

જિંદગીના તાણાવાણા અને બ્લ્યું રંગ નું બ્લડ..
જુઓ અહી કેવા ગુંથાયા છે તાણાવાણા જિંદગીના,
કોઈ આપેછે જિંદગી અને બને છે કોઈ ની જિંદગી,
કોઈ લે છે જિંદગી અને બનાવે છે પોતાની જિંદગી.
હાજી!!આ પ્લાનેટ ઉપર ધબકતું જીવન એટલે એક મોટી કાપડ ની ચાદર છે.એમાં ગૂંથાયેલા તાર એ અહી વસતો દરેક સજીવ છે.દરેક સજીવ ની જિંદગી છે.આ બધા તાર એક બીજા સાથે ગૂંથાયેલા છે.આ તાર એટલે માનવ,પશુ,પક્ષી,સરીસુર્પ,જીવ જંતુ અને વનસ્પતિ છે.બધા ની જિંદગી એકબીજા સાથે ગૂંથાયેલી છે.
૩૫૦ મિલિયન વર્ષ થી ચંદ્રમાં નાં હરેક સંકેત નો ઉત્તર આપતો છીછરાં અને હુંફાળા સમુદ્ર કિનારે અને સમુદ્રી ખાડીઓ માં વસતો જીવ એટલે હોર્સશું ક્રેબ.કાચબા ની જેમ મજબુત કવચ ધરાવતો એક કરચલો.આપણું આયુષ્ય તો માંડ ૨.૫ મિલિયન વર્ષ નું છે.એક મિલિયન એટલે દસ લાખ ગણી લેવાના.કોઈ પણ ધર્મ,જ્ઞાતિ જાતિ અને કહેવાતી પવિત્ર લગ્ન વ્યવસ્થા વગર આટલા બધા પુરા ૩૫૦ મિલિયન વર્ષો થી પોતાનું અસ્તિત્વ ટકાવી રહેલો એક સામાન્ય ગણાતો આ કરચલો આજે સુપર બ્રેઈન પાવર ધરાવતા માનવ ને કારણે ભય માં આવી પડ્યો છે.કુદરતે ગોઠવેલા બેલેન્સ ચક્ર ને પ્રાણીઓ કે બીજા સજીવો ક્યારેય તોડતા નથી.તોડે છે ફક્ત માનવી.કેમ કે કુદરતે એને બ્રેઈન આપવાની ભૂલ કરી લાગે છે.કદાચ હું ખોટો પણ હોઈ શકું.
આપણાં અને મોટાભાગ ના સજીવો ના લોહી માં આયર્ન હોય છે,હિમોગ્લોબીન હોય છે અને લોહી નો રંગ લાલ હોય છે.જયારે કરોળિયા અને વીંછી ની નજીક ની જાતનો આ ભાઈ કોપર વાપરે છે,અને એના લોહીનો રંગ બ્લ્યું છે.કુદરતી એન્ટી બાયોટીક્સ નું કામ આપતું આ બ્લ્યું બ્લડ દવાઓ બનાવતી કંપનીઓ માટે અમુલ્ય છે.લાલ રંગ હિંસા,ક્રોધ,આક્રમકતા અને યુદ્ધ નો રંગ ગણાય છે.લાલ લોહી જોઈ ને ઘણા ને ચક્કર આવી જાય છે.હોર્સ શું ક્રેબ ની માદા કદ માં નર કરતા મોટી હોય છે.આ માદા એક સમયે લગભગ ૮૦,૦૦૦ થી લાખ ઈંડા મુકે છે.એમાંથી ભાગ્યેજ દસ વિરલા જીવતા હશે.બીજા ઈંડા નાં પોષક તત્વો કોઈની જિંદગી બનાવે છે.એ કોઈ છે રેડનોટ નામનું ઉત્તર ધ્રુવ નું નાનકડું નાજુક નહિ પણ ખુબ મજબુત પક્ષી.આમ તો આ પક્ષી ની વિવિધ પ્રજાતિઓ છે.ઉત્તર ધ્રુવ ના કાતિલ શિયાળા થી બચવા આ પક્ષી છેક ઓસ્ટ્રેલીયા,સાઉથ આફ્રિકા અને ભારત માં પણ લાંબી મજલ ઉડીને આવે છે.પણ એની એક પ્રજાતિ દક્ષીણ અમેરિકા ના દેશો માં ખાસ ચીલી માં મુકામ કરે છે.
રેડનોટ ની આ પ્રજાતિ હોર્સશું ક્રેબ સાથે કનેક્ટેડ છે.ફેબ્રુઆરી માં શિયાળા ની કાતિલ ધાર ઓછી થવા લાગે એટલે આ પક્ષી એની પહેલી ઉડાન બેક ટુ હોમ ની ચાલુ કરે છે.સાઉથ બ્રાઝીલ માં પહેલો મુકામ થાય ત્યાં સુધી સતત ઉડતા રહેવાનું.છેલ્લા સાત વર્ષ માં એની વસ્તી ૭૦% ઘટી ગયેલી જીવ વિજ્ઞાનીઓ ના ધ્યાન માં આવી.થોડા ખોરાક પાણી લઇ બ્રાઝીલ થી પાછી ઉડાન શરુ.સાઉથ કેરોલીના થી ડેલાવર સુધી ઠેક ઠેકાણે જ્યાં હોર્સશું ક્રેબ વસતા હોય ત્યાં મુકામ શરુ થાય ત્યાં સુધી સતત ઉડતા રહેવાનું.કારણ ઉત્તર ધ્રુવ સુધી પુરા ૧૦,૦૦૦ માઈલ ની લાંબી મજલ કાપવાની હોય છે.ખુબ એનર્જી વપરાઈ જાય.વજન પણ ઓછું થઇ જાય.હજુ ઉત્તર ધ્રુવ પહોંચવાનું છે.થોડી બોડી અને મસલ્સ પણ બનાવવા પડે.હોર્સશું ક્રેબ નાં ઈંડા એમનો આહાર છે.ભરપુર પ્રોટીન અને પચવામાં હલકા એવા ઈંડા બે ચાર અઠવાડિયા ખાઈ ને તાજા માજા થઇ ને પછી ઉડવાનું શરુ કે આવે હવે ઉત્તર ધ્રુવ ઢુંકડું.જીવ વિજ્ઞાનીઓ ની ટીમો રાતદિવસ મહેનત કરી ને અભ્યાસ કરે છે.ઉત્તર ધ્રુવ થી પાછા ઉત્તર ધ્રુવ ની રાઉન્ડ ટ્રીપ ગણો તો ૨૦,૦૦૦ માઈલ આ પક્ષી એક વર્ષ માં ઉડે છે.કુલ્લે ૬ દેશો પસાર કરે છે.ઉત્તર ધ્રુવ પહોચ્યા પછી એમની મેટિંગ સીજન શરુ થાય.માળાં બંધાય,ઈંડા મુકાય.મોનોગોમસ એવું આ પક્ષી જયારે ઉત્તર ધ્રુવ માં એના સમયે ખાસ દેખાતું નથી ત્યારે સ્ત્રી જીવ વૈજ્ઞાનિક ની આંખ માંથી આશુંઓ ટપકી પડે છે.વાત કરતા કરતા હૈયું ભરાઈ જાય છે એનું….
હોર્સશું ક્રેબ ની વસ્તી ૭૫% ઓછી થઇ ગઈ છે.સાઉથ કેરોલીના ની સ્ટેટ ગવર્નમેન્ટે ૧૫ વર્ષ હોર્સશું ક્રેબ ને પકડવા માટે મનાઈ ફરમાવી દીધી છે.આ ક્રેબ ની વસ્તી ઘટે એટલે રેડ નોટ ની વસ્તી પણ ઘટે.દેખાવે ભલે વિચિત્ર લાગતો આ હોર્સશું ક્રેબ પકડો તો જરાય ઈજા ના પહોચાડે.એના પગ બીક લાગે તેવા હોય પણ સાવ નાજુક હોય.આ ક્રેબ ને પકડવા માટે ખાસ લોકો ને લાયસન્સ અપાયા છે.એ લોકો મેડીકલ કંપનીઓ ને ક્રેબ પુરા પાડે,એનું વાદળી રંગ નું અમુલ્ય લોહી કાઢયા પછી પાછા એમના સ્થાને છોડી દેવાય છે.પણ એમાંથી થોડા માર્યા જાય છે.જોકે હવે આ ક્રેબ ની વસ્તી સાવ ઘટી નાં જાય માટે એની ખેતી પણ કરવામાં આવે છે.મતલબ એની વસ્તી વધારવા નાં પ્રયત્નો કરવામાં આવે છે.પણ હાલ તો ક્રેબ અને રેડ નોટ પક્ષી ની સંખ્યા એકદમ ઘટી ગઈ છે એને મૂળ લેવલે પહોચતા કેટલો સમય લાગશે તે ખબર નથી.દરિયા કિનારા નો વિકાસ વધે તે ક્રેબ નાં વિકાસ અને વસ્તી ને નુકશાન કારક બનતો જાય છે.ચાર દિવસ માં ૪૦૦૦ માઈલ કાપી નાખતું આ પક્ષી અને ૩૫૦ મિલિયન વર્ષો થી અસ્તિત્વ ટકાવી રહેલા શાર્ક સિવાય કોઈ ને નાં ગાંઠતા હોર્સશું ક્રેબ ઈવોલ્યુશન નાં ક્રમ નાં અદ્ભુત ઉદાહરણો છે.
સારી જાણકારી આપી છે.આ વિષયની એક ટી.વી ચેનલ પર ચર્ચા પણ જોઇ હતી.એક પ્રેક્ટીકલ વિડિયો પણ મને મળ્યો છે ->http://to.pbs.org/cm9tJN
નવી નવી ટેકનોલોજીનો જે ઝડપથી વિકાસ થઈ રહ્યો છે.તે ખરેખર પક્ષીઓ માટે જોખમકારક છે.સેલફોન તથા અન્ય ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણોમાંથી નિકળતા વિદ્યુતચુંબકીય તરંગો પક્ષીઓ માટે ઘાતક છે.પક્ષીઓને દિશાજ્ઞાન કુદરતે આપેલ ભેટ છે.વિદ્યુતચુંબકીય તરંગો તેમને બાધારૂપ નિવડે છે.તેથી દિશા ભટકી જતા ઘણા પક્ષીનો મૃત્યુ પામે છે.આજથી ૪ મહિના પહેલા ઉનાળાની સીઝનમાં પારો ૪૮ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો.એક જ દિવસમાં ૭૫ થી ૮૦ કાગડાઓ તથા અન્ય પક્ષીઓ મૃત્યુ પામ્યા હતા.કોઇ કુદરતી કારણોસર મૃત્યુ પામ્યા ન’હોતા.પણ માનવસર્જીત ન દેખાતા હથિયારથી કતલ કરવામાં આવ્યુ હતુ.
LikeLike
રાજાની ભાઈ,
આપની વાત સાચી છે.આ પ્રાણીઓ હત્યારા નથી.એતો ભૂખ લાગે ત્યારેજ ખાતા હોય છે.માનવ જ હત્યારો છે.જે અકારણ હિંસા કરતો હોય છે.આભાર
LikeLike
ભૂપેન્દ્રસિંહજી
હોર્સશું ક્રેબ વિશેની જાણકારી સારી આપી.
જુઓ અહી કેવા ગુંથાયા છે તાણાવાણા જિંદગીના,
કોઈ આપેછે જિંદગી અને બને છે કોઈ ની જિંદગી,
કોઈ લે છે જિંદગી અને બનાવે છે પોતાની જિંદગી
LikeLike
મીતાજી,
પૃથ્વી પર જીવનના તાણાવાણા એક બીજા સાથે ગૂંથાયેલા છે તે બતાવવાનો પ્રયાસ માત્ર છે.પણ વિજ્ઞાન અને ઈવોલ્યુશન આધારિત વાતો માં કોઈને ખાસ રસ હોતો નથી,એ દેખાઈ આવે છે.આભાર.
LikeLike
સરસ વિગતો જણાવી. આ હોર્સ શુ ક્રેબ (એટલે કે ઘોડાના ડાબલા જેવા આકારનો કરચલો) વિશે વિકી પર પણ ખાસ જાણકારી નથી. જે છે તે મુજબ આ પ્રાણી કરોળીયા અને વિંછીની વધુ નજીકનું ગણાય છે.
( http://en.wikipedia.org/wiki/Horseshoe_crab )
જાપાનમાં આને (Kabutogani) તરીકે ઓળખાવાય છે. અને જાપાની કિવદંતીઓમાં કહેવાય છે કે યુદ્ધમાં વિરતાપૂર્વક પોતાનું બલિદાન આપનાર સામુરાઇ યોદ્ધાઓ ’હોર્સ શુ ક્રેબ’ તરીકે પુર્નઃજન્મ પામે છે. (હવે તેવા યોદ્ધાઓ પણ ગયા તો હોર્સ શુ તો ઘટવાના જ ને !) સામાન્ય રીતે હોર્શ શુ ને “જીવંત અશ્મિ” કહેવાય છે, કારણ કે આટલા કરોડો વર્ષથી અસ્તિત્વ ટકાવી રાખનાર બહુ ઓછા જીવો આ પૃથ્વી પર છે. આ કરચલાનો દવા ઉપરાંત ખાતર તરીકે પણ ઉપયોગ થાય છે તેવું વિકિ પર લખ્યું છે.
આટલી પુરક માહિતી માંડ માંડ મળેલ છે. આપે આ, અજાણ્યા, પ્રાણીનો સારો પરિચય કરાવ્યો અને એ બહાને પર્યાવરણને સમજવામાં મદદરૂપ એવું નવું જ્ઞાન મળ્યું. આભાર.
LikeLike
અશોકભાઈ,
ડાયનોસોર ખલાસ થઇ ગયા પણ એ જમાનાનું આ પ્રાણી હજુ છે.મેં હમણા એક ડોક્યુમેન્ટ્રી જોઈ PBS ઉપર એના પરથી આ લેખ લખ્યો છે.ખુબ આભાર.
LikeLike
આવું તો કઈ કેટલાય પ્રાણીઓ અને પક્ષીઓ સાથે થઇ રહ્યું છે. બધા બહુ લોકો ક્યારે જાગશે?
સાથે મારા એક લેખની લીંક બીડું છું: http://rutmandal.info/guj/2008/03/jaago/ અને http://rutmandal.info/guj/2008/05/jagyaa/
LikeLike
Very nice….. so very informative . Really enjoyed sharing it with my 13 year old son…. Thanks.
Scientifically….All those animals that have haemocyanin as the respiratory pigment have their blood blue when oxygenated. Haemocyanin is the respiratory pigment akin to haemoglobin but hemocyanin has copper as the cofactor instead of iron which you find in haemoglobin.
Animals belonging to class crustacea and those belonging to phylum Mollusca have hemocyanin, and hence they have blue blood.
Some notable crustaceans are crabs, lobsters, shrimps.
Some notable mollusks include Snails, whelks. mytilus, oysters, chitons, squids, sepia, octopus.
Limulus, called a horseshoe crab, also has hemocyanin.
LikeLike
ખુબ આભાર પારૂબેન કે આપે મારો લેખ દીકરા સાથે શેર કર્યો.મને આનંદ થયો.
LikeLike
બાપુ, આ રેડ નોટને પણ સમજાવોને થોડોક આહાર ઓછો કરે. બધો દોષ અમને કાં આપો?
LikeLike
રેડ નોટ નો આહાર આપણે ખાઈ જઈએ છીએ.પછી બિચારું ક્યા જાય?
LikeLike
ખરેખર નવું જાણવા મળ્યું. ્બધી કૉમેન્ટ્સ પણ વાંચી અને આનંદ થયો. કુદરતની રચના કમાલ છે. છેલ્લે બહેન પિયૂનીની કૉમેન્ટ તમારા સુંદર લેખ અને બીજા સાથી ઓની કૉમેન્ટ્સ પર કલગી સમાન છે. આટલું ધન તમારા બ્લૉગ પર ખુલ્લું વેરાયેલું પડ્યું હોય અને મને
હવે તમારા બ્લૉગ પર અવારનવાર આવવાની લાલચ થાય તો તમારો પોતાનો જ વાંક હશે! અભિનંદન.
LikeLike
ખુબ આભાર આપનો ચોક્કસ પધારો વાંચો અને અમુલ્ય અભિપ્રાય આપતા જાઓ.અને ફરી ફરી પધારો.
LikeLike
આ લેખ પર થી ઘણું જાણવા મળ્યું સર્વ મિત્રો નો ખુબ ખુબ આભાર
LikeLike