દીવાલો,જેમણે રોકી પ્રગતિ??આધુનિકતાનો વિરોધ.

Mainbuilding2
Image via Wikipedia
દીવાલો,જેમણે રોકી પ્રગતિ??આધુનિકતાનો વિરોધ:-
જુઓ!!
પ્રાચીન બધું સારું,ઘરડા અને ઘરડા વિચારો સારા યુવાનો કરતા.જુનું ઘણીવાર સારું હોય છે.જુના માણસો અનુભવી હોય છે.ઘરડા ગાડાં વાળે તે કહેવત પણ સાચી છે.પણ એનાથી એવી માનસિકતા ના ઘડાવી જોઈએ કે નવું આધુનિક બધું ખરાબ છે.મિત્રો વધુ વાંચવા માટે નીચે આપેલી લીંક પર જઈ તમારા સ્માર્ટ ફોન અને ટેબ્લેટ પર એપ્લીકેશન ડાઉનલોડ કરો અને આ લેખ સાથે પ્રચુર માત્રામાં ગુજરાતી સાહિત્ય વાંચો.

Matrubharti Android Link: https://goo.gl/ht8d32

Matrubharti iPhone LInk
https://goo.gl/m76nu3

Gujarati Pride Android Link : http://goo.gl/Cq1LgQ

Gujarati Pride iPhone Link : http://goo.gl/5ZGSjG

Mathematicsdept
Image via Wikipedia

46 thoughts on “દીવાલો,જેમણે રોકી પ્રગતિ??આધુનિકતાનો વિરોધ.”

  1. મિત્રો ઉપર લેખમાં મુકેલા ફોટા આઈ.આઈ.ટી દિલ્હીના છે.ઉપરનો મેઈન બિલ્ડીંગ અને નીચેનો મેથેમેટિક્સ વિભાગનો છે.

    Like

  2. મારો દેશ મહાન ગાવાનું સાઈઠ વર્ષો પછી પણ ગયું નથી ગંદકી એક બીજાની ઉપર ધ્રુણા ઘટી નથી . પશ્ચિમી પ્રતિકુળ રીત રસમો પચાવી દેતો વાર નથી લાગતી પણ સારું અપનાવતો આપણને આપણી અસ્મિતા અટકાવે છે! છતો પણ આપણી બાજ નજર તો પશ્ચિમ તરફજ . કેવું દૂર દષા ! મારે મોઘલ ને ફૂલાય પીંજારા ની માનો દષા ને વિદાય કરવાનો સમય પાકી ગયો છે જો ફરીથી ભારતને સોનાની ચીડીયા થવું હશે તો !.

    Like

  3. Hi,

    1.What to pick up from new and what let go from old…
    Religion/Shradha and cleanliness has a quite a clash!
    one example..

    Had a chance to go to opening of a temple. Many people came, While serving breakfast, lunch and dinner once I ask a gentleman if he can use kitchen gloves? during the chatthe answer was bhagwan na ghare kai no thay,

    2. According to new thoughts “Serving human is good as serving God” and like Narsih Metha “sansar ma sarso rahe man mari pas mane bhaje teno hu das”…
    compare to this like to be busy with other activities, not able to go to temple and do worshiping. when question arise what about social group n social/religious activities?

    3. Do we take religion as social gathering or spiritual? In social gathering is the place where New thoughts, new ideas could get better discussed and practiced for refinements.
    4. The other side of the story if we keep pushing new every day; what about we could loose the only good thing we have “culture”. Don’t we need preserve our religions?
    more later..

    Like

    1. ધાર્મિક મેળાવડાઓમાં જવાનું ખાલી ગુરુજીની વાતો સાંભળવાની કોઈ શંકા કરવાની નહિ.નવા વિચારો ભૂલી જાઓ.કલ્ચર એટલે શું?ધર્મ એટલે શું?ધાર્મિકતા એટલે શું?

      Like

  4. રાઓલજી,
    અભ્યાસપૂર્ણ લેખ મૂકવા બદલ અભિનંદન.
    પણ આપણે ત્યાં ધૂમ પૈસો કથા વાર્તાઓમાં,યજ્ઞોના ધુમાડામાં,ઉત્સવોમાં વપરાય છે.પણ દર ચોમાસે વડોદરામાં દૂષિત પાણીને લીધે કમળો ફેલાય છે.
    સહમત.

    Like

    1. મને પોતાને કમળો થયેલો,મરતાં મરતાં બચેલો.ખૂબ સાચવીએ,પાણી ઉકાળીને પીએ,પણ ક્યાંક બહાર પાણી પીધું હશે લાગી ગયેલો.

      Like

  5. પરિવર્તન જગતનો શાશ્વત નિયમ છે. ‘જગત’ શબ્દનો અર્થ જ ‘સતત જતું હોય’ એવો થાય છે. સંસ્કૃત જાણતી કૉઈ પણ વ્યક્તિ આનું વિશ્લેષણ કરીને સમજાવશે. પરંતુ આપણે આત્મ-પ્રશંસકો પરિવર્તનને સ્વીકારતા નથી. ભૂપેન્દ્રસિંહભાઈ, ઘરડા ગાડાં વાળતા હોત તો આ સ્થિતિ નહોત. સામાજિક અને આર્થિક કારણોસર આપણી વ્યવસ્થામાં વૃદ્ધત્વને મહત્વનું સ્થાન મળ્યું છે. લાગણીની વાત હોય ત્યાં સુધી બરાબર, પણ એમનું વાક્ય બ્રહ્મવાક્ય માનવાની વૃત્તિને કારણે આપણે જોખમ લેતાં ડરતા થઈ ગયા.
    અને ગીતાબહેન, ધર્મ સામાજિક ન હોય તો ખાલી વાતો જ છે. પરલોકની વાત કરો તો ‘સ્પિરિચ્યૂઅલ’ એટલે શું?એ વ્યક્તિગત જ છે, એમાં સમાજ ક્યાંય નથી આવતો. બીજી બાજુ આ લોકમાં સામાજિક વ્યવસ્થાનું સ્વરૂપ એટલું જડ છે કે આપણે અનેક જણના અભિપ્રાયો માનવાને બંધાયેલા છીએ. આ અંતર્વિરોધને કારણે આપણે આધુનિકતાને પણ પ્રાચીન બનાવીને જ જીવી શકીએ છીએ. નવી કાર લઈએ તો એની સામે નાળિયેર વધેરીએ. રહેવા માટે આધુનિક સગવડો વાળું ઘર બનાવીએ પણ ગૃહ-પ્રવેશ વખતે પૂજા જરૂરી બની જાય! એમાં હવે વાસ્તુશાત્ર જોર પકડવા લાગ્યું છે. આધુનિક ઇંટરનેટનો ઉપયોગ આવા પુરાણા વહેમો ફેલાવવા માટે કરીએ છીએ.

    Like

    1. મેં પાંચ ચાંલ્લા કરેલા કોમ્પ્યુટર જોયા છે.નવી કાર નાળીયેર તો ઠીક પણ પ્રથમ ગુરુજીને બેસાડતા પણ જોયા છે.અહી મારા મકાન માલિકે ઘરમાં આવી જાત જાતની વસ્તુઓ મુકેલી છે,જેવી કે ઘોડાની નાળ અને કાળાં કપડાની બનાવેલ કશું ઢીંગલા જેવું છે.અંધશ્રદ્ધા વધારવા આધુનિકતાનો ઉપયોગ કરવો પડે ને?

      Like

    2. શ્રી દિપક ભાઈ અને રાઓલજી અહી થોડુ ઉમેરુ છુ, વાસ્તુ શાશ્ત્ર એ એક વેદીક સમય ના સ્થાપ્ત્ય વેદ અને જ્યોતિષ એક આવાષિય કોન્સેપ્ટ છે .. જે હજારો વર્ષથી અજ્ઞાનતાની ગર્તામાં જ રહ્યો હતો. જેમાં પ્રાકૃતિક વ્યવસ્થાને નિયમન કરવામાં આવી છે ..ઉદીત સુર્યના તડકાથી લઈ ને ભર બપોર (જેમાં રેડીઓ એક્ટીવીટીજ ક એ રેડીએશન વધુ હોય છે) નો મકાનમાં કેવી રીતે ઉપયોગ કરવો તેની વિષદ માહીતી અને કોસ્મીક એનર્જી અને માસ અને એનર્જી ના નિયમનો પણ વિગત વાર ઉલ્લેખ છે.અગર તેને ધર્મ અને બાવાઓની દુકાન સાથે જોડશુ તો એક સુંદર વિજ્ઞાન નો લોપ થશે. પ્રાચીન યુરોપ અને રોમ માં પણ એસ્ટ્રોલોજીકલ હાઉસનો ઉલ્લેખ છે. આ બહુ વિશદ વિજ્ઞાન છે.બાકી મારી વેબ સાઈટમાં એક નજર નાખવા વિંનતી છે.http://www.ishanastrovastu.co.in. તેમ આયુર્વેદની ચિકિત્સા પ્રણાલી અલગ છે તાસીર આધારીત છે.જેમાં અપડેટ શક્ય જ નથી.જેવી રીતે હોમિયોપેથી છે.બનવા જોગ છે કે સારા આયુર્વેદાચાર્ય ન મળ્યા હોય આપણે.

      Like

  6. જેમને ચશ્મા બનાવતા પણ નહોતું આવડતું તેઓ દૂરબીન તો શું બનાવતા હશે? તેમણે વળી કોસ્મોલોજીમાં શું જાણ્યું હશે? ને જાણતા હોય તો યે બીજાને નહિ જણાવવાની મનોવૃત્તિ હતી તેમની પાસેથી શું શીખવા મળવાનું છે?

    Like

    1. રશ્મિભાઇ, તમે કેવી વાત કરો છો! ચશ્માં કે દૂરબીનની જરૂર જ કેમ પડે? એ જમાનામાં દિવ્ય ચક્ષુની વ્યવસ્થા હતી. તમે સમજતા કેમ નથી કે દિવ્ય ચક્ષુની ટેકનૉલોજી જ આગળ જતાં ટેલીવિઝનની ટેકનૉલોજી બની છે! કોઈ પણ સંસ્કૃતના વિદ્વાનને પૂછો તમને જ્ઞાનપ્રાપ્તિ થશે. અરે, કોઈ કથા સાંભળવા જાઓ, કથાકાર સમજાવી દેશે આ રહસ્ય!

      Like

      1. દુર દ્રષ્ટિ,દિવ્ય દ્રષ્ટિ,દુર શ્રવણ,કલેર વોયંસ ,સંજય અને અંધ ધુતરાષ્ટ્ર.દેશ આખો અંધ અને મહાત્માઓ સંજય.

        Like

        1. “દેશ આખો અંધ અને મહાત્માઓ સંજય.”
          તમે જબ્બરદસ્ત વાત સહેજમાં કહી દીધી છે.

          Like

        2. Should we blame the past for the problems of the present?

          Can we make the people in the past (a very distant past) responsible for our inaction?

          ગધેડાના પર સોનાનો ભાર હોય કે પથરાનો, ગધેડો શુ કરી શકે?
          કે લોકોએ સોનુ બનાવીને મારા જેવા ગધેડાના પર ભાર નાખી દીધો?

          Like

          1. કલ્પેશભાઇ, આજની સ્થિતિ માટે કોઈ ભૂતકાળના માણસોનો વાંક કાઢતું હોય એવું આ ચર્ચામાંથી નથી લાગતું. આજની સ્થિતિ માટે આજના મા્ણસો (આપણે) પોતે જ જવાબદાર છે, કારણ કે આપણે જઈએ છીએ એ દિશામાં આપણું ધ્યાન નથી, પાછળ ’આવજો’ કહેનારા ઊભા છે એમના પરથી નજર હટતી જ નથી. રસ્તે ચાલતાં બાળકને તો કહેતા હોઈએ છીએ કે “સામે જોઈને ચાલો”- પણ જીવનમાં આપણે પોતે સામું જોઈને ચાલીએ છીએ?

            Like

    2. જેમને ચશ્મા બનાવતા પણ નહોતું આવડતું તેઓ દૂરબીન તો શું બનાવતા હશે? તેમણે વળી કોસ્મોલોજીમાં શું જાણ્યું હશે? ને જાણતા હોય તો યે બીજાને નહિ જણાવવાની મનોવૃત્તિ હતી તેમની પાસેથી શું શીખવા મળવાનું છે?

      ભાઇશ્રી તમે થોડુ વિકીપીડીયા વાંચશો તો સમજાશે કે ભારતમા લખાયેલી ઘણા ગ્રંથો મફત છે (આયુર્વેદ, યોગસુત્ર…) અને તમે કહો છો એને “બીજાને નહિ જણાવવાની મનોવૃત્તિ “? ફરક એ છે કે જે લોકોએ આ બધુ લખ્યુ એ વિશ્વકલ્યાણ માટે, નહીકે પૈસા/પ્રસિદ્ધિ માટે

      જેમને ચશ્મા બનાવતા પણ નહોતું આવડતું – જેમણે શૂન્યનો કોન્સેપ્ટ વિચાર્યો એ બધાને ચશ્માની જરુર ન હતી. સુશ્રુત વિશે વાંચો.
      http://en.wikipedia.org/wiki/Sushruta_Samhita

      The medical works of both Sushruta and Charak were translated into Arabic language during the Abbasid Caliphate (750 AD).[7] These Arabic works made their way into Europe via intermediaries.[7] In Italy the Branca family of Sicily and Gasparo Tagliacozzi (Bologna) became familiar with the techniques of Sushruta.[7]

      Though the contributions of Sushruta are mainly in the field of Plastic and Cataract surgery,[5] a number of his other contributions to medicine

      બુપેન્દ્રભાઇ જેમ કહે છે કે પ્રાચીન બધું સારું નહી એમ જ પ્રાચીન બધું ખોટુ પણ નહી.
      થોડુ તાર્કિક લખશો તો ગળે ઉતરશે. બાકી વગર અર્થનુ બોલવા/લખવામા શુ સમજદારી છે?

      Like

      1. કલ્પેશભાઈ,
        ભારતે દુનિયાને આપેલી ભેટો વિશેનો મારો લેખ વાંચ્યો નથી લાગતો.એ જરા વાંચીને પછી કહેશો.હજુ કહું છું ભારતે વિજ્ઞાની શરૂઆત કરી,પણ બીજા લોકો આગળ કેમ નીકળી ગયા?સુશ્રુતે સર્જરી શોધી અને પ્લાસ્ટિક સર્જરી પણ કરતા હતા તે મેં લખેલું છે તો આજે સર્જરીમાં કોણ આગળ છે?શરુ કરનારા પાછળ કેમ પડે છે?શૂન્યની શોધ ભલે કરી,પણ એક આઇન્સ્ટાઇન કેમ પકવી શકતા નથી.એક ન્યુટન કેમ પકવી શકતા નથી?આજે પણ સર્જનો સુશ્રુતે લખેલું સર્જન મેન્યુઅલ વાપરે છે.એ સર્જરી ભૂલાઈ કેમ ગઈ?જ્ઞાન રોજ અપડેટ થવું જોઈએ કે નહિ????કે જુનું જ પકડી રાખવાનું?મેડીકલ જ્ઞાન રોજ અપડેટ થાય છે.રોજ નવી પદ્ધતિઓ શોધાય છે.આર્યુવેદ હતો ત્યાને ત્યાં અટકી કેમ ગયો છે?હું તો તાર્કિક જ લખું છું,પણ મેરા ભારત મહાનનો અહંકાર ઘવાય છે.અર્થ વગરનું સમજવામાં શું સમજદારી છે?

        Like

      2. “પ્રાચીન બધું સારું નહિ”તેવા શબ્દો મે તો લેખમાં વાપર્યા જ નથી.મેં તો લખ્યું છે કે જુનું ઘણીવાર સારું હોય છે અને જુના માણસો કે ઘરડા માણસો અનુભવી હોય છે.પણ આપ મનમાં પૂર્વગ્રહ રાખીને વાંચો છો માટે મેં જે લખ્યું નથી તે વાંચો છો.હવે અર્થ વગરનું લખવામાં મારી સમજદારી ઓછી છે કે અર્થ વગરનું અને ના લખેલું વાંચવામાં તમારી???

        Like

        1. ભૂપેન્દ્રભાઇ,

          “એક આઇન્સ્ટાઇન કેમ પકવી શકતા નથી.એક ન્યુટન કેમ પકવી શકતા નથી?”
          તમારો સવાલ એક રિસર્ચનો ટોપીક છે.

          “જ્ઞાન રોજ અપડેટ થવું જોઈએ કે નહિ????કે જુનું જ પકડી રાખવાનું?મેડીકલ જ્ઞાન રોજ અપડેટ થાય છે.રોજ નવી પદ્ધતિઓ શોધાય છે.”
          ૧૦૦% સહમત.

          મારો જવાબ રશ્મિકાંતભાઇની કોમેંટ પર હતો (જે મને અર્થ વગરની લાગી), **તમારા લેખ પર નથી.**

          એટલે આપણે મોટેભાગે સરખુ (બેલેન્સ્ડ) જ વિચારીએ છીએ.
          તમારા બધા વિચારો જોડે હુ સહમત ન હોઉ પણ ઉપરના બે ક્વોટસ પર હુ સહમત છુ જ.

          Like

  7. ભૂપેન્દ્રસિંહજી,

    જુનું એ તમામ સોનું નહીં. જો એવું જ હોત તો આજનો માનવ હજુ પણ પાષાણયુગમાં જ જીવતો હોત, પરિવર્તન કુદરતનો પણ નિયમ છે. એટલે જેને આપણે આધુનિક ગણીએ છીએ એ પણ એક માનવસર્જીત પરિવર્તન જ છે. જીવનમાં પરિવર્તન આવે તેમ પ્રશ્નો પણ નવા ઉભાં થાય તો તેને ઉકેલવા માટે જૂની ટેક્નિક કે જૂની વિચારસરણી પણ ના ચાલે. સરળતાથી અપનાવી શકાય તેવી આધુનિક્તા અપનાવીએ અને ટેક્નોલોજી ભરપૂર ઉપયોગ કરીએ છીએ પણ જ્યારે આધુનિકતા અને ટેક્નોલોજી વિકસાવવા સક્ષમ ના હોઇએ ત્યારે આધુનિક્તા અને ટેક્નોલોજીને વખોડવાથી શું ફાયદો? મોટાભાગે આપણે આપણી જડ માનસિકતાને કારણે નવું ના આપનાવી શકીએ ત્યારે જ જૂનું એટલું સોનું એવા શબ્દો બોલતા હોઇએ છીએ. અને આધુનિકતા કે ટેક્નોલોજીનો દુરપયોગ ખરાબ છે ટેક્નોલોજી કે આધુનિકતા નહીં તે સમજવાની ખાસ જરૂર છે.

    દિલીપભાઇની વાત સાચી આપણે આધુનિકતાને પણ પ્રાચીન બનાવીએ છીએ. નાળિયેરના ગુણોનો ઉપયોગ ખાવામાં કરવાને બદલે નવી કાર લઈએ ત્યારે વધેરીને બગાડ કરીએ છીએ. કારમાં માતાજીની ચુંદડીનું રક્ષાકવચ બાંધીએ છીએ અને પછી કાર બેફામ ચલાવીએ. વિમાનમાં જતાં હોવ તો દરેકની બેગ પર ચૂંદડી બાંધેલી જોવા મળે. મારો દીકરો ચીન જવાનો હતો ત્યારે મારા એક સગાએ સલાહ(વણમાંગી) આપી કે જતી વખતે કાર નીચે નાળિયેર વધેરવું અને બેગ ઉપર માતાજીની ચુંદડી બાંધવી તેના બે ફાયદા પણ કહેલા એક તો આપણી બેગ દૂરથી પણ ઓળખાઇ જાય અને બીજું બેગની રક્ષા થાય. જવાના સમયે વિવાદ કરવો ગમ્યો નહિં પણ એમની સલાહ તો ના જ માની અને એરપોર્ટ પર જઈને જોયું તો ઘણાબધાની બેગ પર ચુંદડી બાંધેલી હતી.

    Like

    1. બેગ ઉપર રંગબેરંગી ટુકડા બાંધેલા જુઓ એટલે કોઈ ભારતીય અને તે પણ ખાસ ગુજરાતીની જ બેગ હોય.હવે બધા એક જ રંગની ચુંદડી બાંધે તો?વણમાગી સલાહ આપવાનું દુષણ પણ ખૂબ ફેલાયેલું છે.

      Like

    2. Mitaji,
      You are right, ”old wine in a new bottle” or may be vice a versa , does not matter, our’s culture is like that. Indians do adopt new technolgy,new ways of living but at the core of their mind there lies same old baseless beliefs and dogmas and rituals.Same old thinking.They all do this stupid things under the garb of preserving our sacred culture.Actually i liked that ”nareal” stuff.

      Like

  8. Bhupendrasinh

    You are head on. Than you for a great article. We need many blogs like yours to roll on favorable environment to create changes in our old beliefs deeply ingrained in our culture.

    Now they are going to create science in Sanskrit. What a news! Still people can not get out of their head that we had all technology in Sanskrit and west took it and used it.
    Keshav

    Like

    1. વિમાન હતા,મિસાઈલ હતા,અણું બોમ્બ હતા,બ્રહ્માસ્ત્ર હતા,અગ્ન્યાસ્ત્ર હતા.બધું હતું તો ગયું ક્યા?આપણે સર્વગુણ સંમ્પન હતા તો હજાર વર્ષ ગુલામ કેમ રહ્યાં?મારે ખાધેજ ગયા.હવે લોકો કહે છે આપણી નમ્રતા હતી.બોલો શું કહેવું??કેશવ ભાઈ This culture killed us.Thanks for comment.

      Like

  9. ભૂપેન્દ્રસિંહભાઈ અને મીતાબહેન,
    અમારે ઘરે કાર લેવાના સંયોગો ઊભા થયા ત્યારે મને તો કાર ચલાવતાં આવડતી નહોતી (નથી). મારા એક મિત્રને લઈને અમે ગયા. અને એ મિત્ર અમને નવી કારમાં ઘરે લાવ્યા. પરંતુ અમારા આ મિત્ર મુસલમાન છે! અમારી કાર જેને આપણે મ્લેચ્છ કહીએ એવી વ્યક્તિનો હાથ સૌ પહેલાં લાગવા છતાં મઝાની દોડે છે! એની ગંગાજળથી શુદ્ધિ નથી કરવી પડી.

    Like

    1. અમારા એક મિત્ર એમના ગુરુને સૌ પ્રથમ બધું અર્પણ કરતા.મીની ટ્રક લીધેલી તો પ્રથમ ગુરુજીને બેસાડેલા.કેમ કે કદી એક્સીડેન્ટ થાય નહિ.પણ થયો ડ્રાઈવરને હાથે એક નાની ૫ વર્ષની છોકરી ચગદાઈ ગઈ.ગામલોકોએ ડ્રાઈવરને ખૂબ મારેલો પણ ટ્રક આખી તોડી નાખેલી.ગુરુજીએ ખેસ પીળા રંગના આપેલા તે ટ્રક મા હતા પણ કોઈ ચમત્કાર થયો નહિ.

      Like

  10. ભણેલા ઘરડા પાસે ઘણું જાણવા તથા શિખવા મળે છે.પણ અભણ ઘરડાઓ યુવાનોની ઉડાવતા હોય છે અથવા તો તેમના વિચારોને સ્વિકારતા નથી.હું લાઈબ્રેરીમાં વાંચવા માટે જાવ છું.ત્યાં જીવરાજભાઈ (હું કાકા કહું છું.અટક ક્યાંરે પૂછી નથી અને ઉંમર ૭૪ વર્ષ છે.) દરરોજ બેઠા જ હોય છે.તેઓ દિવસમાં પાંચ કલાક વાંચે છે.સવારે ૯ થી ૧૨ વાંચે છે,બપોરે ઘરે જમવા જાય,બપોરે થોડી ઊંઘ અને સાંજે ૪ થી ૬ ફરી લાઈબ્રેરીમાં વાંચન માટે આવે.જ્યાંરે અભણ ઘરડાઓ મંદિરના ઓટલે કે પાનના ગલ્લે દિવસો પસાર કરે છે.ચોરસ જેવું કઇક ચિતરીને નાના પથ્થરોથી કઈક રમતા હોય છે (કદાચ ‘ઉક્કો’કહેવાય છે)કે પત્તાથી રમતા હોય છે.જીન્સ પેન્ટ પહેરીને નિકળતી છોકરીઓને ફાટેલી આંખોથી જોયા કરે.લાઈબ્રેરીમાં વાંચન કરતા ભાભાઓ સાથે વાર્તાલાપ કરવાની કે ચર્ચા કરવાની ખરેખર મજા છે.જીવરાજકાકા એકદમ વ્યવસ્થિત વ્યક્તિ મને લાગ્યા.

    Like

    1. સત્ય છે.ભણેલા ઘરડાં ગાડા વાળે,અભણ ઊંધા વાળે.મને વ્યવસ્થિત ટીપ્સ આપી હોય અને મારું લખાણ સુધર્યું હોય અને “ચલમનો ભડકો”વાર્તા લખી હોય તેનું રહસ્ય ૭૭ વર્ષના શ્રી સુબોધ શાહ અને ૭૩ વર્ષના શ્રી રશ્મીકાંત દેસાઈ છે.પણ બંને યુવાન છે,ઘરડા નથી.બાકી હું અને વાર્તા લખું?એમાં પણ શ્રી યશવંત ભાઈએ શોર્ટ સ્ટોરીના રહસ્યો બતાવ્યા.ખાલી જોબ પરથી રીટાયર શ્રી દીપકભાઈ ધોળકિયા જુઓ.બધા યુવાનો જ છે ને?

      Like

      1. સાચી વાત કરી બાપુ, ગઇકાલે એક કોલમમાં વાંચેલું કે ’ઘરેડમાં ચાલે તે ઘરડાં’ અને આ બધા મિત્રો તો ઉલ્ટું યુવાઓને ઘરેડમાંથી બહાર નિકળવાનું સુચવતા રહે છે.
        ખરે જ “નવયુવાનો”.

        ટુંક સમયમાં “વાંચનયાત્રા” પર ૭૦+ ના વધુ એક યુવાનની ઓળખ કરાવવાનો છું.

        (એક આડવાત, છેલ્લા કેટલાક અઠવાડીયાઓથી અમુક ગુજરાતી કોલમો વાંચતા એમ કેમ લાગે છે કે મોટામોટા લેખકો પણ ગુજરાતી બ્લોગ્સ વાંચતા હશે !! એ જ વિષય, એ જ વિચાર, લાગે છે “વિચારે ગુજરાત”નો આપનો નારો પ્રસિદ્ધ થવા લાગ્યો છે !)

        Like

        1. હું લગભગ એક વર્ષથી બુમો પાડું છું કે વિચારો,બે મહિનાથી સબ ટાયટલ રાખ્યું આપ લોગનના કહેવાથી કે વિચારે ગુજરાત,બે દિવસ પહેલા જાણીતા કહેવાતા ધર્મના આફરાથી પીડાતા,મોરારીબાપુની હમેશા ચમચાગીરી કરતા ચિંતક શ્રી ગુણવંત શાહે દીવ્ય ભાસ્કરમાં લેખ મુક્યો કે વાંચે ગુજરાત અને વિચારે ગુજરાત.આ પહેલા પણ મીતાબેને જણાવેલું કે આપણાં બ્લોગર મિત્રોના લખેલા ડીટ્ટો શબ્દ જાણીતા ન્યુઝ પેપર્સમાં આવતા હોય છે.આ ખાઈ બળેલા કોલમિસ્ટ બધાના બ્લોગ વાંચે છે અને કોપી કરે છે.ઇવન બ્લોગ પરથી ઉઠાવીને હોશિયાર હોવાથી એમના વિચારો ઉમેરી શબ્દો બદલીને લેખો પણ લખતા હોય છે.પણ કોઈ શબ્દ જડે નહિ તો આપણાં શબ્દો સીધા લખી દેતા હોય છે.હું શ્રી ગુણવંત સહના બ્લોગ પર જઈને લખી આવેલો કે રામકથા જગમંગલ કઈ રીતે બને?ભારત તો હજાર વર્ષ ગુલામ રહ્યું છે.આવી બકવાસ ભોળવી દેતી વાતો નાં લખવી જોઈએ.આપણે બ્લોગર મિત્રો મગજની દહીં કરીને નવું વિચારી લખીએ અને આ સ્થાપિત લેખકો એમાંથી રૂપિયા કમાય છે.હું તો દિવ્યભાસ્કર વાચું અને શબ્દો પકડાઈ જાય છે.જોકે શ્રી ગુણવંત શાહે એમની સ્ટાઈલમાં વિચારવા વિશેના વિષય પર બેચાર લીટી જ લખી છે.એમને સંમોહનમાં ભ્રમમાં કૃષ્ણની રાસલીલા દેખતા નરસિંહ માં વિચારક દેખાય છે.સાવ ભગવાનને કુદરતને માથે પડેલામાં વિચારક દેખાય છે.શબ્દો પર તો કોઈ કોપી રાઈટ હોય નહિ.એ બહાને ચાલોને આપણોં એજન્ડા ચાલુ તો થયો છે.નારો પ્રસિદ્ધ તો થવા લાગ્યો છે ને.

          Like

          1. બ્લૉગ અને ઇંટરનેટે એક સારૂં કામ કર્યું છે, અને તે એ કે છાપાઓમાં સ્થાપિત થયેલા લેખકો સામે મુસીબત ઊભી થઈ છે, અખબારમાં તમારી ઓળખાણ ન હોય તો છપાય નહીં. આમ વૈચારિક જગતનું લોકશાહીકરણ કરવામાં ઇંટરનેટની ભૂમિકા મહત્વની રહી ચે. અત્યાર સુધી એવું હતું કે છાપામાં છપાય એ જ વિદ્વાન. ગુણવંત્ભાઈ શાહ જ નહીં, બીજા ઘણા આવા અખબારી ટેકાથી સ્થાપિત થયેલા વિદ્વાનો છે. કોઇ માણસ સંપૂર્ણપણે મૌલિક લખી શકે પરંતુ પહેલાં લખવામાટે મહેનત કરવી પડતી. હવે તો ગુજરાતીમા જ કોઈ પણ બ્લૉગ વાંચો અને બીજા દિવસે લખી નાખો. આવું ચાલી શકે છે એનું કારણ એ કે કમ્પ્યૂટર લિ્ટરસી હજી જોઇએ એટલી ફ઼ેલાઈ નથી.
            ” જૂનું એટલું સારૂં નહીં” એની વાત કરીએ તો આ વાક્ય પોતે જ સ્પષ્ટ કરે છે કે કોઈ પણ વાતને માત્ર એ પુરાતન છે એટલે જ – અને એ જ એકમાત્ર કારણસર સારી માનવાની વૃત્તિ સામે એ લાલબત્તી છે. આ વાક્યનો એવો ધ્વનિ છે જ નહીં કે જેટલું જૂનું હોય એટલું બધું જ ખરાબ હોય.

            Like

    2. જીવરાજકાકાને અમારા પ્રણામ કહેશો. એમને પૂછશો તો જાણવા મળશે કે એમની નજરે ઉંમર એક આંકડાથી વધુ નહીં રહી હોય.એમણે વૃદ્ધાવસ્થાની કદી રાહ નહીં જોઈ હોય. તમે જેમને ’ઉક્કો’રમતાં જૂઓ છો એ લોકોને ઘરે પૂછશો તો ખબર પડશે કે ઘરમાં કઈં કરવાનું ન હોવાથી સૌમાં મીનમેખ કાઢ્યા કરતા હશે. જીવરાજકાકા ખરેખર ઘરની પ્રવૃત્તિઓમાંથી રિટાયર થઈ ગયા હશે.

      Like

      1. હા , એ વાત સાચી.તેઓ ઉંમર આંકડાઓથી માપે છે. મેં વૃદ્ધને યુવાન અને યુવાનને વૃદ્ધ થતો જોયો છે (વિચારોની દૃષ્ટીએ).

        Like

  11. Dear brother.
    You have written a very good article but it is long. You may give pointwise or give a summary at the end. May underline important sentences so that me and others who love to read and ponder over your thoughts can agree or argue with you. For this article nothing can be said in disagreement.Even the sword of Rajputs can not change our people(not all), so selfish(not all).

    Like

  12. આ દુનીયા વીશાળ છે અને લગભગ સાત અબજ એટલે કે ૭૦૦ કરોડની વસ્તી છે. એ હીસાબે ભારતની વસ્તી ૨૦ ટકાથી ઓછી સમજવી. દુનીયાના ખુણાં ખાંચરે અંગ્રેજીની માહીતી ખબર છે પણ ભારતની આસપાસ એટલે કે અફઘાનીસ્તાન, પાકીસ્તાન, બર્મા, વગેરે દેશમાં સંસ્કૃત વીશે સામાન્ય માહીતી પણ ખબર નથી. જે સંસ્કૃતનું મૃત્યુ ૨૫૦૦ વર્ષ પહેલાં થઈ ગયું એને હવે ક્યો પંડીત જીવીત કરે શકશે? બણગા ફુંકનારને કોઈ અંગ્રેજ કહેશે કે સમજાવશે ત્યારે આવા પંડીતોને આપઘાત કરવો પડે છે અને એવું બન્યું પણ છે.

    Like

  13. … ……મારા મતે સાફલ્ય નો આધાર કોઈ ભાષા ન હોઈ શકે …અને કોઈ ભાષા સાફલ્યના માર્ગમાં અવરોધરૂપ થાય તેવું તો નહિ જ …….સાફલ્ય માટે જરૂર છે સમય સંજોગોના પરિવર્તન સાથે અનુસંધાન કેળવીને સાતત્ય પૂર્ણ પરિશ્રમની ……..પ્રતિભા કેળવવા માટે વિધેયાત્મક અભિગમ જરૂરી છે ….અને અભિગમ એ કોઈ ભાષા પસંદગીથી પ્રભાવિત થતી વસ્તુ ન હોઈ શકે …..ભાષા એ માત્ર માધ્યમ બની શકે સાફલ્ય માટે …એ ક્યારેય અસફલતા માટે કારણભૂત માધ્યમ ન હોઈ શકે ….સ્વામી વિવેકાનાન્દજી એ ભારત ભ્રમણ દરમ્યાન બે જગ્યાએ :આગ્રા અને મદ્રાસ માં ત્યાના યુવાનો જેઓ ખુદ સંસ્કૃતનો અભ્યાસ કરવા તલપાપડ હતા ,તેવા યુવાનો ને કહ્યું ..” બે શક સંસ્કૃત દેવોની ભાષા છે ભણવું જ જોઈએ …..પણ સાથે સાથે પશ્ચિમી ભાષાઓ ,સાહિત્ય ,ઈતિહાસ ,વિજ્ઞાન અને ટેકનોલોજી નો પણ મન દ ઈને અભ્યાસ કરો જ કરો …….આપણા સાંસ્કૃતિક મુલ્યો ને ,આપણા વિરલ વારસાને તમે સામી છાતી એ પશ્ચિમી વિજ્ઞાન નાં કસોટીની એરણ પર ચકાસી લેવા તૈયાર રહો ……એ લોકો ને એમની ભાષામા જ નક્કર વૈજ્ઞાનિક તથ્યો ને આધારે વેદાંત ની સત્યતા સમજાવી શકાશે…અને એ પછી એમણે પોતે પણ એ જ કર્યું શિકાગોની ધરતી પર …વેદાંત ,સાંખ્ય ,ને વિજ્ઞાન એ તમામ બાબતો એમણે અમેરિકનો ને એમની ભાષામાં જ જાહેર મંચ પર થી સમજાવી ….આપણી ભૂલોને સ્વીકારી પણ ખરી …..હા , પશ્ચિમનું “સારું” જે જે તેઓ જોઈ શક્યા , તે તમામ બાબતો તેમણે ત્યાં રહીને પત્રો દ્વારા તેમના ભારતીય શિષ્યોને જણાવી છે ….પણ સંસ્કૃત કે વેદાંત ઉતરતું છે ,વિકાસ રૂંધે છે એવું ક્યાય એમણે સ્વીકાર્યું હોય તેમ જણાતું નથી …ઋષિકાળનું ભારતનું વિજ્ઞાન ,તે સમય નાં આવિષ્કારો એમણે અંગ્રેજી ભાષામાં જ એ લોકોને સંતોષ થાય એ રીતે સમજાવ્યા …ત્યાના લોકોએ સ્વીકાર્યું પણ કે ભગવા મેલા કપડા પહેરેલો એક સન્યાસી પછાત કહેવાઈ રહેલા દેશમાં થી આવીને ફટાફટ અંગ્રેજી માં આપણને સાચા આત્મિક સુખ નાં માર્ગ બતાવી રહ્યો છે ….
    અગ્રગણ્ય અખબાર “ન્યૂ યોર્ક હેરાલ્ડે” તો લખ્યું:…..આટલા ઊંડાણથી જીવન નાં ગૂઢ રહસ્યો સમજી ને સમજાવી શકનારો એક સન્યાસી જે દેશમાંથી આવે છે ..એ દેશ ખરેખર કેટલો મહાન ગણાય …આપણા ખ્રિસ્તી પાદરી ઓ એવા લોકોને પછાત ગણીને નકામા એમને સુધારવા માટે મીશનરીઓ મોકલી રહ્યા છે ….”..
    ……ઈતિહાસ જોઈશું તો જણાય છે કે કેટલાય અમુલ્ય ગ્રંથો વિદેશીઓ અહી થી લ ઈ ગયા છે …..અરે ચોરાઈ પણ ગયા છે ..શું હતું એમાં જે તેઓ ને આકર્ષી ગયું ….હ્યું-એન-સંગ તો એટલું બધું એકઠું કરીને લ ઈ જતો હતો કે ગંગા નદી માં પૂર આવતા ભારતીય ગ્રંથો નાં વજનથી હોડી ડૂબી જાય તેમ હતું .. …ભલું થાજો એના બે ભારતીય શિષ્યોનું કે ગ્રંથો ની જગ્યા એ તેઓ પોતે નદીમાં કુદી પડ્યા ને હ્યું-એન સંગ એના ભારતીય ગ્રંથો સાથે સલામત રીતે ચીન પહોંચી શક્યો ….કેટ કેટલાયે આપણા ગ્રંથોનો અનુવાદ પશ્ચિમના તત્વ ચિંતકો એ તેમની ભાષામાં કર્યો છે ….
    મને તો લાગે છે કે આઝાદી મળ્યા પછી પણ આ દેશના તરકટી શાસકો એ કદી પણ આ દેશના યુવાન માં નાં ‘સ્વત્વ’ ને ઉજાગર કરવાનો પ્રયત્ન જાણી સમજી ને કર્યો જ નથી ……અરે કહેવાતા ઉપદેશકો ,સુધારકો ,બુદ્ધિજીવી ઓ ,પ્રોગ્રેસીવ વિદ્વાનો એ પણ લોર્ડ મેકોલે નાં આદેશને અક્ષરશ: પાળવાનો ,નિભાવવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે …આ દેશના નાનકડા પંખીને ક્યારેય સ્વતંત્ર રીતે દેશના ગ ગ ન માં વિહરવા દેવાની ચેષ્ટા કોઈએ કરી નથી …એને હમેશા અંગ્રેજો એ દર્શાવેલા દાવ પેચ જ એને ઉડવા માટે શીખવવા માં આવે છે જેથી કરીને એની અંદર ધરબાઈ ને પડેલું “મેગ્નીફીસંત પોટેન્શિયલ ” ક્યારેય બહાર આવી જ ન શકે …..અને મારી મચડીને એને એવા નક્કી કરેલા નકશા પ્રમાણે ઉડવા માટે મજબૂર કરવામાં આવે છે કે એની પાંખો આખરે થાકી જાય ,એનું કૌવત કંટાળી જાય …અને એક વૈજ્ઞાનિક કે કલાકાર થવા સર્જાયેલો તેજપુંજ અકાળે ઓસમાઈ ને માત્ર કારકૂની ટમટમીયું બની ને જીંદગી ભર બળતું રહે છે ……

    Like

  14. ઘણા સમય બાદ આ પોસ્ટ વાંચવાની તક મળી અને મને પણ કંઈક વિચારવાની ફરજ પડી, મારા બ્લોગ પર પણ કંઈક લખાયું, આભાર –
    મારી પોસ્ટ –
    http://www.bestbonding.wordpress.com

    ‘બદલાવ’ (Change)નો મોટો દુશ્મન ‘સ્વ’ (Self) –

    ગુગલ સર્ચમાં ફરતાં ફરતાં રાઓલજીના બ્લોગ ‘કુરુક્ષેત્ર’ પર પહોંચી ગયો. ૧, જાન્યુઆરી ૨૦૧૧ ની આધુનિકતાના વિરોધ અંગેની પોસ્ટ પરના પ્રતિભાવોમાં જાણે ‘કુરુક્ષેત્ર’ જીવંત બની ગયું અને મારા મનમાં પોસ્ટ અને પ્રતિભાવોના જન્મદાતા વિચારોને સમજવાનું કુરુક્ષેત્ર જીવંત થઈ ગયું. …………..

    Like

  15. ઘણા સમય બાદ આ પોસ્ટ વાંચવાની તક મળી, મને પણ મારા બ્લોગ પર લખવાની પ્રેરણા મળી. આભાર.
    મારી પોસ્ટ –
    http://www.bestbonding.wordpress.com

    ‘બદલાવ’ (Change)નો મોટો દુશ્મન ‘સ્વ’ (Self) –
    ગુગલ સર્ચમાં ફરતાં ફરતાં રાઓલજીના બ્લોગ ‘કુરુક્ષેત્ર’ પર પહોંચી ગયો. ૧, જાન્યુઆરી ૨૦૧૧ ની આધુનિકતાના વિરોધ અંગેની પોસ્ટ પરના પ્રતિભાવોમાં જાણે ‘કુરુક્ષેત્ર’ જીવંત બની ગયું અને મારા મનમાં પોસ્ટ અને પ્રતિભાવોના જન્મદાતા વિચારોને સમજવાનું કુરુક્ષેત્ર જીવંત થઈ ગયું. …..

    Like

  16. જુનુ એટલુ બધુ સોનુ તો નહિ જ!! હમંશા પરંપરાગ કે રુઢીવાદી વિચારો પરીવર્તન માટે બાધા બને છે,માટે નવુ અપનાવુ પડે તો જ પરીવર્તન શક્ય છે.

    Like

  17. ” भारत सदा से पुराना है, इसलिए हारता रहा है | अब भी भारत के पास नया क्या है ? अगर रूस में जाओ और बच्चो से पूछो तो वे सपने देख रहे हैं चाँद पर मकान बनाने के | अमेरिका में जाओ, तो वे मंगल की यात्राओं के ख्वाबों से भरे है | और हिंदुस्तान के बच्चे के पास जाओ तो वे अभी भी रामलीला देख रहे हैं…… ”
    ஜ۩۞۩ஜ ॐॐॐ ओशो ॐॐॐ ஜ۩۞۩ஜ
    ~ चेती सके तो चेती

    Like

Leave a comment