શું આપણાં પૂર્વજો Ape,જળ વાનર હતા????Aquatic ape Theory

morgan

શું આપણાં પૂર્વજો Ape,જળ વાનર હતા????Aquatic ape Theory
*ઉત્ક્રાન્તિના વિકાસના ક્રમમાં આગળ ધપતા ધપતા આપણે માનવ બન્યા છીએ.લાખો કરોડો વર્ષ વીતી જાય છે.જીયોલોજીકલી ટાઈમ તો એક આંખનો પલકારો ગણાય.માટે કહ્યું છે કે બ્રહ્માની આંખનો એક પલકારો અને પૃથ્વી પર કરોડો વર્ષ વીતી જાય છે.પ્રાચીન ભારતીય મનીષીઓ આ વાત જાણતા હતા.એટલે લાખો જન્મો પછી મનુષ્ય અવતાર મળ્યો છે તેમ કહેવાય છે.લખ ચોરાશી કે ૮૪ લાખ.પણ હું માનું છું કે અણસમજુ લોકોએ અવળો અર્થ કરી નાખ્યો હશે,અને પુનર્જન્મ નો ખયાલ ઊભો કરી નાખ્યો હશે.એક કોષી જીવમાંથી મનુષ્ય બનતા બનતા ઈવોલ્યુશનના ક્રમમાં કરોડો વર્ષો વીતી ગયા હશે.માટે એની કિંમત સમજો.હવે કરોડો કે લાખો વર્ષ પછી આપણી કોઈ સુધારેલી આવૃત્તિ પેદા થવાની છે.પણ એમાં ઉત્ક્રાંતિનો ક્રમ લાખો વર્ષ લેવાનો છે.
*ચિમ્પાન્ઝી અને આપણાં જિન્સ લગભગ સરખાજ છે.એટલે એક થિયરી એવી છે કે એપ્સ
આપણાં પૂર્વજો છે.નૃકપી અડધું નર અને અડધું માનવ એવું લ્યુસીનું આખું ફોસિલ મળ્યું
છે જે આશરે ૩૦ લાખ વર્ષ જુનું છે.ચીમ્પ સામાજિક પ્રાણી છે.નકલ વોકિંગ કરે છે પણ ચાર
પગે જ ચાલે છે.ચીમ્પ હાથમાં વૃક્ષની ડાળિયો અને મોટા લાકડા હાથમાં લઈને બીજા ચીમ્પ
પર હુમલા કરે છે.એમાંથી પછી આવી કીલર એપ્સ થિયરી.કે આપણાં પૂર્વજો કીલર એપ્સ
હતા.આફ્રિકાના વર્ષાવનને ભૂગર્ભીય ઊથલ પાથલ નડી.જ્વાલામુખીઓ ફાટ્યા.અને વર્ષાવન
બંજર બન્યા,રણ બન્યા.એપ્સને નીચે ઊતરવું પડ્યું.એમાંથી બનેલા અર્ધમાનવ લોકોને પણ
નીચે ઊતરવું પડ્યું.માનવ જાતના પ્રથમ પૂર્વજ ૫ લાખ વર્ષ ઝાડ પર રહ્યા હશે તેવું
માનવું છે.સવાનાના ઘાસના મેદાનમાં આપણાં પૂર્વજો ફરવા લાગ્યા.એટલે સવાના થિયરી
આવી.સવાના ખૂબ ગરમ છે.સૌથી વધુ પરસેવો માનવને થાય છે.માનવ બે  પગે ચાલનારું એકલું પ્રાણી છે.એનો ફાયદો એ થયો કે ઊર્જા ઓછી વપરાય અને લાંબો સમય સ્ટેમિના
રહે.આફ્રિકાના હાલના આખી દુનિયાના માબાપ સાન બુશમેન આદિવાસીઓ હાલ પણ કોઈ પ્રાણી પાછળ સતત ચાર કલાક દોડીને એને થકવી નાખે છે અને પછી શિકાર કરે છે.
*૧૯૩૦ મરીન બાયોલોજીસ્ટ એલિસ્ટર હાર્ડીને પહેલી વાર ખ્યાલ આવ્યો કે જે સ્તનધારી
પ્રાણીઓ વ્હેલ,શીલ અને ડોલ્ફિન પાણીમાં રહે છે એમની ત્વચા નીચે ચરબીનું પડ હોય જે
ઇન્સ્યુલીનનું કામ કરે છે.આફ્રિકાના ગ્રેટ ape જેમને આપણાં પૂર્વજો માનીએ છીએ તેમની
ત્વચા નીચે આવું હોતું નથી.બીજું બધા એપ્સ ને પુષ્કળ વાળ ધરાવતી ત્વચા હોય છે જે
માનવ પાસે નથી.માનવ તો એમની સરખામણીએ  વાળ વગરનો ગણાય.વાળ છે પણ નગણ્ય ગણાય.તો આપણાં પૂર્વજ એપ્સ પાણીમાં તો મોટાભાગનો સમય નહિ ગુજારતા હોય??  પણ એની વાત કોઈ માનશે નહિ વિચારી મૌન રાખ્યું.૧૯૪૨ માં જર્મન પેથોલોજીસ્ટ મેક્સ વેસ્ટન હોફરે એક બુક લખી તેમાં એણે પણ આવી શક્યતા ગણાવી.૫ માર્ચ ૧૯૬૦ માં એલિસ્ટર હાર્ડીએ આ એક્વેટીક એપ થિયરી જાહેરમાં મૂકી.દરિયા કિનારે વૃક્ષો પર રહેતા એપ્સ
વાનરોએ  ખોરાક માટે સખત હરીફાઈને કારણે નીચે ઊતરી દરિયામાં ખોરાક શોધવાનું ચાલુ
કર્યું હશે.માછલી,અને બીજા દરિયાઈ જીવોને ખોરાક બનાવતા હશે.દરિયાઈ સજીવ ખોરાકમાં
પુષ્કળ તત્વો હોય છે જે બ્રેઈનના વિકાસ માટે ખૂબ કામ લાગે છે.આયોડિન અને ફેટ્ટી
એસિડ ઓમેગા ૩ અને બીજા ઘણા બધા બ્રેઈન માટે ખૂબ સારા ગણાય છે.એમાંથી આ એક્વેટીક
એટલે જળમાં રહેનારાનું બ્રેઈન વિકસ્યું હશે જે આજે માનવ બ્રેઈનના વિકાસને જોતા માની
શકાય છે. આ એપ્સ સેમી એક્વેટીક હોવા જોઈએ.પણ મોટાભાગનો સમય જળમાં વિતાવતા
હશે.
*મોર્ગન એલન નામની બ્રિટીશ ગૃહિણી,એને આ થિયરીમાં રસ પડ્યો.૧૯૭૨
થી ૨૦૦૮ સુધીમાં એણે આ થિયરીને પુરસ્કૃત કરતા ૬ પુસ્તકો લખ્યા અને બહાર પાડ્યા.આજે
તે આ વિષયમાં કોઈ પણ વૈજ્ઞાનિક કરતા વધારે પ્રસિદ્ધ બની ચૂક્યા છે.આફ્રિકાની બબુન
વાનરોની એક પ્રજાતિ જે નદી કિનારે રહેતી હોય છે તે દિવસનો મોટાભાગનો સમય પાણીમાં
વિતાવે છે.ચીમ્પના ભાઈ બોનોબો હોઈ પ્રાણી સંગ્રહાલયમાં હોય અને સગવડ આપવામાં આવે તો ૯૦ ટકા સમય પાણીમાં વિતાવે છે.સ્તનધારી વ્હેલ,સીલ અને ડોલ્ફિન જેમ હાથી અને
ગેન્ડાભાઈ ત્વચા ધરાવે છે.એમાં પૂર્વજો પાણીના સ્તનધારી જીવ હતા તે હકીકત
છે.
*આ થિયરીનો એકજ પ્રૉબ્લેમ છે કે પુરાવા માટે કોઈ ફોસિલ હજુ ઉપલબ્ધ થયો
નથી.ફોસિલ જમીનમાં હોય તો સચવાય,પાણીમાં સચવાઈ જવા મુશ્કેલ છે.બરફમાં તો હજારો વર્ષ સુધી શરીર જ સચવાઈ જાય છે.૫૦૦૦ વર્ષ જુનું એક માનવ શરીર આલપ્સની પર્વતમાળા પરથી મળેલું.૧૨૦૦૦ વર્ષ પહેલા ખતમ થઈ ગયેલી મેમથ હાથીની જાતના શરીર સાઈબીરીયા થી મળેલા છે.એમાંથી એકાદ કોશ જીવતો મળી જાય તો વૈજ્ઞાનિકોને ફરીથી મેમથ પેદા કરવા છે.ઉત્તર ધ્રુવ સર્કલ પરથી હમણા આવું એક બાળ મેમથ મળેલું જે ૩૯૦૦૦ વર્ષ જુનું છે.

*મિત્રો એક્વેટીક એપ થિયરી ઉપર વધુ અને વિસ્તૃત જાણકારી માટે નીચે BBC વીડીઓ નો એક ભાગ મૂક્યો છે બીજા જોઈ લેવા. http://www.youtube.com/watch?v=VFsgtLxALac

8 thoughts on “શું આપણાં પૂર્વજો Ape,જળ વાનર હતા????Aquatic ape Theory”

  1. તદ્દન નવો વિષય લઈ આવ્યા છો,જેના વિશે કશું સાંભળ્યું પણ નથી! અભિનંદન,

    Like

  2. સરસ થીયરી છે. આભાર ભુપેન્દ્રભાઈ.

    જો કે, આપણા અંગ ઉપાન્ગોની રચના, શ્વસન તંત્ર વગેરે જોતા આ થીયરી સાચી નથી લાગતી. માત્ર ત્વચા અને વાળ પરથી એવું સાબિત કરવું પણ મુશ્કેલ છે. ઘણા પ્રાણીઓ જેમ કે ઘોડો, વાઘ, પક્ષીઓ વગેરેને વાળ બહુ ઓછા હોય છે અને ત્વચા નીચે ચરબી પણ ધરાવે છે.

    Like

    1. ચિરાગભાઈ,
      આ થીયરી ને કોઈ પ્રમાણભૂત આધાર મળતો નથી.સાચી માનવી જરૂરી નથી.આમાં ઘણા બધા પોઈન્ટ ખૂટે પણ છે.જોકે વાઘ અને ઘોડા ની ત્વચા પર વાળનું પડ હોય છે.સાવ નેકેડ કહી શકાય તેવા પ્રાણીઓ હાથી અને ગેંડો છે.ભેંસ પણ એમાં આવી જાય.ગાય ને બારીકાઇ થી જુઓ વાળ નું પડ ધરાવતી ત્વચા છે.પક્ષીઓ વાળ ની જગ્યાએ પીંછા ધરાવે છે.આના વિષે વધારે માહિતી જાણવા જેવી છે.એની તરફેણમાં પણ ઘણા મુદ્દા છે.જોકે આને ખાલી થીયરી ગણવી સારી સત્ય નહિ.આભાર.

      Like

  3. Dear brother,
    I saw the documentary and liked it. The theory propounded by lady Morgan as you have suggested has no valid proofs so let us try to find proofs. Human’s liking for water can be attributed to the fact that they in their mother’s womb stay in a watery medium for many months and feel safe and protected. This fact could be advanced as a proof for this theory. Other animals also stay in such medium. This is why liking for water might have developed , also it supports life. But physiologically our organs donot indicate us being originally aquatic. Less hair, standing on two legs donot support or are indicative of this line of thinking. Anil Kapoor for example has the opposite. Very hairy. Being aquatic means staying in water for most of the time. Well carry on and a nice article. Let us enjoy being land dwellers.

    Like

  4. Bhupendraji,
    Read the Post.
    Your “vanchan”had contributed to the reproduction of the “Theoratical info” on the Subject of HUMANS.
    I salute you for the Post !
    Let us just talk of “Genetic Link”. If we as Humans have closeness to Apes or Chimpanzees…it can be said as “significant”….Keep all other creatures away for the sake of our discussion.
    If you just accept Ramayana as the Historical Fact then VANARSENA even including the Bears (Janbuvaan) can be regarded as “human like Creatures” of the Past. Then it means “Darwin’s Thory of Evolution” may not accept this “co existance of 2 Creatures as mutual Friends”
    Now, if we go back to the thought of the “Creation of ALL by God”..it contradicts the “Theory of the Evolution”
    We know of Human Existance for many thousands of years….may be future findings may let us go into “the deeper Past” too.
    The Present Theory will change in the Passage of the Time.
    I do not know what the FUTURE will bring, but I know that HUMANS will ALWAYS keep searching & find out “what is UNKNOWN !”
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Bhupendraji….Hope to see you on Chandrapukar !

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s