બહાદુરી!!કાયરતા!!નકારાત્મકતા!!થોડા ખુલાસા,,

 બહાદુરી!!કાયરતા!!નકારાત્મકતા!!થોડા ખુલાસા,,
મિત્રો બહાદુરી અને કાયરતા એ સ્વભાવ છે.શારીરક રીતે કમજોર માણસ પણ બહાદુર હોઈ શકે છે.તેમ શારીરક  રીતે મજબૂત અને પહેલવાન જેવો દેખાતો માણસ પણ કાયર હોઈ શકે છે.હું લખું કે બહાદુર બનવું જોઇશે નિર્માલ્યતા ત્યજવી જોઈએ એનો મતલબ  એ નથી કે આજથી બધા તલવાર લઈ ને લડવા નીકળી પડો.હું લખું કે સદાચાર બધું નથી, સફળતા પણ જરૂરી છે ત્યારે એનો મતલબ એ નથી કે બધા દુરાચારી બની જાઓ. સદાચારી પણ મજબૂત બની બહાદુર બની વધારે સારી રીતે સમાજની સેવા કરી શકે છે.
                બહાદુરી સ્વભાવમાં હોવી જોઈએ. બહાદુર છીએ તે સાબિત કરવા માટે રોજ લડવા જવાની કે કાપાકાપી કરવાની જરૂરત ના હોય. અન્યાયનો વિરોધ કરવાની તાકાત હોવી જોઈએ. એનો મતલબ એ પણ નથી કે કાયદો હાથમાં લઈ લેવો જોઈએ. મને પણ ખબર છે કે આ જંગલરાજ નથી. આ સમાજ છે. બધા બૌદ્ધિકો તલવાર લઈને લડવા જઈ ના શકે. કલમની તલવાર બનાવી શકાય. મારા વાક્યોનો અનર્થ કરવામાં આવે છે. જાણે હું જંગલરાજનો  પ્રણેતા હોઉં તેવું ચીતરવામાં આવે છે સમાજમાં સદાચાર અને સદભાવના હોવી જોઈએ. પણ જ્યારે કોઈ ત્રાસવાદી આવે ત્યારે પણ સદાચાર રાખીશું તો એતો તમને મારી નાખશે. આપણે અંદર અંદર સદાચાર સદભાવના રાખી શકતા નથી, કોઈ ત્રાસવાદીને ફાંસી પણ ચડાવી શકતા નથી. સુકલકડી મુઠ્ઠી હાડકાના ગાંધીજીની બહાદુરીયે અંગ્રજોને ભગાડ્યા હતા. નોઆખલીમાં આ એકલો માણસ ફરતો હતો કોમી હુતાશન ઠારવા માટે. કોઈ પણ માણસ એક જ મુક્કે મારી શકે તેવો આ ગાંધી મોતના  ડર વગર ફરતો હતો. અંગ્રેજો પોતે એમને વન મેન આર્મી કહેતા હતા.  જ્યાં અન્યાય થતો હોય ત્યાં અહિંસક બખેડો કરી શકાય છે.
           આપણી ભૂલોને જોવી, એને ઉજાગર કરવી તે પણ એક હકારાત્મક પાસું છે. નકારાત્મક માણસ પોતાની ભૂલો જોઈ શકતો નથી. આપણે એ ભૂલો જોઈશુ જ નહિં તો એમાંથી શું શીખવાના? ભૂલોને ભૂલો માનીશું જ નહિં તો ક્યારેય સુધારવાનો ચાન્સ નથી. આપણે હજાર વર્ષ  ગુલામ રહ્યા તે કેમ દેખાતું નથી?? અને શા માટે કઈ માનસિકતાએ ગુલામ રહ્યા તેનો અભ્યાસ કરીશું નહિં તો એમાંથી બહાર કઈ રીતે નીકળીશું?? હજુ ગુલામીમાંથી બહાર નીકળ્યા છીએ ખરા?? આપણે ડરપોક કાયર કેમ બન્યા છીએ તે જાણીશું નહિં તો?? એના ઉપાય ક્યારે શોધીશું? આજે આપણી હદમાં વાડ ફેન્સિંગ કરવા ગયા અને ચીન નારાજ થઈ ગયું અને આપણે કામ પડતું મૂક્યું. કેમ? આપણાં ઘરમાં વાડ કરતા હતાને એની સીમમાં વાડ કરવાની હિંમત આપણામાં  છે ખરી?? એતો શક્યજ નથી. છતાં કેમ ડરી ગયા?? કારણ આપણી કમજોર કાયર માનસિકતા. આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે આપણે વિફળ જઈએ છીએ કેમ?? કાયર બીકણ માનસિકતા.
           આટલો મોટો દેશ!! આટલી બધીવસ્તી? ભારત આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે બિચારું બાપડું છે. બધાને કરગરતું, રશિયાને કરગરતું, અમેરિકાને કરગરતું કે અમને ટેકો આપો. ત્રાસવાદ સામે ટેકો આપો. ટેકાની શી જરૂર છે? એક નાનું ઇઝરાયલ, સાવ નાનું, કચ્છ જેટલો વિસ્તાર અને એટલોજ એની અંદર રણ પ્રદેશ. ચારે બાજુ હાયના(ઝરખ) થી ઘેરાયેલો. પણ કોઈને  ગાંઠે છે? અહીં સામાન્ય બંગલાદેશ, આપણે જ એને સ્વતંત્રતા અપાવી. એ પણ ગોદો મારી જાય છે. આપણાં સૈનિકોને કૂતરાની  જેમ મારી નાખ્યા, પણ કોઈ ઊહાપોહ નહિં. ઉલટાના દંભી સેક્યુલારીસ્ટ અંગ્રેજી મીડિયાવાલા ભારતીય સૈનિકોને વાંક કાઢતા હતા. કાયર માનસિકતા. ખુશ રાખો બધાને. નહીં તો લોકો મારશે. મારનો ડર લાગે છે.
           હજારો વર્ષોથી થતી ભૂલોને આપણે ભૂલો માની શકતા નથી. આપણે દંભી છીએ. રીસ્પેક્ટ જુદી વસ્તુ છે અને ભૂલ જોવી જુદી વસ્તુ છે. મને ગાંધીજી પ્રત્યે ખૂબ માન  છે, પણ એમના બ્રહ્મચર્ય વિશેના ખ્યાલો મને અવૈજ્ઞાનિક લાગે છે. પણ એનાથી ગાંધીજી પ્રત્યેના માનમાં જરા પણ ઘટાડો ના થાય. પણ આપણે  પૂર્વ ધારણાઓ  બાંધીને જીવવાવાળાં  મહાદંભી  જીવડા છીએ. તમે ધર્મમાં માનતા હોય, પુનર્જન્મમાં માનતા હોય તો ગો અહેડ!! તમારી માન્યતાઓ છે. તમે શાકાહારી છો ગો અહેડ!! સારો છે શાકાહાર ઘણા બધા રોગોથી બચી જવાય છે. તમે માંસાહારી છો, ગો અહેડ!! આપણે તો સત્ય પણ જોઈ શકતા નથી એટલી બધી પૂર્વધારણાઓ વડે બાંધેલા છીએ.
            વાલ્મીકિ કહે રામ માંસ ખાતા હતા. તો પણ માની શકતા નથી. રામ પ્રત્યે પૂજ્યભાવ અને  રામાયણ પ્રત્યે આદર હોવો જુદી બાબત છે, રામ શું ખાતા હતા તે એમની ચોઈસ છે. રામ શાકભાજી ખાય તો જ એમના પ્રત્યે આદર કરાય?? તો જ રામાયણ પ્રત્યે આદર થાય?? રામ માંસ ખાય તેમાં આદર ઓછો કેમનો થઈ જાય?? એ જમાનો જ માંસાહારનો હતો. બધા કુદરતને માનતા હતા. રામે કોઈ ભૂલ કરી હોય તો એમાંથી બોધપાઠ લઈને એ ભૂલો ફરી ના થાય તેવું જોઈએ તેમાં કઈ નકારાત્મકતા આવી?? આ તો ઉલટાની હકારાત્મકતા કહેવાય. રામે એ જમાનામાં સેતુ એમ જ થોડો  બાંધી દીધો હશે?? એમની પાસે એન્જીનીયરીંગ જ્ઞાન હશે, ગણિત હશે. રાવણ જેવા બળવાન સામે ભિડાઈ જવાની હામ ઓછી ના કહેવાય. તે પણ વાંદરાઓ જેવા શિસ્ત વગરના  લોકો સાથે લઈને એની સામે લડવા નીકળી પડવું અને જીતીને પાછું આવવું, તેમાંથી શું શીખ્યા? શીખવા જેવું શીખતા નથી અને ના શીખવા જેવું શીખીએ  તે મોટી નકારાત્મકતા છે.
          અમારા એક વડીલ સાથે ચર્ચા થઈ. તે કહે વડીલોની ભૂલો જોવી નહિં, પછી આદર રહે નહિ. મેં કહ્યું, કેમ જોવી નહિ?? વડીલો પણ માનવ છે ભૂલો તો એમની પણ થાય. એમની ભૂલો  જોઈએ, ધ્યાન દોરીએ અને છતાં આદર પણ રાખીએ એમાં શું વાંધો?? તો કહે તમારી ફિલોસોફી બહુ હાઈ છે. બોલો આમાં શું હાઈ લાગ્યું? પણ આપણે ભૂલો અને આદરને સાથે જોડી દઈએ છીએ.
            સર્વાઈવલ માટે મજબૂત થવું જરૂરી નથી એડજસ્ટ થવું જરૂરી છે. ઘણી બળવાન સ્પાર્ટન જેવી પ્રજા નાશ પામી ગઈ. પણ મજબુતને એડજસ્ટ થતા વાર લાગે નહિં. જો કે વસ્તી પુષ્કળ વધારીને આપણે એડજસ્ટ થઈ જ ગયા છીએ.ઉંદરની જેમ વસ્તી વધાર્યે જઈએ છીએ.એ તો મેં અગાઉ પણ લખ્યું છે કે સર્વાઈવલનાં યુદ્ધમાં કમજોર વસ્તી વધારે જેથી ગમે તેટલા મરીએ સર્વાઈવ તો થઈ જ જવાય.અનુકુલન સધાય ત્યાં વસ્તી વધી જાય તેવું હોઈ શકે.આપણે પણ માર ખાવાનું અનુકુલન સાધી લીધું છે.આપણે ધર્મ પરિવર્તન કરીને સર્વાઈવ થઇ ચુક્યા છીએ.આ હકીકત છે.ભારતનાં મુસ્લીમ્સ અહીના મૂળ ભારતીયો જ છે.પહેલા એમના પૂર્વજો હિંદુ જ હતા.જીવવા માટે ધર્મ પરિવર્તન કરવું પડ્યું હતું,મજબૂરી હતી.ના પાડનાર કે વિરોધ કરનારાના મસ્તક બળવાન આક્રમણકારીઓ એમના ભાલા પર સીધા રોપી દેતા હતા.પ્રાણીઓ પણ પૂછડી પગ વચ્ચે દબાવી બળવાન સામે આળોટી અનુકુલન સાધી,શરણે થઇ ને બચી જતા હોય છે.આપણે આજ સુધી આ કર્યું જ છે. નબળા પ્રાણીઓ પોતાની વસ્તી ખૂબ વધારે છે તે કુદરતમાં જોઈ શકીએ છીએ.સિંહના ટોળાં થોડા હોય???

29 thoughts on “બહાદુરી!!કાયરતા!!નકારાત્મકતા!!થોડા ખુલાસા,,”

 1. આપણે એક શાંતિ-પ્રધાન અને માનવ-અધિકારવાદી રાષ્ટ્ર બનવાની ગંભીર કિંમત ચુકવી રહ્યા છીએ.. ભગવાન જાણે આપણાં દેશના નેતાઓને ક્યારે ભાન થશે ? હું ક્યારેય યુધ્ધ નથી ઇચ્છતો પણ જ્યારે વાત દેશની સુરક્ષા કે આત્મસમ્માન ની હોય ત્યારે હું યુધ્ધને જરુરી માનુ છું.

  હજુ બે વર્ષે પણ આપણે મુંબઇ હુમલાના એ દેશદ્રોહી નફ્ફટ ગુનેગારને કોઇ શિક્ષા નથી કરી શકયા અને જેમણે આપણાં દેશની ઇજ્જત બચાવવા પોતાના જાનની બાજી લગાવી દીધી તેમની મોતની જાણે મજાક ઉડાવીએ છીએ !!!!

  સૌથી નાલાયક છે એ માનવઅધિકારવાદીઓ અને ભાગલાવાદી નેતાઓ …કે જેમને મારા દેશના હજારો સૈનિકોના જીવ કરતા એક-બે દેશદ્રોહી આતંકવાદીઓના માનવ-અધિકાર મુલ્યવાન લાગે છે !!!!! અને કેટલાય કાયર અને દંભી તેમને સપોર્ટ કરે છે.

  અરે..કમકેકમ દેશદ્રોહીને તાત્કાલીક ચોક્કસ સજા કરીને દેશ, સૈન્ય અને શહીદોનુ સમ્માન તો જાળવી શકીએ ને….પણ આપણે તો કાયર અને દંભી છીએ ને.
  જો આપણે બહાદુર હોત તો આજે આ દિવસ ન જોવા પડત..

  Like

 2. અરે, ભુપેંદ્રભાઈ. આ મંચ તો છે ચર્ચા વિચારણાનો. એમ જ આપણે બધા આપણા વિચારોમા સ્પષ્ટ થતા જઈએ. જ્યા ચર્ચા નથી, વિચારવાનુ બંધ છે, ત્યા જ ગંદવાડ છે.

  Like

  1. ચિરાગ ભાઇ
   મે પણ ચર્ચા જ કરી છે.આતો મને લાગ્યુ કે ઉપલકીયા અર્થ થાય છે માટે જણાવ્યુ છે.ચર્ચા કરતા રહેવાની મને પણ જાણવા મલે.હુ કાઇ સર્વજ્ઞ તો છુ નહી.આભાર.

   Like

 3. આપ્ણી સ્થિતિ આવી કેમ છે એ વિચારવું અને ભૂતકાળનું વિશ્લેષણ કરવું એ હકારાત્મકતા છે. કોઇએ કહ્તયું એટલે માની લેવું એ નકારાત્મામકતા છે. કારણ કે એમામ મગજને જોર નથી પડતું તમારી ભાવનાઓ સાથે સંમત છું.

  Like

 4. ધારદાર તલવાર જેવો લેખ ! પેલુ અહમદ શાહનું ઉદાહરણ જ યાદ આવ્યું.પાણીપતના ત્રીજા યુદ્ધ દરમ્યાન દૂરથી મરાઠા ના કેમ્પમાં રાત્રે સેંકડો આગના ગોળાઓ એટલે કે ચૂલાઓ સળતા જોયા અને અહમદ શાહ ગભરાઈ ગયો.એણે પૂછ્યું,કે યુદ્ધની આ કઈ તૈયારી ચાલી રહી છે ? ઉત્તર મળ્યો કે હિંદૂ સૈનિકો પોતપોતાની અલગ અલગ રસોઈ પકાવી રહ્યાં છે.ત્યાંરે અહમદ શાહે ખૂબ સરસ વાત કહી કે, હવે વાંધો નથી.જે લોકો સાથે રોટી પણ તોડી શક્તા નથી એમને હરાવવા અઘરું નથી !

  Like

  1. રાજનીભાઇ,
   સાચી વાત છે.એક થાળીમા ખાવાથી મનોવૈજ્ઞાનીક રીતે એકતા ઉભી થાય છે.તમે સાચો દાખલો શોધી લાવ્યા છો.આભાર.

   Like

 5. શ્રી ભુપેન્દ્રભાઈ
  આપના પુરા ખુલાસા ના લેખ માં અંત માં ” નબળા પ્રાણીઓ પોતાની વસ્તી ખૂબ વધારે છે તે કુદરતમાં જોઈ શકીએ છીએ.સિંહના ટોળાં થોડા હોય??? ” ખુબજ ચોટદાર ખુલાસો છે , સમજવા વાળા ને ઈશારો કાફી છે . વધારે કહીં નથી કહેવું . આ ખુલાસા માં ન ઇતિ ન ઇતિ જેવું ના ચાલે આ ખુલાસામાં તો અંત આવી જાય છે સમજવા વાળા માટે .
  ચંદ્રકાંત તન્ના

  Like

  1. શ્રી ચંદ્રકાંત ભાઈ
   આતો ઈવોલ્યુશનનો નિયમ છે.એમના પ્રજજન તંત્રો ખુબ સક્રિય થઇ જાય.એટલે વસ્તી ખુબ વધે.ઉલટાના વાઘ સિંહ જેવા બળવાન પ્રાણીઓનો કદાચ નાશ થઇ જાય લુપ્ત થઇ જાય પણ નબળા તો વસ્તી વધારીને બચી જાય.અને એવી થયુજ છે.ચિત્તા હવે ખાસ રહ્યા નથી.ભારતમાં ચિત્તા છે જ નહિ.સિંહ એક સમયે આખી દુનિયામાં હતા આજે ફક્ત ગીર અને આફ્રિકા સિવાય કશે નથી.પણ ઉંદરનો નાશ કદી નહિ થાય.આભાર..

   Like

   1. Sih ni vasti kudarat na santulan maate javaab daar hati! aaje teni javaabdaari aapne khuchavi lidhi chhe ne undarni sankhyaa vadhaari saheli rit bijaa upar boja banaavi didhi chhe. tame barabar janochho!

    Like

  2. આ નિયમ પ્રજનન ને લાગતો છે. તુલનાત્મક અભ્યાસ માટેનો લેખ: http://en.wikipedia.org/wiki/World_population

   આમાં પણ કયો દેશ કેટલા બાળકો જન્માવે છે તેનો આ નકશો રસપ્રદ છે: http://en.wikipedia.org/wiki/File:Countriesbyfertilityrate.svg
   જે પ્રદેશો માં ખાનાખરાબી છે અને જ્યાં કુદરતી રીતે ટકવા માટે વધુ સંતતિ હોવી જરૂરી છે ત્યાં જ પ્રજનન વધુ સક્રિય છે.

   Like

 6. ઘણું પ્રેરણા દાયી મૌલિક લખાણ થોડા સમય થી વાંચું છું ! ટીકા માટે કોઈ જગ્યા રાખતા નથી! આભાર

  Like

 7. Dear Bhupedra bhai, Mane Muslim community ni Ekta mate ni rit-rasam mate ek agvu man chhe tena karan aapu chhu:
  1. Mota tasak ma food lai ne nana mota, rich poor no vichar krya vagar badha sathe besi ne khay. jamata vakhate badha shanti thi ek-bijani vat sambhali ane samaji + nikat avi shake.
  2. Spend 10% of income on poor family.
  3. Follow the rule of 5 times Namaz.
  4. Timing alarm of from Majid and people gather immediately.
  I have visualized it.
  5. each and every family send kid to madresa.
  They do not have discrimination for rich khandhan ke poor family…

  Hinduism we have lots of discrimiations stars with mota loko ni moti vat nana no koi bhav na puchhe.

  Need to follow Chnakya niti. ..More later..

  thx- Geeta

  Like

 8. Bhupen bhai, We have created a society most selfish, egoistic and fake people. I have experienced many a times people busy in show-off who they are and what do they have n try to be they are above all.
  Keeps then focus on their negative role. Have no ethics, idealism or respect of their own elders, ralatives, neighbours, community, and nation. They are too busy in collecting money by hook or crook. Manas sacha-khota no vichr karva nu muki selfish bani ne potana sabado ni kimat pan kara nathi. pota na Vachan ni kimmat rahi nathi. Khamir ane desh prem to bahu dur ni chhe.
  Manas na atma ne jagadva ni jaroor chhe. thx Geeta

  Like

  1. મોસ્ટ હિપોક્રેટ પણ ખરા.દેશ પ્રેમ એ વળી શું બલા??આખું ભારત સોનાનું બની જાય તેટલો પૈસો સ્વીસ બેન્કોમાં મુક્યો છે આ દેશ પ્રેમના દુશ્મનોએ.
   Top 5 ઇન સ્વીસ બેંક
   India—- $1456 billion -૧.૪ trillion
   Russia—– $470 billion
   UK——– $390 billion
   Ukraine $100 billion
   China—— $96 billion
   મહાન ભારતના મહાન ધાર્મિક નેતાઓ,બુટલેગરોનાં આ આમ આદમીના લુંટેલા પૈસા છે.આભાર.હવે ૧.૪ trillion ડોલર્સ
   ને રૂપિયામાં કેટલા થાય તે ગણવું મને નહિ ફાવે…

   Like

 9. શ્રી ભૂપેન્દ્રસિંહ[વડીલશ્રી] આપના લેખો નિયમિત વાંચુ છુ ખૂબ જ ચોટ્દાર તમતમ તો લખાણ જાણે કે કલમ માં ક્ટાર ને પીગળાવી શાહી પુરી છે ખૂબ ઉમદા વિચારો સાથે ના લેખ, અને પ્રતિભાવો પણ, આજે પ્રતિભાવ આપવાની હિંમત એટ્લે કરી મારા [આપણા] પરમ મીત્ર અશોકભાઇ[વાંચન યાત્રા] ના પ્રતિભાવો ની ગેરહાજરી એમના માતૃશ્રીનાં દુઃખદ અવસાનને કારણે થોડા સમય થી એમની ગેરહાજરી છે, સદગત આત્મા ની શાંતી માટે પ્રાથર્ના સાથે અશોક્ભાઇ જ્લ્દી આ દુઃખ માથી બહાર આવી એમના વિચારો પ્રતીભાવો શેર કરે એવી પ્રાથના

  Like

  1. મુનશીજી,
   ખુબ આભાર.પ્રતિભાવો આપતા રહેશો.શ્રી અશોકભાઈનાં દુઃખમાં બધા મિત્રો સહભાગી છીએ.માતાની ખોટ કદી પુરાય ના તેવી હોય છે.

   Like

 10. ભૂપેન્દ્રસિંહજી, ખૂબ જ સરસ લેખ. આપના ખુલાસાના લેખમાં જે પ્રતિભાવો આવ્યા છે તેમાં આપનું લખાણ પ્રેરણાદાયી મૌલિક છે અને આપ ટીકા કરવા જેવું રાખતા જ નથી. એટલે આટલા સરસ પ્રતિભાવો પછી આમ તો કંઇ બાકી રહેતું નથી. પણ આપનું લખાણ હજુ પણ વધુ પ્રેરણાદાયી મૌલિક બને તેવી શુભેચ્છા.

  Like

 11. સારો અને મનનીય લેખ ખુબ જ સરસ પણ મારાં મત પ્રમાણે આ આપણું અરણ્ય રુદન છે!! જયાં સુધી બહુમતિ સમાજ નહી જાગે ત્યાં સુધી આવું જ ચાલશે!!! જેનો આગેવાન આંધળો તેનુ કટક કુવામાં એ કહેવત અત્યારે સો ટકા સાચું લાગે છે અને રહી વાત ઇતિહાસની તો આપણા માનીતા હાસ્યકાર શાહબુદ્દીન રાઠોડ નું એક વાક્ય મને ખુબજ ગમે છે કે “ઇતિહાસમાંથી માણસને એટલુ જ શિખવાનુકે ઇતિહાસમાંથી માણસ ક્યારેય શિખતો જ નથી.” તેમ છતાં ફરી એક વાર આપના વિચારોને સલામ કરું છું!!!

  Like

 12. શ્રી ભુપેન્દ્રભાઈ આપના ખુલાસા ના અંત નું લખાણ ટાંકી ને મારું મંતવ્ય જણાવેલ , આપના જવાબ માં આપણે વળી પાછા મૂળ વાત ભૂલી ને બીજી ચર્ચા માં ઉતરી ગયા હોઈ તેવું લાગે છે . આપે જે સિંહ નો દાખલો આપેલ છે તે પુરા લેખ ને આવરી લે છે , હું તે સિંહ ની વાત કરું છું સિંહ ( પ્રાણી ) ની નહિ , એટલે જ મેં કહ્યું કે આપના ખુલાસા માં અંત માં જે કહ્યું તે માટે વધારે કહીં નથી કહેવું , ઇઝરાઇલ ની પ્રજાને ( પ્રાણી ) ને સિંહ કહેવી પડે , દેશ નાનો અને પ્રજા થોડી , રહી વાત આપે જણાવેલ ખુલાસા ( લેખ ) માં નિર્દેશ કરેલા ની , અને અંત માં આપે જ ખુલાસો નબળા પ્રાણી અને સિંહ વચ્ચે નો આપ્યો , અને હવે તો ઉંદર નો પણ આપી દીધો . ચંદ્રકાંત તન્ના

  Like

  1. ભાઈ,
   ઇઝરાયેલ ની પ્રજા સિંહ જેવી માટે તેમાંથી ચૂંટાઈ આવતા નેતાઓ સિંહ જેવા.સીધું સાદું સમીકરણ છે.કુવામાં હોય તો હવાડામાં આવે.હવે આપણે આપના નેતાઓને ગાળો દેવાની જરૂર ખરી??ટૂંકમાં સમજી ગયા હશો.

   Like

 13. just yesterday came to know about this.

  Excerpt: —

  The Swami spent a few days in Naples, visiting Vesuvius, Pompeii, and other places of interest. Then the ship at last arrived from Southampton with Mr. Goodwin as one of her passengers. The Swami and his friends sailed from Naples on December 30, 1896, expecting to arrive in Colombo on January 15, 1897.

  On board the ship the Swami had a significant vision. One night, somewhere between Naples and Port Said, he saw in a vivid dream a venerable, bearded old man, like a rishi of India, who said: ‘Observe carefully this place. You are now in the Island of Crete. This is the land where Christianity began. I am one of the Therapeutae who used to live here.’ The apparition uttered another word, which the Swami could not remember. It might have been ‘Essene,’ a sect to which John the Baptist belonged.

  Both the Therapeutae and the Essenes had practised renunciation and cherished a liberal religious outlook. According to some scholars, the word Therapeutae may be derived from the Buddhist word Sthaviraputtra or theraputta, meaning the sons or disciples of the Theras, or Elders, the superiors among the Buddhist monks. The word Essene may have some relation with Isiyana, meaning the Path of the Lord, a well-known sect of Buddhist monks. It is now admitted that the Buddhists at an early time had monasteries in Asia Minor, Egypt, and generally along the eastern part of the Mediterranean.

  The old man in the dream concluded his statement by saying: ‘The truths and ideas preached by us were presented as the teachings of Jesus. But Jesus the person was never born. Various proofs attesting this fact will be brought to light when this place is dug up.’ At that moment — it was midnight — the Swami awoke and asked a sailor where the ship was; he was told that it was fifty miles off Crete.

  The Swami was startled at this singular coincidence. The idea flashed in his mind that the Acts of the Apostles might have been an older record than the Gospels, and that Buddhist thought, coming through the Therapeutae and the Essenes, might have helped in the formulation of Christianity. The person of Christ might be a later addition. He knew that Alexandria had been a meeting-place of Indian and Egyptian thought. Later, when the old sites in Crete were excavated, evidence was found connecting early Christianity with foreign sources.

  But Swami Vivekananda never refused to accept the historical Christ. Like Krishna, Christ, too, has been revealed in the spiritual experiences of many saints. That, for Vivekananda, conferred upon him a reality which was more real than historical realities. While travelling in Switzerland, the Swami one day plucked some wild flowers and asked Mrs. Sevier to offer them at the feet of the Virgin in a little chapel in the mountains, with the remark, ‘She too is the Mother.’ One of his disciples, another day, gave him a picture of the Sistine Madonna to bless. But he refused in all humility, and piously touching the feet of the child said, ‘I would have washed his feet, not with my tears, but with my heart’s blood.’ It may be remembered that the monastic Order of Ramakrishna was started on Christmas Eve.

  Original link: —
  http://www.ramakrishnavivekananda.info/vivekananda_biography/09_experiences.htm

  Like

  1. I cannot justify what that means. I can guess that Swami Vivekananda used this sentence to justify “the belief” which helped many psychologically/socially for generations.

   Yes, this comment is misfit here. It was supposed to go to article on religions which Bhupendrabhai wrote earlier.

   Like

 14. “ઇઝરાયેલ ની પ્રજા સિંહ જેવી માટે તેમાંથી ચૂંટાઈ આવતા નેતાઓ સિંહ જેવા.”
  બાઈબલની એકેએક લીટી વાંચ્યા પછી મને તો એમ લાગે છે કે તેમાં વર્ણવેલા ‘હીરો’ એવા મહાન નહોતા. સિંહ નહિ પણ વરુ જેવા જણાય છે. અત્યારે પણ અમેરિકાના પૈસે જોર કરે છે છતાં અમેરિકાને પણ ગાંઠતા નથી.

  Like

 15. રાઓલ સર “સર્વાઈવલ માટે મજબૂત થવું જરૂરી નથી એડજસ્ટ થવું જરૂરી છે” અહાહા સુપર્બ વાક્ય ને એકદમ બંધબેસતું મારા માટે તો !!
  હું માંસાહારી નથી પણ હું કઈ એમ નથી કેહતો કે શાકાહારી જ બેસ્ટ છે!! ઘણા proteins જે શરીર માટે જરૂરી છે એ માછલી માં થી મળે છે !! હવે અપડે એ નથી ખાતા તો એનો મતલબ આપને કઈ રોગ નથી થવાનો!! હું પેલી આપ ના “પરમેશ્વર ન્યુટ્રલ ગીયર” ને વળગી રહું છે. ખાવા વાળા ખાઈ આપડા કેટલા ટકા !! હમણાં ફેસબુક માં ઘણી જગ્યા એ ને રીયલ લાઇફ માં જોયું કે કઈ નોખું બોલો કે જુદા પડો એટલે તમે નાત બહાર!! ને ત્યાં આ તમારા માં વાંચ્યું :- ” નબળા પ્રાણીઓ પોતાની વસ્તી ખૂબ વધારે છે તે કુદરતમાં જોઈ શકીએ છીએ.સિંહના ટોળાં થોડા હોય???” સરસ !!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s