
શ્રી રામ અને શ્રી કૃષ્ણ બંને ઐતિહાસિક પાત્રો હતા.આપણે ભગવાન બનાવી દીધા છે.રામે એ જમાના માં વાનર જાતના માનવો ની સહાય લઈને રાવણ જેવા મહાબલી સામે યુદ્ધ કર્યું અને પત્ની ને પાછી લઇ આવ્યા તે કામ બહુ મોટું હતું.એટલે આપણી કલ્પનાના ભગવાન સાથે રામ ની બહાદુરી મેચ થઇ ગઈ અને આપણે એમને ભગવાન સમજી લીધા.અથવા ભગવાન પોતે નીચે ઉતર્યા અવતર્યા માની લીધું.જે હોય તે પણ રામ ને ભગવાન નાં સમજો તો પણ એ ઐતિહાસિક પુરુષ નું મહત્વ ઐતિહાસિક રીતે ઓછું નાં અંકાય.એવીજ રીતે કૃષ્ણ પણ ઐતિહાસિક પુરુષ જ હતા.આપણી કલ્પનાના ભગવાન સાથે એપણ મેચ થઇ ગયા.દ્વારિકા હિમયુગ પૂરો થવા સાથે ડૂબી ગઈ હશે.એના પુરાવા પણ મળ્યા જ છે.આ કલ્પું(કલ્પના) બહુ હેરાન કરતી હોય છે.સાચા ખોટા નો ભેદ કરવા દેતી નથી.હવે કદાચ ગાંધીજી પણ ઐતિહાસિક પાત્ર માંથી ભગવાન બની જાય તો નવાઈ નહિ.ભવિષ્ય માં એમના પણ મંદિરો ઉપર મંદિરો બની શકે છે.પ્રસાદ માં કડવા લીમડા ની ચટણી રાખવી પડશે.પંચામૃત માં બકરી નું દૂધ જ ચાલે બીજું નહિ.કદાચ ગાય ની જગ્યાએ બકરીઓ પાળવાનું ભારત માં મહત્વ વધી જાય તો નવાઈ નહિ.આમેય વહાલા ડોસા ચોરેચૌટે ,રોડ રસ્તાઓ પર, ચાર રસ્તે અને અનેક ભવનો માં પેસતા એમની પ્રસિદ્ધ લાકડી સાથે ઉભાજ હોય છે.તો ભવિષ્ય માં આધુનિક ભવ્ય મંદિરો માં વિરાજમાન થશે.ગાંધી ચાલીસા પણ કદાચ રચાઈ જશે.લોકો ભય લાગે ત્યારે ગાંધી ચાલીસા ગાઈ શકશે.એના થી માર ખાઈ શકવાનું શરીર માં જોમ ઉભરાશે.ડર ગાયબ થઇ જશે.સત્ય નાં પ્રયોગો પર હાથ મૂકી ને કોર્ટ માં ખોટા સોગંધ લેવા ની અનુકુળતા રહેશે.આવું બની શકે છે,શક્યતા ૧૦૦% છે,કારણ આપણે સદીઓ થી આમજ કરતા આવ્યા છીએ.
અયોધ્યા નો ચુકાદો આવી ગયો છે.કોઈ તોફાન થયા નથી.દંભી સેક્યુંલરીસ્ટો નાં પેટ માં તેલ રેડાયું હશે કે આતો શાંત જ રહ્યા બધા તોફાનો કેમ થયા નહિ?તોફાનો થયા હોત તો ચુકાદા વિરુદ્ધ કાગારોળ કરતા ફાવત.આ દમ્ભીઓ ધર્મ પરિવર્તન કેમ કરી લેતા નહિ હોય?આના વિરુદ્ધ માં પાકિસ્તાન માં રેલીઓ નીકળી.અલ્યા ભાઈ તમારું બળતું ઘર સંભાળો.ભારત માં શું થાય છે તેની ચિંતા શા માટે કરો છો?ભારત નો મુસ્લિમ ભારતમાં પાકિસ્તાનમાં રહેલા પાકિસ્તાની મુસ્લિમ કરતા વધારે સલામત છે.અમેરિકા થી પાકિસ્તાન જઈ ને પરત આવેલા મુસ્લિમો ની વાતો પરથી આવું લાગે છે.એક તો ન્યાયાધીશોને પુરાવા ની શું જરૂર?જગજાહેર છે કે જયારે મુસલમાન શાસકો હતા ત્યારે ઠેર ઠેર મંદિરો તોડી ને મસ્જીદો બનાવેલી જ છે એવા હજારો પુરાવા છે.અથવા જ્યાં મંદિર હોય ત્યાં બાજુમાં કે એની ઉપર મસ્જીદ કે દરગાહ બનાવેલી છે.પાવાગઢ ના મહાકાલી ના મંદિર ઉપર મસ્જીદ હાલ ઉભી જ છે.છતાં ચાલો કોર્ટ પુરાવા માંગે.તે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ ખોદકામ કરીને આપી દીધા .૫૭૪ પાના નો અહેવાલ આપ્યો છે.જેના ઉપરથી ત્રણે જજે ચુકાદા માં એની નોધ લીધી છે. ૧૯૯૦ માં પુરાતત્વશાસ્ત્રી બી.બી લાલે ખોદકામ કરી ને જણાવેલ કે નીચે મંદિર હતું.એમને કોમવાદી કહી ને બદલી કરી નાખવામાં આવેલી. બીજા ટોચ નાં આઠ પુરાતત્વ શાસ્ત્રીઓ ને પુરતા પુરાવા મળેલા કે નીચે મંદિર હતું.પણ જે તે સમયે અર્જુનસિંહે ભૂંડી ભૂમિકા ભજવી હતી.મીયાં અર્જુન અને મુલ્લાં મુલાયમો નો વિરોધ મુસ્લિમોએ જ કરવો જોઈએ.આવા લોકો ને જ શાંતિ જોઈતી નથી.
એક સદી માં એક ફૂટ ધૂળ ચડે .એ હિસાબે ૨૦ ફૂટ નીચે થી સંસ્કૃત માં હિંદુ દેવતા નું નામ લખેલો પથ્થર મળ્યો છે જે ૧૫૦૦ થી ૨૦૦૦ વર્ષ પહેલા મંદિર હતું તેનો પુરાવો છે.બાબર ને આવ્યે ૫૦૦ વર્ષ જ થયા છે.પક્ષી ની આકૃતિ ધરાવતો કાળા પથ્થર નો સ્થંભ,૩૦ સ્થંભ ની હારમાળા,અષ્ટકોણીય હવનકુંડ,દીવાલો માં સુરખી નો ઉપયોગ જે ભારત માં બે હજાર વર્ષ થી થાય છે,વિશિષ્ટ આકાર ની ઇંટો જે ભારત સિવાય બીજે મળતી જ નથી,ભંડાર ગૃહ આ બધા પુરાવા ૧૪ જગ્યાએથી ખોદકામ કરતા મળ્યા છે જે મસ્જીદ નાં ગુંબજ ની નીચે જ મંદિર હતું તેના છે.મસ્જીદે જન્મસ્થાન તરીકે તો ઓળખાતી હતી આ મસ્જીદ.૨૭૪ પુસ્તકો,૭૯૮ ચુકાદાઓ,૫૭૪ પાનાનો પુરાતત્વ ખાતા નો અહેવાલ,અનેક દસ્તાવેજો અને ધાર્મિક ધર્મગ્રંથો ના આધારે ન્યાયાધીશોએ ચુકાદો આપ્યો છે.જે સર્વે ને માન્ય હોવો જ જોઈએ.
રામ ભગવાન હતા તે વાત બાજુ પર મુકો.પણ ભારત માં જ ભારતીય છીએ તેના પુરાવા આપવા પડે તેવી સ્થિતિ છે આજે તેનું શું કરવું?આ તો નરી કાયરતા છે.અહિંસા,ભાઈચારો,અસહિષ્ણુતા,બિનસાંપ્રદાયીક્તા બધા ખોખલા શબ્દો બની ચુક્યા છે.બે ધર્મો વચ્હે કોઈ ભાઈચારો હોતો નથી.ઊંચા આદર્શો ની વાતો છે.વાસ્તવિક નહિ.જે ભાઈચારો હોય છે તે મજબુરી છે.એક જ દેશ માં રહેવું પડે છે તે મજબુરી છે.વ્યક્તિગત ભાઈચારો શક્ય છે પણ સામુહિક તો શક્ય લાગતો નથી.મારે નુસરત ફતેહઅલી,રાહત અલી,મહેંદી હસન સાથે ભાઈચારો છે,જેઓને મેં કદી જોયા પણ નથી.સ્ક્રીન પર જ જોયા છે.મહેંદી હસન અને જગજીતસિંગ વચ્ચે ખુબ ભાઈચારો છે.મહમદ રફી સાથે કોને ભાઈચારો નહિ હોય?આ બધા વ્યક્તિગત ભાઈચારા છે. હિંદુ ગણાતા બે સંપ્રદાયો વચ્ચે પણ ભાઈચારો નથી,ત્યાં બે જુદા જુદા ધર્મો વચ્ચે તો ક્યાંથી હોય?અરે એકજ હિંદુ ગણાતા બે જુદા જુદા સંપ્રદાયો ના વ્યક્તિઓ એક બીજા નાં મંદિર માં જવા તૈયાર નથી ભલે ભગવાન એક જ હોય.અરે એકજ સંપ્રદાય માં પણ અનેક ફાંટા હોય છે.સ્વામીનારાયણ અને વૈષ્ણવ સંપ્રદાયો માં અનેક ફાંટાઓ હોય છે,જે એક બીજા ના અંદર થી દુશમન હોય છે.પછી મિત્રો કહેશે સત્ય એકજ છે પણ જુદા જુદા લોકો એ અનેક રીતે કહ્યું છે.આ તો એક રોગ છે.બીમારી છે.પછી હિંદુઓ એકતા ની વાતો કરશે.હિંદુ એકસંપ નથી,એનું મુખ્ય કારણ ૨૫૦૦૦ કરતા વધારે સંપ્રદાયો છે. ભાઈચારા ની વ્યર્થ વાતો કરશે.ભાઈચારો ત્યારે શક્ય બને કે એકબીજા ના સંપૂર્ણ આધારિત હોવ ત્યારે.એક મજબુરી છે જે સાથે રહેવા પ્રેરે છે.અયોધ્યા માં હિંદુઓ અને મુસ્લિમો વિના લડે સાથે જ રહે છે.એકબીજા નાં ધંધા નાં પુરક છે.પુજાના ફૂલ અને સામગ્રી ની દુકાનો મુસલમાનો ની હોય છે.જે લડાઈ ઝઘડા છે તે બહાર છે.રાજકારણ ના છે.ધાર્મિક ગુરુઓ અને પક્ષો ના છે.સામાન્ય પ્રજા તો એકબીજા સ્વાર્થ વડે જોડાયેલી જ છે.એમને લડાઈ માં રસ હોતો જ નથી.લડે તો એકબીજા ને નુકશાન થાય.એકબીજા ના સ્વાર્થ ને નુકશાન થાય છે.સ્વાર્થ નો ભાઈચારો હોય છે તેમાં ખોટું શું છે?સર્વાઈવ થવા એકબીજા નો સહકાર લેવો તે તો નિયમ છે.વ્યક્તિગત મિત્રતા ભાઈ સમાન હોય છે..જયારે ધાર્મિક વાતાવરણ ઉગ્ર બની જાય છે ત્યારે ભાઈચારો હવાઈ જાય છે.ધાર્મિક વાતાવરણ ને યોજના પૂર્વક ઉગ્ર બનાવી દેવામાં આવતું હોય છે.આ તો મારા વિચારો છે,હું ખોટો પણ હોઈ શકું.મિત્રો ના વિચારો અને સૂચનો પણ આવકાર્ય છે.આ ભાઈચારો શક્ય બને તે માટે શું કરવું જોઈએ?મિત્રો સૂચનો કરશો જરા?
ચાલો ચંદ્રકાંત બક્ષી બાબુ સાચા પડ્યા કે ભાજપા કે બીજા લોકો નું કામ નહિ,આ લોકો માં ત્રેવડ નથી,ખાલી વાતો જ કરવાના.સોનિયા ગાંધી નાં રાજ માં જ ચુકાદો આવશે કે રામ મંદિર બનશે.એમના શબ્દો સાંભળવા છે?તો આ રહી લીંક જે “એક ઘા અને બે કટકા”માં મુકેલી છે.http://www.youtube.com/watch?v=VlqZPV0pVqo&feature=player_embedded
ધાર્મિક તહેવારો કરતા રાષ્ટ્રીય તહેવારોને વધુ મહત્વ આપવું, રમત-ગમત પ્રત્યે અને એના ખેલાડીઓ વચ્ચે વધુ ધ્યાન આપવું – અત્યારે આ બે સૂચનો ધ્યાન પર આવે છે.
LikeLiked by 1 person
સાચી વાત છે.રમત ગમત માં ભાઈચારો સારો રહેતો હોય છે.બંને સૂચનો સારા છે.આભાર.
LikeLiked by 1 person
ભાઈ શ્રી ભુપેન્દ્રસિંહજી
આ ચુકાદા થી હિંદુ કે મુસ્લિમ નહિ પણ ભારત ના સામાન્ય માનવી ની પરિપક્વતા ની જીત થઇ છે , ચુકાદા પછી ના હુલ્લડો માટે ટાંપી ને બેઠેલા દંભી સેક્યુંલરીસ્ટો
( આપ નો જ શબ્દ છે ) અને વકરેલી ગયેલા રાજકારણી ઓ જે પ્રજા ની લાશો ઉપર પોતાના રાજકીય રોટલા શેકવા માંગે છે તેમના મોઢા પર જનસામાન્ય એ મારેલ સજ્જડ તમાચો છે . અને રામ અને કૃષ્ણ ભગવાન કે અવતાર ના હતા પણ તેના થી તેમની મહાનતા કે ભારત વર્ષ માં તેમના ઐતહાસિક મહત્વ માં જરાપણ ફેર પડતો નથી . ભારત પ્રત્યે સ્વાભિમાન ધરાવતો કોઈ પણ નાગરિક કોઈ પણ પ્રકાર નો આંતર કલેહ ઈચ્છતો નથી પણ ધર્મ અને રાજકારણ ના વકરેલા સાન્ઢો તેમને લડાવે તો જ તેમનું ડીંડવાણું ચાલે એમ છે એટલે ભોળી પ્રજા ચક્કી ના બે પાટા વચ્ચે પીસાયા કરે છે
બંને પક્ષો જો જાતિ અને ધર્મ આધારિત સરકારી અને બિનસરકારી લાભો લેવાનું બધ કરે તો મારા મતે થોડો સુધારો થઇ શકે
કઈ ખોટું લખાયું હોય તો માફ કરશો
LikeLike
૧૦૦% સાચી વાત લખી છે.સામાન્ય માનવીએ મારેલો સજ્જડ તમાચો છે જ.પણ પ્રજાએ હવે ક્યા સુધી ભોળા રહેવું જોઈએ?આભાર.
LikeLike
આપ લખો છો કે ‘ચાલો ચંદ્રકાંત બક્ષી બાબુ સાચા પડ્યા કે ભાજપા કે બીજા લોકો નું કામ નહિ,આ લોકો માં ત્રેવડ નથી,ખાલી વાતો જ કરવાના.સોનિયા ગાંધી નાં રાજ માં જ ચુકાદો આવશે કે રામ મંદિર બનશે.’ – તો શું આપ એમ કહેવા માગો છો કે કોંગ્રેસની સરકારમાં ‘દમ’ છે?
LikeLike
ભાઈ,
આતો બક્ષીબાબુ નાં શબ્દો છે.’દમ’વાળી સરકાર ક્યારે આવશે તે તો ભગવાન જાણે?મનમોહન ખુબ ભણેલા પણ ‘દમ’ ક્યાય દેખાતો નથી.રાજકર્તા ખુબ કડક હોવો જોઈએ,નરમ નહિ.દંડ દેવાની પૂરી ક્ષમતા હોવી જોઈએ.ભાજપા ને ખાલી ખુરશી કબજે કરવામાં જ રસ છે.દંભી સેક્યુલારીસ્ટો ની જેમ જ દંભી હિન્દુવાદીઓ પણ હોવાના જ.એમને ખાલી લડાવી મારવા માં જ રસ હોય.કોઈ સરકાર માં દમ નથી.
LikeLike
ભાઈ ભુપેંદ્રસિંહજી, અતિસંવેદનશીલ મુદ્દો છે..પણ મહત્વનો છે.
કીડીને કહેવુ હોય કે તુ સાકરના ટેકરા નીચે જઈશ તો દબાઈ જઈશ પણ એ આપણી ભાષા સમજતી નથી અને આપણે એની અને છેવટે એ ખુવાર થઈ જાય છે.
બસ એ જ ફોર્મ્યુલા હિંદુ-મુસ્લીમ ભાઈ ચારા વિશે અપનાવવી રહી.
મુસ્લિમો-ખ્રિસ્તીઓ-યહુદીઓ મુર્તીપુજકોને ઘૄણિત ગણે છે, એનુ કારણ એમના પુજ્ય પરમેશ્વરે કહેલુ છે કે તમે આ ધરતી પર, આકાશપર, જળ અને વાયુ ગમે તે ઠેકાણે વિચરતી જે તે જીવીતોની મુર્તી બનાવી એની પુજા કરશો તો તમે મારો અનાદર કરો છો અને તમે શિક્ષાને પાત્ર ઠરો છો એટલે અમુર્તીપુજકો એ મુર્તીને (બુતને) શયતાન દ્વારા પ્રેરીત માને છે જે એમની દ્રષ્ટીમાં સદાયે ઘ્રુણીત-નરક ને પાત્ર છે, એટલે તેઓ મુર્તી ઓને જ્યા જુએ ત્યા એને તોડી પાડે છે. કદાચ મક્કા કે મદિનામાં જ્યા હાજીઓ એક પથ્થરની શીલાને પથ્થરોના ઢગલામાંથી કાંકરાઓ ઉઠાવીને મારે જ છે, એ શીલાને એ લોકો શયતાન માને છે અને મોહમ્મ્દજી પહેલા ત્યાના લોકો એ શીલાની પુજા કરતા હતા.
જોકે આપણા દેશમાં અને પુર્વ એશિયામાં એ શક્ય નથી એટલે એમની નફરતનુ મુળ કારણ ફકત અને ફક્ત મુર્તી અને એકથી વધુ દેવ-દેવી પુજા જ છે. અને મારા મત પ્રમાણે એ પણ ખરુ જ છે જો તમે પરમેશ્વરના સંતાન છો તો તમે પરમેશ્વર સિવાય બીજા કોઈની પુજા ન કરવી જોઈએ.
જ્યારે આપણા દેશમાં નહિ નહિ તોયે દસ કરોડ મંદિર તો હશે જ હશે કદાચ વધુયે હોઈ શકે. પ્રભુ યીશના જનમ પહેલા તો યહુદીઓ અન્ય ધર્મીઓના ઘરમાં પણ ના જતા, ના તો એમના જોડે કોઈ પણ પ્રકારનો વ્યવહાર રાખતા. પ્રભુ યીશુના જન્મ પછી ખ્રિસ્તીઓ અને પયગંબર મોહમ્મદ સાહેબ ના જન્મ પછી ખ્રિસ્તીઓના જોર ને ખાળવા મુસ્લિમ ધર્મ અસ્તિત્વમાં આવેલો છે. જો કે કુરાનમાં પણ યહુદિઓના ધાર્મીક પુસ્તક તોરાત માંથી જ લીધાલા પહેલા પાંચ અધ્યાયો જે બાઈબલમાં પણ છે એક જ વિચાર ધારાને માનનારા પંથો છે. અને ત્રણેય પંથોને માનનારા પોતાને અબ્રાહમ (ઈબ્રાહિમ) ના જ વંશજો માને છે તો પછી એક જ પિતાના સંતાનો ઠરે છે, એટલે એ સત્યના આધારે જ ખ્રિસ્તીઓએ મુસ્લિમ દેશોમાં પેટ્રોલની ખાણો ખોદી આપેલી છે જ્યારે ભારત પાસે વિશાળ ખજાનો છે પણે એનો ઉપયોગ અને સદઉપયોગ આપણે કેમ કરવો એ હજુ આપણી સમજ પ્રમાણે નથી કરી શક્યા અથવા તો આપણા માનવરચીત કલ્પનિક શાસ્ત્રોમાં આત્મિક તત્વ જ્ઞાન અને દેવી-દેવતાઓની રસિક સંસારી જ્ઞાન સિવાય અન્ય કોઈ માર્ગદર્શન જ નથી મળતુ. જ્યારે બાઈબલ અને કુરાન પરમેશ્વર પરવરદિગારે જે તે નબીઓ-સંતો ને સ્વપ્ન દ્વારા અથવા તો આકાશવાણીઓ દ્વારા સુચવેલા નીતિ અને નિયમો છે જે આજે આપણા અને જગતના મોટા ભાગના દેશમાં અજાણતા જ કાયદાશાસ્ત્ર અને બંધારણમાં છુપાયેલા છે જે અંગ્રેજોના કાયદા અને બંધારણનુ બેઠ્ઠુ કોપીકરણ જ છે, આપણે માણી રહ્યા છીએ.
(વધુ સાંજે આવીને લખીશ નવ વાગી ગયા છે, ઓફિસે જવુ છે)
LikeLike
કોંગ્રેસમાં દમનથી કે દંભ છે એની વાત નથી, બક્ષી સાહેબ હિન્દુત્વ વાદી અને ભાજપ તરફી હતા (હું પણ છું) છતાંપણ એમણે સોનિયા રામ મંદિર બંધાવશે એમ કહીને રાજકારણીની જેમ ગુલાંટ નથી મારી પણ મુત્સદગીરી અથવા તો “ફાયદો” કેમ ઉઠાવવો એ એને સારી રીતે આવડે છે એ સ્વિકારવું રહ્યું… ફરી એકવાર ચોખવટ કે એનો એ મતલબ હરગિઝ નથી કે સોનિયા મેડમને “સારા” કહીયે છીએ.
જોકે હમણા તો એમણે એમના બાબલાને બોલતા શીખવાડવું પડશે કે બેટા, સંઘ અને સીમી અંગે બોલવાની સીમા વટાવીને ગયા વખતે મેં મોદીને મોકો આપ્યો હતો અને આ વખતે તેં આપી દીધો, હશે, હવે ધ્યાન રાખજે…
LikeLike
ભાજપા માં બે મુત્સદગીરી ધરાવતા માણસો છે.એક બાજપાયી જે હવે રીટાયર થઇ ગયા,અને બીજા મોદી છે.બાબલો હજુ નાનો છે.બક્ષીબાબુ રાજકારણી નહોતા.એટલે સાચું કહીશક્યા,પારખી શક્યા.એમના કહેવા પ્રમાણે ભાજપા માં મુત્સદીગીરી નથી રહી તેનો ફાયદો આ બાઈ ઉઠાવી જવાની.આભાર.
LikeLike
ચુકાદો ખરા અર્થમાં તમામ રાજકારણીઓ અને દંભી સાંપ્રદાયિકોને ચમચતો તમાચો છે તે નિશઃક છે. દેશમાં મુસ્લીમોએ અનેક મંદિરો તોડી પાડ્યા છે આ તોડી પાડનારા વિદેશીઓ હતા. જ્યારે આજના આ દેશમાં વસતા મુસ્લીમોનો વંશ માટે સંશોધન કરવામાં આવે તો 99% ડર -ભય કે લાલચથી વટવાયેલા હિન્દુ જ મળશે ! વિદેશમાંથી આવેલા અને અહિં વતન કરીને રહી ગયેલા ભાગ્યેજ 1% બચ્યા હોય તો ભલે ! આ સંદર્ભમાં પણ અહિના મુસ્લીમ બિરાદરોએ કોઈ પણ રાજકીય પક્ષના હાથા બન્યા વગર ખેલદિલી પૂર્વક ચુકાદાનો સ્વીકાર કરવો જોઈએ અને સમગ્ર દેશમાં ભાઈચારાનું વાતાવરણ ઉભું કરવા સક્રિય બની પ્રયાસો કરવા જોઈએ.
રહી વાત બાબા રાહુલની તે હજુ બાબો જ છે જે આ દેશના યુવા ધને સપષ્ટ રીતે સમજી લેવાની જરૂર છે. દુધિયા દાંત વાળો આ બાબો બફાટ કરી રહ્યો છે અને આ મીડીયા વાળા તેને ચગાવ્યા કરે છે.
બક્ષીબાબુ ગુજરાતમાં અને ગુજરાતી સહિત્યમાં શબ્દો વડે કોઈની જીવતા ખાલ ઉતેડી લેવી હોય તો તે માત્ર અને માત્ર બક્ષીબાબું જ કરી શકે ! સ્પષ્ટ અને સત્ય કહી તડફડ કરનારા બક્ષીબાબુએ આવી પ્રકૃતિને કારણે ખૂબ સહન પણ કર્યુ છે.બક્ષીબાબુ રાજકારણી નહિ હતા પણ કોનામાં કેટલું કૌવત છે તે પારખનારા ઝ્વેરી હતા. સોનિયા રામ મંદિર બંધાવશે તે વાકયમાં ભરપૂર કટાક્ષ કરવામાં અવ્યો છે તેમ હું માનું છું. બક્ષીબાબુ કદાચ એક કહેવા માંગે છે કે આ દેશમાં આ કામ કરી શકે તેવો કોઈ મર્દ દેખાતો નથી અને તેથી આ વિદેશી મહિલા આ કાર્ય કરશે ! મને યાદ આવે છે એક વાર સંસદમાં ગુજરાતના સ્વતંત્ર પક્ષના સાંસદ પીલુ મોદીએ એમ કહેલું કે સંસદમાં માત્ર એક જ મર્દ છે અને તે શ્રીમતિ ઈંદીરા ગાંધી ! તેવો જ અર્થ બક્ષાબાબુના વિધાનમાં હોવાનું મારું માનવું છે.
LikeLike
હું કાયમ લખતો હોઉં છું કે ભારત નાં મુસ્લિમ કોઈ પોતાને શુદ્ધ માનતા અરબ મુસ્લિમ નથી.જે આક્રમણકારો અહી આવેલા તે પણ શુદ્ધ ગણાતા અરબ નહોતા.વટલાયેલા જ હતા.મુઘલો પણ અરબ નહોતા,એ ચાઇનીઝ કુલ નાં હતા.ખાન શબ્દ તેમનો છે,અરબસ્તાન નો નહિ.ટોળકી સરદાર ખાન કહેવાતો મંગોલિયા માં.જેમ કે ચંગીઝખાન,કુબ્લાઈખાન.માટે જે ભારત નાં મુસ્લિમ છે તે ૯૯%ભારત નાં જ છે.માટે પાકિસ્તાન ભણી જોવાનું કે અરબસ્તાન સામે જોવાનું બંધ કરે ભારત સામે જુએ.અને ભારત માં જે લાલીયાવાડી કરે છે તેવી અરબસ્તાન માં કરી જુએ હાથ કાપી નાખશે.શરમ નહિ રાખે કે મુસ્લિમ છે.
LikeLike
ભૂપેન્દ્રસિંહજી
ભાઇચારો તો ઘણી જગ્યાએ સામાન્ય લોકોમાં જોવા મળતો હોય છે પ્રોબ્લેમ રાજકારણ અને ધર્મઝનૂનીઓ દ્વારા ઉભો કરાય છે. આપણા દેશના સ્લમ એરિયામાં જોઇએ તો બંને કોમના લોકો હળીમળીને રહેતા હોય છે જ. ધારાવીમાં દરેક કોમના લોકો સાથે જ રહે છે. સામાન્ય લોકો તો એકબીજા સાથે આર્થિક કારણોથી જોડાયેલા છે. યોજના પૂર્વક વાતાવરણ ઉગ્ર બનાવાય છે તે વાત આપની સાચી. અહીં જો મહત્વનું એક ઉદાહરણ પારસીઓનું જ ધ્યાનમાં લઇએ તો ખ્યાલ આવશે કે તેઓ દૂધમાં સાકરની જેમ ભળી જ ગયા છે ને એ લોકોનો ધર્મ અને રીતરસમ શાંતિપૂર્વક પાળે જ છે ને.
LikeLike
મીતાજી,
આપની વાત સાચી છે.સામાન્ય જન ને તો ઝગડા પોસાય જ નહિ.કોંગ્રેસ વોટ લેવા મુસ્લિમ ની તરફદારી કરશે અને ભાજપા વોટ લેવા હિંદુઓ ની તરફેણ કરશે.પારસી કોમ બહુ નાની છે સંખ્યા માં.હવે ખાસ પારસી બચ્યા નથી.કદાચ એમના અભ્યારણ બનાવવા પડશે.લુપ્ત થતી જાતી માં આવી ગયા છે.મુસ્લિમો ને પ્રોબ્લેમ છે તે જ્યાં સંખ્યા માં ઓછા હશે ત્યાં સંપી ને રહેશે,પણ એમની વસ્તી વધ્યા પછી દાદાગીરી શરુ.આ વાત બધા જાણે જ છે.
LikeLike
हीरोने भगवान बनावी देवानुं ने ए रीते एमने ऊंचे चडावी देवानुं, रस्ता वचाळे ऊभा करी देवानुं, आपणने फावी गयुं छे । चाररस्ता पर पारेवानी चरकथी अभिषेकाता गांधी आजनी वास्तविकता छे.
गांधीनुं मंदिर तो गांधीनगरमां चणावा मांडयु ज छे !
सरस आगाहीओ करी छे ।
LikeLike
મેં તો ખાલી અનુમાન કટાક્ષ માં જ કરેલું,પણ સાચું પડ્યું છે કે ગાંધીનગર માં ગાંધી નું મંદિર ચણાવા માંડ્યું છે.ધીમે ધીમે ગાંધી ખાદી ને બદલે રેશમી પોતડી માં આવી જવાના.અને લાકડી પણ સોનાની મુઠ વાળી હશે.ભવિષ્ય માં ગાંધી સરલા ની જોડી નાં પણ મંદિર રચાઈ જવાના.એમની પ્રેમ કહાની ની વાર્તાઓ અને પંથ પણ બની જશે.જેમ આજે રાધાકૃષ્ણ નાં છે.ગાંધીગીતા નાં રોજ પાઠ કરશે લોકો.ઘણી વાર આપણે દુનિયા માં સૌથી વધારે ડાહી પ્રજા તરીકે માનીએ છીએ,પણ મને દુનિયા ની સૌથી વધારે મુર્ખ પ્રજા લાગીએ છીએ.
LikeLike
Just a suggestion… ( I am not sure whether you have purposefully not added the video or just missed)
You can added the video with URL and add .
it would embed this video inside post and one would not require to go to youtube for watching that…
Very touchy topic and everyone has his own view… I feel – it is just political issue and definitely not religious issue.
LikeLike
Thanks Hirenbhai.just missed.
LikeLike
hello editor,
kem cho?
hu desigujju boy chu http://www.desigujju.com mathi…aathi vishesh ma apne janavanu ke ame darvakhat ni jem aa vakhate pan live garba sponser karel che.
ame online garba amara videsh ma vasta bhaio ke je navaratri ne miss kare che temna mate kariye chiye.amaro ekaj snkalp che ke ame aapni gujarati sanskruti ne pan online thi felava mangiye chiye.
ame live garba karva vada pehla chiye..amaro concept gaya varshe ghana media vada e nondh lidhi hati…jem ke “divya bhaskar”, “sandesh”,”ahmedabad mirror”.je article tamne amari site na media room ma jova malse…ame dar vakhate kaik navu karvano prayatna kariye che….bija badha loko have live karta thaya che pan ame aa vakhate navi technology thi work kariye che.ame amara potana server paraj ene telecast kariye che….aa rite ahmedabad ane teni ajubaju na vistar ma amari company pehli che ke je aa rite concept laya chiye…
“”narendra modi” saheb shri e pan amari nondh lidhi hati ane emna tarafthi amne aprreciate karvama avya hata.kemke gamdao ma,ke jya internet bahuj ocha prman ma hoy che ane ame tya live garba karvano sahas sau pehla karelo hato..
aa sathe hu apne etluj keva mangu chu ke aap amara kam ni nondh lo ane videsh ma vasta apna gujarati bhaio ne navaratri ni maja manvano moko apso….
aap thaki hu etluj kahu chu ke ,aap shrii amne support karo.ane amri fakt ek article aap apni website par tatha apna newspaper ma pragat karo ane swarnim gujarat ne aagad vadhvama madad karso…
jay jay garvi gujarat
jay gujarat.
from,
desigujju boy
(www.desigujju.com)
LikeLike
આદરણીય શ્રી ભુપેન્દ્રસીહજી ,
માર્યો છે તમાચો ગાલપર , જે મંદિર મસ્જીદ પર લડતા રહ્યા,
બોદા ને બેવકૂફ છે એ નેતાઓ જેમને જનતા દ્વારા ચુંટાતા રહ્યા.
ભારતની શાણી અને સમજુ જનતા જનાર્દને સ્પષ્ટ આદેશ કર્યો છે
કે હવે બહુ થયું . અમને શાંતિથી ભાઈચારા સાથે રહેવા દો. તમે
સત્તા માટે બધું કરો છો. સરસ ચુકાદો અને સરસ ભારતની જનતાનો
ખેલદિલી ભર્યો જવાબ. જુઓને હવે સરદાર પાછળ પડ્યા છે.
ખુબ જ માહિતી સભર લેખ. ધન્યવાદ.
LikeLike
ફાટફૂટ તો ઈસાઈઓમાં પણ છે. યલો પેજીઝમાં જોઈએ તો ત્રીસેક જુદાજુદા ચર્ચોની યાદીઓ હોય છે. “પ્રેમળ જ્યોતિ” વાળું ભજન ગાંધીજીએ ખ્રિસ્તી પ્રાર્થના પરથી અનુવાદ કરાવેલું. મેં તે અંગ્રેજી પ્રાર્થના ઘણા ખ્રિસ્તી મિત્રોને બતાવી તો બધાએ કહ્યું કે તે તેમના દેવળની નથી. આપણે તો તેને એવી સ્વીકારી લીધી છે કે ઘણાને તો તેના અસલ ખ્રિસ્તી મુલની ખબર જ નથી હોતી.
LikeLike