એક વર્ષ પૂરું થયું ગુજરાતી બ્લોગ જગતમાં!!!

એક વર્ષ પૂરું થયું ગુજરાતી બ્લોગ જગતમાં!!!

વહાલા મિત્રો,

*આજે એક વર્ષ પૂરું થયું. ૨૦૦૯ની પાંચમી ડિસેમ્બરે આ બ્લોગ શરૂ કરી ને પોસ્ટ
મુકવાનું શરૂ કરેલું. આ પહેલા બ્લોગ સ્પોટમાં એક બ્લોગ બનાવેલો. પણ અંદર શું લખવું
સમજ પડતી નહોતી. વળી ગુજરાતીમાં જ લખવું હતું તે હજુ શીખવાનું બાકી હતું. ઘણા સમય તે બ્લોગ એમ જ પડી રહ્યો. એમાં અજ્ઞાનતાવશ મંતરવામાં  બીજો બ્લોગ બની ગયો. એને ડીલીટ કર્યો. થોડા આર્ટીકલ એમાં મુક્યા. પણ કશું જામતું નહોતું. જો કે લખવામાં પણ હજુ ઘડાયો નહોતો.એવામાં વર્ડપ્રેસના બ્લોગ જોયા. એક બ્લોગ છે પછી બીજો બનાવીને શું કામ?પણ પાછું થયું ચાલો અહી અજમાવીએ.અને એક વર્ષ પહેલા અહી પગ મુક્યો. પાંચ  દિવસ તો એમજ નીકળી ગયા. પહેલો ટકોરો કોમેન્ટનો પંચમભાઈએ ૧૦મી ડિસેમ્બરે માર્યો. ચાલો કોઈને ગમ્યું ખરું. ચાર દિવસ પછી ૧૪મી ડિસેમ્બરે આવ્યા મીતાબેન. પછી આવ્યા ૧૯મીએ યશવંતભાઈ. ઉત્સાહપ્રેરક પ્રતિભાવોનો મારો ચલાવ્યો. બસ પછી એક પછી એક સુજ્ઞ વાચકો
મળતા રહ્યા અને અભિપ્રાયો પણ મળતા રહ્યા. ભજમનભાઈની કાનની બુટ ગરમ થઇ ગઈ. ઉત્સાહ વધતો ગયો અને હું ઘડાતો પણ ગયો.
*આ જગત અજ્ઞાત છે. જ્ઞાનનો  સમુદ્ર અફાટ અને અથાહ છે. નાનકડી “કુરુક્ષેત્ર” નામની નાવડી લઈને નીકળી પડ્યો છું. પહેલો ધક્કો માર્યો છે પંચમભાઈએ એમનો ખુબ આભાર. યશવંતભાઈએ તો હડી કાઢીને નાવડીને જોરદાર ધક્કો આપી દીધો. મીતાબેન તો હજુય સતત સાથ આપી રહ્યા છે. એમના સતત ઉત્સાહ આપતા વચનો, ઘણી બધી વ્યસ્તતા વચ્ચે મારા લેખોનું સંપાદન કરી મારું પુસ્તક માર્કેટમાં મૂકી દીધું.એમના વ્યસ્ત વૈજ્ઞાનિક પતિદેવ શ્રી
ભુપેન્દ્રભાઈ ભોજકનો પણ એમાં મહત્વનો ફાળો મળ્યો છે. પછી તો ઘણા બધા મિત્રોનો સાથ
અને સહકાર પ્રાપ્ત થયો છે. રશ્મીભાઈ તો વળી નરકમાં પણ સાથે આવ્યા અને લોકપડકાર
સાપ્તાહિકમાં પણ પાડોશી બન્યા.લાંબા લાંબા માહિતીપ્રદ પ્રતિભાવો આપી મારા લેખોની
કમી પૂરી કરનાર શ્રી અશોકભાઈ જેવા મિત્ર મળ્યા છે.એમના માતુશ્રીના અવસાન
નિમિત્તે એમના શોકમાં સહભાગી થઈએ.નામી અનામી બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર.
વાચક મિત્રો, બ્લોગર મિત્રો સાથે અજ્ઞાત સમુદ્રમાં ફરીએ છીએ. આ તો
પરિવર્તનનાં નિયમ સાથે અને વિચારોના ઇંધણ વડે ચાલતી નાવ છે ભાઈ. અહી પરંપરાના
બંધિયાર ગંધાતા  કુવામાં ડૂબકાં ખાતા ફેનાટીક,લુનાટીક  લોકોનું કામ નથી.એવા મિત્રો
પીઠમાં છરી ભોકીને પાછા ભાગી પણ ગયા છે,અને દુરથી ઈર્ષ્યાના માર્યા સળગતા ઉમ્બાડીયા
ફેંકી રહ્યા છે. આતો અફાટ અનંત સમુદ્રમાં તરવાનું છે ભાઈ. અહીં તો હિંમતવાળાનું
કામ છે. પૂર્વગ્રહોનાં વાડે પુરાયેલા ઘેટાઓનું કામ નથી.
*મિત્રો ક્યારેય અસહમતી દર્શાવતી કોમેન્ટ્સ પાસ ના કરી હોય તેવું કર્યું
નથી.હા ઢંગધડા વગરની અસંગત અને ફક્ત વિવાદ કરવા પુરતી જ કરવામાં આવતી હોય
તેવી કોમેન્ટ્સ પાસ નહિ હોય.ભાઈ એટલો તો હક હોય કે નહિ દરેક પ્રતિભાવ નીચે આભાર થેંક્યું કે ઉત્તર આપવો જરૂરી તો હોતો નથી.છતાં ઉત્તર
શક્ય આપ્યા છે.ગ્રામર મારું સારું નથી.જોડણી પણ સારી નથી.હમણા
વળી સ્પેલ ચેકર મળ્યું છે તો એમાં વળી શક્ય સુધારીને મુકીએ છીએ.છતાં એમાં પણ
ભૂલો રહી જાય છે.એટલે વાંધા કાઢવા હોય તો હજાર કાઢી શકાય.શ્રી અશોકભાઈ કોઈ ભૂલ હોય
તો જણાવે છે તો એમનો આભાર માની સુધારી પણ લઉં છું.છતાં કોઈને ભૂલો દેખાય તો
માફ કરશો.

*આજ સુધી આ લખું છું ત્યાં સુધીમાં ૩૯૭૧૫  વ્યૂઅર્સ, એમાં સાચા
કેટલા? ૧૫૫ પોસ્ટ મૂકી છે બધી મારી જ લખેલી કોઈ કોપી પેસ્ટ નહિં. ૨૩૩૫  કોમેન્ટ્સ,
એમાં મારા જવાબો પણ આવી જાય. બસ હવે પાકું સરવૈયું પ્યારા મિત્રો કહેશે, કેવું
લાગ્યું ને કેવું જામ્યું?

55 thoughts on “એક વર્ષ પૂરું થયું ગુજરાતી બ્લોગ જગતમાં!!!”

  1. શ્રી ભૂપેન્દ્રભાઇ
    બ્લોગ પરની પહેલી વર્ષ ગાંઠ નિમીતે ખૂબ ખૂબ અભિનંદન,

    Like

    1. રાજની ભાઈ ,
      આપ તો કુદરતના ભક્ત છો.વાઈલ્ડ લાઈફ અને કુદરતની સેવા બહુ અગત્યનું પ્રેક્ટીકલ કામ કરી રહ્યા છો.અમે તો લખી જાણીએ.પણ આપ તો કરી જ રહ્યા છો.આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.

      Like

  2. લગે રહો Bhooન્નાભાઈ, કારણ કે woods are lovely dark and deep,Miles to go before I sleep…

    Like

  3. એક વરસ થયાને પોંખવાનો આ અવસર છે. તમે કહ્યો તે ઇતિહાસ તો નગણ્ય વસ્તુ છે. એના સારા–માઠા અનુભવોને નહીં, પણ તમે યાદ કરેલાઓનો ગણ જરૂર યાદ કરવા જેવો ગણાય.

    ભાષા તો માધ્યમ છે. તમે સારુ કર્યું કે એની પરવા ન કરી નહીંતર જે વાચકો તમને મળ્યા તેટલા ન મળેત. તમે હંમેશાં સીધાં નિશાન જ તાક્યાં હોઈ એણે વાચકોય આપ્યા અને કોમેન્ટોય આપી. સૌથી વધુ તો તમને સૌએ લખવાનો ધક્કો માર્યો.

    તમારા વિચારોમાંના મોટા ભાગનાનો હું ચાહક રહ્યો છું. દરબારોનાં ગામોમાં જ મોટો થયો છું એટલે કેટલીક ધારદાર વસ્તુઓને જાણી–માણી છે. તમારી કલમ એનું સરસ ઉદાહરણ છે.

    બીજું વરસ તમને બીજાં અનેક વરસો માટે મજાનું ને સાર્થક પગથિયું બની રહે…ગ

    Like

    1. શ્રી જુગલભાઈ,
      બહુ સત્ય વાત કરી.સારા માઠા અનુભવો તો થવાના.સીધા નિશાન તાકીએ,એટલે ખાસ.સુજ્ઞ વાચકો ખૂબ મળ્યા છે.આપનું માર્ગદર્શન મળતું રહેશે તેવી અપેક્ષા સાથે ખૂબ આભાર માનું છું.

      Like

    2. મુ.શ્રી જુગલભાઈ,
      આપે લખ્યું છે કે

      “સૌથી વધુ તો તમને સૌએ લખવાનો ધક્કો માર્યો”
      પરંતુ
      “સૌથી વધુ તો તમે સૌને લખવાનો ધક્કો માર્યો”
      એમ કહેવું પણ સાચું લાગે છે.
      કારણ કે
      અખાના ચાબખા પડે અને ચૂંકારો પણ ન કરે એવો – લાશ જેવો – કોઈ હોય?

      Like

  4. અલગ દૃષ્ટિબિંદુથી વિચારવાનું, લખવાનું અને ચર્ચવાનું સહેલું નથી. આ કષ્ટસાધ્ય ત્રિવેણીસંગમ એ તમારા બ્લોગનું જમા પાસું છે.

    આપણા સાહિત્યમાં, છાપાઓની કટારોમાં કે બ્લોગજગતમાં સુષ્ઠુ-સુષ્ઠુ, ગોળગોળ અને પોલિટિકલી કરેક્ટ વાકવ્યાપારનું ચલણ વધુ હોય છે. આવામાં લપટા પડી ગયેલા શબ્દો, ભાષા અને વિચારોને તમારા જેવા બ્લોગર (અને તમારો સક્રિય વાચક વર્ગ) પુન: કૌવત આપે છે.

    તમારી બ્લોગયાત્રા, તમારી પ્રકૃતિને વફાદાર રહી, આજ રીતે આગળ વધતી રહે એવી શુભેચ્છાઓ.

    Like

    1. પંચમભાઈ ખૂબ ખૂબ આભાર.વાક્વ્યાપાર ની વાત સાચી છે.આપણે ક્યા વ્યાપારી છીએ?આપણ ને વેપાર કરવાનું ફાવે પણ નહિ.ફરીથી આભાર માનું.

      Like

      1. રાઓલજી,
        અભિનંદન આપવાનું તો ભૂલાઈ ગયું. ખૂબ ખૂબ અભિનંદન!
        મિત્ર,હવે વારેવારે આભાર માનવાની જરૂર લાગે છે તમને?
        અમે બ્લોગજગતમાં તમારાથી દોઢેક વર્ષ જૂના. આપણે કોઈ પરિચય તો હતો નહીં. તમારા લખાણમાં દમ લાગ્યો એટલે જ અમે આમારી લાગણી વ્યક્ત કરી હતી કે- તમને વધારે વાચકો મળશે જ! અને એમ પણ જણાવ્યું હતું કે- બ્લોગજગતમાં કોઈ ગુરુ નહીં કે કોઈ ચેલો નહીં!એકબીજાને મિત્રભાવે દોરવણી આપે. એકબીજા પાસેથી શીખે અને સમજે.
        આંકડાઓ જરૂરી છે અને એ જરૂર ઉત્સાહ વધારે છે. પણ આંકડાઓ સર્વસ્વ નથી એવું પણ તમને ભવિષ્યમાં લાગશે!!!!

        Like

        1. કોઈ પરમ મિત્ર આવે અને અતિપ્રેમે વશ થઇ આવો કહેવાનું ભૂલાઈ જાય તેવું છે.અભિનંદન અને શુભેચ્છાઓ આપની અમારી સાથે હોય જ.આંકડાઓ સર્વસ્વ નથી માટે તો લખેલું કે સાચા કેટલા?કારણ બ્લોગ પર ક્લિક કરીને બધા વાચતા હોય તે જરૂરી નથી.અને જે વાંચે તે બધા પ્રતિભાવ આપે તે પણ જરૂરી નથી.ઘણા મિત્રો એવા છે જે બ્લોગમાં એકએક અક્ષર વાંચે છે પણ ક્યારેય પ્રતિભાવ નથી આપતા.

          Like

  5. એક વર્ષ પુરું કરવા માટે અભિનંદન અને નવા વર્ષ માટે શુભકામના. તમે ઘણા માહિતીસભર લેખ આપ્યા છે. ભવિષ્યમાં પણ અવનવા લેખ મળતા રહેશે એવી અપેક્ષા.

    Like

  6. આદરણીય શ્રી ભુપેન્દ્રસિંહજી ,

    બાપુ આપના કુરુક્ષેત્રની કલમે બ્લોગને એક વર્ષના વહાણાં વાયાં.. ધન્યવાદ.

    આપના વાંચન અને મનન,ચિંતન દ્વારા અનોખા પ્રકારના લેખ અને નવીનતમ

    જાણકારીથી ભરપુર હોય છે. બસ આગામી વર્ષોમાં લખતા રહો અને અમને અલભ્ય

    એવી જાણકારી આપતા રહો. ગરવા અને ગર્વિષ્ઠ ગુજરાતી તરીકે આ એક અનન્ય

    માનવીય કાર્ય આપ કરતા રહો છો એ ગુજરાતનું ગૌરવ અમે પણ માણી શકીએ

    “કુરુક્ષેત્ર ફરકતું મરકતું ને વિસ્તરતું જ રહે એજ મનને છે. વિશ્વાસ ,

    બાપુ કેરી કલમે ગાજતો રહે વિજ્ઞાન, ઈતિહાસ ને ભૂગોળ કેરો શ્વાસ.”

    ખુબ ખુબ હદય પૂર્વકના અભિનંદન……….. ધન્યવાદ…..

    સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )

    Like

  7. હાર્દિક અભિનંદન!!!! બ્લોગજગતમાં એક વરસ પુરુ થયાં બદલ!!!! આગળ અને આગળ ખુબજ નામના અને સફળતા મેળવતા રહો!!!!!

    Like

  8. ભૂપેન્દ્રસિંહજી,
    બ્લોગજગતમાં એક વર્ષ પૂરું થયાના ખૂબ ખૂબ અભિનંદન. મારા તરફથી અને ભૂપેન્દ્ર ભોજક(મારા પતિ) તરફથી પણ. બ્લોગમાં આપને સતત ઉત્સાહપ્રેરક અભિપ્રાયો આપ્યા એવું આપ લખો છો પણ મને યાદ આવે છે તે પ્રમાણે મેં બ્લોગ શરૂ થયાને થોડા સમય બાદ એક તેજીને ટકોરો જેવી આપની ખામી દર્શાવતી મેઇલ કરેલી( ડરતાં ડરતાં કારણ બાપુ ખરાને આપ). આપનો પ્રથમ બ્લોગ સ્વોર્ડ ઓફ રાજપૂત મારા ધ્યાનમાં આવેલો પણ તેમાં પ્રતિભાવ કેવી રીતે આપવો તે સમજ નહોતી પડી. અને એકવાર વાંચતા તમારા બીજા બ્લોગ ‘કુરુક્ષેત્ર’ વિશે જાણ થઇ. તેમાં આપના પરિચય ઉપર ધ્યાન ગયું અને થયું કે આ તો માણસાના મારા વતન અને જન્મસ્થળના ગામની બાજુના.( ત્યાં મારે બહુ ઓછું રહેવાનું થયું છે પણ બાપુઓના સ્વભાવની જાણકારી હતી) છતાં આપના લખાણમાં કંઇક દમ છે એવું લાગતાં એક મને ના ગમતી બાબત માટે ધ્યાન દોરતી મેઇલ કરેલી. અને આપ તે સૂચનને હકારાત્મક લઇને આગળ વધ્યા. અને બીજા વર્ષે પણ આ રીતે આગળ વધો તેવી શુભકામના.

    Like

  9. શ્રી ભુપેન્દ્રસિંહજી.
    આપના માનસ સંતાન કુરુક્ષ્રેત્રને તેમની પ્રથમ વર્ષગાંઠની ખોબલે ખોબલે વધાઇ !
    આ પ્રસંગે આપે સૌ મહાનુભાવો શાથે મને પણ યાદ કર્યો તે (દંભ નહીં કરૂં !) બહુજ ગમ્યું. આપનું કુરુક્ષેત્રમાં ઘમાસાણ આમ જ ચાલતું રહે અને તે કારણે, વિચાર જગતના નિડર નવયોદ્ધાઓ નિપજતા રહે તેવી અભ્યર્થનાસહઃ પુનઃ અભિનંદન.

    Like

    1. આપના સહકાર થી ઘમસાણ તો ચાલવાનું.બસ મિત્રો પૂર્વગ્રહ રાખ્યા વગર વિચારતા થાય.વાચકોને વિચારવા મજબુર કરી દેવા એજ મારો મુખ્ય હેતુ છે.સ્વર્ણિમ ગુજરાત હવે ખેલે ગુજરાત,વાંચે ગુજરાત અને વિચારે ગુજરાત.

      Like

  10. Congratulations on one year aniversary of your blog. Have many more, make your world bigger and better. I do enjoy my trip to your blog.
    Thx – Geeta

    Like

  11. “ગળ ખાય ઈ ચૉકડા ખમે”

    ચાબખા તો અખાના ને પછી તમારા! દીપકભાઈની વાત સાચી છે, તમે ઘણાને લખતા કર્યા છે.

    નાસ્તિક–આસ્તિક તો સાપેક્ષ છે. સાચી વાત તો ભલે ફક્ત શાશ્વત હોય તે જ ગણાય પણ હકીકતે જે જગત આખું અનુભવતું હોય અને સહન કરતું હોય ત્યારે એવી વાતોને પ્રકાશમાં લાવવાનું જરૂરી જ નહીં, અનિવાર્ય હોય છે. બાપુ આ વાત એમના બ્લોગ પર કરે તો તે ફક્ત તેમના અધિકારની જ નહીં, સૌના લાભની પણ હોય. એટલે કુરુક્ષેત્રનું મૂલ્ય એના નામ મુજબ જ ચર્વણ, મંથન, સંઘર્ષના ચડતા ક્રમે હોઈ શકે છે.

    ફરી વાર અભિનંદન સાથે –

    Like

  12. અભિનંદન સાહેબ આપને..

    આપની કલમે મારો ઉત્સાહ ઘણો જ વધાર્યો છે, જો કે હું આપને શરુઆતથી સાથ આપવાનુ ચુકી ગયો હતો અને અત્યાર સુધી ખાસ કોઇ કોમેન્ટસ પણ નથી લખી. પણ એનો મતલબ એ નથી કે હું આપના લેખને સમર્થન નથી આપતો, મે આપના બધા જ લેખ વાંચ્યા છે અને ઘણાં તો બે-ચાર વખત વાંચ્યા છે. આપના થકી મને એક જોરદાર વિચાર-પ્રવાહ મળ્યો છે જે ખુબ ઉપયોગી બન્યો પણ છે.

    સતત લખતા રહેજો અને આપની ધારદાર કલમને કોઇની પરવાહ કરવાનો સમય ન આપજો.. ખુલ્લા મને આપના વિચાર જણાવતા રહેજો એવી વિનંતિ.

    કુદરત આપને અગાઢ શક્તિ બક્ષે અને આપના વિચારો દુર-દુર સુધી ફેલાય એવી આશા સહ…

    આવજો..

    Like

    1. બસ ભાઈલા વિચારતા રહો અને લખતા રહો.અંધ બનીને વિશ્વાસ કરશો નહિ,મારો પણ નહિ.વિચારો,સમજો અને યોગ્ય લાગે તો આગળ વધો.ખુબ આભાર.

      Like

  13. બ્લોગજગતમાં એક વર્ષ પૂરું થયાના ખૂબ ખૂબ અભિનંદન. મોડો પડ્યો છું કારણ કે મારું નામ જ એવું છે Rush me can’t. વળી તમે આ પોસ્ટ ક્યારે મૂકી દીધી તે મારા ધ્યાન બહાર ગઈ. આપનો બ્લોગ ખુબ ખીલે અને ફૂલે ફાળે તેવી શુભેચ્છા સહીત એક સુચન કરું. આમ તો બ્લોગનું નામ ‘વિચારે ગુજરાત’ રાખવા જેવું હતું પણ હવે તેના subtitle તરીકે મુકો તો કેવું?

    Like

      1. રશ_મી_કાન્તભાઇ (અરે આપ બન્ને મને પણ પાટે ચઢાવી દેશો !!)ના સુચનને મારો ટેકો છે. (ઠરાવ મંજૂર ?) બીજું આપ જલ્દી આ “વિચારે ગુજરાત”ના પેટન્ટ રજી. કરાવી લો ! મોદીજીના ધ્યાને ચઢ્યું કે તુરંત ગુજરાત વિચારતું થવાનું જ છે. પછી કહેતા નહીં કે ’મારા જેવા નિષ્ણાંતે’ સાચી સલાહ ન આપી. : – )

        Like

        1. સબ ટાયટલ મૂકી દીધું છે.મને વિચાર આવેલો.પણ અમલમાં મુકેલો નહિ.પેટન્ટ તો ગુજરાતમાં લેવા પડે ને?અહં શું કામના?અહી તો બધા વિચારે છે,ખાલી બુશ સિવાય.

          Like

    1. કઈં જરૂર નથી સબ-ટાઈટલની. તેમ છતાં વિચારતા હો તો સબ-ટાઇટલ હોવું જોઇએ “કાં ન વાંચે ગુજરાત?” અથવા
      “આચરે ગુજરાત” રાખો.

      Like

  14. કુરુક્ષેત્ર ના ૧લા જન્મદિવસ ઉપર ખુબખુબ અભિનંદન.

    Like

    1. હિરલ,
      એક જૈન ભાઈએ કોમેન્ટ લખેલી કે મને જૈનો પ્રત્યે દ્વેષ ભાવ લાગે છે.મેં કહેલું કે મારા પરમ મિત્રો જૈન છે,એનું ઉત્તમ ઉદાહરણ આપ છો.ખૂબ ખૂબ આભાર.

      Like

  15. બ્લોગજગતમાં એક વર્ષ પૂરું થયાના ખૂબ ખૂબ અભિનંદન તથા શુભેચ્છાઓ …..
    Dadabhai’s “કુરુક્ષેત્ર” …may it blooms and grows…. may it fill the time with sharp words and thoughts … may it strives when adverse currents hold ….. may it let Dadabhai’s Dreams their truth unfold ….with his courage bold !!!!
    Wish you the Best of everything.

    Like

    1. પારૂબેન,
      કેટલી બધી શુભચ્છાઓ એક જ વાક્યમાં આપી દીધી!!આપના જેવી બહેનો બ્લોગ દ્વારા મળી છે.ખૂબ ખૂબ આભાર.

      Like

  16. કુરુક્ષેત્ર ને જન્મ દિવસ ની શુભેચ્છા …અને આવીજ રીતે કુરુક્ષેત્રના મેદાન માં લડતા (લખતા) રહો એવી હાર્દિક શુભેચ્છા….!!!

    Like

Leave a comment