દ્રષ્ટિકોણ.

Cropped image of Gandhiji and Kasturbaa from P...
Image via Wikipedia

  
દ્રષ્ટિકોણ.
જેનો પોતાનો આગવો કોઈ દ્રષ્ટિકોણ ના હોય તે બીજાના દ્રષ્ટિકોણથી વિચારે અને લખે.મારો પોતાનો એક દ્રષ્ટિકોણ છે.દરેકનો હોય છે અને ઘણાને હોતોજ નથી.હું બીજાના દ્રષ્ટિકોણથી વિચારું મતલબ એની વાત સાથે સંમત છું.કે હું કોઈ બીજાની આંખે જોઉં તો એની દ્ગષ્ટિ સાથે સહમત છું.પણ મારી પાસે પોતાની આંખ છે.કોઈ વાર બીજાનો દ્રષ્ટિકોણ ભાવી જાય કે અનુરૂપ આવી પણ જાય.કોઈ વાર એનો નજરિયો અને આપણો એક પણ હોઈ શકે.મને ગાંધીજી  પ્રિય છે માટે હું એમની વિવેચના કરું છું.ગાંધીજીની પ્રમાણિકતા મને ભાવે છે.સામાન્ય માનવોમાં વિશ્વાસ,એમની સેવા કરવી બધું ભારતીય નહોતું. અહી તો કર્મનો નિયમ લાગે છે.જેવા જેના કરમ.દુખી હોય તો એના કરમ.સેવા માય ફૂટ.પણ ગાંધીજીની દરેક વાત હું માની ના શકું.હવે એમના બ્રહ્મચર્ય વિશેના ખયાલ ટીપીકલ હિંદુ કે ભારતીય એવા અવૈજ્ઞાનિક હતા.હવે એમના નજરિયાથી જોઉં તો મારે એમના આ અવૈજ્ઞાનિક ખ્યાલોને માન્યતા આપવી પડે કે ગાંધીજી સાચું કહેતા હતા.ગાંધીજી ૪૦ વર્ષ પછી બ્રહ્મચર્યનું વ્રત લેતા હતા,અને બીજા યુવાનોને વ્રત લેવાનું દબાણ કરતા.આ એક અકુદરતી હતું.અહી મારે દ્રષ્ટિકોણ બદલાય છે.એમની વાત સાથે સંમત થઈ નથી શકતો.ગાંધીજી સેક્સ ને જીતી લેવા આખી જીંદગી મથ્યા.ટીપીકલ હિંદુ કે જૈન વિચારો કે ઇન્દ્રિયોને અને સેક્સ ને જીતી લો.ગાંધીજી ગ્રેટ હતા.વિથ રીસ્પેક્ટ એમના બ્રહ્મચર્ય વિશેના ખયાલો સાથે સંમત ના થવાય.અહી એમની આંખે જોઈ ના શકાય.પણ ડિયર ડોસા પ્રમાણિક હતા,કહેતા કે સેક્સ ને દિવસે તો જીતી લીધો છે પણ ૭૦ વર્ષે રાત્રે સ્વપ્નમાં સ્ખલન થઈ જાય છે.આવું કહેવાની હિંમત કોની ચાલે?જૈન મુનીઓ સેક્સ ને જીતી લેતા હશે,બીજા પણ જીતી લેતા હશે,એનર્જીના અભાવે.સેક્સ માટે પણ શરીરમાં એનર્જી તો જોઈએ કે નહિ?સાવ હાડ પિંજર સેક્સ ને જીતી લેવા સમર્થ બની શકે.અથવા તો જીતી લીધાના બણગાં ફૂંકતા હશે.ગાંધીજી જેવા બધા પ્રમાણિક ના હોય.મૂળ હિંદુ ધર્મમાં ૭૫ વર્ષ પછી સંન્યાસ હતો.
હું શું કામ બીજાના દ્રષ્ટિકોણથી વિચારું?હા મારો અને બીજાનો દ્રષ્ટિકોણ એક થઈ જાય અકસ્માતે તો બહુ સારી વાત છે.વિચારોમાં સામ્યતા હોય તો એક આંખ થઈ જાય.તે પણ બધી બાબતે ના પણ થાય.પણ ઘણી વાર મારો દ્રષ્ટિકોણ સારો લાગતો હોય પણ મન માનવા તૈયાર થતું હોતું નથી.કોઈ સાધુ મહારાજનો સિક્કો વાગવો જોઈએ.કંડીશનિંગ!!સાધુ કહે તે સાચું,સંસારી મારા જેવો કહે તો ખોટું.ઘણાને શરૂઆતમાં મારો દ્રષ્ટિકોણ બહુ ભાવે પછી નથી ભાવતો.હું તો એનો એજ છું.એનું એજ લખું છું.જુના પૂર્વગ્રહો આડે આવી જતા હોય છે.પોથી પંડિતો ભાગી જવાના.પોથીમાંથી જોઈ જોઇને લખવું સહેલું છે અને લોકોને બહુ સારું લાગતું હોય છે.આદર્શ વાતો હોય છે.એટલે શરૂમાં મારું લખાણ નવું લાગે,પણ જુના સંસ્કાર આડે આવે અને મેરા ભારત મહાનનો ખયાલ પણ આડે આવી જાય.આપણે કડવું સત્ય પચાવી શકતા નથી.અને ગળપણ મને ભાવતું નથી.મને ડાયાબિટીસ છે નહિ.જેને ડાયાબિટીસ હોય તેને નકલી ફોલ્સ સ્વીટનરની જરૂર પડે.નેચરલ શુગર પચાવી શકતા ના હોય,ઇન્સ્યુલિન ઓછું પડતું હોય કે બોડી એની સામે રેજિસ્ટ કરતું હોય ,અને શુગર વધી જાય તો પણ નુકશાન અને ઘટી જાય તો પણ નુકશાન.નકલી સ્વીટનર ખાવા પડે.ડાયેટ કોક પીવી પડે.મારે નકલી સ્વીટનર જરૂર પડતા નથી.અમારા વંશવેલામાં હાર્ટના પ્રૉબ્લેમ છે.ડાયાબિટીઝના નહિ.
શ્રી ગુણવંત શાહના એક દ્રષ્ટિકોણ સાથે મારો દ્રષ્ટિકોણ મેચ થઈ ગયો કે સાધુ તો પરણેલો સારો,પણ તરત બીજા દ્રષ્ટિકોણ સાથે મેચ ના થવાયું કે સ્ત્રીઓ સાધુઓને ચળાવે છે.છેવટે એમણે વાંક સ્ત્રીઓનો કાઢ્યો.આપણે ગ્રેટ માનતા હોઈએ એમનો વાંક દેખી શકતા નથી.રીડ ગુજરાતીમાં દક્ષાબહેન પટણીનું વક્તવ્ય વાંચ્યું કે શ્રી રામ,શૂદ્રનો વધ કરવા ધનુષ પર બાણ ચડાવ્યું ત્યારે મનમાં દુખી હતા.ભાઈ દુખી હતા અને માનતા હતા કે ખોટું થાય છે તો જાતને રોકોને?બાણ ચલાવ્યું શું કામ?રાજા હતા,બ્રાહ્મણોને કહી શક્યા હોત કે તમારો પુત્ર મૃત્યુ પામે તેમાં કોઈ શૂદ્ર તપ કરતો હોય તેના કારણે આવું થયું તેવું ના માનો.કાર્ય અને કારણનો કોઈ સંબંધ અહી નથી બેસતો.ઘેર જાવ હું કોઈને વિના વાંકે મારી નાખવાનું કૃત્ય નહિ કરું.પણ મન માનવા તૈયાર થતું નથી કે રામને પૂજ્ય માનીએ છીએ.તે ખોટું કરતા હશે?અને કર્યું તો મજબૂરી હતી,અને દિલમાં દયા હતી અને દુખી હતા.રામના અપકૃત્યના ગુણ અહી ગવાઈ ગયા કે દુખી હતા.આવા દંભ સાથે મારા દ્રષ્ટિકોણનો મેળ ના પડે.ના તો રામના નજરિયાથી જોઈ શકું ના દક્ષાબહેન પટનીના.મોરારીબાપુ બેઠાં હોય અને રામ વિરુદ્ધ બોલાય ખરું?એક મહાન રાજા મજબૂર હોય તો એની સત્તાનો શું અર્થ?
અમારે કંપનીમાં એક ગોવીન્દ્કાકા કોઈ ચર્ચા ચાલતી હોય આવી તો ખૂબ ઉગ્ર બની જતા.અમે બીજા મિત્રો સાથે અગાઉથી બ્રેક સમય પહેલા નક્કી કરી લેતા કે ગોવિંદ કાકાને આજે ખૂબ ઉકસાવવા છે.અમે પોઇન્ટ પણ અગાઉથી નક્કી કરી લેતા.એટલે એક મિત્ર પોઇન્ટ મૂકી દેતા અને ચર્ચા ખૂબ ઉગ્ર બની જતી.એક દિવસ અગાઉથી નક્કી થયા મુજબ એક મિત્રે પોઇન્ટ મૂક્યો કે આ રામે સીતાજીને ત્યાગી દીધા તે ખોટું કહેવાય.બસ એક જ વાક્ય અને ગોવિંદ કાકા ચાલુ.પેલાં મિત્ર મને કહેતા કે હું પોઇન્ટ મુકું બાકી મને એમની સાથે ચર્ચા નહિ ફાવે,આપણું કામ નહિ,એ તમે સાંભળી લેજો.ગોવિંદ કાકા કહે આતો દુનિયાનો બેસ્ટ દાખલો છે,હું કહેતો દુનિયાનો વર્સ્ટ દાખલો છે.બહુ મજા આવતી.કાકા ઉગ્ર બની લાલચોળ બની રહેતા.અમે મનમાં હસ્યા કરતા.છેવટે કાકા થાકી જતા,હું કોઈ દલીલ બચવા ના દેતો.થાકીને કહેતા કે તને સમજણ નહિ પડે.હું કહેતો કે તમને નહિ સમજાય.બધા હસતા હસતા બ્રેક પતાવી અંદર જતા.અમારા સુપર્વાઈજર કહેતા આવું ના કરો,કાકાને ઍટેક આવી જશે.
હવે શ્રી ગુણવંત શાહ કહે છે રામાયણ પ્રેમનું મહાકાવ્ય,શરૂમાં ખરું પછી નહિ.પછી શોક,દુખ,દર્દ અને એક મજબૂર સ્ત્રીની અવહેલનાનું મહાકાવ્ય.પત્ની પ્રિય હતી તો અગ્નિપરીક્ષા શું કામ.યુરોપના કોઈ મ્યુજીયમમાં ચેસ્ટીટી બેલ્ટ જોવા મળી જતા હોય છે.અગ્નિ પરીક્ષા અને ત્યાગ બધું ચેસ્ટીટી બેલ્ટ જ કહેવાય,અવિશ્વાસ.અહી રામની આંખે શું કામ જોવું.જોઉં તો અરુંધતીની આંખે જોઉં કે “રામ વડે ત્યજાયેલી સીતા વગરની અયોધ્યામાં પગ નહિ મુકું”.આખા ભારતવર્ષમાં ફક્ત એક જ હ્યુમન સીતાજીની પડખે.તે પણ અસહાય.અહી મારો દ્રષ્ટિકોણ રામ સાથે નહિ અરુંધતી સાથે મેચ થાય છે.
ગાંધીજી વ્યાયામના વિરોધી હતા,કોઈ માનશે?વ્યાયામ ગુંડા મવાલીનું કામ છે,તેવું કહેતા.અહી મારો સખત વિરોધ થાય.અહી એમના નજરિયાથી કઈ રીતે જોઈ શકું?શું શરીર સૌષ્ઠવ જાળવવું તે ગુંડાઓનું કામ છે?જે ધર્મોમાં ઉપવાસ કરી ભૂખે મરવાનું શીખવતું હોય ત્યાં વ્યાયામનું અને શરીરનું મહત્વ ના હોય.શરીરના દુશ્મન,શરીરને તપાવો,પીડા આપો.આતો હિંસા કહેવાય.એક છે બીજાને પીડા આપે છે,પરપીડન.અને બીજો પોતાને પીડા આપે સ્વપીડન બંને હિંસક.બીજાને પીડા આપવામાં સામે વિરોધ પણ થાય પોતાને આપવામાં કોણ બોલે?મારા એક જૈન મિત્રને સાવ નાની ૩૦ વર્ષની ઉંમરે પેટ ખૂબ વધી ગયેલું અને હાઈ બીપી ની તકલીફ.મેં કહ્યું ચાલો મારી સાથે જીમમાં કસરત કરી પેટ ઉતારો.ખૂબ સમજાવ્યા પણ કદી આવ્યા નહિ.મને ખબર નહિ એમના ધર્મમાં જ નથી.આપણો અભિગમ શરીર વિરોધનો રહ્યો છે.શરીર પ્રત્યે સાવ બેદરકાર.એમાયે ગુજરાતમાં તો ખાસ.કસરતનું મહત્વ જરા પણ નહિ.અમુક હિંદુ સાધુઓ અખાડીયન ખરા,પણ સ્વચ્છતાના ઠેકાણા નહિ.વિડમ્બના જુઓ જૈનોના ચોવીસે તીર્થંકર ક્ષત્રિયો હતા,રાજાઓ હતા,યોદ્ધાઓ હતા.મતલબ હિંસા શું છે તે જાણતાં હતા.ધર્મ કોણે અપનાવ્યો?  
દ્રષ્ટિકોણ આગવો જોઈએ,પોતાનો જોઈએ.કોઈની સાથે મેચ થાય તો ભલે ના થાય તો ભલે.

28 thoughts on “દ્રષ્ટિકોણ.”

 1. ગાંધીજી અત્યંત મહાન પુરુષ હતા, શ્રેષ્ઠતમ કહીએ તો પણ ખોટું નહિ. છતાં તેમના બધા કૃત્યો અને વિચારોને સ્વીકારી ન શકાય. જેમ કે કેલનબેકનું દૂરબીન દરિયામાં ફેંકાવી દેવાને બદલે જહાજના નાવિકોને આપી દેવડાવ્યું હોત તો સારું થાત. તેમના અંગત મંત્રી શ્રી પ્યારેલાલે ગાંધીજી વિષે ચાર પુસ્તકો લખ્યા. તેમાંથી એકમાં, ગાંધીજીનો ટેકો શોધવા આવેલા, કુ. માર્ગરેટ સેંગર સાથેનો વાર્તાલાપ અક્ષરશ: રજુ કર્યો છે. તેમાં ગાંધીજીને બદલે મારું નામ મુકો તો થાય કે ‘રશ્મિકાન્ત આટલો બધો જડ છે?’. બિચારી સારી સારી દલીલો કરતી હતી પણ ગાંધીજીએ તો બસ ‘એક મારું ઊંહુ’ પકડી રાખ્યું કે સંતાન પ્રાપ્તિ ના હેતુ સિવાય પરિણીત યુગલોએ સંભોગ કરવો ન જોઈએ.

  દરેક વ્યક્તિએ અન્ય વ્યક્તિઓની પ્રતિષ્ઠાથી અંજાઈ ગયા વગર, પોતાની સામાન્ય બુદ્ધિ વાપરી, પોતાનો આગવો દૃષ્ટિકોણ વિકસાવવો જોઈએ.

  Like

  1. હું એજ કહેવા માંગું છું,આપણે અંજાઈ જતા નથી એની રામાયણ છે.પોતાનો આગવો દ્રષ્ટિકોણ જ જોઈએ.આભાર.

   Like

   1. માફ કરજો, ક્યાંક ભૂલ તો નથી થતી ને? “આપણે અંજાઈ જતા નથી એની રામાયણ છે” કે અંજાઈ જઈએ છીએ તેની?

    મારા ઉપરના પ્રતિભાવમાં લખવું રહી ગયું હતું કે માર્ગરેટ બેન કુટુંબ નિયોજનના પ્રણેતા હતા અને તે માટે ગાંધીજીનો ટેકો વાંછતા હતા.

    Like

    1. આપના અને મારા જેવા અંજાઈ જતા નથી,તેની રામાયણ છે.માર્ગારેટ ને ગાંધીજીનો ટેકો મળ્યો હોત તો ભારતની વસ્તી હાલ થોડી ઓછી હોત.

     Like

 2. સાચી વાત છે.કોઈ મહાપુરુષ કે વ્યક્તિ આપણો આદર્શ કે પ્રિય હોય ,તો એનો અર્થ એ નથી કે આપણે તેમના વિચારો સાથે સંપૂર્ણ સહમત છીએ.હું પણ ગાંધીજીનો ફેન છું.ફેન હોવાનો અર્થ ગાંધી બનવાનું કે ગાંધીજીની જીવનશૈલીનું અનુકરણ કરવાનો નથી. હું પણ જીમમાં જાવ છું.હું કઈ બુટલેગર કે ગુંડો નથી.ઘણા પ્રોફેશનલ લોકો જીમમાં આવે જ છે. મારે ૨૪ કલાકમાં ૬ થી ૮ કલાક સુધી ખૂરશીના ખોળામાં બેસવાનું છે.સવારે ૨ કલાક વ્યાયામ ન કરુ તો આખો દિવસ ચૈન પડતો નથી.મારો વાદ શરીરવાદ છે.મને ફિટ રાહેવું જ પસંદ છે.મસલ્સ જોઇને સામે વાળો ડરી જવો જોઇએ 😉 .

  Like

   1. સત્ય કહ્યું. પણ ગળે ઉતરે તો ને ?
    મુન્ના…MBBSનું એક દૃશ્ય યાદ આવ્યું. જેમાં કંઇક એવું કહે છે કે ’ગાંધીજીને કહા હૈ; કોઇ એક ગાલ પર થપ્પડ મારે તો બીજો ગાલ ધરવો, પણ બીજા પર પણ પડે તો શું કરવું ? ગાંધીજીને ઇસકે બારેમેં તો કુછ કહા હી નહીં હૈ ! ભાઈ !!’
    ટુંકમાં ગાલ ધરવા વાળા ગાલાવેલાની આ દુનિયા નથી થતી, ગાંધીજી પ્રત્યે (કે કોઇપણ મહાનુભાવ પ્રત્યે) ગમે તેટલો આદર ધરાવતા હોઇએ, તેમની બધી જ વાતો સાથે, ધરાર, સંમત થવું તેવું તો સ્વયં ગાંધીજીએ પણ નથી જ કહ્યું. અને એ તો બહુ ચતુર માણસ હતા, કોથળામાં ભરીને મારતા !! અને આપણે તેની દેખાદેખી, સમજ્યા વીનાના, ખાલી કોથળા ઉલાળવા માંડ્યા !! પછી તો કોથળા જેવા જ થઇ જઇએ ને ?
    સમાજમાં ભિન્ન દૃષ્ટિકોણ હોવો એ સમાજની વિશાળતા અને સમાજના સભ્યોની નજરની તેજતર્રારતા સુચવે છે. જરૂરી છે. સરસ લેખ. આભાર.

    Like

 3. ભૂપેન્દ્રસિંહજી,

  દરેકનો એક અલગ દ્રષ્ટિકોણ હોવો જ જોઇએ. આપણે ત્યાં વ્યક્તિની પ્રતિષ્ઠાને લીધે વ્યક્તિપૂજાનું મહત્વ છે. દરેક મહાન વ્યક્તિ તેના ગુણોને લીધે મહાન બને છે તેઓ પણ આપણા જેવા મનુષ્ય જ હોય છે. એટલે સામાન્ય વ્યક્તિની જેમ એમનામાં પણ થોડેઘણે અંશે દોષો-નબળાઇ તો રહેવાની જ. હવે આપણે સંપૂર્ણપણે તેમના જ દ્રષ્ટિકોણથી વિચારીએ તો તેને આંધળુ અનુકરણ કહેવાય. બીજું કોઇપણ વ્યક્તિના વિચારો તે વખતના સમય અને સંજોગોને અનુરૂપ હોય તે સમય અને સંજોગો બદલાતાં તે જ વિચારોને વિવેકપૂર્ણ અર્થમાં જ સ્વીકારાય. માત્ર ઘેટાં બનવાને બદલે આપણા અલગ દ્રષ્ટિકોણ પ્રમાણે વિચારવું જોઇએ.

  મેં પણ વાંચેલું છે કે ગાંધીજી વ્યાયામને મહત્વ નહોતા આપતા. તેમને મન શરીરસૌષ્ઠવથી તાકાત આવવાથી ગુંડાગીરીને પ્રોત્સાહન મળે છે.

  આપની વાત સાચી છે ગુજરાતમાં કસરતનું મહત્વ ખાસ નથી. હોટલમાં શનિ-રવિ ખૂબ ભીડ હોય. પછી સ્ટેટસ ખાતર જીમમાં કે કલબમાં કસરત માટે કે રમત માટે જાય. પણ કોઇ યોગ્ય કસરતનું મહત્વ ના હોય. મારા દીકરો માર્શલ આર્ટમાં જતો ત્યાં અમુક છોકરાઓ ઉત્સાહમાં શરૂઆત કરે પણ થોડા દિવસમાં તો છોડી દે. માર્શલ આર્ટની હાર્ડ કસરતો જ ના થઇ શકે એમનાથી. અને અમુક માતાપિતા તો કહે કે આમ પૈસા આપીને છોકરાને માર ખાવા મોકલવાના. એમ કહી છોકરાના ઉત્સાહ ઉપર પાણી ફેરવે.

  Like

  1. આમ પૈસા આપીને છોકરાને માર ખાવા મોકલવાના. એમ કહી છોકરાના ઉત્સાહ ઉપર પાણી ફેરવે.
   જો આવું વિચારતા હોય માબાપ તો પછી થઇ રહ્યું.શરીર સૌષ્ઠવ અને મનની તાકાત વગરની કોમ સાવ નાની સંખ્યામાં એવી બ્રિટીશરો હાથે હારી ગઈ.શરીર નબળું હોય તો મન પણ નબળું.અહી પણ ૭૦ વર્ષના શ્વેત ડોસાને દોડતો જોઈ મને આપણી સોચ ઉપર દયા આવે છે.

   Like

 4. મારા ભાઈઓ, એક હાડપિંજર જેવા ગાંધીજી ની મક્કમતા સામે જ સાતે સાત સમંદરના કિનારા ઉપરની ધરતી પર જેનુ રાજ હતુ,એ રાજ ના પાયા કડડ્ભુસ્સ થઈ ગયા હતા એ એમના મસલ્સ ને લીધે નહિ પણ શુધ્ધ આત્મિક મક્કમતા જ હતી. હા અમુક વાતોમાં જડતા હતી એ ને નજર અંદાજ કરીએ કે ના કરીએ તો પણ ભારતનો નંબર વન હિરો ફક્ત ગાંધીજી જ છે હો ભાઈ…..!! બાકી મસલ્સવાળા ખલિ ભાઈની નકલી તાકાત WWF પર માર ખાઈને આવી હતી અને એ પણ દયાને પાત્ર ઠરીને જ ત્યાં સ્થાન ટકાવી શક્યા હતા, જોકે હવે ઓછા જોવા મળે છે એ ભાઈ.

  મસલ્સથી મક્કમતા નથી વધતી પણ મસ્તી વધે છે. મક્કમતા નથી વધતી પણ તાકાતનુ અભિમાન જરુર વધે છે. ગુસ્સો વધે છે. કમાન છટકી જાય છે. ઓસ્ટ્રેલિયનોના તાકાવર શરીર સૌષ્ઠવ છતા તેંડુલકરની મક્કમતા, અને ધિરજમય શાંતતા જ વધુ કામ આવી છે. નિર્મળ રહેવુ, નિર્દોષ રહેવુ, દયાવાન રહેવુ, નીતીનિયમોમાં રહેવુ એવા ગુણો મસલ્સ વાળા કેળવે તો વધુ ઉપયોગી થઈ શકે છે. મે અમદાવાદનુ એમ.ટી.વી.નુ “રોડીઝ” નુ ઓડીશન નુ એપીસોડ જોયુ હતુ, મારા જ ભાઈઓની વલે થાતા જોઈને મને ખુબજ દયા આવતી હતી અને છેવટે એક છોકરી કદાચ “ચાંદની જોષી” નામની એક અમદાવાદી છોકરી જ ચુંટાઈ આવી છે અને મસલ્સ વાળા ભાઈઓની વાતો સાંભળીને મને ગુજરાત પર દયા આવતી હતી.

  માર્શલ આર્ટસ થી મન પર ઉત્તમ કાબુ રહે છે. સંયમતા વધે છે. એ કરવુ અતિ ઉત્તમ પ્રયાસ છે. મને અનુભવ છે, હુ આજે પણ એક હાથ ઉપર, અને એક જ હાથના નકલ્સ ઉપર સૌથી વધુ પુશ-અપ્સ કરી શકુ છુ. નબળાને બચાવવા હંમેશા ગુસ્સો કરુ છુ પણ ખોટુ હોય ત્યા જ. પાપ નથી કરતો, મનમાં નફરત નથી રાખતો, એ બધુ આત્મિક જ્ઞાન શીખ્યા પછી જ શક્ય છે. ફીટનેસ માટે જીમ જવુ સારુ છે પન મસલ્સ માટે જીમ જવુ એ ખોટુ છે પણ કસરત કરવી જરાયે ખોટી નથી. આત્મસંયમ રાખીને સહનશક્તિ કેળવી શકાય તો મસલ્સ અતી ઉત્તમ કહેવાય નહિ તો પોતાના જ ભાઈને એના ગુનાઓની માફી ન આપતા ખોંખરો કરવો નબળી મનોદશા દર્શાવે છે. મારો આદર્શ ગાંધીજી છે, કોઈ મસલ્સ વાળાનો તમાચો ખાઈને એનુ મન બદલી શકુ તો વધુ સારુ…..

  Like

  1. એક હાથે પુસ-અપ ? વેરી ગૂડ ! અહ્યાં ભૂપેન્દ્રસિંહજીએ ‘દૃષ્ટિકોણ’ની વાત કરી છે એટલે હું પણ આરોગ્યની દૃષ્ટિએ જીમમાં જવાનું કહું છું.કયો આહાર લેવો અને કયો આહાર ન લેવો,તે આરોગ્યની દૃષ્ટિએ વિચારવું જોઇએ.નહીં કે પાપ-પુણ્યના સંદર્ભમાં ! બધાના દૃષ્ટિકોણ અલગ અલગ હોય શકે અને હોય જ છે.એક ફોટોગ્રાફ માટે ૧૦ વ્યક્તિઓનો દૃષ્ટિકોણ ભિન્ન હોય શકે (હોય જ છે ).

   Like

   1. Righhhhhht !
    “કયો આહાર લેવો અને કયો આહાર ન લેવો,તે આરોગ્યની દૃષ્ટિએ વિચારવું જોઇએ.નહીં કે પાપ-પુણ્યના સંદર્ભમાં ! ” — ખરું કહ્યું. અને દૃષ્ટિકોણની ભિન્નતા બાબતે પણ ૧૦૦% સહમત.

    Like

    1. મોટાભાઈ શ્રી રાજનીભાઈ અને અશોકભાઈ, આહારના દ્રષ્ટીકોણની જ તો મોંકાણ છે ને વળી, પુરે પુરો આહાર છુટ પણ નથી ભારતમાં, એ જ તો મુળ “ખાટલે મોટ્ટી ખોડ છે” સર્વ (કુ)દ્રષ્ટીકોણ ના. આપણે બધા આપણા જ કુંડાળામાં ખોટા સાબીત થઈ રહ્યા છીએ….

     ગાંધીજીનો દ્રષ્ટીકોણ ગુલામ બની ચુકેલા ચરિત્રહિન, દંભી અને જુઠ્ઠા ભારતને બદલવાનો અને સામર્થી બનાવવાનો હતો.

     સેકસથી મનુષ્ય સમાજોપયોગી ઉત્તમ મારગેથી ભટકી જાય છે એ આજે સર્વવિદીત છે જ અને એટલે જ સેકસ થી સંયમ રાખવાનો દ્રષ્ટી કોણ આજે પણ એ સમય કરતા પણ વધુ જરુરી છે કેમ કે આજની પ્રગતિ એ અધોગતિ જ છે.

     “બાપુ” જેવુ ઝડપથી ચાલવુ ઘણાથી અશક્ય જ હતુ એ પરથી સિધ્ધ થાય છે કે બાપુ વધુ તંદુરસ્ત હતા. કદાચ બકરીના દુધથી અને શુધ્ધ શાકાહારી ખોરાક અને ગીતા-બાઈબલના વાંચનથી એમનુ લક્ષ્ય એમની ઝડપ પર જ લાગેલુ રહેતુ જરાપણ ડગતુ ન હતુ, એ બધાની પાછળ શું હતુ? નમાલા અને ભોગવિલાસી ભારતના રાજાઓએ અંગ્રેજોના કઠપુતળી જેવા બનીને દેશને વેચી નાંખ્યો હતો એ દેશને ફરીથી બેઠો કરવો હતો.

     Like

     1. ઘણા લેખકોએ સેક્સ વિશે લખ્યું છે.એટલુ ૧૦૦% કહી શકુ કે સેક્સ કુદરતી રીતે ઉત્તપન્ન થાય છે.તેને દબાવીને રાખી શકાતો નથી.કામત્યાગીઓ પર સ્ટિંગ ઓપરેશન કરે તો ભલભલાના ભાંડા ફૂટી જાય.ભારતમાં સેક્સ વિષયની લોકોને જાણકારી આપવી જોઇએ.સેક્સ વિષયને દબાવવાનો કોઈ મતલબ નથી.હા,વસ્તુંનો મન ભરીને,પેટ ભરીને ઉદ્‍ભોગ કર્યો હોય તો પછી તે વસ્તુનો સરળતાથી ત્યાગ કરી શકાય છે.

      Like

      1. ભોજન, ભોગ, ભંડાર અને ભકિત છુપાયેલા જ સારા એટલે કે જાહેર ના કરાય નહિ તો પામરતા ઠરે છે.!!

       Like

 5. * ” એમના બ્રહ્મચર્ય વિશેના ખયાલ ટીપીકલ હિંદુ કે ભારતીય એવા અવૈજ્ઞાનિક હતા.” — અહીં કદાચ હું અસંમત થઇશ ! બ્રહ્મચર્ય (ગાંધીજીના અર્થમાં કે હાલનાં બાવાઓનાં પ્રચલીત અર્થમાં) કે સેક્સ પ્રત્યેની ધૃણા એ ભારતીય ખયાલ નથી, એ ઈસ્લામિક ખયાલ પણ નથી, એ માત્રને માત્ર ક્રિશ્ચીયાનીટીની દેણ છે. ગાંધીજીએ સેવાનો ખયાલ ત્યાંથી ઉઠાવ્યો તે મનાય તો આ ખયાલ પણ ત્યાંથી ઉઠાવ્યાનું કેમ ન માનાય ? (યે તો બહુત નાઈન્સાફી હૈ ! અચ્છા અચ્છા હમારા ઔર બૂરા બૂરા તુમ્હારા !!)
  અહીં તો ૨૫ પછી ગૃહસ્થાશ્રમની પ્રથા હતી. ખજુરાહો અને કામસુત્રના દેશમાં કામ નિંદનીય ગણવાનું તો આયાતી ખયાલ છે. (આ મારો દૃષ્ટિકોણ છે, સહમત થવું જરૂરી નથી પણ વિચારો જરૂર !!) જો કે આપે જ પાછું લખ્યું કે “મૂળ હિંદુ ધર્મમાં ૭૫ વર્ષ પછી સંન્યાસ હતો.” (તો આ મૂળથી અલગ આવ્યું ક્યાંથી ?)

  * “શ્રી રામ,શૂદ્રનો વધ કરવા ધનુષ પર બાણ….” — આ એક કિસ્સો મેં બહુ બધે એમનો એમ જ વાંચ્યો છે, હવે વાત દૃષ્ટિકોણની જ કરીએ તો પોતાને ગમતી (કે અણગમતી) કે અનુકુળ ઘટનાને પકડી અને જોયે રાખવી તેને વળી ’સાંકડો દૃષ્ટિકોણ’ ન કહેવાય ? કારણ રામે તો રાવણનો પણ વધ કર્યો (જે બ્રાહ્મણ હતો !) અને રાવણની સમગ્ર સેનાનો નાશ પણ કર્યો જેમાં, સામાન્ય બુદ્ધીથી માની શકાય કે સૌથી વધુ રાવણના સગા, કુટુંબીજનો જ હશે (જે પણ બ્રાહ્મણ હશે !) તો આ બીજો દૃષ્ટિકોણ કે રામ બ્રાહ્મણોના વિરોધી હતા !! (આ વાત હસવા જેવી નથી, વિચારવા જેવી છે. આપણે ઘેટાંઓની જેમ ન દોરાવું હોય તો પોતાનો આગવો પણ તર્કયુક્ત દૃષ્ટિકોણ રાખતા શીખવું જ પડશે.)

  * ’જે ધર્મોમાં ઉપવાસ કરી ભૂખે મરવાનું શીખવતું હોય ત્યાં વ્યાયામનું અને શરીરનું મહત્વ ના હોય.” — સાવ સાચી વાત છે, પણ આ ઉપવાસ કરી ભૂખે મરવાનું તુત ચાલ્યૂં ક્યાંથી ? છે કોઇ પાસે પ્રમાણભૂત જાણકારી.

  * અને માત્ર જીજ્ઞાસાવશ અંતિમ પ્રશ્ન !! “ગાંધીજી વ્યાયામના વિરોધી હતા,” — આ કથનને પ્રમાણીત કરતો કોઇ સંદર્ભ ?

  આ માત્ર આપનાથી કેટલાક અંશે અલગ પડતો મારો દૃષ્ટિકોણ, કદાચ આપણે એક જ ખુણામાં પણ આગળ પાછળ બેઠા હોઇએ તો પણ વિઝન અમુક અંશે બદલાય જાય. કંઇ નહીં, દૃશ્યને વિવિધ કોણથી જોવાનો લાભ તો આપણને સૌને મળે છે. એ જ મોટો ફાયદો. આભાર.

  Like

  1. સર વાઘજી,
   હાલનો હિંદુ અને પ્રાચીન હિંદુ આભ જમીનનો ફેર છે.માટે મારે મૂળ હિંદુ ધર્મ લખવું પડ્યું.ટીપીકલ એટલે હાલનો બાવાઓનો.મૂળ હિંદુ ધર્મમાં નાની ઉંમરમાં સન્યાસ હતો જ નહિ તે ખયાલ જૈન અને બૌદ્ધ છે.
   શૂદ્રનો વધ અને રાવણનો વધ બંને પ્રસંગોનો ભેદ તો જુઓ?શું બંને પ્રસંગો એક જેવા હતા?બ્રાહ્મણો રામ પાસે આવ્યા કે એમનો એક યુવાન કે બાળક અકાળે મરી ગયો છે,અને તેનું કારણ પેલો શુદ્ર તપ કરે છે તે છે,અને રામે બાણ ચડાવ્યું.ભાઈ બે પ્રસંગો અલગ અલગ છે.ફિર સે સોચો.ઉપવાસ કરી ભૂખે મરવાનું જૈન ધર્મની વાત છે ત્યાં વ્યાયામનું મહત્વ ના હોય..ગાંધીજી ઉપર બે ધર્મોની જબરદસ્ત અસર હતી,જૈન અને ક્રિશ્ચિયન.

   Like

   1. “મૂળ હિંદુ ધર્મમાં નાની ઉંમરમાં સન્યાસ હતો જ નહિ” — આ વ્યાજબી વાત થઇ, તો પછી આ બધા હાલી મળ્યા છે બાવા બનવા તે અકુદરતી તો છે જ, અધર્મી પણ છે ! (સમજાયું ? હવે તો હિંદુઓ જાગીએ અને સાચા માર્ગે ચઢીએ !)

    અને રહી ગાંધીજી પરની કહેવાતી જબરદસ્ત અસરની વાત તો એ માટે જગ્યાના અભાવે નીચે અલગથી માત્ર એક ફકરો મુકું છું. જે અમુક લોકોના એક દાવા પર પ્રકાશ પાડશે કે જાણે ગાંધીજીના ઘડવૈયાઓ માત્રને માત્ર અમુક લોકો જ હતા !!

    Like

  2. અશોકભાઇ

   અને માત્ર જીજ્ઞાસાવશ અંતિમ પ્રશ્ન !! “ગાંધીજી વ્યાયામના વિરોધી હતા,” — આ કથનને પ્રમાણીત કરતો કોઇ સંદર્ભ ?

   તેના જવાબમાં.

   મહારાષ્ટ્રના પૂજ્ય નાથ તરીકે ઓળખાતા ૧૯૮૪નું વર્ષ તેમનું જન્મશતાબ્દીવર્ષ. જેઓ યુવાવસ્થામાં વ્યાયામ તથા ક્રાંતિવાદી પ્રવૃત્તિ કરતા. ગાંધીજીના આશ્રમમાં તે આવ-જા કરતા તેમના પ્રચારક તરીકે કામ ના કર્યું પણ તેમનાં બધાં જ રચનાત્મક કાર્યમાં સહભાગી થતા. સત્યાગ્રહમાં નહોતા ભળ્યા પણ સ્ત્યાગ્રહના પ્રસંગોએ તેઓ આશ્રમની જવાબદારી ઉપાડતા અને ગાંધીજીને પણ તેનાથી આશ્વાસન મળતું કે એવા એક સત્પુરુષ એમની પાસે આવે છે જે એમની ગેરહાજરીમાં આશ્રમવાસીઓને માર્ગદર્શક થઇ શકશે. તેથી નાથજીને સાબરમતી આશ્રમમાં આવતા-જતા રહેવા કે કાયમ રહેવા માટે ઉત્તેજન આપેલું. તેમની હાજરી માત્ર આશ્રમમાં રહે તેનાથી જ ગાંધીજીને નિરાંત થતી એટલે કે વિનોબાજી અને કાકાસહેબ કાલેકકર વિશે કહીએ તેમ ગાંધીજી અને નાથજી સાથી ગણાય તેવો સંબંધ હતો.

   આ કેદારનાથજી જે પૂજ્ય નાથ તરીકે ઓળખાતા. તેમના પુસ્તક મારા જીવનનાં સંસ્મરણો તેમાં ગાંધીજી અને નાથજી વચ્ચે એકવાર વ્યાયમની પ્રવૃત્તિ વિશે ચર્ચા થયેલી. તેમાં ગાંધીજીએ તેમને વ્યાયમમાં શ્રદ્ધા ના હોવા બાબતે અને વ્યાયામથી માણસ ગુંડો બને છે એમ લાગતું એત્વું કહેલું. તેમાં નાથજીએ ગાંધીજીને કહેલું ‘શું હું તમને ગુંડો લાગું છું? વ્યાયામ શરીર માટે આવશ્યક છે. જાતનું અને પરિવારનું રક્ષણ કરવા પૂરતું અંગબળ તો સૌ કોઇએ મેળવવું જ જોઇએ. સુદૃઢ આને નીરોગી શરીર રાખવું જોઇએ આવી ચર્ચા બાદ ગાંધીજીને પણ આ વિચાર ગમ્યો અને કોંગ્રેસના અધિવેશનમાં તે સંબંધે ઠરાવ પણ કરાવી દીધો.

   આ કેદારનાથજીના ચાર પુસ્તકોનો સેટ માત્ર ૫૦ રૂપિયાના રાહતદરે નવજીવન ટ્ર્સ્ટ દ્વારા પ્રકાશિત કરાયેલ. વિવેક અને સાધના, વિચારદર્શન, મારા જીવનનાં કેટલાંક સંસ્મરણો અને સુસંવાદ પુસ્તકો છે. જો કે આ પુસ્તકો અત્યારે દુર્લભ છે. તેમનું વિવેક અને સાધના પુસ્તક પોતાની વિવેકબુદ્ધિ જાગ્રત કરી તેને વાપરતાં શીખવામાં મદદરૂપ થાય તેવું છે. મને આ પુસ્તકો ભેટમાં મળેલા છે.

   Like

 6. Dear brother,
  This article was not at all necessary. Right from the start you have been writing only from your point of view or as per your understanding (દ્રસ્તિકોણ) . The blog readers as usual give comments and present their way of thinking. Is there anything wrong in this? Everyone knows this and the blog readers are smart enough to understand this simple fact. Also in your blog you have made your position very clear stating that you’re a “ mukt vicharak” and condemn old way of thinking. Then after an year of blogging what is the necessity of explaining the meaning of ‘’drastikon”. Further in the article you have raised the issues of Gandhiji’s practice of celibacy and the need to exercise and so on mixing up the whole thing. But good that you have brought this topic from your side. So now it is finally proved that due to different perceptions , many ideologies, different religions, many philosophies and hundreds of political parties are bor n. This is still happening today. So what , keep going . Good article but some repetition . well, this is my perception. One more question, Is it possible for the human race to develop a religion which is accepted by all and good for all? Or is it possible for humanity to do away with the religion altogether? Look ahead and move , there is no use in dwelling in the past too much. The past is a bucket of ashes.

  Like

 7. ” ઈશુ એકલા જ દેવાંશી હતા એમ મારાથી માની ન શકાય. જેટલા દેવાંશી કૃષ્ણ, રામ, મહમદ કે જરથુષ્ટ્ર હતા તેટલા જ ઈશુ હતા. એ જ પ્રમાણે બાઈબલનો એકેએક શબ્દ ઈશ્વરપ્રેરિત છે એમ હું માનતો નથી, જેમ વેદ કે કુરાનનો એકેએક શબ્દ ઈશ્વરપ્રેરિત છે એમ પણ માનતો નથી. આ દરેક ગ્રંથ એકંદરે ઈશ્વરપ્રેરિત અવશ્ય છે, પણ છૂટાં છૂટાં વચનો લેતાં ઘણાં વચનોમાં મને ઈશ્વરની પ્રેરણા દેખાતી નથી. મારે મન તો કુરાનના જેટલો જ બાઇબલ પણ એક ધર્મગ્રંથ છે.” (હરિજનબંધુ, તા:૭-૩-૧૯૩૭)

  ” હું જેમ મારો ધર્મ બદલવાનો વિચાર ન કરું તેમ ખ્રિસ્તી કે મુસલમાન કે પારસીને તેનો ધર્મ બદલવાનું કહેવાનો વિચાર પણ ન કરું.” (હરિજનબંધુ, તા: ૨૯-૯-૧૯૩૫)

  ” હું માનું છું કે દયાધર્મના કામના બુરખા તળે કરેલું વટલાવવાનું કામ એ કંઈ નહીં તો નરવું નથી. અહીંયા લોકો એની સામે ચોખ્ખી ચીડ ધરાવે છે. આખરે તો ધર્મ એ અતિશય ઊંડી વ્યક્તિગત વસ્તુ છે, જે હૃદયગુહાને સ્પર્શ કરનારી છે. ખ્રિસ્તી ધર્મ પાળનારા કોઇ ડૉક્ટરે મારો કોઇ રોગ મટાડ્યો એ કારણે મારે મારો ધર્મ શા સારુ બદલવો જોઇએ ?” (નવજીવન, તા:૨૬-૪-૧૯૩૧, પરદેશી મિશનરીઓને આપેલ પ્રવચનનો અંશ)

  મને લાગે છે ગાંધીજીના “સર્વધર્મસમભાવ”ની ભાવનાને ખોટા (કે માત્ર પોતપોતાને અનુકૂળ) દૃષ્ટિકોણથી જોવાથી સત્ય ઉજાગર નહીં થાય. અહીં માત્ર બે-ત્રણ મીણબત્તીઓ પ્રગટાવવાનો પ્રયાસ કર્યો છે. (સૌ પોતાનો દૃષ્ટિકોણ કેળવી શકે તે માત્ર ઉદ્દેશથી) આભાર.

  Like

  1. હા!ગાંધીજી નીતીવાદી હતા.સામાન્ય માનવોમાં વિશ્વાસ રાખતા.અને સર્વધર્મ સમભાવ રાખતા,પણ અમુક ધર્મોની એમના ઉપર ખૂબ અસર હતી,એટલુંજ.એ ચુસ્ત અનુયાયી હોત તો એકજ ધર્મની અસર હોત.અન એવું નહોતું સારું સારું વીણીને ખાવાવાળા હતા.

   Like

 8. આદરણિય ભુપેન્દ્રસિંહજી..
  આપ જે સ્વતંત્ર દ્રશ્ટીકોણની વાત કરો છો એ ખુબજ જરુરી છે.. પણ આપણે ” માનવી “ને ઇશ્વર માની લઇએ છે. અને પછી એ માનવી ભુલ કરે જ નહિ એવૂ માનીએ છીએ અને મનાવીએ પણ છે.. ગાંધીજીની બાબતમા પણ એવુજ થયુ છે..

  Like

  1. સાચી વાત છે,રામ,કૃષ્ણ,મહાવીર,બુદ્ધ,ગાંધી બધા માનવો હતા,પણ એમની ભૂલ થાય કદી?અંધ હીરો વર્શીપીંગ.

   Like

 9. રાઓલજી , આ લેખમાં બે ત્રણ વાત મને ના જામી.. છતા થોડુ લખવા ચાહુ છુ… એક તો રામ કાચા કાનના જ કહેવાય ……એક વોશરમેન ની વાત ને સાચી માની કે પ્રજાને ન્યાય આપવા સંગત સીતા ત્યાગ એક પુરુષને ના શોભે… દામ્પત્ય જીવન વિશ્વાસની જ બુનિયાદ પર ચાલે છે અને સફળ થાય છે. બીજુ કે ગાંધીજીના વિચાર ગમ્યા નથી. એક તો તે સંગ્રહણી થી પીડાતા હતા. યાને તેને IBS અને Nearves gastralgia થી પીડાતા હતા.. આ રોગ વિચીત્ર છે.. જેમાં માણસ પુષકળ ચાલી શકે કસરત તેનાથી થઈ જ ના શકે… પોતાના અપમાન ને રીપ્રેસ કરવાથી જ આ રોગ થયો હતો.. કોઈ પણ મનોવિદ પણ સહમત થશે …અહિંસા પણ આખરે હિંસાનો જ પ્રકાર છે. તેને દેશ દાજ ક્યાં હતી ? મુળમાં ? અપમાન નો બદલો જ લેવાની વાત હતી જે કોઈ શાણો માણસ ના કહે…ભારત આમે ય ત્યારે ગાંગલાઓ નો દેશ લોગ આતે ગયે કારવાં બનતા ગયા… ચાર વકીલ જ હિંદુ મહાસભામાં પણ કોઈ એ ૨૩ પહેલા અખંડ આઝાદીની વાત નહોતી કરી …નાના મોટા આંદોલન કરતા હતા.. ભગતસિંહે જ્યારે ટોટ્લ ઈન્ડીપેન્ડ્સની વાત કરી ત્યારે આ ૪ વકીલોની બિલાડી આંખ ઉઘડી… હવે જ્યાં ગાંધીજી ને ભગવાન ચીતરવાની કવાયત ચાલી છે તો એક સંપ્રદાય ઓર સહી… ના તો આ વકીલો ના આંદોલન થી આઝાદી મળી કે નથી ન તો અહિંસક આંદોલન થી … ખુદ બ્રીટન કડકુ થઈ ગયુ હતુ… ભારતમાં કોંગ્રસ નુ રાજ હોય અને અમુક લેખકો ગાંધીજી વિશે નિબંધ લેખ લખે એટલે લેખકને સરકાર તરફથી ભયો ભયો …અને હજુ એ ચ્યુ ગમ દરેક ભારતિય ચાવે છે..રહી વાત પ્રાચીન હિન્દુ ધર્મ તો પ્રાચીન વેદીક પરંપરા હતી જેને મંદીરો વાળા સંપ્રદાય સાથે કશી જ નિસ્બત નહોતો…આ એવી પ્રાકૃતિક અને વૈજ્ઞાનિક વિચારા ધારા હતી હતી જેમાં મનુષ્ય વિના આયાસે શતાયુ પ્રાપ્ત કરતો હતો . તેમાં એક નિયમ ફરજીયાત નહોતો… તેમાં વર્ણ વ્યવસ્થાની પાતળી જ રૂપરેખા આપવામાં આવી હતી. નહી કે સ્વતંત્ર કલ્પ્ન (કોન્સેપ્ટ) . બાકી મનુ સ્મૃતિ માં આ વ્યવસ્થા નો જ ઉલ્લેખ ગાઈ વગાડી ને કરવામાં આવ્યો હતો.પ્રાચીન વેદીક પરંપરામાં સેક્સ દમન જેવી કોઈ ચીજ જ નહોતી. કારણ જયોતિષ અને તે સમયના આયુર્વેદમાં મેલ જેનીટલ અને ફીમેલ જેનીટલ ની વાત જ ન કરી હોત … સેક્સ્યુઅલ પ્લેઝર માટે ૧૨ રાશિ ગુણ્યા ૭ વાર = ૮૪ સેક્સ્યુઅલ પોસ્ચર યાને આસનની વાત વિગત વાર થઈ છે.આ જ શાશ્ત્રની અંદર સ્ત્રી-પુરુષના જેનીટલના પ્રકાર અને રાશ્યાદી અનુસાર અનીમલ ઈન્સ્ટીંક નો ઉલ્લેખ પણ છે.વાત્સાયન પહેલા ૩ થી વધુ કામશાશ્ત્રી થઈ ગ્યા તેમાનુ એક નુ નામ શ્વેતકેતુ. આ વાત સાથે આજ ના આધુનિક મનોવિદ પણ સહમત થશે. તેવી જ રીતે હિનાંગ બાળક ના અવતરણ થઈ લઈ ને પાણીમાં પ્રસુતી નો ઉલ્લેખ જ્યોતિષ-આયુર્વેદમાં મળે છે.વધુ વાત પછી ક્યારેક… વિષ્યાંતર થયુ હોય તો ક્ષમા ચાહુ છુ

  Like

  1. વિશ્વયુદ્ધમાં બ્રિટન જીત્યું પણ આર્થીક રીતે પાયમાલ થઇ ચૂક્યું હતું.ભારતનો બોજ વેંઢારવા અશક્તિમાન હતું.સેક્સ દમન પાછળથી આવ્યું તે વાત સાચી.ગાંધીજીના બ્રહ્મચર્ય વિશેના ખયાલો સાવ અવૈજ્ઞાનિક હતા તે મેં લખેલું જ છે.આભાર.

   Like

 10. as a jain me kyay evu vanchyu/sambhalyu nathi k jaino e vyayam na karvo joiye ,,, etle maherbani kari ne evi vato na lakho j loko ne germarge layi jay,,,,,,,2 ji vat britan paymal thayi gayu hoy k samrudha thayu hoy britan ma thi kyarey ek pan rupiyo bharat no vahivat chalavva mate aavyo j nathi teo aapni mal milkat lai ne samrudha banya mate world war ne karne aapnne azadi mali e vichar azadi malya pachi na nava vicharako no che jemne gandhi ni safaalta dekhati nahoti …. evu pan nathi k fakt gandhiji ne karne azadi mali pan bharat azad thayu ema main karan gandhiji ane emnu ahinsak andoln hatu,,,,,3 sex e darek ni potani angat babat che brahmacharya thi j faydo thay evu nathi ane brahmacharya thi nukshan thay evu to bilkul j nathi ana mate darek na vyaktigat vicharo hoyi shake che pan brahmacharya ek sari vat che ema koi shanka nathi,,,,4 manu samay ni to khabar nathi pan halna bharat ni avadasha pachal to kahevata manu no vanshvad j che kemke varna vyavastha na j fayda hata jemke sara jeans pas kari ne sari praja banavvi evu to have rahyu nathi pan jativad na name anamat ane bhedbhav vadhta jay che aapne manas ne manas tarike nahi patel/vaniya/tarike olakhiye chiye 55 gandhiji ni game etli tika karo pan ena jevo manas fari malshe nahi evu atyare to lage che

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s