જય હનુમંત જ્ઞાન ગુણ સાગર!!!

હનુમંત જ્ઞાન ગુણ સાગર!!!
ચાલો આપણે હનુમાનજીને વાનર નહિ નર સમજીએ અને દેવતા કે ભગવાન નહિ એક માનવ કે મહામાનવ સમજીને એમનું બહુમાન કરીએ. આપણે એક ઇલ્યુજનમા ફસાઇ ચુક્યા છીયે.બસ એમાથી દુર થવાનો પ્રયત્ન માત્ર છે.પ્રાચીન મનીષીઓએ જે પ્રતીકો રચ્યા છે તેનુ હાર્દ સમજીયે.એને સાચા માનવા ને બદલે એમાથી કશુ શીખીયે.પ્રાચીન બધુ સાચુ જ હોય તેમ માનવુ પણ વધારે પડતુ છે.અને અર્વાચીન બધુ ખરાબ હોય તેમ માનવુ પણ ખોટુ છે.આપણી ભુલો દેખાય તેમા ઇગો ઘવાય છે.ચાલો ત્યારે આજે હનુમાનજી વિષે મારુ શુ માનવુ છે તે જાણીયે.જ્યારે હુ નાનો હતો અને અખાડામા જતો ત્યારે હનુમાનજીની છબીને નમસ્કાર કરી ને દંડ બેઠક શરુ કરતો.પછી જ્યારે બરોડામાં મિસેકો જીમ્નેશીયમમાં જતો ત્યા પણ હનુમાનજીની છબીને નમન કરીને ડંબેલ્સ હાથમા લેતો.આખો શીયાળો તલ અથવા સરસિયાના તેલ ની માલિશ કરવાનો મારો નિયમ હતો.અમારે કોફી બ્રેકમાં ઘણી બધી ચર્ચાઓ ચાલતી હોય છે.ભારતનાં સમાચારોથી મોટા ભાગનાં મિત્રો સતત વાકેફ હોય છે.પેલા મિત્રે મને ફરી એક વાર પૂછ્યું કે હનુમાનજી વિષે શું માનો છો?
આપણી  નરી કલ્પના જ હોવી જોઈએ.પુરાણોમાંથી થોડો ઘણો ઈતિહાસ મળી શકે પણ એમાં કલ્પનાનું તત્વ ઘણું બધું ઉમેરાયેલું  છે તે બાદ કરતા આવડવું જોઈએ.પણ આપણને આપણી કલ્પનાઓ ઘણી વહાલી છે.વાસ્તવિકતા દુઃખદાયી હોય છે કલ્પનામાં મજા છે.દવે સાહેબ સુચવતા હતા કે વાનર નામની કોઈ જાતી કે આદિવાસી સમૂહ હોવો જોઈએ.કદાચ એ લોકોમાં  પાછળ નકલી પૂછડી રાખવાની આદત પણ હોઈ શકે એ લોકોની મદદ વડે શ્રી રામે રાવણ સાથે યુદ્ધ કરેલું.બાકી કોઈ પૂંછડીવાળો વાનર બે પગે ચાલતો જોવા મળ્યો નથી.ટેમ્પરરી ચાલ્યો હોય.કે કોઈ પૂંછડી વાળો વાનર બોલ્યો હોય કે રામના ભજન ગાયા હોય તેવું શક્ય નથી.બધા પશુઓ ચાર પગે ચાલે છે તેમ વાનરો પણ ચાર પગે જ ચાલે છે.પછી પૂંછડી વાપરવાનું બંધ કરતા તે ગુમ થઇ ગઈ હોવી જોઈએ અમુક જાતોમાં.હવે કુદરતનો પ્લાન હશે કે ભવિષ્યમાં માનવ ની ઉત્પત્તિ કરવી છે.માટે ક્રમે ક્રમે આગળ વધવું પડે.નિયમમાં બાંધછોડ કુદરત કરતી નથી.કે પછી ઉત્ક્રાંતિનાં ક્રમમાં લાખો વર્ષે ફેરફાર થતા આવ્યા છે તેમ જાતો બદલાતી જતી હોય છે.એટલે બે પગે ઉભા થઇ જવાની તૈયારી રૂપે પહેલા આવ્યા પૂંછડી વગરના એપ્સ.હવે બે પગે ઉભા થવાની તૈયારી રૂપે એપ્સ લોકોએ ચાર પગે પૂર્ણતઃ ચાલવાને બદલે શરુ કર્યું નકલ વોકિંગ.ખાલી એપ્સ જ નકલ વોકિંગ કરતા હોય છે, પૂંછડીવાળા વાનરો તો હરગીજ નહિ.નકલ વોકિંગ કરતા કરતા ઉભા થવાનું શરુ થયું હશે.અને મેં અગાઉના લેખોમાં જણાવ્યું છે તેમ બે પગે ઉભા થનાર એપ્સનો જન્મ થયો.સહારાના એરિયામાંથી વૈજ્ઞાનિકોને ફક્ત બે પગે ઉભા થઇ ચાલનાર એપ્સનાં ફોસિલ મળ્યા જ છે.ત્યાર પછી અર્ધું એપ્સ અને અર્ધું માનવ એવું લુસી મળ્યું છે.કપીમાનવ શબ્દ મિત્રોએ સારો સુચવેલો છે.ત્યાર પછીની સ્ટોરી મારા મિત્રો જાણે છે.એટલે બે પગે પૂછડી વાળો વાનર ચાલતો હોય અને હાથમાં ગદા લઇ યુદ્ધ કરતો હોય સંસ્કૃતમાં બોલતો હોય કે ગાતો હોય તે શક્ય નથી.લેન્ગવેજનો અધિકાર ભાષાનું જ્ઞાન કે કેપેસીટી પણ ફક્ત માનવ પાસે જ છે.બીજા પ્રાણીઓનાં બ્રેનમાં નથી.હા એમની ભાષા સુરની છે.શબ્દોની નહિ.

કેરાલામાં એક ખાસ બ્રાહ્મણો નો સમૂહ વર્ષનાં ખાસ દિવસોએ આ કુદરતી સુરની સાધના ખાસ જગ્યાએ કરતો હોય છે જે કોઈને સમજાય તેમ નથી.બસ જાત જાતનાં સુરનાં રાગડા તણાતા હોય છે.પરમ્પરાગત આ વિધિ ચાલતી હોય છે.એમના વારસોને પણ આ શીખવવામાં આવે છે.એમાં કોઈ શબ્દો હોતા નથી,ફક્ત પક્ષીઓ ગાતા હોય તેમ ગવાતું હોય છે જેનો કોઈ અર્થ હોતો નથી.પણ બધું લયબદ્ધ અને તાલ સાથેનું હોય છે.દિવસો એના પુરા થયા પછી એ જે કુટીરમાં ગવાયું હોય છે તેને પણ બાળી નાખવામાં આવે છે.આશરે ૫૦,૦૦૦ વર્ષ પહેલા માનવ આફ્રિકા થી દક્ષીણ ભારતમાં આવેલો હતો.ત્યાર વખતે કદાચ કોઈ ચોક્કસ ભાષાકીય શબ્દો નહિ હોય. માનવ સુર ની ભાષામાં વાતો કરતો હશે.એની પ્રેક્ટીસમાં આ વિધિ કેરાલામાં ચાલતી હશે જેથી બાળકોને વારસામાં એ સુર જ્ઞાન આપી જવાય.મારું ચોક્કસ માનવું છે કે ભાષાની શરૂઆત ભારતનાં કેરાલામાં થઇ હોવી જોઈએ.હજુ પણ એ સાધના ચાલુ છે.આના વિષે વધુ સંશોધન થાય તે જરૂરી છે.માટે હનુમાનજી વાનરને બદલે એવી કોઇ માનવ જાતના હશે તે વધારે તથ્ય છે.
એટલે હનુમાનજીની મોહક કલ્પના શરુ થઇ હશે જે આજ સુધી ચાલુ જ છે.ત્યાર પછી હનુમાનજી અમર છે તેવી મનઘડંત વાતો આવી ગઈ.કથાકારોએ એમની કથામાં વધારે શ્રોતાઓ આવે માટે આવી વાતો ફેલાવી હોવી જોઈએ કે રામની કથા ચાલતી હોય ત્યાં હનુમાનજી હાજર હોય.પાત્ર તરીકે હનુમાનજી અમર છે તે વાત ચોક્કસ છે.બાકી બાબરે રામ મંદિર તોડીને મસ્જીદ બનાવી ત્યારે હનુમાનજીને કોણે રોકી રાખેલા?જ્યાં જ્યાં મંદિરો હતા ત્યાં ત્યાં મુસલમાન શાસકોએ તેને તોડીને ત્યાં મસ્જીદો બનાવેલી છે તે હકીકત છે.એટલે બાબરી મસ્જીદ નીચે મંદિર હોય જ તેમાં પુરાવા  માંગવાની શું જરૂર હોય?છતાં પુરાત્વખાતાએ પુરાવા આપ્યા જ છે કે નીચે મંદિર હતું.મૂળ વાત એ છે કે કલ્પનાઓમાં જીવતા આપણે ભારતીયો કાયર બની ચુક્યા છીએ.કોઈ હનુમાન આવશે ભૂત પ્રેત ભાગી જશે,બધું સમુસુતરું થઇ જશે.કરો હનુમાન ચાલીસા જે તુલસીએ બનાવી છે અને ભૂતડા ભાગી જશે એ શક્ય નથી.હનુમાન ચાલીસા તમને લડવાની હિંમત આપવાને બદલે ભાગેડુ બનાવે છે.આપણે તો હનુમાન ચાલીસા ગઈ લીધી હવે રક્ષણ કરવાનું કામ એમનું,આપણું નહિ.આપણું રક્ષણ આપણે જ કરવાનું છે,કોઈ હનુમાને ઠેકો નથી લીધો.એમનો કાલ પૂરો થઈ ગયો,ગયા તે હવે પાછા કોઈ નથી આવવાના.હા જે ભૂત પ્રેત છે જ નહિ તેમાંથી માનસિક રીતે ડરપોક લોકોને રાહત મળતી હશે એના ગાવા થકી.

આજે ઠેર ઠેર આ કાલ્પનિક પાત્રનાં નામે ખુબ મોટો ધંધો ચાલી રહ્યો છે.ખૂણે ખાંચરે,રોડ રસ્તા પર એના નામે નાની દેરીઓને મંદિર બનાવી દેવામાં આવે છે.જ્યાં જમીન સરકાર કે રોડમાં જતી હોય ત્યાં ચાલાક લોકો નાની દેરી બનાવી એમાં હનુમાનને બેસાડી દેતા હોય છે.હવે ધાર્મિક લાગણી દુભાઈ ના જવી જોઈએ.એનો દુરુપયોગ કરી ને ત્યાં પછી કોઈ પોલીસ કે સરકાર પગલા લેતા નથી.અને રોડ વચ્ચે શનિવારે લાંબી લાઈનો લાગે છે હજારો મુરખો તેલ ચડાવા આવી જાય છે.અલ્યા એક મૂર્તિને તેલ ચડાવી ને તને શું ફાયદો થવાનો છે?તેલ જવાનું ગટરમાં, પછી એ ગંદી કુંડીમાં સંગ્રહાયેલું તેલ પાછું જવાનું ફરસાણનાં વેપારી પાસે.જેના વડે તળાયેલા ભજીયા ફાફડા આપણાં પેટમાં.દરગાહો અને કબરો નું પણ આવુજ છે.
હનુમાનજી અખાડાના દેવ છે.કસરતના દેવ છે.હનુમાનજી એક અતીબલવાન યોદ્ધા છે.પવન પુત્ર છે,મતલબ એમની યુદ્ધમા ઝડપ અપ્રતીમ છે,કાતીલ છે.પવન વેગી છે.યુદ્ધમા ઝડપનુ ખુબજ મહત્વ છે.તેલ માલીશ  કરવાથી શરીર મજબુત થાય છે.શિયાળામાં તેલ માલીશ અવશ્ય કરવું જોઈએ.પહેલવાનો તેલ માલીશ કાયમ કરતા કરાવતા હોય છે.ઠંડા પ્રદેશોમાં લગભગ કાયમ બોડી લોશન લગાવવા પડતા હોય છે.દરેક દેશી અખાડામાં હનુમાનજની છબી હોય છે.કુસ્તીના દાવપેચ અને ગદા યુદ્ધ માં માહિર એવા હનુમાન  પહેલવાનોના માનસિક  ગુરુ ગણાતા હોય છે.બસ એટલે જ હનુમાનને તેલ ચડાવાય છે.એ તેલ હનુમાનને નહિ આપણે આપણાં શરીરે ચડાવવાનું હોય છે.પણ આપણે તેલનો દુર્વ્યય કરીએ છીએ.લાંબી લાઇનો ઉભા રહી તેલ ચડાવવુ એ કોઇ ભક્તી નથી.આવી આસ્થા પણ વ્યાજબી નથી.આતો પાગલપન છે.એક મુર્ખામી છે.આવી મુર્ખ આસ્થાઓ ભલે કરોડો લોકોની હોય તેનાથી શુ ફેર પડે છે?કરોડો લોકો મુર્ખામી કરતા હોય તેટલે એ શુ સત્ય બની જવાનુ?  સિંદુરનો રંગ કેસરી જે આક્રમકતાનો રંગ છે.આવા લાલ રંગ સમકક્ષ રંગ યુદ્ધનાં રંગ છે.જે જોઈએ ને ઉગ્રતા આવે,આવા રંગ સામાને ભય પમાડે.લીલો રંગ જોઈને શાંત થવાય.લોહી જોઈને ઘણા બધાને ભય લાગી જતા ચક્કર આવી જાય છે.લોહી જોવાની ખાસ ક્ષમતા કેળવવી પડે.જેને યુદ્ધોમાં લડવાનું છે તેણે આ લોહી જોવાની ક્ષમતા કેળવવી જ પડે.નહિ તો લડી રહ્યા.

અહિંસક બન્યા પછી ભારતીયો લડી શકતા નથી.એનું આજ કારણ છે.એટલે હનુમાનજી ને સિંદુર ચડાવાય છે. દર શનિવારે હનુમાનને તેલ ચડાવ્યા કરતા તે તેલ તમારા શરીરે ચડાવો,થોડા દંડ બેઠક કરો,શરીર તગડું ને મજબુત બનાવો,હનુમાનની જેમ નીડર બનો,દરિયો કુદી જવાની હૈયા માં હામ ભરો.આપણે એમને તેલ ચડવીયે છીયે અને કોઇ ત્રાસવાદી આવે ત્યારે ઉભી પુંછ્ડીયે ભાગીયે છીયે.મુંબઇમા જોયેલુ ને?રેલ્વે સ્ટેશને એક ત્રાસ્વાદી ગોળીઓ છોડતો હતો ત્યારે હજારો હનુમાન ભક્તો ભાગતા હતા.અને એક સાચો હનુમાન ભક્ત જમાદાર ખાલી ખુરશીઓ ફેંકીને પેલા ત્રાસવાદી ને ભગાડતો હતો. રાવણ જેવા બળવાન સામે ટકરાઈ જવાની આક્રમકતા કેળવો તેજ હનુમાનની સાચી  ભક્તિ કહેવાય.બાકી કોઈ હનુમાન ભારતને બચાવી નહિ શકે.

47 thoughts on “જય હનુમંત જ્ઞાન ગુણ સાગર!!!”

  1. હનુમાન ચાલીસા 101 વાર સળંગ ગાવાથી શરીરમાં ભરપૂર જોમ આવી જતું મેં અનુભવ્યું છે. એક પ્રયોગ રુપે કરી જોવા જેવું છે. હકીકતે હનુમાનની પૂજા કરવાનો ઉદ્દેશ્ય તમે કહ્યો એમ ખમીર જગાવવાનો, બહાદુર બનવાનો હતો. પણ, આપણા દુર્ભાગ્યે આપણે વધુ દુર્બળ બનતા ચાલ્યા. કોઈ વીર બનવાને બદલે, વીરના ગુણ ગાઈને મિથ્યા કલ્પનામાં વધુ રાચતા થઈ ગયા… હનુમાનજી, બચાવો અમને… માફી, અમને જાતને બચાવવાની સમજ અને તાકાત કેળવવાની મતિ આપો…

    Like

    1. ચિરાગભાઈ,
      આપ અગાઉથી માનસિક રીતે વિચારી ને જ હનુમાન ચાલીસા ગાઓ તો આપને કદાચ જોમ આવી જતું હશે બાકી એ માત્ર હનુમાનજી નાં ગુણ ગાન ગાતી તુલસીદાસે રચેલી કવિતા માત્ર જ છે.બીજા કોઈને કદાચ થાક પણ લાગી જાય.પણ હનુમાનજી નું નામ લઈને ૧૦૧ દંડ પીલ્યાં હોય કે ૧૦૧ વખત મગદળ ફેરવ્યું હોય તો કોઈ માઈનો લાલ આંખ ઉંચી કરી ને જોઈ નાં શાકે તેટલી તાકાત આવી જાય.હું હનુમાન ચાલીસા ગાવા કરતા દંડ મારવાનું કે પુશપ કરવાનું વધારે પસંદ કરું.એમાં મને હનુમાન ભક્તિ વધારે દેખાય છે.

      Liked by 1 person

      1. જો માત્ર શારીરિક તાકાતથી લડવાનું જોમ આવતું હોત તો યુદ્ધ વખતે સંગીત, બુમરાણ અને શબ્દોનો ઉપયોગ ના થતો હોત. શારીરિક જોમ સાથે માનસિક જોમ જોઈએ. પણ એ ક્યાંથી અને કેમ મેળવવું એની વિવેકબુદ્ધિ વ્યક્તિગત છે તેમ સમૂહગત પણ છે.

        Like

        1. શરીરક તાકાત હોય તો બુમબરાડા પાડી ને જોર કરી શકો.જોમ પેદા કરી શકો.મૂળ શારીરક તાકાત જ નાં હોય તો ગમે તેટલા બુમ બરાડા કવિતાઓ ગાઓ,દુહા છંદ ની રમઝટ બોલાવો શું થવાનું?ઉલટાનો ભાગી જશે કે ભાગો હવે અહી તોફાન શરુ થવાનું લાગે છે.કરફ્યું લાગી જાય તે પહેલા ઘર ભેગા થઇ જઈએ.ખાલી ચુકાદો આવવાનો હતો ત્યાં તો કોઈ ઘર માંથી બહાર નીકળતું નહોતું.

          Liked by 1 person

          1. મારો કહેવાનો અર્થ એ જ છે કે શારીરિક તાકાત સાથે મનને પણ કેળવવું પડે. માત્ર શારીરિક તાકાત કામ નથી આવતી. મન મજબૂત હોય તો શારીરિક રીતે અશક્ય લાગતા કાર્ય થયા હોવાના અનેક દાખલા છે.

            Like

    2. Chiragbhai: “Javoo haiye tevoo hothe” 101 vaar Hanumaan Chaalisa thi tamne Bharpoor jom aavi gayo…. In reality, your mind focused through chalisa…. same thing could have happen to you if you say any word 101 time… Human nature needs focal point: Many Jyotishi preached and prescribe unnecessary stuff to divert in to where your focal point become something that benefit them like Pooja – Paath & Daxinaa-Daan.

      Raolji : well explained. If we can stop tell on Hanumaan or dhoodh on Mahaadev…. we can cure some of our Hunger problem.

      Like

  2. વાહ, બાપુ વાહ, રંગ છે તમારી તલવારને……

    વાત જાણે એમ છે કે અમારી જુની સોસાયટીમાં પાણી ની અંડગ્રાઉંડ ટાંકીની બાજુમાં જ ૫૦”x૯૦” નો પ્લોટ ખાલી પડ્યો હતો જ્યા બાળકોમે રમવા માટેનુ નાનો રમતબગીચો બનાવવો હતો એને હાથવગો કરવા માટે એક બ્રાહ્મણ ભાઈએ શંકરનુ આખુએ પરિવાર સહિતની મુર્તીઓ લાવીને એક કામ ચલાઉ મંદીર બનાવી દિધુ હતુ, આવુ જ કંઈક એમના સસરાએ પરાક્રમ કરીને લગભગ ૨૦૦ ગજનો પ્લોટ ઘરભેગો કરેલો છે. આવી જ રીતે ભાવનાત્મક અત્યાચાર કરીને લોકોની અંધશ્રધ્ધાનો ગેરફાયદો ઉઠાવીને આ સુઘડ બદમાશો વગર કંઈ કર્યે પોતાનુ ઘર પેઢી દર પેઢી ભરે છે અને કોઈ એમને રોકતુ નથી.

    અને હાલમાં સરકારી મકાનમાં રહિએ છીએ એ સોસાયટીની બહાર જ રસ્તાના છેવાડા ઉપર જ્યાં લોકોની અવરજવર વધુ છે ત્યાં બરોબર મોકાની જગ્યા ઉપર જ બે વરસથી કાચુ મંદિર બનાવીને, આજે ભવ્ય આરસપથ્થરનુ મંદિર ઉભુ થઈ ગયુ છે.

    એક રમતમેદાનની બહાર એક ઝાડ નીચે એક-બે તુટેલી ફુટેલી મુર્તીઓ રાખી મુકી હતી, અને વધતા વધતા એ લગભગ ૮-૧૦ થઈ ગઈ અને સરકારી જમીન હતી એટલે એ હટી ગઈ નહિ તો ત્યાં પણ મંદિર બની ગયુ હોત.

    મારી ઓફિસનો એક લેબર જે બ્રાહ્મણ છે, હવે ઢળતી ઉંમરે ચોટલી ઉગાડીને મુછે તાવ દેતો હરી ઓમ હરી ઓમ, હર હર મહાદેવ બોલતો ફરે છે, અને ઓફિસની જ સામ્ગ્રીઓ જેવી કે રજીસ્ટર અને પેન લઈને દિવસ ભર રામ રામ લખીને પાના ભરતો હોય છે.
    અમારા ઉપરીને કંઈ પણ થાય તો પહેલા એને બોલાવે અને ઉપાય પુછે, એટલે એ ભાઈ તો અમારુ કહ્યુ માને જ નહિ, એને નામે બોલાવુ તો ન સાંભળે પણ પંડિતજી કહીને બોલાવુ તો જ જવાબ દે, બાકી અમારે ઉપરવાળાને ભરોસે જ અમારા કામ કરવા પડે.
    એ સિવાય પી.એ. હુ છુ પણ સાહેબ એને વધારે પુછે, એ ભાઈ અને અન્ય બ્રાહ્મણ ટોળીઓ જે લગભગ ચારથી પચાસ-સાઈઠ જણા છે, એ લોકો પોતાનુ ઈછ્યુ અમારા સાહેબ પાસેથી કરાવી લે. ક્યારેક ક્યારેક મારો બળાપો ફાટી નિકળે ત્યારે શરમના માર્યા થોડાઘણા ઠેકાણે આવે ખરા. સમાજને ઈમાનદારીના, ધાર્મિકતાના પાઠ આ લોકો જ ભંણાવે છે પણ અધાર્મિકતા આ લોકો જ કરે છે એ જોઈને જ આજે ભારત પાપમાં ઢસડાઈ ગયુ છે.

    મારુ તો માનવુ છે કે આવી ખોટી ખોટી કાલ્પનિક અંધશ્રધ્ધાઓ ફેલાવીને જ આજ સુધી પોતાનુ ગજવુ, પેટ અને ઘર ભરી રહ્યા છે આ લોકો.

    સરકારે આ લોકોની સત્યતા વિશે ઉંડે શોધખોળ કરી કોઈક નિયમ ઘડવો જોઈએ, એવી મારી તિવ્ર ઈચ્છા છે. જેથી ગરીબ-ભોળી પ્રજાને આ લોકોના બાવલાપણથી છુટકારો મળે. અને લોકો વિવેકી બને.

    પરદેશમાં આપણા ભારતીયોની આ “અમુત તમુક પ્રાણી ભગવાન” પુજક કહીને જ તો હસી-મજાક ઉડાવાય છે અને ઓસ્ટ્રેલિયા તો એના કારણે જ ભારતના યુવાનો પર હુમલાઓ કરે છે.
    પાકિસ્તાનીઓની દુશ્મન પણ ફક્ત આ પેઢી દર પેઢી પેટ અને ઘર ભરનારી ખોટી અંધશ્રધ્ધા જ છે. કરે છે કોઈ અને ભોગવે છે અન્ય કોઈ નિર્દોષ.

    રોકો આ લોકોને, રોકો…… હે પરમપિતા તુ આ લોકોનો ન્યાય કર અને અમને છોડાવ…..

    Liked by 1 person

    1. એકલા બ્રાહ્મણો નો દોષ નથી.જ્યાં લાગ મળે ત્યાં બધાજ આવું કરે છે.અમારા દરબારો રાજપૂતો ની તોરી પણ અલગ જ હોય છે.બધેજ આવું ચાલે છે.યશ દલાલ ની વાત સાચી હતી કે ઓફિસો માં કામચોરી કરવાવાલા આપણાં જ ભાઈઓ હોય છે ને?

      Liked by 1 person

  3. રાઓલસાહેબ, હનુમાન વિશેના તમારા વિષ્લેષણ સાથે સંમત છું. આ સાથે એક-બે વાતો જોડવાની ઇચ્છા થાય છે.
    સંસ્કૃતમાં બે શબ્દો છે – કિન્નર અને વાનર. ભાષા શાસ્ત્રીઓ માને છે કે ્જ્યારે આર્યો સપ્તસિંધુનો પ્રદેશ છોડીને આગળ વધતા હતા ત્યારે જંગલોમાંથી પસાર થયા અને જંગલવાસીઓના સંપર્કમાં આવ્યા. તે વખતે એમના મનમાં સવાલ થયોઃ કિમ નરઃ? માણસ છે? આ શબ્દ કિન્નરો માટે બન્યો. એ જ રીતે પ્રાણી અથવા માણસ? એ સવાલ જંતુ વા નરઃ? હતો. આમાંથી
    ‘વા-નર’ જતે દિવસે ‘વાનર’ માં પરિવર્તિત થઈ ગયો અને એક જાતિની ઓળખ બની ગઈ.
    ગણ્પતિની જેમ એપણ શક્ય છે કે કોઈ જાતિએ પોતાના જાતિગત તરીકે ‘વાનર’ને રાખ્યો હોય. કારણ કે આ લોકો ગિરિકંદરાઓમાં અને જંગલોમાં રહેતા હતા. જ્યાં વાનરની એક જગ્યાએથી બીજી જગ્યાએ છલાંગ મારીને પહોંચી જવાની શક્તિ આદર્શ મનાતી હશે.
    આ સંદર્ભમાં વાલી અને સુગ્રીવની લડાઇની કથા અને વાલીના વધમાં રામની ભૂમિકા હૃદયદ્રાવક છે. રામે જ્યારે વાલીને માર્યો ત્યારે વાલીએ પૂછ્યું કે મેં તમારૂં શું બગાડ્યું હતું? રામ કહે છે- કઈં નહીં, પરંતુ, મૃગયા એટલે કે પ્રાણીનો શિકાર કરવો એ તો ક્ષત્રિય માટે સ્વાભાવિક છે!
    એ વાનર પ્રજા પર કાબૂ મેળવવાની કથા છે. અને અનાર્ય જાતિઓ તરફ આર્યોના મૂળભૂત દૃષ્ટિકોણનો પણ ખ્યાલ આપે છે.
    બીજી રસ પડે એવી વાત એ છે કે આજે પણ હનુમાન અને એમનાં બીજાં નામો, જેમ કે, વજ્રાંગ (બજરંગ) વગેરે બ્રાહ્મણો કરતાં બીજી કોમોમાં વધારે લોકપ્રિય રહ્યાં છે! સમાજશાસ્ત્રીય કારણો શોધવાં જોઇએ.

    Like

    1. ધોળકિયા સાહેબ,મને પણ એવુજ લાગે છે.વાનર નામે કોઈ જાતી જ હશે.અને હનુંમાનજી એમાંનાં કોઈ મહાબળવાન સભ્ય હશે.હનુમાનજી માંથી પ્રેરણા લઈને આપણે મહાબળવાન નહિ તો ખાલી બળવાન બનીએ તો પણ સારું.

      Like

  4. બોસ,તમે હિંદૂ દેવીદેવતાઓ વિશે આવુ બધૂ લખો છો,કોઈ હનુમાન ભક્ત ગદા લઈને નહીં આવે ?બજરંગ દળના કાર્યકર્તા સુધી આ લેખ પહોંચશે તો ? મેં માત્ર કાલ્પનિક ઈશ્વરના અસ્તિત્વનો અસ્વિકાર કર્યો ત્યાં ઘણા લોકો ધૂઆપુઆ થઈ જાય છે.આ લેખની પ્રિન્ટ કઢાવીને શનિદેવના મંદિરના પૂજારીને ભેટ આપવાની છે.આભાર…

    Like

    1. સતીશ ભાઈ,
      મેં આમાં ખોટું શું લખ્યું છે?બજરંગદલ નાં કાર્ય કર્તાઓ એ અખાડા માં જઈ ને શક્તિ મેળવવાનો પ્રચાર કરવો જોઈએ.નહિ કે જ્યાં ને ત્યાં તેલ વેડફી નાખવાનો.એમણે દરેક ગામ માં એક અખાડો ખોલવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ.એજ હનુમાન ની સાચી ભક્તિ છે.અને ગદા લઈને અહી નહિ પાકિસ્તાન ની બોર્ડર ઉપર જવું જોઈએ કે કાશ્મીર માં ધામા નાખવા જોઈએ.દેશ નાં સીધા સાદા નાગરીકો પર વટ મારવાને બદલે સામુહિક રૂપે આર્મી માં ભરતી થઇ જવું જોઈએ.આભાર.

      Liked by 2 people

  5. શ્રી ભુપેન્દ્રસિંહજી, આ સુંદર લેખનાં એકે એક શબ્દ શાથે સહમત. અંગત વાત કહું તો મેં આટલી જીંદગીમાં કદી એક ટીપું તેલનું પણ હનુમાનજીને ચઢાવ્યું નથી. જો કે એ માટે અમારા ગામના એક લોકસાહિત્યકાર જવાબદાર છે ! તેઓ કહે છે કે, લોકો હનુમાનને એક રૂપિયાનું તેલ ચઢાવી અને લાખ રૂપિયાની લોટરી લગાડી દેવાની ભલામણ કરાવવા જાય છે ! હનુમાનજી વિચારે છે કે; ’બેટા, તારા રૂપિયાના તેલ બદલ તને લાખનો ફાયદો કરાવી દઉં તેના કરતાં હું જ એ લાખ રૂપિયાનું તેલનું ટેન્કર મંગાવીને એય..ને આખો દિવસ એમાં ધુબાકા ન મારે રાખું !!’ અને હનુમાનનું પાત્રાલેખન તેમના ગુણને કારણે વંદનિય ગણાય તે બરાબર છે પરંતુ ગલીએ ગલીએ (અને ખાસ તો ઊકરડાઓ ન થાય તે માટે !) જે રીતે આ પ્રેરણાત્મક પાત્રનો દુરઉપયોગ થાય છે તેનો તો સ્વયં (જો હાજર હોત તો) હનુમાને પણ ભરીઝાટકીને વિરોધ કર્યો હોત. આપનો એ વિચાર વિચારયોગ્ય જ છે કે આપણાં મોટાભાગના પૌરાણિકપાત્રો કલ્પનામાત્ર છે. પરંતુ તે કલ્પના લોક્ને શિક્ષણ માટે, જ્ઞાન માટે કરાયેલી હોઇ શકે. પરંતુ આપણે તો મુળ ગુણોને પડતા મુકી અને માત્ર કલ્પનાની દુનિયામાં ખોવાઇ ગયા. આમાં વાંક હનુમાનનો નથી !! ન તો તેનામાં આલેખાયેલા ગુણોનો છે, વાંક માત્ર આપણી ખોટી સમજણનો છે. અને એ માટે સત્ય શોધવું પડશે. હું અને આપ હિંદુ છીએ (આ વાત તો અકાટ્ય છે !) એટલે આપણને હિંદુઓની ખામીઓ અને ખુબીઓ પર ચર્ચા વિચારણા કરવાનો પુરો હક્ક છે. હા, આપણે અન્યધર્મીઓના શાસ્ત્રો જાણતા નથી તેથી કદાચ તે પર કશી ચર્ચા ન કરી શકીએ. આટલા માત્રથી કદાચ કોઇને લાગે પણ ખરૂં કે આ તો માત્રને માત્ર હિંદુ ધર્મ અને તેના પાત્રોની પાછળ આદુ ખાઇને પડી ગયા છે !!! પરંતુ ભાઇઓ, ’ભુવો ધુણે તો નાળીયેર પોતાના ઘર ઢારૂં જ ફેંકે !’ (કહેવત છે) એમ સૌ ને પોતાના ઘર, સમાજ, સંસ્કૃતિ, દેશ, ધર્મ વગેરેના સુધારમાં વધુ રસ હોય તે સ્વાભાવિક છે. માટે, આપ લખતા રહો, વાદવિવાદ તો થતો જ રહેશે. સત્યની ઉપર બાજી ગયેલાં ધુળનાં પડળ ઉખેડવા માટે વાદવિવાદનો વાયુવંટોળ આવશ્યક છે જ. મારો પ્રયત્ન માત્ર એટલો રહે કે માત્ર વાર્તાઓને આધારે નહીં પણ યોગ્ય સંદર્ભ અને સમજુતી શાથે નકામી કે સમાજને હાનીકારક બાબતો સમાજ સામે મુકાવી જોઇએ. તો તેની હકારાત્મક અસર થશે. અને આપ જેવા લેખકો કશું ચુકી જશો તો હું વાંચક તરીકે ચોખવટ કરાવવા તૈયાર જ રહીશ ! (અહીં ’હું’ એટલે સર્વે વાંચકો સમજવા) બસ આટલું મને ચોખવટ કરવા યોગ્ય લાગ્યું (કદાચ આ ચોખવટ આપના વતી થઇ હોય તેવું પણ લાગે ખરૂં !!) તેથી લખ્યું. આભાર.

    Like

    1. ભાઈ,
      હું પણ ક્યારેય ટીપું તેલ ચડાવવા ગયો નથી.એના બદલે જીમ માં જવું સારું કે અખાડા માં જવું સારું.પણ ગુજરાતીઓ ખાસ કસરત કરવામાં સમજતા નથી.જે ભાઈ ઓ તેલ ચડાવવા લાઈન માં ઉભા રહેતા હશે તેમના અદોદળા શરીર જોઇને ખુદ હનુમાનજી ને ગુસ્સો આવતો હશે,કે આ મુરખો તેલ ગટર માં વહાવીને શું સિદ્ધ કરતા હશે?એના કરતા તેલ પોતે પોતાના શરીરે ચડાવી ને કુસ્તી કરતા હોય તો હું (હનુમાન)ખુશ થાઉં.આપણાં ઉત્તમ વિચારો અને સહકાર બદલ આભાર.અમે ચુકી જઈએ તો આપ જેવા જાગૃત પ્રહરી બેઠા જ છે.

      Liked by 1 person

  6. ગુણી જનો, આપ સહુ ગમે તેટલો તર્ક લગાવી લો, માથુ પણ ફોડી લો તો પણ તમને સંતોષપ્રદ ઉત્તર નહિ મળે. કેમ કે મારા અને ગીતાના શ્લોક ૯.૨૫ ના મતે રામ, ક્રુષ્ણ, હનુમાનજી-શંકર-ગણેશ અને અન્ય દેવી-દેવતાઓ હોય તો પણ એ પરમાત્મા તો નથી જ, જે આ ધરતી, આકાશ, માનવ-દાનવ વગેરે નો રચનાર અને એના પર અધિકાર રાખનાર હોય. અને ધારો કે હનુમાન અને રામ પણ જો પરમાત્મા હોત તો રાવણ અને એના ભાઈઓ અને એની સેના એમની વિરુધ્ધ થઈ જ ન હોત. ઉલ્ટુ એમના પગે પડી ગયા હોત. પણ એ સર્વ દેવી-દેવતાઓ તો પરમપિતા પરમેશ્વરના દાસ અથવા દુત જ માનવા જોઈએ જે એમને માને એમની રક્ષા કાજે પરમાત્મા એ મોકલ્યા હોય, જે મારા માનવીય દ્ર્ષ્ટીકોણે માનવામાં જ નથી આવતુ.

    અને ચિરાગભાઈએ કહ્યા પ્રમાણે એ શક્તિ પામીને આપણે કોની વિરુધ્ધ અજમાવવી, આપણા જ અન્યજાતીય ભાઈઓ કે પછી અન્ય કોઈ વિરુધ્ધ. હા, કોઈ ગરીબ-કંગાલ-ક્ષુદ્રને બચાવવા અથવા છોડવવા આવા બળને ઉપયોગ માં લેવાય તો ઠીક પરમાત્મા ખુશ થશે પણ બલ્જબરી કે પોતાનો જ કક્કો સાચો ઠેરવવામાં વપરાશે તો પરમ્પિતા પરમેશ્વર ખુશ નહિ થાય પણ એની અદશ્ય લાઠી બેસવાની જગ્યા પર જ પડશે.

    રામ-હનુમાનજીના ગુણ તો કોઈ આત્મીક વિચારધારી વિરલામાં જ આવી શકે, બાકી કાચાપોચાનુ ગજુ નહિ.

    હનુમાનજીની તરફેણમાં જે મુદ્દાઓ અન્ય ભાઈઓ અને મુળ લેખમાં અહિ રજુ કરવાયા છે એ પણ ઐક્ય ધરાવતા નથી. મારે અન્ય ધર્મીને હનુમાન-ગણેશ ને માન્તો કરવો હોય તો મારે એને હનુમાન-ગણેશ વિસે શું શિખવવુ કે જેથી એ હનુમાનનો ભક્ત થઈ જાય?? એમની હયાતી અને ખ્યાતી સાબીત કરવા હજુ ખુબ જ વિચારણા માગી લે છે, સહેબો…… હુ આપની સાથે જ છુ આપની વિરુધ્ધ નહિ… આ તો સત્યની કસોટી છે…..

    Like

  7. ભૂપેન્દ્રસિંહજી ખૂબ જ સરસ લેખ. દિપકભાઇનો જ્ઞાનસભર પ્રતિભાવ સરસ.

    અશોકભાઇની વાત સાથે સહમત કે કદાચ કોઇને લાગે પણ ખરૂં કે આ તો માત્રને માત્ર હિંદુ ધર્મ અને તેના પાત્રોની પાછળ આદુ ખાઇને પડી ગયા છે !!! પરંતુ પોતાના ઘર, સમાજ, સંસ્કૃતિ, દેશ, ધર્મ વગેરેના સુધારમાં વધુ રસ હોય તે સ્વાભાવિક છે.

    Like

    1. મીતાજી,
      પણ કોઈ ને આ વાત સમજાય તો ને?એક અફીણ ખાઈ ને મસ્ત પડી રહેવામાં કેવી મજા આવે?તેમ ધર્મ નું અફીણ પણ એક નશો લાવતું હોય છે.સાચી વાતો કડવી લાગતી હોય છે.હવે અધર્મ ને જ લોકો ધર્મ માની બેઠા છે.એટલે આપણે ધર્મ ની વાત કરીએ તો અધર્મ દેખાય છે.ખુબ આભાર.

      Like

  8. મીતા બહેનનો આભાર. પણ આપણી સમસ્યા એ છે કે આપણે એમ માનીએ છીએ કે અમુક પાત્રોનો વિકાસ વૅક્યૂમમાં થયો.હકીકત માં એવું નથી. એક સમાજ હતો અને એના આધારે જ પ્રતીકનો પણ વિકાસ થયો. આટલું સ્વીકારી લઈએ તો પણ ઘણી બાબતોનું નિરાકરણ આવી જાય. કોઇક તો ઐતિહાસિક દૃષ્ટિએ વિચારે.

    Like

    1. સાચી વાત છે.રામ અને કૃષ્ણ ઐતિહાસિક હતા પણ આપણે એમને ભગવાન બનાવી દીધા છે.ઘણા બધા પાત્રો ઐતિહાસિક છે,પણ આપણે કલ્પનાના ઘોડા દોડાવીને દેવ બનાવી દીધા છે.એમાં ઉમેરણ કરી કરી ને સત્ય થી સાવ વેગળા કરી દીધા છે.માનવ ધડ પર કદી હાથી નું મસ્તક ફીટ થાય?હનુમાનજી ને કદી પૂંછ હોય?કવિઓ અતીશીયોક્તી અલંકાર વાપરે છે,પણ કાળક્રમે મુર્ખ જનતા એને સત્ય સમજી લે છે.સીતાજી ધરતી માંથી પેદા થયા,ધરતી માં સમાઈ ગયા.રામજી એ સરયું માં જળ સમાધિ લીધી.આ બધી અલંકારિક ભાષા છે.હવે આત્મ હત્યા લખો તો ધાર્મિક લાગણી દુભાઈ જવાની.

      Liked by 1 person

  9. ના, રામજીએ જળસમાધિ નથી લીધી. લક્ષ્મણજીએ લીધી. કાળ ભગવાન રામે ક્યારે પાછા આવવું તે ચર્ચા કરવા આવ્યા હતા અને રામે લક્ષ્મણને દરવાજા પર સંત્રી તરીકે ઊભા રાખ્યા અને કોઈ પણ ન આવે એવી આજ્ઞા આપી. પણ કશુંક બન્યું અને લક્ષ્મણ પોતે જ ભૂલથી અંદર ચાલ્યા ગયા. રામને આ પસંદ ન આવ્યું અને ઠપકો આપ્યો કે તેં મારી આજ્ઞાનો ભંગ કર્યો છે. આથી લક્ષ્મણે જળસમાધિ લીધી. રામ તો પુષ્પક વિમાનમાં સ્વર્ગે ગયા. માનવીય દૃષ્ટિએ જોઇએ તો રામ એકલવાયા થઈ ગયા હતા. બધી જ ઉથલપાથલો પછી અંત કાળે એમની પાસે કોઈ નહોતું. પત્ની એમનો ત્યાગ કરીને સામાન્ય સમાજમાં ભળી ગઈ અથવા તો . જીવન જ સમાપ્ત કરી દીધું. પડછાયા જેમ રહેનારો ભાઈ પણ નહોતો.
    લક્ષ્મણે પોતાના સ્વતંત્ર વ્યક્તિત્વનો તો લોપ કરી નાખ્યો હતો.આના બદલામાં અંતમાં એમને અનિચ્છનીય મૃત્યુ મળ્યું. રામને વનવાસ મળવાના સમાચાર મળ્યા ત્યારે લક્ષ્મણની દલીલો વાલ્મીકિ રામાયણમાં વાંચવા જેવી છે. દશરથની કામ લોલુપતા વગેરે અને કૈકેયીના પ્રભાવ વિશેની એમની સાફ વાતોથી રાજખટપટોની અને બીજી પત્નીઓના દુઃખની ઝલક મળે છે. કૌસલ્યા તો કહે છે કે હું ૧૬ વર્ષથી દુઃખી હતી અને આજના દિવસની રાહ જોતી હતી ત્યારે આ આઘાત જનક સમાચાર મળ્યા.

    Like

    1. મને ચોક્કસ યાદ નથી પણ ઘણી જગ્યાએ વાંચ્યું છે કે રામજીએ સારું માં જળ સમાધિ લીધી હતી.હું ખોટો પણ હોઈ શકું.ખેર જે હોય તે જે લક્ષમણે આખી જીંદગી ભાઈ માટે ઘસી નાખી તેની સામાન્ય ભૂલ પણ મોટાભાઈ નાં સાંખી શકે?સીતાજી એ પણ લક્ષમણ ને ખુબ મહેણાં મારેલા પેલા બનાવટી મૃગ મરીચે બુમ પાડેલી ત્યારે લક્ષમણ સીતાજી ને છોડી ને જવા તૈયાર નહોતા.આવી ઘણી બધી નેગેટીવ વાતો રામાયણ માં છે.એને ખુલ્લી પાડી ને એમાંથી શીખ લેવાની હતી કે આવું ફરી નાં થવું જોઈએ.પણ કથાકારો આવી વાતો છુપાવે છે.ઉલટાની વ્યાજબી ઠરાવે છે.એમાંથી પ્રજા ખોટું શીખે છે.લાઈક અગ્નિપરીક્ષા(ચેસ્ટીટી બેલ્ટ) નાં લેવાવી જોઈએ,કોઈ ધોબી ભાઈ નાં કહેવાથી ત્યાગ(ચેસ્ટીટી બેલ્ટ) નાં કરાય,શંબુક નો વધ નાં કરાય,રામ જેવા આજ્ઞાકારી પુત્ર ને વન માં નાં ધકેલાય,વન માં સ્ત્રીઓ ને સલામતી ખાતર નાં લઇ જવાય આવી ઘણી બાબતો છે જે માંથી પ્રજાએ શીખવાનું હતું.પણ ભારત ની પ્રજા આમાંથી નેગેટીવ શીખી.અગ્નિ પરીક્ષા અને ત્યાગ ને લોકો દુનિયા ના બેસ્ટ દાખલા ગણે છે,હું એને વર્સ્ટ દાખલા ગણું છું.શું કહેવું છે આપનું?

      Liked by 1 person

      1. પ્રિય ભૂપેન્દ્રસિંહભાઈ,
        શમ્બૂકની કથા અત્યંત કરુણ છે. એ વખતના સમાજમાં વર્ણ વ્યવસ્થા તો હતી જ પણ સેક્સની બાબતમાં ઉચ્ચ વર્ગના લોકો કઈં પણ કરી શકત. આમ છતાં એમને જાતિભ્રષ્ટ નહોતા માનવામાં આવતા. શૂદ્ર પુરુષ અને બ્રાહ્મણ સ્ત્રીના સંસર્ગથી સંતાન પેદા થાય એને ચાંડાલ (ચંડાળ) કહેતા (જૂઓ મનુસ્મૃતિ અધ્યાય ૧૦, શ્લોક ૧૧). સજા સંતાનને થતી! એને વર્ણ વ્યવસ્થામાં સ્થાન ન મળતું. ગામની બહાર રહેવું પડતું. એના માટે માટીનાં વાસણો જ હોય અને લોખંડનાં ઘરેણાં હોય, સોના-ચાંદીનાં નહીં – અને એની છૂટ હોત તો પણ જે માણસને માત્ર મરેલાં પાણી કે બિનવારસી લાશ લઈ જવામાટે જ ગામની અંદર આવવાની પરવાનગી હોય એની પાસે એટલા પૈસા જ ન હોય કે એ સોના-ચાંદીના દાગીના ઘડાવે! એ ગાય ભેંસ ન પાળી શકે, માત્ર કૂતરાં-ગધેડાં પાળવાની છૂટ હતી. નિમ્ન વર્ગના લોકો એમનાથી ઉચ્ચ વર્ગના લોકોનાં કામ ન કરી શકે. અને પશુ કરતાં પણ બદતર હાલતમાં જીવવું પડતું.. આમ ઉચ્ચ વર્ણના લોકોના વ્યભિચારને પરિણામે વર્ણ વ્યવસ્થામાંથી બહાર અનેક જાતિઓ પેદા થઈ ગઈ. અને આ વ્યભિચારને ઉચ્ચ વર્ગનો સ્વાભાવિક અધિકાર માનવામાં આવતો હતો.
        આ સ્થિતિમાં શંબૂક ચંડાળ તપ કરતો હતો, જે બ્રાહ્મણોના એકાધિકારનું ક્ષેત્ર હતું. બસ, આટલા જ કારણસર રામે શમ્બૂકને મારી નાખ્યો.
        મનુસ્મૃતિ આવી પચાસેક જાતિઓનું લિસ્ટ આપે છે. હું માનું છું કે મનુસ્મૃતિના સમય કરતાં આજે આપણે વધારે નૈતિકતાથી જીવીએ છીએ. આજે વ્યભિચારને વ્યભિચાર માનીએ છીએ. પહેલાં અપરાધીને નહીં એના પરિણામ રૂપ બાળકને સજા થતી. આજે આપને એ વાતની કલ્પના પણ ન કરી શકીએ.આવા અપરાધો, જાતિગત હત્યાઓ આજે પણ થાય છે પણ આજે એને સામાજિક પ્રતિષ્ઠા નથી મળતી. આમ છતાં હજી ઘણા સુધારાની જરૂર છે. આપણો સમાજ વિભાજિત છે અને તે ધાર્મિક કારણોસર. એમાં થયું એવું કે દેશની રક્ષાનું કામ માત્ર ક્ષત્રિયોનું રહી ગયું.. વસ્તીનો એક નાનો ભાગ આ કામ કરે! પરિણામે આપણે જરૂરી સંખ્યામાં સૈનિકો પેદા ન કરી શક્યા. બીજું બહુમતી જનતાનું જે આર્થિક-સામાજિક શોષણ થતું હતું, એને શો ફેર પડે કે કોણ રાજા છે? કોઈ પણ હોય. આ બધી સૂક્ષ્મ હિંસા જ હતી જે સમાજ વ્યવસ્થામાં વણાયેલી હતી. બ્રાહ્મણોના સમઅર્થનથી ક્ષત્રિયો સત્તાનો દુરુપયોગ પોતાની જનતા સામે કરતા હતા. અંતે, અથવા કોઈ પણ ઘડીએ, બહારના આક્રમણ્ખોરે ધાર્યું ત્યારે દેશ નબળો સાબિત થતો રહ્યો. શમ્બૂકનો વધ આ સમાજ વ્યવસ્થાનું પ્રતીક છે અને રામે પણ સ્ટેટસ-ક્વો ટકાવી રાખવા એક સડી ગયેલી વ્યવસ્થાના ટેકામાં એનો વધ કર્યો.
        મારો પ્રતિભાવ લાંબો થયો છે, તો માફ કરશો. પરંતુ શમ્બૂક વધની માત્ર એક ઘટના નહીં એનો આખો સામાજિક સંદર્ભ સ્પષ્ટ કરવાની ઇચ્છા થઈ ગઈ. કદાચ કોઇને કામ લાગે.

        Like

        1. ધોળકિયા સાહેબ,
          લાંબા પ્રતિભાવો થી ફાયદો છે.વાચકો ને ઘણું બધું જાણવા મળે.મેં મનુસ્મૃતિ વાચેલી છે,બધું યાદ નથી રહ્યું પણ વાચેલી છે.આપ લાખો એટલે યાદ આવી જાય.મેં લખેલું જ છે કે ક્ષત્રિયો ને મારવાનું અને મરવાનું લાયસન્સ આપી દીધું.મરો તો તમે મરો બીજા કોઈ નહિ.સાવ નાનકડો વર્ગ જ લડવા જાય.બીજા કોઈ જાય જ નહિ.પછી એમની વસ્તી ઓછી થતી જાય.એટલે કહે કે ગમે તેટલા બૈરાં કરો વસ્તી પેદા કરો પણ અમે મરવા નાં જઈએ.શરીર ની એક લીમીટ હોય છે.વધારે બૈરાં હોય એટલે વધારે વસ્તી કાઈ એમ પેદા નાં થઇ જાય.મહમદ ગજની આવ્યો ત્યારે એની સાગર જેવડી સેના સામે થોડા હજાર રાજપૂતો શું કરવાના હતા?બધા માર્યા ગયા.ભીમદેવ સોલંકી તો કચ્છ માં સંતાઈ ગયો.શું કરે મરવા નું નક્કી જ હોય તેવી ખબર જ હોય.છતાં લાઠીના હમીરજી ખાલી ત્રણસો રજપૂતો લઇ ને મરવા ધસી ગયા હતા,અને બધા માર્યા ગયેલા.એક પણ બ્રાહ્મણે તલવાર ઉઠાવેલી નહિ.શિવજી નું ત્રીજું નેત્ર ખુલશે તેની રાહ જોતા રહ્યા.આજે પણ રજપૂતો ની વસ્તી ખુબ ઓછી છે.જે વધી હશે તે આઝાદી પછી વધી હશે.”કલ્ચર કીલ્ડ અસ.”

          Liked by 1 person

  10. Nice article.
    I like this one.
    “પ્રાચીન બધુ સાચુ જ હોય તેમ માનવુ પણ વધારે પડતુ છે.અને અર્વાચીન બધુ ખરાબ હોય તેમ માનવુ પણ ખોટુ છે.”

    Like

  11. હનુમાનજી મહારાજનું પણ ગણેશજી જેવુ જ છે.રોકડિયા હનુમાન,પંચમુખી હનુમાન..વગેરે ઘણા સ્વરૂપો છે.આ પંચમુખી સમજણમાં ન આવ્યું. 🙂 પહેલા તો હનુમાનનો જન્મ કેવી રીતે થયો ? તે વિચારવા જેવું છે.હનુમાનજી વાયુના પૂત્ર હતા.આમા પણ સૂર્યપૂત્ર કર્ણ જેવું જ લાગે છે.

    Like

    1. અરે અમારી પોળ માં તો રંગીલે હનુમાન હતા.હનુમાનજી ની લડવામા ઝડપ બહુ હશે માટે વાયુ જેવી ગતિ ધરાવનારા વાયુ પુત્ર કહ્યા હશે.

      Like

  12. મારા મનમા ઘણાં સમય થયા હનુમાનને તેલ અને સીંદુર શા માટે ચડાવવામાં આવે છે તેની પાછળ આવું પ્રયોજનારનો શું હેતુ કે તર્ક હોઈ શકે તે જાણવાની કુતૂહલતા હતી/છે આથી મારાં બ્લોગ ઉપર આ વિષે ચર્ચા કરવા મુદો પણ મૂકેલ પરંતુ કોઈ બ્લોગ તરફથી આ વિષે જાણવા નહિ મળતા થોડી નિરાશા સાંપડેલી. આપના લેખે મારા કુતૂહલને મોટે ભાગે સંતોષી છે. હનુમાન લંકામાં રાવણની સભામાં પોતાનો પગ ઉચકી દેવા પડકાર કરે છે અને કોઈ તેમનો પગ ઉંચકી શકતા નથી તેનો અર્થ મેં એવો તારવેલો કે હનુમાનની ચામડી એટલી હદે તૈલી હોવી જોઈએ કે પગ ઉચકનાર નો હાથ સરકી પડે અને પગ ઉપર પકડ આવી ના શકે ! આપે જે અર્થઘટન કર્યું છે તે લગભગ મારા તર્ક સાથે સમાનતા ધરાવે છે ! સીંદુર લગાડવાનું કારણ પણ યોધ્ધાઓ લોહીના દર્શનથી ટેવાય જાય અને લડતી વખતે લોહિયાળ જંગથી ડરી પીછેહઠ નાકરે તે તાર્કિક જણાય છે. આમ હનુમાન બળ અને અન્યાયનો પ્રતિકાર કરનાર તરીકે પ્રયોજાયેલુ પાત્ર જણાય છે. અમારું બ્રોડબેંડ ચાર દિવસ થયા બંધ હોવાને કારણે પ્રતિભાવ જણાવવામાં અને આપનો આ લેખ વાંચવામાં વિલંબ થયો છે.
    સ-સ્નેહ
    અરવિંદ

    Like

    1. મેં આપના બ્લોગ માં હમણાજ વાચ્યું હતું કે તેલ અને સિંદુર કેમ ચડાવવા આવે છે તે વિષે મિત્રો માં આપે પૃછા કરી હતી.એટલે મને થયું કે લાવો લેખ ઠપકારી દઈએ.આમેય ઠેર ઠેર હનુમાનજી ની દેરીઓ બનાવી ને રોડ રસ્તા બ્લોક કરવામાં આવી રહ્યા છે તે વિષે મારે લખવું જ હતું.ગણપતિ વિષે લખ્યા પછી હનુમાન વિષે લખવામાં એ રીતે આપની પ્રેરણા રહેલી જ છે.ઇવન તમે કદી કોઈ ને માર્યું નાં હોય તો આજે પણ નહિ મારી શકો.અરે એક પક્ષી કે બકરું પણ માર્યું નાં હોય તો માણસ ને પણ નાં મારી શકો.તમારો જીવ તરત કોચવાઈ જશે.અરેરાટી પેદા થશે.માટે ક્ષત્રિયો ને શિકાર કરવાનો ધર્મ હતો.મૃગયા રમવા જવું મતલબ શિકાર કરવો.તોજ ક્ષત્રિયો યુદ્ધ માં માણસ નાં માથા કાપી શકે.બાકી નહિ.હનુમાને હિંસા નહિ કરી હોય?હત્યાઓ નહિ કરી હોય?કરવી જ પડે ફરજ પડતી હતી.આજે આપણે હિંસા કરવી નથી.અને પ્રતિકાર કરવો છે.ત્રાસવાદી ને મારી પણ શકતા નથી.અરે ફાંસી સુદ્ધા આપી શકતા નથી.મૂળ સ્વભાવ આડો આવી જાય છે.માનસિક રીતે પણ ટેવાવું પડે.બાકી તમે કોઈ ને મારી શકો જ નહિ.

      Like

  13. મુ. શ્રી અરવિંદભાઈ,
    રાવણના દરબારમાં પગ કોઈ ઊંચકી ન શક્યા એ કથા હનુમાનની નથી, અંગદની છે. અંગદને છેલ્લી વિષ્ટિ માટે મોકલ્યો હતો અને દૂત સાથે ડિપ્લોમૅસીના હિસાબે સારો વર્તાવ થવો જોઇતો હતો પણ – કારણ હું પણ ભૂલી ગયો છું પણ કથા અંગદની છે.
    હનુમાનજીને તેલ-સિંદુર ચડાવવાનું તો જ્યારે અખાડાના દેવ બન્યા ત્યારે જ શરૂ થયું હશે. પહી સામાન્ય માણસ પણ શરીરે ભલે તેલ ન ચોળે. કે વ્યાયામશાળામાં ન જાય પણ હનુમાનને તેલ ચડાવતો થઈ ગયો હશે.
    ખરેખર હનુમાનની પૂજા ક્યારથી શરૂ થઈ એનક્કી નથી. તંત્ર માર્ગી ઉપાસનામાં પણ હનુમાનનું સ્થાન છે. પણ પૂજાના પ્રકાર સમય પ્રમાણે બદલતા રહ્યા છે એટલે ચોક્કસ પણે ન કહી શકાય તેલ-સિંદુરની પ્રથા કયા સંજોગોમાં શરૂ થઈ હશે.

    Like

    1. આ અંગદ વાલી નો પુત્ર હતો.એના પિતા ને મારી ને એની માતા ને સુગ્રીવે કબજા માં લઇ લીધેલી.મજબુર નારી બીજે ક્યા જાય?અંગદ આ વાતે નારાજ હતો.પણ મજબૂરી હતી.શું કરે?મને કમને રામ ભક્ત બન્યો હશે.વાલી ને મારી ને સુગીવ તો રામ ને આપેલા વચન ભૂલી ગયેલો.અને નવી ભાભી માંથી પત્ની બનેલી ને ભોગવવા માં રમમાણ થઇ ગયેલો.રામ ગુસ્સે થયેલા અને લક્ષમણ ને મોકલ્યા હતા.કે ધમકાવો અને મદદ કરવાના વચન યાદ કરાવો.કથાકારો ઘણું બધું છુપાવતા હોય છે.આ અંગદ નાં પગ કોઈ ઉચકી શક્યા નહોતા.

      Like

      1. વાલીએ સુગ્રીવની પત્ની રુમાને પોતાની પત્ની બનાવી હતી, એટલે જ્યારે સુગ્રીવને મોકો મળ્યો ત્યારે પોતાની મૂળ પત્ની રૂમા સાથે વાલીની પત્ની તારાને પણ પોતાની પત્ની બનાવી. આદિમ જાતિઓ માટે આ નવી નવાઈ વાત નહોતી.

        Like

        1. ટૂંક માં નારીઓ ની દશા અવદશા જ હતી.સીતાજી હોય રૂમાં હોય કે અંગદ ની માતા હોય શું ફેર પડે છે?

          Like

  14. હા, શ્રી દીપક ભાઈ અને ભુપેન્દ્રસિંહ, મારી કંઈક સ્મૃતિભ્રમ થયો લાગે છે મને હનુમાનનો પગ રાવણના દરબારમાં કોઈ ઉંચકી નહિ શક્યાનો વહેમ રહી ગયેલો અને તેથી તૈલી ચામડી હોઈ કોઈ પગ ઉંચકવા જાય તો હાથ સરી પડે તે સ્વાભાવિક ગણાય તેમ ઉલ્લેખ કરેલો !

    Like

  15. તૈલી ત્વચાને લીધે હાથ સારી પડે, તો પણ ખેચીને પગને ધક્કો મારીને એ પગ ઉઠાવી તો શકાય જ.

    Like

  16. બાપુ,

    નશીબ એ છે કે આપ ભારતમાં નથી નહીતર બજરંગ દળ ક્યારનુ આપની સોપારી આપી ચૂક્યું હોત. કલ્પનાઓની દુનિયા લોકોને સાચી લાગે છે અને એટલે જ લોકો પોતાની કલ્પનાને રૂપરેખા આપે છે. અંગ્રેજી શબદ માયથોલોજી જ સાબીત કરે છે કે આ બધી મીથ્સ છે અને આપના જેવું કલેજુ ધરાવતા લોકો જ આ વાત સમજી શકે.

    સેમ

    Like

  17. સ્વામી વિવેકાનંદ કહેતા કે નિષ્કામ કર્મયોગ ગીતા વાંચવા કરતાં એક કલાક ફૂટબોલ રમવાથી વધારે સમજાશે. એવું જ ભુપેન્દ્રભાઈ, તમે હનુમાનજીની સાધના માટે કહો છો. ખરેખર અદભૂત. રામ જન્મ ભૂમિ છોડાવવા બાર હાજર સંન્યાસીઓની સેના લઇ લડવા ગયેલા સમર્થ સ્વામી રામદાસે ગામે ગામ વીર મારુતિનાં મંદિર અને અખાડા શરુ કર્યા હતા (દાસ મારુતિ નામ કહેવું બંધ કરાવી આ નામ પ્રચલિત કર્યું કારણ કે બોલતા શબ્દો બોલનારને અસર કરે છે એ આધુનિક સિદ્ધાંત એમને ખબર હતો) , જે વાસુદેવ બળવંત ફડકેએ ફરી શરુ કરવા પ્રયત્ન કર્યા, જેમાંથી એક વીર પાક્યા એ લોકમાન્ય તિલક. એ જ પરંપરા ડોક્ટર હેડગેવારે શરુ કરવી હતી, પણ ટૂંક દ્રષ્ટિના અને ક્ષણિક લાભમાં લોટવા માંગતા સંઘના પછીના અધિકારીઓને એ સ્ટ્રેટેજિક વાત ન સમજાઈ.

    Like

  18. વા …નર ….વા (પવન,હવા,)……આ આખી બાબત ..પ્રાણવાયુ સાથે સુસંગત છે,…..અહીની ..મોટાભાગની ચર્ચા ..પ્રાણ ને બાદ કરીનેજ્ કરવામાં આવી છે…આ પ્રયોગાત્મક (પ્ર +યોગ +આત્મક)…શિક્ષણ છે,….હું અને આપણામાંના મોટાભાગના એ ૧ ડો પણ ઘુંટ્યો નથી ને યુનિવર્સીટી ની દલીલો કરીએ છીએ,,,ધડ લડતા હતા એ પણ કોઈ ની સમજ મા નહી આવે કારણ કે આપણે ભૌતિક શરીર થી આગળનું કઈ વિચારીજ નથી સક્તા ,માથું પડ્યા પછી પણ લડી શકાય તે આપણી બુદ્ધિ મા બેસતું નથી એટલે આપણે હમ્બગ જ માની લેવા ટેવાયેલા છીએ,ચુંદડી વાળા માતાજી (પ્રહલાદ જાની ).૬૫ વર્ષ થી અન્ન પાણી વિના આપણા કરતા સ્વસ્થતા થી છે,ડોક્ટરો ની પેનલો એ અભ્યાસ સી.સી.કેમેરા સાથે કર્યો …એમના મગજ મા આ વાત બેસતી નથી છતાં વાસ્તવિકતા છે..આપ પણ અભ્યાસ કરો..આપણે પ્રહલાદ ભાઈ ને હજુ સમજી સકતા નથી અને આપણે હનુમાન ને સમજાવા નીકળીએ….શું એક વધુ ભ્રાંતિ આપણા સમાજમાં ઉભી નહી થાય,….મહારાજા રણજીતસિંહ એ પોતાની રૂબરૂ મા આ પ્રયોગ કરાવ્યો હતો (જમીન મા ૪૦ દીવશ ની સમાધી)..તેમના ડોક્યુમેન્ટ કલકતા મ્યુઝીયમ મા આજની તારીખે છે,..આ તો સામાન્ય માણસ ની વાત થયી તો મહામાનવ હનુમાન ને આપણે સમજી શકીએ કે કેમ તે દરેકે વિચારવું…આપણે આપણા શરીર નુ સંપૂર્ણ જ્ઞાન ધરાવતા નથી…ને જગત ને સમજાવા નીકળ્યા છી યે..હું કોઈ ની નિંદા નથી કરતો પણ પ્રયોગ ને અંતે કહેવાનું કહું છું.
    રખે કોઈ મને બ્રહ્મજ્ઞાની કે ભક્ત નો માનતા ,…..હું તો માતાજી ની વિશ્વંભરી સ્તુતિ અને હનુમાન ચાલીસા ના પાઠ કરનાર ને કહું છું….કે તેમાની આ પંક્તિ નો અર્થ સમજો ……નહીતર તમારી કીમત ટેપ કરતા વધુ નથી.
    નથી મૃત્તિકામાં પ્રભુ નથી પિત્તળમાં પેઠો
    કનકની મુર્તિ કરે નથી ઈશ્વર મહીં બેઠો
    નથી ઘોરોમાં પીર નથી જૈનોને દેરે
    અસલ જૂએ નહિ કોય સૌ નકલો હેરે
    -નરભેરામ
    ઝાઝા છે ગુરુજીઓ ઝાઝા છે વળી ચેલા
    એ દેશમાં છે માનવ મૃત્યુ વગર મરેલા
    ઝાઝા છે પક્ષકારો ઝાઝા છે દેશનેતા
    એ દેશમાં તો કાયમ છે વેંતિયા વિજેતા
    -મકરંદ દવે
    ભક્તિ કેરી કાકલૂદી સ્વાર્થ કેરા જાપ બંધ
    શંખનાદો ઝાલરો ને બાંગના આલાપ બંધ
    મેં જરા મોટેથી પૂછ્યો પ્રશ્ન કે હું કોણ છું
    થઈ ગયા ધર્માલયોના દ્વાર આપોઆપ બંધ
    -ઉમ્મર ખૈયામ
    હૈયામાં એનો પડઘો પડે તો જ મૂલ્ય છે
    અલ્લાહનો અવાજ મિનારે ન જોઈએ
    સહેલાઈથી જે પાળી શકો એ જ ધર્મ છે
    નિયમ કોઈ તલવારની ધારે ન જોઈએ
    -કુતુબ આઝાદ
    ……………….જો આપના કોઈ ના હૈયામાં ..પડઘો પડે તો જ મૂલ્ય છે…..નહીતર આ કોમેન્ટ ..પણ બકવાસ છે….

    Like

    1. આમ તો આપ બકવાસ કોમેન્ટ્સ આપવા ટેવાયેલા જ છો.મારી મચડીને પ્રાણવાયુ ઘુસાડી દીધો.બહુ સલુકાઈથી ઉતારી પાડવાનું ભૂલતા નથી.આપ ટીપીકલ ધાર્મિક મહાપુરુષ છો.આપ મારી વાતો સમજી શકવાના ક્યારેય નથી.અને માથું પડ્યા પછી ધડ ક્યારેય લડી શકતું નથી,આખા શરીરનું કંટ્રોલ બ્રેઇનના મોકલેલા અને મેળવેલા મેસેજ દ્વારા થતું હોય છે,આ બ્રેઇનને એનેસ્થેસિયા આપીને સુષુપ્ત કરી દીધા પછી ડોક્ટર હાથ પગ કાપી નાખે તો પણ સમજ પડતી નથી.હવે આ બ્રેઈન જ ધડ ઉપર રહ્યું ના હોય તો ધડ શું કરી શકવાનું?આપ આત્મ્શ્લાઘમાં રાચ્યા રહો.અમને આપને સમજાવવામાં કોઈ રસ્ નથી ભાઈ.ભણેલાને કોઈ ભણાવી શકે નહિ.

      Liked by 1 person

  19. રામ-હનુમાનજીના ગુણ તો કોઈ આત્મીક વિચારધારી વિરલામાં જ આવી શકે, બાકી કાચાપોચાનુ ગજુ નહિ.

    Like

  20. ખુબ સરસ લેખ અને comment ..કસરત અને દંડ બેઠક ની વાત ગમી અને તેલ માલીશ પોતાને શરીરે કરવા ની વાત ખુબ સાચી છે

    Like

  21. અમૂર્ત સંકલ્પનાઓ સમજવીએ બધાને સહજ નથી , બીજગણિતમાં જેમ કોઈ બાબત માટે ‘ X ‘ ધારી લેવામાં આવે છે તેમ અહીં પણ પ્રતિક સ્વરૂપ સમજવું જોઇયે …
    શક્તિ = સામર્થ્ય = Energy માટે ‘ માતાજી ‘ અંબા.. દુર્ગા .. કોઈ પણ નામ આપો
    બળ/ગતિ માટે હનુમાનજી
    આદર્શ વ્યક્તિત્વ માટે રામ વગેરે ….

    Like

  22. રાઓલજી ખૂબ માહિતી સભર લેખ ને અમુક કોમેન્ટ માં જાણકારી નો અભાવ ,,, 1 નગર કે ગ્રામ્ય રચના માં ગામ ની વચોવચ ગોપાલ ચોરો કે રામજી ચોરો હોય છે(જેથી ગામ ના લોકો ને રાજસ્તા દ્વારા કોઈ સમાચાર આપવા હોય તો ત્યાં મળી સકે એટલે એક જાત નું અખબારી ફોર્મેટ કે માહિતી સેન્ટર ) ગામ ની બાહર ધર્મશાળા કે નદી કિનારે શિવજી મંદિર હોય છે (જેથી અઘોર તપશ્યા કરતાં હોય એવા શૈવકો કે મોડી રાત કે વહેલા સવારે આવેલા સાધુ કે યાત્રાળુ ને ત્યાં શિવ મંદિર માં દૂધ મળી રહે (શિવ મંદિર માં તાળાં મારવા ની મનાઈ એટલે જ હોય છે ) ને નદી કિનારે સ્નાન થી એમનો થાક પણ ઉતરી જાય એ બાદ હનુમાન જી મંદિર હમેશા ગામ ની દક્ષિણ દિશા માં અથવા તો શિવ મંદિર ની બાજુ માં અખાડો કરી ને ત્યાં રાખવા માં આવે છે ( અખાડા માં પુરુષો લંગોટ પહેરી ને કુસ્તી ને મલ્લ દાવ કરતાં હોય છે જેથી એક મર્યાદા રૂપે ત્યાં સ્ત્રીઑ ને આવા ની મનાઈ હોય છે, લાલ સિંદુર ને તેલ માં નાખી ને એની ઉપર મરી નો ભુક્કો લગાડેલું ઉબટન ના ઉપયોગ થી કસરત ના કારણે શરીર માં વાયુ ને કફ વધે છે જેથી આવું ઉબટણ લાગડવા થી વાયુ કે કફ રહેતો નથી,, દિશા સૂચક તરીકે હનુમાન જી મુખ દક્ષિણ દિશા ને ગણપતિ નું ઉતર દિશા તરફ રાખવા માં આવે છે જાહેર મંદિર નું મુખ એ રીતે પૂર્વ દિશા માં રાખવા માં આવે છે,આમ મંદિરો ફક્ત એકલા આધ્યકતા નું રૂપક નહીં પણ સામાજીક વ્યવસ્થા પણ છે પણ આજે ભારત માં સવાયા અંગ્રેજ થવા ની લાહ્ય માં લોકો ને આવું સાદું લૉજિક સમજાતું નથી ને જ્યાં ને ત્યાં મંદિર ને ડેરી ને સમજ્યા વગર ના નિયમ બનાવી ને ત્રાસદાયી બનતા જાય છે ,,,,,

    Like

  23. તમારા એક લેખમા મેં પ્રશ્ન કરેલો કે શુ મેડીટેશન/ધ્યાન માટે એકાંત અને પલાંઠી વાળીને બેસવુ જરુ રી છે???

    આ પ્રશ્નનો જવાબ અહી પણ એટલુ જ મહત્વ ધરાવે છે. વોલીબૉલ-ક્રિકેટ-સ્વીમીંગ કે કોઇ પણ રમત્.થા કોઇ પણ …..લખોટી કે નાગોલચુ જેવી દેશી રમત પણ મેડીટેશનનો જ એક પ્રકાર છે…રમત્-ગમતમા માત્ર શારીરીક કસરત નથી હોતી….માનસિક ધ્યાન પણ સાથે-સાથે ખુબ જરુરી હોય છે,આ રમતોમા મગ્ન બનતી વખતે માણસનુ મગજ ‘થોટલેસનેસ’ સ્ટેજ પર આવી જાય છે અને એને જ મેડીટેશન કહેવાય…

    Liked by 1 person

  24. ભુપેન્દ્રસિંહ સરસ લેખ બદલ ધન્યવાદ. માત્ર આપને જ નહીં પણ માહિતી પ્રધાન કોમેન્ટ કરનાર સૌ મિત્રોને પણ સલામ. હું પુરાણોને ધર્મ કે ઈતિહાસ સાથે સાંકળતો નથી પણ હંમેશા એને ઉચ્ચ સાહિત્ય તરીકે માનતો આવ્યો છું. હું પણ નાનો હતો ત્યારે અખાડામાં જતો. દંડ બેઠક અને મગદળ ફેરવતો હતો. દરેક અખાડામાં તમે કહ્યું તેમ હનુમાનજીનો સ્નાયુબધ્ધ ફોટો હોય જ છે. એને પ્રેરણાત્મક રીતે પ્રણામ કરીને વ્યાયામ શરૂ થાય. અખાડો બંધ કરતા પહેલા સૌ રિંગ ફરતે ઉભા રહી “મનોજવં…” શ્લોક બોલાય. ભૂતકાળ યાદ કરાવ્યો.

    Like

Leave a comment