પરમેશ્વરી,,ભુવનેશ્વરી.. કાલી !!કાલી!!મહાકાલી!!

પરમેશ્વરી..ભુવનેશ્વરી..કાલી !!કાલી !!મહાકાલી !!imagesFDNYF7S6

 સેન્ટ્રલ આફ્રિકાની બોશોન્ગો(Boshongo) જાતિમાં યુનિવર્સની ઉત્પત્તિ વિષે એક વાર્તા છે. શરૂઆતમાં ખાલી ગહન અંધકાર, પાણી અને મહાન ભગવાન બમ્બા(BUMBA)જ હતાં. બમ્બાનાં પેટમાં દુખાવો થયો. એમણે ઊલટી કરી. ઊલટીમાં પ્રથમ નીકળ્યો સૂર્ય, એણે થોડું પાણી સૂકવીને રહેવાય તેવી જમીન ખાલી કરી આપી. હજુ દુખાવો ચાલુ હતો. ફરી વોમિટ કરતા ચંદ્ર પેટમાંથી બહાર નીકળ્યો, પછી થોડા પ્રાણીઓ જેવાકે દીપડા, મગર, કાચબા અને ફાઈનલી માણસ બહાર નીકળ્યા. માનવ પ્રથમ પેદા થયો આફ્રિકામાં. ત્યાંથી પછી મિડલ ઈસ્ટ થઈને ભારતમાં પ્રવેશ્યો. સીધો પહોચ્યો દક્ષિણ ભારત. તામીલનાડુના ભાઈ વિરુમાંન્ડીના જિન્સમાં માનવ જાતમાં પચાસ હજાર વર્ષ પહેલા થયેલ માર્કર(મ્યુટેશન) મળ્યો છે. જુના આદિમ  સમાજો માતૃપ્રધાન હતાં. આ બમ્બા તો આપણી અંબા નહિ હોય ને? પછી પુરુષપ્રધાન સમાજ રચાતા બમ્બા!!અંબા!!બમ્બા!! બ્રહ્મા?????શું માનવું છે?
મહાકાલી, એક તો બહુજ કાળી(ડાર્ક) અને કાલ એટલે સમય. ડાર્ક મૅટર વિષે વૈજ્ઞાનિકો શું કહે છે? Dark matter—Matter in galaxies, clusters, and possibily between clusters, that cannot be observed directly but can be detected by its gravitational effect. As much as 90% of the mass of the universe may be in the form of Dark matter. આપણી આંખો બહુ કમજોર છે. આપણી ઇન્દ્રિયો કમજોર છે. ગરુડ અને સમડીને અલ્ટ્રાવાયોલેટ દેખાય છે, આપણને નહિ. શાર્કને અને વ્હેલને મૅગ્નેટિક વેવ્સ દેખાય છે, આપણને નહિ.
અંધકાર શાશ્વત છે. મહાકાલી સર્વવ્યાપી છે.

આપણે પ્રતીકો પકડીને બેસી જઈએ છીએ. રોડ રસ્તા ખૂણે ખાંચરે બધે પ્રતીકો સ્થાપીને ભજનિયા ગાવા બેસી જઈએ છીએ. એ પ્રાચીન સમયમાં ગણિતના ભારેખમ સમીકરણો હતા નહિ. આર્યભટ્ટ અને વરાહમિહિર બહુ પાછળથી થયા. માતૃપ્રધાન સમાજોએ સુંદર અને ભયાનક વાસ્તવિકતા દર્શાવતા પ્રતીકો રચ્યા હતા. દસ મહાદેવીઓની કલ્પના કરવામાં આવી. બધાજ પાર્વતીના રૂપ છે.
૧)કાલી–અનંત રાત્રી
૨)તારા-દયાની દેવી
૩)ષોડશી-૧૬ વર્ષની સુંદર માતા
૪)ભુવનેશ્વરી-જગત રચયિતા
૫)છિન્નમસ્તા(છિન્નમસ્તીકા)-પોતાનું મસ્તક ઉતારનાર
૬)ભૈરવી-રીસાયકલ
૭)ધુમાવતી-વિધવા
૮)બગલામુખી-મૌનનું મહત્વ
૯)માતંગી-નિમ્ન વર્ગ અને વસ્તુમાં પણ બ્રહ્મ છે.
૧૦)કમલા-પાલનહાર.
untitled-0=9કાલી એ અનંત રાત્રી છે. રાત્રી ના હોય તો??  પશુ, પક્ષી, જીવ જંતુ અને માનવ બધા રાત્રે પોતાના માળામાં પાછાં ફરી તરોતાજા  થઈ સવારે સર્વાઈવલનાં યુધ્ધે ચડવા તૈયાર. રાત્રી સુખદાયી છે, ફળદાયી છે.  રાત્રે શરીરના ઘસાયેલા કોષ નવું સ્વરૂપ ધારણ કરે છે.

તારા દયાળુ છે. શિવજીએ ઝેર પીધું તો પોતાનું દૂધ પિવડાવી બચાવી લીધા એવી વાર્તા છે. ભગવાનને પણ માતૃશક્તિ જોઈએ. પણ બંનેનો દેખાવ ભયાનક છે. સર્જન  અને વિસર્જન સાથે જ હોય ને?

ષોડશી ૧૬ વર્ષની સુંદર માતા છે.  સોળ વર્ષે સ્ત્રી સંપૂર્ણ સુંદર હોય. અમાસથી સોળ દીવસે ચન્દ્ર્મા પૂર્ણ રૂપ ધારણ કરે છે. ષોડશી ત્રણે ભૂવનમા સૌથી સુંદર ત્રિપુરા સુંદરી છે. ષોડશીની ક્રુપા અને શક્તિ વડે સુર્યે ત્રણ ભુવન રચ્યા. દુનિયાની રચના કરી એ બની ભુવનેશ્વરી.

પાછળથી બ્રહ્માજીએ એનું સ્થાન પડાવી લીધું લાગે છે. ભુવનેશ્વરી જગતની સુંદરતમ માતા છે. પાર્વતી એક્વાર સ્નાન કરવા જતા હોય છે. એમની બે દાસીઓ જયા અને વિજયા ભૂખી થાય છે. માતા પોતાનું જ મસ્તક ઉતારી ને હાથમાં લઈ લે છે. ધડમાંથી ત્રણ ધારા લોહીની થાય છે. એક જયાના, બીજી વિજયના અને ત્રીજી માતાના પોતના હાથમાં પકડી રાખેલા મુખમાં પડે છે. આ થઈ માતા છિન્નમસ્તા(છિન્નમસ્તીકા). કમળ ઉપર એક યુવાન સ્ત્રી અને પુરુષની જોડી મૈથુનમાં રત છે. એની ઉપર માતા છિન્નમસ્તા બેઠી છે. કામ(સેક્સ) ઊર્જા છે. કામ શક્તિ છે. નવજીવન અને નવસર્જન, એક્નુ મ્રુત્યુ બીજાનું જીવન છે. એકની ખતમ થઈ રહેલી જીવન  ઊર્જા બીજાનું જીવન બની શકે છે. છિન્નમસ્તાનું પ્રતીક ભયાનક છે, પણ ખૂબ સમજ માગી લે તેવું છે. છિન્નમસ્તા વાસ્તવીકતાની મૂર્તિ છે.

કામ(સેક્સ), મૃત્યુ, સર્જન, વિસર્જન, નવસર્જનનુ પ્રતીક છિન્નમસ્તા છે. માતા કાલીનું વિધ્વંસાત્મક રૂપ ભૈરવી, નકરાત્મક લાગણીઓનું પ્રતીક છે. ક્રોધ, ઈર્ષ્યા, નપુંસકતા, સ્વાર્થ બધે ભૈરવી હાજર છે. સર્જન અને વિસર્જન બન્ને એકબીજા પર આધારિત છે. ભૈરવી સર્વવ્યાપી છે. પ્રલયની દેવી ભૈરવી મૃત્યુ તરફ ધસી રહેલા જીવનમાં સદા હાજર છે.

ધુમાવતી કદ્રૂપી, ક્રોધન્વિત, અસ્વચ્છ, ગંદા વસ્રોમાં સજ્જ છે. શીવ પત્ની સતી એક્વાર ખૂબ ભુખ્યા થયા. શીવ પાસે ભોજન માગ્યું. શીવે ઇન્કાર કર્યો તો સતી પોતે પતીને જ ગળી ગયા ને જાતેજ વિધવા બન્યા. સદાય તરસ્યા અને ભુખ્યા ધુમાવતી કદી ત્રુપ્ત ના થતી ઇચ્છાઓનું પ્રતીક છે.

વાક્સિદ્ધિ મેળવેલ દાનવની જીભને પકડી રાખનાર બગલામુખી જે સ્વાદ અને બોલવાની શકિત ધરાવનાર જીભ પર કાબૂ રાખવાનું પ્રતીક માત્ર છે.

ચાંડાલની પુત્રી રુપે શીવ સાથે પ્રેમમાં ઊતરનાર પાર્વતીને નામ મળ્યું ઉચ્છિષ્ઠા માતંગી. દેવીએ વધેલો એંઠો ઉચ્છીષ્ઠ ખોરાક ગ્રહણ કરેલો. કોઈનું એઠું કોઈનો ખોરાક બને છે. પછાત કોમો રોજ સાંજે માંગી ને ખાતી હતી. ચાંડાલ એટલે સાવ છેવાડાની જાતી. દેવી એના પુત્રી બન્યા, એવું રૂપ ધારણ કર્યું. પરમેશ્વરી માટે કોઈ નીચું નથી, કોઈ ઉન્ચુ નથી. કોઈ શૂદ્ર નથી, કોઈ બ્રાહ્મણ નથી. કોઈ જાતી જ નથી. ખાલી બધા માનવો છે. પરમેશ્વરી માટે એક જંતુ અને માનવ પણ સરખાં મહત્વના છે.

કમલા એ લક્ષ્મીનું રૂપ છે. વૈભવ, ફળદ્રુપતા અને ભાગ્યની આ દેવી સૌથી વધારે પ્રચલિત છે. પણ પાછળથી આ દેવીને વિષ્ણુની પત્ની બનાવી દીધી લાગે છે. નવું વર્ષ એટલે દિવાળી લક્ષ્મીનો તહેવાર છે, કમલાનો તહેવાર. પણ આપણે શું કર્યું? પ્રદૂષણનો તહેવાર બનાવી બેઠાં છીએ. દરેક દેવી પાસેથી લગભગ સર્જન, પાલન અને વિસર્જનનો સંદેશ મળે છે. મોટાભાગની દેવી પુરુષ પર વિરાજમાન છે. અમુક દેવીઓ મૈથુન મગ્ન જોડી ઉપર વિરાજમાન છે.
આ સુંદર પ્રતીકોને સમજવાના છે. એમની પાછળ અંધ બની એમને પકડી રાખી એમાં રચ્યાપચ્યા રહેવાની જરૂર નથી. મહાકાલીનાં ભક્ત ઠગોએ ભારતમાં એક સમયે આતંક ફેલાવી દીધેલો. પીળા રૂમાલની રેશમી ગાંઠે અસંખ્ય લોકોના પ્રાણ  હરી લીધા. તમામ હત્યાઓ મહાકાલીને અર્પણ ગણાતી. અંગ્રેજોના ધ્યાનમાં આવતા આ હજારો સીરીયલ કીલર્સને સામટાં લટકાવી દીધા હતાં. એના માટે સ્થાપેલી સ્પેશિયલ બ્રાંચ હજુયે ભારતમાં સી,આઈ.ડી ક્રાઇમ બ્રાંચ તરીકે ઓળખાય છે.  આ બધી ચિત્ર ભાષા છે. યુગે યુગે ભગવાન બદલાઈ જતા હોય છે. પહેલા આ દેવીઓની પૂંજા થતી હતી. પછી વૈદિક ધર્મ આવ્યો. વાવાઝોડા અને નેચરલ ડીઝાસ્ટરનાં દેવો આવ્યા, જેવાકે ઇન્દ્ર, વરુણ. હવે બ્રહ્માને કોઈ પુછતુ નથી. પુષ્કરમાં એકજ મંદિર છે. સૂર્યના મંદિર પણ ખાસ હોતા નથી. મોઢેરામાં અને વડોદરામાં સુર્યનારાયણ બાગમાં સૂર્ય મંદિર છે. વિષ્ણુએ રામ અને ક્રુષ્ણ રુપે નવો અવતાર લઈ લીધો છે. હવે જીવતા માનવ ભગવાનોની બોલબાલા છે. બ્રેઇનમા રહેલુ એક નાનકડું કેન્દ્ર Amygdala જાત જાતના ખેલ કરાવે છે.

30 thoughts on “પરમેશ્વરી,,ભુવનેશ્વરી.. કાલી !!કાલી!!મહાકાલી!!”

  1. ભૂપેન્દ્રસિંહજી એક્સેલન્ટ લેખ. સેન્ટ્રલ આફ્રિકાની બોશોન્ગો જાતિની યુનિવર્સ વિશેની વાર્તા અને બમ્બા એટલે જ અંબા! કે બ્રહ્મા? કાલ એટલે સમય અને ડાર્ક મૅટર વિષે વિચારવાલાયક સરસ રજૂઆત. માતૃપ્રધાન સમાજના ભય અને વાસ્તવિકતાના દસ પ્રતિકોનું વિસ્તૃત વર્ણન ખૂબ જ સરસ રીતે કર્યું છે આપે. સુંદર સત્ય વાત છે પ્રતિકોને સમજવાની જરૂર છે અંધ બનીને પકડી રાખીને તેમાં રચ્યાપચ્યા રહેવાની જરૂર નથી.

    Like

  2. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા ॥ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ:

    બહુ સરસ સમજુતી આપી, ભુપેન્દ્રભાઈ. શરીરના દરેકે દરેક અંગની એક શક્તી અને એનુ વીરોધી બળ ભૈરવ છે. શક્તી ભૈરવનો નાશ કરી શકે છે ત્યારે જ આપણે દેહધાર્મીક ક્રીયાઓ કરી શકીએ છીએ. જ્યારે ભૈરવ શક્તીને હંફાવી દે છે ત્યારે મૃત્યુ.

    http://rutmandal.info/guj/2008/10/dixaa/

    Like

  3. Excellent… Food for thought !
    Even this was interesting to know… “અંગ્રેજોના ધ્યાનમાં આવતા આ હજારો સીરીયલ કીલર્સને સામટાં લટકાવી દીધા હતાં.એના માટે સ્થાપેલી સ્પેશિયલ બ્રાંચ હજુયે ભારતમાં સી,આઈ.ડી ક્રાઇમ બ્રાંચ તરીકે ઓળખાય છે”
    I never new how CID originated…. really…nice.

    Like

  4. બમ્બાની તો ખબર નથી કે એ ભારત કેમ પહોંચી, પણ એ શક્યતા નકારી ન શકાય. અંબા બનીને ભારતીય બની ગઈ હોય એ શક્ય છે. એ જમાનામાં અવરજવરનાં સાધનોની ભારે તકલીફ હોવા છતાં બધી પ્રાચીન કથાઓમાં ઘણી સમાનતા મળી આવતી હોય છ્વે, કારણ કે આપણે સૌ એક મૂળમાંથી જ અલગ થયા છીએ. એટલે કથાઓ થોડા ફેરફાર સાથે મૂળમાં એક જ હોઈ શકે છે. આવા આદાનપ્રદાનમાં નવી દેવીઓ પણ આવી છે. દાખલા તરીકે, ભગવાન શિવની અર્ધાંગિની પાર્વતીનું બીજું નામ ‘ઉમા’ પણ છે. પાણિનીએ બધા શબ્દોનાં ધાતુરૂપ શોધ્યાં છે પણ ‘ઉમા’ શબ્દ માટે એમણે કહ્યું કે આ બહારથી આવેલું નામ છે. એનાં મૂળ સંસ્કૃતમાં નથી. (મંદિર શબ્દ પણ સંસ્કૃતનો નથી!). ઇરાકમાં એક દેવી હતી, જેનું નામ ‘ઉમ્મ’ હતું .નામનો અર્થ ‘અમ્મા’ એટલે કે ‘મા” છે. ને એ પણ પર્વતમાં રહે છે. મને બરાબર યાદ નથી પણ આ જ દેવી નાગોની દેવી પણ મનાય છે (હું ખોટો પણ હોઈ શકું છું, કારણ કે અત્યારે મારી પાસે કોઈ રેફ્ફરન્સ હાજર નથી). હવે પાર્વતી એટલે પણ પર્વતની. નાગ તો શિવજીના ગળાનો હાર છે!
    લક્ષ્મીનું નામ ‘શ્રી’ છે. એ સમૃદ્ધિની દેવી છે. આ ‘શ્રી’ને મળતી ઈજિપ્તની એક દેવી છે – ‘સિરિયસ”. નામની સમાનતા તો છે જ, આ દેવી પણ નાઇલમાં પૂર લાવનારી એટલે કે ખેતી માટે શુભ છે. ‘આમ તો ‘સિરિયસ’ એટલે ‘ડૉગ સ્ટાર’ અને એમાં આઇસિસ દેવી વસે છે. પણ આપણે ‘સિરિયસ’ દેવીને યાદ કરીએ અને લક્ષ્મી પર કળશથી વર્ષા કરતા બે હાથીઓ (દિગ્ગજો)ને યાદ કરીએ. આ દિગ્ગજો એટલે મેઘ, વાદળાં. છે. એમના દ્વારા કળશમાંથી જળાભિષેક થવાનો અર્થ વરસાદ છે. આમ લક્ષ્મી પણ શ્રી રૂપે કે સિરિયસ રૂપે ખેતીની દેવી રહી છે. ઇજિપ્તમાં ઇસ્લામે એને સમાપ્ત કરી અને ભારતમાં ખેડૂતભાઈઓના હાથમાંથી એ વણિકભાઈઓના હાથમાં ક્યારે ચાલી ગઈ, એ ખબર નથી..

    Like

    1. દીપકભાઈ,
      વર્ષો પહેલા મારે ઘેર મથુરાથી પબ્લીશ થતું અખંડ જ્યોતિ નામનું હિન્દીમાં એક મેન્ગેઝીન આવતું હતું.તેમાં મેં આ બધી માંતુશ્રીઓ વિષે વાચેલું.એમાં કલરફૂલ ફોટા પણ સરસ આવતા હતા.ગરબા વિષે ચર્ચા ચાલી અને આપે લીંક મોકલી એટલે એક નવો લેખ લખવાની પ્રેરણા મળી તે બદલ આપનો ખુબ આભાર માનવો પડે.એક વર્ષ પહેલા એક સીડી જોતો હતો તેમાં આફ્રીકાવાળી સ્ટોરી અને ડાર્ક મેટર વિષે સ્ટીવન હોકીન્ગ્સ નામના હાલના મહાન લકવાગ્રસ્ત વૈજ્ઞાનિક નાં મુખે સાંભળેલી.ત્યારે મને થયેલું કે આ બમ્બા એ બ્રહ્મા હોવા જોઈએ.આપે મોકલેલી લીન્કે જૂની વાતો યાદ કરાવી દીધી અને ખીચડી તૈયાર થઇ ગઈ.આપનો ફરી આભાર માનવો પડે.

      Like

  5. સુપર્બ લેખ, લગભગ મોટાભાગની માહિતીઓ સાવ નવી જ છે. (એટલે કે મારા માટે !) બે-ચાર દિવસ લાગશે વ્યવસ્થિત સમજવામાં. હા, આ પીળા રૂમાલની ગાંઠ શાથે હરકિશન મહેતા યાદ આવ્યા. (આમે વાંચે ગુજરાત બહુ જોરમાં છે તો ચાલો ફરી એ ’અમીરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ’ વાંચી કાઢું !
    આભાર.

    Like

    1. અશોકભાઈ,
      આ ઠગો વિષે મેં અગાઉ એક સ્વતંત્ર લેખ મુકેલોજ છે.હરિકિશન મહેતા મારા વન ઓફ ધ ફેવરીટ લેખક છે.

      Like

  6. શ્રી ભૂપેન્દ્રસિંહજી,

    આપની પોસ્ટ પરથી ખૂબ ખૂબ જાણવા મળ્યું. ઘણી જ નવી જાણકારી (મારા માટે.)
    પોસ્ટ માટે આભાર.

    જય

    Like

  7. રાઉલજી,
    એક જ લેખમાં કેટલી બધી જાણવાલાયક વાતો કહી દીધી! નવું જોવું ,જાણવું , સમજવું અને પાછું સરળતાથી રજૂ કરવું …તમારી આ ખાસિયત દાદને પાત્ર છે.
    તમારા અભ્યાસ પછીનો આક્રોશ પણ વાજબી છે.
    આ લેખ ગમ્યો, ગમ્યો અને ગમ્યો.

    Like

    1. યશવંત ભાઈ.
      વર્ષો પહેલા બધું વાચેલું.એમાં ધોળકિયા સાહેબે એક લિંક મોકલી યાદ અપાવ્યું.એક વર્ષ પહેલા યુનિવર્સ વિષે એક જાણીતા વૈજ્ઞાનિકનું લેકચર સાંભળેલું.બધું ભેગું કર્યું ને મસાલેદાર ખીચડી તૈયાર.આપને ખીચડી ખુબ ભાવી એટલે મારી મહેનત સફળ.ખુબ આભાર.

      Like

  8. આદરણીય શ્રી ભુપેન્દ્રસીહજી ,

    બાપુ ખુબ સુંદર રીતે મૃત્યુ, સર્જન, વિસર્જન અને નવસર્જન નો

    અર્થ સમજાવતો લેખ વાચવાની ખુબ મઝા આવી. દેવીના સ્વરૂપો

    અને કર્યો જુદા જુદા નામોની વિસ્તૃત માહિતી સભર લેખ.

    Like

    1. ચિરાગભાઈ
      માણસ આફ્રિકાથી ભારત આવ્યો છે,ભારત થી આફ્રિકા ગયો નથી.બમ્બા ની વાર્તા જ એટલી બધી સામાન્ય છે કે બ્રહ્માની એડવાન્સ કલ્પના એમાંથી ઉભરી હોય તે શક્યતા વધુ છે.આભાર..

      Like

  9. મોટાભાઈ નમસ્તે,
    આપનો લેખ આ મહાવિધ્યાઓના ચાહકો માટે ઉત્તમ ગણી શકાય પણ જે લોકો આ મહાવિધ્યાને ન માનતા હોય તો એ લોકોએ શુ કહેવુ? જો કે હુ મારા અનુભવો વિશે કહુ તો…..

    મારા નાના અંબાના અને મામા કાલી ના ભક્ત હતા અને દસમહાવિધ્યા, ચંડિપાઠ, દેવીભાગવત, ભાગવત, શીવપુરાણ, ગરુડપુરાણ અને અન્ય પુસ્તકોનો ભંડાર ઘરમાં પડ્યો રહેતો હતો જેનો મે મારા લગ્ન પછી લગભગ દસ-બાર વરસ સુધી ઉપ્યોગ કર્યો હતો અને કાલી, મહાલક્ષ્મી, ત્રિપુરસુંદરી અને બગલામુખીનો પ્રયોગ કર્યો હતો પણ એ વખતે હુ વગર ગુરુએ આ વિધ્યા શિખવાનો મારી રીતે પ્રયાસ કર્યો હતો અને મારા ગુરુએ મને દત્તાત્રેયજીનો મંત્ર આપેલો. પણ મે અલગ અલગ મહાવિધ્યાઓના મંત્રોના લગભગ ૪-૫ લાખ જાપ પણ કરેલા. પંણ આજે વ્યર્થ જ જણાયા છે એ છતાંય આ મહાદેવીઓ પણ સંસારી સિધ્દીઓ અપાવી શકે પણ મોક્ષ માટે બાધા કારક છે અને દિલ્હીના એક માતાજી જે આવા તાવીજો બનાવી આપવાના મઠો બનાવી રાખ્યા હતા એમને દરરોજ રાત્રે આ દેવીઓ ભોગ માંગવા આવતી હતી એ જ્યારે અમારા ચર્ચમાં આવેલા ત્યારથી તેઓએ શાંતી મેળવી હતી એટલે આ બાધાકારક વિધ્યાઓ પણ અમોક્ષ કરનારી અને અન્ય લોકોમાં ભટકાવનારી હોવાથી મે એ બધુ મુકી દિધુ છે અને હવે ફક્ત અને ફક્ત પરમપિતા પરમેશ્વરને ફક્ત ઘુંટણીએ પડીન ફ્કત આત્મામાં જ પ્રાર્થના કરુ છુ, કોઈ મુર્તી નથી રાખો કે નથી કોઈ ફોટો રાખ્તો, નથી કોઈ ચડાવો કે ઉતારો ચાર રસ્તો પર કે વિરાન જગ્યામામ ફેંકવો પડતો ફક્ત અને ફકત મન અને શરીરને પવિત્ર કરીને આત્માને શુધ્ધ રાખવાનો નિરંતર પ્રયાસ કરુ છુ જે મને વધુ આનંદ અને સામર્થ પ્રદાન કરે છે. જે પાંચ વરસ પહેલા કોઈ કારણે શક્ય જ ન હતુ. મારા ભાઈઓ, સગાઓને આજે એ પુજાઓ કરતા જોઉ છુ અને એમના અસામર્થી કામો અને પાપના લક્ષણો જોઈને મને બળાપો જ થાય છે, જો આ લેખ વાંચશે તો તેઓ વધુ અંધકારમય ખાડામાં ફસાતા જશે એટલે મારા અંતર આત્માની પ્રાર્થના છે કે આવી કોઈ વિધ્યાઓ મારા સગાઓ અને મારી જાતીના લોકો ના શીખે જે ભટકાવનારી હોય.

    Like

    1. રાજેશભાઈ
      મૂળ વાત આપ સમજ્યા નહિ.હું પોતે કોઈ મંત્ર જાણતો નથી અને રટવા માં માનતો નથી.આ બધા પ્રતિક છે.મારા બ્લોગ માં સૌથી વધારે વંચાતો લેખ છે.મંત્ર જપવાથી બુદ્ધિ વધે કે નહિ તે વિષયનો છે.આપે જાતે જ પુરવાર કર્યું છે કે લાખો જાપ કરવા છતાં કોઈ ફરક પડતો નથી.એકાદ મંત્ર કે વાક્ય વારંવાર બોલવાથી બ્રેઈન માં સ્ટોર થઇ જાય બીજું શું થાય?હું કોઈ ઉપાસના કે સાધના ની વાત કરતો નથી.આપ ફરી લેખ વાંચશો.આભાર.

      Like

    2. રાજેશભાઇ, જાપ કરવાથી તમે સમજી શક્યા કે એ વ્યર્થ છે. આ અનુભવમાંથી સૌએ શીખવા જેવું છે. એક વાર્તા યાદ આવે છે, એના સંદર્ભો અધા ભૂલી ગયો છું પણ કદાચ વિવેકાનંદની વાત છેી એક નદી કાંઠે ઊભા હતા અને હોડીની રાહ જોતા હતા. એવામાં એક સિદ્ધ યોગી આવ્યા અને હસ્યા કે નદી પાર કરવા માટે હોડીની રાહ જોવી પડે કઈં! હું તો નદી પર ચાલીને જઈ શકું છું. સિદ્ધ તો નદી પર ચાલીને પહોંચી ગયો. વિવેકાનંદ એક પૈસો ખર્ચીને સામે કાંઠે પહોંચ્યા ત્યારે સિદ્ધે એમની સામે ગર્વથી જોયું. વિવેકાનંદે એમને પૂછ્યું કે આ સિદ્ધિ માટે એમણે કેટલાં વર્ષ તપ કર્યું? સિદ્ધે કહ્યું કે દસ વર્ષની તપસ્યાને પરિણામે આ સિદ્ધિ મળી છે. વિવેકાનંદે જવાબ આપ્યોઃ “તમે એક પૈસો બચાવવા માટે દસ વર્ષ વેડફી નાખ્યાં! આ સિદ્ધિનું મૂલ્ય તો એક પૈસા બરાબર છે!”
      પરંતુ આ લેખ જાણવા માટે છે. જાણીએ નહીં તો વિરોધ પણ શાનો કરીએ? ધર્મોનો વિકાસ કેમ થયો અને ક્યાંથી એમાં મોટાં પરિવર્તનો આવ્યાં તે ભૂપેન્દ્રસિંહભાઈએ બહુ સરસ રીતે સમજાવ્યું છે
      આ કથા કદાચ બીજા કોઈ સંતની પણ હોઈ શકે છે, વિવેકાનંદની ન પણ હોય, કારણ કે હું ભૂલી ગયો છું. પરંતુ એનાથી એના સારતત્વમાં કઈં ફેર પડતો નથી.

      Like

      1. આ કથા વિવેકાનંદનાં ગુરુ રામકૃષ્ણ પરમહંસની છે.સાર તત્વમાં કોઈ ફરક નાં પડે.આમાંથી શીખવા જેવું છે.

        Like

  10. શ્રી ભુપેન્દ્રસિંહજી

    આવો સરસ લેખ આપવા બદલ ધન્યવાદ ………આપ ના ઠગો વિષે ના લેખ ની લીંક આપશો તો આભારી થઈશું

    Like

  11. ધન્યવાદ ભાઈ ભુપેન્દ્રસિંહજી, મે આપનો લેખ વાંચી જોયો અને ટીપ્પણી પણ લખી છે.

    ભાઈ શ્રી દિપકજી, આપની વાત યોગ્ય છે. પણ છતાંય, સાંસારીક સીધ્ધી જે મોક્ષથી જોજનો, અથવાતો યુગો યુગો સુધી અળગા કરી મુકે એ વિધ્યાઓ શીખવી જ ન જોઈએ કે વખાણાવી પણ ન જોઈએ. કેમ કે એ કરનારા બાબાઓ અને સિધ્ધોને જોઈ લેવા વિનંતી છે કેમ કે મે મારી સગ્ગી આંખે હરીદ્વાર અને ૠષિકેશના ગંગા કિનારે જોઈ શક્યો છુ. મારી ઓફિસના એક બંગાળી ભાઈએ બ્ગલામુખીની છ મહિના સુધી વિધીઓ કરીને રોહિણીને એક પ્રખ્યાત સોસાયટીમાંથી આ સિધ્ધીઓ હાસીલ કરી હતી અને એ જ ભાઈ અમારા મુખ્ય સાહેબના કોંપ્યુટરને હેક કરીને માહીતીઓ ચોરીને ડીગ્રેડ થઈને આજે સામાન્ય ક્લાર્ક બનીને લાચાર ફરી રહ્યો છે. એક ભાઈ છીન્નમસ્તાના પુજક છે અને મોબાઈલ રીપેરરના મબલખ કમાતા ધંધાર્થી છે અને એમની દુકાનમાં જ છિન્નમસ્ત્તાનુ ફોટુ લોકોને દેખાય એવી રીતે લગાવી રાખ્યુ છે પણ એમના કામો પણ વધારે વખાણ જેવા નથી. હા દિવસમાં ૨૦-૨૫ હજાર કમાઈ લે છે પણ….. બહુ વખાણવા જેવુ નથી. પિતાનો મેળાપ કદી નહિ કરી શકે, હા છિન્નમસ્તા કદાચ એને કોઈ દોરવણી કરતી હશે પણ ઉધ્ધાર તો નહિ જ કરે… એની મને ખાતરી છે. મારો ઉદ્દેશ ફકત અને ફક્ત ગીતા અને વિવેક્ચુડામણી, બ્રહ્મસુત્ર અને ઉપનિશદો પ્રમાણે મનુષ્ય પરમપિતાને ઓળખતો થાય એમની જોડે એકસુત્રતા કેળવે એ જ છે બાકી સૌ કોઈ કંઈપણ કરવા સ્વતંત્ર છે.

    Like

  12. રાજેશભાઇ, હું તમારી સાથે સો ટકા સંમત છું. રામકૃષ્ણ પરમહંસનું દૃષ્ટાંત પણ એ જ હેતુથી આપ્યું છે કે આવી સિદ્ધિઓ પાછળ વર્ષો બગાડવાની જરૂર નથી.તમારા મિત્ર ધંધામાં આગળ વધ્યા તે પણ કોઈ છિન્નમસ્તાની કૃપાથી નહીં જ. કોઇ ધંધામાં સફળ થાય અને એ જ ધંધામાં બીજો કઈં ન કરી શકે. તમારા બીજા સાથી કમ્પ્યૂટર હૅક કરતા હતા. ચોરને જે સજા મળવી જોઇએ તે મળી. ચોસઠ જોગણીઓ ભેગી થઈને બચાવવા મથે તો પણ એ બચે નહીં. ભૂપે્ન્દ્ર સિંહભાઇએ લખ્યું છે તે પ્રમાણે આ લિંક મેં જ મોકલી હતી કારણ કે તેઓ અભ્યાસી છે. આ લિંક મોકલવાનો ઉદ્દેશ પણ એ દર્શાવવાનો હતો કે આપણા આજના ભગવાનો પિતૃસત્તાક સમાજની પેદાશ છે, માતૃસત્તાક સમાજમાં દેવીઓ પુજાતી. આ ઇતિહાસ છે.અને આપણે જાણવું તો જોઇએ જ. આજે હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી, યહૂદી બધાના ભગવાન પુરુષ છે.પણ માત્ર પાંચ હજાર વર્ષ પહેલાં એવું નહોતું. માત્ર અઢી-ત્રણ હજાર વર્ષ પહેલાં આ પુરુષ ઈશ્વર પણ સર્વવ્યાપક, સર્વાંતર્યામિ નહોતો. એ પણ માનવ સમાજમાં રાજ્યસતાના વિકાસ સાથે વધ્યો છે. જીસસની જ વાત કરીએ. કારણ કે હું જીસસને એક અસાધારણ વ્યક્તિ માનું છું. એણે પણ ચમત્કાર કર્યાની વાતો છે. મારો ખ્યાલ એવો છે કે એ કથાઓ છે. આપણે એકના ચમત્કારને નકારીએ અને બીજા કોઇના ચમત્કારને સાચા માનીએ એ તર્કસંગત નથી. મારા જીસસનો પ્રભુ રોમનો સામે લડવામાં મદદ કરતો હતો પણ રોમનોએ જ જ્યારે એ ધર્મ સ્વીકારી લીધો ત્યારે એ પ્રભુ, નર્યો દયાવાન બની ગયો. બસ, સૌએ એના શરણમાં જવાનું છે. કઈં કરવાનું નથી.આને કારણે આજે શંકરાચાર્યોની જેમ જ પોપ પણ ઠાઠથી રહે છે. એના પણ અંધભક્તો છે. મારો જીસસ તો સૌ પહેલાં માછીમારો પાસે ગયો, સમાજના બહિષ્કૃત લોકો સાથે જમ્યો, એ ધર્માચાર્યોની ઠેકડી ઉડાવતો, એમને ઝાટકી નાખતો. જીસસનો પ્રભુ તો અન્યાય અને અત્યાચાર સામે લડવા માટે હાજરા હજૂર હતો.
    એણે આખી દુનિયાના લોકોના પાપનો ભાર પોતાને માથે લીધો. એનો અર્થ સુરદાસના શબ્દોમાં સ્પષ્ટ થાય છે. “મૌ સમ કૌન કુટિલ ખલ કામી” એ જ વાત જીસસ કહે છે કે દુનિયામાં જે પાપો થાય છે તેના માટે હું જવાબદાર છું એટલે આપણે એ સમજવું જોઈએ કે દરેક વ્યક્તિ પોતે દુનિયાનાં બધા અન્યાય, અત્યાચાર માટે જવાબદાર છે અને સજ્જનોની તો ખાસ જવાબદારી છે.સૌ પોતાની જવાબદારી નિભાવે. કોઈ ચમત્કાર નહીં થાય. આ સંદર્ભમાં બીજા એક મહાપુરુષ મહંમદ પયગંબરની એ્ક વાતબહુ ઉપયોગી માર્ગદર્શન આપે છે. એમણે કહ્યું જ્યાં અન્યાય જૂઓ ત્યાં તનમનથી લડો. એમ ન કરી શકો તો અન્યાય વિરુદ્ધ બોલો. એ પણ ન કરી શકો તો અન્યાયના પક્ષમાં ન બેસો.(જેમ ભીષ્મ અને દ્રોણે કર્યું તેમ!) પયગંબરે એમ ન કહ્યું કે અલ્લાહ તમારા વતી બધું કરી દેશે. આશા છે કે ચમત્કારો અને સિદ્ધિઓ વિરુદ્ધ અને માણસના વ્યક્તિગત પ્રયાસોની તરફેણમાં હું મારૂં દૃષ્ટિબિંદુ સ્પષ્ટ વ્યક્ત કરી શક્યો છું.

    Like

  13. પરમાત્મા સર્વનુ કલ્યાણ કરે એવી પ્રાર્થના મારા આત્મામાં કરુ છુ અને માનસિક તર્કયુધ્ધથી વિરમુ છુ………પ્રભુ સર્વનો ઉધ્ધાર કરે અને સત્યથી અવગત કરાવે……

    Like

  14. Another extra ordinary article. Kept me till i finished the whole article. I enjoy reading your writings as it gives info with proof or logic and i find them very interesting to know and read. Thank you so much for sharing such informative article.

    Like

  15. પ્રિય બાપુ,

    ફરી એકવાર અનોખુ વાંચન… સત્ય અને માન્યતાઓ વચ્ચે બહુ આછી ભેદરેખા હોય છે….

    સેમ

    Like

  16. .
    .
    શ્રી રાઓલ સાહેબ,

    ખૂબ માહીતિ સભર લેખ,

    કદાચ, માતાજી સાઉથ આફ્રિકા થી દરિયાય માર્ગે આવ્યા હોય અને “ મુમ્બા માતાજી ” બન્યા હોય, કારણ કે મુંબય નામ મુમ્બા માતાજી પરથી પડ્યું છે. થોડા સમય પછી બમ્બા!- Bombay થયું, ત્યાર બાદ ફેલાતા ફેલાતા ઘણું ઘણું થઇ ગયું.

    દસ મહાદેવીઓનાં વિશ્લેશણ કબીલે તારીફ છે,

    તે સમયનાં માણસોએ જે કર્યું તે કદાચ તે સમય માટે શ્રેષ્ઠ નહી સર્વ શ્રેષ્ઠ હશે. તેમણે ૨+૨=૫ કર્યા. બહુ સારૂ કર્યું, હવે ખબર પડી કે ૨+૨=૪ થાય, તો તેનો સ્વિકાર કરોને, પણ આવુ કરતાં કરોડોની ખોટ કોણ ખાય. અને આપણા આ સમાજ નુ તો “ રોતી’તી ને પિયરીયા મળ્યાં ” કે “ ઢોળાવ પર બેઠા હતા ને ધક્કો માર્યો” જેવું છે, આંખ બંધ કરીને ભગવાન મળી ગયા, ( કેટલું સહેલું છે, નહી. )

    સમજ પરીવર્તંશીલ છે, કારણ કે જે દેવી-દેવતાની પુજા કરતા હતા તે આજકાલ સત્યસાંઇબાબા કે બાપા સિતારામ જેવાને પુજવા માંડ્યા છે, વરસો પછી આ બધા ભગવાન નહી બેઠા હોય તેની કોને ખબર ???

    આ પણ એક સામાજીક ( ભલે નેગેટીવ હોય ) ઉત્ક્રાંતિ નો ભાગ નહી હોય તેનો અંદાજ કેમ બાંધવો ?

    ધન્યવાદ……
    .
    .

    Like

    1. ભાઈ આપનું અનુમાન તર્કયુક્ત માનવા જેવું છે.મૂળે માનવ આફ્રિકાથી આખી દુનિયામાં પહોચ્યો છે તે હકીકત છે.

      Like

  17. શ્રી ભૂપેન્દ્રભાઇ,
    આપનો લેખ વાંચી ઘણુ નવુ જાણવા મળ્યુ,કદાચ મોમ્બા દેવી જ મુંબઇની મુમ્બાં દેવી બની હશે.

    આ દસ દેવી અવતારો એ તંત્રવિદ્યાઓ છે,જે જાદૂટોના કે તાંત્રીકવિદ્યાઓ નથી,પણ આમાં સાધક પરમતત્વ ને પામવાની ક્રિયા છે, “આચાર્ય ઓશો રજનીશે” તંત્રવિદ્યાઓ અંગે એક પ્રવચનમાળા આપી દરેક વિધીઓ અંગે છણાવટ કરી છે.જે એકવાર સાંભળવા (વાંચવા) જેવી છે.

    કિન્નર આચર્યે પણ દસ મહાવિદ્યાઓ અંગે એક સરસ લેખ લખ્યો છે,જે બીજાઓ વાંચે તે હેતુથી અહી મુકુ છુ.
    http://kinner-aacharya.blogspot.in/2011/10/blog-post_06.html?m=1

    Like

Leave a comment