“વેલેંટાઈન” પ્રેમીઓનું પર્વ Hard Truths About Human Nature.

 
સર્વ મિત્રોને સંત વેલેંટાઈનની યાદમાં ઊજવાતા પ્રેમીજનોના પર્વ નિમિત્તે શુભકામના.
આપણે પ્રેમની મૂર્તિની પૂજા કરીએ છીએ, શરૂમાં પ્રેમ કરીએ છીએ, અંતમાં રડીએ છીએ અને વચમાં મોટા બગાસાં ખાઈએ છીએ. સંબંધની શરૂઆતમાં પ્રેમની તીવ્રતા ખૂબ હોય છે, જુસ્સો આવેગ પુષ્કળ હોય છે, પણ પછી બધું ધીમે ધીમે હોલવાતું જાય છે. આધેડ અને વૃદ્ધ દંપતી સરવૈયું કાઢવામાંથી ઊંચા આવતા નથી. અને નવા પરણેલાનો જુસ્સો ઓછો થતો જતો હોય છે.તો શું કરીશું કે પ્રેમનો આવેગ અને રસ તીવ્રતા જુસ્સો જળવાઈ રહે? નવું રિસર્ચ કહે છે કે,

૧)સ્પર્શ:—ઘણા બધા પુરાવાઓએ ઓક્સીટોસીન(“cuddle hormone”)નું રોમૅન્ટિક મહત્વ સાબિત કર્યું છે. જ્યારે આપણે આપણાં ચાહિતા લોકોને સ્પર્શ કરીએ છીએ ત્યારે ઓક્સીટોસીન ખૂબ વિપુલ પ્રમાણમાં સ્ત્રવે છે.  જેટલું સ્પર્શનું પુનરાવર્તન એટલું ઓક્સીટોસીન પણ વધુ છૂટે છે. એનાથી સંબંધોમાં નજદીક જવાય છે અને વિશ્વાસ વધે છે. જે ફરીથી સ્પર્શ કરવા માટે પ્રેરે છે. આમ એક શુભચક્ર ચાલુ થાય છે. આ એક હકારાત્મક લાગણીઓનું આત્મિક જોડાણ છે. આવુજ સત્ય સેક્સ વિષયક પણ છે. જેટલા સેક્સમાં વધારે ઊતરો, વધારે સારું બ્રેઈન કેમિકલ ડોપામીન છૂટે છે. જેનાથી સેક્સમાં ઊતરવાનું વધુ મન થાય. હવે જો સમય ના મળે તો તમે પ્રેમીજનોને શક્ય વધુ આલિંગન આપો, કિસ કરો અને ત્વચા સાથે સ્પર્શ કરો. સ્કીન ટુ સ્કીન કૉન્ટેક્ટ વધારો.

૨)અખિયા મિલાકે:– નજરનું અનુસંધાન પણ ખૂબ મહત્વનું છે. આંખોમાં આંખો મિલાવીને જુઓ, અહી પણ ઓક્સીટોસીન કામ કરી જાય છે. એકબીજા પ્રત્યે આકર્ષણ વધે છે. પાર્ટનરનો હાથ હાથમાં લઈને બેસો નજરથી નજર મિલાવો એનાથી ઓક્સીટોસીન લેવલ વધશે. અને ઓક્સીટોસીન લેવલ વધતા ફરી હાથમાં હાથ લઈને બેસી નજર મિલાવી વાતો કરવાનું વધુ મન થશે. આખા દિવસની ચઢાવ ઉતારની વાતો શેર કરો. પણ નજરસે નજર મીલાકે

૩)સાંભળો:–એકબીજાની વાતો સાંભળો. એકબીજાના અનુભવો. લાગણીઓ, ભય, ઉદાસી, ખુશી અને પ્રસન્નતા બધી વાતો કરો. પણ સાંભળવું જરૂરી છે. એનાથી પાર્ટનરને લાગશે કે તમે એનું ધ્યાન રાખો છો. ખાલી સાંભળવાથી પણ ઘણા પ્રશ્નો હાલ થઈ જતા હોય છે. તણાવ દુર થઈ જતો હોય છે.

૪)હસો ભાઈ હસો:—હસવું પણ ખૂબ અગત્યનું છે. એકબીજા સાથે મજાક કરો, સારી હ્યુમર સેન્સ વિકસાવો, હાસ્ય ટુચકા કહો. હાસ્યરસ શ્રેષ્ઠ રસ છે. એનાથી ડોપામીન વધુ છૂટશે, ટેસ્ટોટેરોન લેવલ ઊંચું આવશે જે સ્ત્રી અને પુરુષમાં સેક્સ સેટીસફેક્શન માટે ઈંધણ સમાન છે.

૫)અન્વેષક બનો:–નિત્ય નવીનતા આકર્ષણ વધારે છે. એકની એક વાતથી બોર થઈ જવાય અને કંટાળી જવાય છે. નિત્ય નવા ઉપાયો અજમાવો. પર્સ અને કોટમાં પ્રેમભર્યા ચબરાકિયાં લખી મૂકો, નવા રેસ્ટોરેન્ટમાં જાવ,  હીલ પર ફરવા જાઓ, પર્વતારોહણ કરવા જાઓ. ઉત્સાહપ્રેરક નવું અજમાવો. ચોકલેટ અને ફૂલ આપો. ડોપામીન લેવલ આવી રીતે વધવાનું છે.

વેલેંટાઈન દિવસના પ્રેમીજનોના પર્વ નિમિત્તે આનાથી સારી ટીપ્સ બીજી કઈ આપું???

Sexual satisfaction tends to play a role in a happier marriage, and happier marriages play a role in greater sexual satisfaction. And we know that people in stable, fulfilling marriages tend to be healthier. At the moment, we can simply say that a sexually satisfying and happy marriage is a very good predictor of future health and long life. By:-Dr. Howard Friedman’s ::-For more information on The Longevity Project see http://www.howardsfriedman.com/longevityproject/

6 thoughts on ““વેલેંટાઈન” પ્રેમીઓનું પર્વ Hard Truths About Human Nature.”

 1. sir,,

  velentine ni histroy pan khub j saras che,,,kadach tame muki hot to aur maja avat..

  gana varso pehla greece ma militry ma jawanoae farjiat jau padtu hatu je na jat ae ne tya ni sarkar kadak pagla leti ,,

  atle loko ae marrege karvani pan chut na hati,kem ke marrege karya hot to potani wife na vicharo ma rehe ane yudhh na kari sake ,,

  tya ek sant hata temnu nam valentine hatu te loko ne prem karva nu kehta hata atle greece govt…ae aemne jaher ma fanshi api ,,bas tyarthi j ae divas ne valentine day tarike ujavama ave che

  Like

 2. શ્રી રાઓલ સાહેબ,

  ઘરવાળી/ઘરવાળૉ હોવા છતાં ત્રાહિત વ્યક્તિ સાથે નાં સબંધોમાં પણ આ સ્ત્રાવ એટલા જ પ્રમાણમા થાય ?

  Like

 3. ખુબ સરસ લેખ …જીવન ની છેલ્લી પળ સુધી પ્રેમ ટકી રહે તેવી ટેકનીક ની તાતી જરૂર છે ..ઓટ પ્રેમ માં આવવાનું કારણ બરાબર સમજે તો અને નિરાકરણ શોધે તો દિવ્યતા આવે

  Like

 4. ખુબ સરસ લેખ….રાઓલ જી…પરંતુ….પ્રથમ નજરે સામાન્ય લાગતી આ બાબતો..અમલવારી ની પ્રક્રિયા સમયે અઘરી લાગે છે….(જય વસાવડા નું એક ક્વોટ છે કે “દિલ સે નીકલી હે તો દિલ તક પહોંચેગી”) પણ એ દરેક વખતે શક્ય નથી….લગ્ન ના શરુ ના વર્ષો ને બાદ કરતા લગ્ન જીવન ની દરેક નાની-મોટી બાબતો કે તાણા વાણા માં ફસાય જતા.બધું ઉડન છુ થઇ ગયું હોય એવું લાગે…….એટલે શાયરના અંદાઝ માં એમજ કહેતા રહીએ કે..”પથિક તું ચેતજે પથ ના સહારા પણ દગો દેશે, અમારા ના અનુભવ છે, તમારા પણ દગો દેશે”….

  Like

 5. સહજીવનની શરૂઆતમાં સ્વાભાવિક રીતે સેક્સ અને સ્પર્શનો ઉન્માદ રહેવાનો જ. સમય જતાં ઉમ્મરની કે કોઈક દેખીતી બિમારીને કારણે શારીરિક સ્રાવો મંદ થવાની શક્યતા પણ હોય છે. તે સમયે ભલે ઉન્માદ ન રહ્યો હોય પણ પરસ્પરની જરૂરીયાત વધતી જ જાય છે. બન્નેને એકબીજા વગર ચાલતું નથી. અને એ પણ સ્નેહ જ છે. ભલે એ પરસ્પરની જરૂરીયાતનો સ્વાર્થી પ્રેમ હોય. ભુપેન્દ્રસિંહના દરેક લેખ અભ્યાસપૂર્ણ જ હોય છે એમાં શંકા નથી.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s