એક અનાથ બન્યો રાજા!!!

 પ્યારા મિત્રો ધોબી પછાડ્માથી થોડો બ્રેક લઈએ,જે જરૂરી  છે!!!

He caught me!!!He caught me!!!બળવાન લાંબા હાથોમાં સખત રીતે જકડાયેલી ઓસ્કાર વિજેતા, એના ખડખડાટ મુક્ત અટ્ટહાસ્ય માટે પંકાયેલી હોલીવુડની મહાન અભિનેત્રી જુલિયા રોબર્ટ્સનાં મોમાંથી રાડ નીકળી ગઈ. “એ વિચારતો હશે હું તો જાણે એક ઢીંગલી  છું. વન સંરક્ષકોની ત્વરિત મદદ વડે  છૂટ્યા પછી મને લાગ્યું કે તે મને ઈજા પહોચાડવા માંગતો નહોતો, ખાલી રમવા માંગતો હતો.” આ શબ્દો છે જુલિયા રોબર્ટ્સનાં. એક સમયે હૃદય થડકારો ચૂકી ગયેલું,ખૂબ ગભરાઈ ગયેલી.
રેડ એપ્સ!! ઉરાંગ ઉટાંગ વિષે લોકો ખાસ જાણતાં નથી. એમના વિષે ફિલ્મો પણ બહુ બની નથી. આપણે ચિમ્પાન્ઝી અને ગોરીલા વિષે ઘણું જાણીએ છીએ. ૧૫ મિલિયન વર્ષ થી આખા એશિયા સાઉથ ઈસ્ટ એશિયાથી ચીન સુધી એક સમયે ફેલાયેલા અને જંગલોમાં મુક્ત રીતે વિહરતી આ લુપ્ત થતી જાતી હવે ખાલી ઈન્ડોનેશિયાના બોર્નીયોના જંગલોમાં સર્વાઈવલ માટે સ્ટ્રગલ કરી રહી છે. આ લુપ્ત થતી જતી જાતી  ઉરાંગ ઉટાંગ વિષે દુનિયામાં જાગૃતિ ફેલાય તે માટેની એક ડોક્યુમેન્ટ્રીનાં ઉપક્રમે અને એના હોસ્ટ તરીકે એમાં કામ કરવાનું હોવાથી આ મહાન અભિનેત્રી બોર્નીયોના જંગલોમાં ફરતા હતા. ૧૯૭૬મા શિકારીઓ અને પ્રાણીઓના ગેરકાયદે વેપાર કરનારા લોકોના હાથે માતાનું મૃત્યુ થતા બે વર્ષનો નાનો બાળ ‘કુસાસી’ (નર ઉરાંગ ઉટાંગ) અનાથ બન્યો, પણ પોલીસનાં હાથે  બચીને નેશનલ પાર્કનાં કૅમ્પ Leakey પહોચી ગયો. જાણીતા બાયોલોજીસ્ટ અને Primatologist Dr.Birute Galdikas હવે એના રખેવાળ બન્યા. એક સમયનો અનાથ આજે જંગલનો કિંગ બની રસ્તા વચ્ચે જુલીયાની નજીક બેઠો સફરજન ખાતો  હતો. જાણે બાજુમાં કોઈ છે જ નહિ. ખાવાનું સમાપ્ત કરી વધારે નજીક આવેલી જુલીયાને ૪૦૦ પાઉન્ડ વજન ધરાવતા  આ કુસાસીએ એના મજબુત હાથો વડે પકડીને નજીક ખેંચી લીધી. જરા આ રૂપકડી ઢીંગલી જોડે બે ઘડી રમી લઉં.
ઉરાંગ ઉટાંગ વૃક્ષ ઉપર  ઊંચે લગભગ ૧૦૦ ફીટ ઊચે માળો બનાવે છે. વરસાદ પડે ત્યારે ઝાડની ડાંખળીઓ તોડી છત્રી બનાવી હોય તેમ માથે રાખીને પણ ફરતા હોય કે બેઠાં હોય છે. રોજ નવા વૃક્ષ પર ડાંખળાં તોડી ભેગાં કરી પથારી બનાવી સૂઈ જવાનું. માટે કૅમેરા મેન માટે અઘરું પડે કેમ કે આ જંગલો ખૂબ ગાઢ હોય છે. જ્યાં સુર્યપ્રકાશ પણ નીચે ધરતી પર આવવા માટે ફાંફાં મારતો હોય છે. કુસાસી એક વર્ષ પછી અચાનક ગુમ થઈ ગયો. ત્રણ વર્ષના કુસાસી માટે જંગલમાં જ્યાં ઊડતા સાપ(સાપ ઊડે નહિ, પણ ઊચે ઝાડ પરથી નીચે છલાંગ મારીને નીચે પડે જમીન પર ત્યારે ઊડતા હોય તેમ લાગે), મગર અને બીજા હિંસક પ્રાણીઓ હોય, બચવું મુશ્કેલ હતું. બાળ ઉરાંગ ઉટાંગ ૬ વર્ષ સુધી એની માતાની મદદ વડે જ જીવતા રહી શકતા હોય છે. કૅમ્પમાં બધાને થયું કે આ તો હવે મરી ગયો હશે. એક દિવસ બધા ભોજન કરતા હતા અને ૧૮ મહિના પછી કુસાસી ભોજન ખંડની બારીએ ડોકાયો. કુસાસી બીજા અનાથ ઉરાંગ ઉટાંગ કરતા જરા જુદો હતો. માનવજાતની કંપની એવોઈડ કરતો. માનવજાતે એની માતાને મારેલી, પણ અહિ કૅમ્પમાં વસતા માનવો એવા નથી તે સારી રીતે સમજતો હતો માટે જ પાછો આવેલો. એની બચપણની સખી હતી ‘પ્રિન્સેસ’ ખૂબ બુદ્ધિશાળી માદા ઉરાંગ ઉટાંગ. ગેરી એનો પલક પિતા હતો. એણે પ્રિન્સેસને ૩૦ જાતની સાઇન લૅન્ગ્વેજ શિખવાડી હતી. ગેરી પોતાની પીઠ પર પ્રિન્સેસને  બેસાડી તરણકુંડમાં સ્વીમીંગ કરતો. એ કહેતો મારે બે બાળકો છે એક હ્યુમન અને એક આ ઉરાંગ ઉટાંગ. ૨૫ વર્ષ પછી પ્રિન્સેસ ત્રણ નાના ઉરાંગ ઉટાંગની માતા બન્યા પછી પણ ગેરીને એટલુજ ચાહતી હતી. એમની વચ્ચેના સંબંધોમાં કદી ઓટ આવી નહોતી. પ્રિન્સેસ લાકડામાં હથોડી વડે ખીલી ઠોકી શકતી. દરવાજાના તાળા ખોલી  ને અંદર જઈ શકતી. એના બાળ ઉરાંગ ઉટાંગને લઈ  નાવડીમાં બેસી જાતે હાથને હલેસા બનાવી ફરી શકતી.
હવે કુસાસીને બીજી એક માદા ઉરાંગ ઉટાંગ સરોગેટ મધર તરીકે મળી ગઈ હતી. એ સદાય એની પાછળ ફરતો અને જંગલના કાનૂન શીખતો જતો હતો. પણ એ માદા વળી માતા બનતા એણે કુસાસીને એવોઈડ કરવા માંડ્યો. છતાં થોડું અંતર રાખીને કુસાસી એનો સાથ છોડતો નહોતો. ૧૯૯૫માં પુષ્કળ ટેસ્ટાટોરીન ધરાવતો કુસાસી ૧૯ વર્ષનો પુખ્ત બની ચૂક્યો હતો. આ હાર્મોન્સની વિપુલતાને લીધે એના ગાલે ચીક પેડ્સ વિકસી ચૂકીને એનો દેખાવ ભવ્ય બની ગયો હતો. ધીરે ધીરે તમામ પ્રતિસ્પર્ધીઓને હરાવી હવે એકચક્રી શાસન કરવા માંડ્યો હતો.  એક સમયનો અનાથ કુસાસી હવે રાજા બની ગયો હતો. એનું વિશાલ શરીર, ૪૦૦ પાઉન્ડ વજન અને ડોમિનેન્ટ સ્વભાવ એને લોકપ્રિય બનાવી રહ્યો હતો. આલ્ફા મેલનો એક અદ્ભુત નમૂનો હતો. ૧૯૯૭ માં જુલિયા રોબર્ટ્સ પણ એને મળવા જોવા આતુર બન્યા હતા. પોતાના એરિયાનું રક્ષણ કરતો, બીજા મેલને ભગાડી મુકતો, એકલો ટ્રાવેલ કરતો આ અદ્ભુત રેડ એપ્સ ખૂબ બળવાન હતો. બીજા એક બળવાન ઉરાંગ ઉટાંગ સાથે લડાઈમાં ખૂબ ઘવાયેલો. એની નજીક જવાની કોઈની હિંમત ચાલે નહિ. છતાં ડો.રોજાની ટીમે એને દૂરથી ઇન્જેક્શન મારી બેભાન બનાવી એના ઘા ધોઈ સાફ કરી પાછો છોડી મૂક્યો. ૨૦૦૮ સુધી યથેચ્છ વિહાર કરતો, એના રાજ્યની તમામ માદાઓમાં પોતાના જીન્સ ટ્રાન્સફર કરતો, રાજ્યની સરહદનું રક્ષણ કરતો અને પોતાના બાળકોનું પાલન તથા રક્ષણ કરતો, એણે સર્વાઇવલના યુદ્ધમાં કદી હાર મેળવી નહતી, પણ હવે વૃદ્ધ થયેલો આ રાજા ૨૦૧૦ પછી ખાસ દેખાતો નથી.

૧૯૯૭ માં બનેલી આ ડોક્યુમેન્ટ્રીનાં ફૂટેજ ખાસ મળતા નથી. મેં ત્યારે ડીસ્કવરી ચેનલ પર બરોડામાં હતો ત્યારે જોએલી, ત્યારે આ સુંદર અભિનેત્રી માટે ખુબ માન ઉપજેલું. એટલા માટે કે તે સમયે આ અભિનેત્રી હોલીવુંડ્માં નંબર વન નું સ્થાન ધરાવતા હતા અને સૌથી વધારે ચાર્જ એક ફિલ્મનો કરતા હતા, છતાં એક વન્ય જીવન જે આપણ માનવજાતને લીધે ભયમાં આવી પડ્યું છે તેના વિષે જાગૃતિ ફેલાય માટે એમણે ઇન્ડોનેશિયાનાં ગાઢ જંગલોમાં ફરી ફરી, જળાશયોમાં જાતે વસ્ત્રો ધોઈ, મચ્છરોના દંશ ખાઈ ને વિનામૂલ્યે કામ કરેલું. અને સૌથી ઝોખમી કામ કુસાસીની નજદીક જવાનું સાહસ કરેલું. તેના ફૂટેજ આપ http://www.youtube.com/watch?v=I6GdRxImID8&feature=related    http://www.youtube.com/watch?v=IFACrIx5SZ0&feature=related જોઈ શકો છો.

5 thoughts on “એક અનાથ બન્યો રાજા!!!”

  1. excellent post.
    દુનિયાનું સૌથી ભયંકર પરની મનુષ્ય જ છે. વન્યજીવન ને બચાવવાના દરેક પ્રયાસોને શક્ય તેટલો ટેકો આપવો તે આપણી સૌની ફરજ છે.

    Like

  2. dear brother,
    this is a huge ape and impressive too. “pretty woman’ fame julia robert must have had a life time experience. Mankind must at this stage look within . A day will come when we will not be able to see such animals. A day might also come when P.R.Raol will be in a cage and some super aliens will be watching him from the out side and commenting that ” this is a little creature, an only one left out of the entire human species, who also wrote a scinence fiction book to change his fellow humans but they could not change themselves. but nevertheless we are trying to save him as a sample.”

    Like

  3. માહિતીપૂર્ણ લેખ….
    દિવાળીમાં ગીર ગયો હતો,ત્યાં ઠેર ઠેર ખૂબ જ સરસ પોસ્ટર લગાવ્યા હતા.એક પોસ્ટર ખૂબ ગમ્યું.
    ‘વિશાળે જગ વિસ્તારે ,નથી એક જ માનવી,
    પશુ છે, પંખી છે, પુષ્પો વનો, ને છે વનસ્પતિ’
    વર્ષમાં ઓછામાં ઓછા બે વખત વાઈલ્ડ લાઈફ સફારી માટે જવુ જોઇએ.એવું મારુ માનવું છે.સાથે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી માટે યોગ્ય કૅમેરો હોય તો મજા પડી જાય.ભારતીય અભિનેતાઓ પણ વન્યજીવો માટે કામ કરે છે,પણ માત્ર રૂપિયા-પૈસા માટે કાર્ય કરતા હોય તેવું લાગે છે.

    Like

  4. આ સૃષ્ટિના સર્વ જીવો પરસ્પર એકબીજાના પૂરક રહી સમતોલન જાળવેછે. માનવ જાત
    પોતાની વિચક્ષણ બુધ્ધી પ્રતિભાથી આધિપત્ય જમાવવા માટે , આ કુદરતી ખજાનાને
    નુકશાન પહૉંચાડતો જાય છે, ત્યારે આ ગાથા અને વિડિઓ દ્વારા, એક આશા જગવતો
    સંદેશો મળે છે.
    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s