દીવાલો, જેમણે રોકી પ્રગતિ?? વાચાળતા!!

The Wall

દીવાલો, જેમણે રોકી પ્રગતિ?? વાચાળતા.
જુઓ, મિત્રો આપણે ખૂબ વાચાળ છીએ. શબ્દોની પ્રચુરતા આપણી પાસે ખૂબ છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે બકબકિયા છીએ. કામ વગર શબ્દો વેડફીએ છીએ. આપણે શબ્દોથી મોહિત થઈ જઈએ છીએ. એમાં મૂળ વિષય ચૂકી જવાય છે. ભાષણ આપવાની વાતવાતમાં ટેવ એ ભારતીયોની ખૂબી છે. આપણને આપણો અવાજ સાંભળવાની ખૂબ મજા પડે છે. માટે જ્યાં ચાન્સ મળ્યો તરત શરુ. કોઈ પૂછે કે ના પૂછે સલાહ આપવાની એટલે આપવાની. આ સલાહ આપવાની ટેવ એક રોગની કક્ષાએ પહોચી જાય છે.

મિત્રો વધુ વાંચવા માટે નીચે આપેલી લીંક પર જઈ તમારા સ્માર્ટ ફોન અને ટેબ્લેટ પર એપ્લીકેશન ડાઉનલોડ કરો અને આ લેખ સાથે પ્રચુર માત્રામાં ગુજરાતી સાહિત્ય વાંચો.

Matrubharti Android Link: https://goo.gl/ht8d32

Matrubharti iPhone LInk
https://goo.gl/m76nu3

Gujarati Pride Android Link : http://goo.gl/Cq1LgQ

Gujarati Pride iPhone Link : http://goo.gl/5ZGSjG

26 thoughts on “દીવાલો, જેમણે રોકી પ્રગતિ?? વાચાળતા!!”

  1. Discover Magazine January/February 2011 page 67 Item No. 72 “Stone-Age Romeos and Juliets” અનુસાર “Neanderthals and modern humans probably had interbred in the Middle East shortly after migrating out of Africa, possibly as long as 100,000 years ago.”
    હવે વિચારો કે આ બેમાંથી કોણ એવા સુંદર હતા કે એક બીજા પ્રત્યે આકર્ષાય?

    Like

    1. આ થીયરી જીનેટીકલી ચેક કરતા ખોટી પડી છે કે નીએન્ડરથલ અને હોમોસેપિયન વચ્ચે મેટિંગ થયું હોય.થયું હશે તો હાઈબ્રીડ કોઈ બચ્યા નહિ હોય.

      Like

  2. ટ્રુથ ટ્રાવેલ્સ સ્લોલી બટ ઇટ વિલ રિચ ઇવન યુ ઇન ટાઇમ’ સત્ય તો ધીમે ધીમે મંદ ગતિએ સામા માનવીના હ્રદય સુધી પહોંચી જ જાય છે. વધુ પડતા ઘોંઘાટથી સત્ય તરડાઈ જાય છે. સત્યનો રણકાર કેટલો છે અને તેને વ્યક્ત કરવાની રીત કેવી છે તેના પર બધો આધાર છે.

    ભાવના વ્યક્ત કરવી એ એક કળા છે. ગ્રીક દેશમાં થેસ્પિયનો ભાવનાઓની કળાને વિકસાવતા. ઘણાંને આ કળા ઈશ્વરદત્ત હોય છે. ચૂંટણીના પ્રવચનો કે અમુક વખતે નાટકોના કે ફિલ્મોના સંવાદો શ્રોતાને કે દર્શકોને અસર નથી કરતા કારણ કે લખેલા ભાષણો વાંચે કે સંવાદો બોલે અસર નથી કરતા, આંખ સામે આંખ મેળવીને બોલાયેલું હ્રદયની અંદર ઊતરે છે.

    Like

    1. બહુ સુંદર.કલા તરીકે વાચાળતા સારી છે પણ રોજબરોજના જીવનમાં નહિ.વાચાળતા લોહીમાં વણાઈ ગઈ છે દેશ ધીમો પડી ગયો છે.

      Like

      1. ભૂપેન્દ્રસિંહજી વાચાળતા કેળવવી કળા છે. આપણે ત્યાં તો કેવી રીતે વાત કરવી તે કળા વિકસાવાતી નથી કે તેના માટેની કોઇ શિસ્ત પણ નથી હોતી નથી. પોતાના ઘરમાં લોકો મોટેથી વાતો કરતાં જ હોય છે પણ કોઇ જાહેર સ્થળે, હોસ્પિટલ કે લાયબ્રેરી જેવી જગ્યાએ પણ લોકો શિસ્ત જાળવતાં નથી વાતો કરે છે કે લડે છે તે જ ખબર ના પડે મોબાઇલ પર વાતો કરે તો જાણે આજુબાજુના લોકોને સાંભળવાનું હોય તો તેમ બોલે. અને લોકોને અગવડ પડે છે તેમાં જાણે તેમને મજા આવતી હોય તેમ વર્તે. કોઇ શરમની વાત જ નહીં. અને .

        હમણાં ક્રોસવર્ડ બુકશોપમાં ગયેલા ત્યાં કોઇ કોલેજની યુવતીઓ ત્યાં વાંચતા બીજા લોકોને ખલેલ પહોંચે તે રીતે મોટે મોટેથી વાતો કરતી હતી અને એક ભાઇ તો મોબાઇલ પર જોરથી જોરથી વાતો કરવા લાગ્યા.

        એકની એક વાત રિપીટ કરીને મોબાઇલ કે ફ઼ોન કંપનીનાં બિલ ભરે છે. કોઇવાર તો એકની એક વાત ઘરના દરેક સભ્ય વારાફ઼રતી ફ઼ોન પર કહે સામે છેડે સાંભળનાર તો એક જ હોય.

        Like

        1. ભારતીયો એમના પ્રોબ્લેમ અહી પણ સાથે લેતા આવે છે.અહી પણ હું દૂરથી એમના બેકયાર્ડમાં ફોન પર વાતો કરતા લોકોની વાતો મારા ઘરમાં રસોડામાં ઉભો સાંભળી શકું છું.મિત્ર ભલાભાઈ અહી આવેલાં રાત્રે ફોન શરુ કરે અહી બધા રાત્રે બેત્રણ વાગે થાક્યા પાક્યા ઊંઘતા હોય.ભારતમાં દિવસ હોય.એમની વાતો ચાર ઘેર સંભળાય તેવી હોય.એકવાર એટલાં જોરથી હસ્યા કે ઘરના બધા જાગી ગયા.શિસ્ત ભારતનાં લોહીમાં છેજ નહિ.શિસ્તબદ્ધ પ્રજા ગુલામ બનાવી ગઈ, હજુ એમને દોષ દીધા કરીએ છીએ,પણ શિસ્ત કોણ શીખે?

          Like

  3. આદરણિય બાપુ…
    છેલ્લા ૬૦ વરશ મા આપણિ સરકારે કેટલા કમિશન બનાવ્યા અને એ કમિશન પાછળ કેટલા રુપિયા નો બગાડ કર્યો એનો હિશાબ માંડવામા આવે તો ?
    ૧૯૬૦ થી શરુ થયેલ આપણિ નર્મદા યોજના આપણે પુરિ નથિ કરી શકતા.

    ઉપરોક્ત બે ઉદાહરણ આપના લેખ ના ટેકા મા મુકવાનિ ગુસ્તાખિ કરૂ છુ.
    ખુબ સરસ લેખ … ગણુ ગણુ લખો એવિ સુભેચ્છા…

    Like

    1. નીતિનભાઈ,આવી ગુસ્તાખી વારંવાર કરતા રહેશો તો ખૂબ આભારી થઈશું.નિર્ણય લેવામાં વિલંબ તે આપણો ધર્મ બની ચુક્યો છે.મેં અગાઉ કહેલું કે અર્જુન યુદ્ધ માટે નિર્ણય લઇ શકતો નહોતો માટે શ્રી કૃષ્ણે કહેલું કે શંકા ના કર હવે નિર્ણય લે અને લડવા ઉભો થા.સંશયાત્મા વિનશ્યતિ ને હું એવા અર્થમાં લઉં છું.આપણે નિર્ણય લઇ શકતા નથી અને આપણો વિનાશ નક્કી થાય છે.ફરીથી ખૂબ આભાર માની લઉં.

      Like

  4. “ગીતામાં જુઓ ખાલી શંખ કોણે વગાડ્યો અને કઈ જાતનો વગાડ્યો તેટલા માટે આખો અધ્યાય છે.જરૂર હતી ખરી?”
    ખૂબ કહી.
    અસત્યને છુપાવવા માટે વાચાળતા ઘણી કામ લાગે છે. પણ સાથે સાથે એ જ વાચાળતાને લીધે અસત્ય પકડાઈ પણ જાય. કારણ કે અગાઉ શું જુઠ્ઠું બોલેલા તે યાદ ના રહ્યું હોય તો નવું જુઠ્ઠાણું જુના કરતા જુદું પડી શકે.

    Like

    1. એકદમ સત્ય.મેં આવા જુઠાણાં પકડી પડેલા છે.મને આમ બહુ ઓછું બોલવા જોઈએ,સાંભળવા વધારે જોઈએ.અજાણ્યા માણસો સાથે હું બહુ વાત કરીજ ના શકું.પરિચય હોય તોજ વાત કરી શકું.માટે મને સાંભળવાની આદત વધારે એમાં પાછું અવલોકન કરવાની પણ આદત એટલે આપે કહ્યું તે સાચું છે.મારો જાત અનુભવ છે.ખૂબ અને સતત બોલનારને એ પહેલા શું બોલ્યા હોય તે યાદ હોતું નથી.ઓશોએ એક ટીપ આપેલી કે કોઈ નવા માણસને ઓળખવો હોય તો એને બોલવા દો,તમે ચુપ રહો.એને શાંતિથી સંભાળો એ કેટલામાં છે તે સમજાઈ જશે.

      Like

  5. અતિ વાચાળાતા માટે ધો.૩ માં એક પાઠ આવતો. “લબલબિયો કાચબો”.

    લેખ હજુ વધારે અસરકારક લખી શકાયો હોત. માત્ર અમેરિકાની સરખામણીની દ્રષ્ટિથી લેખ નહિં લખતાં, જે તે ગુણ , અવગુણ વિશે વધારે અસરકારક છણાવટ થઇ શકશે એવું મને લાગે છે. ગ્રીક, જાપાન ઘણી સંસ્કૃતિનાં ઉદાહરણ પણ આપ આપી શકો છો જે લેખને વધુ અસરકારક બનાવશે.

    Like

  6. સાચી વાત છે વાચાળતા તો ભરી ભરી ને પડી છે આપણા માં (મારા માં તો હજુ છે થોડી ). કંઈક વાત કરો તો આખી વાત જાણવાની ઉત્કંઠા ઉભી થાય ભલે ને એ વાત ને અને અપને સ્નાન સુતક નો એ સંબંધ ના હોય .
    બીજું એક વાચાળતા આવે છે પોતાનો સિક્કો સાચો ઠેરવવામાં . ભલે પોતાનું knowledge સીમિત હોય પણ વાત માનવાની ની અને બીજાને પોતાના વિચારો માનવા માટે પ્રેરિત કરવાના.
    અરે ચાત્તિંગ માં લોકો નવું શીખ્યા છે — goodbye , પછી tc (take care ) અને છેલ્લે jsk .
    હવે bye થી પતતુ હોય ત્યાં એટલું લાંબુ લાપ્સીન્દેર લખવાની ક્યાં જરૂર છે?
    પણ લોકો ને લાંબુ લાંબુ ચલ્વ્યે રાખવું છે. માર્કિંગ તો કે લાંબો નિબંધ હોય તો વધારે માર્ક મળે એટલે માનસ દીર્ઘસૂત્રી બની જાય એને quality કરતા quantity નો મહિમા વધારે લાગવા લાગે.
    આ મારા એન્ગીનીરીંગ નો અનુભવ કહું છું કોઈ બનાવેલો joke નથી .

    Like

  7. આપના બ્લોગ ને વાંચી ને તેના વિશે મનોમંથન કરવા ની એક આદત પડી ગઈ છે. આપ જે મુદ્દા ઓ અત્રે રજુ કરો છો તેમાં તે વિષય પર ની ટીપ્પણી ઓ એકદમ સત્ય, અને શબ્દો ની ભરમાર વિનાની હોવાથી સહજતા થી સમજી શકાય છે. “સલાહ” શબ્દ નો મહિમા અપરંપાર છે, લોકો પોતાના મગજ ને કોરાણે મૂકી, લાંબી દાઢી અને ભગવા વસ્ત્રધારી “સલાહકારો” ના પંથ માં જોડાઈ ને પોતાની બુદ્ધિ ઉપર ઈરાદા પૂર્વક પડદો પાડી રહ્યા છે, વાત કરી એ ગુજરાતી ઓ ની ..ગુજરાતી સીરીયલો માં રજુ થતા પાત્રો સંવાદો અને તેની ઓવર એક્ટિંગ પુરો ગુજરાતી સમાજ મીઠા વિનાનો હોય તેવી છાપ ઉપસાવે છે, તેમાં બતાવવામાં આવતા ઘેલસાગરા વેળા જોઈને તો ગુસ્સો કાબુ કરવો મુશ્કેલ થઇ જાય છે.મેં તો અન્ય રાજ્યો ના લોકો દ્વારા ઘણી વાર “ગરવી ગુજરાત” ને બદલે “ગાંડી ગુજરાત” શબ્દ પ્રયોગ થતો સાંભળ્યો છે. અમુક તો પોતા ના ઘર થી વિશેષ પડોશી ના ઘર ની હિલચાલ પર વધુ નજર રાખતા હોય છે. હરીફાઈ ઓ દેખાદેખી અને ઇર્ષાભાવ ને લીધે સર્જાતી જોઈ છે. પછી હરીફાઈઓ ના પરિણામ સ્વરૂપે પગ ઉપર અને માથું ભલે નીચે થઇ જાય તો પણ “સાહસિક” નું લેબલ જોઈએ તે જોઈએજ. પ્રગતિ નો એરો ઉચે ચઢે કે નીચે ધકેલાય કહેવાય તો પ્રગતિજ!!! નવો નિશાળિયો છું કઈ વધુ લખાઈ ગયું હોય તો દરગુજર કરવા વિનંતી.

    Like

    1. સત્ય કહ્યું.ગુજરાતી જ્યાં જ્યાં જાય તેનું ઘેલાપણું સાથે લઇ જતા હોય છે.અહીં અમેરિકામાં પણ એમનું ઘેલાપણું જણાઈ આવતું હોય છે.મારા સાથે જોબ કરતા મિત્ર એમના ઘર કરતા મારા ઘરનું બહુ ધ્યાન રાખે,ત્યારે મને ખૂબ નવાઈ લાગતી.અને ફોન પર એકની એક વાત પચાસ વખત કરે.આપે સાચું તારણ કાઢ્યું છે.

      Like

    1. વાચાળતાથી સર્વોપરી બની જવાતું નથી.આપણે કેટલા સર્વોપરી છીએ તે આખી દુનિયા જાણે છે.

      Like

  8. .
    .
    સલાહ એક એવી ચીજ છે જે સૌને આપવી ગમે છે લેવી નહી.

    ધોરણ ૧૨નાં વેકેશન માં મારા પપ્પએ મને “ મનુસ્મૃતિ ” વાંચવા આપેલી, વાચ્યાં પછી પપ્પા સાથે “ મનુસ્મૃતિ ” અંગે વાતો કરતા મે કહ્યું કે “ મનુસ્મૃતિ ” આમ લખ્યું છે ત્યારે મારા પપ્પા નાં કાકી ( જે ભણેલા ન હતા, વાંચતા પણ આવડ્તું ન હતું ) તેને તરત કહ્યું “ હા લખ્યૂ સે, સોખ્ખુ લખ્યૂ સે.” હવે “ મનુસ્મૃતિ ” ને અને કાકીને દૂરદ્દર સુધી કાંઇ લાગતું વળગતું ન હતું, છતાં પોતાને કાંઇક આવડે છે તેવું સાબીત કરવાની સૌને ટેવ પડી ગઇ છે,

    હું તો સાવ “”ઢ”” છું છતાં જોવો કારણ વગર જીકમજીક કર્યે જાવ છું, અને તમે સહન કર્યે જાવ છો.
    .
    .

    Like

  9. SACHI VAAT CHHE !! AAPNE INDIAN SPE. GUJARATI JETLI ENERGY ‘JORTHI’ BOLVA MA BAKVAS KARVA MA AGHAPACHHI KARVA MA BAGADIYE CHHIYE… ATLI MA KYAY NATHI JOI… JOKE AAVI GHANI SANSKRUTI CHHE JAGAT MA JEMNE JORTHI ‘UNNECESSARY FORCE THI BOLVA NI AADAT HOY CHHE … PAN AAO SAMJI NATHI SAKTA KE AAMNATHI KETLANU MATHU DUKHI JAAY CHHE… ANE POTE TO BEVKUF ILLITERATE DEKHAYJ CHHE … ANE AA PUBLIC PLACE KE TRANSPORT CHHE AND NO ONE IS INTERESTED IN LISTENING IN THEIR WEIRD COMMUNICATION ! THANKS FOR BRINGING THIS SUBJECT INTO OUR CONSCIOUS.

    Like

  10. ભુપેન્દ્રભાઈ: આપે ખુબ સુંદર ટોપિક ઉભો કર્યો અને એમાં એ સુંદર વિશ્લેષણ કર્યું, કશું નવું ઉમેરું તો આપ જ કહો કે પુનરાવર્તન કર્યું, એટલે કઈ કહેતો નથી પણ હા ભારતીય છું તો થોડું લાંબુ ખેંચીશ જ, આપે જે out of Box વિચાર્યું એ અંગે ઉમેરું તો આપણા અને અમેરિકા ના રીત રીવાજ માં ઘણો ફર્ક છે, ભારતમાં જે કઈ વાત થાય છે તેમાં મોટાભાગે દરેક વાતમાં બધા પોતાના પક્ષની છટકબારી રાખે છે, આપે મને જમવાનું આમંત્રણ આપ્યું હોય તો તેના જવાબમાં મૂળ વાત છોડીને હું આપને પૂછીશ,” તમે તો અમારે ત્યાં આવ્યા નોતા, અને વ,વ,” ગોળ ગોળ જવાબ આપીશ જેથી જો મને છેલી વખતે ઈચ્છા ન થાય તો હું માંડી વાળું અને કહું કે મેં તમને ‘આવીશ જ’ એવું કહ્યું ન હતું, બીજું સામે ની વ્યક્તિને સગવડ છે કે અગવડ પડશે એનો વિચાર જ નહિ કરવાનો, તદુપરાંત આજ થી ત્રીજી પેઢીના રીત, રીવાજ, સગપણ ની વાત થી સામેની વ્યક્તિને નીચી દેખાડવી અને એવું સતત કર્યાં કરવું તેને મોટી વાત ગણવામાં આવે છે, આજે કે ગઈકાલે શ્રી હિંમતભાઈ ની પોસ્ટ માં આવો જ એક દાખલો આપ્યો છે તે વાંચવા જેવો છે,

    Like

  11. અતિશય વાચાળતા નકામી ,નેતાઓ અને ધર્મગુરુઓ આનો દુરુપયોગ કરે છે ,,પણ સાવ શરમાળ પણું પણ નકામું ,,તમે તમારી વાત ની રજૂઆત પણ ના કરી શકો

    Like

  12. વાચાળતા ની જેમ આપણી ઘણી બધી નબળાઈ માટે આપણે આત્મમંથન કરવાનો સમય પાકી ગયો છે

    Like

Leave a comment