વસુધૈવ કુટુમ્બકમ.

 વસુધૈવ કુટુમ્બકમ.
“આખી પૃથ્વી મારું કુટુંબ છે”કહેનારા કોઈ પ્રાચીન મનીષી શાયદ જાણતાં હોવા જોઈએ કે આખી પૃથ્વી ઉપર માનવજાત ફેલાઈ છે તેના જિન્સ એક જ છે.એક જ Y  અને X ક્રોમોજોમનો વ્યાપ સમસ્ત પૃથ્વી ઉપર છે.કહેવાતા ધર્મોએ ઉચ્ચ આદર્શની વાતો કરી અને પોતાના ભાઈઓના ખૂન વહાવ્યા.આખી પૃથ્વી મારું કુટુંબ છે તે સાબિત કરી રહ્યા છે આજે જેનેસેસિસ્ટ વૈજ્ઞાનિકો,કહેવાતા ધર્મો નહિ.સ્ટેનફોર્ડ યુનીવર્સીટીના ડૉ લુકાએ આના વિષે રિસર્ચ શરુ કરેલું.આખી દુનિયાના તમામ માનવ સમૂહો અને ખાસ આદિવાસી જાતિઓના જિન્સ એકઠા કરીને વર્ષો સુધી સંશોધન કર્યું.
       Y X પુરુષમાં હોય છે,જ્યારે સ્ત્રીમાં ફક્ત X X ની જોડી હોય છે.એનો મતલબ Y ફક્ત પુરુષમાં જ હોય છે.આ Y,પિતા પોતાના પુત્રમાં ટ્રાન્સ્ફર કરે છે.સાથે પોતાની માતા પાસેથી મળેલો X પણ ટ્રાન્સ્ફર થાય છે.Y  દ્વારા પિતાની જિનેટિક ટ્રેઈલ જાની શકાય છે.તેવી રીતે X દ્વારા માતાની.નેશનલ જિયોગ્રાફી એક જિનોગ્રાફ નામનો પ્રોજેક્ટ ચલાવે છે.એના વડાછે ડૉ અલ સ્પેન્સર.વર્ષોના રિસર્ચ પછી માલૂમ પડ્યું છે કે આખી પૃથ્વીની માનવજાતનું ઉદગમ સ્થાન આફ્રિકા છે.આશરે ૬૦,૦૦૦ વર્ષ પહેલા એક નાનકડો હોમોસેપિયન માનવ સમૂહ આફ્રિકા છોડી મધ્યપૂર્વ(મિડલ ઇષ્ટ) થઈને આખી દુનિયામાં ફેલાયો.ધીમે ધીમે સુસંસ્કૃત થતો થતો આગળ અને આગળ વધતો ગયો.Y ક્રોમોઝોમ કોઈ પણ ફેરફાર થયા વગર પુત્રને વારસામાં પિતા તરફથી મળતો હોય છે.એમાં કોઈ મોટો ફેરફાર થતો નથી પણ નજીવો જે ફેરફાર મ્યુટેશન થાય છે તેને  માર્કર કહે છે.આ માર્કર પણ પાછળની પેઢીઓમાં ચેઇન્જ થયા વગર આગળ વધતો જાય છે.આવી રીતે માર્કર વધતા જાય છે,તેનો અભ્યાસ કરવાથી માનવ વંશની જુદી જુદી શાખાઓ જાણી શકાય છે.
       માનવ જાતને પેદા થયા પછી જે સૌથી પહેલો માર્કર થયો હોય તે દુનિયાની તમામ જાતમાં મળી આવે છે તેનાથી સાબિત થાય કે આપણે એક વૃક્ષના થડ ઉપર રચાયેલી  વિવિધ શાખાઓ છીએ.જોકે દેવોની ભાષા બોલવાવાળા આપણને આ બધી વાતો જલદી ગળે નહિ ઊતરે.ઊતરતી હોવા છતાં દંભી મન સ્વીકારવા તૈયાર ના થાય કે માનવજાત આફ્રિકાથી પેદા થઈને બધે ફેલાઈ છે.પણ જીન્સ કોયડા ઉકેલે છે.ભારતમાં એક વખત માનવજાતનું આગમન થયું નથી,અનેક વખત થયું છે.સૌથી પહેલો માનવ આફ્રિકાથી મિડલ ઇષ્ટ થઈને ભારત પહેલો આવેલો.ત્યાંથી પછી છેક ઓસ્ટ્રેલીયા સુધી પહોચી ગયો હતો.પણ ત્યાર પછી પણ માનવ અનેકવાર ભારતમાં આવ્યો છે.પ્રાચીન દ્રવિડિયન દક્ષિણ ભારત અને શ્રી લંકા સૌથી પહેલા પહોચેલા.ત્યાર પછી હરપ્પન આવ્યા.છેલ્લું મોટું આગમન આર્યોનું  થયું જે ઘોડા ઉપર આવ્યા તેવું વેદો અને પુરાણો દ્વારા જાણવા મળે છે.એના પુરાવા  જિન્સ આપી શકે છે.ચાલો નીચેની વિગત તપાસીએ.
૧) સૌથી પહેલો માનવ જે આફ્રિકાથી બહાર નીકળ્યો તેના જિન્સનો માર્કર હતો M168.આ માર્કર આફ્રિકા સિવાયના બાકીની દુનિયાના માનવોમાંથી મળે છે.એમાં શ્વેત,અશ્વેત અને બ્રાઉન તમામ આવી જાય.તમામ  નોનઆફ્રિકન માનવોનો આદમ આને કહેવાય છે.M168 પછી M130 અને M89 માર્કર થયેલો છે.M89 ઉત્તર તરફ આગળ વધ્યો એમાં M9 માર્કર થયેલો છે.
૨) ભારતમાં પહેલું આગમન થયું તેનો માર્કર છે M130 .આ માર્કર M168 પછીનો તરતનો બીજો જ થયેલો માર્કર છે.આ માર્કર શ્રી લંકા,દક્ષિણ ભારત અને છેક ઓસ્ટ્રેલીયન આદિવાસીઓમાં મળે છે.આ બહુ જુનો આશરે ૫૦,૦૦૦ વર્ષ જુનો માર્કર છે.તામિલનાડુના ભાઈ વિરુમાંડીનાં જિન્સમાં આ માર્કર મળ્યો છે.આ લોકો પહેલા ભારત આવેલા  દ્રવિડિયન લોકો હોવા જોઈએ કે આના પછી આવેલા,,
૨)  ગ્રૂપ L માર્કર(M20) –આ ગ્રૂપ બીજા નંબરનું સૌથી મોટું પ્રવેશેલું અને આ માર્કર આશરે ૩૦,૦૦૦ વર્ષ જુનો છે આને ઇન્ડિયન Clan પણ કહે છે.દક્ષિણ ભારતમાં વ્યાપક પ્રમાણમાં આ માર્કર છે.આ ગ્રૂપ મને લાગે છે દ્રવિડિયન હોવું જોઈએ.M9 માર્કર  ૪૦,૦૦૦ જુનો છે,આનો પછીનો માર્કર M20 છે.એટલે M9 આગળ ઉત્તર તરફ વધ્યો પણ એક બ્રાંચ  M20 થઈને ભારતમાં આવ્યો.હવે આને હરપ્પન કહેવું કે આના પછી પ્રવેશેલું ગ્રૂપને?
૩) ગ્રૂપ H માર્કર છે M69 ૩૦,૦૦૦ વર્ષ જુનો માર્કર.આ ગ્રૂપ ભારતમાં આવ્યું અને પછી માર્કર બન્યો M52
૪)ગ્રૂપ H1 અને માર્કર છે M52 ૨૫૦૦૦ વર્ષ જુનો આ માર્કર  ભારતમાં વ્યાપક છે.૨૫% લોકો આ માર્કર ધરાવે છે. ગ્રૂપ L (M20) અથવા ગ્રૂપ H(M69) અથવા ગ્રૂપ H1(M52)આ ત્રણમાંથી કોઈ એક હરપ્પન હોવા જોઈએ.
૫)એક જુનો માર્કર M174 ગ્રૂપ D પણ ભારતમાં થઈને શ્રી લંકા અને આગળ સાઉથ ઈસ્ટ એશિયા તરફ ગયેલો છે.
૬) ગ્રૂપ Q -M242  તમામ નેટીવ અમેરિકન્સ અને સાયબેરીયન અને ભારતમાં પણ આ માર્કર મળે છે.કદાચ હિમાલયની તળેટીના લોકોમાં આવા ફીચર્સ મળે છે.સાવ નાના બુચિયા નાક ટૂંકા હાથપગ આ લોકોની ખાસિયત છે.આ ગ્રૂપ મૂળ સાયાબેરીયન લોકોનું છે.ભારત અને નેપાળના ગુરખા આ જાતના રંગરૂપ ધરાવે છે.
૭) ગ્રૂપ  R2 -M124 ૨૫૦૦૦ વર્ષ જુનો આ માર્કર ધરાવતું ગ્રૂપ ચીપિયા આકારે માર્ગ બનાવી ભારતમાં પ્રવેશેલું.આ પણ એક બહુ મોટું  ગ્રૂપ ગણાય છે.ભારત,પાક અને સાઉથ એશિયામાં આ માર્કર વ્યાપક છે.યુરોપના જિપ્સી લોકોમાં આ માર્કર મળી આવે છે.યુરોપિયન જિપ્સીના પૂર્વજ ભારતીય વણજારા છે તેની સાબિતી છે.
૮) સૌથી નવું ગ્રૂપ M17 ૧૦,૦૦૦ થી ૧૫૦૦૦ વર્ષ જુનો આ માર્કર ભારત અને આઈસ લેન્ડમાં મળે છે.આ લોકો આર્યો હોવા જોઈએ.કારણ આ ગ્રૂપ સૌથી પહેલું ઘોડાઓને પાલતું બનાવનારાઓનું ગણાય છે.
પ્યારા મિત્રો જિનેટિક માર્કરનો  અભ્યાસ કરવાથી જાણી શકાય છે કે આખું  વિશ્વ એક કુટુંબ છે.જેણે કહ્યું હશે કે આખું વિશ્વ મારું કુટુંબ છે તેને હાલના કહેવાતા ધર્મો સાથે કોઈ લેવાદેવા નહિ હોય.કારણ આજે ધર્મો કહો કે સંપ્રદાયો,માનવને માનવથી વખુટા પડવાનું કામ કરી રહ્યા છે.

30 thoughts on “વસુધૈવ કુટુમ્બકમ.”

 1. ઘણુ વિચાર માગી લેતો લેખ. પ્રમાણમાં ઓછા લોકભોગ્ય પણ એકદમ વૈજ્ઞાનિક લેખ બદલ લખવા માટે આપની મહેનત દાદ માગી લે તેવી છે. અભિનંદન ….!

  Like

  1. ખૂબ ખૂબ આભાર.એવરેજ ભારતીય વૈજ્ઞાનિક અભિગમ ધરાવતો હોતો નથી.માટે આવું બધું સ્વીકારવા તૈયાર થાય નહિ.એટલે લોકભોગ્ય ઓછું હોય છે મારું લખાણ.પણ આપ જેવા મિત્રો વાંચો છો તે જાણી ખૂબ આનંદ થાય છે.

   Like

   1. bapu jay mataji
    apana lekho bahuj sara hoy chhe vasudev kutumkam mate ape je lakhyu chhe te mahiti chhe ane sari chhe aa badhuj apada shastro ma chhe avu vanchavama avyu chhe ke aryo ni gurjana hati ke kunvanto vishvam aryam a ape vanchi hase tethi m kahi sakay ke bhartiy pura vishvama hova joiye apana lekh ma ak liti mane khub gami te a ke vasudev kutumbkam jene kahyu hase tene ajna kehvata dharmo sathe koi leva deva nahi hoy ane khartekhar na j hoy kemke ajje kahevata dharmo ane sampra dayo trade centers bani gaya chhe jya vepari vruti ave tyan vasudev kyanthi hoy tevo vaimanasya ubhu karva sivay koij kam karta nathi kem ke suchita nathi tya satvikta kem hoy ane satvikta na hoy te dharmik kem kahevay ?
    baki scince ato jankari apatu sadhan chhe aje kaje kale badli nakhe sasvat ved upnishad gita
    chhe ane aa tamam vato sadsiyo pahela thai gai chhe apane samjvani tasdi lidhi nathi tethi koi kahe atle apani ankh paholi thai jay chhe bharat ma 78 facultis hati je aj sudhi jagat ma kyay nathi app to vanchan karta haso atle ap ne hkabar j hase astu bhul chuk maf margdarsan karva vinanti

    Like

 2. અતિ સુંદર! આવું સરસ સંશોધન ગુજરાતીમાં ઉપલબ્ધ કરાવવા માટે આપનો ઘણો ઘણો આભાર.

  “….છેલ્લું મોટું આગમન આર્યોનું થયું જે ઘોડા ઉપર આવ્યા તેવું વેદો અને પુરાણો દ્વારા જાણવા મળે છે.”

  આપે કરેલાં આ વિધાન માટે જરા સંદર્ભ આપશો? કેમકે મેં વાંચેલા પુરાણ (ભાગવતમ્ અને શિવ પુરાણ)માં તો આર્યો બહારથી ભારતમાં આવ્યાં તેવો ક્યાંય ઉલ્લેખ જોયો નથી અને એટલે ઘોડા ઉપર આવ્યાં એવું પણ સ્વાભાવિક રીતે જ વાંચ્યું નથી. આવું કદાચ ‘આર્યન ઇન્વેઝન થિયરી’માં જણાવ્યું હશે. જે લોકો ભારતમાં અને આસપાસના દેશોમાં સ્થાયી થયા તે સહુને માટે આર્ય શબ્દ આપણી સંસ્કૃત ભાષામાં વપરાયો છે. ગાંધારી અને માદ્રી આજના ભારત દેશના નહોતા, પણ તેઓને આર્યા અને તેમના પિતાઓને આર્ય જ કહેવામાં આવતાં હતાં. સંસ્કૃત ભાષામાં આર્ય કોઈ જાતિ માટે નહી પણ સંબોધન તરિકે વપરાતો, અનાર્ય એટલે નિર્માલ્ય, નિર્બળ એવો જ અર્થ થતો, વિદેશી એવો નહી. હું ‘આર્યન ઇન્વેઝન થિયરી’નો વિરોધી રહ્યો છું, કારણ પુરાણો નહી પણ તે ફક્ત તુક્કા જેવી થિયરી પોતે છે. માઇગ્રેશન પાથ અને ટાઇમ લાઈન, મળી આવેલાં હડપ્પા અને મોહેંજો ડારોના અવશેષોથી તે ખોટી તો આમે પુરવાર થઈ છે. જો કે માનવ જાતિની ઉત્પત્તિ ભારત બહાર થઈ તે વાત આજના વિજ્ઞાનના પરિપ્રેષ્યમાં સ્વિકારું છું. પરંતુ આપની જાણમાં જે વેદો અને પુરાણોમાં આર્યો ઘોડા પર ભારતમાં આવ્યાં તેવા સંદર્ભો (શ્લોકો) છે તે જાણીને મારું જ્ઞાન વધારવામાં મને આનંદ થશે.

  Like

  1. પુરાણો નહિ તો વેદો દ્વારા કોઈ ચોક્કસ શ્લોકો હોવાજરુરી તો નથી કે ભાઈ અમે આર્યો આ સાલમાં બહારથી હિન્દુકુશ વાયા અહીં ભારત આવેલાં.આમેય ભારતમાં ઇતિહાસ લખાયો જ નથી.પુરાણો લખાયા છે.એમાંથી તારણ કાઢવાનું.માઈકલ વુડ ની બીબીસી દ્વારા બનાવાયેલી સ્ટોરી ઓફ ઇન્ડિયા જોઈ લેવી.આર્યો મધ્ય એશિયાથી આવ્યા તે મનવા મન તૈયાર થાય નહિ.કેમ?હરપ્પન Negroid હતા,આર્યો નહી.મૂળ દ્રવિડીયન અને હરપ્પન બ્લેક હતા.આર્યો નહિ.આર્યાવર્ત ભારત બહાર પણ હતું.

   Like

  2. માનવજાતની ઉત્પત્તિ બહાર થઇ તે વાત તો સ્વીકારો જ છો.હરપ્પન હોય કે આર્યો કે દ્રવિડીયન બધા બહારથી આવ્યા કોઈ વહેલા કોઈ મોડા તે વાત તો સાચી.

   Like

    1. On a similar note: http://rutmandal.info/guj/2008/07/vedi/

     હું ભૂપેન્દ્રભાઈની વાત સાથે સંમત છું. સવાલ માત્ર એવો કરી શકાય કે ભારતની બહાર આર્ય સંસ્કૃતિ વિકસી હતી? તો એનો જવાબ ના આવે છે. જે મનુષ્યોએ ભારતમાં ૧૦૦૦૦ થી ૧૫૦૦૦ વર્ષો પૂર્વે પ્રવેશ કર્યો અને એ પહેલેથી હાજર મનુષ્યો વચ્ચેના મિલનથી જે સંસ્કૃતિ રચાઈ એ આર્ય સંસ્કૃતિ અને માનવજાતિની એ સહુપ્રથમ સુસંસ્કૃત, આધુનિક અને વૈજ્ઞાનિક પ્રજાતિ બની.

     Like

     1. ચિરાગભાઈ આપણી વાત એક રીતે માનવા યોગ્ય ગણાય..અહી આવીને અહીના મૂળ લોકો સાથે લડી ઝગડી ભેગા થઇ પછી વિકસ્યા તેને આર્ય સંસ્કૃતિ કહી શકાય.અગાઉથી વિકસિત ના પણ હોય.થોડું એમનું પોતાનું પણ સાથે લઇ આવ્યા હોય.સમુદ્ર અહી આવ્યા પછી જોયો હોય.બધું એક દિવસમાં તો ના વિકસી જાય.એટલે કોઈ ચોક્કસ શ્લોકોની આશા ના રાખી શકાય કે આજ દિવસે બહારથી આવેલા.જેનેસેસિસ્ટ અને આર્કિયોલોજિસ્ટ એવું માને છે કે M17 માર્કર વાલા પહેલા હતા જે લોકોએ ઘોડાને પાલતું બનાવ્યા અને માઈગ્રેશન માટે પહેલી વાર આ ગ્રુપે ઘોડાનો ઉપયોગ કર્યો.

      Like

       1. ‘આર્યન ઇન્વેઝન થિયરી’મને સત્ય લાગે છે.એક પરમ મિત્ર વેદોના અભ્યાસુ છે એમનું શું કહેવું છે તે નીચે વાંચો.
        આર્યો બહારથી આવ્યા અને હિંદુકુશ પાંર કરીને આવ્યા એના પુરાવા ઋગ્વેદમાં જ છે (અને તમારાં જેનેટિક ચાર્ટમાં પણ). ઋગ્વેદ કહે છે કે સોમની વેલ મુંજ ઘાસથી છવાયેલા પર્વતમાં થાય છે જે ઉભા ઉભા હાથેથી તોડી શકાય એવી છે. એટલે કે સોમ લતા સહેલાઈથી મળતી હતી. આ વાત સાત નદીઓના પ્રદેશમાં થાય છે. તે પછી આર્યો મધ્ય ભાગમાં આગળ વધે છે અને સપ્તસિંધુમાં પણ આજુબાજુ ફેલાય છે. હવે એકવીસ નદીઓનાં નામ મળે છે. આમાં કુભા(કાબુલ) નદી અને ગંગાનાં નામ પણ છે. આ સમયે સોમની કથા બદલાય છે. હવે કહે છે કે સોમને શ્યેન (બાજ) પક્ષી સ્વર્ગમાંથી લાવ્યું! તે પછી, યઞ્જ તો થતા
        જ. અને કહેવાતો સોમ-રસ પણ બનતો જ. પણ હવે ઋગ્વેદ કબુલ કરે છે કે ’ગૃહિણીઓ કોઈ પણ ફળનો રસ બનાવે છે અને એને સોમ-રસ કહે છે. ામ, મધ્ય ભારતમાં સોમ લતા નહોતી મળતી.
        હરપ્પન લોકો Negroid હતા એ તો મોહેં-જો-દડોમાંથી મળેલી મૂર્તિઓ પરથી જ સાબિત થઈ જાય છે. ઋગ્વેદ પણ કૃષ્ણ -કાળા-લોકોનો ઉલ્લેખ કરે છે. RSSની મુખ્ય દલીલ એ છે કે યવનો બહારથી આવ્યા. હવે, આર્યો પણ બહારથી આવ્યા એમ કહીએ તો એમ નક્કી થાય કે બધા જ વિદેશી છે, એટલે એમનું કહેવું છે કે આર્યો અહીંના જ હતા. પછી ઇતિહાસ, પુરાતત્વ, બધાનું ભલે કાટલું નીકળી જાય. આભીરો (સ્વયં કૃષ્ણ ભગવાન) બહારથી આવ્યા, બાલ્હિકો (પંજાબી-બહેલ) બૅક્ટ્રિયાથી આવ્યા, શક, કુષાણ, હુણ બધા બહારથી આવ્યા પણ એમનાં લોહી હિન્દુ સમાજમાં ભળી ગયાં. નાગરો ગ્રીસ (મેસિડોનિયા)થી સિકંદરના સૈન્ય સાથે આવ્યા અને સેલ્યૂકસે તો અહીં (ગાંધારમાં) રાજ્ય બનાવ્યું. કોણ બહારનો નથી? મહાભારતમાં તો મ્લેચ્છોનો પણ ઉલ્લેખ છે.
        આરબોએ કેરળમાં પહેલી મસ્જિદ બાંધી ત્યારે આદિ શંકરાચારય્નો જન્મ પણ નહોતો થયો. સેન્ટ થોમસ (?) ઇસુના મૃત્યુ પછી તરત જ કેરળ આવ્યા. કોચીનમાં આજે પણ યહૂદીઓ રહે છે. ભારતીયો કંબોડિયા ગયા અને ત્યાં રાજ પણ કર્યું. કોણ બહારનો કોણ અહીંનો, એ લડવાના મુદ્દા છે. મોટાભાગના લોકો એ પણ જાણતા નથી હોતા કે એમના પરદાદાના પરદાદાનું નામ શું, તો પણ “અમારું લોહી શુદ્ધ” એવો દાવો કરતા હોય છે, જાણે નામ જાણ્યા વગર જ એણે શું શું કર્યું તે ઇતિહાસ જાણતા હોય!
        હવે તમને આ થીયરી સાચી ના લાગતી હોય તો તમારી મરજી છે.હું તમારી અસહમતી સાથે સહમત.

        Like

        1. સોમરસ એ કોઈ મદિરા કે શરાબ નથી.એ કોઈ અફેડ્રીન જેવું રસાયણ ધરાવતી વનસ્પતિ હતી જે ભારતમાં ઉપલબ્ધ નથી.વિષ્ણુનું વાહન ગરુડ ભારતમાં નથી.ગરમ ભારતમાં એસી જેવું વાતાવરણ ધરાવતા મંદિરો હતા.આર્યો ઠંડા પ્રદેશના માટે અગ્નિ પૂજક અને ફાયર પ્લેસ (યજ્ઞ કુંડી)ધરાવતા.આર્યો આશ્રમ એટલે કુટીર ધરાવતા.મોટા મકાનો કે મહાલયો નહિ.આજે પણ ઠંડા પ્રદેશોમાં લાકડાના ઘરો હોય છે.અગાસી જેવું કશું હોતું નથી.યજ્ઞમાં પશુઓ હોમાતા.હવે જવ તલ અને નાળીયેર હોમાય છે.

         Like

         1. તમે RSS માટે જે કહ્યું તે માટે તમારી સાથે સંપૂર્ણ સહમત, એ લોકો બધાંજ સત્યોને પોતાના રાજકીય લાભ માટે અને પોતાના આત્મસંતોષ માટે મારી-મચડી નાંખે છે, જેમ નહેરૂએ ભારતનાં ઇતિહાસ સાથે કરીને The Discovery of India લખ્યું તેમ આ લોકો પોતાની રીતે આર્યો અને ભારતનો વૈદિક ઇતિહાસ બનાવે છે. ચાલો, આપણે ચર્ચા ક્યાંકતો પૂરી કરવી જ પડે, તો અહીં જ પૂરી કરીએ.

          Like

     2. ચિરાગભાઈ, તમારી સાથે સંપૂર્ણ સહમત છું, પણ ભુપેન્દ્રભાઈએ જે લખ્યું છે કે વેદ અને પુરાણો દ્વારા જાણવા મળે છે કે આર્યો ઘોડા પર આવ્યાં. મારો વિરોધ અને અસહમતિ આવા ખોટા વિધાનો ઉપર છે. અને તેના સંદર્ભે જ મેં ઉપરની દલિલ રજૂ કરી છે. ભૂપેન્દ્રસિંહજી, તમે પણ બીજી બધી વાતો બાજુએ મુકીને ફક્ત આ એક જ વાતનો ખુલાસો ને તો આ નાહકની ચર્ચા ટળી શકે. તે દિવસે મારા ઉપર આરોપ મુક્યો હતો તેમ, આજે તમે ફક્ત કરવા ખાતર દલીલો કરી રહ્યાં છો, તેવું નથી લાગતું?

      Like

     3. પ્રખર હિન્દુવાદી લોકમાન્ય તિલક પણ માનતા હતા કે આર્યો ઉત્તર ધ્રુવ તરફથી આવ્યા છે.

      Like

 3. શ્રી ભુપેન્દ્રભાઇ,
  અહી ઘણાં અભ્યાસ બાદ એકઠી કરેલી વાસ્તવિક વાતો છે. પણ કેટલાને ગળે ઉતરશે ?? “મેરા ધર્મ મહાન” કહેનારાને કેવી રીતે સમજાવવું કે આપણાં બધાનુ મુળ એક જ છે તો પછી આ ધર્મોના ભેદભાવ કોની માટે છે !!? ભારતીયો પોતાને સૌથી જુની સંસ્કૃતિ તરીકે ઓળખાવે છે પણ અભ્યાસ કંઇક અલગ વાસ્તવિકતા તરફ લઇ જાય છે. શાસ્ત્રો માત્ર ધર્મગુરુઓ-સાધુઓ-બાવાઓ-ઢોંગીઓના પેટ ભરવાના સાધન બની ગયા છે ત્યાં “વસુધૈવ કુટુંબકમ” નો અર્થ લોકોને કોણ સમજાવશે?
  હિંદુઓમાં દંભની પરાકાષ્ઠા અન્ય લોકો કરતાં ઘણી હોય છે અને આ બધુ પ્રજાને શીખવવાવાળા ગુરુ-મહારાજો કે ગાદીપતિઓ જ છે જેઓ પોતે દંભની વ્યાખ્યા સમાન છે. આ એ જ મહાનુભાવો છે જેઓ લોકોને “વસુધૈવ કુટુંબકમ” ની વ્યાખ્યા શીખવે છે ને હંમેશા પોતાનો વાડો મોટો કરવામાં લાગેલા હોય છે. હરામ જો કોઇ શ્રધ્ધાળુ પુછે કે ‘હે મહારાજ, આખુ વિશ્વ આપણું કુટુંબ છે તો તમે મને કેમ બાંધી રાખ્યો છે?’ મારા મતે બધા સંપ્રદાયો, ધર્મો તથા ગુરુઓ-બાવાઓ-મુલ્લાઓ-પાદરીઓ આજે એક વાત સારી રીતે જાણે છે કે લોકોને મુર્ખ બનાવી રાખશો તો તેમનુ ઘર-મહેલ-હુકુમત સલામત છે.
  જય હો….
  – દર્શિત

  Like

 4. “વસુધૈવ કુટુમ્બકમ.”
  મને ખ્યાલ છે કે આ સુવાક્ય તો એક આખા શ્લોકનું ચોથું ચરણ છે. પરિવારના વડા માટે તેના સભ્યો, ગામના મુખી માટે આખું ગામ, રાજા માટે તેના રાજ્યની પ્રજા અને છેવટે સન્યાસી માટે આખું જગત કુટુંબ એવા અર્થનો આખો શ્લોક છે. આપણે તેના છેલ્લા ચરણનું જ રટણ કર્યા કરીએ છીએ.

  Like

 5. ઘણો ઘણો સારો અને અતિ સુંદર લેખ છે. અંહી વૈચારિક પરિપકવતા દેખાય છે. ડાર્વિન પણ સાચો હતો. વેદોમાં આ સત્ય વારંવાર કહેવામા આવ્યું છે. માનવ જાતે આ સમજી વર્તન કરવું જરૂરી છે. જીવન વિષે જેટલું વધુ જાણીએ અને સમજીએ તેટલું વધુ સારું જીવી સકિએ.

  Like

 6. After a long time I am tempted to write a comment. First of all hearty congratulations for this nice article, full of scientific facts. I did watch Michael Woods’ series about India on pbs and learned for the first time about a village in Tamilnadu having genetic similarities with certain tribes in Africa. It is widely held knowledge that Aryans migrated to Indus plains around 6000 years ago. One branch went to Europe, another remained in Iran. While we have archeological remnants of Harappan civilization and also of ancient Egyptian, inthe form of pyramids and some archeological evidence of old Mesopotamian and old Chinese civilizations, yet no convincing remnants of early Aryan civilization of time of vedas and great epics are found. What we have is history from the time of Buddha and Mahavir, very long past the time of Mahabharat and Ramayan. Nothig is found of the seven ancient cities, the present day cities of same name go only 2000 to2500 years back if at all. Also the stories in epics and puranas are almost all regarding various imaginary gods and asuras and their constant wars, same regarding stories of various kings and their wars and about differnt rishies. There is hardly any mention about common ordinary man and public in general
  The so called various religions all over the world have spread much more hatred and violence throughout the entire known history of mankind.
  Now is the time to be a real HUMAN BEING, if I say in Gujarati “HUN MANAVI MANAV BANU TO GHANU.” As an ancient saying from Upanishads says “MANUSHAT NA PARO DHARMA”.Then what is the needs of different sects or so called religions.
  A little personal note : Our son and daughter in law (who is of american/japanese decent) are adopting two sons from Ethiopia. thus our family will be becoming of three continents, a little contribution towards the goal of (Vasudhaiv Kutumbkam)
  Many thanks and warm regards.

  Like

  1. બસ માનવી માનવ બનું તો ઘણું,ભાઈ ખૂબ સુંદર.મારો આખો લેખ લખવાનો મતલબ જ એ હતો કે દ્રવિડીયન હોય,હરપ્પન હોય કે આર્યન કે પછી જીપ્સી બધાનું મૂળ એક જ છે.ભાઈ ઈથિયોપિયાથી બે દીકરાઓ દત્તક લીધા તે વાત તો ખૂબ સરાહનીય છે.એના માટે આપ સર્વને ખૂબ ખૂબ અભિનંદન આપવા ઘટે.આપે સ્ટોરી ઓફ ઇન્ડિયા જોઈ તો હવે જર્ની ઓફ મેન અને ઇન્ક્રેડીબલ જર્ની ઓફ હ્યુમન પણ યુ ટ્યુબ પરથી જોઈ લેશો.ખૂબ મજા આવશે.એમાં જિન્સ અને એના મ્યુટેશન વિષે બહુ વિગત થી માહિતી મળશે.ખૂબ ખૂબ આભાર.વસુધૈવ કુટુંબકમના વડા ઘણું જીવો.

   Like

 7. I like and love this subject, wish to drow attention to a thisis “MANAV SAMAJ” and its novel form “VOLGA SE GANGA” by Mahapandit Rahul Sankrutyayan,

  Like

  1. વોલ્ગા સે ગંગા નવલનું નામ બહુ સાંભળેલું પણ વાચી નથી.પણ હું ચોક્કસ પ્રયત્ન કરીશ એણે વાંચવાનો.આભાર.

   Like

 8. અભિનંદન, રાઓલજી, આપના દ્વારા જાણકારી મળી એ બદલ આપનો આભારી છું પણ 5000 વર્ષથી અહિ આવેલા આર્યો અને બીજાઓ એમની આગળ આવેલાઓની ઉપેક્ષા કરે છે એટલે મારે કહેવું પડેલ કે અમે આદિવાસીઓ ભારતનાં મુળનિવાસીઓ છીએ, અમે આદિવાસીઓ આર્યો અહિ આવ્યા એ પહેલાનાં તો ખરાને ? આજે આર્યોની વર્ણ વ્યવસ્થાને કારણે કેટલાક પોતાને ઉચ્ચ જાતિનાં અને બીજાને નીચી જાતિનાં કહે છે, પરંતુ હકિકતે વૈદિક ધર્મમાં જે તે વ્યક્તિ જે કામ કરતા હતા એ મુજબ તે બ્રાહ્મણ, ક્ષત્રિય ,વૈશ્ય કે શુદ્ર કહેવાતો, ( કામગીરી અને ગુણોને આધારે ) આજે તો જે શુરવીર નથી તે પણ પોતાનાં પુર્વજોનો ઈતિહાસ ને આધારે પોતાને ક્ષત્રિય કે અજ્ઞાની પોતાને બ્રાહ્મણ કહીને પોરસાય છે, આદિવાસીઓ આ વર્ણ વ્યવસ્થાનાં અંગ નથી એ હકિકત છે અને ઈતિહાસ પણ એવું જ કહે છે. આપણે ફલાણા ગામ, તાલુકા કે રાજ્યનાં અને દેશનાં હોવાનું ગૌરવ કેમ ધરાવીએ છીએ ? ” વસુધૈવ કુટુંબકમ ” બોલવામાં ખુબ સારુ લાગે છે પણ આપણી વર્તુણક થી એ સાબિત કરવામાં ઉણા ઉતરીએ છીએ, એ હકિકત દરેક વ્યક્તિએ પોતાની પોષ્ટ જોઈને નક્કિ કરવી જોઈએ, છેલ્લે તો આપણે કોઈ ધર્મનાં કે જાતિનાં વાડાનાં ઘેંટા જ છીએ. એ સ્વિકારો છો ને ?

  Like

 9. આભાર, આ આપણો સમાજ દંભી છે અને કુવામાંનું સત્ય જ સાચું માની જેમ જેમ વિસાળ દુનિયા જોવે છે તેમ તેમ કુવા ઊંડે ઉતરતા જાય છે તેવું નથી લાગતું.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s