સર આઈઝેક ન્યુટન,No Apples After 2060 !!!!

Newtons Telescope

સર આઈઝેક ન્યુટન,No Apples After 2060 !!!!
મહાન ગણાતા વૈજ્ઞાનીકે આવું ભવિષ્ય ભાખેલું કે ૨૦૬૦ પછી આ દુનિયાનો અંત આવી જશે.કઈ રીતે શું ગણિત ધ્યાન માં લઈને કહ્યું હશે ખબર નથી.પણ કેટલીક જૂની નોંધો મળી આવી છે.૧૬૪૨મા ગેલેલીયોનું મૃત્યુ થયું.૪ જાન્યુઆરી ૧૬૪૩માં એના પિતાના મૃત્યુ બાદ ત્રણ મહીને  જન્મેલો ન્યુટનની બીજી જન્મ તારીખ છે,૨૫ ડીસેમ્બર ૧૬૪૨.એ વખતે ઇંગ્લૅન્ડ માં ગ્રેગોરીયન કેલેન્ડર માન્ય નહોતું,માટે એની જન્મ તારીખ ૨૫ ડિસેમ્બર લખેલી છે.એ ત્રણ વર્ષનો થયો અને માતા બીજા લગ્ન કરી દાદાના સહારે છોડી ને ચાલી નીકળી.ન્યુટન એની માતા અને સ્ટેપ ફાધરને ખૂબ ધિક્કારતો.બંને જણા ઘરમાં સળગીને માર્યા જાય તેવું ઇચ્છતો.ખૂબ તેજસ્વી એવો ન્યુટન કેમ્બ્રિજમાં દાખલ થયો અને ભણવામાં ખૂંપી ગયો.કદી ક્યાંય જતો નહિ બસ ભણવામાં જ એનું ધ્યાન રહેતું.પણ એવામાં બ્યુબેનીક પ્લેગ આખા યુરોપમાં ફાટી નીકળતા પાછો એના ગામ જતો રહ્યો.એક સફરજનના વૃક્ષ નીચે બેઠેલો અને ઉપરથી સફરજન નીચે પડ્યું.બસ એક વિચારનું બીજ રોપાઈ ગયું કે આ નીચે કેમ પડ્યું?ઉપર કેમ ના ગયું?આ વિચાર ભવિષ્યમાં વૃક્ષ બની ગયો. ૨૫ વર્ષનો થયો ત્યાં પ્લેગનું પુર ઓસરતા પાછો કેમ્બ્રિજ માં આવ્યો.
   આ મહાન ગણિતશાસ્ત્રી એ Calculus ગણતરી શોધેલી જે આજે પણ સ્ટોક ઍક્સ્ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ માટે ગણતરીમાં વપરાય છે.એને એક ૬ ઇંચની સાઈજનું ટેલિસ્કોપ  શોધેલું.આજે પણ મોટા જાયન્ટ ટેલિસ્કોપ એજ સિદ્ધાંતો પર રચાય છે.સતત ૧૮ મહિના રાત દિવસ એક કરીને એણે “લો ઑફ યુનિવર્સલ ગ્રેવીટેશન” શોધી કાઢ્યો જે એક ટોટલ રેવોલ્યુશન ગણાય છે.F = G \frac{m_1 m_2}{r^2}\
where:
F is the magnitude of the gravitational force between the two point masses,
G is the gravitational constant,
m1 is the mass of the first point mass,
m2 is the mass of the second point mass, and
r is the distance between the two point masses.
 સીધી સાદી ભાષામાં સમજીએ તો ધારી લો કે પૃથ્વીના ઉત્તર ધ્રુવ પર જાણે એવરેસ્ટ છે અને તેના ઉપર એક તોપ મૂકેલી છે જે યુદ્ધમાં વપરાય છે.હવે તોપમાં એક ગોળો ભરીને છોડીયે.એનો ફોર્સ બહુ ના હોય તો એ ગોળો નજીક આસપાસમાં ક્યાંક પડી જશે કેમ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એને ખેંચીને નીચે પાડી દેશે.હવે બીજો ગોળો ભરો અને જરા વધારે ફોર્સ આપો.હવે આ ગોળો થોડો  વધારે દૂર સાયબીરીયામાં પડશે.હવે એક પછી એક ગોળાઓ દરેક વખતે ફોર્સ વધારતા જઈને તોપમાંથી છોડો.એક પછી એક ગોળા વધારે ને વધારે દૂર પડતા જશે.જેમ ફોર્સ વધારે તેમ મૂળ સ્થાન કરતા વધારે દૂર જવાના.એમ પછી એક ગોળો જાણે રશિયામાં પડશે,પછી બીજો નીચે અફઘાનિસ્તાનમાં,ત્રીજો જાણે કે ભારતમાં,ચોથો પડશે શ્રી લંકામાં.પાંચમો  પડશે છેક નીચે ઓસ્ટ્રેલીયામાં હવે એક સમયે એવું સમીકરણ રચાશે કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એને નીચે પૃથ્વી પર પાડવા સક્ષમ નહિ રહે કારણ ફોર્સ અતિશય છે.તો શું થશે??એ ગોળો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ને લઈને એની બાજુબાજુ ફર્યા કરશે.જેમ આજે ચન્દ્રમા ફર્યા કરે છે.આખા યુનિવર્સ માટે આજ નિયમ કામ કરે છે.સફરજન નું નીચે પડવું સાર્થક થયું.

         આ મહાન વૈજ્ઞાનિક પાછો અલ્કેમિસ્ટ પણ હતો.અલ્કેમી એ આધુનિક રસાયણશાસ્ત્ર (કેમિસ્ટ્રી)નો પાયો છે.અલ્કેમી દૂર મધ્યપૂર્વ નાં દેશોમાં જાણીતું હતું.રહસ્યમય શોધો કરવા માટે અલ્કેમિસ્ટ રાતદિવસ એક કરતા.ભારતમાં પણ અલ્કેમિસ્ટ હતા.જાત જાતના વનસ્પતિના રસ અને અનેક  રસાયણો તથા ધાતુઓ ઓગાળી ભેગાં કરી પ્રયોગો થતા રહેતા.અમરત્વની દવા શોધવાનું કામ કરવામાં આવતું.આપણા ભારતમાં પણ આ બધું પ્રચલિત હતું.પારસમણિ ની કલ્પના પણ આવી જ હતી.ઘણા લોકો એમની પાસે પારસમણિ છે તેવું કહેતા.પારસમણિ લોખંડ ને અડાડતા લોખંડ નું સોનું બની જાય તેવી વાતો હતી.આને યુરોપમાં ફિલોસોફર સ્ટોન કહેવાતો.બુદ્ધના સમયના નાગાર્જુન આવાજ રહસ્યવાદી અલ્કેમિસ્ટ હતા,રસાયણ શાસ્ત્રી હતા.પણ ન્યુટનનાં હાથમાં કશું ઠોસ આવ્યું નહિ.

    અલ્કેમીની માયા જાળમાંથી પાછો ફરીને પ્રકાશ સાત રંગોનું મિશ્રણ છે તેનાં વિષે શોધો કરી અને એક ગ્રંથ આપ્યો,OPTICKS or A TREATISE of the Reflexions,Refractions,Inflexions,and Colours.બીજો ગ્રંથ રચ્યો -PHILOSOPHIAE Naturalis -Principia Mathematica …મેમ્બર ઑફ પાર્લામેન્ટ પણ બન્યો અને રૉયલ સોસાયટીનો પ્રમુખ પણ બન્યો.એણે બાઇબલ નો પણ ખૂબ અભ્યાસ કરેલો કે કશું રહસ્યમય એમાંથી મળી જાય,પણ નિરાશા મળેલી.માતા પિતા પ્રત્યેના ધિક્કારની લાગણીઓ એણે કંટ્રોલ કરી અભ્યાસમાં ખૂપી ગયો અને આપણને ઓલ ટાઈમ ગ્રેટ સાયન્ટિસ્ટ મળ્યો જે ૧૭૨૭મા ૮૪ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો.રાજા અને રાણીઓની કબર વચ્ચે એની કબરને સ્થાન મળ્યું.

Gale christianson-Biographer of Newton

Bill Newman-Indiana University

James Force-uni of kentucky

yamada smith-Columbia uni

ઉપર લખેલા વિદ્વાન તજજ્ઞોનાં વાર્તાલાપ  અને ન્યુટન-ડાર્ક સિક્રેટ નામની  ડોક્યુમેન્ટ્રી પરથી  લેખ લખાયો છે.

27 thoughts on “સર આઈઝેક ન્યુટન,No Apples After 2060 !!!!”

  1. ઉત્કૃષ્ટ લેખ. ધન્યવાદ અને અભિનંદન.
    સામાન્ય માન્યતા એવી છે કે ન્યુટને ગુરુત્વાકર્ષણ શોધ્યું. ખરેખર તો તેણે આપના લેખમાં જે સમીકરણ છે તેમાં જે G આવે છે તેનું માપ શોધી કાઢ્યું. શરૂમાં તો ગ્રહોની ગતિ પરથી તેણે G = 28 ft/sec/sec (આશરે) કાઢ્યું હતું. પણ તે માપ ગેલીલીઓના પ્રયોગોના પરિણામો સાથે અસંગત હતું. કારણકે એક માઈલ બરાબર ૫૨૮૦ ફીટ લેતો હતો. પાછળથી તેને ખબર પડી કે ખગોળશાસ્ત્રમાં જે માઈલ વપરાય છે તે નોટીકલ માઈલ આશરે ૬૦૭૬ ફીટ નો હોય છે. તેણે પોતાની ગણતરીઓ સુધારી તો જવાબ આવ્યો G = 32.2 ft/sec/sec જે ગેલીલીઓના અવલોકનો સાથે સુસંગત છે. ત્યાર પછી જ તેણે પોતાની શોધ જાહેર કરી હતી.

    Like

    1. સાચી વાત છે ન્યુટન નહોતો ત્યારે પણ સફરજન તો નીચે જ પડતું હતું.એણે માપ શોધી કાઢ્યું તે કહેવું ઠીક છે.

      Like

        1. ઉપરોક્ત લીંક ખોલી અને વાંચી પણ. આર્યભટ્ટ મહાન ખગોળશાસ્ત્રી હતા તે સ્વીકારું છું. છતાં પ્રસ્તુત લેખ અને એ લિન્કની શું લીંક (સંબંધ) છે તે સમજી ન શક્યો. સમજાવશો?
          શું તેમણે ગુરુત્વાકર્ષણ ની વિભાવના (concept) અથવા તેનું માપ શોધ્યું હતું?
          મને તો લાગે છે કે જ્યોતિષના ફલાદેશ (astrology) પર વધુ પડતું ધ્યાન અપાવાને લીધે આવા મહાન વૈજ્ઞાનિકની ખગોળશાસ્ત્ર (astronomy) અંગેની શોધો દટાઈ ગઈ હતી.

          Like

          1. સાચી વાત છે.મેં પણ તે લીનક ખોલી ને જોયું એમની મોટા ભાગની શોધો વિષે કશું મળતું નથી.આવા બીજા બ્રહ્મગુપ્ત હતા.કેરાલીયન ગણિત શાસ્ત્રીએ પાઈનું એક્જેક્ટ ૩.૧૪ જેવું માપ શોધેલું.આપણ ને વિજ્ઞાનમાં ખાસ રસ નહોતો એનું પરિણામ હશે.કે આવા વૈજ્ઞાનિકો ખાલી જ્યોતિષી બનીને રહી ગયા.વરાહમિહિર પણ રાજા વિક્રમનો દરબાર શોભાવતા હતા.અપન ને આધ્યાત્મિકતા માં રસ છે,વાત્સવીકતામાં નહિ.

            Like

          2. It just appeared to me that Aryabhatt was father of calculus by mentioning “aasann” expression and providing a series for calculation. Also, he was instrumental in finding many astronomical devices which is phenomenal in Vedic tradition of knowledge. He must be regarded as revolutionary in terms of using equations/devices in traditional Indian knowledge.

            Also, Baudhayana is regarded as discoverer of pythagorean theorm and quadratic equations in India. Allas, we do not possess written proof though. http://en.wikipedia.org/wiki/Pythagorean_theorem#History

            Bhupendrabhai’s article on Newton triggered all these thoughts in me. So, I am sharing with you all.

            Like

            1. ચિરાગ ભાઈ
              આભાર.કોઈ કેરાલીયન ગણિતશાસ્ત્રીએ પાઈ નું ચોક્કસ માપ શોધેલું માડીબા કે એવું કૈક નામ છે જરા નેટ પરથી મળે તો જોશો.

              Like

                1. ચિરાગ ભાઈ,
                  ખુબ આભાર.પેલો ધોળિયો માડીબા માડીબા જેવા ઉચ્ચાર કરતો હતો માટે હું ચકરાઈ ગયો કે આ માડીબા કોણ હશે?આતો માધવ નીકળ્યો.બહુજ સરસ કામ આપે કાર્યું.ખુબ આભાર.

                  Like

  2. સુંદર અને ઉપયોગી લેખ.
    ફરી કહીશ કે ’ગુજરાતીમાં’ આવું વાંચવાનું બહુ ઓછું મળે છે. આપનું આ યોગદાન કાબિલે તારીફ છે. “લો ઑફ યુનિવર્સલ ગ્રેવીટેશન” સમજાવવા માટે જે તોપગોળાઓનું ઉદાહરણ આપ્યૂં તેથી વાત સરળ રીતે સમજાઇ ગયી.
    આ ’અલકેમિસ્ટ’ પર મને કશીક પુરક માહિતી હૈયે છે પણ હોઠે આવતી નથી ! યાદ આવ્યે શેર કરીશ. આભાર.

    Like

    1. યાદ આવ્યું ! “અલ કેમિ (alchemy)” અરબી શબ્દ ’અલ-કિમિયા’ પરથી આવેલો છે, ખાસ તો હલકી, સામાન્ય ધાતુમાંથી (જેમકે પારો) સોનુ બનાવવાના પ્રયત્નો કરનારાઓ કિમિયાગરો કહેવાતા. આ કિમિયાગરી પરથી કેમેસ્ટ્રિ આવ્યું. પ્રાચિન ઈજીપ્શ્યન શબ્દ ’કિમિ’ પૃથ્વી માટે તેમજ કાળા રંગ માટે પણ વપરાતો . ગ્રીકમાં કિમિયાનો અર્થ શાથે મેળવવું કે શાથે ઉમેરવું થાય. સંસ્કૃતમાં રસનો માર્ગ ’રસાયણ’ કહેવાયું. જે પરથી ’રસાયણ શાસ્ત્ર’ થયું. પર્શિયનમાં ’રસાવતમ’ કહેવાયું. જેનો અર્થ ’રસ’ મેળવવો એમ પણ થાય. એક સમજ મુજબ રસ એ પારા માટે વપરાતો શબ્દ હતો, અને પારામાંથી સોનું બનાવવાના પ્રયત્નશીલો પણ રસાયણશાસ્ત્રી. ટુંકમાં આ આખું શાસ્ત્ર પારામાંથી સોનું બનાવવાથી પ્રચલિત થયું અને આગળ વિકાસ પામ્યું.
      હવે આ કેમેસ્ટ્રીની આવડતના સંદર્ભે, પારો, રસ, કિમિયા વગેરેને આધારે, કિમિયાગર, કમાલ, પારંગત, પરખ, રસ્તો (ઉપાય), રસ્તો કાઢનાર, જેવા શબ્દોના મુળ મર્મ છૂપાયેલા હશે ? ગહન વિષય છે. (વિકિ પર ખાંખાખોળાને અવકાશ છે)

      Like

      1. બહુ સરસ.મેં પારસમણી શબ્દ વાપરેલો હતો.ટૂંકમાં પારા માંથી સોનું બનાવવાની લાલચ કેમેસ્ટ્રીનો પાયો છે.હવે કોણ કહેશે કે લાલચ બુરી ચીજ છે?ધનવાદ ઘણી સુંદર માહિતી શોધી લાવ્યા છો.લાલચ અચ્છી હૈ.

        Like

  3. આઇન્સ્ટાઇને ૧૯૦૫માં સ્પેશિયલ થિયરી ઑફ રિલેટિવિટી અને ૧૯૧૫માં ગનરલ થિયરી ઑફ રિલેટિવિટી આપી. ત્યાં સુધી ન્યૂટનની જ મોશન થિયરી જ ફિઝિક્સનો આધાર હતી. પરાંતુ સ્પેસ અને ટાઇમને ન્યૂટને absolute એટલે કે નિરપેક્ષ માન્યાં હતાં. એનો અર્થ એ થાય કે દુનિયામાં કોઈ જગ્યાએ એક ઘડિયાળ હોય તે બધી ઘટનાઓ માટે સાચી ઠરે. પરંતુ ન્યૂટનને પોતાને પણ એક સમસ્યા મૂંઝવતી હતી કે નબળા ગુરુત્વાકર્ષણની સ્થિતિમાં તો એમનો સિદ્ધાંત કામ આવતો હતો પણ જબ્બરદસ્ત ગુરુત્વાકર્ષણ દૂરથી પણ કામ કરતું હતું. ન્યૂટને કહ્યું કે પોતે એ માત્ર વર્ણવી શકે છે, સમજાવી શકતા નથી. આઇન્સ્ટાઇને સ્પેસ અને ટાઇમને ઑબ્ઝર્વરની ગતિ સાથે સાંકળ્યાં. એટલે કે સાપેક્ષ હોવાનું દેખાડ્યું. આઇન્સ્ટાઇને જનરલ થિયરી ઑફ રિલેટિવિટી દ્વારા સ્પેસ-ટાઇમનો કન્સેપ્ટ આપ્યો અને કહ્યું કે મહાકાય પિંડ સ્પેસ્ને વાંકું કરી નાખે છે અને પ્રકાશ પણ એમાંથી પસાર થાય છે. આમ પ્રકાશ પર પણ ગુરુત્વાકર્ષણની અસર થાય છે. આમ આઇન્સ્ટાઇને ફિઝિક્સને જ બદલી નાખ્યું. પરંતુ, નાના અંતરે આજે પણ ન્યૂટનની ઉપયોગિતા અંશમાત્ર પણ ઓછી નથી થઈ. સ્વાયં આઇન્સ્ટાઇને પણ લખ્યું – Sorry, Newton!
    કૅલ્ક્યૂલસની બાબતમાં વિવાદ હતો. એના જનક તરીકે ન્યૂટન અને એના સમકાલીન લાઇબનિત્સને પણ ગણવામાં આવે છે. શક્ય છે કે બન્ને એકી સમયે એ દિશામાં આગળ વધતા હતા, પરંતુ ન્યૂટન કરતાં લાઇબનિત્સે એના સિદ્ધાંતો પહેલાં પ્રકાશિત કર્યા. ન્યૂટને એના પર ચોરીનો આક્ષેપ પણ કર્યો હતો. આજે એ બન્નેને કેલ્ક્યૂલસના પ્રણેતા માનવામાં આવે છે.
    અલકેમિસ્ટ મૂળ તો અરબી શબ્દ ‘અલ કીમિયા” છે. કીમિયો શબ્દ આજે ગુજરાતીમાં પણ યુક્તિના અર્થમાં વપરાય છે. કેમિસ્ટ્રીનો વિકાસ એમાંથી જ થયો.

    Like

    1. બહુ સુંદર ઉપયોગી માહિતી.સાચી વાત છે.સ્પેસ રબ્બરની ચાદર જેવું છે.મહાકાય ગ્રહ કે તારો એને વાંકુ કરીશકે છે.જાણે રબર ની ચાદરમાં કોઈ મોટો લોખંડ નો ગોળો મુકીએ તેમ.પ્રકાશનાં કિરણો વંકાઈને આવતા હતા તેમાંથી આ તારણ મળેલું છે.ટ્રુથ ઇજ રીલેટીવ…ખાલી પ્રકાશની ગતિ સ્પીડ ને એબ્સોલ્યુટ ટ્રુથ મનાય છે.બાકી કશું નહિ.ખુબ આભાર.

      Like

  4. ભૂપેન્દ્રસિંહજી વિજ્ઞાનને લગતો સરસ માહિતીલેખ. અશોકભાઇની વાત સાચી છે. ગુજરાતીમાં આવું વાંચવાનું ઓછું મળે છે. અશોકભાઇ, દિપકભાઇ અને રશ્મિકાંતભાઇના પ્રતિભાવ પણ માહિતીપ્રદ.

    Like

  5. Dear Shree Bhupendrasinh Raol,

    I read your every aricle and wait to reply, by the time passes by…I wanted to reply you in the Gujarati but now I do not want to wait as “This is very interesting information. by putting that in Gujrati navu roop aapi ne yaad karavi chhe. thx a lot. I like your ideas.. Sometime some one has to think being out of circle.. During college time I did not believe in god who makes rain, but the scientific system and cycle the rain..
    thx again .. Geeta

    Like

    1. ગીતાબેન,
      ગુજરાતી ના ફાવે તો અંગ્રેજીમાં પણ અમને આપના અમુલ્ય પ્રતિભાવો થી વંચિત ના રાખશો.ગુગલ ઈન્ડીક,પ્રમુખ ટાઈપેડ,બરાહા.ઘણા બધા સોફ્ટવેર હવે ગુજરાતી માં લખી શકાય માટે ઉપલબ્ધ છે.આભાર.

      Like

    2. નેટ પર bhashaindia લખીને સર્ચ કરો અને ઇંડિક મફત ડાઉનલોડ કરો પછી તમે ગુજરાતીમાં પણ લખી શકશો!!!

      Like

Leave a reply to Chirag Cancel reply