$1.4 Trillion of India in Swiss banks!!Poor India???

swiss bank
Image by friedwater via Flickr

દેશ પ્રેમ એ વળી શું બલા??આખું ભારત સોનાનું બની જાય તેટલો પૈસો સ્વીસ બેન્કોમાં મુક્યો છે આ દેશપ્રેમના દુશ્મનોએ.
Top 5 ઇન સ્વીસ બેંક
India—- $1456 billion -૧.૪ trillion
Russia—– $470 billion
UK——– $390 billion
Ukraine $100 billion
China—— $96 billion
આ આમ આદમીના લુંટેલા પૈસા છે.હવે ૧.૪ trillion ડોલર્સ રૂપિયામાં કેટલા થાય તે ગણવું મને નહિ ફાવે.દેશના સમગ્ર દેવા કરતા ૧૩ ગણા વધારે.GDP નાં ૪૦ %.પાછા આવે તો દેશના વિકાસનો જાણે એક મોટો અણુ બોમ્બ ફૂટે.દેશના ૪૫૦ મીલીઓન લોકો ગરીબી રેખાની નીચે જીવે છે.એટલે રોજના ફક્ત ૧.૨૫ ડોલર એટલે આશરે ૫૦ રૂપિયા જ કમાય છે.આ પૈસાથી ૨૪ કલાકમાં બધું દેવું સમાપ્ત થઇ જાય.કોઈ પણ ટેક્સ વગર ૩૦ વર્ષ દેશ આરામ થી ચાલે.દર વર્ષે ૮૦,૦૦૦ લોકો ભારતમાંથી સ્વીત્ઝર્લેન્ડ જાય છે.અને ૨૫,૦૦૦ લોકો નિયમિત વારંવાર સ્વીત્ઝર્લેન્ડ ની મુલાકાત લે છે.હવે આ નિયમિત કેમ જાય છે તે સમજી શકાય છે.IRS,IPSઓફિસર્સ નેતાઓ,બુટલેગરસ,ઉદ્યોગપતિઓ બધા શકમંદ છે.

Advertisements

6 thoughts on “$1.4 Trillion of India in Swiss banks!!Poor India???

  1. આ આમ આદમીના લુંટેલા પૈસા છે.હવે ૧.૪ trillion ડોલર્સ રૂપિયામાં કેટલા થાય તે ગણવું મને નહિ ફાવે. આ ગણતરી અશોકભાઈ કરી આપશે પણ હમણાં તેઓ દેખાતાં નથી.

    અને હા, આ પૈસા પાછાં લાવવાની કલ્પના ભલે ગમે તેટલી મનમોહક હોય પણ પૈસા પાછાં લાવવા માટે પણ ભ્રષ્ટાચાર કરવામાં આવશે અને જો પૈસા પાછાં લાવવામાં આવશે તો તે ફરી વખત કેમ ચાંઉ કરી જવા તેના પેંતરા કરવામાં આવશે.

    જેવી રીતે યુધિષ્ઠીરને ફરી જુગાર રમાડવા માટે દુર્યોધન અને શકુનિએ ચાલ ચાલી હતી તેમ આપણાં શાસકો પણ દુર્યોધન અને શકુનિથી કાઈ કમ નથી.

    Like

  2. ભૂપેન્દ્રસિંહભાઈ તમે લખ્યું છેઃ” દેશના ૪૫૦ મીલીઓન લોકો ગરીબી રેખાની નીચે જીવે છે.એટલે રોજના ફક્ત ૧.૨૫ ડોલર એટલે આશરે ૫૦ રૂપિયા જ કમાય છે.” પણ સ્થિતિ એનાથી પણ ખરાબ છે. UPA સરકારે નીમેલી અર્જુન સેનગુપ્તા કમિટીએ રિપોર્ટ આપ્યો કે દેશની ૭૭% વસ્તી પોતાની જરુરિયાતો માટે રોજના ૨૦ રૂપિયા ખર્ચી શકે એ્ટલું પણ કમાતી નથી. આ રિપોર્ટનું શું થયું કોઈ જાણ્તું નથી. પણ થોડા વખત પહેલાં અર્જુન સેનગુપ્તા ૬૦-૬૫ની ઉંમરે ટૂંકી માંદબીમાં મૃત્યુ પામ્યા ત્યારે એની નોંધ લેવા માટે પ્રેસે ચાર ઈંચની જગ્યા પણ ન વાપરી. સરકાર ગરીબો માટે ચાલતી જ નથી. ધન ધનિકોના હાથમાં કેમ જાય એના બધા રસ્તા લેવાય છે. દેશમાં માત્ર ૨૨.૦૦૦ કુટુંબોનો ધન પર કબજો છે.

    Like

    1. મને જોબ પરથી એક મિત્રે કહેલું કે આટલા બધા રૂપિયા સ્વીસ બેંકમાં છે.પછી સર્ચ કર્યું આ માહિતી આઈ રીટાયર અર્લી નામની વેબ પરથી મળી છે.બીજી ઘણી બધી વેબ સાઈટ પર આ માહિતી છે.પરિસ્થતિ વધારે ખરાબ હશે તે વાત સાચી છે.આભાર.

      Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s