”કરપ્શન ઈઝ સર્ક્યુલેટેડ ઇન અવર બ્લડ”.
Advertisements

26 thoughts on “અણ્ણા હઝારે(આજીવન યોદ્ધો).

 1. અણ્ણા હઝારેએ જે સિદ્ધ કર્યું છે એ એક અર્થમાં જેપીની મૂવમેન્ટ્થી પણ આગળ જાય છે. જેપીએ જબ્બર પ્રયાસ કરીને સંપૂર્ણ ક્રાન્તિની વાત કરી. પરંતુ સરકાર્ને બદલાવીને એમનું આંદોલન અતકી ગયું એમની જનતા પાર્ટી એ વખતે એમને સાથ આપનારા પક્ષોના વિલયથી બની હતી, જેપી મૂવમેન્ટમાં ઇન્દિરા વિરોધી રાજકીય પક્ષોનું પ્રભુત્વ રહ્યું અને ઇમર્જન્સી લાગુ કરાઈ ત્યારે જનતા પાછળ હટી ગઈ.
  અણ્ણા હઝારેનું લક્ષ્ય માત્ર લોકપાલ વિધેયક લાવવાનું, ભ્રષ્ટાચારને નાબૂદ કર્વાનું રહ્યું. એમણ રાજકીય પક્ષોને દુર રાખ્યા, માત્ર ‘એકલો જા ને રે’ ની તાકાત થી જનતા પર જ ભરોસો રાખ્યો.
  ખરૂં જોતાં એમણે ધર્મનો મર્મ પણ સમજાવ્યો છે. એમનું વ્યક્તિગત જીવન જોઇએ તો ત્યાગ એટલે શું તે પણ સમજી શકાય. આઝાદી પછીના ભારતમાં આવા બીજા અકિંચન નેતા ઇન્દુચાચા (ઇન્દુલાલ યાજ્ઞિક) હતા. એમણે ઘરેથી લાવેલા દાળિયામમરા ખાઈને મહાગુજરાત આંદોલન ચલાવ્યું. આજે ગુજરાતમાં કદાચ એ ભૂલાઈ ગયા છે.
  અણ્ણા હઝારે ને સલામ.

  Like

  1. આવા મતભેદો મીડિયાનું ક્રીએશન છે.ગઈકાલે NDTV પર બરખા દત્ત એક કાર્યક્રમનું સંચાલન કરતી હતી. નીરા રાડિયા યાદ હશે જ.
   શાંતિભૂષણના પુત્ર હોવાથી પ્રશાંત ભૂષણને લીધા? હાસ્યાસ્પદ. મીડિયા તૈયાર છે ખોટા વિવાદ ઊભા કરવા> કોના લાભ માટે?

   Like

 2. અણ્ણા હજારે ને સલામ!
  અહીં એક વાત જોડવી જરૂરી છે કે અણ્ણા હજારે ના પ્રયાસોં થી રાલેગણ સિદ્ધી (કદાચ વિશ્‍વ નુ) એક એવુ ગ્રામ બની શક્યુ છે જ્યાં તમાખુ અને તમાખુ ના કોઈ પણ ઉત્પાદ વેચાતા નથી.
  પણ મારાં મન માં એક શંકા છે કે જે દેશ માં ભ્રષ્ટાચાર નસ નસ માં વ્યાપ્ત થઈ ગયો હોય ત્યાં હજારોં અણ્ણા ભેગા થઈ ને પણ દેશ માં થી ભ્રષ્ટાચાર મિટાવી શકશે!!!

  Like

  1. પહેલું તો મારું કામ થઇ જશે તો સત્ય નારાયણની કથા કરાવીશ તેવી બાધાઓ રાખવાનું બંધ કરવું પડશે.તો લોકોની નસ નસમાંથી ભ્રષ્ટાચાર દૂર થશે.બાકી કોઈ અન્ના બચાવી નહિ શકે.

   Like

 3. Dear brother,
  Here, frankly speaking i believe that even hundred Annas Hazares and thousands Lok Pal bills can not change the mentality of Indian people. Now what it is happening is similar to cricket euphoria and media hype. we have all the kanuns or laws, nothing is working. for example we have provisions up to death sentence for murder,but still culprits are moving freely.we have anti dowary act,Anti corruption laws,CBI and so on. Laws or Bills can not help, nothing seems to be working. It is the people who have to change. Are those people standing at Junter Munter or supporting Anna from all over the country prepared to change.I do not at all consider this a Victory of Anna or the common country men. Is justice available to such people ? There is no element of surprise in people supporting Anna. I, we, all want corruption free India. What is new about it. Why this media hype.A guy who is uneducated and spends crores of ruppes to win MP or MLA seat will not let you go free. First, there was no declaration of assets of the political-election candidates.Then it was made compulsory.So what,now they are happily coming forward and declaring the details of their assets.Situation remained the same. Even RTI act is useless, no result. So we have to change the mind set and the system of democracy to get rid of social evils. But Anna’s life can inspire many people. Now a days such people are not born. May God bless him with long long life and good health. If people change we do not need any laws or bills. And under the circumstances when money making has become the supreme goal of everyone’s life no such agitation will work.

  Like

  1. કડવું સત્ય ઉચ્ચાર્યું.કાયદા તો બધા છે જ ને?પાળે છે કોણ?હવે ભ્રષ્ટાચાર જાહેર કરવો એવો કાયદો કરશો તો આ લોકો હોંશે હોંશે મેં આટલા ખાધા,આટલી લાંચ લીધી એવું જાહેર કરશે.કોઈ શરમ નહિ નડે.

   Like

 4. માત્ર લોકપાલ બીલથી ભ્રષ્ટાચારમુક્ત દેશ નહી થઈ શકે. એ માટે દરેકેદરેક નાગરિકે પ્રતિજ્ઞા કરવી જોઈએ કે આજથી કદી લાંચ લઈશ નહી અને લાંચ કદી આપીશ નહિ. તો અણ્ણાએ જે લડત ઉપાડી છે એ સાર્થક ગણાશે.

  Like

   1. માનસિક્તા બદલવા માટે નવી પેઢી પાસેથિ જ અપેક્સા રાખી શકાય. બાકી મને જુની કે હાલની પેઢી પાસેથી વધુ કોઈ આશા નથી. ઉગતા ફુલોને સારી રીતે સમ્વર્ધિત કરીએ એ જ નક્કર અને પરિવર્તંકારી રસ્તો બની શકે.

    Like

 5. આપણા દેશને તો આવા હઝારો હઝારેઓની જરૂર છે. પણ જ્યાં લાખો ભ્રષ્ટાચારીઓ હોય ત્યાં સફળતા મળશે ખરી પણ ઘણી મહેનત માગી લેશે. આપણે તો ભગવાનને પણ લાંચ આપીએ છીએ કે મને અમુક ફળ આપશે તો સત્યનારાયણની કથા કરાવીશ. પછી બિચારા સરકારી કર્મચારીઓનું શું ગજું? ચુંટણી આવે એટલે પ્રધાનશ્રી બધા ખાતાઓના વડાઓને તાકીદ કરી દે કે કોણે કેટલા પૈસાની સગવડ કરવાની છે. તેઓ તેમના હાથ નીચેના અધિકારીઓના ક્વોટા બાંધે. આમ છેવટે તો સૌથી નાના કર્મચારીએ જ પૈસા ઉઘરાવવાના હોય. તે ક્યાંથી લાવે? રુશ્વત લઈને જ તો!

  Like

   1. આપની વાત સાથે સંમત છુ, નસીબમાં હશે તે મળશે અને મારા શિવજી કયારેક ત્રીજી આંખ ખોલશે ને બધાને ભષ્મ કરશે તેવી નિરર્થક માનસિકતા ત્યાગવી પડશે. ક્રાંતિ કયારેય શાંત નથી હોતી, ક્રાંતિ તો બલિદાન માંગે જ અને આપવા પણ તૈયાર રહેવુ પડે. બેઠા-બેઠા માળા જપવાથી કોઇ ઉધ્ધાર નહી થાય. આગળ વધીને વિરોધ કરવાની હિંમત કેળવશો તો બધુ શકય છે.

    – દર્શિત

    Like

  1. આપણે ભગવાનને લાંચ નથી આપતાં, તેમનો પાડ માણીએ છીએ. આ બે વાત સરખાવી ના શકાય. લાંચ એ છે જે આપ્યા વગર કામ ના પતે, કામ કરતાં પહેલાં માંગવામાં આવે. સરકારી કર્મચારીને આપણે રાજીખુશીથી નથી કહેતાં કે કામ કરીશ તો મીઠાઈનું ખોખું આપીશ, ઊલટો તે ખોખું મળશે તો જ કામ કરશે તેવી શરત મૂકે છે, માટે તે લાંચ છે. ભગવાનને પ્રસાદ ચઢાવવો કે સત્યનારાયણની કથા કરાવવી તેને લાંચ ના કહેવાય. આપણે આપણી માનસિકતા અને વિચારસરણી બદલવાની જરૂર છે, તો જ ભ્રષ્ટાચાર સામે લડત લડી શકીશું.

   Like

   1. સત્યનારાયણની કથામાં ‘ભક્ત’ પહેલા માંગણી કરે છે અને તે સફળ થયા પછી કથા કરાવવાનું ભૂલી જાય છે તેથી ભગવાન તેને શિક્ષા કરે છે. આમાં પાડ માનવાની વાત ક્યાં આવી?

    Like

 6. good artile Bhpendra bhai. loved it. looking at people’s uneasy feeling of if chnages would occur or not is so right place.

  It sounds a much much bigger deal to me than shree Ram had to kill Ravan, the Rakshas; as there is not only one ravan we have multi millions rakshas and only one Anna hazzare. I donot know how bigger is his team. I am not at all familliar with all current stuff as I have been out of country such a long time.
  I do believe in one thing that “The Truth wins” thx keep me posted.

  Like

 7. અણ્ણા હઝારે,ખૂબ સુંદર આલેખન, માનવસેવા-માનવધર્મ ની ભેખ લઈ ચાલનાર સાચો દેશભક્ત,ધર્મ અને રાજકારણ ને દૂર રાખી ફક્ત ને ફક્ત દેશદાઝ સાથે કુચ કરનાર આ યોદ્ધા ને હજારો સલામ,
  આજે દેશદાઝ જવલ્લેજ જોવા મળે છે,મારું કામ થાય છે બાકી બધું જાય ચૂલામાં, આ ભાવના સાથે આપણું કામ કઢાવવા લાંચ દેવા તૈયાર,ચિરાગભાઈ ની વાત ખૂબ ગમી
  “દરેકેદરેક નાગરિકને પ્રતિજ્ઞા કરવી જોઈએ કે આજથી કદી લાંચ લઈશ નહી અને લાંચ કદી આપીશ નહિ”
  દેશદાઝ ની ચિનગારી ભેલી મળી મશાલ બને અને એ ભડકો દેશ ને કંઈક નવી જ રાહ પર લાવે, સાચે જ એક “ક્રાંતિ” ની દેશ ને સખત જરુરત છે,
  આપ આમ જ કલમ થી ચિનગારી પેટાવતા રહો જરુર મશાલ બનશે.

  Like

  1. અહિં તો રોજે રોજ વફાદારી બદલનારાઓ છે, લાભ જણાશે તો અન્નાજી જીંદાબાદ અને નોકરી મેળવવામાં કે એડમીશન મેળવવામાં આજ લોકો સામે ચાલીને લાંચ આપતા નહિં અચકાય, રેલ્વેમાં રિઝર્વ કોચમાં જગ્યા માટે ટિકીટ ચેકરને અપાતી રકમને શું કહેવી ? વગર લાયસંસે ડ્રાઈવીંગ કરતા પકડાય ત્યારે આપણે શું કરીએ છીએ ? અદાલતમાં સાચુ જ બોલવાની શપથ લેનાર બંન્ને પક્ષકારો શું સાચું જ બોલે છે ? ભ્રષ્ટ આચરણ એજ ભ્રષ્ટાચાર કહેવાય છે એવું આ લબરમુછીઆઓને કોણ સમજાવશે ? ઘેંટાના ટોળાઓ જેવા આ વિદ્યાર્થીઓનાં ટોળા જોઈને હરખાવા જેવુ નથી અન્નાજી, મગરમચ્છ જેવી ચામડી અને શેતાન જેવું મગજ ધરાવનાર આ રાજકારણીઓ ને નાથવા હોય તો આપણે સૌએ પહેલા સુધરવું પડશે . એવું માનો છો ?

   Like

 8. ટી.વી ઈન્ટરવ્યું મો જોયું અને સોભ્લ્યું , એક ચેનલ વાળાએ શરદ પવારના
  એન .સી .પી. ના એક પ્રવક્તા નું , કહેવું છે કે શરદ પવારે તો ચુંટણીઓ જીતીને
  બતાવી છે , અને બહુજ મોટી મેજોરીટી થી જીતી છે , તેઓ કહેછેકે. જો અન્ના હજારેમો
  તાકાત હોય તો શરદ પવાર સામે ચુંટણી જીતીને બતાવે .આ એક ભ્રસ્ટ નેતા નાં
  વખાણ કરતા તેમના આ મંત્રી અન્નાજીને ચેલેન્જ કરતાહતા, આપણા,દેશની પ્રજામો
  .અજ્ઞાનતા ,અને ગરીબીનો લાભ,લઇ ,ચુંટણી જીતી બતાવી એ, કોઈ મર્દનું કામ નથી .
  એવું હું માનું છું , કે દેશ ની ,ની પ્રજાની ભલાઈ કે સેવાનું કામ નથી,તેમના સ્વાર્થ માટે
  નાણોથી, અજ્ઞાન ,અને ગરીબો નાં વોટ ખરીદી ને ચુંટણી જીતે છે .,અને અન્ન જી ને
  તેમના થી ઉતરતી કક્ષા નાં ગણે છે .સામાન્ય માણસ ગણે છે . આ છે આપણા દેશ મો
  નેતાઓની કામગીરી ,
  અહી તો ગોંધી દર રોજ હણાય છે

  Like

 9. દેશનાં દરેક નાગરિકે જેમ ક્રિકેટ વર્લડકપ વખતે જે ગાંડપણ એકતાનું બત્તાવ્યું , તેવુંજ ગાંડપણ એકતાનું અગર અણ્ણા હઝારે નાં દરેક આંદોલનો પર બતાવે તો ઘણુબધું સાર્થક થઈ શકે.

  ડૉ. સુધીર શાહ

  Like

 10. ” સવારે ઉઠીને નાહી ધોઈ ભગવાન આગળ પ્રસાદ ધરાવી આપણે ભ્રષ્ટાચારની શરૂઆત કરીએ છીએ,એના પાઠ ભણીએ છીએ,બાળકોને જિન્સમાં વારસામાં આપીએ છીએ.”કરપ્શન ઈઝ સર્ક્યુલેટેડ ઇન અવર બ્લડ ”
  અન્નાજીની લડત અંગે કોઈને વાંધો ના હોય, જો હોય તો તે એવા લોકો દ્વારા હોય જેઓ ભ્રષ્ટાચારી હોય , પરંતુ જેમ એકલા “શેશાન” એ ચુટણી પ્રક્રિયાને કાયદા મુજબ ચાલતી કરી તેવુ અન્નાજી કરી શકશે કે કેમ ? એ શંકા છે, કારણ કે…………….
  1 ] જે વિદ્યાર્થીઓ તેમના સાથે જોડાયા છે તેઓ ફક્ત પોતાના પિતા,ભાઈ, કુટુંબીઓને જો ભ્રષ્ટાચારથી મુક્ત કરે તો 80% ભારત ભ્રષ્ટાચારથી મુક્ત થઈ જાય.
  2 ] જે વિદ્યાર્થીઓ શટલ રીક્ષા કે જીપમાં ઘેંટા બકરાની જેમ ભરાઈને રોજ સ્કુલે કે કોલેજમાં જાય છે તેઓએ પહેલા લોકોની સુખાકારી માટે લડવુ જોઈએ અને એને દુર કરવું જોઈએ.
  3 ] જે સ્કુલ કે કોલેજમાં તેઓ ભણે છે તેમના દ્વારા થતા ભ્રષ્ટાચારની સામે કોણ અન્નાજી લડે તેવું તેઓ ઈચ્છે છે ?
  4 ] રોજે રોજ , ડગલે ને પગલે ભ્રષ્ટાચાર આચરતા મા-બાપ ,ભાઈ-બહેન , અને કુટુંબકે મિત્રો દ્વારા થતા અનુભવો શું શીખવે આ યુવાનોને ?.
  5 ] આજના યુવાનો ખરેખર અન્નાજીને સાથ આપવા માંગતા હોય તો ગઈ ગુજરી ભુલીને ફક્ત પોતે હવે પછી ભ્રષ્ટાચાર નહિ કરે કરે કે કરવા દેવા પ્રતિબધ્ધ થાય તો ખરેખર ભ્રષ્ટાચાર હટી જાય. શું આ તેઓ કરી શકશે ?
  6 ] આખરે ભ્રષ્ટાચાર દુર કરવાની વાત કોઈને કહેવા કરતા પોતાના આચરણથી એ સાબિત કરવાની હોય તો એ આજના રાતોરાત ,વગર મહેનતે કાર, બંગલાની સ્વપ્નસેવી યુવા પેઢી કરી શકશે ?

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s