હું છું દ્રવિડિયન,હરપ્પન અને આર્યન કે માનવ?

  

 હું છું દ્રવિડિયન,હરપ્પન અને આર્યન કે માનવ?

પ્યારા મિત્રો અગાઉનો લેખ વાંચી ઘણા બધા મિત્રોને ખ્યાલ તો આવી ગયો હશે કે આખી દુનિયામાં માનવજાત મૂળ આફ્રિકાથી ફેલાઈ છે. સમયની બાબતમાં થોડો ફેરફાર હશે પણ માનવજાતનું માઈગ્રેશન આફ્રિકાથી શરુ થયું તે બાબતમાં કોઈ શક નથી, અને સૌથી પહેલો માનવ ભારત આવીને સુસંસ્કૃત થયો તેમાં પણ મતભેદ હોઈ ના શકે. સૌથી પહેલી સંસ્કૃતિ અહી વિકસી તેમાં પણ મતભેદ હોઈ ના શકે. જુદા જુદા સમયે જુદા જુદા જિન્સ માર્કર ધરાવતા લોકસમૂહ ભારત આવ્યા, પણ બધાનું મૂળ તો એકજ હતું. લડી ઝઘડી ભેગા થઈને એક મહાન સંસ્કૃતિ ઉભી થઇ હતી. હા! તો મિત્રો મારો માર્કર છે M17 અને તેના વિષે નેશનલ જિયોગ્રાફીનો જિનોગ્રાફ પ્રોજેક્ટનો રીપોર્ટ શું કહે છે તે વાંચો, Your Y-chromosome results identify you as a member of haplogroup R1a1 (M198).The genetic markers that define your ancestral history reach back roughly 60,000 years to the first  common marker of all non-African men, M168, and follow your lineage to present day, ending with  M17, the defining marker of haplogroup R1a1 (M198).If you look at the map highlighting your ancestors’ route, you will see that members of haplogroup  R1a1 (M198) carry the following Y-chromosome markers: M168 > P143 > M89 > L15 > M9 > M45 > M207 > M173 > SRY10831.2 > M17 Your genetic trail ends with a marker that arose between 10,000 to 15,000 years ago when a man of  European origin was born on the grassy steppes in the region of present-day Ukraine or southern  Russia.His descendents became the nomadic steppe dwellers who eventually spread as far afield as India  and Iceland. Archaeologists speculate that these people were the first to domesticate the horse,which would have eased their distant migrations.In addition to genetic and archaeological evidence, the spread of languages can also be used to  trace prehistoric migration patterns. Your ancestors, descendants of the Indo-European clan, may be  responsible for the birth and spread of Indo-European languages. The world’s most widely spoken  language family, Indo-European tongues include English, French, German, Russian, Spanish,several Indian languages such as Bengali and Hindi, and numerous others. Many of the  Indo-European languages share similar words for animals, plants, tools, and weapons.Some linguists believe that the Kurgans, nomadic horsemen roaming the steppes of southern Russia  and the Ukraine, were the first to speak and spread a Proto-Indo-European language, some 5,000 to10,000 years ago. Genetic data and the distribution of Indo-European speakers suggest the  Kurgans, named after their distinctive burial mounds, may have been descendents of M17.Today a large concentration—around 40 percent—of the men living from the Czech Republic across the steppes to Siberia, and south throughout Central Asia are descendants of this clan. In India  around 35 percent of the men in Hindi-speaking populations carry the M17 marker, whereas the  frequency in neighboring communities of Dravidian speakers is only about ten percent. This  distribution adds weight to linguistic and archaeological evidence suggesting that a large migration from the Asian steppes into India occurred within the last 10,000 years.

ઈરાનના પશ્ચિમ ભાગમાં ભાગ્યેજ જોવા મળતો આ માર્કર પૂર્વ ઈરાનમાં ૩૫ ટકા લોકોમાં જોવા મળે છે. શ્રી દીપકભાઈ ધોળકીયાને  કોણ નહિ ઓળખાતું હોય? મને તો હજુ એમનો ઘેઘુર અવાજ આકાશવાણીનાં સમાચાર વાચતા તે કાનમાં ગુંજે છે.સૌમ્ય પણ સ્પષ્ટ એમના જેવું  કોણ લખે છે? એમનું શુ કહેવું છે તે હવે વાંચો.
પ્રિય

ભૂપેન્દ્રસિંહભાઈ, તમારો genetic history વાંચ્યો. Fascinating and Fantastic! મઝા આવી. આનો અર્થ એ થાય છે કે યુરોપ બાજુથી પણ અહીં સ્થળાંતર થયું છે. એટલું જ નહીં, વેસ્ટ એશિયા (મિડલ-ઈસ્ટ) નું પણ કનેક્શન છે. છેલ્લે Steppesનાં જંગલો સાથે ઇતિહાસ વધારે સ્પષ્ટ થવા લાગે છે. એ તો આર્યો જ! અને શક્ય છે કે અહીં આવેલા ’આર્યો’ આ કુર્ગાન ઘોડેસવારો જ હશે.  હીરોડોટસને  ઇતિહાસકારો માન્યતા નથી આપતા પણ એના ’ઇતિહાસ’નો એક ભાગ ઇંટરનેટ પર ખાંખાખોળા કરતાં વાંચવા મળ્યો. એના અનુસાર રશિયા-યૂક્રેન અને બાયલોરશિયા આ ત્રિપુટિ ઘોડા માટે જાણીતી હતી. ઋગ્વેદમાં પણ એક સ્થળે કહ્યું છે કે “રુશમ દેશના રાજાએ અમને ઘોડા આપ્યા”. આ રીતે લોકમાન્ય તિલકનું અનુમાન પણ સાચું હોવાનું તમારા જેનેટિક પ્રવાસ પરથી પ્રત્યક્ષ રીતે સાબીત થાય છે કે આર્યો ઉત્તર ધ્રુવ તરફથી આવ્યા.તમારા પૂર્વજો પશ્ચિમ એશિયા જઈ, યુરોપ ગયા ત્યાંથી ફરી મધ્ય એશિયા આવ્યા. પશ્ચિમ એશિયા સાથેનું કનેક્શન પહેલીવાર સામે આવ્યું. ઇતિહાસ કે પુરાતત્વમાં at least મારા વાંચવામાં નથી આવ્યું. આમાં ઇરાનનું સ્થાન મહત્વનું છે. પારસીઓનો ઇતિહાસ  પણ દક્ષિણ ઇરાનમાં એમની વસ્તી હોવાનું દેખાડે છે અને મને યાદ આવે છે ત્યાં સુધી ઝોરોસ્ટર (અષો જરથુષ્ટ્ર) ઉત્તરથી દક્ષિણ તરફ આવ્યા હતા. (ફરી જોવું પડશે બધું) અહીં  સર્વોચ્ચ દેવતા ’અસુ્ર’ (અહુર – અહુરમઝ્દ) હતો. ઋગ્વેદનાં શરૂઆતનાં મંડળોમાં ’અસુર’ ખરાબ શબ્દ નથી.  આ ગ્રુપમાં બે ફાંટા પડ્યા અને તમારૂં ગ્રુપ ભારત તરફ આવ્યું, જે ઇન્દ્રપૂજક હતું. ઇન્દ્રના મિત્રો અને શત્રુઓ વચ્ચે સંઘર્ષ હતો. આ તો વિભાજનનાં કારણો થયાં પણ વિભાજન પછી ભારત તરફ જવાનો પુરાવો તમારા જેનેટિક હિસ્ટરીમાંથી  મળે છે. જાણે આ ઇતિહાસને સહારે હું પણ ચાલતો ભારત આવ્યો એવું મને લાગ્યું. ખરેખર પહેલી વાર મુંબઈ ગયો ત્યારે સમુદ્ર જોઈને મને અહેસાસ થયો જે આજ સુધી કાયમ છે. મને એક તરફથી ક્ષુદ્રતાની લાગણી થઈ અને બીજી બાજુ લાગ્યું કે આ સમુદ્ર મને કેટલાય દેશો સાથે જોડી દે છે. શરીરમાંથી એક રોમાંચની લહેર પસાર થઈ ગઈ હતી. એવો જ અનુભવ તમારો જેનેટિક હિસ્ટરી વાંચીને થયો. આપણે કોણ, ક્યાંથી આવ્યા… આવતી પેઢીઓ ક્યાં જશે, કોઈ જાણતું નથી અને તેમ છતાં…! આર્યો બહારથી આવ્યા અને હિંદુકુશ પાંર કરીને આવ્યા એના પુરાવા  ઋગ્વેદમાં  જ છે (અને તમારાં જેનેટિક ચાર્ટમાં પણ). ઋગ્વેદ કહે છે કે સોમની વેલ મુંજ ઘાસથી છવાયેલા પર્વતમાં થાય છે જે ઉભા ઉભા હાથેથી તોડી શકાય એવી છે. એટલે કે સોમ લતા સહેલાઈથી મળતી હતી. આ વાત સાત નદીઓના પ્રદેશમાં થાય છે. તે પછી આર્યો મધ્ય ભાગમાં આગળ વધે છે અને સપ્તસિંધુમાં પણ આજુબાજુ ફેલાય છે. હવે એકવીસ નદીઓનાં નામ મળે છે. આમાં કુભા(કાબુલ) નદી અને ગંગાનાં નામ પણ છે. આ સમયે સોમની કથા બદલાય છે. હવે કહે છે કે સોમને શ્યેન (બાજ) પક્ષી સ્વર્ગમાંથી લાવ્યું! તે પછી, યઞ્જ તો થતા જ. અને કહેવાતો સોમ-રસ પણ બનતો જ. પણ હવે ઋગ્વેદ કબુલ કરે છે કે ’ગૃહિણીઓ કોઈ પણ ફળનો રસ  બનાવે છે અને એને  સોમ-રસ કહે છે. ામ, મધ્ય ભારતમાં સોમ લતા નહોતી મળતી.  હરપ્પન લોકો Negroid હતા એ તો મોહેં-જો-દડોમાંથી મળેલી મૂર્તિઓ પરથી જ સાબિત થઈ જાય છે. ઋગ્વેદ પણ કૃષ્ણ -કાળા-લોકોનો ઉલ્લેખ કરે છે. RSSની મુખ્ય દલીલ એ છે કે મુસલમાનો બહારથી આવ્યા. હવે, આર્યો પણ બહારથી આવ્યા એમ કહીએ તો એમ નક્કી થાય કે બધા જ વિદેશી છે, એટલે એમનું કહેવું છે કે આર્યો અહીંના જ હતા. પછી ઇતિહાસ, પુરાતત્વ, બધાનું ભલે કાટલું નીકળી જાય. આભીરો (સ્વયં કૃષ્ણ ભગવાન) બહારથી આવ્યા, બાલ્હિકો (પંજાબી-બહેલ) બૅક્ટ્રિયાથી આવ્યા, શક, કુષાણ, હુણ બધા બહારથી આવ્યા પણ એમનાં લોહી હિન્દુ સમાજમાં ભળી ગયાં. અમે નાગરો ગ્રીસ (મેસિડોનિયા)થી સિકંદરના સૈન્ય સાથે આવ્યા અને સેલ્યૂકસે તો અહીં (ગાંધારમાં) રાજ્ય બનાવ્યું. કોણ બહારનો નથી? મહાભારતમાં તો મ્લેચ્છોનો પણ ઉલ્લેખ છે. આરબોએ કેરળમાં પહેલી મસ્જિદ બાંધી ત્યારે આદિ શંકરાચાર્ય જન્મ પણ નહોતો થયો. સેન્ટ થોમસ (?) ઇસુના મૃત્યુ પછી તરત જ કેરળ આવ્યા. કોચીનમાં આજે પણ યહૂદીઓ રહે છે. ભારતીયો કંબોડિયા ગયા અને ત્યાં રાજ પણ કર્યું.  કોણ બહારનો કોણ અહીંનો, એ લડવાના મુદ્દા છે. મોટાભાગના લોકો એ પણ જાણતા નથી હોતા કે એમના પરદાદાના પરદાદાનું નામ શું, તો પણ “અમારું લોહી શુદ્ધ” એવો દાવો કરતા હોય છે, જાણે  નામ જાણ્યા વગર જ એણે શું શું કર્યું તે ઇતિહાસ જાણતા હોય!

“દીપકધોળકિયા.”
જર્મન હિટલર સમજતો કે જર્મન પ્રજા શુદ્ધ આર્યન છે.માટે તો એને સ્વસ્તિકને થોડો ત્રાંસો કરીને જરા ઉન્ધો ફેરવીને રાજચિહ્ન બનાવેલું. જુઇશ લોકો નું અશુદ્ધ લોહી નાશ કરવા ૬૦ લાખ યહુદીઓને જીવતા શેકી નાખ્યા.એ જાણતો નહોતો કે બધાનો બાપ એક જ છે. શું કહેવું છે મોંઘેરા મિત્રો?

11 thoughts on “હું છું દ્રવિડિયન,હરપ્પન અને આર્યન કે માનવ?”

 1. શ્રી ભૂપેન્દ્રસિંહભાઇ,
  તમે મારા માટે જે ભાવભીના શબ્દો વાપર્યા છે તે બદલ આભાર.હું એને લાયક ઠરૂં એવી ચિંતા છે.

  Like

 2. Dear shree Bhupendra bhai, (How was your trip 2 India? did U spend enough time with your mother..!
  You deseve a special thanks for doing a good research work to find out the history of our great grand fathers,,,
  we had learn so much in our history book, People came to India via Hindukush.but not sure who was in India that time.
  I remember in history class it said some of our early people went with their animals to settle in west.. those have identical believes and spices as we use. when I came to America in 1979. My knowledge of history classes came alive when i saw American Indian and learn more about them.. I could not find books of my classes of early sixties as we sell it out all in “pasti” for sing-channa wala.
  Good work to provide good knowledge.
  thx Geeta

  Like

 3. Some more recent readings that view M17 in different perspective:
  —————————–

  There is no clear genetic evidence for a prehistoric migration out of India. There is no evidence of widespread genetic displacement in Europe after the Paleolithic.[71][72] And Hemphill (1998) finds “no support for any model that calls for the ultimate origins of north Bactrian oasis Oxus Civilization populations to be inhabitants of the Indus Valley.”

  The virtual absence of India-specific mtDNA haplogroups outside of India precludes a large scale population movement out of India.[73] Tracing a possible “out of India” migration therefore focusses on Y-chromosome haplogroups.

  The Y-chromosome haplogroup R2 is characterized by genetic marker M124, and is rarely found outside India, Pakistan, Iran, and southern Central Asia. Outside of southern Eurasia, M124 was found at an unusually high frequency of 0.440 among the Kurmanji of Georgia, but at a much lower frequency of only 0.080 among the Kurmanji of Turkmenistan. The M124 frequency of 0.158 found among Chechens may be unrepresentative because it was derived from a sample size of only 19 Chechens. Outside of these populations and the Romani people, M124 is not found in Eastern Europe.[74]

  The spread of the Indo-European languages is associated with Y-chromosome haplogroup R1a1, which is identified with genetic marker M17. Kivisild et al. (2003) “suggests that southern and western Asia might be the source of this haplogroup”. However, the Genographic Project conducted by the National Geographic Society states that M17 arose “in the region of present-day Ukraine or southern Russia.” Geneticist and anthropologist Spencer Wells states that “The Aryans came from outside India. We actually have genetic evidence for that. Very clear genetic evidence from a marker that arose on the southern steppes of Russia and the Ukraine around 5,000 to 10,000 years ago. And it subsequently spread to the east and south through Central Asia reaching India.” M17 “shows that there was a massive genetic influx into India from the steppes within the past 10,000 years. Taken with the archaeological data, we can say that the old hypothesis of an invasion of people – not merely their language – from the steppe appears to be true.”[75]

  However, Oppenheimer in 2006, notes “M17 is not only more diverse in South Asia than Central Asia, but diversity characterizes its presence in isolated tribal groups in the south, thus undermining any theory of M17 as a marker of a ‘male Aryan invasion’ of India”.[76] This debunks the idea that M17 is a Eastern Caucasian marker, and that M17 indicates an invasion. Geneticists no longer see M17 as a marker of an Aryan invasion.

  Michel Danino notes “None of the nine major studies quoted above lends any support to it [invasionist framework], and none proposes to define a demarcation line between tribe and caste”.[77]

  A recent study by S. Sharma et al., published in the ASHG Abstracts 2007, argued for an Indian origin of R1a1 lineage among Brahmins, by pointing out the highest incidence of R1a*, ancestral clade to R1a1, among Kashmiri Pandits (Brahmins) and Saharias, an Indian tribe.

  Sengupta et al. in their 2006 paper in the American Journal of Human Genetics say that “Our overall inference is that an early Holocene expansion in northwestern India (including the Indus Valley) contributed R1a1-M17 chromosomes both to the Central Asian and South Asian tribes”

  Like

  1. એમ ૧૨૪ માર્કર ભારતમાં સેકંડ મેજર વેવ કહેવાય છે.આ માર્કર એમ ૪૫>એમ ૨૦૭>એમ ૧૨૪,જે ભારતમાં વ્યાપક જણાય છે.એવી રીતે માર્કર એમ ૪૫>એમ ૨૦૭>એમ ૧૭૩>એમ ૧૭,આ માર્કેર પણ ભારતમાં વ્યાપક છે.મતલબ બંનેના પૂર્વજ એમ ૨૦૭ હતા.એમ ૧૨૪ માર્કર મધ્ય એશિયામાં અને એમ ૧૭ માર્કર યુરોપની આસપાસ થયો હોવો જોઈએ.હવે આ બંને ગ્રુપોને તે સમયે આવા માર્કરની સમજ હોય તેવું તો હોય નહિ.એમ ૧૨૪ને આર્યો ગણો કે એમ૧૭ ને કોઈ ફરક ના પડે.આવ્યા છે બધા બહારથી.બીજું હરપ્પન બ્લેક હતા.એક સાઉથ ઇન્ડિયન બ્રાહ્મણનો પ્રોફાઈલ આવ્યો છે તે એમ ૧૨૪ માર્કર ધરાવે છે.એમના માતાનો માર્કર વળી સૌથી પહેલા આવેલાં ગ્રુપનો અતિ પ્રાચીન છે.એનો મતલબ સ્થાનિક ગણાતી પ્રજાની સ્ત્રીઓ સાથે આ લોકોએ સંસર્ગ રાખેલો છે.મૂળ વાત એ છે કે ભારતમાં વારંવાર લોકો બહારથી આવ્યા છે.બધાજ બહારથી આવ્યા છે.

   Like

 4. ભાઈ શ્રી ચિરાગ, તમે ઘણી નવી માહિતી આપી છે અને જાણવામાં રસ છે, પરંતુ આ વિષયમાં પહેલાં કદી વિચાર્યું નથી એટલે તરત કઈં કહેવાનું શક્ય ન જ બને. તમે અને ભૂપેન્દ્રસિંહભાઇ કહી શકશે કે એવા કોઈ માર્કર, અથવા એની બ્રાંચો છે જેથી આપને પાંચ-છ હજાર વર્ષ પહેલાંની સ્થિતિ પણ જાણી શકીએ. આ પીરિયડ એટલે અર્લી હરપ્પનથી માંડીને વૈદિક કાળ સુધી.
  ભૂપેન્દ્રસિંહભાઈને મેં એક સાઉથ ઇંડિયનનો પ્રોફાઇલ મોકલાવ્યો હતો. એમાંથી એક નવી કથા પણ નીકળે છે.
  અહીં મિક્સિંગ ઘણું થયું છે અને થતું રહ્યું છે. અને એમાં છેલ્લાં પાંચ-છ હજાર વર્ષ દરમિયાન મોટા ફેરફારો થયા હોવા જોઇએ. અહીં થી માઇગ્રેશન ન થયું હોય તો ઇન્ડો-યૂરોપિયન ગ્રુપ કયું અને એ ઇરાન કે યુરોપમાં કેમ મળે છે? એટલે મિડ-હોલોસીનથી મૉડર્ન સમય સુધીનું સાહિત્ય શું કહે છે?
  ‘આર્યન ઇન્વેઝન’ શબ્દ પ્રયોગ પણ મને સાચો નથી લાગતો. કારણ કે જુદી જુદી જાતિઓ એક જ સ્થળેથી અહીં આવી (બધાને આપણે ભલે એક કૉમન નામ ‘આર્ય’ તરીકે ઓળખીએ) એમની ભાષા મળતી આવતી હશે, પરમ્ંતુ એક નહી હોય એમ વિદ્વાનો માને છે. અમુક જેનેટિક ડિફરન્સ પણ હશે.
  આ નધા તો માત્ર એક નવા નિશાળિયાના સવાલો છે.

  Like

 5. હું છું દ્રવિડિયન,હરપ્પન અને આર્યન કે માનવ?
  ભુપેન્દ્રભાઈ એ આપેલ genetics ની માહિતી અને દીપકભાઈ એ આપેલ માનવ જાત ના migration અને નવા શબ્દો
  ની આપલે વિષે ની માહિતી રસપ્રદ અને ભાવે તેવો માનસિક ખોરાક પૂરો પડે છે.
  માનવ જાતે ઉભા કરેલા ધર્મો, માનીયતાઓ અને અનેક મત, મતાંતરો નું આધુનિક સમાજ માં relevance છે કે ઓછુ થઇ
  રહ્યું છે તે માપવાનું રહ્યું.

  Like

  1. નેશનલ જિયોગ્રાફિ ચેનલની વેબ સાઈટ પર જઈને સ્ટોરમાં જઈને એની કીટ બાય કરવી પડે. અને પછી જે તે સરનામે મોકલવાની.

   Like

 6. Prithvirajsinh Rana રાઓલજી, ઉપર દર્શાવેલ લેખ માં આપ ના દ્વારા દર્શાવેલ માહિતી જૂની તેમજ 60% રોંગ સાબિત થઈ ગયેલ છે,, રંગસૂત્ર વિજ્ઞાન માં શરૂઆત ના તબબ્કા માં બહુ ઓછી માત્રા માં નમૂના લેવા માં આવ્યા હતા તેમજ તેમાં લો રાઇઝ સિસ્ટમ રાખવા માં આવી હતી, જેને આપણે માર્ક કહીયે એ છીએ તે માર્ક ઇ.સ 1922 થી લઈ ને છેલ્લે ઇ.સ 1966 સુધીના જ લેવા માં આવ્યા હતા,હાલ ઇસ 2005 થી લઈ ને એમાં *પુષ્કળ* સુધારા કરવા માં આવ્યા છે,કારણ કે નવા નમૂના જૂની થીયરી રદ કરે છે, જીનોલોજી માં પણ પુષ્કળ સુધારા આવ્યા છે, તેમજ ડાર્વિન ની થીયરી ને અડધી દુનિયા ના વૈજ્ઞાનિકો માનતા નથી, તેમજ મનુષ્ય ને ખાસ કરી ને ભારતીય મનુષ્ય ને હાલ સંભાવના અને હકીકત વચ્ચે બહુ ઓછો ખ્યાલ રાખે છે, તેના સીધા ઉદાહરણ તરીકે વિશ્વશાળા માં પ્રવેશ માટે ઘણા કહેવાતા વૈજ્ઞાનિકો આડેધડ સંભાવના રજૂ કરી ને તેમાં શોધપત્ર મેળવી ને પોતાની આર્થિક સુરક્ષા મજબૂત કરી લેતા હતા, ખુદ અમેરિકન સાઇન્સ સેનેટ ડીપારમેંટ આની ઉપર સવાલ ઉઠાવ્યા છે, પ્રારભિક અવસ્થા માં શોધ ની થીયરી રજૂ કરી ને વિશ્વશાળા માં પ્રેવેશ લીધેલા મોટા ભાગના વૈજ્ઞાનિક ત્યારબાદ એ તબબ્કા ને નથી આગળ વધારી શક્યા કે નથી કોઈ મહત્વ ની સોધ કરી સકયા, આવા વિચિત્ર પરિણામ બાદ જ હાલ અમેરિકા માં પણ વૈજ્ઞાનિક દુકાળ પ્રવર્તી રહો છે,આવું જ ચિત્ર યુરોપિય દેશો માં પણ જોવાય રહ્યું છે, મતલબ દાળ માં કઈક કાળું તો છે જ,,,હાલ ના વૈજ્ઞાનિક ફક્ત ને ફક્ત બિઝનેસ સાઇનસ પ્રોજેકટ માં જ ગળાડૂબ છે, તેથી જ હાલ ઘણા શોધક યુવાનો એશિયા (ખાસ કરીને ભારત ) ના જૂના સાહિત્ય ને ઉકેલવા માં વ્યસ્ત છે, જો સાચી પડે તો આજ સુધી ની સોથી મોટી શોધ ધ ગોડ પાર્ટીકલ ના રહસ્ય ઉકેલવા માટે હેલવેટિયા માં જે કોલરાડો પ્રોજેકટ રાખવા માં આવી રહ્યો છે …. તેના મુખ્ય મથક માં,,,, ભગવાન મહા દેવ ની નટરાજ મુર્તિ રાખવા માં આવી છે, જેને તે લોકો એક્ટ ઓફ ગોડ કહે છે,,, મતલબ હવે ટોપ ના વૈજ્ઞાનિકો ને ભારતીય વિધા પદ્ધતિ માં પૂરો ભરોશો છે પણ જે પહેલે થી જ વેદ દ્વેષી હતા,ભારતીય વિજ્ઞાન ને જૂઠું અને મિથ માનતા હતા તે પોતેજ જુઠા સાબિત થઈ રહા છે તેમણે જે માનવતા ને મહાન બનાવા ને નામે જે સોધ કરી હતી એજ હવે માનવ સાથે પૂરી સજીવ સૃષ્ટિ ને વિનાશ ના આંગળે લઈ ગઈ છે,, પૂરતા પ્રમાણ મેળવ્યા પહેલા જ પોતાની થીયરી ને સાચી ને ઉપયોગી ગણવા ની પાશ્ચમીવૈજ્ઞાનિકો ની કુટેવ છે શ્રી આલ્બર્ટ આઈન્સ્ટાઈન …… * તેમજ આપના વિદ્ધન મિત્ર શ્રી દિપક ધોળકિયા ના કહેવા મુજબ કેરલ માં શંકરાચાર્ય ના જન્મ પહેલા આરબો એ મશજીદ બનાવી હતી, તો સાહેબ ને જાણકારી આપો કે ઇસ્લામ ના સ્થાપક નો જન્મ ખુદ ઇ.સ 740 * આસપાસ * થયો હતો ને તેમની 60 વરસ ની ઉમરે તેમણે કુરાન નું સર્જન કર્યું એ પણ પૂરા ભારતીય અંદાજ માં જેમ કે *પુરાણ /કુરાન પિત્ર/ ઉદ અલ ફિત્ર/ તેમજ અરબી લોકો પહેલા મુર્તિ પૂજક જ હતા, તેમની પહેલી મસ્જિદ મદીના માં ઇ.સ 788 માં બાંધી હતી જેમાં ફક્ત ચાર માટી ની દીવાલ ને ઉપર ઘાસ નું છાપરું, લોકો ને અલગાવ માટે ઘંટ કે શંખ ની જગ્યા એ બોલાવા નો રિવાજ કર્યો, ખુદ એમના એપી સેંટર જેવી જગ્યા માં તેઓ એ હાલ માં બાંધકામ કર્યું તો દૂર દેશ માં એમને મશજીદ કેવી રીતે બનાવી હશે ? કદાચ તેમની આદત મુજબ તેઓ બીજા ના ધર્મ સ્થળ ને મશજીદ બનાવા માં માહિર હતા … તેમજ ઇસ્લામ નું આગમન ભારત માં ઇ,સ 1064 આસપાસ થયું ને એ પણ એમના સૂફી સંતો દ્વારા જે મસ્જિદ નહીં પણ દરગાહ ને માને છે,

  Like

  1. પ્રિય પ્રુથ્વીરાજભાઈ,
   શ્રી ભૂપેન્દ્રસિંહભાઈનો જેનેટિક ઇતિહાસ સાચો છે કે ખોટો એ કહેવાની મારી પાત્રતા નથી અને મારો એ અધિકાર પણ નથી. એનો જવાબ તો તેઓ પોતે જ આપશે.
   તમે ‘ગોડ પાર્ટિકલ’ના નામથી બહુ પ્રભાવિત જણાઓ છો, પરંતુ એ ગૉડ નથી એ પણ જાણતા હશો. આમ પણ ‘ગૉડ’ ભારતની આગવી શોધ નથી એટલે એમાં ભારત માટે ગૌરવ લેવા જેવી ખાસ વાત શી છે તે મને ન સમજાયું. ધારો કે LHCમાં ‘ગૉડ’ મળી આવે તો માત્ર એટલું જ સાબીત થશે કે ધર્મશાસ્ત્રો કહે છે કે ‘ગૉડ’ દેખાય નહીં, પણ વિજ્ઞાને શોધી આપ્યો! આપણા મહાન ઋષિમુનિઓને જે ન મળ્યો તેને આ પામર વૈજ્ઞાનિકોએ વનમાં તપ કર્યા વગર જ ખોળી લીધો. જે હોય તે, એ ‘ગૉડ’ નટરાજ બનીને LHCમાં નાચતો હશે એવી ખાતરી સાથે વૈજ્ઞાનિકોએ જો નટરાજની મૂર્તિ રાખી હોય તો એમ પણ કહેવું પડશે કે તેઓ એના સ્વરૂપ અંગે પણ અગાઉથી જાનતા હતા!
   ટૂંકમાં શ્રી ભૂપેન્દ્રસિંહભાઈના જેનેટિક હિસ્ટરી સાથે આ બાબતને શી લેવાદેવા છે તે ન સમજાતાં જે સવાલો ઊભા થયા છે તે અહીં રજુ કરી દીધા.
   ઇસ્લામ પહેલાં આરબો મૂર્તિપૂજક હતા, એ સૌ જાણે છે. ઇસ્લામમાં મૂર્તિપૂજા નથી એ વાત પણ સૌ જાણે છે. અહીં એ લખવાનું પ્રયોજન શું?

   ભારતમાં ઇસ્લામના ઇતિહાસ વિશેના મારા અલ્પ વાચનમાં મને જાણવા મળ્યું કે આરબો જેમ ઉત્તર ભારતમાં (સૌ પહેલાં સિંધ -પશ્ચિમ ભારતમાં) આવ્યા તેમાં મોટા ભાગે આક્રમણકારીઓ આવ્યા. દક્ષિણ ભારતમાં જે આવ્યા તે વેપાર માટે આવ્યા. અને પયગમ્બર સાહેબના ઇન્તકાલ પછી તરત જ આવ્યા. મેં તો ઘણાં વર્ષો પહેલાં લાયબ્રેરીમાંથી પુસ્તક લઈને આ વાંચ્યું છે, એટલે કમનસીબે આજે મારી પાસે કોઈ સંદર્ભગ્રંથ હાથવગો નથી, પરંતુ તમારી અભ્યાસુ દૃષ્ટિ છે એટલે શોધી કાઢો તો સારૂં થશે. આમ કરવા જતાં હું ખોટો પડીશ તો પણ મને નવું જાણવા મળશે એ મોટો લાભ છે. આભાર.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s