પાકા કેળાનો રંગ પીળો??

Yes, we have got bananas....
Image by law_keven via Flickr

પાકા કેળાનો રંગ પીળો??
પાકું કેળું પીળા રંગનું દેખાય છે. ખરેખર તો કોઈ વસ્તુને રંગ હોતો નથી. પ્રકાશની અંદર બધા રંગોનો સમૂહ હોય છે. વસ્તુની સપાટી જે રંગને
પાછો મોકલે તે રંગ આપણને દેખાય છે. બંધ ઓરડામાં રહેલા ફર્નિચર કે વસ્તુઓને રંગ હોતો નથી. બારણું ખોલી અંદર પ્રવેશ કરીએ ત્યારે રંગનો ઉદ્ભવ થતો હોય છે. કોઈ વસ્તુ લાલ રંગની છે મતલબ તે વસ્તુની સપાટી પ્રકાશની  અંદર રહેલા લાલ રંગને સ્વીકારતી નથી જેથી
આપણને લાલ રંગ દેખાય છે. બધા રંગને ના સ્વીકારે તો વસ્તુ સફેદ દેખાય છે. સપાટી બધા રંગને પી જાય તો વસ્તુ કાળી દેખાય છે.

**ચાલો મૂળ વાત ઉપર આવીએ. પાકું કેળું પીળા રંગનું હોય છે, પણ કાયમ નહિ. સોડીયમ વેપર લાઈટમાં કેળાનો રંગ પીળો હોતો નથી. બહુ મોટા પાર્કિંગ લોટમાં જ્યાં મોટાભાગે પ્રકાશ ઓછો હોય ત્યાં પણ કેળું પીળું હોતું નથી. છતાં બધી જગ્યાએ કેળું પીળા રંગનું દેખાય છે. એનું રહસ્ય છે ઉત્ક્રાન્તિના મનોવિજ્ઞાનમાં. આપણાં પૂર્વજો આદીમાંનવો પ્રથમ વર્ષાવનોમાં વૃક્ષો ઉપર રહેતા હતા, પછી
નીચે ઊતરી સવાનાના ઘાસના મેદાનોમાં રહેવા લાગ્યા. સવાના થિયરી કહે છે કે લાખો વર્ષથી પાકા કેળાને પીળા રંગનું જોવામાં આવી રહ્યું છે. લાખો વર્ષથી સોડીયમ વેપર લાઈટ હતી નહિ. લાખો વર્ષથી આદિ માનવોના જિન્સ પેઢી દર પેઢી ઊતરતા આવ્યા છે. સાદાં સૂર્યપ્રકાશમાં પાકા કેળાને પીળું જોવાના સંસ્કાર જિન્સમાં ઊતરતા આવ્યા છે.  જિન્સમાં  આપણાં શરીરનો નકશો છુપાયેલો હોય છે.

**દરેક વખતે પાકું કેળું પીળું હોતું નથી.લાખો વર્ષથી પેઢી દર પેઢી જિન્સ દ્વારા મળેલી સૂચના મુજબ આંખોને પાકું કેળું પીળા રંગનું દેખાય છે.એટલે જ્ઞાનીઓ કહેતા હોય છે કે આ જગત દેખાય છે તેવું છે નહિ.

17 thoughts on “પાકા કેળાનો રંગ પીળો??”

  1. બહુ જ રસપ્રદ વાત લખી.
    મને કુતુહલ થાય છે કે:
    ૧) આદિમાનવો રહેતા હતા ત્યાં કેળા થતા હતા ખરા? તેઓ કાચા કેળા જોતા જ નહોતા?
    ૨) વળી આ વાત કેળા સિવાયના બીજા ફળોને અને વન્ય પેદાશોને લાગુ પડે કે નહિ?
    ૩) વર્ષાવનોમાં તો મોટા ભાગની વસ્તુઓ લીલા રંગની હોય તો લીલાને બદલે પીળો રંગ જ કેમ યાદ રહી ગયો?

    Like

    1. આફ્રિકામાં કેળાં થતા જ હોય,અને આ તો એક દાખલો આપ્યો છે.બધા ફળો અને રંગો માટે વાત છે મોટા ભાઈ.કાચા કેળાનો રંગ લીલો હોય તેને પણ આટલું જ લાગુ પડે.સોડીયમ વેપર લાઈટ માં લીલું કેળું લીલું નાં હોય.જરા જુદા રંગનું હોય.

      Like

      1. કેળાંથી તો દિવસની શરૂઆત થાય છે.સવારે 5 વાગ્યે દંતમંજન કર્યા બાદ બે કેળાં ખાયને જીમમાં જવાનું પસંદ કરૂ છું.હું શાકાહારી છું એટલે કેળાં,મૂળાના પાંન,કોબીઝ,બીટ વગેરે સ્લાડ ખૂબ ખાવું છું.કેળાં માંથી વિટામીન બી અને સી તથા પોટેશિયમ મળે છે.ટ્રેનરે પણ કેળા ખાવાની સલાહ આપી છે.પેલી દ્રાક્ષ વાળી ટિપ્સ તો છે જ,બીજી કોઈ ખાસ ટીપ્સ હોય તો જણાવો.

        Like

        1. શાકાહારી ને આયર્ન ની કમી ખાસ પડતી હોય છે.એના માટે જીમમાંથી આવીને દૂધ સાથે ખજુર ખાવાનું રાખશો.પાલકની ભાજી માં પણ ખુબ આયર્ન હોય છે.નહીતી શરીર સારું દેખાશે પણ હિમોગ્લોબીન ઓછું હશે.આભાર.

          Like

  2. મોટે ભાગે તો દરેક ફળ કાચુ હોય ત્યારે લીલુ જ હોય છે, પછી વિવિધ રંગો ધારણ કરે છે. આટલુ બધુ લીલુ જોવામા પીળુ કે લાલ જલ્દી યાદ રહી જાય અને એ પણ સ્વાભાવિક રીતે… વળી, એક બીજી મજાની વાત પણ છે. પદાર્થ જે રંગને શોષી લે તેનો વિરોધી રંગ જોનારને દેખાતો હોય છે. જેમ કે, કેળુ જો જામ્બલી રંગ શોષે તો આપણને એ પીળુ દેખાય! એટલે જ, સોડિયમ વેપર લાઈટમા એ જુદા રંગનુ શોષણ કરે છે એટલે એ પ્રમાણેનો વિરોધી રંગ પરાવર્તન પામી આપણને દેખાય છે…

    Like

  3. શ્રી ભુપેન્દ્રસિંહજી.
    સ_રસ, પાકો ! મીઠો ! માહિતીપ્રદ લેખ. (આપ કેળું લટકાડી દો છો અને વધુ જાણવાની ખંજવાળ અમને ઉપડે છે ! લ્યો થોડું પ.પૂ.ધ.ધૂ.૧૦૦૮ શ્રી વિકિ મહારાજની દિવ્યદૃષ્ટિએથી જાણેલું પણ માણો)
    કેળાંનું મુળ વતન ઊષ્ણકટિબંધીય દક્ષિણપશ્ચિમ એશિયા અને પ્રજાતિ ’મુઝ’ કહેવાય છે. આ મુઝ શબ્દ ટર્કિશ, અરબી અને પર્શિયન ભાષામાં ’ફળ’ માટે વપરાય છે. અંગ્રેજી ’બનાના’ શબ્દ મુળ અરબી શબ્દ ’બનાન’ અર્થાત આંગળી પરથી આવેલો છે. ગુજરાતીમાં ’કેળું’ નામ કદાચ તેના સંસ્કૃત નામ ’કદલીફલ’ પરથી આવ્યું હશે ? સંસ્કૃતમાં કેળને ’કદલ’ કે ’કદલીવૃક્ષ’ કહે છે. જાણકાર મિત્રો વધુ માહિતી આપે તેવી વિનંતી.

    કેળું અલ્પમાત્રામાં કિરણોત્સર્ગી હોય છે, આ કિરણોત્સર્ગ તેમાં રહેલા ભારે માત્રાના પોટેશિયમ અને અલ્પમાત્રામાં રહેલા આણ્વિક તત્વ (આઇસોટોપ) પોટેશિયમ-૪૦ ને કારણે હોય છે. પારજાંબલી પ્રકાશમાં જોતાં પાકા કેળાં બ્લુ દેખાય છે. જે પારજાંબલી પ્રકાશ જોઇ શકતા પ્રાણીઓને પાકા કેળા શોધવામાં મદદરૂપ બને છે. કેળાનું સેવન આંતરડાના કેન્સર, સ્તન કેન્સર અને કિડનીના કેન્સરની શક્યતામાં ઘટાડો કરે છે.
    કેળાનું વાવેતર સૌ પ્રથમ ઇસાપૂર્વે ૫૦૦૦ થી ૮૦૦૦ના વર્ષોમાં, ઊષ્ણકટિબંધીય દક્ષિણપશ્ચિમ એશિયામાં થયું હોવાનું મનાય છે, ધીમે ધીમે તેનો ફેલાવો આફ્રિકા અને વિશ્વમાં અન્ય જગ્યાઓએ પણ થયો. અરબસ્તાન વગેરેમાં લગભગ ઇસ્લામના ઉદય દરમિયાન આ ફળનો પણ પ્રચાર-પ્રસાર થયેલો મનાય છે. અમેરિકનોને આ ફળની ઓળખ છેક સોળમી સદીમાં પોર્ટુગીઝ નાવિકો દ્વારા, તેઓ આફ્રિકાથી આ ફળ લાવ્યા ત્યારે થઇ.
    સને ૨૦૦૩ થી ભારત કેળાનાં ઉત્પાદનમાં કુલ વૈશ્વિક ઉત્પાદનનાં ૨૩ % ઉત્પાદન શાથે પ્રથમ ક્રમાંકે છે. દ્વિતિય ક્રમાંકે ચાયના લગભગ ૮% ઉત્પાદન કરે છે.

    બસ ત્યારે, આટલી અમથી, બહુ ન જાણીતી તેવી, વાતો કેળા પર પૂરકમાહિતીરૂપે જણાવી. હવે એકાદ પાકું કેળું ખાઇ અને પોટેશિયમની પૂર્તિ કરી નાખું !! આભાર.

    Like

    1. બહુ સરસ પુરક માહિતી.કેળું તો એક દાખલો છે.બ્રેઈન માટે પોટેશિયમ બહુ સારું.માંસ ના ખાતા હોવ તો રોજ બે કેળાં ખાઈ લેવા.

      Like

  4. રસપ્રદ લેખ છે.પણ હજી સમ્જવા માતે વધુ મટીરિયલ ઉમેરો તો મઝા આવે. રંગની વાત તો સમજાય છે પણ જેનેટિક સંસ્કારની વાત બરાબર સમજવા માટે હજી કઈં આપો તો મઝા આવે..

    Like

    1. દીપકભાઈ,
      ઉત્ક્રાંતિનું મનો વિજ્ઞાન એક નવી શાખા છે.એડપ્શન બહુ લાંબા ગાળાનો પ્રોસીજર છે.એટલે આપણાં પૂર્વજો કેળાને પીળું જોતા હતા.એ વખતે સોડીયમ વેપાર લાઈટ હતી નહિ.માટે આપણે હજુ ટેવાવું પડશે.

      Like

  5. ભૂપેન્દ્રસિંહજી આપનો લેખ અને અશ્કોભાઇનો પ્રતિભાવ માહિતીપ્રદ. લાગે છે કે રોજ બે કેળાં ખાવનો નિયમ લેવો પડશે હવે.

    Like

  6. સરસ લેખ બાપુ, પરંતુ લીલા તરબૂચ અને કોબીજ જોવા ટેવાયેલી આંખો પીળા તરબૂચ અને પરપલ કોબીજ પણ જુએ છે

    Like

    1. પરપલ કોબીજને પરપલ જુએ એમાં શું નવાઈ? લીલા કોબીજને પરપલ જુએ તો ખરી વાત છે. સોડીયમ વેપર લાઈટમાં કેળું પીળું ના હોય છતાં પીળું દેખાય છે

      Like

Leave a comment