‘એક મિરીન્ડાનો શીશો દ્યો તો’

 હમણાં હસવાનો કાર્યક્રમ ખૂબ ચાલ્યો.પહેલા શ્રી યશવંત ભાઈના ઘરે અને પછી મારા ઘેર .ઘરમાં વિરાટ રાજા  જો પધાર્યા હતા.છે તો નાના ૧૧ વર્ષના હશે.પણ એમની રમુજ સેન્સ વિરાટ છે,કોઈ મોટા માણહને શરમાવે એવી છે.શીઘ્ર કવિની જેમ શીઘ્ર ઉત્તર હાજર જ હોય.કોઈઅમેરિકન બાળક જેટલા હેલ્ધી એટલે પોતાને ભીમરાજ કહે.બીજાની મશ્કરી કરવામાં ઉસ્તાદ એટલા પોતાની પણ કરી જાણે.પોતાને બેબી અપ્પુ,કે બેબી એલીફન્ટ કહે છે.એમના ફેમીલી સાથે પધાર્યા છે.ઘણા બાળકો એમના માતાપિતાની ઓળખાણથી ઓળખાતા હોય છે.ઘણા માતાપિતા એમના તેજસ્વી બાળકોથી ઓળખાતા હોય છે.એમાં માતાપિતાનું ગૌરવ છે.એમના માતાપિતા અને બહેનો સાથે આવ્યા છે.વિરાટસિંહ  મારા ભત્રીજા છે.શરીરે વિરાટ અને બોલવામાં,હસાવવામાં અને મસ્તી કરવામાં અનંત. મારા શ્રીમતી એ આવ્યા ત્યારથી અમાપ બોલવાનું બંધ કરીને અમાપ હસ્યા કરે છે.હવે પેટમાં વળ પડી ગયા છે,દુખાવો શરુ થઇ ગયો છે.પણ હવે કોઈ ઉપાય નથી,બસ હસ્યા કરો.મારા શ્રીમતીએ એમના માસી ગુલાબ  માસીનો ઉલ્લેખ કર્યો તો તત્ક્ષણ સામો શબ્દ આવ્યો રોઝી.અમે બધા હસ્યા તો કહે કહે કેમ ગુલાબ એટલે રોઝ અને ગુલાબ માસી એટલે રોઝી.
     ઘણા માણસો હસે તો હોરીઝોન્ટલ હલતાં હોય કે ડોલતાં હોય છે,અને ઘણા વર્ટીકલ.મારા શ્રીમતી ખડખડાટ હસે તો વિરાટ  કહેશે બમ્પર નીચે આવ્યું.આ ઉપરથી સમજી જવાય કે વિરાટની નિરીક્ષણ શક્તિ અદ્ભુત છે.વિરાટની યાદ શક્તિ ખૂબ,એકજ વાર બોલો એટલે કોમ્પ્યુટરમાં સ્ટોર થઇ જાય અને એની પેરોડી શરુ.મેં વાતો વાતોમાં અને મજાકમાં કહેલું કે રીલીજન ઈઝ પોઈઝન,રીલીજીયસ માઈન્ડ એક ટ્રેકથીજ વિચારતું હોય છે.મજાકમાં એટલા માટે કે હું ભલે પોઈઝન માનતો હોઉં પણ બીજા એને મધ જેવો માનતા હોય,તો મારે શું?અમે ઘણા વર્ષે મળ્યા છીએ માટે કોઈ એક વિષય પર ટકતાં નથી.ઘણું બધું સામટું કહેવાનું અને સાંભળવાનું હોય છે.કલાક પછી વિરાટ એમના મોટા બહેનને કહે મારા અંદાઝમાં રીલીજન ઈઝ પોઈઝન.એમના બહેને પૂછ્યું કે But  why? તો વિરાટ કહે ‘રામ જાણે’.
અમે મોલમાં ગયા.સારાભાઇ કેમિકલ હવે બંધ થઇ ગયું છે.એનું નાનકડું પ્રોડક્શન યુનિટ કરખડી ખસેડાઈ ગયું છે.એની મૂળ જગ્યાએ મોલ બની ગયા છે.વિરાટને મિરીન્ડા બહુ ભાવે.સ્ટોર પર જઈને કહે ‘એક મિરીન્ડાનો શીશો દયો તો’ .પેલો ખૂબ હસે.અહી બધા બોટલ શબ્દ સંભાળવા ટેવાયેલા.મને પણ જૂની યાદ તાજી થઇ ગઈ.અમે પણ કેરોસીનની શીશી એવો શબ્દ વાપરતા.બે દિવસ હસવામાં ક્યારે પસાર થઇ ગયા સમજ ના પડી.એમની તળપદી સૌરાષ્ટ્રની ભાષા પણ મજાની મીઠી લાગે.વિદાય ટાણે બધાને વળગીને મળી,લાડ પ્યાર કરીને ગયા તો અમારા બધાના હૈયા અશ્રુઓથી ભીંજાઈ ગયા હતા.

5 thoughts on “‘એક મિરીન્ડાનો શીશો દ્યો તો’”

 1. આપના વિરાટરાજાની સેન્સ ઓફ હ્યુમર ગમી.
  આખી વાતમાં ખરેખરો પંચ તો અહીં વાગ્યો !!
  “..રીલીજન ઈઝ પોઈઝન.એમના બહેને પૂછ્યું કે But why? તો વિરાટ કહે ‘રામ જાણે’.”

  ટુંકમાં ભારતની આ પુણ્યભૂમિએ આપને પણ ’હળવા’ કરી તો દીધા જ !
  મજા આવી. આભાર.

  Like

 2. રાઓલજી,
  અમને તો વિરાટ રૂપ જોયા જેટલો આનંદ થયો.
  પરિવારનાં બાળકો સાથે આનંદ માણવાની મજા જ જુદી હોય છે.
  અને હા, હાસ્યની રેલમછેલમના કારણે જ કદાચ તમને ફોનની રીંગ નથી સંભળાતી! 🙂

  Like

 3. DDDdddddddear brother,
  virat raja is presently in trouble due to accumilation of class work and after a long absence from school nobody likes to attend it. one day he was crying, upon asking he replied that “Dhruvbhai ni yad aaveche.” We too really had a great time with you all. Thank you all.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s