દરેક સજીવમાં કુદરતે એવી ભાવના મૂકેલી છે કે એના જિન્સ બીજી પેઢીમાં તબદીલ કરે,અને આ રીતે એનો વંશ ચાલુ રહે. કુદરત મજબૂત જિન્સ ટ્રાન્સફર થાય તેવું ઇચ્છતી હોય છે.ચાલો આ જિન્સ ટ્રાન્સ્ફર કરવાની સામાજિક પદ્ધતિઓ વિષે જાણીએ. લગ્ન વ્યવસ્થા બહુ પાછળથી આવી, પ્રાણીઓમાં મનુષ્ય સિવાય કોઈ લગ્ન વ્યવસ્થા વાપરતું નથી. ત્રણ પ્રકારે માનવ સમાજ સેકસુઅલ રીપ્રોડક્શન કરતો હોય છે. મનોગમી, પોલીગમી અને ગ્રૂપ મૅરેજ.
મનોગમી:- મનોગમીમાં એક સ્ત્રી અને એક પુરુષ સંસર્ગ કરતા હોય છે. લગ્ન વ્યવસ્થા દ્વારા હાલ મોટાભાગના દેશોમાં આ પ્રથા કાયદાથી અપનાવાય છે. એક પત્ની કે એક પતિ હોવો તે મનોગમી. થોડા જ સ્તનધારી, મોટાભાગના પક્ષીઓ, થોડા જીવ જંતુ, થોડી માછલીઓ મનોગમી અપનાવે છે. એમાં સોશિયલ, સેકસુઅલ, જિનેટિક અને મેરીટલ મનોગમી એવા વિભાગ પાડેલા છે. જિનેટિક મનોગમીમાં એક નર માદા ભલે કાયમ સંસર્ગ કરતા હોય પણ સંતાન પેદા કરવા એક્સ્ટ્રા પાર્ટનર ઉપર આધાર રખાતો હોય છે. સીરીયલ મનોગમી પશ્ચિમના દેશોમાં સામાન્ય છે. એક જોડી તૂટી જાય બીજી જોડી બનાવી લેવાની. પણ એક પાર્ટનર હોય ત્યાં સુધી એક જ રાખવાનો. ૯૦% બર્ડ અને ફક્ત ૭% સ્તનધારી પ્રાણીઓ મનોગમસ હોય છે. Schistosoma mansoni કીડા માનવ શરીરમાં રહેતા હોય છે તે મનોગમસ હોય છે.
મેસોપોટેમીયા અને પ્રાચીન ઈજીપ્ત સંસ્કૃતિઓ મનોગમસ હતી. પણ સંતાન ના થાય તો બીજી પત્ની કરવાની છૂટ હતી. ધ યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ફર્ટીલીટી રિપોર્ટ ૨૦૦૩ પ્રમાણે ૮૯% લોકો ૪૯ વર્ષની ઉંમર પહેલા લગ્ન કરી લેતા હોય છે. છતાં બધા લગ્નો મનોગમસ હોતા નથી. એન્થ્રોપોલોજીકલ અભ્યાસ પ્રમાણે ૮૦ થી ૮૫ % સમાજો પોલીગમસ લગ્નો આવકારતા હોય છે.
પોલીગમી :- એટલે બહુ પત્નીત્વ અથવા બહુ પતિત્વ. Polygyny એટલે બહુ પત્નીત્વ. એક પુરુષ ઘણી બધી સ્ત્રીઓ સાથે સંબંધ રાખે કે લગ્નો કરે તેના માટે Polygyny શબ્દ વપરાય છે. જ્યારે Polyandry શબ્દ બહુ પતિત્વ માટે વપરાય છે. એક સ્ત્રી ઘણા બધા પતિ.દ્રૌપદી પોલીએન્ડ્રી પ્રકારનો જુનો જાણીતો દાખલો છે. એક સર્વે મુજબ ૧૨૩૧ સમાજોમાથી ૧૮૬ મનોગમસ હતા, ૪૫૩ પ્રાસંગિક polygyny એટલે જરૂર પડે ત્યારે, ૫૮૮ ફ્રીક્વન્ટલી polygyny અને ૪ સમાજો polyandry હતા. જોકે આ સર્વે અધુરો જણાય છે. ઘણા સમાજમાં બહુ પત્નીત્વ મોભાનું સ્થાન ગણાતું. ૧૯૩૫ સુધી થાઈલેન્ડમાં બહુ પત્નીત્વ કાયદેસર માન્ય હતું. ભારતમાં બહુ પત્નીત્વ પ્રાચીન સમયમાં માન્ય હતું. આઝાદી સુધી લગભગ માન્ય હતું. ઇસ્લામમાં બહુ પત્નીત્વ માન્ય છે. એક સાથે ચાર પત્ની ધરાવી શકાય છે. જોકે અઝેર્બૈજાન, બોસ્નિયા, ટુનીસીયા, ટર્કી જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાં પોલીગમી કાયદેસર માન્ય નથી. લીબિયા, પાકિસ્તાન અને મોરોક્કોમાં પહેલી પત્નીની લેખિત પરવાનગી જોઈએ બીજી પત્ની કરવી હોય તો. કેન્યા, સાઉથ આફ્રિકા, સુદાન બધે પોલીગમી ચાલુ જ છે. ભારતમાં હિંદુ લો મુજબ મનાઈ છે જ્યારે મુસ્લિમ પર્સનલ લો મુજબ માન્ય છે. હોંગકોંગમાં ૧૯૭૧ થી પોલીગમી ગેરકાયદેસર છે.
polyandry – બહુ પતિત્વનો ઉત્તમ દાખલો તિબેટ છે. પ્રાચીન સુમેરિયન રાજાએ (૨૩૦૦BC)માં મનાઈ ફરમાવી દીધેલી અને જે સ્ત્રી બહુ પતિ રાખે તેને પથ્થરો મારી મોત નિપજાવવાની સજા દાખલ કરેલી. સૌથી વધારે બહુ પતિત્વની પ્રથા તિબેટમાં છે. કેનેડીયન આર્ક્ટિક, નેપાળ, નાઇજેરિયા, ભુતાન, ભારતના લડાખ અને ઝાંસ્કાર, શ્રી લંકા, થોડા પોલીનેશિયન સમાજ જ્યાં સ્ત્રીઓની સંખ્યા વધારે છે, મોંગોલિયા,ચીનમાં મોસુઓ સમાજ, મસાઈ સમાજ કેન્યા અને તાન્ઝાનિયા, અમેરિકાના પ્રાચીન સમાજો, ઉત્તરાખંડનો જૌન્સર વિસ્તાર ભારતમાં, થીયા અને ટોડા સમાજ દક્ષિણ ભારત, અરુણાચલ પ્રદેશ ના નિશી સમાજ આ બધા બહુપતિત્વ રિવાજ ધરાવતા પ્રદેશોમાં આવી જાય. એમાં ફક્ત Saskatchewan Canada ન્યાયિક રીતે કાયદેસર પોલીએન્ડ્રી ગણવામાં આવે છે. ભારતમાં પોલીગમી ગેરકાયદે છે તેથી પોલીએન્ડ્રી પણ એની વ્યાખ્યામાં આવી જાય. તિબેટમાં હાલ બહુ મોટો પ્રશ્ન છે, કારણ તિબેટ હાલ ચીને કબજે કરી લીધું છે જ્યાં પોલીગમી ગેરકાયદે છે. બ્રાઝીલના કેટલાક સમાજ પોલીએન્ડ્રી છે. ઇસ્લામ અને હિબ્રુ બાઈબલમાં પોલીએન્ડ્રી મનાઈ છે.
માનવ સિવાય, Field Cricket Gryllus bimaculatus , Orthoptera (containing crickets, grasshoppers and groundhoppers), Agile frogs, honey bee , New World monkeys ( Goeldi’s Marmoset , tamarins )આ બધા પોલીએન્ડ્રી વ્યવસ્થા ધરાવતા હોય છે.
Group marriage :- આ શબ્દથી જ સમજી જવાય તેવું છે. ઘણા બધા પુરુષો અને ઘણી બધી સ્ત્રીઓ, સહિયારી પત્ની અને સહિયારા પતિ. કોઈ દેશમાં ગ્રૂપ મૅરેજ માન્ય નથી. હવાઇઅન ટાપુઓ, મેલેનેસીયા, દક્ષિણ ભારત નીલગીરીમાં રહેતો ટોડા સમાજ, પ્રાચીન અમેરિકાનો ઓમાહા સમાજ , Kurnandaburi , Wakelbura , Kurnai of Australia આ બધા સમાજોમાં ગ્રૂપ મૅરેજ માન્ય હતા. યુ.એસ.એ માં Oneida Community (1879-1881), Kerista Commune San Francisco from 1971 to 1991, ગ્રૂપ મૅરેજ કરતા હતા. જોકે કાયદેસર માન્ય હતા નહિ. વિશિષ્ટ લગ્ન પુરાણ સમાપ્ત ! !

સારી જાણવા જેવી માહિતી.હિમાચલ પ્રદેશના ભારમૌર, અને લાહૌલ-સ્પિતી ખીણ પ્રદેશમાં હજી પણ બહુ-પતિત્વ પ્રથા છે, પરંતુ હવે લગભગ ભુંસાઈ જવા લાગી છે. કેટલાક વિદ્વાનો માને છે કે માતા કુંતીએ આ જ પ્રથાનું અનુકરણ કરીને દ્રૌપદીને પાંચેય ભાઈઓની પત્ની બનાવી દીધી હતી. એમણે ભાઈઓ કોઈ વસ્તુ લાવ્યા છે એમ માનીને બધા ભાઇઓ વહેંચી લે એવી સલાહ આપી એ ગળે ન ઊતરે એવું છે. કારણ કે પાંચ ભાઈઓ નાની વસ્તુ માટે લડે એ ઉંમરના નહોતા. પરંતુ એક જ સ્ત્રી -અને તે પણ ત્રીજા નંબરના ભાઈની – એ ક્દાચ ઝઘડાનું કારણ બને. બધાને સાથે રાખવા જ કુંતીએ આ નિર્ણય લીધો. માનવવંશશાસ્ત્રીઓ માને છે કે હિમાચલમાં જમીનના વધારે ભાગ ન પડે તે માટે આ પ્રથા અમલમાં આવી. polygamy હોય કે polyandry – સ્ત્રીના હાથમાં તો દાસીપણું જ આવે છે. અલબત્ત, આ વાત માનવસમાજને લાગુ પડે છે. પક્ષીઓમાં સુઘરીને નહીં. એમને ત્યાં તો સ્ત્રીઓના ઠાઠ છે. માળો સારો બનાવે એ નરને માદા પસંદ કરે! માળો જોઈને માદા ચાલી જાય તો નર માળો પીંખી નાખે અને બીજી માદા માટે ફરી બનાવે!
LikeLike
જોકે હવે તો બહુ પતીત્વની પ્રથા ખાસ રહી નથી.હિમાલયની તળેટીમાં ક્યાંક ચાલુ હશે.ઝી ટીવી પર આવું એક ફેમીલી જોયેલું.આપની વાત સાચી છે.રીવાજ પ્રમાણે દ્રૌપદી બધાને પધરાવી દીધી હશે.માતા કુંતીએ પણ જુદા જુદા પુરુષો થકી પુત્રો પ્રાપ્ત કરેલા.એટલે કશું ખોટું લાગ્યું નહિ હોય.
LikeLike
લેખ ખુબજ અભ્યાસપુર્ણ લાગ્યો, એક એવી માન્યતા પણ છે કે મહાભારતકાળરામાયણકાળની પહેલા અસ્તિત્વમાં હોવો જોઈએ, કારણ મહાભારતમાં જે સમાજવ્યવસ્થા દર્શાવી છે તે છિન્નભિન્ન અને ખંડિત દેખાય છે, સ્ત્રિઓની અવદશા, ભાઇઓ વચ્ચે વેર, અપહરણ. બહુપતિત્વ, સગી ભાભી ઉપર ભ્રષ્ટ નજર, વડિલ સ્વશુરના અન્ધત્વ ની મશ્કરી વીગેરે અવ્યવસ્થિત સમાજજીવનના દાખલા છે, જે પ્રાથમિક અવસ્થા સુચવે છે, જ્યારે રામાયણ નો સમાજ વ્યવસ્થિત, અને એકબીજા ઉપર આદર ભાવ દર્શાવે છે. જે વધુ વિકસિત સમાજ નુ દર્શન કરાવે છે, રામાયણમાં ભાઇઓ વચ્ચે નો પ્રેમ, પિત્રુભક્તિ, ભાભી પ્રત્યે આદર, એકપત્નીવ્રત, વચનપાલન, વફાદારી, જેવા ઉમદા ગુણો દર્શાવવામાં આવ્યા છે જે દર્શાવે છે કે રામાયણ નો સમય મહાભારત કરતા પછી નો રહ્યો હશે.
LikeLike
શ્રી. સુરેશભાઈ ઐતિહાસિક તથ્ય પ્રમાણે સાચું લાગતું નથી. રામાયણ કાલ જુનો જ હોવો જોઈએ.
LikeLike
શ્રી સુરેશભાઈ અને શ્રી ભૂપેન્દ્રસિંહભાઈ,
બન્ને કથાઓમાં વિકાસની સ્થિતિ જોતાં રામાયણ કાળ જૂનો છે. મહાભારત કાળમાં જે શસ્ત્રોનો ઉપયોગ થયો છે તેનું વર્ણન વધારે વિસ્તૃત છે. રામાયણ કાળમાં મુખ્યત્વે ધનુષ-બાણનો ઉપયોગ થયો છે, અને મોટા પથ્થરોનો ઉપયોગ થયો છે.
મહાભારતમાં તલવાર પણ છે. આવી વાતો માટે બન્ને ગ્રંથોમાં કેટલાંયે વર્ષો દરમિયાન થયેલા ઉમેરાને પણ ધ્યાનમાં લેવા જોઈએ. વળી મહાભારતની કથા જટિલ છે. એ સમાજમાં વધેલી જટિલતાનું પ્રતિબિંબ છે.
LikeLike
nice article…..
LikeLike
રાઓલજી … ઘણું નવું જાણવા મળ્યું… આભાર
LikeLike