“બંધ બારણાની તિરાડ”

“બંધ બારણાની તિરાડ”
અમુલખભાઈનું કુટુંબ ઘણું  મોટું.ચાર ભાઈઓનું કુટુંબ પણ બધા એકજ મોટા ઘરમાં રહે.સંયુક્ત કુટુંબનો કદાચ છેલ્લો દાખલો બની રહેવાનો હશે.બાપ દાદાની   વિશાળ હવેલી હતી.દરેકના ઓરડા જુદા હતા.સૌથી મોટાભાઈ અમુલખભાઈ હતા.બાપ દાદા વખતની જામેલી પેઢી હતી.બે ભાઈઓ પેઢી સંભાળતાં.બે ભાઈઓ સારી નોકરી કરતા હતા.અમુલખભાઈ અને હિરાગૌરીનું એક માત્ર સંતાન હતો યતીન.બહુ લાડકોડમાં ઉછેરેલો.ઘણી બધી બાધા આખડીઓ રાખી ત્યારે મોટી ઉંમરે પ્રાપ્ત થયેલો.બીજા ભાઈઓના સંતાનો પરણાવી દીધેલા અને ઘણા પરણાવવાની ઉંમરે પહોચી ગયેલા,ત્યારે સૌથી મોટાભાઈનો આ લાડકવાયો હજુ હમણાં કૉલેજમાં દખલ થયેલો હતો.મનસુખભાઈ,બીજા નંબરના ભાઈ.એમને એક દીકરો હતો જતીન.એને
પણ માયા નામની સુંદર પત્ની હતી.એમની દીકરી હતી સરિતા તેને પણ પરણાવીને મનસુખભાઈ તો નવરાં થઈ ગયેલા.ત્રીજા ભાઈ ધનસુખભાઈ અને રમાગૌરીને બે દીકરીઓ હતી જે કૉલેજમાં ભણતી હતી.એક દીકરો મહેશ ભણીગણી ને  શહેરમાં નોકરી કરતો હતો.ચોથા ભાઈ લક્ષ્મીચંદ અને સવિતા ગૌરી નું એક સંતાન હતી મમતા.જે ભણી ને હવે એને કોઈ સારો વર મળી જાય તેની રાહ જોતી વ્રત જપ તપ કર્યા કરતી હતી.
યતીન નાનો એને જે વસ્તુ જોઈએ તે હાજર થઈ જતી.લાડકોડમાં જરા બગડી ગયેલો લાગે.સ્વભાવ તોછડો,કોઈનું પણ માન રાખે નહિ.અપમાન કરતા
વાર ના લાગે.નાનો અને વડીલભાઈનો એક માત્ર દીકરો કોઈ કશું કહે નહિ.

**મનસુખભાઈની તબિયત એક દિવસ જરા સારી નહિ હોય.પેઢી પરથી ભાઈની રજા લઈ વહેલા ઘેર આવી ગયા.એમના અલાયદાં ઓરડામાં એમના પત્ની સરલા સાથે વાતો કરતા કરતા આરામ કરી રહ્યા હતા.માથું ભારે લાગતું હતું.પત્નીને કહ્યું કે જરા બામ શોધી લાવો.માથે લગાવીએ તો જરા રાહત થાય.સરલાબેન ઊઠ્યા અને બારણે પહોચ્યા તો કોઈ દોડીને જતું હોય તેવો અણસાર આવ્યો.બારણું ખોલ્યું તો કોઈ હતું નહિ,થયું ભ્રમ હશે.રસોડામાં ગયા ને બામની શીશી ખોળી લાવ્યા.પલંગ પાસે આવી પતિદેવને કપાળે બામ ચોપડવા લાગ્યા.પાછો અણસાર આવ્યો કે બંધ બારણે કોઈ છે.આમેય સ્ત્રીઓની છઠ્ઠી ઇન્દ્રિય વધારે સચેત હોય છે.ધીરે રહીને બાજુ પર જઈને ઓચિંતું બારણું ખોલી નાખ્યું તો યતીન ઊભેલો.એમણે પૂછ્યું કે શું કરે છે,તો જવાબ મળ્યો કે કઈ નહિ,અને ભાગી ગયો.
**એકવાર અડધી  રાત્રે સરલાગૌરીને કંઈક લેવું હશે તો રસોડામાં જતા જોયું કે એમના દીકરા જતીન અને માયા સુતા હતા તે ઓરડાના બારણાની તિરાડમાંથી યતીન છાનોમાનો જોતો હતો.હવે સરલાગૌરીને ખ્યાલ આવી ગયો કે તે દિવસે યતીન એમના બારણે તિરાડમાંથી જોવાની ચેષ્ટા કરતો હશે.એમણે મનસુખ ભાઈને કાને વાત નાખી કે
યતીન ને ખરાબ ટેવ પડી લાગે છે.રાત્રે છાનોમાનો તિરાડમાંથી જોતો હોય છે.આને શું
કહેવાય તેતો સમજ ના પડી પણ ખરાબ કહેવાય તેટલું તો સમજાઈ જાય.ટેવ સારી ના
કહેવાય.રાત્રે યુવાન દીકરા વહુ પ્રેમાલાપ કરતા હોય તેમાં કશું ખરાબ ના હોય.એમની
અંગત ક્રિયા આવી રીતે ચોરી છૂપી થી જોવી સારું ના કહેવાય.પણ મોટાભાઈને કહેવું કઈ
રીતે?
**એકવાર રમાગૌરીએ સરલાગૌરીને કહ્યું કે મોટીબહેન કોઈને ના કહો તો એક
વાત કહું.સરલાગૌરી કહે બોલો નહિ કહું.રમાગૌરી કહે મોટી બહેન આ યતીન એકવાર મારી બેદીકરીઓના બંધ બારણે તિરાડમાંથી અંદર જોવાનો પ્રયત્ન રાત્રે કરતો હતો.એમની બે દીકરીઓ એક જ ઓરડામાં સૂતી હતી.સરલાગૌરી કહે મને પણ અનુભવ થયો છે,પણ આ વાત કોને કહેવી?બીજો દાખલો આપું તો આપણી દીકરી સરિતા અને જમાઈ જે ઓરડામાં સુતા હતા ત્યાં પણ આવી રીતે જોતો હતો.હાલ તો બંને ચુપ રહ્યા.પણ સમજ પડી ગઈ હતી કે આને કોઈ ખોટી ટેવ વળગી છે.
**મહેશ શહેરમાં રહેતો.એ જરા આ બધાં થી જુદો હતો.અહીં બધાં મોટા ભાઈના
ઉપકાર હેઠળ દબાયેલા કશું બોલતા નહિ.તેમ યતીનની ટેવ વધતી જતી હતી.પણ મહેશને સાચું બોલવા જોઈએ.એ માન બધાનું ખૂબ રાખતો પણ સાચું તો કહીજ દેતો.એક દિવસ પાપ છાપરે ચડીને પોકારી ઊઠ્યું. જુવાન જતીન અને માયાની કામક્રીડા જોવામાં બારણાની તિરાડમાંથી યતીન મગ્ન હતો અને મહેશને કોઈ કારણસર એના ઓરડામાંથી બહાર આવવું અને યતીન મહેશના હાથે પકડાઈ ગયો.યતીન ભાગી ગયો.મહેશ ગુસ્સા પર કાબુ કરી ચુપ રહ્યો.મહેશે વિચાર્યું કે આવું તો ચલાવી ના લેવાય.આ તો રોગ કહેવાય.મોટા બાપાને વાત કરવી પડશે.તે પહેલા માતાને પૂછી લઉં વિચારીને રાત્રે તો સૂઈ ગયો.સવારે તક મળતા એણે માતાને કાને આડકતરી રીતે વાત નાખી.માતાએ  પણ સાક્ષી પૂરી.સાચી વાત છે મારા હાથે પણ આવી રીતે પકડાઈ ગયો
છે.મહેશે માતાને જણાવ્યું કે આતો મનોરોગ કહેવાય.કોઈ સારા ડૉક્ટરને બતાવવું પડે.સલાહલેવી પડે.માતાએ પૂછ્યું,
‘એ ડૉક્ટર પાસે કઈ રીતે આવશે?એના પિતાને પણ જણાવવું પડે,એમના કાને આવી વાત કોણ નાખે?’
‘હું નાખીશ એમના કાને વાત,આવું ચલાવી કેમ લો છો?’
‘સારું,તું વાત કર જરૂર પડે અમે સાક્ષી પૂરીશું.બધાને અનુભવ થયો
છે.’
માતાની રજા મળતા મહેશ ઊપડ્યો પેઢી પર.મોટાબાપા જરા નવરાં પડ્યા ત્યાં
અગત્યની વાત કરવી છે જણાવી એક અલાયદાં રૂમમાં ભેગાં થયા.અમુલખભાઈએ શાંતિથી વાતો સાંભળી,ચિંતામાં પડી ગયા.એકવાર તો મન માનવા તૈયાર થયું નહિ,પણ બધા કઈ ખોટું ના કહે.થોડી ચર્ચા આગળ લંબાવતા કહ્યું,
‘મહેશ,તારી વાત માનું છું.પણ હમણાંનો તો એ આપણાં કૌટુંબિક ગુરુ સ્વામી આત્માનંદજીના આશ્રમે વધુ સમય ગળતો હોય છે.તો પછી આવું કેમ?’
‘મોટાબાપા,તમારી વાત સાચી પણ આતો મનોરોગ કહેવાય,આ કોઈ ગાંડપણ જેવી સીરીયસરોગ નથી,પણ એનું ઓબ્સેશન ના થઈ જાય તે જોવું રહ્યું.’
‘મહેશ,સાચું છે,પણ એના અભ્યાસ ખંડમાં તો મેં બ્રહચર્ય અને એવા ધાર્મિક પુસ્તકો મેં જોયેલા,જે સ્વામીજીએ લખેલા હતા.’
‘મોટા બાપા,સાધુઓ વિજ્ઞાન ભણેલા ખાસ હોય નહિ,એમના ખ્યાલો જુના
હોય,કદાચ એમાજ આ યતીન ભરમાઈ ગયો લાગે છે.આપ જરા યતીન સાથે વાત તો કરો?’
‘ભાઈ,પણ એ જરા તોછડો થઈ ગયો છે,એની માતાના અતિશય લાડકોડે બગડી મૂક્યો છે,હું વાત કરું પણ તું હાજર રહેજે.’
સાંજે જમ્યા પછી અમુલખભાઈ અને મહેશ યતીનના રૂમમાં ગયા.યતીન સમજી તો ગયો,પણ જાણે પૂર્વ તૈયારી કરીને બેઠો હોય તેમ લાગ્યું.અમૂલખ ભાઈએ શરુ કર્યું.
‘બેટા,આ મહેશ તારો મોટોભાઈ શું કહે છે,તું તિરાડમાંથી જુએ તે સારું ના કહેવાય.’
‘મને ખબર છે,અધર્મ ફેલાઈ ગયો છે,લોકો બંધ બારણે છાનગપતિયાં કરે છે,એ
સારું કહેવાય?’
‘અરે!બેટા આવું કેમ બોલે છે?આ તો બધા ઘરના લોકો છે.આ તું શું બોલે છે?સમજ પડતી નથી.’
‘પાપાચાર ઘરમાં ફેલાઈ ગયો છે,લોહીનો વેપાર ચાલી રહ્યો છે,હું સંસ્કૃતિમાં માનું છું.સ્વામીજીએ બધી વાતો કરી છે મને.આવું નહિ ચલાવી લઉં.’
*ધત તેરેકી!આતો બધો પ્રતાપ સ્વામીજીનો પણ લાગે છે.મહેશ પણ
મૂંઝાયો.એણે કહ્યું,
‘યતીન,ભાઈ મારા,જો!અહીં કોઈ પારકું નથી,અહીં કોઈ લોહીનો
વેપાર નથી,સૌ સૌની પત્નીઓ પાસે બેઠાં હોય છે.અને કોઈની અંગત વાતોમાં રસ લેવાનો હકતને કોણે આપ્યો?તને ભાન છે?લોહીનો વેપાર કોને કહેવાય?જરા શબ્દોના અર્થ તો જાણ.એમજ બોલ્યા કરે છે?કે કોઈની નકલ કરે છે?
‘હું ધર્મમાં રસ ધરાવું છું,હું કોઈ ખરાબ નથી.મેં કોઈને હાની પહોચાડી નથી.પણ લોકો છાનગપતિયાં કરે તે ના ચાલે.’
‘જો ભાઈ!તને કોઈ હક નથી કોઈની પણ અંગત લાઇફમાં દખલ કરવાનો,અને તું છાનામાનો તિરાડમાંથી જુએ તેતો ખાસ અસભ્યતાની નિશાની છે.’
યતીન કશું બોલ્યો નહિ,ચુપ રહ્યો.અમુલખભાઈએ પણ સમજાવ્યું કે લોહીનો વેપાર તો કોઈ પૈસા ખાતર દેહ વેચે તેને કહેવાય.અહીં તો બધા ઘરના છે.આવા શબ્દો એમજ ના વપરાય.આ ટેવ સારી ના કહેવાય.ટેવ પડી જશે તો કોઈના ઘેર ગયો હોઈશ તો પણ તું આવું અસભ્ય વર્તન કરી બેસવાનો,કોઈના હાથે પકડાઈ જઈશ તો મારી બદનામી થશે.

**મહેશે ઇશારો કરતા અમુલખભાઈ બહાર નીકળ્યા.મહેશે સૂચન કર્યું કે આપણે કોઈ ડૉક્ટરને પૂછી લઈએ.અમૂલખ ભાઈએ જણાવ્યું કે તું કોઈ સારા ડોક્ટરને જાણતો હોય તો બતાવ.પહેલા આપણે એકલાં મળી આવીએ.પછી શું કરવું તે વિચારીએ,પણ
બધું કોઈને કહીશ નહિ.આટલું કહેતા જરા ગળગળા થઈ ગયા.મહેશ બોલ્યો મોટાબાપા શું
બોલ્યા?યતીન મારો ભાઈ છે,અને ઘરની આબરૂ મારી પણ આબરૂ છે.
**બીજા દિવસે જાણીતા મનોવૈજ્ઞાનિક મૃગેશ શાહ સાહેબને મળવા બંને જણા કોઈને કહ્યા વગર ઊપડ્યા.અમૂલખ ભાઈ જાણીતા માણસ શાહ સાહેબે સારો આવકાર આપ્યો અને શું વાત છે એમ પૂછતાં બંને જણાએ વિગતે વાત કરી.શાહ સાહેબ બોલ્યા આતો વોયુરીઝમ કેસ છે.ચાલો સમજાવું.બારણાની તિરાડ કે કી હોલમાંથી કોઈની અંગત ક્રિયાઓ  જોવાની ટેવને વોયરીઝમ કહેવાય.એક જાતનો મનોરોગ કહેવાય.એમાં કોઈને ઈજા પહોચાડવાનો ઇરાદો ના હોય.પણ એનાથી એમની જાતીય વૃત્તિ સચેત થતી હોય છે.એટલે કે ઉત્તેજિત થઈ જવાય.કોઈ બાથરૂમમાં સ્નાન કરતું હોય,કપડા બદલતું,કામક્રીડામાં મગ્ન હોય ત્યારે વોયર લોકો આવું જોઇને ઉત્તેજના અનુભવતા હોય છે.
પણ આવું કેમ થાય?મહેશે સવાલ કર્યો.
‘જુઓ!છોકરો ૧૫ વર્ષનો થાય પછી એના શરીરમાં હોર્મોન્સ લેવલ વધે,એવામાં અકસ્માતે કોઈ વાર આવું દ્ગશ્ય નજરે ચડી ગયું હોય,એમાં રસ પડતા ફરી જોવાનું મન થાય.એમ ટેવ વધતી જાય.અથવા બચપણમાં કોઈએ એનો જાતીય રીતે દુર ઉપયોગ કરેલો હોય તો પણ આવી ટેવ આવતી હોઈ શકે.આનું કોઈ ખાસ કારણ  હોતું નથી.કોઈ વાર ભૂલમાં જોવાઈ જાય એનો વાંધો નહિ,પણ એનું ઓબ્સેશન ના થવું જોઈએ.અને આ ટેવ ખાસ પુરુષોમાં હોય છે.મહિલાઓ આવી ટેવ થી લગભગ દૂર રહેતી હોય છે.છતાં અતૃપ્ત જાતીય વૃત્તિ કશું પણ કરવા જઈ શકે છે.આવા દ્ગશ્યો જોયા પછી કે જોતા જોતા જાતે સ્વપ્રયત્ને કૃત્રિમ રીતે જાતીય તૃપ્તિ મેળવી લેવાતી હોય છે.ઘણા રાજ્યોમાં અને દેશોમાં કાયદાકીય રીતે ગુનો ગણાય છે.’
આની કોઈ દવા કે ઉપાય શું?અમુલખભાઈએ સવાલ કર્યો.
‘જુઓ!આની કોઈ મેડીસીન હોતી નથી.ખાલી સમજાવટ અને સેક્સ વિષે સાચું
જ્ઞાન આપવું જરૂરી છે.બીજું ઘરમાં બધાને સૂચના આપો કે બારી બારણે પડદા લગાવો અને અંગત ક્રિયાઓ કરતા ધ્યાન રાખો બેપરવા રહેવું નહિ.જોવા નહિ મળે તો એની જાતે ટેવ છૂટી જાય.બીજું તમે કહેતા હતા કે એની રૂમમાં બ્રહચર્યનાં ફાયદા જેવા પુસ્તકો હતા.તો સ્વામી આત્માનંદ જોડે જવાનું બંધ કરાવો.ધર્મ જુદી વસ્તુ છે.બ્રહચર્યનાં કોઈ ફાયદા નથી,ઉલટાનો સ્ટ્રેસ વધી જશે તો વધુ નકામી હરકતો શીખશે.ભણી રહે એટલે સારી કન્યા જોઈ પરણાવી દો બધું મટી જશે.’
અમુલખભાઈ અને મહેશ ડૉ શાહ સાહેબનો આભાર
માની બહાર નીકળ્યા.મનમાં એક ચિંતા દુર થઈ કે કોઈ ગંભીર બીમારી નથી.પણ ગંભીર બની શકે છે જો “દબાણ પૂર્વક વિચાર પ્રક્રિયા” બની જાય તો.બંને ઘેર આવ્યા.જાણે કશું બન્યું ના હોય તેમ વહેવાર ચાલુ રાખ્યો.શાહ સાહેબની સૂચના મુજબ એમણે લખેલા કામ વિજ્ઞાન વિષયક પુસ્તકો યતીનની  રૂમમાં મહેશે એને બતાવીને મૂક્યા,અને કહ્યું કે વાંચી લેજે આ ડોકટરે લખેલા છે કોઈ સાધુએ નહિ.ઘરમાં બધાએ મહેશની સૂચનાનું કડક રીતે પાલન કરવા માંડ્યું.બારી બારણે પડદા નખાઈ ગયા.હવે બંધ બારણાની તિરાડમાંથી જોવાનો કોઈ ઉપાય હતો નહિ.
એકાદ મહિના પછી યતીન મહેશ પાસે આવ્યો.
‘મોટાભાઈ,મને માફ કરશો?હવે
હું કદી ગેરવર્તન નહિ કરું,હવે હું સાચું સમજી ચૂક્યો છું.તમે મને સાચો રસ્તો
બતાવ્યો.મને કોઈ હક નથી કોઈની પણ અંગત જિંદગીમાં રસ લેવાનો કે દખલ
કરવાનો.’
‘અરે!તું મારો ભાઈ છે,ચાલ ભૂલ્યા ત્યાંથી સવાર સમજી લે.’
બંને ભાઈ એકબીજાને ભેટી પડ્યા.

નોંધ:-મિત્રો પહેલી વાર ટૂંકી  વાર્તા લખવાનો પ્રયાસ
કર્યો છે.કોઈ ભૂલચૂક????

Advertisements

31 thoughts on ““બંધ બારણાની તિરાડ”

 1. Dear Brother,
  Good story and could make lot of people aware about things that really do exist in the deep corners of mind. Proper help of psychoanalysis can go a long way in curing such problems. Children and some times adults are also prone or addict of such behavior. As you have pointed out in the story this kind of behavior is a result of lack of guidance of parents, social taboos regarding sex, person’s own powerful instinct of libido and to attain gratification of the same such and many more habits develop. This story can help in the area of good and proper parenting.

  Like

 2. ભૂપેન્દ્રસિંહજી વાર્તા લખવાનો પ્રથમ પ્રયાસ ખૂબ સરસ અને વાર્તા દ્વારા સરસ મેસેજ.

  જ્યારે દીકરા-દીકરી ટીનએજમાં હોય ત્યારે વધુ સંભાળ અને સાચું જ્ઞાન મેળવે તે ખૂબ જરૂરી હોય છે. આપની વાર્તાના જેવો એક સાચો કિસ્સો લખાવાનું ટાળી નથી શકતી. અમે ૮ વર્ષ પહેલાં જે ફ્લેટમાં રહેતા હતા ત્યાં મારા સામેના ફ્લેટમાં જે કુટુંબ રહેતું હતું તે અતિ ધાર્મિક હતું તેના દાદા તો અમદાવાદમાં આવેલા પ્રસિદ્ધ મંદિરમાં પૂજારી હતા. આખો દિવસ ધર્મ,પૂજા અને આધ્યાત્મિક્તાનું વાતાવરણ જ રહેતું. જો કે કુટુંબ બહુ સંસ્કારી હતું. પરંતુ તેમના દીકરાને પણ લગભગ ૧૩-૧૪ વર્ષથી જ આવી તિરાડમાંથી જોવાની આદત પડેલી. તે અમારા આખા બિલ્ડિંગના દરેક ફ્લેટના કી-હોલમાંથી જોતો. મારું ધ્યાન એકવાર ગયું ત્યારથી હું તો મારા ફ્લેટના દરવાજાના કી-હોલમાં હંમેશા ચાવી ભરાવી રાખતી. શરૂઆતમાં તો મારે ઘરે આવે તો મને એમ કે નાનો છે અને પાડોશીનો દિકરો તો દીકરા જેવો જ ગણાય. એટલે કોઇવાર મારી પાસે આવીને બેસે તો મને ખાસ અજુગતું ના લગતું પણ એક બે વારમાં મને એની વર્તણૂક અજુગતી લાગી. અને જ્યારે મને એની કી-હોલમાંથી જોવાની ટેવ વિશે જાણ થઇ તો મેં એની માતાને જાણ કરી પણ એની માતા આ વાત સ્વીકારતી નહીં અને વારેવારે પોતાના ઘરના સંસ્કારની વાતો કરે. પરંતુ એ પછી હું એના પર ખાસ વિશ્વાસ રાખતી નહીં. કોઇકવાર હું સાંજે ફ્લેટના ધાબા પર લટાર મારવા જઉં અને એ આવે તો હું સતર્ક થઇ જતી. અને ઘણીવાર તે ફ્લેટના નાના બાળકો-બાળકીઓને સાંજના અંધારામાં ધાબા પર રમાડવા લઇ જતો એટલે હું મારા દીકરાને તો તેની સાથે ના રમવા દેતી પણ સાંજે તે ઉપર હોય કોઇના બાળકો સાથે ત્યારે મારે કામ હોય તો પણ હું ધ્યાન રાખવા ધાબે જ રહું કોઇ અજુગતું ના બને તે માટે. અમુક ફ્લેટના લોકોને તો હું જાણ કરતી કે કી-હોલમાંથી જોવાની આને ટેવ છે એટલે ધ્યાન રાખવું અને એમના બાળકોને સાવ એકલા એની સાથે ના રમવા દે. એટલે બધા સચેત થઇ ગયેલા. અને અમુક લોકોએ તે પછી આ બધું જોયેલું પણ ખરા. એની માતાએ શરૂઆતમાં મારી વાત ધ્યાનમાં ના લીધી એટલે સમય જતાં તે તેની કુટેવ બની ગયેલી. અને તે હંમેશા અમારા ધાબા પરથી બીજા બિલ્ડિંગના ફ્લેટોમાં જોયા કરતો ફ્લેટમાં તો નજીક નજીક બિલ્ડિંગ અને સામે સામે એકબીજા બિલ્ડિંગના ફ્લેટ હોય. આવી રીતે પછી તો એની ફરિયાદો આવવા લાગી. સારા લોકો હોય એટલે સમજાવટથી કહેવા આવે કોને પસંદ હોય તેમની દીકરીઓના રૂમમાં આવી રીતે જોયા કરે તે? પણ એક દિવસ એક ફ્રેન્ચ કપલના ફ્લેટમાં આવી રીતે ઘણા સમયથી દરરોજ બેત્રણ કલાક સાંજે કે રાત્રે જોયા કરતો હશે તેની જાણ પેલી યુવતીને થઈ તો એ તો દોડીને એના બિલ્ડિંગમાંથી અમારા બિલ્ડિંગમાં આવીને સીધી ધાબા પર જઇને એને મારવા જ લાગી અને એ એકલો જ હતો તેથી ઘણીવાર સુધી કોઇને ખબર જ ના પડી. પછી બહુ માર પડયો એટલે એણે બૂમો પાડી એના માતાપિતાને બોલાવવા માટે, એટલે બધા ભેગા થયા.પણ પેલી યુવતી તો એટલી ગુસ્સામાં હતી કે છોડે જ નહીં અને બોલતી જાય અને મારતી જાય. આ વાત બની ત્યારે તે લગભગ ૨૧ વર્ષ જેવો થઈ ગયેલો ૧૩-૧૪ની ઉંમરે મારી વાત ધ્યાનમાં લીધી હોત તો કદાચ તેની આ ટેવ સુધારી શક્યા હોત. જો કે મારા ખ્યાલ મુજબ પછી પણ એની એ કુટેવ ગઇ નહોતી. કારણ કે તેના કિસ્સા જાણવા મળતા હતા. માત્ર રહેવાસીઓ તેનાથી સાવચેત થયેલા. આ અને આવા ઘણા કિશોરેને મેં પૂરતા જ્ઞાન અને પૂરતું ધ્યાન નહી આપવાને કારણે કુટેવો પડતી જોઇ છે.

  ક્ષમા ચાહુ છું આટલા લાંબા પ્રતિભાવ બદલ.

  Like

  1. આપે પુરાવો આપી મારી વાર્તાને સબળ ટેકો આપી દીધો.આપણે ત્યાં ચાઈલ્ડ સાયકોલોજી ભણાવતા નથી.અરે સાયકોલોજી જ ભણાવતા નથી.અહી દરેકને કોલેજમાં ફરજીયાત સાયકોલોજી ભણવું પડે છે.છતાં અહી પણ મનોરોગીઓ ના હોય તેવું નથી.તે બહુ ગહન વિષય છે.પણ અહી એક વાત ખાસ જોઈ કોઈની અંગત બાબતો પ્રત્યે ધ્યાન રાખે નહિ.કોઈ શું કરે છે?ક્યા જાય છે?શું પહેરે છે?શું ખાય છે?કોની સાથી ફરે છે?કોઈ આવું ધ્યાન ના રાખે.એ ભલા એમનું કામ ભલું.પણ આપના ભારતીયો અહી પણ એમનો રોગ લેતા આવે છે.અહી અમુક વિસ્તારમાં ભારતીયો ખુબ રહેતા હોય.ત્યાં ઘરડા ખુસટ નવરા લોકો ઉનાળામાં બહાર બેસી રહેતા હોય ટોળું વળી અને આજ પ્રવૃત્તિ કરતા હોય,કોણ કોની સાથે ફરે છે તેની જ વાતો હોય.અહી એડિસનમાં હિલ ટોપ અને અમારા પિસ્કાટાવેનાં પ્લેઝેન્ટ વ્યુ,પ્રિન્સ્ટન અને રોયલ ગાર્ડન જેવા વિસ્તારમાં ભારતીયો બહુ છે,ત્યાં પોતાના ઘેર થી ખુરસીઓ લાવી બેસી રહેતા હોય છે.મારી સ્ટ્રીટમાં પણ ગુજરાતીઓની બહુમતી છે.અમારા એક પાડોશી મારી વાઈફ ને કહે તમે હોતા નથી ત્યારે જાણો છો ઘરમાં છોકરીઓ આવે છે?મારી વાઈફ કહે મારે છોકરાઓ છે માટે ઘરમાં છોકારીઓજ આવે ને?સારું થયું તમે માહિતી આપી જેથી સાબિત થાય છે કે મારા દીકરાઓ ગે નથી.પેલા ચુપ થઇ ગયા.ખૂબ આભાર આપનો.

   Like

   1. ભૂપેન્દ્રસિંહજી,

    ઘણા લોકોને પોતે શું છે તેના કરતાં બીજાના જીવનમાં ડોકિયાં કરવાની આદત હોય છે. અને એમની માનસિકતા પ્રમાણે જગતને જોતાં હોય છે. કોઇના ઘરમાં શું ચાલે છે? કોણ આવે છે, કોણ જાય છે? તેની પળોજળમાં જ રહેતાં હોય છે. અને પોતાને છાનગપતિયાં કરવાની ઇચ્છાઓ હોય એટલે એમને કોઇપણ સંબંધમાં છનગપતિયાં જ દેખાય. જેવી માનસિકતાના કલરના ચશ્મા પહેરે તેવું જગત દેખાય. સારું થયું તમારા વાઇફે છોકરાઓ હોય તો છોકરીઓ જ આવે ને? એવો જવાબ આપ્યો. ‘માં કા લાડલા બિગડ ગયા….’ એવું તો નહીં ગાવું પડે. બહુ કે લિયે કંગન લાઇ થી પર અબ ક્યા કરું? એવું નહીં કહેવું પડે.

    Like

  2. MitaJi,
   I can understand how you must have felt with such incident. And It is really hard to convince such parents. But I think, you could go one step forward and your husband or some other person in your building could do counseling of that child.
   When such things happen, majority all of us like to do gossiping, or sometimes ppl make fun out of this. But such problem is as simple as fever in your body and we offer medicine to the patient.

   The boy didn’t get enough counseling and in future he must get wrong impression about him from society. Are we all not responsible for the same?

   I totally agree that this is parent’s duty. But if sometime, someone go one step further and can really cure someone’s(child) problem.


   still you are the best judge of your situation that time….but I just shared my opinion.

   Like

   1. હિરલબહેન, પહેલાં તો આપના ઉમદા વિચારો માટે ધન્યવાદ. અને સાચી વાત કે લોકો માત્ર ગોસિપિંગનો વિષય બનાવતા હોય છે. પરંતુ હું કે તમે આ બ્લોગજગતમાં સારા વિષયો પર ચર્ચા કરવામાં આપણો કામકાજ પછીનો સમય વીતાવતાં હોઇએ એટલે એ વાત તો નક્કી કે આપણે ગોશિપિંગમાં રસ ધરાવતાં નથી. હવે જ્યારે શરૂઆતમાં જ મેં એની માતાને આ વાત કરી ત્યારે તેમણે તેના પર ધ્યાન આપવાને બદલે ઉલટાંનું મારા વિશે ગોશિપિંગ ચાલુ કરેલું એ ડરથી કે હું એમના દીકરાની વાતો બીજાને ના કરું. એમણે એ જ સમયે વાત સ્વીકારીને એમના પુત્રને પ્રેમથી સમજણ આપવાનો પ્રયત્ન કર્યો હોત કે કોઇ એક્સપર્ટની સલાહ લીધી હોત તો વાત આગળ ના વધી હોત. એટલે જ ટીનએજનો પ્રોબ્લેમ એક માનસિક વિકૃતિ બની ગયો. અને જેમ મેં એમને વાત કરેલી તેમ જે લોકો તેનાથી હેરાન થતાં તેઓ શાંતિથી અને પ્રેમથી એની માતાને જ પ્રોબ્લેમ કહેતા હતા. અને જો પ્રોબ્લેમ છે તે સ્વીકારે જ નહીં તો એનું કાઉન્સેલિંગ જ શક્ય ના બને. એટલે સૌથી સારો ઉપાય તેનાથી સાવચેત રહેવું. મેં પ્રતિભાવમાં લખેલ વાત લગભગ આઠેક વર્ષની ભેગી છે. અને બીજા ઘણા કારનામાં પણ હતાં જે અહીં લખવા અશક્ય છે. અને જ્યારે પેલી ફ્રેન્ચ યુવતીએ મારવા લીધેલ ત્યારે મારા પતિએ છે તેને માંડમાંડ પેલી યુવતીના ઝનૂનમાંથી છોડાવેલ. બાકી બીજા લોકો તો ખૂબ કંટાળેલા કહે કે એકવાર માર ખાય તો સુધરે.

    Like

 3. શ્રી ભુપેન્દ્રસિંહજી,
  આ કલા ક્યાં છૂપાવી રાખી હતી ? જો કે વાર્તાશાસ્ત્રના જ્ઞાનીજન એવા કોઇ મિત્ર જ સાચું પ્રમાણપત્ર આપી શકે, હું તો બસ પ્રભાવિત થયો. એક તકનિકી સુધારો સુચવું, વોયર અને વોયરીઝમ કદાચ સાચો ઉચ્ચાર થાય.
  અને હવે થોડું પાંડિત્ય ! (એ જ વિકિ મહારાજ અને થોડી પુસ્તકિયા જાણકારીને આધારે) ’વોયર’ (voyeur) મુળ ફ્રેન્ચ શબ્દ છે જેનો અર્થ “જોનાર” (એ જે જુએ છે) થાય, તે સામાન્ય જોવાનાં અર્થમાં નહીં કિંતુ “છાનામાના જોવું”ના અર્થમાં વપરાય છે. આમ ફ્રેન્ચમાંથી આ શબ્દ ’છાનામાના અન્યની અંગત પ્રવૃત્તિ જોવી’ એ અર્થમાં અંગ્રેજીમાં વપરાતો થયો (જેમાં જાતીય થી લઇ અને નહાવું,વસ્ત્ર બદલવા જેવી બધી જ અતિઅંગત પ્રવૃત્તિ સામેલ) અમુક સમાજમાં હળવાશથી તેને “Peeping Toms” નામે ઓળખાવાય છે. અમુક દેશમાં આવી આદતને માત્ર સામાજીક ગુનો અને ચોક્કસ સ્થિતિમાં સજાપાત્ર ગુનો (જેમ કે કોઇને નુકશાન થાય તેમ, ચિત્ર, ચલચિત્ર રેકર્ડ કરવા, જાહેર કરવા અન્યના એકાંતના અધિકારોનું હનન વગેરે વગેરેથી) ગણાય છે. મોટાભાગે, જો ઉપર જણાવેલી પ્રવૃત્તિ નહીં પણ માત્ર પોતાની અતૃપ્ત જાતીય ઈચ્છાઓ સંબંધી આ આદત હોય તો તે મનોઆરોગ્યને લગતો કિસ્સો ગણી સારવારની ભલામણ કરાય છે. (જેમ આપની કથાનાં પાત્રને અપાઇ તેમ) આ પ્રવૃત્તિ સાવ નવી નથી, પ્રાચિન કાળમાં પણ નોંધાયેલી મળે છે. (બાઇબલમાં પણ આનો ઉલ્લેખ હોવાનું કહે છે)
  હવે જો કે મોબાઇલમાં કેમેરા અને ટચુકડા કેમેરાઓના યુગમાં આ પ્રવૃત્તિ ગુનાખોરીની હદે પહોંચી શકે છે. માત્ર હળવો મનોરોગ ન રહેતાં ભારે ગુનાનું સ્વરૂપ લેતી જાય છે. આ વિષય લીધો જ છે તો થોડી સાવચેતીની વાતનો પણ ઉલ્લેખ કરીએ. મોટાભાગના જાહેર સ્થળોએ કેમેરા (જે કાનૂની સર્વેલન્સ કેમેરા હોય છે) હોય છે તથા તેના સુધી પહોંચ ધરાવનારમાં કોઇ ’વોયર’ પણ હોઇ શકે, હોટેલ્સ,બેડરૂમ્સ, સ્ટોર્સનાં ચેન્જરૂમ્સ, જાહેર બાથ્સ, બ્યૂટિપાર્લર્સ કે મસાજ સેન્ટર અને જીમ જેવી જગ્યાઓએ ખાસ સાવચેત રહેવું જરૂરી. (અને આપની વાર્તા વાંચ્યા પછી તો ઘરમાં પણ !!!)
  આપે વાર્તાના માધ્યમ દ્વારા સ_રસ રીતે એક નવો વિષય સમજાવ્યો. આમાં તો દર્દ અને દવા બંન્ને આપે બતાવી દીધા. શાથે શાથે બાળઉછેર અને મનોવિજ્ઞાનને લગતું ઉપયોગી જ્ઞાન પણ હળવે હાથે પાઇ દીધું. આગળ પણ આવી “સામાજીક” વાર્તાઓની રાહ જોઇશું. આભાર.

  Like

  1. અશોકભાઈ,
   પહેલી વાર વાર્તા લખી,પ્લોટ મનમાં કઈ ઓર હતો અને લખવા બેઠો ત્યારે બધું બદલાઈ ગયું.આપે બહુ સરસ પુરક માહિતી આપી દીધી.આપણે ત્યાં મનોવિજ્ઞાનનું મહત્વ નથી.આપણે નાનપણ થી ધર્મ ધ્યાન તે પણ સાચો નહિ,શીખવાડીયે છીએ.નવા પરણેલા લોકોને પણ બહુ માહિતી હોતી નથી.જાતીય જ્ઞાન બાબતે પાપની લાગણી અનુભવીએ છીએ.કોઈની અંગત બાબતોને વધુ ધ્યાનમાં લઈએ છીએ.માનસિક બીમાર છે આવા લોકો,જે લોકો બીજાની અંગત અને અતિ અંગત બાબતો પર ધ્યાન રાખે.આભાર.

   Like

 4. સાહિત્યિક છણાવટ કરવા જેટલી મારી લાયકાત નથી. છતાય કરી જ દેતા કહું કે, એક સાહિત્યિક કૃતિ કરતા એક બોધકથા તરીકે આ વાર્તા ચોક્કસપને ધાર્યું નિશાન તાકી શકી છે.
  તમારા તરફથી આવી વધુ વાર્તાઓની અપેક્ષા હવે ચોક્કસ રહેશે. નવું પુસ્તક: કુરુક્ષેત્રનિ બોધકથાઓ” રૂપે પ્રગટ થતું જોઈ રહ્યો છું.

  અશોકભાઈએ જે પીપીંગ ટોમની વાત કહી એ ટોમ અને રાની ગોડઈવાની વાર્તા પણ ઘણી રસપ્રદ છે. વળી, “એક છોટી સી લાવ સ્ટોરી” મુવી પણ યાદ આવે છે.

  Like

  1. ચિરાગ ભાઈ,
   આમેય કોઈ પણ વાર્તામાં કોઈને કોઈ મેસેજ લેખક આપતા જ હોય છે,પણ આડકતરી રીતે.મેં સ્પષ્ટ મેસેજ આપ્યો છે.એટલે બોધકથાનું ઉપનામ આપે આપ્યું તેતો મારા ધ્યાનમાં જ નહોતું.બહુ સુંદર.આપનો ધન્યવાદ.

   Like

 5. આદ્રીય ભુપેન્દ્રસિંહજી ,
  લ્યો કરો વાત , બાપુ તો સોળે કળાએ ખીલ્યા છે ને.
  ખુબ સરસ પ્રેરક સંદેશો આપતી વાર્તા. ખુબ જ ગમી.
  કુમળી વયે બાળકોમાં સમજ વૃતિ ના કેળવાય તો પછી
  આવી જુગુપ્સા પ્રેરક વૃતિ તરફ ઢળતા જાય છે. છેવટે
  ખોટી આદતનો ભોગ બની ઘર, સમાજ માટે ભય જનક
  બની જાય છે. સરસ બાપુ આ નવો અખતરો કદીય
  ખતરો નહી બને ગાડી સડસડાટ ચાલશે. લખ્યે રાખો
  અને અમને આવા સમાજ ઉપયોગી સંદેશ આપતા જાવ.

  Like

 6. BhupendraBhai,

  Although good try for writing story. But this subject I already read in Mrugesh Vaishnav’s book. I read almost his all book/articles. So, didn’t find it interesting. (Sorry for that)
  But I can give you one suggestion that there are many small small disease for ex (mood swings/ b’cz of weather, one side love emotions, breakup can lead one to suicide), extreme finical problem can cause many disease or childhood abuse can lead you more fearful and depressive life etc.

  Many more, where in awareness in a family is much more important.
  Awareness in a society is important. Because such things can happen to anyone anytime.
  Generally ppl make fun out of such patient. Family can destroy without awareness (blame gaming can not solve prob)
  These all problems are curable just as one can cure fever with 2 days tablet. But here, only tablet may not be sufficient. Patient really need faith and confidence from nears and dears.

  Like

  1. મેં પણ મૃગેશ વૈષ્ણવના લગભગ બધા પુસ્તકો અને સંદેશમાં આવતા લેખો વાંચ્યા છે.એટલે આપને રસ ના પડે તે સ્વાભાવિક છે,પણ કેટલાય લોકો આવી વાતો હજુ પણ જાણતા નથી.આપણે ત્યાં મનોવિજ્ઞાન અને જાતીય જ્ઞાન વિષે અરુચિ છે.માટે બીજા મિત્રોને અવશ્ય રસ પડશે તેવી આશા.બીજું મેં પહેલો પ્રયોગ કર્યો છે,વાર્તા લખવાનો.આ જગતમાં ઘણા એવા મિત્રો છે જેમને કોઈની અંગત બાબતોમાં ખુબ રસ હોય છે અને પોતે ધર્મના રખેવાળ હોય તેવું વર્તન કરતા હોય છે.

   Like

 7. બહુ જ સરસ વાર્તા લખી.
  જો કે અહી અમેરિકામાં પણ આવું થાય છે. હમણા બે ત્રણ મહિના પર જ ભારતીય મૂળના એક કિશોરે તેના રૂમ પાર્ટનરની વિડીઓ ટેઈપ ઈન્ટરનેટ પર મૂકી દેતા તે પાર્ટનરે આપઘાત કર્યાનો કિસ્સો ખુબ ચકચાર મચાવી ગયો હતો ને!

  Like

  1. સાચી વાત છે,વોયરીઝમના ઘણા બધા પ્રકાર છે.એમાંનો આપે કહ્યો તે છે.કોઈની અંગત બાબતોમાં રસ લેવો તે પણ એક પ્રકારનું સુક્ષ્માતી સુક્ષ્મ વોયરીઝમ જ કહેવાય.આભાર આપનો

   Like

 8. Erotic voyuerismની આ બોધકથા ખરેખર તો ઘણા લોકો સુધી પહોંચવી જોઇએ કારણ કે આપણામનમાં ઘણી જાતની કુંઠાઓ હોય છે.દબાણ વધારે હોય તો કુંઠા પણ વધારે હોય. દરેક વ્યક્તિને – બે વર્ષના બાળકને પણ – પોતાના વ્યક્તિત્વની કદર હોય છે.ધીમે ધીમે એ મોટું થતું જાય તેમ કુટુંબમાંથી એને નવાં મૂલ્યો મળે અને એના વ્યક્તિત્વનો ભાગ બનવા લાગે.”આપણે ધાર્મિક” “આપણી આબરૂ મોટી છે” વગેરે ઇમેજ બાળકનાં મનમાં આરોપિત કરાય છે. બાળકનું મન હંમેશાં આવી ઇમેજનો સ્વીકાર કરીશકતું નથી અને દબાનને વશ થઈ જાય છે.પશ્ચિમના દેશોમાં કે માતાપિતા બન્ને નોકરી કરતાં હોય ત્યાં આયાને ભરોસે રહેતાં બાળકો મા્ટે માતાપિતા પાસે સમયનો અભાવ પણ આવી કુંઠાઓનું કારણ બને. કુંઠાની સમસ્યાનો જવાબ “એક વતા એક બરાબર બે” એવો હંમેશાં ન આપી શકાય પરંતુ બહોળાં તારણો કાઢી શકાય.. તમારી આ વાર્તા અને એને જ મળતી મીતાબેનની સત્યઘટના દેખાડે છે કે બહુ ધર્મપરાયણતા અને ‘સંસ્કાર’ના વાતાવરણની આ સાઇડ-ઇફેક્ટને પણ ધ્યાનમાં રાખવી જોઈએ.

  Like

  1. સાચી વાત છે દીપકભાઈ,જાત જાતની કુંઠાઓ મનમાં હોય છે.આપણે ત્યાં પણ વિડીઓ કલીપીંગ્સ મોબાઈલ દ્વારા ફરતા થયા છે.મૂળ વાત સેક્સ ને નોર્મલ રૂપેણ લેવાને બદલે બ્રહ્મચર્યની વાતો કરવામાં આવે છે એના લીધે આખો સમાજ સેક્સ સપ્રેસ્ડ થઇ ગયો છે.મેં જાતે જોયું છે કે આખો દિવસ સેક્સ અને સેક્સ ની વાતોમાં રમમાણ રહેવાવાળા દર શનિવારે હનુમાનજીને તેલ ચડાવવા જાય,પણ કદી અખાડામાં ના જાય.

   Like

   1. “હનુમાનજીને તેલ ચડાવવા જાય,પણ કદી અખાડામાં ના જાય”
    પછી ખાડામાં જાય ! ગઇકાલે એક મિત્રના બાઇક હડફેટે કુતરૂં ચઢ્યું અને મિત્ર શબ્દશઃ ખાડે ગયા ! પછીથી મને કહે; ’મોઢવાડીયા, હું તો અકસ્માતથી રક્ષા થાય માટે ’ફલાણું કવચ’નો મનોમન પાઠ કરતો આવતો હતો, તો પણ કુતરૂં આડું પડ્યું !!’ મેં કહ્યું; ભઇલા, તું મનમાં તો શું, બરાડા પાડીને પાઠ કરતો હોત તો પણ કુતરૂં તો અથડાત જ ! કારણ, કુતરાને થોડી ખબર હોય કે આ ’અકસ્માત રક્ષા કવચ’ કહેવાય !! આ કરતા તો બધું ધ્યાન વાહનચાલનમાં રાખીશ તો અથડામણની સંભાવના ઓછી રહેશે. (આ મિત્રના નામની પાછળ પણ ’સિંહ’ લાગે છે : – ) પણ કવચને રવાડે ચઢ્યા તે કુતરાથી માર ખાઇ ગયા !!)
    office સોફ્ટવેર ઈન્સ્ટોલ કરી અને તેમાં વિડિયો એડિટ કરવા બેસીએ તો પરિણામો આવા જ આવે, મુળમાં સોફ્ટવેર જ ખોટા ઈન્સ્ટોલ કરાય છે. પછી સિસ્ટમ કશા “કામ”ની રહે નહીં અને અન્યનાં ’કામ’ની ઇર્ષાઓ કર્યા કરવી પડે !!

    Like

 9. શ્રી રાઓલજી…
  વાહ! વાહ!
  વાર્તા લખવાનું સાહસ કરવા માટે વાહ! વાહ!
  હા.. વાર્તા લખવાનું મન થાય એ પણ ઘણી મોટી વાત છે. તમને આ માટે ધન્યવાદ! તમે અમને ગમતી વાત લઈને આવ્યા છો.
  કોઈ લેખક તરીકે નહીં પણ એક વાર્તાપ્રેમી તરીકે અને એક મિત્ર તરીકે કહેવું છે કે-
  -તમારો વાર્તા લખવાનો પ્રથમ પ્રયાસ દાદને પાત્ર છે.
  – વાર્તામાં પાત્રોની ધક્કામુક્કી વધી જાય છે! સાસુવહુની સિરિઅલ જેટલાં પાત્રોની આ વાર્તામાં જરૂર નહોતી. શરૂઆતમાં પાત્રોને ટાળવા અઘરાં લાગશે પણ જેમ જેમ હાથ બેસતો જશે તેમ તેમ ફાવટ આવતી જશે.
  -વાર્તા દ્વારા ઉપદેશ કે સંદેશ મળે એ તો લટકામાં! મુખ્ય વાત વાર્તા કહેવી તે! સંદેશો વાર્તાના ખભા પર ચડે ત્યાં સુધી તો ઠીક પણ વાર્તાની માથે ન બેસી જવો જોઈએ. કેટલાક ગુજરાતી કટારલેખકો જ્યારે વાર્તા લખવા જાય છે ત્યારે બાવાના બેય બગડે છે! નથી વાર્તા મળતી કે નથી લેખ મળતો! લેખ લખવામાં તમારો દબદબો છે. પણ સારી વાર્તા લખવા માટે વાંચન અને નિરીક્ષણ વધારવું પડશે. અને એ તમે કરી શકો તેમ છો.
  – પ્રસંગને વાર્તમાં ઢાળવા માટે કરામત કરવી પડે! શરૂઆતમાં તૈયાર કરામત કામ લાગે. પછી આપણી પોતાની આગવી કરામત કામે લગાડવાની મજા આવે. જુદા તો પડવાનું જ છે! બાકી… ઢગલામોઢેં વાર્તાઓ છપાય છે! વખણાય છે! ઈનામાય છે!!!!
  હૈયે link મૂકી જાય એવી વાર્તાઓ કેટલી ?આપણી ગતિ એ તરફ હોવી જોઈએ. બાપુ .. એના માટે પહેલેથી જ તૈયારી રાખો. વાર્તામાં સબળ સામગ્રી છે. આકાર તરફ તમે સજાગ નથી રહ્યા. એવું જ થાય. અમે કેટલાક મિત્રો વાંઢાવિલાસમાં સાથે રહેતા અને રસોઈ બનાવતા ત્યારે અમારાથી જે બની જાય તે બનાવતા! નહીં કે અમારે જે બનાવવું હોય તે!
  -કીમતી પંચ વેડફાઈ ન જવા જોઈએ. એને એના જોર પર છોડી દેવા. આપણે એને ઊંચકવાની જરૂર નથી.
  — પ્રવાહ ! ખળખળ ખળખળ ખળખળ … એ સતત વહેતો રહે એ જ એની મજા છે.
  — ગઝલ કે કવિતાની જેમ વાર્તા નું બંધારણ કદાચ નથી. પણ એનાં લક્ષણો માટે ઘણું લખાયું છે. અમે અમારા બ્લોગ પર આજે જ એની વાત ફરીથી શરૂ કરી છે. એ ચાળે ફરીથી ચડાવવા માટે તમે જ મોકો આપ્યો છે જે બદલ આભાર માનું છું.
  આજે અને અત્યારે એટલું જ્ જરા વધારે પડતું લખ્યું છે તે જાણીએ છીએ. પણ અમને ખ્યાલ છે કે- સામે ખમતીધર છે!
  અને હા.. અમારા સહિત ભલે કોઈ ગમે તેવું ડહાપણ કરે પણ .. બીજી, ત્રીજી, ચોથી …એમ વાર્તાઓ લખવાની જ છે! તમે લખશો તો અમે બોલશું. નહીં તો તેરી બી ચૂપ અને મેરી બી ચૂપ !
  કોઈને આટલું બધું કહેવાનું કામ આ પહેલી વખત કર્યું છે!!!!!

  Like

  1. શ્રી યશવંત ભાઈ,
   ખુબ ધન્યવાદ.મેં વાર્તાઓ ખુબ વાચેલી.તણખા મંડળ મારું પ્રિય હતું.ચુનીલાલ મડીયાની અને ઘણા બધા લેખકોની ટૂંકી વાર્તાઓ વાચેલી.પણ આવું સુક્ષ્મ અવલોકન કર્યું ના હોય.આપની રાહ જોતો હતો કે,ટૂંકી વાર્તામાં શું ખૂટે છે અને શું વધારે નખાઈ ગયું તે જાણવું હતું.પહેલી વાર રોટલી વણેલી તો ભારતનો નકશો બની ગયેલી.કવિતા આપણું કામ નહિ.પણ વાર્તાઓ ચોક્કસ લખીશું.અને આપની સલાહ સુચનો માંગતા જ રહેવાના છીએ.લેખ લખવા કરતા અઘરું લાગ્યું છે.ફરી થી આભાર માની લઉં.

   Like

 10. રાઓલજી … હવે અમને જે ગમ્યું તેની વાત!
  વાર્તાની સામગ્રી! વિષય! જોરદાર છે. અને ગુજરાતી વાચકો માટે અનોખો છે. આ વિષય પર વાર્તાઓ સાવ નથી લખાઈ એવું નથી. પણ મોટાભાગે આ વિષય અછૂતો રહ્યો છે. તમે એના પર ધ્યાન આપ્યું છે એની નોંધ લેવી જ રહી. વળી તમને આ વિષયને અનુરૂપ માનસશાસ્ત્રીય મુદ્દાઓની પણ જાણ છે જેના કારણે જ આ લખવાનું હાથ પર લઈ શક્યા છો.
  મિત્રોએ પ્રતિભાવોમાં એ માટે જે વાતો કહી છે તે માં વધારો નથી કરવો.
  વારતાની કળા બાબત કહીએ તો .. એવું કહેવાય છે કે- વાર્તાકારે બધું જ ન કહી દેવું. વાચકો પર પણ છોડી દેવું.
  આમાં જ ભલભલાની કસોટી થઈ જાય છે!
  અને શીર્ષક! પૂરા માર્કસ!!!!

  Like

 11. મેં આને વાર્તા તરીકે વાંચી જ નહીં. મને લાગ્યું કે – યશવંતભાઈના શબ્દોમાં – ’કટારલેખક’ની સ્ટાઇલમાં લખેલો કથારૂપ લેખ છે. આથી ચિરાગભાઈએ વાપરેલો બોધકથા શબ્દ મેં પણ વાપર્યો. જે વિષયવસ્તુ છે તેના માટે આનાથી વધુ સારી શૈલી કોઈ નથી. કારણ કે આ સિવાય એ માત્ર નીરસ લેખ બની ગયો હોત. વાર્તાનાં મૂળ તત્વો વિશે યશવંતભાઈએ સારી છણાવટ કરી છે. મારી નજરે વાર્તા વાર્તા ન રહે અને લેખકની જગ્યાએ વાર્તા પોતે જ બોલે ત્યારે સારી વાર્તા બને. આપણને વાર્તા ન લાગે, જીવનની, આસપાસની ઘટના લાગે. આ વાર્તાની શરૂઆત એ પરીક્ષામાં પાર ઊતરે છે. અને શીર્ષક તો લાજવાબ છે. ભૂપેન્દ્રસિંહભાઈની કલમ પર હથોટી તો છે જ અને વિચારોમાં તણખા છે એટલે સશક્ત વાર્તાઓ આપશે એમાં પણ શંકા નથી.
  આમ પણ, ઘણા કલા ખાતર કલામાં માને છે પણ મારો ખ્યાલ એવો છે કે વ્યક્તિ પોતે અનુભવે( આ અનુભવ ભાવાત્મક સ્તરનો છે) અને પોતાના એ અનુભવને સામાજિક સ્તર સુધી પહોંચાડે એ જ કલાનો ઉદ્દેશ છે. સીડી પરથી ગબડવું એ ઘટના વાર્તાનો વિષય ન બને પણ એને કારણે જે શરમ અનુભવીએ એ આંતરિક અનુભવ વાર્તાનો વિષય છે. (યશવંતભાઇ ફરી ચર્ચામાં આવે તો સારૂં).
  કલા ખાતર કલા એટલે કે માત્ર સ્વાન્ત: સુખાય લખવું હોય તો એને ન વાંચીને સુખ અનુભવવાનો મારો અધિકાર હું અવશ્ય વાપરીશ!

  Like

 12. વાર્તાઓ વાંચવી મને ક્યાંરેય પણ પસંદ પડી નથી.દશમાં ધોરણ ગુજરાતી વિષયમાં સૌથી ઓછા માર્ક ગુજરાતીમાં જ આવેલા.અત્યાર સુધી ધૂમકેતુ સાહેબની ‘જુમો ભિસ્તી’ એક જ વાર્તા યાદ છે. 🙂
  ખેર,નવી શરુઆત બદલ અભિનંદન તથા શુભેચ્છાઓ..

  Like

  1. જુમો ભીસ્તી તો મને પણ યાદ છે.ટૂંકી વાર્તાઓ અને લાંબી નવલકથા બંને મારા પ્રિય વિષયો હતા.રસ પડી જાય તો આખી રાત જાગીને નવલકથા પૂરી કરી નાખતો.શુભેચ્છાઓ બદલ આભાર.

   Like

 13. જાતીય વિકૃતિઓ અનેક પ્રકારે વ્યક્તિ ની ઇન્દ્રિયો દ્વારા ઉત્સર્જીત થતી હોય છે …પ્રાચીન સમયમાં નગર નાયકાઓ ,વેશ્યાઓ દ્વારા પુરુષો ની ભોગ વૃત્તિ સંતોષાતી …હાલ કમનસીબે જયારે પોલીસ એક નવા જ label “સેક્સ રેકેટ” જેવા ..વસુકી ગયેલા ,શબ્દો દ્વારા પોતે મહાન પરાક્રમ કર્યું હોય તેમ …રૂપ લલનાઓ જે બિચારી મો પર કપડાં ઢાંકી …પોતાની publicity ને રોકવા મથતી હોય તેને પકડે ..કેમેરા સામે લાવે પેલો લુખ્ખો p.s.i report કરતો હોય …તેવા દ્રશ્યો news channel પર જોવા મળે ત્યારે મને આપણા દેશ ની સરકાર અને સમાજ વ્યવસ્થા પર ..ઘૃણા થાય છે …

  આપે રજુ કરેલ વાર્તા ની અંદર વોયેરીંગ ..એ બીજું કાઈ નથી ..અંતરમનમાં ભરેલા ,દબાયેલા જાતીય વિચારો નું પ્રત્યક્ષિકારણ જ છે ..આ કુટેવ સર્વત્ર વ્યાપક છે …આ માટે ધર્મ ને દોષ દેવાની જરૂર જ નથી ..આ વાત ને બ્રહ્મચર્ય સાથે જોડી દેવાની પણ બિલકુલ જરૂર નથી …ગટર ની ગંદકી સાફ કરવી જેમ જરૂરી છે તેમ મન ની ગંદકી ..વિકૃત સંતોષ ના સાધન સુધી પહોંચે તે પહેલા તેનું નિરાકરણ લાવવું પડે …
  અહીં એક વાત ફરી સમજવી પડશે કે …આવા લોકો જયારે વિકૃતિ ને બહાર કાઢે છે ત્યારે તેનો ભોગ નિર્દોષ બાળકો ,પુત્રવધુઓ ,બાલિકાઓ, એકલી, કે ગરીબ સ્ત્રીઓ …બને છે …ભોગ બનેલા ની વ્યથા માંથી પણ બીજી અનેક …મનોવૈજ્ઞાનિક ,સામાજિક ,કાયદાકીય ,સમસ્યાઓ સર્જાય છે …..

  ઉપાય : સેક્સ ભોગવવું કુદરતી ભૂખ છે ,તે જો કોઈ પૈસા થી ભોગવતું હોય તો ત્યાં પોલીસે પરાક્રમો કરવા જવાની જરૂર નથી .

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s