આતમ પ્રવેશ,સ્વદેશાગમન

topographic map of India
Image via Wikipedia

હું લખતો હોઉં છું કે ભારત મારો આત્મા છે,અને ગુજરાત મારો દેશ.પ્યારા મિત્રો ૧૯ ફેબ્રુઆરીની રાત્રે એક વાગ્યે ભારતની આર્થિક રાજધાની એવા મુંબઈ ખાતે લુફ્થાન્સા એર લાઈન દ્વારા મારા આત્મા સમાન ભારતમાં ઉતર્યો.એક પ્યારી ઉત્તેજના હતી.અંગત કારણોસર જુદા જુદા પ્લેનમાં આવવાનું થયેલું.દીકરા યુવરાજસિંહ બેત્રણ કલાક વહેલા આવીને મારી રાહ જોતા હતા.હું મ્યુનિક ઊતરીને ચાર કલાક ત્યાં સમય પસાર કરી બીજા પ્લેનમાં બેઠેલો એ બહાને મ્યુનિક (જર્મની) એક સુંદર,અતિશય સ્વચ્છ અને અત્યંત આધુનિક એરપોર્ટ જોવા મળ્યું.અત્યંત મોંઘી એવી બ્રાંડ નેઈમ વસ્તુઓના સ્ટોરમાં ફરતા ફરતા મારી નજર પડી એક સાઈન બોર્ડ ઉપર જ્યાં “ॐ” લખેલું જોયું,સાથે જોયું તો બીજા ધર્મોના ચિન્હો પણ હતા.આગળ વાચ્યું તો યોગા અને પ્રેયર રૂમ ની દિશા દર્શાવતો એરો હતો.હા!મિત્રો યોગા અને પ્રાર્થના કરવા માટે એક અલગ રૂમની વ્યવસ્થા હતી.ચાલો ભારતના યોગની કદર વિદેશીઓ તો કરે છે.આપણે યોગના નામે ભોગ કરીએ છીએ,ભોગમાં પણ કશું ખોટું નથી.પણ યોગના,સાધુતાના નામે ભોગ કરવો તે દંભ કહેવાય.મને અહી કન્ફ્યૂજન હતું કે મારી બેગ મુંબઈ જતા પ્લેનમાં બદલાઈ જશે કે નહિ?કે મારે જાતે બેગ મેળવીને ફરી જમા કરાવવી પડશે?જોકે me મ્યુનિક ઊતરીને પહેલું પૂછી લીધું તો કહે તમારે ચિંતા કરવાની જરૂર નથી.પણ એક યુ.એસ.થી આવેલા ભાઈની બેગના અનુંશન્ધાનમાં માઈક પર જાહેરાત થઇ તો હું પણ ગભરાયો.ફરી ત્યાં સર્વિસ સેન્ટર પર જઈ ને પૂછ્યું.આ લોકોનો વિવેક જોઇને ખુબ માન થાય અને આપણે ત્યાના કર્મચારીઓની તોછડાઈ જોઇને ખુબ ગુસ્સો આવે.જોકે મારે ચિંતાનું કારણ નહોતું. પહેલા વિદેશી એર લાઈનમાં ભારતીય ભોજન એમાય શાકાહારી ભોજન અલભ્ય હતું.પણ મને અગાઉથી સિલેક્ટ કર્યા મુજબ દાલ ફ્રાય અને રાઈસ સૌથી પહેલો આપી ગયો.એવી રીતે મ્યુનીકથી પણ શુદ્ધ શાકાહારી સ્વાદીસ્ટ ભોજન ભરપેટ મળી ગયું.નુવાર્કથી મ્યુનિક સુધી તો પ્લેનમાં હું એકલોજ ભારતીય હતો,પણ મ્યુનિકથી લગભગ ભારતીયો જ વધુ હતા.આગળની સીટમાં નાનો ટીવી સ્ક્રીન લગાવેલો હોય છે,ત્યાંથી તમે ફિલ્મો,મ્યુજિક અને ટીવી શો દેખી શકો છો.બાજુમાં બેઠેલા એક શ્વેત ભાઈ પંડિત રવિશંકરનું સિતારવાદન સાંભળતા હતા.પ્લેનમાં પણ વિદેશી એર હોસ્ટેસ અને દેશી એર હોસ્ટેસ વચ્ચેનો ભેદ પરખાઈ આવતો હતો.બે એર હોસ્ટેસ ભારતીય પંજાબી હતી.એમની વાણીમાં ભારતીયો પ્રત્યે તોછડાઈ અને વિદેશીઓ પ્રત્યે યંત્રવત વિવેક દેખાઈ આવતો.જ્યારે વિદેશી એર હોસ્ટેસ સદાય હસતી જણાતી.એરાઈવલ સિક્કા મરાવ્યા પછી મુંબઈમાં આગળ વધ્યો ત્યાં સફેદ(Custom) કપડામાં લુંટારા સ્વાગત કરવા તૈયાર ઉભા હતા,એમને મદદ કરવા ખાખી(Police) કપડા પહેરેલા લુંટારા મૂછમાં મલકાતા ઉભા હતા,ચાલો બકરાઓ આવી ગયા છે હલાલ કરી નાખીએ.એના પહેલા જ્યાં તમારી બેગ્સ લેવા ઉભા હોય ત્યાં એમના દલાલો આવી જતા હતા અને પૂછતાં કે બેગ બહાર કઢાવી નાખવી છે?કોઈ તકલીફ કે ચેકિંગ વગર?૫૦ ડોલર્સ થશે.બહુ રકજક કરોતો ૩૦ ડોલર્સ.તો પછી સ્કેનીગ વખતે આરામથી બેગ બહાર નીકળી જાય.પેલો ભાઈ બેગ બેલ્ટ ઉપર મુકે એટલે સમજી લેવાય કે જવા દો.પૈસા ચૂકવાઈ ગયા છે.જાતે મુકો તો આવી બન્યું,સમજાઈ જવાય કે પૈસા ચૂકવ્યા નથી.હજાર વાંધા કાઢશે.શું શું લાવ્યા છો?આટલા બધા પરફ્યુમ્સ એક સાથે લગાવશો?ચાર ઘડિયાળ એક સાથે બાંધશો?બધું ફેંદી નાખશે.નકલી જ્વેલરીને અસલી છે તેવું કહેશે,૨૦૦ રૂપિયાની ઘડિયાળના ૧૨૦૦૦ કહેશે.છેવટે તમારે પૈસા એટલે લાંચ ચુકવવા મજબુર થવું પડે તેવું વાતાવરણ ઉભું કરી નાખશે.એક ખાખી લુંટારાને બોલાવી કહેશે જાવ સામેની રૂમમાં અને આને ૫૦ ડોલર્સ આપી દો.ટૂંકમાં ૫૦ ડોલર્સ આપી દો તો RDX ભરેલી બેગ પણ નીકળી જાય.કોઈ ફિકર નહિ. હું આ બધો સિનારિયો લાઈનમાં ઉભો ઉભો જોતો હતો.મારી બેગમાં કશું હતું નહિ.જે હતું તે અગાઉથી ક્લીયર કરાવી યુવરાજસિંહ ઉભા હતા.me વાતો સાંભળેલી પણ મારો આવો પહેલો અનુભવ હતો.દીકરા અગાઉ બે વાર આવી ચુકેલા હતા.એમણે શોર્ટ કટ અપનાવી લીધેલો.તમે પહેલી વાર વિદેશથી આવો તો સગા સંબંધી અને મિત્ર મંડળ માટે કશું લાવો તો ખરાજ ને?દીકરાને ખબર કે બાપુ ઝગડી પડશે માટે મારી બેગમાં કપડા સિવાય કશું મુકેલું જ નહિ.બે દીકરાઓ મોર્ડન સંબોધન પપ્પા કહે છે જ્યારે આ વચલા યુવરાજસિંહ કાયમ ભારતીય ટચ વાળું સંબોધન બાપુ કહે છે જે મને ખુબ વહાલું લાગતું હોય છે. બરોડા આવવા માટે ડોમેસ્ટિક પર વહેલા આવી ગયેલા,સમય ઉપડવાનો ૫-૧૫ જેવો હતો.ત્યાં બેઠા હતા અને ૬ વર્ષે પહેલી વાર આવ્યો તો સૌથી પહેલું સ્વાગત કરવા એક જુનો મિત્ર આવી પહોચ્યો.કાનમાં ગણગણાટ કરી એક ચટાકો ભરી ભવ્ય સ્વાગત કરી ગયો.જતા જતા કહેતો ગયો કે વેલકમ હોમ.મારા હાથનું હલન ચલન જોઈ,દીકરા હસતા હતા.હેમખેમ વડોદરે પહોચી તો ગયા.છ વર્ષે મોટા દીકરા ધ્રુવરાજસિંહને મળ્યો.ચાર દિવસ તો સાહસ ચાલ્યું નહિ કે દ્વિચક્રી વાહન લઈને એકલા બહાર જવાનું.દાંડિયા બાઝાર અગ્નિ શાંતિ કેન્દ્ર ચાર રસ્તે ખરા બપોરે ટ્રાફિક સિગ્નલ લાઈટ બંધ જોઈ ખુબ આશ્ચર્ય થયું.આજે એક જુના પ્યારા વડોદરાના નંબર વન ફોટોગ્રાફર મિત્ર રશ્મીન શાહને મળવા ગયો.me કહ્યું આવું કેમ ટ્રાફિક સિગ્નલ બંધ કેમ હોય છે?તો કહે અહી અન્ડર સ્ટેન્ડીગ ખુબ હોય છે.ટ્રાફિક સિગ્નલ બંધ હોય તો કોઈ વાંધો ના આવે.બધા એકબીજાને સમજીને વાહન આગળ ચલાવી લે.અમે બંને ખુબ હસ્યા. ખાસ તો મારા ૮૫ વર્ષના વૃદ્ધ “બા”ને મળવા આવ્યો છું.પ્યારા મિત્રો હમણા બ્લોગ પર નિયમિત આવી નહિ શકું,લખી નહિ શકું,કોમેન્ટ્સ એપ્રુવ નહિ કરી શકું,તો ક્ષમા કરશો.

25 thoughts on “આતમ પ્રવેશ,સ્વદેશાગમન”

  1. વેલકમ !!! સુરત આવવાનો કોઈ કાર્યક્ર્મ ખરો ?

    ન્યુઝમાં સાંભળ્યું હતું કે યોગગુરુ બાબા રામદેવ પાસે ૧૧૫૮ કરોડની સંપત્તિ છે.યોગને બિઝેનેશ બનાવી નાખ્યો છે.આમા કાળું કેટલું અને ધોળું કેટલું ? એ તો પોટલા છૂટે ત્યાંરે ખબર પડે.

    Like

  2. ભાઈશ્ર્રી ભુપેંદ્રસિંહ
    વતનમાં આપનું પ્રેમ ભર્યું સ્વાગત છે. આપ લાંબા સમય બાદ વતનમાં આવ્યા છો ઘણું નવું નવું લાગશે ! ડ્રાઈવીંગ કરો તો બિંદાસ કરશો નહિ તો અકસ્માત થવાની પૂરી સંભાવના છે. ખેર ! આપની આ માદ્રે વતનની મુલાકાત સફળ રહે તેવી શુભકામના સાથે-
    સ-સ્નેહ
    અરવિંદ

    Like

  3. ભૂપેન્દ્રસિંહજી, આત્મા સમાન ભારત અને પ્યારા ગુજરાતમાં આપનું સુસ્વાગતમ.

    Like

  4. ભુપેન્દ્રભાઈ, મેં ફેબ્રુઆરી ૧૨થિ ૧૯ વડોદરે જ લટાર મારી અને એ પણ લુંફ્થાન્ઝામાં જ … કસ્ટમ માટે જો કે મેં કોઈ રૂપિયા કે ડોલર નથી ચુકવ્યા અને મારી બેગ હેમખેમ ૨૦ સેકંડ માં નીકળી પણ ગઈ, કોઈ પુછતાછ વગર… બેગમાં અમુક ઈલેક્ટ્રોનિક સાધનો હોવા છતાં…

    Like

  5. આદરણીય ભુપેન્દ્રસિંહજી ….. આપના બ્લોગ પર નવા લેખો ના જોઇને આશ્ચર્ય થતુ હતુ ..આપ આપણા પ્યારા ભારત મા છો એ જાણી આનંદ થયો.. આપની સફર સફળ રહે એવી અભ્યર્થના ..અને આપની બા ની તંદુરશ્તી સારી રહે એવી પ્રાર્થના…

    Like

  6. આદરણીય શ્રી ભુપેન્દ્રસીહજી ,
    બાપુ તમે તો ભારત પહોચી ગયા. ચાલો પ્યારા વતનની યાદને તાજી કરી આવો
    આમેય આપના લેખમાં અને દિલમાં ભારત ને ગુજરાત તો કાયમ વસેલા જ હોય છે.
    એરપોર્ટનો અને કર્મચારીઓનો સુંદર અને સત્ય અનુભવ વર્ણવ્યો છે. ખુબ સરસ
    આપના લેખોમાં હવે આવશો ત્યારે ત્યાના અનુભવેલા પ્રત્યક્ષ અનુભવોના તાજા
    લેખો માણવા મળશે. બીજું તો કઈ નહી અમેરિકા આવો ત્યારે ભારત અને ગુજરાતના
    સમાચાર રૂપી અનુભવો અમારા માટે ખાસ પેક કરીને બંધાવી લાવશો.અમે આ વર્ષે
    જઈ શક્યા નથી તો આપના તરફથી અનુભવ રૂપી સંપેતરું લાવી લેખ દ્વારા મોકલાવશો.
    આપની ભારત અને ગરવી ગુજરાતની યાત્રા સફળ રહે તેવી કામના.

    Like

  7. ભુપેન્દ્રસિંહજી,

    સૌ પ્રથમ તો સ્વદેશમાં સ્વાગત.

    ભારતીય (માનસ)પ્રકૃતિનું અવલોકનનું આલેખન એકદમ સાચું છે, સમજી શકું છું કે આવું લખતાં (અને વાંચતા) આપણને દુ:ખ નહીં પણ શરમ થાય પણ શું કરીયે? જે છે એનો સ્વિકાર કરવો જ રહ્યો. માત્ર સ્વિકાર કરીને જ નહીં પરંતુ શક્ય (?)હોય ત્યાં આપણે પરિવર્તન કરીયે અને એ પણ શકય ન હોય તો કમ સે કમ આવી નિચતામાં ભાગીદાર ન બનીયે તો ય ગંગા નાહ્યા! જો કે ગંગાને ય આપણે ક્યાં પવિત્ર રાખી છે?!

    Like

  8. ભલે પધાર્યા..
    નવસારી આવો તો ‘લોકપડકાર’ ના તંત્રીશ્રી પાસેથી મારુ સરનામું મેળવીને પરોણાગત સ્વીકારશો..

    Like

  9. એર-હોસ્ટેસ વિષે મારો અનુભવ એકદમ અલગ છે. યુરોપિયન કરતા ભારતીય એર-હોસ્ટેસ વધુ સારી રીતે વાત કરતી હતી અને દેખરેખ રાખતી હતી. વળી, એરપોર્ટ પર કસ્ટમ મામલે આજસુધી કોઈ ઓફિસરે કડી કોઈ માંગણી કરી નથી અને કોઈ તકલીફ પડી નથી. હા, વચેટીયાઓ એક વાર પૂછી ગયા પણ મેં ના પાડી એટલે ચુપચાપ ઉભા રહી ગયા હતા.

    Like

    1. Agree with your both comment chirag bhai. These days Youth staff is value added and service oriented. Many old people have also noticed that difference in India as compared to previous trips experiences.

      Like

      1. મુંબઈ એરપોર્ટ પર લુંટ ચાલે છે તે સનાતન સત્ય છે.મારી નજરે જોયેલું લખું છું.સામેની રૂમમાં જમાદારને રૂપિયા આપતા એક વડીલને મેં જાતે નજરે જોયા છે.એ ફેમીલી મારી સાથે જ વડોદરા આવ્યું હતું.મારે તે બાબતે ચર્ચા પણ થયેલી જ છે.હા અમદાવાદા ઊતરેલા મારા વાઈફને કોઈ પ્રશ્ન નડ્યો નથી.એમને અમદાવાદ એરપોર્ટ પર કોઈ હેરાનગતિ કે માંગણી થઇ નથી.તે પણ હકીકત છે.હા યુવાન લોકોને કામ બાબતે જાગૃત છે તે પણ મેં માર્ક કર્યું,પણ ખડ્ડૂસ લોકો કામ બાબતે બેદરકાર અને લાંચિયા છે તે હકીકત છે.દરેકના અનુભવ જુદા જુદા હોય તે પણ સાચું છે.એનાથી સમગ્રતયા અનુમાન બાંધી લેવું પણ યોગ્ય નથી.

        Like

    1. હા, એ સાચું. (બાપુ હવે ’બિઝી’ હશે, હું આપી દઉં)
      રંગ સમુદ્રસપાટીથી ભૂપુષ્ઠની ઊંચાઇ (મીટરમાં) દર્શાવે છે.

      * લીલો = સમુદ્રતટથી (૦ મી.) લગભગ ૨૦૦મી. સુધીનો ઊંચાણવાળો પ્રદેશ.
      * પીળો = ૨૦૦મી. થી ૫૦૦મી. ”
      * રાતો = ૫૦૦મી. થી ૩૫૦૦મી. ”
      * ગ્રે = ૩૫૦૦મી. થી ૫૦૦૦મી. ”
      * સફેદ = ૫૦૦૦મી. થી ૯૦૦૦મી. “

      Like

  10. Shri Bhupendrabhai, tamaro article vanchi ne drashya najro ma abehub rachi sakayu, Aato most of darek na jivan no banelo prasang hoy em lage chhe, tame amara vitigayela anubhavo no fari thi akhataro karavyo.. abhar
    havea safe trip and spend time with mom than anyhting else. Mom hari fari shakta hoy to lai ne badhe jajo . nahiter desh ane state no prem to hamesh raheshe pan matru no prem kayam nahi rahe mate give your priority…
    Mara vati mom ne jaroor thi ekvar pranam kahesho. “Matru Devo Bhav”
    Happy and joyous trip to YOU!

    Like

  11. વેલકમ હોમ ભાઈજી, આપને ભારત પ્રવાસ અનુભવ અતિશય આનંદદાયક નીવડે અને સૌ કુટુંબીજનો પણ ખુશ થઈ જાયે એવી શુભેચ્છા.

    Like

  12. દોસ્ત,
    હું લાંબા સમયથી આપના સંપર્કમાં નથી .. વતનમાં આપનું સસ્નેહ સ્વાગત … વતનની મુલાકાત સરળ અને સફળ રહે તેવી શુભકામના.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s