વ્યાયામ,ધ્યાન અને લાંબુ નીરોગી જીવન,Telomeres વધારો.

વ્યાયામ,ધ્યાન અને લાંબુ નીરોગી જીવન,Telomeres વધારો.
યુનીવર્સીટી ઑફ કેલીફોર્નીયા(સાન ફ્રાંસીસ્કો)નાં  મહિલા પ્રોફેસર એલીઝાબેથ બ્લેકબર્ન,નોબલ પ્રાઇઝ વિનર ૨૦૦૯(મેડીસીન),એમણે ક્રોમોઝોમના અંતિમ છેડાઓ(telomeres) વિષે જબરદસ્ત સંશોધન કર્યું છે.આ છેડા જેટલા વધારે લાંબા હોય તેટલું આરોગ્ય વધારે સારું,ઉચ્ચ ગુણવત્તા ધરાવતું અને જીવન પણ નીરોગી અને લાંબું હોય.પણ આ telomeres વધારવા શું કરવું પડે?એમના કહ્યા પ્રમાણે એકસરસાઈઝ કરો.કસરત નિયમિત કરો.વ્યાયામના ખૂબ ફાયદા છે તેમાં આ એક નવું સંશોધન ઉમેરાયું.બીજું મેડીટેશન પણ telomeres ને વધારે છે.ફિશ ઓઇલ પણ એમાં ખૂબ ફાયદાકારક છે.હવે આ telomeres ટૂંકા હોય તો જીવન ટૂંકું અને આરોગ્ય સારું ના હોય તે સ્વાભાવિક છે.એને માટે સ્ટ્રેસથી દૂર રહેવું. બચપણમાં કોઈ માનસિક આઘાત કે ઈજા થઈ હોય તો આ telomeres ટૂંકા રહી જાય છે.
આપણે જાણીએ છીએ કે લાંબું અને નીરોગી જીવન જીવવા માટે બીજા ઘણા બધા પરિબળ આધાર રાખતા હોય છે.પણ આ નવા રિસર્ચને અવગણી શકાય તેમ નથી.કારણ મેડીટેશન,યોગ અને પ્રાણાયામ દ્વારા ભારતમાં લોકો લાંબું નીરોગી જીવ્યા છે.મૂળ વાત એ છે કે ભારતમાં જ યોગની કદર નથી.યોગના સૌથી વધારે ૧૫૦ કરતા વધારે પેટન્ટ અમેરીકનો પાસે છે.યોગના આસનો સ્ટ્રેસ ઓછો કરે છે.યોગ સ્ટ્રેસ મૅનેજમેન્ટ માટે ખૂબ વપરાય છે.આપણે એટલાં બધા અકર્મણ્ય બની ચૂક્યા છીએ કે યોગામાં કશું તો કરવું પડે છે તેટલું પણ કરવા તૈયાર નથી.કોઈ ફાન્દાળો સાધુ જોઈ મને કાયમ થાય કે બાપુ ખાલી ખાઈપીને તગડા થવામાં સમજ્યા છે.નૌલી કરનારનું પેટ કદી વધે નહિ.યોગના નામે બેસી રહેવા પેધેલા સાધુઓ ભારતનું કલંક છે.ધ્યાન કરો પણ એનો સમય હોય છે.ચોવીસે કલાક ધ્યાનના નામે આળસુઓ બેસી રહેવા પેધેલા છે.જાપાન જેવા દેશો જુઓ યોગા કરી બેસી રહેતા નથી,ખૂબ કામ કરે છે.જાપાનમાં કોઈ અનપ્રોડક્ટીવ નથી.ભારતમાં સાધુઓ અનપ્રોડક્ટીવ છે,બીજાની મહેનતનું ખાઈ જાય છે.જ્યારે આપણે બીજા દેશોમાં આપણો યોગા બહુ ચાલે છે તેના બણગાં ફૂન્કીયે ત્યારે ભૂલી જઈએ છીએ કે ભારતમાં યોગા બહુ પ્રચલિત નથી.ખાલી બુક્સમાં પ્રચલિત છે,પ્રેકટીસમાં નહિ.અમેરિકા અને બીજા દેશો એનો હકારાત્મક ઉપયોગ કરી કામની ક્ષમતા વધારે છે,જ્યારે આપણે એનો નકારાત્મક ઉપયોગ કરી બેસી રહેવા કામચોરી કરવા પેધેલા છીએ.
યોગના આસનો હળવી કસરત છે.આ બધી સ્ટ્રેચિંગ કસરત છે.એનાથી સ્નાયુઓ ખેંચાય છે લચીલા બને છે.જે લોકો ભારે કસરતમાં રસ ના ધરાવતા હોય તેમણે આસનો કરવા જોઈએ.સવારે યોગના આસનો અને કલાક ધ્યાન કરી નોકરી કરવા જવાય.એના માટે ભગવા પહેરી બેસી રહેવાની જરૂર નથી.
કસરત કરો,ધ્યાન કરો,આસનો કરો,સ્ટ્રેસ ઓછો થાય તેવા પ્રયત્ન કરો,બાળકોને કોઈ માનસિક આઘાત લાગે તેવું ના થવા દો,બાળકોને કોઈ ભારે ઈજામાંથી બચાવો.ક્રોમોઝોમના છેડા(Telomeres)ને લાંબા કરો,સુખી,નીરોગી અને લાંબું આયુષ્ય ભોગવો.
રેફરન્સ–Thomas Plante, PhD., ABPP is Professor of Psychology and Director of the Spirituality and Health Institute at Santa Clara University

Thomas Plante

9 thoughts on “વ્યાયામ,ધ્યાન અને લાંબુ નીરોગી જીવન,Telomeres વધારો.

 1. dear brother, well come home with love and affection.
  Yoga was invented by india and is still practiced by followers of Baba Ramdev and many others . who has many patents does not mattter. I think you are obssessed with bhagva and sadhus. They have their own way of thinking and living. In your every article these two words are found. We have it all in our culture , the best things in the world. Dilemma is, we are not world best. Please understand the difference. No animal or birds or insects needs an exercise, no cow or bitch needs સીજેરિયન for giving birth to a child. Where do sadhus fit in this article? I am not fond of any sadhus nor any sadhu is my Guru. I learn by myself, i have so much to teach my self , I learn from life it self . So sitck to facts and expand your horizons. I will not tolerate a great and innovative mind captured in some small capsule like sadhus. If you oppose or praise both way you are traped.

  Like

    1. એક સમયે ચીનની જેમ પ્રતિબન્ધ મુકવા જેવો ખરો.જ્યાં અતિશય સડો લાગ્યો હોય ત્યાં એકાદ સફરજન બચાવવાની જહેમત કર્યા વગર આખો ટોપલો ફેંકી દેવો સારો.યુનિવર્સીટીનો આઈડીયા ખૂબ સારો છે,તમને કુલપતિ બનાવી દઈશું.ફ્રીજમાં મૂકી મુકીને ક્યા સુધી સફરજન સાચવી રાખશો?એક દિવસ તો કહોવાઈ જવાના.આજનો ધર્મ કહોવાઈ ગયો છે.કોઈ એથીક્સ જેવું બચ્યું જ નથી.ધર્મ અનીતિ બની ગયો છે.અનીતિ દૂર કરવી ધર્મને દૂર કરવા બરોબર હોય તો કરવું પડે.ભગવાં કપડામાં ફરતા ગુંડાઓને બેસ્ટ કલ્ચર માનશો નહિ.બીજું પ્રાણીઓને કસરતની જરૂર ક્યાંથી હોય?આપણે સામાન્ય પ્રાણી નહિ વિશિષ્ટ પ્રાણી બની ગયા છીએ,માટે કસરત કરવી પડે છે.આખો દિવસ શિકાર પાછળ દોડતા હોત તો કસરતની જરૂર ના પડત.

     Like

 2. ફિટનેસ એ હવે ૨૧મી સદીનો મંત્ર છે જે આપણે અમેરિકા પાસેથી શીખ્યા છીએ એવું લાગે છે. માત્ર તંદુરસ્ત નહીં, માત્ર બીમારી વગરના નહીં, પણ ફીટ હોવું જરૂરી છે. ફિટનેસ એટલે સંપૂર્ણ તંદુરસ્તી નહીં પણ સંપૂર્ણ સ્વાસ્થ્ય. સંપૂર્ણ સ્વાસ્થ્યમાં શારીરિક, માનસિક શાંતિ અને આધ્યાત્મિક સિદ્ધિ પણ આવી જાય. યોગ એટલે Whole mind body fitness. સંસ્કૃતમાં યોક(Yoke) અગર યુનિયન એટલે કે યોગ. માત્ર શારિરીક આસનો કે વ્યાયામની કે સ્લિમ બૉડીની વાત નથી. યોગ એટલે એક ફિલોસોફિકલ માન્યતા જેમાં મન, શરીર અને આત્માનું સંમેલન થાય છે.સૌષ્ઠવવાળું શરીર હોવું જોઇએ. જિમ્નેશ્યમમાં જવાથી ફિટનેસ નથી આવતી. કે યોગના ક્લાસમાં જઇને અડધાંપડધાં યોગાસન શીખવાથી ફિટનેસ નથી આવતી. આજે ઘણાં બાળકો મેદસ્વી નજરે પડે છે. માબાપ તેમને કસરત નથી કરાવતાં. શરીરને તંદુરસ્ત, ફિટ અને સુડોળ રાખવાની કળા ન જાણવી તે મોટું અજ્ઞાન છે.

  બ્રિટનમાં યોગાસન શીખવાડનારા નિષ્ણાતો સ્પિરિચ્યુઅલિસ્ટ થેરપિસ્ટ તરીકે ઓળખાય છે. ૧૭૭૨માં અમેરિકામાં પ્રથમ ફિટનેસ મેન્યુઅલ પ્રગટ થયેલો ૧૮૫૦ સુધી આરોગ્ય પ્રાપ્ત કરશે એવું લાગેલું પણ પછી ખબર પડી કે આરોગ્ય માટે વ્યાયામ હોવો જોઇએ. ૧૯૫૦માં યોગ અને મેડિટેશનનું મહત્વ સમજાયું ત્યારે મહર્ષિ મહેશ યોગી ત્યાં પહોંચી ગયા. તેમની પાછળ યોગીઓનો પ્રવાહ વહેતો થયો. પશ્ચિમના દેશોએ તો એલોપથીની ટીકડીની જેમ આસનોને પકડી લીધાં કે પ્રાણાયામને પકડ્યો. પછી મહર્ષિ યોગીની મંત્રદીક્ષા વડે મેડિટેશનને પકડયું. અમેરિકનો યોગાસન અને વ્યાયામ કરવા માંડયા અને ભારતમાં અભિનેત્રી રેખાએ શરીરસૌષ્ઠવ વધારવા ફિટનેસ પ્રોગ્રામ કર્યો તે સમયમાં ભારતમાં ફિટનેસ જાગૃતિ આવી. આપણો યોગ યોગા બની ગયો.

  ગુજરાતીઓ વ્યાયામ કરવા જિમ્નેયશયમમાં જાય અને પછી બહાર આવીને વડાપાંઉ, ગાંઠિયા, ફાફડાનો નાસ્તો કરે. જિમ્નેશિયમના વ્યાપારીકરણવાળાં ઉપકરણોથી ફિટનેસ નથી. સ્ટ્રેચિંગ, જોગિંગ, સ્વિમિંગ કે સખત એક્સરસાઇઝ કરો ત્યારે તમારા લોહીના પ્રવાહમાં પ્રાણવાયુનો સંચાર ધોધની માફક થાય છે. એ પ્રાણવાયુ તમારા શરીરમાંના લાખો કોષોને પુષ્ટિ આપે છે. વ્યાયામને કારણે શ્વાસની ગતિ વધે છે, પ્રાણવાયુનો પુરવઠો વીસ ગણો વધે એથી લોહીમાંનો કચરો સાફ થાય છે. હાડકાંને મસાજ થાય છે. અને તેમાં એવા રક્તકણો પેદા થાય છે જે લોહીને તંદુરસ્ત બનાવે છે. વ્યાયામથી શરીરસૌષ્ઠવ વધવાથી સારા દેખાવને કારણે શરમ નહીં આવે. તમે જ તમારા શરીરને રિસ્પેક્ટ આપશો.

  Like

  1. ધન્યવાદ,ખૂબ ખૂબ ધન્યવાદ.ફિટનેસની સરસ વ્યાખ્યા સમજાવી.માર્શલ આર્ટમાં વ્યાયામ અને મેડીટેશનનો અદ્ભુત સમન્વય હોય છે.દરેકે માર્શલ આર્ટ શીખવી જોઈએ.

   Like

 3. યોગથી Whole mind body fitness મળે તે તો ઘણી સારી વાત છે. પરંતુ “મહર્ષિ” મહેશ યોગી તો દાવો કરતા હતા કે યોગથી ઊડી પણ શકાય છે જે તેમણે ટીવી પર બતાવવાનો પ્રયત્ન કર્યો હતો જે નિષ્ફળ ગયો હતો. અને મહેશ યોગી જેવા દાવાઓ કરવાવાળા ઘણા નીકળી પડે છે જેને લીધે આપણી સંસ્કૃતિની હાંસી થાય છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s